________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ : ૧૫૧ હેતુ હોતો નથી. છે' એને હેતુ નથી. ચાહે તો દ્રવ્ય હો, ચાહે તો ગુણ હો અને ચાહે તો પર્યાય હો. (ત્રણેયની) “સત્તા' છે!
“સમયસાર' બંધ અધિકારમાં છેઃ “અહેતુક”, પર્યાય અહેતુક છે. એ તો ઠીક; પણ ક્રમબદ્ધ' નો નિર્ણય કરવાથી દ્રવ્યનું લક્ષ થતાં, જે પર્યાય ઉત્પન્ન થઇ, તે પયને નિશ્ચયથી દ્રવ્યની-ધ્રુવની પણ અપેક્ષા નથી. કારણ કે એ જે પર્યાય છે તે “સત્' છે. “સ” ને (કોઈ) હેતુ નથી. આહા.... હા. હા! એને (પર્યાયને) ધ્રુવનો હેતુ નથી. પ્રભુ! ઝીણી વાત છે. અહીં કહે છે કેઃ “એ પરિણામો પોતાથી' – “કમબદ્ધ પોતાનાં પરિણામોથી ઊપજતો'. તો એક બાજુ એમ કહે કે “એ પરિણામને ધ્રુવની અપેક્ષા નહીં'. સમજાય છે કાંઈ ?
દ્રવ્ય-જ્ઞાયકની દૃષ્ટિ થઈ, તો જે નિર્મળ પરિણામ ઊપજ્યાં (તે જીવ છે); વિકારની વાત અહીં નથી. વિકાર પરિણામમાં આવે છે. કહ્યું હતું ને કે: આત્મામાં ભાવ નામના બે ગુણ, સુડતાલીસ શક્તિમાં છે. એમાં એક ભાવ નામના ગુણનો અર્થ એ છે કે જે સમયે જે પર્યાય થવાની છે તે એ ભાવગુણના કારણે થશે. એ ગુણનું રૂપ અનંત ગુણમાં છે. તો અનંત ગુણની પણ જે સમયે જે પર્યાય થશે, તે (એ) ભાવગુણના કારણે થશે. અનંત ગુણમાં એ ભાવગુણનું રૂપ છે તો અનંત ગુણની જે સમયે જે પર્યાય થવાની છે તે અનંત ગુણના કારણથી થાય છે. - એ અહીં પહેલી લીટીમાં શબ્દ છે: “પોતાનાં પરિણામોથી” – “પરિણામ” થી એમ ન કહ્યું, “પરિણામો' થી (કહ્યું). બહુવચન છે. અનંત (પરિણામ) લીધાં છે. આ તો ગંભીર વાત, બાપુ ! દિગંબર સંતોની વાત કોઈ અલૌકિક (છે ) !
અહીં તો એક શબ્દ “ક્રમબદ્ધ” લીધો છે. અલૌકિક છે! “કમબદ્ધ” નો નિર્ણય જેને થયો એને સર્વજ્ઞસ્વભાવી પ્રભુનો નિર્ણય થયો.
બોતેરની સાલમાં તે (સંપ્રદાયના સાધુ ) કહેતા કે “ભગવાને દીઠા હશે એટલા ભવ થશે”. તો ત્યાં મેં એક વખતે કહ્યું હતું કે “સાંભળો ! ભગવાનના જ્ઞાનનો અને પોતાના સર્વજ્ઞસ્વભાવનો નિર્ણય જેને થયો, તેના ભવ કેવળજ્ઞાનીએ દીઠા જ નથી. (એને) ભવ છે જ નહીં. કદાચિત બે – ચાર ભાવ હોય તો તે જ્ઞાનનું શેય છે”. ત્યાંની ( વિદેહની) વાત હતી ને...! ભગવાન ત્રણ લોકના નાથ પાસેથી (સાંભળ્યું હતું ને..!) અહીં જન્મ થઈ ગયો છે. આ (પુરુષાર્થહીનતાની વાત ) તો સહન થઈ નહીં. તેથી કહ્યું કે સર્વજ્ઞ જગતમાં છે; એવી સત્તાનો સ્વીકાર કરવા જાય છે, તો એનું લક્ષ પર્યાય ઉપર રહેતું નથી. એનું લક્ષ ગુણ-ગુણીના ભેદ ઉપર રહેતું નથી. એનું લક્ષ દ્રવ્ય ઉપર જાય છે, અભેદ ઉપર જાય છે; ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય સાચો થાય છે. તો કેવળજ્ઞાનીએ દીઠું તેમ થશે” (એમ) એણે કેવળજ્ઞાનીની સત્તાનો સ્વીકાર કર્યો, પોતાની સત્તાનો સ્વીકાર કર્યો ત્યાં પુરુષાર્થ આવી ગયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com