Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002038/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પાશાળીપાણિી ભાગ | Trt, મા જ કામ બક pre te ? એક જ કાન છે THESE ARE TO REOSTADRORENTION OF THE PIDENT CP TRIPUR A ALL THOSE WHOM IT MAT CONCERN TO ALLO TIENEARN TOPAESFILELY WITHOUTLETON ORLAMELAND TOATTOMOOL EVERY ASTANGE AND FO.OTION OF WOCHEORGHE MAY STANDINO भाहलयमरीकेश दिया गया WORD OF THE IDENT OF THE REPUBLIC OF INDIA Rawas OTTA A PAWAR porintendeat, KR PI TITLE Illilti hatia (૧Th at') K i ng' તો તે - રમણલાલ થી. શાહ Page #2 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે ભાગ ત્રીજો (૧૯૯૮ પછી લખાયેલા અનુભવોનો સ્વતંત્ર સંગ્રહ) લેખક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મુંબઈ જેને યુવક સંઘ ૩૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ PASSPORT NEE PANKHE PART THREE (A COLLECTION OF FOREIGN TRAVEL EXPERIENCES) By Dr. RAMANLAL C. SHAH Published By - First Edition : April 2004 Shree Mumbai Jain Yuvak Sangh 385, Sardar V. P. Road, Mumbai - 400 004 Price : Rs. 200-00 પ્રથમ આવૃત્તિ : એપ્રિલ ૨૦૦૪ કિંમત : રૂપિયા બસો - પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ No copyright વિક્રેતાઓ : (૧) આર. આર. શેઠની કંપની મુંબઈ-૪૦૦ ૦૦૨ * અમદાવાદ-૩૮૦ ૦૦૧ (૨) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ ૩૮૦ ૦૦૧ (૩) નવભારત સાહિત્ય મંદિર મુદ્રક : ચંદ્રિકા પ્રિન્ટરી મીરઝાપુર રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ મુંબઈ-૪૦૦ ૦૦૨ * અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ અ.સૌ. પુષ્પાબહેન મહેન્દ્રભાઈ શાહ તથા શ્રી મહેન્દ્રભાઈ ખુમચંદ શાહ (સ્વ. રતનચંદ જોરાજી પરિવાર – મંડાર) સહયાત્રાનાં સંભારણાં સાથે રમણભાઈ શાહ III Page #5 -------------------------------------------------------------------------- ________________ કોપીરાઈટનું વિસર્જન મારા પ્રગટ થયેલ સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંક્ષેપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કોપીરાઈટ આપેલા હોય તો તેનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારા કોઈ પણ લખાણ માટે કૉપીરાઈટ રહેશે નહિ. મુંબઈ રમણલાલ ચી. શાહ તા. ૧-૧-૧૯૯૨ V Page #6 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ : ૪ શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ : * ગુલામોનો મુક્તિદાતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી * હેમચંદ્રાચાર્ય 8 શ્રી મોહનલાલજી મહારાજ જ વંદનીય હૃદયસ્પર્શ, ભા. ૧-૨-૩ . શેઠ મોતીશાહ બેરરથી બ્રિગેડિયર છે પ્રભાવક સ્થવિરો, ભાગ ૧ થી ૫ જ તિવિહેણ વંદામિ જ પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર : જ એવરેસ્ટનું આરોહણ * ઉત્તરધ્રુવની શોધ-સફર # પ્રદેશે જય-વિજયના ન્યૂઝીલેન્ડ * પાસપોર્ટની પાંખે 8 ઑસ્ટ્રેલિયા છે પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન સા રાણકપુર તીર્થ ક પાસપોર્ટની પાંખે : ભાગ ત્રીજો નિબંધ : 8 સાંપ્રત સહચિંતન, ભાગ ૧ થી ૧૪ ૬ અભિચિંતના સાહિત્ય-વિવેચન : & ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) છે. નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ૪ બુંગાકુ-શુમિ આ પડિલેહા & સમયસુંદર છે ક્રિતિકા ક ૧૯૬૨નું ગ્રંથસ્થ વાધય નળ-દમયંતીની કથાનો વિકાસ * ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન-સંપાદન : આ નલ-દવદંતી રાસ ઢ જંબુસ્વામી રાસ (સમયસુંદરત) (યશોવિજયજીત) * કુવલયમાળા જ મૃગાવતીચરિત્ર ચોપાઈ (ઉદ્યોતનસૂરિકૃત) (સમયસુંદરકૃત) & થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) 8 નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) Page #7 -------------------------------------------------------------------------- ________________ * ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) * બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) * નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન : જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) *Shraman Bhagwan Mahavir & Jainism * Buddhism – An Introduction * JinaVachana * જિનતત્ત્વ, ભાગ ૧ થી ૮ * કન્ફ્યૂશિયસનો નીતિધર્મ * વીરપ્રભુનાં વચનો, ભાગ ૧ સંક્ષેપ ઃ * સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ : * મનીષા * શ્રેષ્ઠ નિબંધિકાઓ નીરાજના અક્ષરા * કવિતાલહરી * સમયચિંતન * તાઓ દર્શન * અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ * રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નૅશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) : જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) બૌદ્ધ ધર્મ * નિહવવાદ શબ્દલોક * ચિંતનયાત્રા અવગાહન જીવનદર્પણ તત્ત્વવિચાર અને અભિવંદના મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી * જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ * શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ શ્રીમદ્ યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ : * એન. સી. સી. * જૈન લગ્નવિધિ VI Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન વિદેશપ્રવાસની હવે કોઈ નવાઈ નથી, પણ અનુભવો દરેકના જુદા જુદા હોય છે. એમાં પણ અભિગમ, અભિરુચિ, અવલોકન, અવબોધ અને અનુચિંતનમાં વ્યક્તિએ વ્યક્તિએ ફરક રહેવાનો. વળી, પ્રવાસના પોતાના અનુભવો શ્રોતાઓ સમક્ષ રસિક રીતે કહેવા એ એક વાત છે અને એ અનુભવોને લેખિત સ્વરૂપ આપવું તે બીજી વાત છે. બંનેમાં પ્રવાસીનું વ્યક્તિત્વ પરખાયા વગર રહેતું નથી. એટલે જ પ્રવાસ માટેની લેખકની અભિમુખતા અને પૂર્વસજ્જતા કેટલી છે તથા એની રજૂઆત માટે લેખકની દૃષ્ટિશક્તિ કેવી છે એનું પણ મહત્ત્વ છે. ‘પાસપૉર્ટની પાંખે'ના નામે વિદેશપ્રવાસના મારા વિવિધ અનુભવોનો આ ત્રીજો સ્વતંત્ર સંગ્રહ પ્રકાશિત થાય છે એ મારે માટે તથા મારા પરિવારના સભ્યો અને સ્નેહી-મિત્રો માટે બહુ આનંદની વાત છે. વિદેશના પ્રવાસના અનુભવો વિશે લખવા માટે મને સૌપ્રથમ પ્રોત્સાહિત કરનાર સ્વ. મુ. શ્રી બચુભાઈ રાવત હતા. 1977માં મારે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું નક્કી થયું ત્યારે પાછા આવીને તે વિશે મારે ‘કુમાર’માં સચિત્ર લેખમાળા આપવી એ માટે એમણે આગ્રહ કર્યો. ‘કુમાર’માં પ્રગટ થયેલી ‘પ્રદેશે જયવિજયના’ નામની એ લેખમાળા પછીથી સ્વતંત્ર પ્રવાસગ્રંથ તરીકે પ્રસિદ્ધ થઈ હતી. ‘પાસપૉર્ટની પાંખે’ લખવા માટે મને ‘નવનીત-સમર્પણ'ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈનું પ્રોત્સાહન મળ્યું હતું. 1983માં ‘પાસપૉર્ટની પાંખે’ નામના ગ્રંથનું પ્રકાશન થયું ત્યારે મને કલ્પના નહોતી કે આવા બીજા બે સંગ્રહ પ્રકાશિત થશે. વસ્તુતઃ ‘પાસપૉર્ટની પાંખે’ને જે સફળતા મળી તે મારે માટે પ્રેરણાદાયી હતી. છેલ્લા બે-અઢી દાયકામાં વિદેશપ્રવાસની બીજી ઘણી તક મને મળી છે. એટલે જ મારા મિત્રો શ્રી ધનશ્યામ દેસાઈ અને શ્રી દીપકભાઈ દોશીએ ‘નવનીત'માં ત્રીજી વાર શ્રેણી ચાલુ ક૨વા માટે આગ્રહપૂર્વક પ્રસ્તાવ મૂક્યો. પરિણામે ઈ.સ. 2000થી 2004નાં સવા બે વર્ષ સુધી આ અનુભવલેખો ‘નવનીત'માં પ્રકાશિત થતા રહ્યા હતા. એ હવે ગ્રંથસ્વરૂપે, ‘પાસપૉર્ટની પાંખે'ના ત્રીજા ભાગ તરીકે પ્રકાશિત થાય છે. ‘પાસપૉર્ટની પાંખે’ની પ્રવાસકથાઓના લેખનમાં પહેલેથી એવો ઉપક્રમ રાખ્યો છે કે પ્રત્યેક અનુભવ સ્વતંત્ર લેખરૂપ હોય, જે સ્વયંપર્યાપ્ત હોય. વાચકને કશુંક નવું જાણવા મળે, વાર્તા જેવો રસ પડે અને મારો પોતાનો વ્યક્તિગત લાક્ષણિક અનુભવ હોય એવા અનુભવો વિશે આ પ્રવાસલેખો લખ્યા છે. એમાં જેમ જેમ સ્ફુરણા થતી ગઈ તેમ તેમ લખતો ગયો છું. આથી ત્રણે ભાગના એકસોથી અધિક પ્રવાસલેખો જે VII Page #9 -------------------------------------------------------------------------- ________________ છે તે બધા અનુક્રમે વાંચવાનું અનિવાર્ય નથી. એ બધા કાલાનુક્રમે કે ભૌગોલિક વિભાગ અનુસાર ગોઠવ્યા નથી. જેમ જેમ એ લખાતા ગયા અને છપાતા ગયા, ઘણુંખરું તે ક્રમે ત્રણે ભાગમાં છપાયા છે. એટલે આ પ્રવાસલેખોનો અનુક્રમ દૃઢ નથી. વાચક પોતાની રુચિ અનુસાર ગમે તે ક્રમે એ વાંચી શકે છે. આ બધા પ્રવાસલેખો ભવિષ્યમાં વિવિધ દૃષ્ટિકોણથી વિવિધ ક્રમમાં ગોઠવીને પ્રકાશિત કરી શકાય એમ છે. મેં મારા કૉપીરાઇટનું વિસર્જન કર્યું છે એટલે કોઈ પણ સંપાદક પોતાની દૃષ્ટિથી એનું સંપાદન-પ્રકાશન કરી શકે છે. શાળાકૉલેજના પાઠ્યપુસ્તકની દૃષ્ટિએ એમાં આવશ્યક જણાય ત્યાં સંક્ષેપ પણ કરી શકે છે. એ માટે મારી અનુમતિ લેવાની જરૂ૨ રહેતી નથી. આ ત્રીજા ભાગ સાથે ‘પાસપૉર્ટની પાંખે’ના અનુભવો વિશે લખવાનું બંધ થતું નથી. હજુ ઘણા અનુભવો વિશે લખવાની ભાવના છે. વળી, સ્વદેશના અનુભવો વિશે પણ લખવા માટે મિત્રોનો આગ્રહ છે. સમગ્ર ભારતમાં કાશ્મીર હિમાલયથી કન્યાકુમારી અને દ્વારકા -- નારાયણ સરોવરથી દાર્જીલિંગ – સિકિમ સુધી ઘણી બધી વાર પરિભ્રમણ કરવાનો અવસર સાંપડ્યો છે. એમાં ‘ખજુરાહો’ વિશે એક પ્રવાસલેખ લખ્યો છે તે આ ગ્રંથમાં પરિશિષ્ટ (સ્વદેશે પરિભ્રમણ) તરીકે મૂક્યો છે. એવા બીજા પ્રવાસલેખો લખાતાં તેનો જુદો સંગ્રહ પ્રગટ કરવામાં આવશે. ‘પાસપૉર્ટની પાંખે' વાંચીને પ્રોત્સાહન આપનાર મારા આત્મીય વડીલો સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સ્વ. ચંદ્રવદન મહેતા, સ્વ. ભૃગુરાય અંજારિયા, સ્વ. ઈશ્વર પેટલીકર, સ્વ. ચી. ના. પટેલ વગેરેને ભાવથી અંજલિ અર્પે છું. મુ. ડૉ. રણજિતભાઈ પટેલ – અનામી સાહેબનું પ્રોત્સાહન આજ પર્યંત નિરંતર મળતું રહ્યું છે. મારા પરમ મિત્ર પ્રો. જશવંતભાઈ શેખડીવાળા ‘પ્રબુદ્ધ જીવન’ અને ‘નવનીત’માં પ્રગટ થતાં મારાં બધાં લખાણો નિયમિત વાંચતા રહ્યા છે. આ ત્રીજા ભાગ માટે મારી વિનંતીને માન્ય રાખીને એમણે પુરોવચન લખી આપ્યું છે. એ માટે એમનો આભારી છું. તબિયતની પ્રતિકૂળતાને કારણે તેઓ બહુ પ્રવાસ કરતા નથી, પણ ઇતિહાસ અને વિશેષત: ભૂગોળમાં એમનો રસ અને એમની જાણકારી મારા કરતાં પણ સવિશેષ છે. આ અનુભવપ્રસંગોના લેખન દરમિયાન મારાં સ્વજનોએ (પત્ની, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, જમાઈ વગેરેએ) કેટલાંક ઉપયોગી સૂચનો કર્યાં છે એનો ઋણસ્વીકાર અહીં કરી લઉં છું. ‘નવનીત’માં પ્રકાશિત થયા પછી ગ્રંથસ્વરૂપે પ્રગટ કરતાં પહેલાં ક્યાંક શાબ્દિક ફેરફારો કર્યા છે અને મુદ્રણદોષો નિવારી લીધા છે. ‘નવનીત-સમર્પણ'માં ‘પાસપૉર્ટની પાંખે'ની શ્રેણી ત્રણ વાર પ્રકાશિત કરવા માટે તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈ, સહતંત્રી શ્રી દીપકભાઈ દોશી તથા એમનાં VIII Page #10 -------------------------------------------------------------------------- ________________ મદદનીશ શ્રી અનસૂયાબહેનનો અત્યંત આભારી છું. એમના મમતાભર્યા આગ્રહ વિના આ પ્રવાસલેખો લખવાનું બન્યું ન હોત ! આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ઉપાડી લીધી છે એ બદલ સંઘનો અને સર્વ કાર્યકર્તાઓનો ઋણી છું. વિક્રેતા તરીકે જવાબદારી સ્વીકારવા બદલ આર. આર. શેઠની કંપનીનો, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો અને નવભારત સાહિત્ય મંદિરનો તથા મુદ્રણકાર્યની જવાબદારી ઉપાડી લેવા બદલ ડૉ. શિવલાલ જેસલપુરાનો અને એમના સુપુત્ર શ્રી ગિરીશભાઈ જેસલપુરાનો પણ આભારી છું. આ લેખમાળાના લેખન-પ્રકાશન દરમિયાન નાનાંમોટાં પ્રકીર્ણ કામોમાં સહાય કરનાર શ્રી અશોક પલસમકરને કેમ ભુલાય ? અને મારા પ્રિય વાચકોને તો યાદ કર્યા વગર રહી શકે નહિ. વાંચીને પોતાનો પ્રતિભાવ દર્શાવનાર કેટલા બધા વાચકો સાથે પત્રમૈત્રી થઈ છે ! આ પ્રવાસગ્રંથ વાંચીને કોઈને પણ આનંદ અને પ્રેરણા મળશે, એવો પ્રવાસ કરવાની તક મળશે તો મારું લખવું સાર્થક થયું છે એમ માનીશ. મુંબઈ રમણલાલ ચી. શાહ ચૈત્ર સુદ , ગુડી પડવો વિ.