________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૫૫ છે) અને (જીવ અકર્તા ઠરે છે). અહીં આત્માનું અકર્તુત્વ સિદ્ધ કરવું છે. જુઓ ગાથા ઉપર છે: “હવે આત્માનું અકર્તાપણું દષ્ટાંતપૂર્વક કહે છે. ક્રમબદ્ધમાં પરની પર્યાયનું કર્તાપણું નથી. (ક્રમબદ્ધમાં) જ્ઞાતાપણું સિદ્ધ કરવું છે. “અકર્તુત્વ સિદ્ધ કરવું છે” એનો અર્થ: અસ્તિથી જ્ઞાતાપણું સિદ્ધ કરવું છે. તો જ્યારે જ્ઞાતાપણું સિદ્ધ થયું, ત્યારે રાગનો પણ કર્તા નહીં અને રાગથી જ્ઞાન થયું એમ પણ નહીં. આહા... હા ! આવી વાત છે, ભાઈ ! સમજાય છે કાંઈ?
એ.... પોતાનાં અનંતા શુદ્ધ પરિણામોથી, એમ કહ્યું ને.? પરનાં પરિણામો (થી) નહીં, રાગનાં (પરિણામથી) પણ નહીં- “પોતાના પરિણામોથી” (એટલે કે, જે પોતાના અનંત ગુણો છે, એની (જે) પવિત્ર પરિણતિ થઈ, એ પોતાનાં પરિણામ છે. વ્યવહારરત્નત્રયનો રાગ છે, એ પોતાનાં પરિણામ નથી, અને વ્યવહાર રત્નત્રયનો રાગ છે, તો એનું જ્ઞાન અહીં થયું, એમ પણ નથી. એ પોતાના જ્ઞાનની પર્યાય એટલી સામર્થ્યવાળી છે કે પરની અપેક્ષા રાખ્યા વિના. સ્વ-પરને જાણવાનું પરિણમન પોતાથી થાય છે. ઝીણી વાત બહુ, બાપુ !
આહા... હા.... હા! એ “પોતાનાં પરિણામોથી”. એક કોર કહે કેઃ પર્યાય દ્રવ્યની નહીં, પર્યાય પર્યાયની છે. એ “આતમીમાંસા' ન્યાય-ગ્રંથમાં પણ આવે છે. ધર્મી અને ધર્મ-બેઉ ભિન્ન છે. ધર્મી, ધર્મ નહીં અને ધર્મ, ધર્મી નહીં. આહા... હા... હા! અહીંયાં એમ નથી લીધું. અહીં તો પરથી ભિન્ન, પોતાનાં પરિણામ નિર્વિકારી ઉત્પન્ન થાય છે તો એ પરિણામ પોતાનાં છે, એ પરિણામ જ જીવ છે. (એમ લીધું છે).
બાપુ! વીતરાગ-માર્ગ !! એ કોઈ હળદરને ગાંઠિયે ગાંધી થઈ જવાય, એમ નથી. આ તો ઘણી ગંભીર ચીજ છે. આહા... હા! થોડાં શાસ્ત્ર વાંચ્યાં ને ભણ્યા, એટલે જ્ઞાન થઈ ગયું-એવી ચીજ નથી. ભાઈ ! ભગવાન આત્માનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાન થાય છે. સમજાય છે કાંઈ ?
પોતાનાં પરિણામોથી”... “પરિણામોથી” એ બહુવચનઃ અનંત પરિણામને લીધાં. “ ઊપજતા થકા” – ઉત્પન્ન થતા થકા, “જીવ જ છે. એ જીવદ્રવ્ય જ છે. એ પર્યાય જીવની છે તો એ જીવદ્રવ્ય જ છે.
આહા... હા! આવી વાત છે! અરે પ્રભુ! આત્મામાં તાકાત છે, એ ક્ષણમાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે. એને એવી વાત સમજવામાં ન આવે, એવું કલંક ન લગાડવું. અમે નહિ જાણી શકીએ, એમ ન કહેવું! (કેમ કે) એ (તો) કલંક છે. પ્રભુ! તારું કેવળજ્ઞાન ત્રણ કાળ, ત્રણ લોકને જાણે – એવી પર્યાય, એક ક્ષણમાં પ્રગટ થાય (તેમ ) છે. એક સમયમાં પ્રગટ થાય છે! આહા. હા ! એ પોતાના સામર્થ્યથી – દ્રવ્યનું લક્ષ કરવાથી - કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે !
મોક્ષ છે – એ મોક્ષના માર્ગથી ઉત્પન્ન થયો, એમ પણ નથી. (મોક્ષ થતાં)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com