સં. 2060 રવિવાર, તા. 21-3-2004 IX Page #11 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ : રોચક પ્રવાસકથા પ્રો. જશવંત શેખડીવાળા ડૉ. રમણલાલ શાહ સાહિત્યના ગંભીર વિવેચક-સંશોધક-સંપાદક તરીકે જાણીતા છે. પ્રવાસકથાના સારા લેખક તરીકે તેમની તેવી પ્રસિદ્ધિ થઈ નથી. વસ્તુત:, ગુજરાતીના તેઓ એક ઉત્તમ પ્રવાસકથાલેખક પણ છે. “પાસપોર્ટની પાંખે' નામધારી તેમની પ્રવાસકથા વાચકોમાં ઘણી લોકપ્રિય થઈ છે, અને વિવેચકો દ્વારા ઘણી પ્રશંસા પામી છે. અલ્પ સમયાવધિમાં તેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે. વિશ્વવિદ્યાલયમાં, ગુજરાતી વિષયના ઉચ્ચ અભ્યાસક્રમમાં, પાઠ્યપુસ્તક તરીકે તેને સ્થાન મળ્યું છે. ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ પ્રવાસકથા તરીકે તેની ગણના થઈ છે. તે પછી પ્રકાશિત “પાસપોર્ટની પાંખે'નો બીજો ભાગ પણ તેવો જ લોકપ્રિય થયો. હવે તેનો ત્રીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે. તેના પહેલા-બીજા ભાગ જેવો આ ત્રીજો ભાગ પણ વાચકો-વિવેચકોનો પ્રેમ-આદરભાવ અવશ્ય મેળવી શકશે. પૂર્વે “નવનીત-સમર્પણ' સામયિકમાં ધારાવાહી રૂપે જ્યારે તેનું પ્રકાશન થઈ રહ્યું હતું ત્યારે વાચકોને તે ઘણું ગમ્યું હતું. પુસ્તકરૂપમાં તે સવિશેષ ગમશે. સ્વામી સચ્ચિદાનંદ, ભોળાભાઈ પટેલ, પ્રીતિ સેનગુપ્તાની જેમ ડૉ. રમણલાલ શાહ પણ ઉત્સાહી જગતપ્રવાસી છે. વિવિધ નિમિત્તે તેમણે એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર-દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડના પ્રવાસ ખેડ્યા છે. તેમણે ખુલ્લી અને નિર્મળ આંખે, આનંદ-વિસ્મય-કુતૂહલ-જ્ઞાનપ્રાપ્તિના ભાવપૂર્વક, વિવિધ દેશો-પ્રદેશો જોયા છે, અને તેમનું સંવેદના-કલ્પના-વિચારયુક્ત, સરળ મધુર પ્રવાહી ચિત્રાત્મક શૈલીમાં, સુરેખ અને રસળતું નિરૂપણ કર્યું છે. તેઓ સાહિત્યના અધ્યાપક છે, વિવેચક તેમ સર્જક છે. ભૂગોળ-ઇતિહાસદર્શનશાસ્ત્રના અભ્યાસી છે અને સરળ-મધુર-સુકોમળ સ્વભાવના ઉમદા મનુષ્ય છે; તેથી સહજ-સ્વાભાવિક રૂપમાં જોયેલા પ્રદેશોની, રમ્ય-કરાલ-વિલક્ષણ-ધ્યાનપાત્ર, પ્રકૃતિનું અને સંસ્કૃતિનું, અલપઝલપ છતાં વાસ્તવિક તેમ હૃદયંગમ નિરૂપણ અનાયાસે કરી શક્યા છે તેમાં લાઘવ, વૈવિધ્ય, વ્યંજના હોય છે અને પ્રસંગોપાત્ત હળવો નિર્દોષ વિનોદ પણ હોય છે; પરંતુ ક્યાંય અનાવશ્યક લાગે તેવું આલેખન કે આયાસજન્ય ચિંતન કળાતાં નથી; કશું કૃતક કે કુત્સિત જોવા મળતું નથી. પ્રાકૃતિક દૃશ્યો, ઘટનાઓ યા મળેલ વ્યક્તિઓના નિરૂપણમાં કોઈ વાર નિષ્કર્ષ રૂપે લેખકીય ટીકા-ટિપ્પણ-ચિંતન રજૂ થયાં છે, પરંતુ તે ચિંતનના ભારથી કે ટીકા-ટિપ્પણની કટુતાથી સર્વથા મુક્ત રહ્યાં છે. આ પ્રવાસકથાના સમગ્ર નિરૂપણમાં નિખાલસતા, મધુરતા, હળવાશ, સ્વાભાવિકતાનો સાવંત અનુભવ થાય છે. પાસપોર્ટની પાંખના પૂર્વે પ્રકાશિત પ્રથમ બે ભાગની આવી બધી લાક્ષણિકતાઓ (અને એક જ ખંડનાં ય એક જ દેશનાં વિવિધ સ્થળોનું નિરૂપણ સાથોસાથ સળંગસૂત્રતા યુક્ત કરવાને બદલે ગમે ત્યાં વૈરભાવે કરવાની વિલક્ષણતા) તેના આ ત્રીજા ભાગમાં પણ જોઈ શકાય છે. પ્રવાસકથાનું નિરૂપણ, પ્રવાસ પછી, અમુક સમયાંતરે થયું છે. મહદંશે તે સંસ્મરણજન્ય છે. તેમાં પ્રવાસ દરમિયાન જોયેલાં સ્થળકાળ-ઘટના-મનુષ્ય-કાર્ય વગેરે વિશે લેખક દ્વારા લેવાયેલી નોંધોનો અને સંવેદના-કલ્પના-ચિંતનસિક્ત સંસ્મરણો ઉભયનો વિનિયોગ થયો છે; X Page #12 -------------------------------------------------------------------------- ________________ તેથી નિરૂપણ પ્રામાણિક અને શ્રદ્ધેય તેમજ સંવેધ અને આસ્વાદ્ય બન્યું છે. તેમાં સત્ય-શિવસુંદરનો સરસ સુયોગ સધાયો છે. ભાવકને તે અવબોધ અને આસ્વાદ યુગપદ આપી શકે તેમ છે. પૂર્વેના બે ભાગના અનુસંધાનમાં લખાયેલ આ ત્રીજા ભાગમાં પણ એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા ખંડના વિવિધ દેશોનાં આકર્ષક સ્થળોના પ્રવાસનાં સંસ્મરણ નિરૂપાયાં છે. એશિયાનાં આરબ-અમીરાત સ્થિત અબુધાબી, ઇન્ડોનેશિયાનાં બાલી, જાવાસ્થિત બાન્ડંગ અને બોરોબુદુર, દક્ષિણ ચીનના સાગરતટ પરનું પૉર્ટુગીઝ સંસ્થાન મકાઉ, દક્ષિણ ચીનનું ક્વઇલિન, હંસ પેગોડા ધરાવતું મધ્યચીનનું નગર શિઆન, યુરોપ-એશિયા ખંડનો સંગમ દાખવતું ઇસ્તંબુલ-કોન્સ્ટેન્ટિનોપલ; આફ્રિકા ખંડના દક્ષિણ આફ્રિકા દેશમાં આવેલ શાહમૃગના વાડા, પૉર્ટ એલિઝાબેથ, મધ્ય આફ્રિકાના ચુવાન્ડા અને બુરુંડી દેશ અને તેની રાજધાની બુજુમ્બુરા, ઝિમ્બાબ્વે અને તેની ઝામ્બેઝી નદી પરનો વિક્ટોરિયા ધોધ, શ્વેત અને ભૂરી નાઈલ નદીઓના સંગમસ્થાને વસેલ સુદાન દેશનું પાટનગર ખાર્ટૂમ; યુરોપનો નૉર્વે દેશ અને તેની રાજધાની ઑસ્લો, ઉત્તરધ્રુવ વર્તુળમાં આવેલ ટ્રુમ્સો, આલ્ટા અને હામરફેસ્ટ શહેર, મધ્યરાત્રિના સૂર્યનો પ્રદેશ નૉર્થકેપ, અમેરિકાનું કૅલિફૉર્નિયા રાજ્ય અને ત્યાં ઊગતાં વિલક્ષણ સિકોયા વૃક્ષ, અલાસ્કા રાજ્ય અને તેનું મુખ્ય શહેર ફેરબૅન્ક્સ; ઑસ્ટ્રેલિયાના ઈશાની સમુદ્રકિનારા પાસેની ગ્રેટ બેરિયર રીફ, ન્યૂઝીલૅન્ડના દક્ષિણ દ્વીપનાં મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક વગેરેનાં તેમાં અલપઝલપ છતાં સુરેખ અને હૃદ્ય ચિત્રો આલેખાયાં છે. તેમાં વર્ણિત સ્થળો વિશેની દંતકથાઓ, ઇતિહાસકથાઓ પણ પ્રસંગોપાત્ત આલેખાઈ છે : ‘સિકોયાની શિખામણ’, ‘બાન્ડંગનો જ્વાળામુખી – ટાંકુબાન પરાહુ’, ‘વિક્ટોરિયા ધોધ’,‘હંસ પેગોડા’, ‘ઇસ્તંબુલ’ વગેરેમાં. તેમાં ઈશ્વરદત્ત સ્થાનિક પ્રકૃતિ અને માનવસર્જિત સંસ્કૃતિ બેઉનાં મનહર અને મનભર શબ્દચિત્રો દોરાયેલાં જોવા મળે છે. તેમાં ઘોતક તાદશ વર્ણનો દ્વારા તેમનાં વિલક્ષણ રૂપોનું આહ્લાદક દર્શન કરાવાયું છે. આથમતા સૂર્યના પ્રકાશમાં ઝળહળતાં કાચનાં મકાનો (અબુધાબીની સાંજ), જાવાસ્થિત બોરોબુદુરનો વિરાટ ભવ્ય બુદ્ધ-સ્તૂપ (બોરોબુદુર), ઝામ્બેઝી નદીના ધોધની સીકરોમાં સર્જાતા મેઘધનુષ્ય (વિક્ટોરિયા ધોધ), અદ્ભુત ધ્રુવપ્રદેશ અને તેનું સાક્ષાત્કાર દર્શન કરાવતી રોમાંચક ફિલ્મ (ટ્રોથી આલ્ટા), ઉત્તર નૉર્વેના સૂર્યતાપે ઓગળતા હિમાચ્છાદિત ડુંગરોની જલધારાઓ (હામરફેસ્ટ) વગેરેનાં વર્ણન તેનાં ઘોતક છે. લેખકની ઇન્દ્રિયસંવેદ્ય શૈલીએ આ વર્ણનોને મૂર્ત, સુરેખ, રંગીન, જીવંત કરી દીધાં છે. તે કેવાં આકર્ષક છે અને તેમાં યોજાયેલ અલંકારો કેવા નવીન, તાજગીભર્યા, ભાવવાહી છે એ તેનાં કેટલાંક ઉદાહ૨ણો જોતાં સમજી શકાશે : “એક છેડે ‘ઓગોહ ઓગોહ'ના લાલ, લીલો અને વાદળી એમ ઘેરા રંગનાં ત્રણ મોટાં પૂતળાં હતાં.... પુરુષોએ સફેદ અંગરખું, કેસરી અથવા સફેદ ‘સરોંગ' (કમરે ૫હે૨વાનું લુંગી જેવું વસ્ત્ર) પહેર્યાં હતાં. માથે સફેદ પટ્ટો બાંધ્યો હતો. બધા ઉઘાડે પગે હતા. તેઓ એક બાજુ ત્રણ હારમાં ગોઠવાયા. બીજી બાજુ મહિલાઓએ આછા પીળા રંગનું ઉપરનું વસ્ત્ર, કેસરી રંગનું સરોંગ પહેર્યું હતું અને કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો...” (બાલીમાં બેસતું વર્ષ) “અહીં આંબાનાં વૃક્ષો પર મોટી મોટી કેરીઓ લટકી રહી છે. અહીં ઘટાદાર લીમડા છે અને વડની વડવાઈઓનો વિસ્તાર છે. પીપળો અહીં પવિત્ર વૃક્ષ તરીકે પુજાય છે. કેસરી અને પીળાં ગુલમહોર તડકામાં હસી રહ્યાં છે. સૂર્યકિરણો ઝીલીને તુલસી પ્રફુલ્લિત બની છે. XI Page #13 -------------------------------------------------------------------------- ________________ કરેણ અને ચંપો ફૂલ ખેરવે છે. તાડ અને નારિયેળી ઊંચાઈ માટે સ્પર્ધા કરી રહ્યાં છે. થોર અને પપૈયા શાખા પ્રસરાવી રહ્યાં છે. કેળ પર કેળાંની લૂમો લટકી રહી છે. બારમાસીનાં ફૂલ વાયુ સાથે રમી રહ્યાં છે. અહીં સ્વચ્છ આકાશમાંથી રેલાતો તડકો અને ધરતીની ગરમ ધૂળ પણ જાણે ગુજરાતનો જ અનુભવ કરાવતાં હતાં.” (બુજુમ્બુરા) કેટલાંક ચિત્રાત્મક વર્ણનો, તેમાં યોજાયેલ વિલક્ષણ અલંકાર થકી, વર્ણિત વસ્તુ અનુષંગે, વાસ્તવિકતાનો અને કલ્પનાનો, લાગણી અને વિચારનો આહ્લાદક અનુભવ કરાવે છે. તેમની નવીનતા, તાજગી, માર્મિકતા ભાવકના ચિત્તને સ્પર્શી જાય છે; જેમ કે, “ટેકાપો (Tekapo) નામનું સરોવર જોવા મળ્યું. આછા મોરપિચ્છ જેવો એના પાણીનો અનોખો રંગ જિંદગીમાં અન્યત્ર ક્યાંય જોવા મળ્યો નથી. સૂકાં મેદાનો વચ્ચે આ લંબવર્તુળ સરોવર જાણે ધરતી માતાએ ઓપલમઢેલું ઘરેણું પહેર્યું હોય એવું લાગતું હતું.” (મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ ફૂંક) “સમુદ્રમાં થોડે દૂરથી જોઈએ તો સીધો, ઊંચો, જાડો અને ભૂખરા રંગનો ખડક, જાણે ઐરાવત હાથીએ પાણીમાં પગ મૂક્યો હોય એવો લાગે.” (નૉર્થકેપ) “જૂન મહિનો એટલે હિમાચ્છાદિત ડુંગરાઓનો કપરો કાળ. સૂર્યનારાયણ એમને રડાવીને જ જંપે. શ્વેત જટાધારી ડુંગરો ચોધાર (બે આંખોના ચાર ખૂણે) નહિ પણ શતધાર આંસુ વહાવે... આંસુ સારી સારીને નિસ્તેજ અને શુષ્ક બનેલા ડુંગરો ક્યારેક આકાશમાંથી, ગૌતમ ઋષિના શાપ પછી પશ્ચાત્તાપ અનુભવતા સહસ્રાક્ષ ઇન્દ્રને –વૃષ્ટિના દેવતાને, હજાર આંખે થીજેલાં આંસુ (snow) પોતાના ઉપર વહાવતો જોઈને સહાનુભૂતિપૂર્વક સાંત્વન અનુભવે છે.” (હામરફેસ્ટ) પ્રવાસી લેખક ગંભીર પ્રકૃતિના પણ પ્રસન્નમના મનુષ્ય છે. બિનજરૂરી અને કૃતક ગાંભીર્યથી તેઓ દૂર જ રહે છે. પ્રસંગોપાત્ત, કઠોરતા-કટુતાથી સર્વથા મુક્ત, નિર્દોષ વિનોદ પણ કરી લે છે. પોતાને ભોગે પણ તેઓ હસી શકે છે. અનેક પ્રવાસચિત્રોમાં આવા વિનોદની આછી લકીરો જોઈ શકાય છે. કેટલાંક ઉદાહરણ જુઓ : .અચાનક પાછળથી મારા ખભા ઉપર પણ એક મોટો વાંદરો ચડી બેઠો. હું ગભરાયો નહિ, પણ આવી ઘટના ઓચિંતી બને એટલે સ્તબ્ધ થઈ જવાય. હવે વાંદરાને નીચે કેવી રીતે ઉતારવો ? ત્યાં તો મારી સાથે ચાલતી છોકરીએ કહ્યું, ‘સર, સર, બેય હથેળી પહોળી ખુલ્લી કરી નાખો.’મેં બેય હથેળી ખુલ્લી કરી નાખી કે તરત વાંદરો આપોઆપ નીચે ઊતરી ગયો... બેય હથેળી ખુલ્લી બતાવો તો સમજી જાય કે ખાવાનું ખલાસ થઈ ગયું છે, એટલે ચાલ્યો જાય.” (બાલીમાં બેસતું વર્ષ) r¢ “કૉફી પણ મળતી હતી. એક કપના બસો રૂપિયા. ટાઢ ઉડાડવા કૉફી પીવી પડે અને કૉફીના ભાવ સાંભળી ટાઢ વાય. એટલે કૉફી પીવાનું અમે માંડી વાળ્યું.” (ટુસ્સોથી આલ્ટા) “કેટલાક ડુંગરો પર માત્ર મસ્તકે જ બરફ રહેલો છે. એક ડુંગર ઉપર ધોળા બરફનો આકાર એવો હતો કે જાણે એણે માથે ગાંધી ટોપી પહેરી ન હોય ! મનમાં થયું કે ‘અહો ! ગાંધીજીના સંનિષ્ઠ સ્વયંસેવકો ઠેઠ અહીં સુધી આવી પહોંચ્યા છેને !'... આપણા પૂરા 73 દિવસ (રાત્રિ સહિત) બરાબર એમનો એક દિવસ. પુરાણકથાઓમાં આવે છે કે દેવોના એક દિવસ બરાબર આપણા અમુક દિવસો. અહીં હામરફેસ્ટમાં અમે દેવોના દિવસમાં હોઈએ એવું સાક્ષાત્ અનુભવ્યું.”(હામરફેસ્ટ) “બહાર તો સખત ઠંડી હતી અને આછા ધુમ્મસ જેવું વાતાવરણ હતું. એને લીધે બોલતી XII Page #14 -------------------------------------------------------------------------- ________________ વખતે દરેકના મોઢામાંથી ધુમાડા નીકળતા હતા. સિગારેટ પીધા વગર સિગારેટના ધુમાડા કાઢવાનો આનંદ માણી શકાયો. થોડી વાર હવા મોઢામાં રોકી રાખી ગાલ ફુલાવીને પછી ઘટ્ટ ધુમાડાની લાંબી સેર પણ કાઢી શકાય.” (મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક) પરંતુ પ્રસંગોપાત્ત વિનોદ કરતા લેખક હરહંમેશ કરુણામય, સમભાવશીલ, નીતિનિષ્ઠ અને પ્રામાણિક રહે છે. પોતાને અગવડ યા તકલીફમાં મૂકનાર યા છેતરનાર વ્યક્તિ પ્રતિ પણ તેઓ સહિષ્ણુતા અને કરુણા દાખવે છે. અનેક પ્રસંગોમાં આ વસ્તુ જોવા મળે છે. દાખલા તરીકે દક્ષિણ ચીનના “qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ' યોજાયો હતો. તેમાં જોવા જવા માટેની દાખલ ફી ઘણી મોંઘી હતી. પરંતુ પોતાનો જ્યાં ઉતારો હતો તે હોટલના ઓરડાની બારીમાંથી ખુરશી પર બેસી એ ખેલ જોઈ શકાય તેમ હતું. લેખક લખે છે, “પણ મારા મનમાં પ્રશન થયો કે આવી રીતે મફત ખેલ જોવો તે શું યોગ્ય છે ? એમાં શિષ્ટાચારનો ભંગ થાય અને નીતિનિયમનો પણ ભંગ થાય. મિત્રે તરત રિસેપ્શનિસ્ટને ફોન જોડ્યો. જવાબ મળ્યો કે રૂમમાંથી ખેલ ખુશીથી જોઈ શકાય. ખેલ જોવાના પૈસા નથી, ડિનર અને ડ્રિકના પૈસા છે. બારીમાંથી જોવામાં કોઈ નીતિનિયમનો ભંગ નથી.” (qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ) દક્ષિણ આફ્રિકાના “શાહમૃગના વાડા' જોઈ લેખકને જિજ્ઞાસા અને આશ્ચર્યની સાથે અરેરાટી પણ થાય છે, કારણ કે “શાહમૃગનું સરેરાશ આયુષ્ય 70–75 વર્ષનું, પણ ત્રણચાર વર્ષે ભરાવદાર શરીરનું થયા પછી ભાગ્યે જ કોઈને વધુ જીવવા મળે. બાળવયમાં જ તે કતલખાને પહોંચી ગયું હોય અને તે પહેલાં પીંછાં ખેંચાતાં હોય ત્યારે લોહીની ટસ સાથે એણે કેટલી વેદના અનુભવી હોય ! એને ડોક મરડીને, અથવા મોઢે કોથળી ભરાવીને ગૂંગળાવીને, ગોળીથી વીંધીને કે શસ્ત્ર વડે ડોક ઉડાવી દઈને મારી નાખવામાં આવે ત્યારે સમજદાર શાહમૃગ પોતાનું મોત સમજી જઈને બધી તાકાતથી કેવું ઝૂઝતું, આકંદ કરતું હોય છે મનુષ્યને એની નિષ્ફરતાની વાત કોણ સમજાવે ?” (શાહમૃગના વાડા) અર્થાત્ “પાસપોર્ટની પાંખે'નો આ ત્રીજો ભાગ, તેના પહેલા-બીજા ભાગની જેમ, જગતના વિવિધ દેશોની પ્રકૃતિ અને સંસ્કૃતિની સારી-નરસી વિવિધ બાજુઓનો, અલપઝલપ પણ સુરેખ અને સંવેદ્ય ખ્યાલ આપે છે. જગતમાં ક્ષોભ અને દુ:ખપ્રેરક ઘણું છે, તો આનંદ અને સુખપ્રદ એવું પણ ઓછું નથી – એ તે દર્શાવે છે. માનવી અને જગતની વાસ્તવિકતા તેમાં ચારુ કલ્પના અને સુકોમળ સંવેદનાથી ભીંજાઈને ગ્રાહ્ય રૂપમાં રજૂ થઈ છે. સરળ, મધુર, કોમળ, ઇન્દ્રિયસંવેદ્ય, પ્રવાહી, વિશદ શૈલીમાં, સહજ સ્વાભાવિક લાગે તે રીતે પ્રસ્તુત, વિવિધ પ્રદેશો-સ્થળો-ઘટનાઓ-મનુષ્યો-કાર્યોનું, તાદશ નિરૂપણ ભાવકના મન અને હૃદયને સ્પર્શી જાય છે. તે આનંદ અને અવબોધ-ઉભય યુગપદ આપે છે. લેખક સાથે પોતે જગતપ્રવાસ કરી રહ્યો હોય – એવો ભાવકને તે અહેસાસ કરાવે છે. લેખકનો “હું” તેમાં સર્વત્ર દેખાય છે, પણ અહં' ક્યાંય કળાતું નથી. કોઈ પ્રેમાળ, લાગણીશીલ મિત્રની સાથે, અંતરંગ વાતો કરતાં, આપણો આનંદ-ઉલ્લાસપૂર્વક જગતનો પ્રવાસ માણી રહ્યા હોઈએ તેવી આપણને અનુભૂતિ થાય છે. મને તેથી આ પ્રવાસકથા ઘણી ગમી છે. તમને વાચકોને પણ તે અવશ્ય ગમશે, એવી મને ખાતરી છે. શેખડી, તા.પો. પેટલાદ-388450, તા. 18-2-2004 જિ. આણંદ મહાશિવરાત્રી : વિ.સં. 2060 XIII Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ...... ... ......... . ૪૯ ................ •••••• ૧. બાલીમાં બેસતું વર્ષ........ ૨. શાહમૃગના વાડા............... અબુ ધાબીની સાંજ ............ ૪. ગ્રેટ બેરિયર રીફ.... સિકોયાની શિખામણ ... ................. બાડુંગનો જ્વાળામુખી - ટાંગ્યુબાન પરાહુ ૭. ઑસ્લોનું અવનવું ......... ૮. બુજુબુરા ........ ૯. બોરોબુદુર ........... ૧૦. મકાઉ .... ૧૧. qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ ૧૨. વિક્ટોરિયા ધોધ ............... ૧૩. હંસ પૈગોડા ........... ૧૪. પૉર્ટ એલિઝાબેથ.... ૧૫. ખાટુંમ........... ૧૩. ટુસોથી આલ્ટા ............. ૧૭. હામરફેસ્ટ ............. ૧૮. નૉર્થ કેપ............. ૧૯. મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ........ ૨૦. ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ .................. ર૧. ઇસ્તંબુલ – કોન્ટિનોપલ................ પરિશિષ્ટ - સ્વદેશે પરિભ્રમણ ...... ખજુરાહો................. ......................... ..... •••••••••••• ................. ................ ................. ..... ૧૪૨ XIV Page #16 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે ભાગ ત્રીજો XV Page #17 -------------------------------------------------------------------------- ________________ दीसइ विवह चरिअं जाणिज्जइ सज्जण-दुज्जण विसेसो । अप्पाणं च कलिज्जइ, ___ हिंडिज्जइ तेण पुहवीए ।। [પ્રવાસ કરવાથી વિવિધ પ્રકારનાં ચરિત્રો જોવામાં આવે છે, સજ્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજવામાં આવે છે, તેમજ આત્માની શક્તિ ખીલે છે. એટલા માટે પૃથ્વીનો પ્રવાસ કરવો.] - “ધન્યકુમાર ચરિત્ર'– ૪ થો પલ્લવ XVI Page #18 -------------------------------------------------------------------------- ________________ બાલીમાં બેસતું વર્ષ પૃથ્વીના પ્રત્યેક પ્રદેશમાં ઋતુચક્રનો નવો આંટો એટલે નવું બેસતું વર્ષ. એની વધામણીની પરંપરામાં પ્રજાભેદે વૈવિધ્ય રહેવાનું. એમાં સામાજિક, ધાર્મિક ઇત્યાદિ માન્યતાઓ પણ સંલગ્ન હોવાની. ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં નૂતન વર્ષની એવી અનોખી રીતે ઉજવણી થાય છે કે તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થવાય. કોઈ અજાણ્યો માણસ કહે તો તરત તે માન્યામાં ન આવે. વસ્તુત: સમગ્ર વિશ્વમાં આવી ગૌરવશાળી પરંપરા અન્યત્ર ક્યાંય નથી. ભારતીય હિંદુ સંસ્કૃતિના અવશેષરૂપે ત્યાં જળવાઈ રહેલી આ પ્રાચીન પરંપરા ખરેખર અભિમાન લેવા જેવી છે. પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિ હિંદી મહાસાગરમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, સિયામ (થાઇલેન્ડ), મલાયા, જાવા, સુમાત્રા, બાલી વગેરે દેશો સુધી ફેલાયેલી હતી. એ દેશોનો ભારત સાથેનો વ્યવહાર રામાયણની કથા જેટલો પ્રાચીન છે એમ કહી શકાય. “બાલી' શબ્દ રામાયણમાં આવતા સુગ્રીવના ભાઈ “વાલી' ઉપરથી આવ્યો હોવાનું મનાય છે. (બલિ અર્થાતુ નૈવેદ્ય ઉપરથી પણ “બાલી' શબ્દ વ્યુત્પન્ન કરાય છે.) “બાલી એટલે હજાર હિંદુ મંદિરોનો દેશ', બાલી એટલે “તેજોમય સ્વર્ગીય દ્વિીપ', બાલી એટલે “વિશ્વનું પ્રભાત” – એમ જુદી જુદી રીતે બાલીને ઓળખાવવામાં આવે છે. ચોતરફ સમુદ્રતટ, વચ્ચે ડુંગરો, જ્વાળામુખીઓ, ડાંગરનાં ખેતરો, નદીઓ, સંતોષકારક વરસાદ, બારે માસ હરિયાળી ઇત્યાદિને કારણે બાલીનું નૈસર્ગિક સૌન્દર્ય નયનરમ્ય છે. બીજી બાજુ બાલીનાં નૃત્ય, સંગીત, શિલ્પકળા ઇત્યાદિ સુવિદિત છે. બાલીમાં આજે પણ રામાયણની કથાનો ગ્રંથ “સેરિરામ' વંચાય છે અને એના આધારે નાટક, નૃત્ય વગેરે ભજવાય છે. એમાં વાનરોનું નૃત્ય “કન્જક' (કેચક) સુપ્રસિદ્ધ છે. મધ્યયુગમાં મુસલમાનો મલાયામાંથી સુમાત્રા, જાવા તરફ આગળ વધતા ગયા તેમ તેમ હિંદુઓ ખસતા ગયા અને છેવટે વિશાળ બાલી ટાપુમાં સ્થિર થયા. હજારેક વર્ષ પહેલાં આ બધા પ્રદેશોમાં બૌદ્ધ ધર્મનો પણ સારો પ્રચાર થયો હતો, પણ પછી તે બહુ ટક્યો નહિ. Page #19 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ સવાબે હજાર ચોરસ માઈલમાં વસેલા બાલીની આશરે પાંત્રીસ લાખની વસ્તીમાં પંચાણું ટકાથી વધુ લોકો હિંદુ છે, બાકીના મુસલમાન, ખ્રિસ્તી કે બૌદ્ધધર્મી લોકો મુખ્યત્વે બેચાર મોટાં શહેરોમાં છે. બાલીમાં શક સંવત, ચૈત્રી પંચાંગ ચાલે છે. એ પ્રમાણે ચૈત્ર સુદ એકમે ત્યાં નવું વર્ષ બેસે છે. ફાગણ વદ અમાસ એ ત્યાં દિવાળીના જેવો દિવસ છે, પણ તે થોડો જુદી રીતે ઊજવાય છે. અમે જ્યારે બાલીના પ્રવાસનું આયોજન કર્યું ત્યારે તે તારીખ પ્રમાણે કર્યું હતું, પરંતુ અમને ખબર નહિ કે ત્યાં વચ્ચે ચૈત્રી પડવાનો દિવસ, નવા વર્ષની રજાના દિવસ તરીકે ઊજવાશે. અમને એટલી ખબર મળી હતી કે વચ્ચે એક દિવસ silent day – શાન્તિનો દિવસ રહેશે. અમે બાલીના એરપૉર્ટ ડેનપાસારમાં ઊતર્યા ત્યારે અમારા યજમાન યુવાંગ સુમાત્ર અમને લેવા આવ્યા હતા. અમારો ઉતારો પાસેના ફુતા (FUTA) નગરની એક પંચતારક હોટેલમાં હતો. બાલીની વાત નીકળતાં યુવાંગે કહ્યું, ‘બાલીમાં અમારી સરકાર સાંસ્કૃતિક જાળવણી માટે સભાન છે. મોટા પહોળા રસ્તાઓ, વાહનોની ભારે ભીડ, ઘોંઘાટમય અવરજવર, ઉત્તુંગ મકાનો, મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી હોટેલો ઇત્યાદિ વડે દુનિયામાં કેટલાંક નગરોને આધુનિક બનાવાય છે. એમાં સમૃદ્ધિ છલકાય છે, પણ પ્રજાની વૈયક્તિક સાંસ્કૃતિક વિશેષતા ઓસરી જાય છે. અમારા બાલીમાં એવી રોનકને મર્યાદિત રાખવામાં આવી છે. અહીં રસ્તાઓ બહુ પહોળા નથી થવા દીધા. રહેઠાણોનાં મકાનો બેઠા ઘાટનાં છે. કોઈકમાં જ ઉપર માળ લેવાયો હશે. અહીં પંચતારક હોટેલોને વધુમાં વધુ ચાર માળ બાંધવાની પરવાનગી અપાય છે.’ વળી યુવાંગે કહ્યું, ‘બાલીમાં અત્યારે ‘ન્યુપિ’(Nyepi)ના ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ‘ન્યુપિ’ એટલે નવું વર્ષ, ‘હરિ રાયા' એટલે મોટો ઉત્સવ. તમને ‘હરિ રાયા ન્યુપિ'નાં બૉર્ડ ઠેર ઠેર જોવા મળશે.’ હોટેલમાં દાખલ થતાં જ લૉબીમાં કેન્દ્રસ્થાને એક મોટું વિકરાળ પૂતળું હતું. જાણવા મળ્યું કે ચેપિના ઉત્સવ માટે આ પૂતળું હમણાં મૂકવામાં આવ્યું છે. એ દૈત્ય અથવા અસુરનું પૂતળું છે. અનિષ્ટ તત્ત્વનું એ પ્રતીક છે. એને અહીં લોકો ‘ઓગોહ ઓગોહ' કહે છે. અસુરની ભારતીય હિંદુ વિભાવના અહીં બાલીમાં પણ એ જ પ્રમાણે જોવા મળે છે. મોઢું ખુલ્લું હોય, થોડા મોટા તીક્ષ્ણ દાંત બહાર આવ્યા હોય, મોટી મોટી લાલચોળ આંખો હોય, ચાર હાથ હોય અને હાથમાં શસ્ત્ર હોય, એક પગ ઉપાડ્યો હોય એવી ભયંકર આક્રમક આકૃતિ કાગળ, લાકડાં વગેરેમાંથી બનાવવામાં આવે છે અને એનો રંગ પણ એવો જ ઘેરો રાખવામાં આવે છે. આઠ દસ કે બારેક ફૂટનાં આવાં બિહામણાં પૂતળાં આખા બાલીમાં દરેક ગામ કે શહે૨માં ચોક Page #20 -------------------------------------------------------------------------- ________________ બાલીમાં બેસતું વર્ષ આગળ રાખવામાં આવે છે, ક્યાંક તો એકસાથે બેત્રણ ‘ઓગોહ’ ગોઠવવામાં આવ્યા હોય છે. નગરો વચ્ચે ‘ઓગોહ’ની સ્પર્ધા થાય છે. અને સારામાં સારા ‘ઓગોહ’ને નિર્ણાયકો ઇનામ આપે છે. નાના છોકરાઓ પણ પોતાનો જુદો નાનો ‘ઓગોહ’ બનાવે છે. અમાસની બપો૨થી સમગ્ર બાલીમાં ઠેર ઠેર ‘ઓગોહ ઓગોહ'નું સરઘસ નીકળે છે. જાડા વાંસના પાંચ-છ ઊભા અને આડા દાંડાની ‘ઠાઠડી’ ઉપર ઓગોહને ઊભો ગોઠવવામાં આવે છે. ગામના પચીસેક પુરુષો એને ઊંચકીને ચાલે છે. કેટલાક માણસો આગળ મશાલ લઈને નીકળે છે અને નૃત્ય કરતા જાય છે. લોકો ઢોલનગારાં વગાડે, ઘંટનાદ કરે, મોટા મોટા પોકારો કરે, શક્ય તેટલો વધુ અવાજ અસુરને બિવડાવીને ભગાડવા માટે કરે છે. એમ કરતાં કરતાં તેઓ ઓગોહને ગામ બહાર નદીકિનારે કે સમુદ્રકિનારે લઈ જાય છે. ત્યાં ‘ઓગોહ’ની દહનક્રિયા થાય છે, સૂર્યાસ્ત થતાં પહેલાં દૈત્યને બાળવામાં આવે છે. નવું વર્ષ આવતાં પહેલાં અનિષ્ટ તત્ત્વને વિદાય આપવામાં આવે છે. ત્યાર પછી પુરુષો સ્નાન કરી, શુદ્ધ થઈને નગરમાં વાજતેગાજતે પાછા ફરે છે. આપણે ત્યાં દશેરાના દિવસે જેમ રાવણના પૂતળાને બાળવામાં આવે છે તેમ અહીં નવા વર્ષના આગમન પૂર્વે અનિષ્ટ તત્ત્વને વિદાય આપવાના પ્રતીક તરીકે સેંકડો ‘ઓગોહ’ને બાળવામાં આવે છે. યુવાંગે કહ્યું કે ‘ન્યુપિના પર્વ પહેલાં ‘મેલાસ્તિ' નામની ધર્મક્રિયા કરવામાં આવે છે. એમાં લોકો સર્વશક્તિમાન ઈશ્વરની પૂજા-અર્ચના, સ્તુતિ વગેરે કરીને, દેવદેવીઓની મૂર્તિઓ લઈને શોભાયાત્રામાં નીકળે છે. દરેક ગામના ચોકમાં પૂજાવિધિ થાય છે, નૈવેદ્ય ધરાય છે. પછી મંદિરનાં દેવદેવીની મૂર્તિઓ તથા ઉપકરણોને મોટી પાલખીમાં લઈ જઈને નદી કે સમુદ્રના પાણીમાં શુદ્ધ કરાય છે, કારણ કે સમુદ્રના (જલના) દેવતા વરુણ છે અને વરુણ તે શિવના અવતાર છે એમ અહીં મનાય છે, વરુણદેવ બધાં અનિષ્ટ તત્ત્વોને નિર્મૂળ કરે છે.' હોટેલમાં અસુરના વિકરાળ પૂતળાની બાજુમાં બૉર્ડ ઉપર મોટા અક્ષરે છાપીને ન્યુપિ વિશેની માહિતી તથા એ દિવસે હોટેલમાં શું શું બંધ રહેશે એ વિશેની સૂચનાઓ લખવામાં આવી હતી. અમે રૂમમાં સામાન મૂકી સ્વસ્થ થઈ લૉબીમાં આવ્યા. બૉર્ડની વિગતો સમજાવતાં યુવાંગે કહ્યું, ‘બાલીવાસી હિંદુઓ પાંચ પ્રકારના યજ્ઞમાં માને છે: દેવયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ઋષિયજ્ઞ, પિતૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. ન્યુપિના દિવસોમાં મુખ્યત્વે ભૂતયજ્ઞ થાય છે. ન્યુપિના ઉત્સવ માટે જે ચાર મુખ્ય નિયમો પાળવામાં આવે છે તે આ પ્રમાણે છે : Page #21 -------------------------------------------------------------------------- ________________ -- - -- પાસપોર્ટની પાંખે - ભાગ ૩ (૧) આમાટી લેલુગાન (લોલુહાન) – એટલે ઘરની બહાર ન જવું. અવરજવર ન કરવી. (૨) આમાટી કાર્યા – એટલે કોઈ કાર્ય કરવું નહિ. નોકરીધંધો કરવા નહિ. હળવાભળવાનાં વ્યાવહારિક કાર્યો ન કરવાં. ઘરમાં પણ અનિવાર્ય હોય તેટલી જ પ્રવૃત્તિ કરવી. તે દિવસે મંદિરે ન જતાં ઘરમાં જ પ્રાર્થના-ભક્તિ કરી લેવી. (૩) આમાટી અગેનિ (અગ્નિ) – એટલે અગ્નિ પ્રગટાવવો નહિ. ઘરમાં રસોઈ વગેરે માટે અગ્નિ સળગાવવો નહિ. વસ્તુત: તે દિવસે રસોઈ કરવી નહિ. મીણબત્તી સળગાવવી નહિ. તેલનો દીવો કરવો નહિ. ટૉર્ચ કે લાઇટ વાપરવી નહિ. વીજળીથી ચાલતાં કોઈ સાધનો વાપરવાં નહિ. નાનાં બાળકો કે વૃદ્ધ-અશક્ત માટે ખાવાનું અનિવાર્ય હોય તો આગલે દિવસે બનાવી લેવાનું, શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ કરવાનો. (૪) આમાટી લોલાંગવાન – એટલે આનંદપ્રમોદની કોઈ પ્રવૃત્તિ કરવી નહિ. ટી. વી. ન જવાય, પાનાં ન રમાય, દારૂ ન પિવાય, ગીત-નૃત્યાદિ ન થાય, વાજિંત્ર ન વગાડાય. બ્રહ્મચર્યનું પાલન કરવાનું.’ “આ બધા તો બહુ કડક નિયમો કહેવાય. શું બધા એનું બરાબર પાલન કરે ?' અમે પ્રશ્ન કર્યો. બિલકુલ; ખાવાની બાબતમાં જેનાથી ન રહેવાય તે છૂટ લે, પણ એવા લોકો ઓછા, અહીં એવા પણ લોકો છે કે જે છત્રીસ કલાક ખાય નહિ એટલું જ નહિ, પાણી સુધ્ધાં પીએ નહિ. અવરજવરની બાબતમાં પહેલાં એરપોર્ટ, બંદરો અને હોટેલોને છૂટ અપાતી હતી, પરંતુ પ્રવાસીઓને લાવવા – લઈ જવામાં આખો દિવસ અવરજવર રહેતી. એ નિમિત્તે સ્ટાફના અને બીજા માણસોને પણ છૂટ આપવી પડતી. કેટલાક છૂટ લઈ લેતા. જોપિ જેવું લાગે નહિ. હવે લગભગ છત્રીસ કલાક એરપોર્ટ અને બંદરો સદંતર બંધ રહે છે. હોટેલોની બહાર કોઈ જઈ શકે નહિ. હોટેલોમાં રૂમ સિવાય બીજી બધી લાઇટ બંધ રાખવી પડે. હવે તો એરપૉર્ટ અને હોટેલોના કર્મચારીઓ પણ જોપિમાં ભાગ લઈ શકે છે.' આટલો લાંબો વખત લોકો ઘરમાં કરે શું ? કંટાળી ન જાય ?' ના. એટલો સમય લોકો ઘરમાં પણ સંપૂર્ણ મૌન પાળે. પ્રભુનું ધ્યાન ધરે. મનન-ચિંતન કરે. પોતાના દોષોનું અવલોકન કરે. કારણ વગર ઘરમાં ઊઠબેસ કે અવરજવર ન કરે. અનિવાર્ય હોય તો ઇશારાથી કામ કરે. ઘણું જ કઠિન છે, પણ લોકો પૂરી શ્રદ્ધાપૂર્વક એને માટે મનથી તૈયાર હોય છે. એક કરે એટલે બીજા કરે. એમ પરસ્પર પ્રભાવ પડે છે. છૂટ લેનારની ટીકા – નિંદા થાય છે. કેટલાક ઘરમાં થોડી છૂટ લેતા હશે, પણ ઘરની બહાર તો કોઈ જ ન નીકળે.' Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫ બાલીમાં બેસતું વર્ષ ન્યુપિનું આવું વર્ણન સાંભળી અમે એ દિવસની ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. અમારી હોટેલના ઘણા પ્રવાસીઓ વિદાય થવા લાગ્યા. છત્રીસ કલાક હોટેલમાં પુરાઈ રહેવું પડે એવું કેટલાકને ન ગમે કે ન પોસાય, પરંતુ અમારી જેમ કેટલાક પ્રવાસીઓ ન્યુપિ માટે જ રોકાયા હતા. અમે ન્યુપિનો દિવસ આવે તે પહેલાં બાલીમાં આસપાસના પ્રદેશોમાં ફર્યા, વિવિધ પ્રકારનાં નૃત્યો જોયાં, મંદિરોમાં દર્શન કર્યાં. બાલીએ પોતાના સાંસ્કૃતિક વારસાને સારી રીતે જાળવી રાખ્યો છે. એ બધાંનો વિગતે અભ્યાસ કરવો હોય તો ઘણો સમય જોઈએ. બાલીનાં જુદાં જુદાં નગરોમાં ફરતાં એની કેટલીક લાક્ષણિકતાઓ નિહાળવા મળી. થોડે થોડે અંતરે મંદિર તો હોય જ : ન્યુપિના દિવસોમાં ઘેર ઘેર પેંજોરે(Penjore)ની રચના કરવામાં આવી હતી. પેંજોરે એટલે વાંસની બનાવેલી આકૃતિ. દરેક ઘરના આંગણામાં જમીનમાં ખાડો ખોદીને એમાં પાંદડીઓ સાથેનો વાંસનો સૂકો દાંડો ઊભો કરવામાં આવે છે. એનો ઉપરનો પાતળો છેડો ઢળેલો હોવો જોઈએ. ઢળવાને કારણે વાંસની આકૃતિ પર્વત જેવી દેખાય. એ મેરુ પર્વત છે. બાલીવાસીઓ મેરુ પર્વતને પવિત્ર માને છે. પર્વના દિવસોમાં ઘેર ઘેર આવી પેંજોરેની રચના જોવા મળે. કેટલેક ઠેકાણે ઊંચા રંગબેરંગી પેંજોરે પણ બનાવવામાં આવે છે. વાંસના દાંડામાં વચ્ચે ગોખલા જેવી એક આકૃતિ વાંસની ચીપમાંથી બનાવવામાં આવે છે. એમાં દેવદેવીને અર્થરૂપે ફૂલ, ફળ વગેરે ધરાવાય છે. અમાસના દિવસે અમારી ઇચ્છા ઉત્તર દિશામાં દૂર આવેલો કિંતામનીનો જ્વાળામુખી અને તેની પાસે આવેલું સરોવર જોવાની હતી. અમારા ડ્રાઇવરે કહ્યું, ‘બપોરે ચાર વાગતાં સુધીમાં આપણે પાછા આવી જવું જોઈએ. પછી લોકો રસ્તા ઉપર જ પૂજાવિધિ કરવા બેસી જશે. તે વખતે ત્યાંથી ગાડી પસાર થવા નહિ દે.’ ડ્રાઇવરની ભલામણ પ્રમાણે અમે સવારે નીકળી ગયા. ખાસ્સું અંતર હતું. આખે રસ્તે નાનાંમોટાં ગામો આવતાં હતાં. ફળદ્રુપ પ્રદેશ અને ગામડાંઓના નૈસર્ગિક વાતાવરણની મહેક અનુભવાતી હતી. પ્રજા ગરીબ પણ માયાળુ હતી. ચીજવસ્તુઓ વેચવાવાળા ક૨ગરે અને જલદી પીછો છોડે નહિ. એટલે વસ્તુની જરૂર ન હોય તો પણ ખટાવવાનું મન થાય. અમે તિામનીથી પાછા ફરતા હતા ત્યાં મેંગવી નામનું ગામ આવ્યું. અમારી ગાડી ઊભી રહી ગઈ. આગળ ત્રણ ગાડી હતી. ડ્રાઇવરે ઊતરીને તપાસ કરીને કહ્યું, ‘આ લોકોએ બે મિનિટ પહેલાં જ રસ્તો બંધ કરી દીધો છે. અહીં બહુ વહેલી પૂજાવિધિ ચાલુ કરી છે. હવે એક કલાક થોભવું પડશે. છૂટકો નથી.’ ‘જો રાહ જોવાની જ હોય તો પછી ગાડીમાં બેસી રહેવા કરતાં આ લોકોની Page #23 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ પૂજાવિધિ કેમ ન જોઈએ ?' અમે બધા ગાડીમાંથી ઊતરીને રસ્તાની એક બાજુએ ઊભા રહી ગયા. - એક છેડે “ઓગોહ ગોહ'નાં લાલ, લીલો અને વાદળી એમ ઘેરા રંગનાં ત્રણ મોટાં પૂતળાં હતાં. બીજે છેડે દેવદેવીઓનું મંદિર હતું. ગામમાંથી મહિલાઓ અને પુરુષો સરસ નવાં વસ્ત્રો પહેરીને આવી રહ્યાં હતાં. પુરુષોએ સફેદ અંગરખું, કેસરી અથવા સફેદ “સરોંગ” (કમરે પહેરવાનું લુંગી જેવું વસ્ત્રો પહેર્યા હતાં. માથે સફેદ પટ્ટો બાંધ્યો હતો. બધા ઉઘાડે પગે હતા. તેઓ રસ્તાની એક બાજુ ત્રણ હારમાં ગોઠવાયા. બીજી બાજુ મહિલાઓએ આછા પીળા રંગનું ઉપરનું વસ્ત્ર, કેસરી રંગનું સરોંગ પહેર્યું હતું અને કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો. મહિલાઓએ પોતાને મસ્તકે રાખેલો નૈવેદ્યનો કરંડિયો મંદિર પાસે હારબંધ ગોઠવ્યો. મહિલાઓ અને પુરુષોની વચ્ચે ધર્મગુરુની ઊંચી બેઠક હતી. ધર્મગુરુએ માથે મુગટ ધારણ કર્યો હતો. નૈવેદ્યના વાંસના ટોપલામાં સફરજન, સંતરાં વગેરે ફળો વર્તુળાકારે હારની ઉપર હાર એમ ગોઠવ્યાં હતાં. આટલાં બધાં ફળ પડી ન જાય એ માટે અંદરથી અણીદાર સળી ભરાવીને તે જોડી રાખવામાં આવ્યાં હતાં. ફળોની હારની ટોચ ઉપર વાંસની છોલેલી પાતળી પટ્ટીઓની પંખા જેવી કલાત્મક રચના કરવામાં આવી હતી. દરેકના નૈવેદ્ય-કરંડકનું સુશોભન જુદું જુદું હતું. જેથી આટલાં બધાં એકસરખાં કરંડકમાં દરેક પોતાનું નૈવેદ્ય ઓળખી શકે. વૅપિના આ ઉત્સવમાં બધી જ સામગ્રી પોતાનાં ખેતર-વાડીમાંથી આણેલી હોય એટલે ખર્ચાળ કશું જ નહિ. ભગવાનની મૂર્તિની સન્મુખ ઉચ્ચાસને બેઠેલા ધર્મગુરુએ પૂજાવિધિ ચાલુ કરી. મંત્રોચ્ચાર થયા. નૈવેદ્ય ધરાવાયાં. થોડી વાર પછી એક પાત્રમાં જળ લાવવામાં આવ્યું. ધર્મગુરુએ મંત્રો ભણીને એ જળ (તીર્થ) પોતાના સહાયક પંડિતને આપ્યું. એ જળમાં એક સળી સાથે બાંધેલી વાંસની પાંદડીઓ બોળીબોળીને પંડિતે પ્રથમ પુરુષો ઉપર અને પછી મહિલાઓ ઉપર છંટકાવ કર્યો. ધર્મગુરુના આશીર્વાદ ઝીલવા માટે છંટકાવ થાય ત્યારે સૌએ પોતાની બંને ખુલ્લી હથેળી ખભા પાસે રાખી હતી. દેવદેવીઓને પ્રસન્ન કરવાની બીજી કેટલીક વિધિ થઈ. વિધિ પૂર્ણ થતાં મહિલાઓએ એક પછી એક ઊભા થઈ પોતાનાં નૈવેદ્ય-કરંડક સાથે લીધાં અને ઘર તરફ પ્રયાણ કર્યું. પુરુષો પણ ઊભા થયા, હવે પુરુષોનું કામ ગોહને બાળવા લઈ જવાનું હતું. આ રીતે ચેપિની ધર્મવિધિ અમને પ્રત્યક્ષ જોવા મળી. સ્વયંસેવકોએ રસ્તો ખુલ્લો કર્યો એટલે અમારી ગાડી આગળ વધી. રસ્તામાં સાંગેહ નામના સ્થળે અમે રોકાયા. અહીં જંગલની વચ્ચે એક પ્રાચીન મંદિર છે. ત્યાં અનેક વાંદરા હોવાથી એનું નામ જ “વાનર મંદિર' (Monkey Temple) પડી ગયું છે. ત્યાં વાંદરા ઉપરાંત વૃક્ષ ઉપર ઊંધે માથે લટકતી વાગોળ પણ ઘણી છે. ટિકિટ Page #24 -------------------------------------------------------------------------- ________________ બાલીમાં બેસતું વર્ષ લઈ અમે ચોગાનના પ્રવેશદ્વારમાં દાખલ થયા. અમારી સાથે એક કર્મચારી છોકરી આવી, ખાસ તો એટલા માટે કે વાંદરાઓ અમને સતાવે નહિ. વાંદરાને ખવડાવવા અમે બિસ્કિટ લીધાં. મારા મિત્રોને વાંદરા પાસે જતાં ડર લાગતો હતો. મેં એક પછી એક બિસ્કિટ ખવડાવવા ચાલુ કર્યા. આપણે જમણા હાથમાં બિસ્કિટ ધરીએ એટલે વાંદરો પાસે આવીને સૌ પહેલાં આપણો ડાબો હાથ પકડી રાખે, રખેને આપણે છટકી જઈએ કે બીજું કશું એને કરીએ એવી શંકાથી. પછી જમણા હાથમાંથી બિસ્કિટ લઈને ખાય. વાંદરા બહુ ચતુર અને જબરા હોય છે. વિશ્વાસ બેસે તો પ્રેમાળ હોય છે. એની આંગળીઓનો સ્પર્શ મુલાયમ છે કે તીક્ષ્ણ નહોરનો છે એના પરથી એના સંવેદનની ખાતરી થાય છે. અમે ચાલતા હતા તેવામાં અમારાથી થોડે આગળ ચાલતી એક યુરોપિયન યુવતીના ખભા ઉપર વાંદરો પાછળથી અચાનક કૂદીને ચડી બેઠો. યુવતી ગભરાઈને ચીસાચીસ કરતી દોડવા લાગી, પણ વાંદરો થોડો નીચે ઊતરે ? એની સાથે ચાલતી કર્મચારી છોકરીએ ખાવાનું આપીને વાંદરાને નીચે ઉતાર્યો. મેં મારી પાસેનાં બધાં બિસ્કિટ વાંદરાઓને ખવડાવી દીધાં. અમે મંદિર તરફ આગળ ચાલતા હતા ત્યાં અચાનક પાછળથી મારા ખભા ઉપર પણ એક મોટો વાંદરો ચડી બેઠો. હું ગભરાયો નહિ, પણ આવી ઘટના ઓચિંતી બને એટલે સ્તબ્ધ થઈ જવાય. હવે વાંદરાને નીચે કેવી રીતે ઉતારવો ? પકડીને ઉતારવા જતાં રખેને બટકું ભરે કે નહોર મારે ત્યાં તો મારી સાથે ચાલતી છોકરીએ કહ્યું, “સર, સર, બેય હથેળી પહોળી ખુલ્લી કરી નાખો.' મેં બેય હથેળી ખુલ્લી કરી નાખી કે તરત વાંદરો આપોઆપ નીચે ઊતરી ગયો. છોકરીએ સમજાવ્યું કે જ્યાં સુધી વાંદરાને એમ લાગે કે આપણી પાસે ખાવાનું છે ત્યાં સુધી પીછો ન છોડે. ન આપો તો ખભા પર ચડી જાય. પણ બેય હથેળી ખુલ્લી બતાવો તો સમજી જાય કે ખાવાનું ખલાસ થઈ ગયું છે, એટલે ચાલ્યો જાય, મંદિરનાં દર્શન કરી સાંજે ચારેક વાગ્યે અમે અમારી હોટેલ પર પાછા આવી ગયા. ત્યાં લૉબીમાં ઘેરા ગુલાબી રંગનાં એકસરખાં વસ્ત્ર પહેરીને ઘણા માણસો એકત્ર થયા હતા. કેટલાક પરિચિત ચહેરા જોતાં જ ખબર પડી કે આ તો બધા હોટેલના જ કર્મચારીઓ છે. લૉબીમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવેલા “ઓગોહને ઉતારીને, વાંસડા પર ગોઠવીને, ગાતાં-નાચતાં તેઓ બહાર લઈ ગયા. એમના ગયા પછી હોટેલમાં એકદમ શાન્તિ પ્રસરી ગઈ, જાણે બોલકણા માણસને મૂંગા બેસવાનો વખત આવ્યો. અમે રૂમમાં બેસી ભોજન કરીને પાછા નીચે ઊતર્યા. અંધારું થવા આવ્યું હતું. રસ્તા પરની બધી અવરજવર બંધ થઈ ગઈ. બધું સૂમસામ લાગવા માંડ્યું. અમે Page #25 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ હોટેલના ઝાંપે જઈ બંને બાજુની શેરીઓમાં નજર નાખી તો બધું જ બંધ હતું. ચેપિને ઉત્સવમાં કોઈ બારીબારણાં ઉઘાડાં ન રાખે. એવામાં એક સાઇકલ ઉપર કોઈ સ્વયંસેવક પસાર થયો. એણે અમને અંદર ચાલ્યા જવા માટે હાથથી વિનયપૂર્વક ઇશારો કર્યો. એને માન આપવા અમે તરત અંદર આવી ગયા. - હવે અંધારું વધતું જતું હતું. હોટેલમાં લૉબી, પેસેજ વગેરેમાં ક્યાંય લાઇટ નહોતી. રૂમમાં લાઇટની છૂટ હતી, પણ પડદા રાખવા પડે કે જેથી જરા પણ પ્રકાશ બહાર ન જાય. અમે રૂમમાં બેસી આરામ કર્યો. અમાસની અંધારી રાત હતી. આવા નિબિડ અંધકારમાં બાલીનો વિશાળ દ્વીપ વિલીન થઈ ગયો. આખા દિવસના પ્રવાસનો થાક હતો એટલે અમે પણ વહેલા નિદ્રાધીન થયા. - સવારે બાલીમાં બેસતા વરસનું પ્રભાત ઊગ્યું. પણ બાલીએ અશબ્દ સ્વાગત સિવાય કશું જ કરવાનું નહોતું. ચારેબાજુ માત્ર સઘન નીરવતા હતી. એવી નીરવતા તો જિંદગીમાં ક્યારેય અનુભવી નથી. સંચારબંધી (કરફ્યુ) વખતે પણ નહિ. બાલી ટાપુના સવાબે હજાર ચોરસ માઈલના વિસ્તારમાં નાનાંમોટાં એકસોથી વધુ ગામનગરમાં આશરે ત્રીસ લાખ જેટલા લોકો સ્વેચ્છાએ મૌન, શાન્તિ અને અવરજવર વગરના દિવસનું અને ચૈત્રી પ્રતિપદાની અંધકારમય નિ:શબ્દ રાત્રિનું પર્વ સંયમ, શિસ્ત, નિષ્ઠા અને શ્રદ્ધાથી ઊજવે એ આપણી ધરતી પરની અદ્વિતીય ઘટના ગણાય, અમે પણ હોટેલની રૂમમાં એ દિવસ સામાયિક, જાપ, ધ્યાનમાં પસાર કર્યો. રાત્રે બાલ્કનીમાંથી બહાર જોયું તો નિબિડ તમિસ્ત્રના આવરણ હેઠળ બાલીનું ચૈતન્ય ઉલ્લાસથી ધબકી રહ્યું હતું. માત્ર પ્રકાશિત થતાં આકાશના તારા નક્ષત્રો–મધા, ફાલ્ગની, ચિત્રા, વિશાખા, વગેરે. બાલીમાં ચેપિ પછીનો બીજો દિવસ “લબુહ વ્રત' તરીકે ઊજવાય છે. લોકો નવા વર્ષ માટે પરસ્પર અભિવાદન કરે છે અને આગલા વર્ષના પોતાના દોષો માટે ક્ષમાયાચના કરી વિશુદ્ધ થઈ નવા વર્ષમાં પ્રવેશ કરે છે. ભારતીય સંસ્કૃતિનું એ લક્ષણ વિશ્વશાંતિ માટે બાલીનો ન્યપિ એટલે કે નવા વર્ષનો ઉત્સવ સૌને માટે પ્રેરક, બોધક અને અનુકરણીય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ શાહમૃગના વાડા પ્રાણીબાગમાં એકલદોકલ શાહમૃગ જોવું એ એક અનુભવ છે અને ખુલ્લામાં એક જ વિસ્તારમાં એકસાથે સેંકડો-હજારો શાહમૃગ જોવાં એ બીજો અનુભવ છે. આવો અનુભવ આપણને મળે છે દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડાના હિંદી મહાસાગર પાસે આવેલા વિસ્તારોમાં. જેણે જિંદગીમાં શાહમૃગ જોયું ન હોય તે તો એકસાથે આટલાં બધાં શાહમૃગો જોઈને અચંબામાં જ પડી જાય. વિશ્વનું મોટામાં મોટું પક્ષી હોવું અને છતાં આકાશમાં ઊંચે ઊડવાની સર્વથા અશક્તિ હોવી એ પ્રકૃતિનો કેવો ક્રૂર અભિશાપ કહેવાય ! એટલે જ શાહમૃગના ભાગ્યમાં તો માણસના હાથે મરવાનું જ લખાયું છે. અમે દક્ષિણ આફ્રિકામાં પોર્ટ એલિઝાબેથથી વાસ્ના નગરમાં રાત રોકાઈને બીજે દિવસે સવારે જ્યૉર્જ નગર તરફ પ્રયાણ કર્યું. ઓટનિકવાનો ઘાટ પસાર કરી અમે આઉટલૂન (Oudtshoorn) પહોંચ્યા. ઊંચાનીચા ડુંગરાઓ અને મેદાની વિસ્તારો વટાવતી અમારી બસ પસાર થઈ રહી હતી. થોડી વારમાં શાહમૃગના વાડાઓ (Ostrich Farms) દેખાવા લાગ્યા. બસ ઊંચી જગ્યાએ હોય ત્યારે તો ચારેબાજુ અનેક વાડાઓમાં શાહમૃગનાં ટોળેટોળાં ફરતાં-ચરતાં (ચણતાં) જોવા મળે. ઘેરા પીળા કે બદામી રંગની ધરતીમાં કાળાં કાળાં શાહમૃગ તરત નજરે પડ્યા વગર રહે નહિ. દુનિયામાં બીજે ક્યાંય આટલાં બધાં શાહમૃગ નથી. એટલે જ આઉટશ્ર્નને The Ostrich Capital of the World કહેવામાં આવે છે. અહીં આટલાં બધાં શાહમૃગ છે, કારણ કે આ પ્રદેશનાં હવાપાણી અને ધરતી શાહમૃગના અસ્તિત્વ માટે અનુકૂળ છે એ તો ખરું જ, પરંતુ મહત્ત્વનું કારણ એ છે કે વ્યાવસાયિક ધોરણે શાહમૃગને અહીં ઉછેરવામાં આવે છે. આકાશમાં ઊડતા પંખી ઉપર કોઈનો માલિકીહક હોતો નથી, પણ જમીન પર ચાલનારાં ગાય, ભેંસ, બળદ, બકરીની જેમ શાહમૃગ પર માલિકીહક ધરાવી શકાય છે, કારણ કે તે પગે ચાલનાર પક્ષી છે. શાહમૃગના આ વિસ્તારમાં મોટાં ઘટાદાર વૃક્ષો કે ગીચ ઝાડી ખાસ નથી. ઘણુંખરું ખુલ્લાં રેતાળ ખેતરો છે. એમાં ખેતી નથી કરાતી, પણ શાહમૃગોને પૂરવા માટેના વાડાઓ બનાવવામાં આવ્યા છે. વાંસડા અથવા લાકડાની પટ્ટી વડે કે તાર વડે બે વાડા વચ્ચે કરવામાં આવેલી પાંચ-છ ફૂટ ઊંચી વાડ અહીં જોવા મળે છે કે જેથી Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ એક વાડાનું શાહમૃગ બીજા વાડામાં ચાલ્યું ન જાય. આવા પોતપોતાની માલિકીના હારબંધ વાડાઓ દૂર દૂર સુધી દેખાય છે. પક્ષીઓમાં શાહમૃગની એક આગવી લાક્ષણિક મુદ્રા છે. તેની ટૂંકી પાંખો અને સવાસો-દોઢસો કિલોગ્રામ જેટલું ભારે ભરાવદાર શરીર તેને ઊડવા માટે અશક્ત બનાવે છે. ખાસ્સા લાંબા પગ અને અતિશય લાંબી, પાઇપ જેવી પાતળી ડોકની લાક્ષણિકતા ધરાવતા સાત-આઠ ફૂટ ઊંચા શાહમૃગની સામે આપણે ઊભા હોઈએ તો એની નજર સાથે નજર મેળવવા આપણે માથું ઊંચું કરવું પડે. શાહમૃગ આપણી સામે નીચી નજરે જોઈ શકે. એના શરીર પરના અને પૂંછડીનાં મોટાં લાંબાં કાળાં પીંછાં છેડે થોડાં શ્વેત હોવાને કારણે વધુ આકર્ષક લાગે છે. નર કરતાં માદા કદમાં થોડી નીચી અને ભૂખરા કાળા રંગની હોય છે. દોઢબે વર્ષની ઉંમરે માદા પુખ્ત થઈ ઈંડાં મૂકવા લાગે છે. પ્રમાણનો અભાવ એ શાહમૃગનું એક આગવું લક્ષણ છે. એના શરીરના પ્રમાણમાં એની પાંખો નાની છે. એના બે આંગળીવાળા પગના પ્રમાણમાં એની ડોક અતિશય લાંબી છે. એના ડોકના પ્રમાણમાં એનું મોઢું બહુ નાનું છે. એના મોઢાના પ્રમાણમાં એની આંખો ઘણી મોટી છે. એની આકૃતિના પ્રમાણમાં એની ચાંચ સાવ ટૂંકી છે. એટલે જ પક્ષી તરીકે શાહમૃગ અલગ તરી આવે છે. અમને શાહમૃગ માટેના એક કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ગોરા ગાઈડ યુવકે શાહમૃગ વિશે રસિક માહિતી આપી. તડકો અને સૂકી હવામાં, રેતાળ અથવા ઘાસિયા જમીનમાં રહેનાર, ઘાસ, પાંદડાં, બિયાં વગેરે ખાનાર, મુખ્યત્વે વનસ્પત્યાહારી, પણ જરૂર પડે તો જીવડાં પણ ખાનાર આવડું મોટું શાહમૃગ ભૂમધ્ય સમુદ્રની આસપાસના પ્રદેશનું પક્ષી છે. પ્રાચીન સમયમાં ઇજિપ્તમાં તે સત્ય અને ન્યાયની દેવીના પ્રતીક તરીકે સ્થાન પામ્યું હતું. ઇજિપ્ત અને અરેબિયાનું પક્ષી કાળક્રમે દક્ષિણ આફ્રિકા સુધી પહોંચી ગયું. સત્તરમી-અઢારમી સદીમાં ગોરા લોકો આફ્રિકા, માડાગાસ્કર, મોરેશિયસ, સેશન્સ વગેરે પ્રદેશોમાં ફરી વળ્યા અને આહાર માટે તથા શોખને ખાતર પશુપક્ષીઓનો શિકાર કરતા રહ્યા. મોરેશિયસમાં ડોડો પક્ષીનો શિકાર કરી કરીને એની જાતિનું સદંતર નિકંદન કાઢી નાખ્યું; એનું અસ્તિત્વ જ નામશેષ કરી નાખ્યું. તેવી રીતે દક્ષિણ આફ્રિકામાં તેઓએ શાહમૃગને મારવાનું ચાલુ કર્યું હતું. ગણ્યાંગાઠ્યાં શાહમૃગ રહ્યાં હતાં. પણ ઈ. સ. ૧૮૩૮માં, આ સ્થિતિમાં પલટો આવ્યો. અહીં આવીને વસેલા, વેપારની સૂક્ષ્મ દૃષ્ટિવાળા અર્થનિપુણ યહૂદીઓને જણાયું કે સહેલાઈથી મારી નાખી શકાય એવા ભરચક માંસ અને આકર્ષક પીંછાંવાળા આ પક્ષીને તો ઉછેરવું જોઈએ. તેઓએ વાડા બાંધી શાહમૃગને ઉછેરવાનું ચાલુ કર્યું. Page #28 -------------------------------------------------------------------------- ________________ શાહમૃગના વાડા તેમનો મંત્ર બન્યો : GET RICH WITH OST-RICh. એક નર શાહમૃગ સાથે ત્રણચાર માદા હોય અને દરેક માદા આંતરે દિવસે એક ઈંડું મૂકે એમ પંદરવીસ વર્ષ સુધી પ્રત્યેક ઋતુમાં પંદરવીસથી વધુ ઈંડાં મૂકે. એટલે શાહમૃગની વસ્તી તો ઝડપથી વધવા લાગી. શાહમૃગનાં આકર્ષક પીંછાં હેટમાં ખોસવામાં તથા વિભિન્ન પ્રકારના પહેરવેશમાં વપરાવા લાગ્યાં. ઓગણીસમી સદીમાં તો યુરોપમાં શાહમૃગનાં પીંછાંની ફેશન ચાલી. યહૂદીઓને એકલાં પીંછાંમાંથી જ અઢળક કમાણી થવા લાગી. ચામડાં અને માંસમાંથી કમાણી થતી તે તો વધારાની. થોડા દાયકામાં શાહમૃગના વાડાઓ વધતા ગયા અને એની વસ્તી લાખોના આંકડા વટાવતી ગઈ. પછી તો યહૂદીઓ ઉપરાંત બીજાઓ પણ એમાં જોડાયા અને શાહમૃગ દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રની એક મહત્ત્વની ચીજવસ્તુ (કૉમોડિટી) બની ગયું. દરમિયાન અલ્જિરિયા, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, ફિલિપાઇન્સ વગેરે ઘણા દેશોમાં શાહમૃગનો ઉછેર થવા લાગ્યો. અમારા ગાઇડે વેચાણ કેન્દ્રમાં લઈ જઈ શાહમૃગમાંથી બનાવેલી ભાતભાતની વસ્તુઓ બતાવી. તે વસાવવાનો અમને શોખ નહોતો, પછી ખરીદવાની તો ઇચ્છા ક્યાંથી હોય ? ગાઇડે અમને ઈંડાં બતાવ્યાં. શાહમૃગનાં ઈંડાં સુશોભનની વસ્તુ તરીકે વપરાય છે. શ્વેત કે આછા પીળા રંગનું છ ઇંચ જેટલું મોટું ઈંડું દોઢ કિલોગ્રામ જેટલા વજનવાળું હોય છે. હાથમાં લેતાં જ તે ભારે લાગ્યું. એક નાનું છિદ્ર પાડી, તેમાંથી પ્રવાહી કાઢી નાખી, સુગંધી દ્રવ્ય તેમાં ભરી દઈને તેને વેચવામાં આવે છે. શોખીનો લઈ જાય છે. શાહમૃગનું ઈંડું એટલું મજબૂત હોય છે કે માણસ એના ઉપર ઊભો રહે તો પણ ન ભાંગે. માદા રેતીમાં ખાડો કરી ઈંડાં મૂકે છે. દિવસે માદા અને રાત્રે નર શાહમૃગ ઈંડાંનું સેવન કરે છે. જરૂર પડે તો ઈંડાંને રેતીથી ઢાંકી દે છે. ત્યાર પછી અમને શાહમૃગના વાડાઓમાં ફેરવવામાં આવ્યા. શાહમૃગ પચીસ-પચાસના ટોળામાં રહેનારું પક્ષી છે. આખું ટોળું આમથી તેમ દોડે. દરેક વાડાનો રખેવાળ હોય. તે એમને માટે ખોરાક-પાણીની વ્યવસ્થા સંભાળે, બીજી દેખરેખ રાખે તથા શાહમૃગને અમુક પ્રકારની તાલીમ પણ આપે. કાળા, ઊંચા, કદાવર હબસી રખેવાળો એમના લીલા રંગનાં શર્ટ, પેન્ટ અને ટોપીના યુનિફૉર્મથી તરત જુદા દેખાઈ આવે. તેંઓ જે રીતે શાહમૃગો સાથે ગેલ કરતા હતા તે જોતાં થયું કે રાતદિવસ સાથે રહેવાને કારણે આ પક્ષીઓ સાથે તેમને માયા બંધાઈ ગઈ છે. અમે કેટલાંક શાહમૃગની પાસે જઈને એમને પંપાળ્યાં અને ખાવાનું ખવરાવ્યું. શાહમૃગ સમજદાર પક્ષી છે. એક શાહમૃગ અમારી સામે ટગર ટગર જોતું હતું. એની મોટી આંખોમાં એના આનંદનો ભાવ વાંચી શકાતો હતો. એક વાડામાં અમને શાહમૃગની દોડ સ્પર્ધા બતાવવામાં આવી. લંબવર્તુળ આકારની ઘણી લાંબી સાંકડી વાડ એવી રીતે કરવામાં આવી છે કે દોડીને શાહમૃગ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ પાછાં એ જ સ્થળે આવે. ચાર આફ્રિકન સવારો પોતપોતાનાં શાહમૃગ પર ગોઠવાઈ ગયા. સિસોટી વાગતાં તે એવાં દોડ્યાં કે છઠ્ઠ થઈ જઈએ. ઘડીકમાં તો બીજી બાજુથી તે બધાં પાછાં ત્યાં આવી પહોંચ્યાં. સ્પર્ધાની જાણે તેમને સમજ પડતી હોય એવો એમના ચહેરા પરનો ભાવ હતો. શાહમૃગને બે પગ છે, પણ ચોપગાં પ્રાણી કરતાં પણ તે વધુ ઝડપથી દોડી શકે છે. કલાકના ૪૦-૪૫ માઈલની ઝડપે દોડી શકનાર શાહમૃગ સ્પર્ધામાં ઘોડાને પણ હરાવી દે. છલાંગ ભરવામાં એની બે પાંખો એને મદદરૂપ બને છે. તેજ રફ્તારથી દોડવું હોય ત્યારે તે એક એક ડગલું વીસ-પચીસ ફૂટનું ભરી શકે છે. આથી જ જૂના વખતમાં વાહન તરીકે શાહમૃગનો પણ ઉપયોગ થયેલો છે. જેઓને શાહમૃગની સવારીનો સ્વાદ માણવો હોય તેઓને માટે પણ ત્યાં વ્યવસ્થા હતી. શાહમૃગ પર ચડવા માટે ઊંચાં પગથિયાં બનાવ્યાં હતાં. અમારામાંના કેટલાકે એ મોજ પણ માણી. અમે વાડાઓ વચ્ચેથી પસાર થતા હતા ત્યાં એક વાડામાં ફક્ત એક જ શાહમૃગને જોયું. ગાઇડને પૂછ્યું, “આમાં એક જ કેમ છે ?' સમજાવું તમને. અહીં જ ઊભા રહેજો,’ એમ કહી ગાઇડ ક્યાંક ચાલ્યો. અમે ઝાંપો ખોલી વાડામાં દાખલ થયા. બીજે છેડે ઊભેલું શાહમૃગ ખાતાં ખાતાં અમારી સામે ટગર ટગર જોવા લાગ્યું. “ચાલો, આપણે એને પણ વહાલ કરીએ' એમ કોઈકે કહ્યું અને અમે શાહમૃગ તરફ ડગલાં માંડવા જઈએ ત્યાં તો ગાઇડ દોડતો આવ્યો. એણે જોરથી બૂમ પાડી, “ઊભા રહો, ઊભા રહો; જાઓ નહિ.' એના અવાજમાં ગુસ્સો અને ગભરાટ બંને હતાં. એના હાથમાં એક લાંબો વાંસડો હતો. વાંસડાના એક છેડે બાવળના શૂળ જેવા અણીદાર લાંબા કાંટાનું ઝૂમખું હતું. અમારી પાસે એ આવી પહોંચ્યો. એની આંખોમાં ઠપકો વંચાતો હતો. એ બરાડ્યો, “કેમ વાડામાં દાખલ થયા ? બહાર ઊભા રહેવા મેં કહ્યું હતું ને ?' અમને લાગ્યું કે, “કોઈના વાડામાં રજા વગર દાખલ નહિ થવાતું હોય, પણ ભૂલમાં દાખલ થઈ ગયા તો તેમાં શો મોટો ગુનો થઈ ગયો ?' ત્યાં ગાઇડ બોલ્યો, તમને ખબર છે કે તમે અત્યારે કેટલું મોટું જોખમ ખેડ્યું? આ મારકણું શાહમૃગ છે. એટલે એને અહીં એકલું જુદું રાખ્યું છે. જો એ તમારા પર તૂટી પડ્યું હોત તો એકાદને લોહીલુહાણ કરી નાખત. કદાચ કોઈનો જાન પણ જાય. મારે માથે કેટલી મોટી નામોશી આવે ?' ચૂપ રહેવામાં જ અમારે માટે ડહાપણ હતું. મેં વાત બદલવા પૂછુયું, “આ વાંસડો તમે કેમ લાવ્યા ?' Page #30 -------------------------------------------------------------------------- ________________ શાહમૃગના વાડા ૧૩ ‘એ લેવા જ હું ગયો હતો. કાંટા ભરાવેલા આ વાંસડાથી શાહમૃગને આદું રાખી શકાય. કાંટા વાગે એટલે એ આવતું અટકે અને પાછું ભાગે. અહીં વાડાના રખેવાળો પાસે આવું ઝરડું હોય. દરેકને એ રાખવું પડે. શાહમૃગને અંકુશમાં રાખવાનું કામ સહેલું નથી. કાચાપોચાને એ ગાંઠે નહિ. આપણા કરતાં એ ઊંચું રહ્યું. પોતાની લાંબી ડોક અને અણીદાર ચાંચથી એ ગમે ત્યાં જોરદાર પ્રહાર કરી શકે. વળી એના પગ પણ બહુ મજબૂત હોય છે. લાત મા૨વામાં તે પાવરધું છે. એની એક લાતથી આપણને તમ્મર આવી જાય. આપણે ભોંયભેગા થઈ જઈએ.’ કોઈ એકાદ મારકણું શાહમૃગ વીફરે ત્યારે કેટલું ક્રૂર થઈ શકે એની વાતો કરતાં કરતાં અમે અમારી બસ તરફ પાછા વળ્યા. બસ ચાલી અને હું વિચારે ચડ્યો. શાહમૃગની ક્રૂરતાની વાત થઈ એ સાચી, પણ દોઢેક સૈકાથી માનવજાતે શાહમૃગને વાડામાં પૂરીને જે ક્રૂરતા આચરી છે એનો ન્યાય કોણ કરે ? ત્યારથી શાહમૃગનું સ્વતંત્ર વિચરણ બંધ થયું અને વાડાનું જેલજીવન એના ભાગ્યમાં વણાઈ ગયું. મર્યાદિત ક્ષેત્રમાં તે ખાય, પીએ અને આનંદ કરે, પણ એની પુષ્ટતા ઇદના બકરા જેવી બની ગઈ. શાહમૃગનું સરેરાશ આયુષ્ય ૭૦-૭૫ વર્ષનું, પણ ત્રણચાર વર્ષે ભરાવદાર શરીરનું થયા પછી ભાગ્યે જ કોઈને વધુ જીવવા મળે. બાળવયમાં જ તે કતલખાને પહોંચી ગયું હોય અને તે પહેલાં પીંછાં ખેંચાતાં હોય ત્યારે લોહીની ટસરો સાથે એણે કેટલી વેદના અનુભવી હોય ! એને ડોક મરડીને, અથવા મોઢે કોથળી ભરાવીને ગૂંગળાવીને, ગોળીથી વીંધીને કે શસ્ત્ર વડે ડોક ઉડાવી દઈને મારી નાખવામાં આવે ત્યારે સમજદાર શાહમૃગ પોતાનું મોત આવ્યું છે એમ સમજી જઈને બધી તાકાતથી કેવું ઝૂઝતું, આક્રંદ કરતું હોય છે ! મનુષ્યને એની નિષ્ઠુરતાની વાત કોણ સમજાવે ? શાહમૃગે સિત્તેર-પંચોતેર વર્ષનું પોતાનું સહજ આયુષ્ય ભોગવીને કુદરતી મોતને વરવું હોય તો કોઈ સારા પ્રાણીબાગમાં જવું જોઈએ. એકલદોકલ શાહમૃગને પ્રાણીબાગમાં જોવું એ એક અનુભવ છે અને હજારો શાહમૃગોને વાડામાં જોવાં એ બીજો અનુભવ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ અબુ ધાબીની સાંજ આધુનિક કાળમાં અચાનક ભાગ્યપલટો થયો હોય એવાં નગરોમાં સિંગાપુર, દુબઈ વગેરેની જેમ અબુ ધાબીને પણ ગણાવી શકાય. ચારપાંચ દાયકા પહેલાં, બ્રિટિશ શાસનકાળ દરમિયાન, અબુ ધાબીના કિલ્લાની ઊંચી ઊંચી દિવાલો એની અંદર આવેલાં ખોરડાંઓ પ્રત્યે ગર્વ અને તુચ્છકારની નજરે જોતી હતી. હવે પોતાની આસપાસ ઊભાં થયેલાં પચીસ-ત્રીસ માળનાં તોતિંગ, રોનકદાર હારબંધ મકાનો આગળ વામણી લાગતી એ દીવાલો શરમથી નીચું જોઈ જોઈને જર્જરિત કે ખંડિત થઈ ગઈ છે. ધરતીના પેટાળમાંથી ઊડેલા તેલના ફુવારાએ સાઉદી અરેબિયાની જેમ સાત નાનાં નાનાં રાજ્યોના બનેલા સંયુક્ત આરબ અમીરાત(Emirate)ની પણ સિકલ બદલી નાખી છે. એ સાતમાં મોટામાં મોટું રાજ્ય તે અબુ ધાબીનું છે. એટલે સંયુક્ત આરબ અમીરાતનું પાટનગર પણ અબુ ધાબી જ છે. ચારપાંચ દાયકા પહેલાં અઢીત્રણ હજારની વસ્તીવાળા અબુ ધાબીને છોડીને ગયેલો એનો કોઈ નાગરિક છે અત્યારે અચાનક પહેલી વાર આ અઢી-ત્રણ લાખની વસ્તીવાળા નાના મેનહટ્ટન (ન્યૂ યૉર્કના) જેવા અબુ ધાબીને જુએ તો માની ન શકે કે એ પોતાનું વતન છે. જાણે કોઈ સ્વપ્ન જોતો હોય એવું એને ભાસે ! અબુ ધાબી જવાનો અમારો કોઈ કાર્યક્રમ નહોતો, પરંતુ દુબઈના અમારા પ્રવાસ દરમિયાન અમારા મિત્ર દુબઈનિવાસી ધર્મપ્રેમી નવીનભાઈ શાહની ઇચ્છા એવી હતી કે અમારે અબુ ધાબી અવશ્ય જવું જોઈએ અને ખાસ તો ત્યાંની શેરાટોન (Sheraton) હોટેલ જોવી જોઈએ. હોટેલ જોવાનું વળી અમારે શું પ્રયોજન હોય ? પરંતુ એનું કારણ એ હતું કે નવીનભાઈ વર્ષોથી દુબઈમાં રહે છે, સુપ્રસિદ્ધ એન્જિનિયર છે અને આરબ અમીરાતમાં જે કેટલીક હોટેલો, મસ્જિદો, મકાનો વગેરે એમની કંપની દ્વારા બંધાયાં છે તેની ડિઝાઇનમાં એમનું સવિશેષ યોગદાન રહેલું છે. તેમાંની એક તે અબુ ધાબીની પ્રથમ નંબરની હોટેલ શેરાટોન છે. દુબઈમાં રોજેરોજ મિલન, ગોષ્ઠિ, વ્યાખ્યાન વગેરેના અમારા કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા એટલે એ રદ કરીને અબુ ધાબી જવાની અમારી ઇચ્છા નહોતી, પરંતુ નવીનભાઈએ સવારસાંજના કાર્યક્રમો થોડા આઘાપાછા કરાવીને એવી રીતે Page #32 -------------------------------------------------------------------------- ________________ અબુ ધાબીની સાંજ ૧૫ રસ્તો કાઢ્યો અને પોતે ઓફિસમાંથી રજા લઈ સાથે આવવાનું વચન આપ્યું કે પછી એમના પ્રેમને વશ થવાનું અમારા માટે અનિવાર્ય બની ગયું. અમારે માટે નવી ગાડી અને હોશિયાર ડ્રાઇવરની વ્યવસ્થા થઈ ગઈ. મે મહિનાના ઉનાળાનો સમય હતો પણ આ બાજુ ઘર, ઑફિસ, કાર, સ્ટોર્સ બધે જ એરકન્ડિશન ફરજિયાત છે. વળી દુબઈથી અબુ ધાબીનો નવો બનેલો આશરે ૧૮૦ કિલોમીટરનો સીધો વિશાળ ધોરી રસ્તો ગતિસહાયક હતો. નિર્ધારિત સમયે અમારી મંડળીએ પ્રસ્થાન કર્યું. રસ્તામાં અબુ ધાબીના વિકાસની વાતો નીકળી. ભૌગોલિક દૃષ્ટિએ તો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ ઓમાનના અખાતમાં આવેલો છે. અરબી સમુદ્રમાં બહારના ભાગમાં ઓમાનની સલ્તનત છે, જેનું મુખ્ય બંદર મસ્કત છે. અખાતની અંદરની સાંકડી ખાડીમાં શારજાહ, દુબઈ, અબુ ધાબી, દોહા (કતાર), બહરીન, કુવૈત વગેરે બંદરો આવેલાં છે. સંયુક્ત આરબ અમીરાત એટલે સાત અમીરાતનો સંયુક્ત પ્રદેશ પ્રત્યેક અમીરાતનો વડો તે શેખ. કિનારાનાં થોડાં બંદરો સિવાય અંદરનો બધો પ્રદેશ તે રણવિસ્તાર. વચમાં ક્યાંક રણદ્વીપ (Oasis) હોય ત્યાં પીવાનું મીઠું પાણી અને હરિયાળી હોય. પગે ચાલીને કે ઊંટ પર સવારી કરીને રણમાં રખડનારાઓ, થાક્યાના વિસામા જેવા આવા રણદ્વીપને જોઈને હર્ષિત થઈ જાય. અમીરાતના એક વિશાળ રાજ્યનું કાળક્રમે વિભાજન થતાં સાત રાજ્યો થયાં. બધાં વચ્ચે સંપ. જ્યાં વસ્તી નથી એવા રણની રેતીમાં સરહદ આંકવાનું મોંધું, મુશ્કેલ અને અનાવશ્યક લાગે. ઇતર પ્રદેશમાં નદી, સરોવર, સાગર, ખીણ, પર્વત, જંગલ જેવી કુદરતી રચના સરહદ આંકવામાં ઉપયોગી થઈ પડે. પણ રણમાં સપાટ રેતીમાં શું કરવું ? રણમાં સરહદ પાંચપંદર કિલોમીટર આમતેમ હોય તો તેથી શો ફરક પડવાનો છે ? જૂના વખતમાં તો પોતાના રાજ્યની સરહદ જોવા જવાનું પણ કષ્ટભર્યું હતું. એટલે જ્યાં રેતીનો રંગ બદલાય ત્યાં સુધી પોતાનું રાજ્ય એવી સમજૂતી શેખો વચ્ચે સધાયેલી. જ્યાં કશું હોય જ નહિ ત્યાં સરહદનો સંઘર્ષ કરવાથી લાભ કરતાં નુકસાન વધુ થાય. એંસી હજાર ચોરસ કિલોમીટરમાં પથરાયેલા અબુ ધાબીના રાજ્યમાં મુખ્યત્વે રણપ્રદેશ છે. એમાં રેતીના મોટા મોટા ડુંગરાઓ જોરદાર પવનની ભમરી આવે ત્યારે એની સાથે એક સ્થળેથી ઊડીને બીજે સ્થળે એવા ઠલવાય કે જીવતો માણસ દટાઈ મરે. ડમરી આવે ત્યારે જીવ બચાવવા દોડવું પડે. દિવસે સખત ગરમીવાળી આવી વિકટ પરિસ્થિતિમાં જૂના વખતમાં તંબુઓમાં રહેતા અહીંના બધેયુઇન (Bedouin જાતિના લોકોએ સૈકાઓથી બહુ કપરું જીવન ગુજાર્યું છે. આ રણપ્રદેશમાં બે મોટા રણદ્વીપ તે અલ આઈન (A Ain) અને લિવા (Liva)માં ફળદ્રુપ જમીન અને હરિયાળી છે. શેખનું રહેઠાણ પણ ત્યાં જ રહેતું. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અબુ ધાબીનું નામ કેવી રીતે પડ્યું તે વિશે એવી રસિક દંતકથા છે કે ઈ. સ. ૧૭૬૧માં લિવાના શેખ ધિયબ બિન ઈસાએ પોતાને માટે શિકાર કરી લાવવા માટે એક ટુકડી મોકલી હતી. રણમાં શિકાર કરવા નીકળવું હોય તો રેતીમાં પડેલાં પશુઓનાં પગલાંઓને અનુસરતાં જવું પડે. શિકારીઓ રાત્રિમુકામ કરતાં કરતાં આગળ વધતા ગયા. એમ કરતાં તેમણે એક દિવસ હરણનાં પગલાં જોયાં. પગલાંને અનુસરતા તેઓ સમુદ્રકિનારાના પ્રદેશ તરફ પહોંચ્યા. એક દિવસ સવારે ગાઢ ધુમ્મસ હતું. ધુમ્મસ વીખરાતાં તેઓને દૂર દૂર હરણોનું એક ટોળું ઝરણામાં પાણી પી રહેલું દેખાવું. તેઓ એ બાજુ દોડ્યા. એટલામાં હરણો ભાગી ગયાં, પરંતુ રણવિસ્તારમાં પીવાલાયક મીઠું પાણી જોવા અને પીવા મળ્યું એથી તેઓ આનંદિત થઈ ગયા. તેઓએ આવીને શેખને આ સમાચાર આપ્યા. શેખ એ જાણીને બહુ રાજી થયા. એમણે એ જગ્યાને “અબુ ધાબી' એવું નામ આપ્યું. અરબીમાં અબુ એટલે પિતા અને ધાબી એટલે હરણ. અબુ ધાબી એટલે કે હરણોના પિતાની, વડીલોની આ જગ્યા એટલે કે હરણોની પિતૃભૂમિ છે એવો અર્થ થાય. ત્યાં પીવાલાયક મીઠું પાણી છે એટલે ત્યાં લોકોને વસાવી શકાય. વળી સમુદ્રકિનારાનો આ પ્રદેશ છે અને એને અડીને એક ટાપુ પણ છે. શેખ ધિયબ બિન ઈસાએ ત્યાં નગર વસાવ્યું. શેખને પોતાને મોટી ઉંમરે લિવા છોડીને ત્યાં રહેવા જવાનું ગમ્યું નહિ, પરંતુ સમુદ્રકિનારાનું મહત્ત્વ સમજીને એમનો દીકરો શેખ શબ્બત ૧૭૯૩માં ત્યાં રહેવા ગયો. ત્યારથી અબુ ધાબી અમીરાતનું પાટનગર બની ગયું, પરંતુ પાટનગર એટલે ? સમગ્ર રાજ્યમાં જ્યાં વસ્તી જ નહિ જેવી ત્યાં આ પાટનગરમાં કેટલી હોય ? બે-અઢી હજારની ત્યારે વસ્તી હતી અને તે પણ ગરીબ આરબોની. અમારી વાતચીત દરમિયાન આ ખાડીના વિસ્તારોમાં ચાલી રહેલા પુરાતત્ત્વ સંશોધનની વાત નીકળી. તેલ કાઢવા માટે ખોદકામ તો કરવું પડે. એ ખોદકામ કરતાં કરતાં અહીં પ્રાચીન અવશેષો નીકળ્યા છે. સિંધમાં મોહેં-જો દડો અને હડપ્પાના અવશેષો મળ્યા પછી ગુજરાતમાં લોથલ અને કચ્છમાં ધોળાવીરાના અવશેષો જે મળ્યા છે તે ઉપરથી એમ મનાય છે કે ચારપાંચ હજાર વર્ષ પૂર્વે અરબી સમુદ્રની નજીકના આ પ્રદેશોમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વસવાટ હશે. આજે જે રણપ્રદેશ છે તે ત્યારે કદાચ નહિ હોય. સમુદ્રની સીમા પણ આજે છે તેના કરતાં આઘીપાછી હશે. અબુ ધાબીમાં થયેલાં સંશોધનોની ઘટના રસિક છે. પહેલાં આવા અવશેષો બહરીનમાં મળી આવ્યા. એ માટે ડેન્માર્કના પુરાતત્ત્વવિદોની એક ટુકડી ખોદકામ કરવા લાગી હતી. ત્યાં પાંચ હજાર વર્ષ પ્રાચીન દીવાલો સહિત અવશેષો મળી આવ્યા. દરમિયાન ૧૯૫૦માં ઓઇલ કંપનીએ અબુ ધાબીમાં તેલ માટે ખોદકામ ચાલુ કર્યું હતું. એમાં કામ કરતા એક અંગ્રેજ ઑફિસરે પોતાના મિત્રોને જણાવ્યું કે બહરીન જેવા અવશેષો Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અબુ ધાબીની સાંજ અહીં “ઉમ્મ અલ નાર' નામના ટાપુમાં પણ જણાય છે. કેટલાક ખાડા કબરના આકારના નીકળ્યા છે. આ વાત ડેન્માર્કના પુરાતત્ત્વવિદોને જણાવવામાં આવી. શેખે પણ આ કામમાં રસ લઈ ખર્ચની મંજૂરી આપી. એ માટે યોજના થઈ. વિશાળ વિસ્તારમાં ખોદકામ કરતાં ચાર-પાંચ હજાર વર્ષ જૂના અવશેષો અબુ ધાબીમાં પણ મળ્યા. એમાં કેટલીક આકૃતિ ઊંટની છે. એટલે ત્યારે પણ વાહન તરીકે ઊંટનો ઉપયોગ થતો હશે, એની સાબિતી મળે છે. વળી સાચાં મોતી પણ મળી આવ્યાં. એથી જણાય છે કે અરબસ્તાનની આ ખાડીમાં ત્યારે પણ મોતી ધરાવતી ઇસ્ટર માછલીઓ હશે. આ ઉપરાંત દરિયાઈ માર્ગે ભારત સાથે વ્યવહાર હશે એવા સંકેતો પણ મળ્યા. ઉમ્મ અલ નારનાં સંશોધનોથી પ્રભાવિત થઈને શેખ ઝાયેદે એ નિષ્ણાતોને અલ આઈનમાં પણ ખોદકામ કરવાનું કામ સોંપ્યું. ત્યાંથી પણ પથ્થરનાં વાસણો, ઓજારો વગેરે મળી આવ્યાં. એક ડુંગર ઉપર ઘણી કબરો મળી આવી. અલ આઈનથી થોડે દૂર ખોદતાં એક આખા નગરના અવશેષો મળી આવ્યા. એક સ્થળે ચકમકના પથ્થરનું કારખાનું મળ્યું. આ બધા અવશેષો દર્શાવે છે કે અત્યારે જ્યાં રણવિસ્તાર અને છૂટીછવાઇ પાંખી વસ્તી છે ત્યાં પાંચ હજાર વર્ષ પૂર્વે સમૃદ્ધ વસવાટ હશે ! અમારી ગાડી પૂરપાટ ચાલતી હતી ત્યાં અબુ ધાબીના સીમાડા ચાલુ થયા. કોઈ નવા સમૃદ્ધ શહેરમાં દાખલ થતાં હોઈએ એવો અનુભવ થયો. આર્થિક સમૃદ્ધિ થતાં નવેસરથી વસાવેલા શહેરમાં શી વાતે કમી હોય ? રહેવાને સરસ મોટાં ઘરો, પહોળા રસ્તાઓ, મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીનાં ઉત્તુંગ, મૌલિક ડિઝાઇનવાળાં મકાનો, વિશાળ સ્ટોર્સ, આધુનિક મોટરગાડીઓ, પંચતારક હોટેલો અને એના સ્વચ્છ રેતીતટ, નૌકાવિહારની સુવિધાઓ ઇત્યાદિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ વરતાય છે. તેમ છતાં કેટલાંક સ્થાપત્યમાં મુસલમાન સંસ્કૃતિનો અણસાર અનુભવાય છે. અમે શેખ હમદાન સ્ટ્રીટ, શેખ ખલીફા સ્ટ્રીટ, અલ નાસર સ્ટ્રીટ વગેરેમાં ફર્યા. જૂના વખતમાં મોતી અને માછલીના વેપાર પર નભતા અબુ ધાબીના ક્યાં ગરીબ આરબો અને ક્યાં સુંદર વસ્ત્રોમાં સુસજ્જ સુખી વર્તમાન આરબો ! નવી મસ્જિદોના લાઉડસ્પીકરવાળા ઊંચા મિનારાઓમાંથી નમાજને વખતે બુલંદ ધ્વનિ ચારેબાજુ પ્રસરી રહેતો. તડકો રસ્તા પર અસહ્ય હતો, પરંતુ ઊંચાં ઊંચાં મકાનોમાં પૂર્વપશ્ચિમ દિશાની આખેઆખી રંગબેરંગી કાચની દીવાલો તડકાને માત્ર સહ્ય જ નહિ, આફ્લાદક બનાવતી હતી. આંતરરાષ્ટ્રીય વિનિમય વધતાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી રેગિસ્તાનમાં પણ વનસ્પતિનો વિકાસ કેવો થવા લાગ્યો છે તે અહીં નજરે જોવા મળે છે. અમે હોટેલ શેરાટોનની મુલાકાત લીધી. ઘર છોડીને બહાર રાતવાસો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કરવાના વિષયને માનવજાતે છેલ્લી સદીમાં કેટલો બધો ચગાવ્યો છે ! દરેક હોટેલની ડિઝાઇન વિલક્ષણ અને પ્રભાવ અનોખો. જેમ દુનિયા સાંકડી થતી જાય છે તેમ હોટેલ ઉદ્યોગ વિસ્તરતો જાય છે. આ વૈભવી શેરાટોન હોટેલની કેટલીક આગવી લાક્ષણિકતાનો અમને પરિચય કરાવવામાં આવ્યો. અબુ ધાબી નગર, તળ ભૂમિમાં અને બાજુમાં આવેલા ટાપુ પર વિકાસ પામ્યું છે. અમે ફરતાં ફરતાં સમુદ્રકિનારે એક ઉદ્યાનમાં પહોંચ્યા. નવીનભાઈએ કહ્યું, અંધારું થતાં સુધી આપણે અહીં બેસીને ધર્મચર્ચા કરીશું.” જીવદયાનો જ વિષય નીકળ્યો. આ બાજુની સમગ્ર પ્રજા માંસાહારી છે. ભારતમાં શાકાહારી લોકોનું જેટલું પ્રમાણે છે એટલું દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. માંસાહારી પ્રજાઓમાં પણ દરેકની ખાસિયત જુદી જુદી. સમુદ્રકિનારે વસતા લોકોમાં મસ્યાહારનું પ્રમાણ વિશેષ હોય એ સ્વાભાવિક છે. જૈન ધર્મમાં જીવદયાની વાત જેટલી સૂક્ષ્મતાથી વિચારવામાં આવી છે તેટલી અન્ય ધર્મમાં નથી. અમારી ધર્મચર્ચા ચાલતી હતી ત્યાં પાસે એક ગાડી આવીને ઊભી રહી. એમાંથી બે આરબો ઊતર્યા. એક પ્રૌઢ વયનો હતો અને સાથે ચૌદપંદર વર્ષનો કિશોર હતો. પિતાપુત્ર હશે એવું અનુમાન થયું. ગાડીની ડિકીમાંથી તેમણે એક પેટી અને બીજી કેટલીક સામગ્રી કાઢી. તેઓ અમારી પાસેની સમુદ્રની પાળી ઉપર આવ્યા. બંનેએ માછલી મારવાનો પોતપોતાનો સળિયો તૈયાર કર્યો. તેમની વાતચીત સાંભળી અરબી ભાષા જાણનાર નવીનભાઈએ કહ્યું, “પિતા પુત્રને માછલી કેવી રીતે પકડવી તે શીખવવા લાવ્યા છે. માછલી પકડવી એ ઘણા લોકોની શોખની પ્રવૃત્તિ હોય છે.” અમારામાંથી કોઈએ સૂચન કર્યું, “આપણે બીજે જઈને બેસીએ. આપણી નજર સામે કોઈ માછલી પકડે અને તરફડતી માછલી આપણે જોવી પડે એ કેમ સહન થાય ?' જ્યાં જઈશું ત્યાં બીજા કોઈ નહિ આવે એની શી ખાતરી ? પેલે છેડે ત્રણ જણ તો ઊભા છે અને બીજા પણ કોઈ આવે. અત્યારે એનો ટાઇમ થયો છે,' નવીનભાઈએ કહ્યું. આપણે તટસ્થ ભાવ રાખવો. એ બાજુ નજર કરવી નહિ. કોઈ માછલી પકડાય તો એની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી', બીજા એક જણે કહ્યું. ' કહ્યું, “કદાચ એવું બને કે આપણે અહીં છીએ ત્યાં સુધી કોઈ માછલી પકડાશે નહિ. તરફડતી માછલી જોવાનો વખત આપણે માટે નહિ આવે.” એમ થાય તો તો સારું', બધા સસ્મિત એકસાથે બોલી ઊઠ્યા. માછલીઓ માટે શાંત ચિત્તે પ્રાર્થના કરી અમે અમારી ધર્મચર્ચામાં પરોવાઈ ગયા. જોકે કુતૂહલવશ કોઈ કોઈની નજર થોડી થોડી વારે તે બાજુ ફરી આવતી. Page #36 -------------------------------------------------------------------------- ________________ અબુ ધાબીની સાંજ ૧૯ કલાક તો ઘડીકમાં પસાર થઈ ગયો. સમુદ્રમાં ક્ષિતિજ ઉપર સૂર્ય નીચે ઊતરી રહ્યો હતો. બીજી બાજુ કાચની દીવાલવાળાં ઊંચાં મકાનોની ઑફિસોમાં દીવાબત્તી થઈ હોય એવું લાગતું હતું. વાસ્તવમાં એ દીવાબત્તી નહોતી, પણ તે બધીમાં આથમતા સૂર્યનું પ્રતિબિંબ ઝળહળી રહ્યું હતું. આથમતો સૂરજ સમુદ્રની ક્ષિતિજ ઉપર લાલ દડાની જેમ ગોઠવાઈ ગયો, જાણે હમણાં પાણીમાં દડી પડશે. વાતવાતમાં તો તે અદશ્ય થઈ ગયો અને અંધકાર દૃષ્ટિને આવરવા લાગ્યો. સામે બીજી બાજુ મકાનોમાં સાચી દીવાબત્તીનો પ્રકાશ પારદર્શક કાચમાંથી પ્રસરવા લાગ્યો. સમગ્ર દૃશ્યના સૌન્દર્યે આકાશને ઝાંખું પાડી દીધું હતું. અમે ઊભા થયા. માછલી પકડવા માટે પાળી પાસે ઊભેલા પિતા-પુત્ર નિરાશ થઈને પોતાના સળિયા પાછા લઈ રહ્યા હતા. પિતા પુત્રને આશ્વાસન આપી રહ્યો હતો એમ તેમની અરબીમાં થતી વાત સાંભળીને નવીનભાઈએ અમને કહ્યું. આપણી પ્રાર્થના ફળી’ એમ અમને સૌને સહર્ષ લાગ્યું. અમે ચાલવા લાગ્યા. નવીનભાઈએ કહ્યું, “આપણે દિવસે કૉફીપોટ અને કપના આકારનો ફુવારો જોયો. હવે જે ફુવારો જોવાનો છે તે શેખના મુગટના આકારનો છે. અંધારું થયા પછી જ તેની શોભા નિહાળવા જેવી છે. એટલા માટે આપણે અહીં સમય પસાર કર્યો. હવે ત્યાં જઈએ.' અમે ત્યાં પહોંચ્યા. વિશાળ વર્તુળાકાર જગ્યામાં ઉદ્યાનની વચ્ચે બનાવેલો ખાસ્સો ઊંચો ફુવારો એના ઊડતા સીકરો અને રંગબેરંગી બત્તીઓના પ્રકાશને લીધે રત્નજડિત મુગટ જેવો લાગતો હતો. વળી નીચે ચારેબાજુ ફુવારાઓમાંથી ઊડતું પાણી વિશાળ છત્રનો આકાર ધારણ કરતું હતું. વાતાવરણમાં મહેક અને શીતળતા હતાં. ફુવારો ઉપર ચડીને અમે જોયો અને પછી નીચેથી પણ જોયો. એના સૌન્દર્યમાં દૃષ્ટિકોણ અનુસાર વૈવિધ્ય હતું. સૌન્દર્યવૃદ્ધિમાં વિજ્ઞાનનો ફાળો ઓછો નથી, પણ ખર્ચાળ જરૂર છે. સૌન્દર્યની અભિવૃદ્ધિ વગર ખર્ચે તો પ્રકૃતિ કરી શકે એની તાજી પ્રતીતિ અમને ત્યાં જ થઈ. નીચેથી અમે ઊંચી દષ્ટિ કરીને કુવારો જોતાં હતાં તે જ વખતે આકાશમાં બંકિમ ચંદ્ર અને શુક્રનો ગ્રહ રત્નના આભૂષણની જેમ પ્રકાશી રહ્યા હતા. આ ફુવારાના દશ્યનું જ જાણે એક અંગ હોય, તેમ બને એવા યોગ્ય સ્થાને ગોઠવાયેલા હતા. આવું દશ્ય તો જવલ્લે જ જોવા મળે. ફુવારો જોઈ, અબુ ધાબીની વિદાય લઈ અમે દુબઈ પાછા ફર્યા. આખે રસ્તે લાઇટોનો ઝળહળતો પ્રકાશ હતો એટલે ગાડીની ગતિને કોઈ અવરોધ નહોતો. અમે દુબઈ સમયસર પહોંચ્યા અને અમારો કાર્યક્રમ પણ નિર્ધારિત સમયે જ ચાલુ થયો. Page #37 -------------------------------------------------------------------------- ________________ ગ્રેટ બેરિયર રીફ આકાશ, ધરતી અને સાગરના અંતરાલમાં ત્વરિતપણે ગતિ કરવાની મનુષ્યની ક્ષમતા ઉત્તરોત્તર વધતી રહી છે. સૈકાઓ પહેલાં જ્યાં પહોંચવાનું અશક્ય મનાતું કે ચમત્કારભર્યો કાલ્પનિક વિષય ગણાતો ત્યાં હવે સ્વૈરવિહાર કરવાનું સર્વજનસુલભ બની ગયું છે. દુનિયામાં સબમરીન દ્વારા જલગર્ભ સફરો બીજા વિશ્વયુદ્ધ પહેલાં આરંભાઈ ચૂકી હતી, પરંતુ એનો ઉપયોગ સામુદ્રિક યુદ્ધ કે દરિયાઈ સંશોધનો માટે થતો. હવે એવા યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ કે જ્યારે પારદર્શક કાચવાળી, પ્રકાશ રેલાવતી સબમરીનમાં બેસી સમુદ્રની સપાટીની નીચે સફર કરીને જલસૃષ્ટિ નિહાળવાનો લહાવો લઈ શકીએ છીએ. ઓગણીસમી સદીના અંત સુધી ઑસ્ટ્રેલિયાની ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા મહાસાગરમાં જહાજોની અવરજવર ઓછી હતી. શોધસફરીઓ પણ આખો મહાસાગર ખૂંદી વળ્યા નહોતા. એટલે અમુક જળવિસ્તારમાં દરિયો છીછરો છે, કારણ કે ત્યાં પાણીમાં નીચે ખડકાળ ટાપુઓની બે હજાર કિલોમીટર લાંબી હારમાળા છે એવી ત્યારે ખબર નહોતી. જેમ જેમ જહાજોની અવરજવર વધતી ગઈ તથા સમુદ્રશાસ્ત્રીય સંશોધનો થતાં ગયાં તેમ તેમ સંશોધકોને જણાયું કે ઑસ્ટ્રેલિયાની ઈશાન (પૂર્વોત્તર) દિશામાં કિનારાથી પચાસ-સો માઈલના અંતરે છીછરા પાણીમાં નીચે પરવાળાંના ખડકો છે. તેઓએ એ સમુદ્રને Coral Sea – પ્રવાલ સમુદ્ર' એવું નામ આપ્યું અને પરવાળાંના જલગર્ભ ટાપુઓની હારમાળાને નામ આપ્યું Great Barrier Reef – પરવાળાંના ખડકો દ્વારા બનેલી મોટી સરહદ. આટલો મોટો પ્રવાલદ્વીપ સમૂહ દુનિયામાં બીજે ક્યાંય નથી. જ્યારથી દુનિયાની એક અજાયબી ગણાતા બેરિયર રીફની શોધ થઈ ત્યારથી ઉત્તર અને પૂર્વોત્તર ઑસ્ટ્રેલિયાનું ભાગ્ય ઊઘડ્યું. એક જમાનામાં ડાર્વિન, ડગ્લાસ, કાઇન્સ વગેરે ત્યાંનાં બંદરી નગરો, હજાર-બે હજારની, મુખ્યત્વે માછીમારોની વસ્તીવાળાં, સૂનાં લાગતાં હતાં. હવે ઉત્તર અને પૂર્વ તરફ પર્યટકોનો ધસારો વધતાં, હોટેલો અને અન્ય સુવિધાઓ ઉભવતાં, કાયમી વસવાટવાળા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થતાં, આ નગરોની વિકાસયાત્રા સોહામણી બનવા લાગી છે. પરવાળાના પ્રદેશોમાં માણસને વધુ કલાક કે દિવસ રહેવા મળે અને Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગ્રેટ બેરિયર રીફ વારિસ્તરની નીચેની સૃષ્ટિ સુપેરે નિહાળવા મળે, વિવિધ જલક્રીડાઓ માટે અનુકૂળતા રહે એ માટે આ પ્રવાલ- જલનિધિ (Coral Sea)માં મેક્કે, ૨ડર, નોર્મન, એગિનકોર્ટ, સેક્સન, મારલિન, સેંટ ક્રિસ્પિન, આલિંગટન, ગ્રીન, સ્પર, ઓનિક્સ, અન્ડાઇન ઇત્યાદિ સંખ્યાબંધ પ્રવાલદ્વીપોમાં વિવિધ પ્રકારની સુવિધાઓ થતી રહી છે. આ બધામાં એગિનકોર્ટ પાસે સમુદ્રમાં બે માળવાળું વિશાળ પ્લેટફોર્મ, મુકામ માટે બનાવવામાં આવ્યું છે. એકસાથે બેત્રણ સ્ટીમરના પ્રવાસીઓ આવે તો તેઓ બધાને ઊઠવા-બેસવાની, હરવા-ફરવાની, સ્નાન-ભોજનની, જલક્રીડાઓની બધી સગવડો મળી રહે, તથા વરસાદ અને તડકાથી બારેમાસ રક્ષણ મળે એવી રીતે એનું આયોજન થયું છે. આ સુવિશાલ પ્લેટફોર્મ પાણીમાં તરતું છે, જાણે પાણીમાં તરતો ટાપુ (Floating Island) ન હોય ! એક મોટી ઇમારત જેવી રચના પાણીમાં તરતી હોવા છતાં એના વજનથી એવી સ્થિર રહે છે કે ખબર ન પડે કે આ તરતી ઈમારત છે. આવું આયોજન થાય તો જ પર્યટકોને આકર્ષી શકાય અને પર્યટક સ્થળ તરીકે એનો વિકાસ સાધી શકાય. - ઑસ્ટ્રેલિયાના ઇશાન કિનારે આવેલા નગર કાઇન્સ(Caimsનો ઉચ્ચાર તેઓ કાઇન્સ કરે છે)માં હોટેલ હોલિડે-ઇનમાં અમારી મંડળીનો ઉતારો હતો. અમારા દુરસંચાલકે અમારે માટે એક દિવસ ગ્રેટ બેરિયર રીફ જોવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. એ માટે ક્વિક સિલ્વર' નામની કંપનીની ટુરમાં અમે નામ નોંધાવ્યું હતું. સવારથી સાંજ સુધી “હોટેલ ટુ હોટેલ'ની જવાબદારી કંપનીની હતી. આવાં આયોજનોમાં સાહસ અને સ્વૈરવિહારને અવકાશ ઓછો હોય છે, પણ ઓછો સમયમાં સગવડભર્યો પ્રવાસ થાય છે. અજાણ્યા અને વૃદ્ધોને પણ તેઓ સાચવીને લઈ જાય છે. અમારે કાઈન્સથી બસમાં પૉર્ટ ડગ્લાસ અને ત્યાંથી સ્ટીમરમાં એગિનકોર્ટ જવાનું હતું. અમે કાઈન્સથી સવારે સાડાસાત વાગે ડગ્લાસ જવા નીકળ્યા. ડગ્લાસનો આશરે એંસી કિલોમીટરનો રસ્તો સમુદ્રના કિનારે કિનારે ઉત્તર તરફ ચાલ્યો જાય છે. પ્રભાતના શાન્ત, શીતળ, રમણીય વાતાવરણમાં પ્રસન્નતા અનુભવાતી હતી. આ પ્રદેશમાં વાહનોની અવરજવર ઓછી હોવાથી અને રસ્તે ચાલનાર રાહદારીઓ ન હોવાથી પ્રદૂષણમુક્ત પ્રાણવાયુ સ્કૂર્તિમાં ઉમેરો કરતો હતો. નવા પ્રદેશનાં બહારનાં દૃશ્યો નિહાળવામાં અમારું મન મગ્ન બની ગયું હતું. સાડાનવ વાગે અમે ડગ્લાસ બંદરે પહોંચી ગયા. “મરિના મિરેજ' નામના ડૉકમાંથી “ક્વિક સિલ્વર' નામની અમારી ત્રણ માળવાળી સ્ટીમર દસના ટકોરે ઊપડવાની હતી. ડૉકનું પ્રવેશદ્વાર એવી રીતે હતું કે સુવેનિના એક વિશાળ સ્ટોરમાંથી આપણે અવશ્ય પસાર થવું જ પડે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ ૨૨ ‘જોશે તો ખરીદશે’ની નીતિ અનુસા૨ આવાં પ્રકારનાં પ્રવેશદ્વા૨ો દુનિયામાં વધતાં ચાલ્યાં છે. અમે બધા સ્ટીમરમાં ગોઠવાયા. બીજા ઘણા પ્રવાસીઓ પણ હતા. બરાબર દસ વાગે સ્ટીમરનું ભૂંગળું વાગ્યું. સ્ટીમર એવી ધીમેથી સરકી કે બહાર નજર કરીએ તો જ ખબર પડે કે સ્ટીમર ઊપડી છે. ડગ્લાસથી એગિનકોર્ટનો જલમાર્ગ દોઢ કલાકનો હતો. સ્ટીમરમાં યથેચ્છ બેસવાનું હતું, પરંતુ એક જ જગ્યાએ બેસી રહેવા કરતાં ઉ૫૨નીચે અને આગળપાછળ હરવા-ફ૨વાથી સમુદ્રમાં દશ્યવૈવિધ્ય માણવા મળતું હતું. વાયુ મંદ હતો એટલે સ્ટીમર સ્વસ્થતાપૂર્વક એકસરખી ગતિ કરતી હતી. નિરભ્ર આકાશમાં સૂર્ય ઉપર ચડી રહ્યો હતો એટલે ડેક ઉપરનો તડકો અસહિષ્ણુ પ્રવાસીઓને છાંયડામાં ધકેલતો હતો. સમય થતાં ચા-કૉફી અને અન્ય પીણાં ચાલુ થયાં. માઇક ઉપર બેરિયર રીફની માહિતી અને અન્ય સૂચનાઓ અપાવા લાગી. થોડી વાર પછી જહાજે પ્રવાલદ્વીપ સમૂહના વિસ્તારમાં પ્રવેશ કર્યો. હવે જહાજે સાવધ રહેવાની જરૂર હતી; કારણ કે બહારથી તો સમુદ્રની સપાટી ચારેબાજુ એકસરખી દેખાતી હતી. દ્વીપો તો પાણીની નીચે હતા. પરંતુ જહાજ પોતે જો સાચવે નહિ તો કોઈક ખડક સાથે ભટકાઈ પડે. ડગ્લાસથી એગિનકોર્ટનો સીધો માર્ગ તો ટૂંકો હતો, પણ સુનિશ્ચિત કરેલા સલામત માર્ગે ગતિ ક૨વા માટે જહાજે વળાંક લેવો જરૂરી હતો. અમારી મંડળીમાં આનંદોલ્લાસ પ્રવર્તતો હતો. કોઈ ગાતા હતા, કોઈ ૨મતા હતા, કોઈ ફોટા પાડતા હતા, કોઈ પ્રાકૃતિક દશ્યો નિહાળતા હતા. એક નવા અનોખા સ્થળે જવાનો અને જોવાનો ઉત્સુકતાભર્યો ભાવ સૌના ચહેરા ઉપર તરવરતો હતો. બરાબર સાડાઅગિયાર વાગે અમારી સ્ટીમર એગિનકોર્ટ પહોંચી. કોઈ ડૉકમાં ઊતરતા હોઈએ એવો અનુભવ હતો. ત્રણ વાગ્યા સુધીનું રોકાણ હતું. દરમિયાન શું શું કરવું તે અંગેની સૂચનાઓ અપાઈ. અમારામાંના કેટલાક પાણીમાં તરવા પડ્યા. કેટલાકે સ્કૂબા ડાઇવિંગ કર્યું. એ માટેનાં સાધનો અહીં ભાડે મળતાં હતાં. સ્કૂબા ડાઇવિંગ માટે દરિયામાં સરહદ બાંધી દીધી હતી. વળી રક્ષકો પણ નિરીક્ષણ કરતા. આવડતું હોય અને હિંમત હોય તો મહોરું પહેરીને પાણીમાં નીચે ડૂબકી મારીને, સપાટીની ઉપર રહેતી લાંબી નળી દ્વારા હવા લઈને, લાંબા સમય સુધી પાણીની નીચે રમવું અને અવલોકન કરવું એ એક શોખની રમત છે. પ્રાણવાયુની ટાંકી સાથે પણ ડૂબકી મારી શકાય છે; સ્નોરકેલિંગ કરાય છે. અહીં એક બાજુ ઑબ્ઝરવેટરી કરવામાં આવી છે. કેટલાંક પગથિયાં ઊતરીને નીચે જઈએ એટલે સમુદ્રની સપાટીથી નીચેનો ભાગ આવે. ત્યાં પારદર્શક કાચવાળી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ગ્રેટ બેરિયર રીફ બારીઓ રાખવામાં આવી છે જેમાંથી પાણીમાં સપાટી નીચે તરતી માછલીઓ, પરવાળાં વગેરે જોવા મળે. સ્કૂબા ડાઇવિંગ કરનાર કોઈ માણસ નજીક આવે તો તે પણ દેખાય. પરવાળાંવાળા ખડકો જ્યાં હોય ત્યાં પાણી સામાન્ય રીતે ચોખ્ખ, પારદર્શક જેવું હોય છે. એટલે જ્યાં પરવાળાં હોય છે ત્યાં કાચના તળિયાવાળી બોટમાં સહેલાણીઓને લઈ જઈને એ બતાવવામાં આવે છે. દુનિયામાં ઘણાં સ્થળે આવી પ્રવૃત્તિ ચાલે છે, પણ અહીં પરવાળાં-દર્શન માટે વિશાળ ધોરણે આયોજન થયું છે. વાંકા વળીને, નીચી ડોક કરીને નહિ, પણ બેઠાં બેઠાં કે ઊભાં ઊભાં આવું વધુ વિસ્તૃત દશ્ય અહીં જોવા મળે છે. તદુપરાંત અહીંની વિશેષતા એ છે કે પારદર્શક કાચની બારીઓવાળી નાની સબમરીનમાં સફર કરાવાય છે. પોતાની બેઠકમાં બેઠાં બેઠાં બંને બાજુની બારીઓમાંથી બદલાતાં જતાં અદ્ભુત દૃશ્યો જોવા મળે છે. જોવા જેવું જ્યાં વધુ હોય ત્યાં સબમરીન ઊભી રહે. સૂર્યપ્રકાશને લીધે પાણીમાં પરવાળાંના નાનામોટા ખડકો, દરિયાઈ વનસ્પતિ, આંગળીનાં ટેરવાં જેવડી કે અંગૂઠા જેવડી હજારો રંગબેરંગી માછલીઓ પોતપોતાના સમુદાયમાં આમથી તેમ ભમતી જોવા મળે, જાણે કોઈ જાદુઈ નગરીમાં આપણે પ્રવેશ ન કર્યો હોય ! કોઈ નિબંધ માછલીઘરમાં ફરતા હોઈએ એવું લાગે ! પરવાળાં (Coral) જ્યાં સૂર્યનો તડકો પડતો હોય એવા ઉષ્ણ કે સમશીતોષ્ણ પ્રદેશોના સમુદ્રના છીછરા પાણીમાં થાય છે. પરવાળાં એક પ્રકારનાં ઝીણાં જલચર છે. તે જેમ મરતાં જાય તેમ એના મૃત કલેવરમાં રહેલો ચૂનો (કેલ્શિયમ) એકત્ર થતો જાય છે. તે જેમ નક્કર થતો જાય તેમ તેમ એના ખડક બંધાય છે. દરમિયાન નવાં પરવાળાં ઉત્પન્ન થવાની ક્રિયા ચાલુ હોય છે. પરવાળાં દ્વારા સતત બંધાતા આવા ખડકો ક્યાંક વર્તુળાકાર હોય છે, તો ક્યાંક સીધી હારમાં હોય છે. કેટલાંક પરવાળાંના ખડકમાં ઝીણી ઝીણી માછલીઓ હોય છે. એને Coral Fish કહેવામાં આવે છે. પરવાળાંને પાણીમાંથી બહાર કાઢવામાં આવે ત્યારે તે ચીકણાં અને ગંધાતાં હોય છે. સૂર્યના તડકામાં એનો રંગ બદલાતો રહે છે. એની સુકવણીની પણ એક કળા છે. સમુદ્રમાં પરવાળાં વિવિધ આકારનાં હોય છે. એમાં સફેદ અને આછા વાદળી રંગનાં ઘુમ્મટના આકારનાં અને સાબરશિંગના આકારનાં વધુ જાણીતાં છે. તે અખંડિત હોય તો બહુ મૂલ્યવાન ગણાય છે. કલાત્મક ગોઠવણી માટે તે વપરાય છે. કેટલાંક પરવાળાંમાંથી મંગળના પારા કે નંગ બનાવાય છે. તડકામાં તપીને તે નક્કર થાય છે અને ગુલાબી કે ગેરુ રંગ ધારણ કરે છે. દાગીના, ઔષધ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ દોઢ-બે વાગ્યા સુધી પોતપોતાની ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરી ભોજનખંડમાં અમે બધા એકત્ર થવા લાગ્યા. બધાંને કકડીને ભૂખ લાગી હતી, તરવાવાળાને વિશેષ. મેં મારાં પત્નીને કહ્યું, “આપણને ભૂખ બરાબર લાગી છે અને ભાવતી વાનગીઓ ઘણી છે, પરંતુ પછી પ્રવાસ સ્ટીમરનો છે એ ભૂલવું ન જોઈએ. ભર્યા પેટે જલપ્રવાસ કોઈને સદે, કોઈને ન સદે.' અમારા ટુરસંચાલકે પણ કહ્યું કે, “બધાને માટે સરસ ભોજન બનાવ્યું છે, માટે બરાબર જમજો. તમે ઓછું ખાજો એવી ભલામણ અમે કરીએ તો ઊંધો અર્થ થાય. પણ પછી આપણે તરત સ્ટીમરનો પ્રવાસ કરવાનો છે એ ધ્યાનમાં રાખજો. તમને માફક આવે તે પ્રમાણે કરજો.' અમે માત્ર અલ્પાહાર જ કર્યો. અમારામાંના ઘણા સ્વાદિષ્ટ ભોજનને યોગ્ય ન્યાય આપ્યા વગર ન રહી શક્યા. સ્વાદેન્દ્રિય વિચિત્ર ઇન્દ્રિય છે. મન સાથે જ્યારે એને સંઘર્ષ થાય છે ત્યારે વિજય બહુધા એનો જ થાય છે. - ભોજન પછી બધા સ્ટીમરમાં પહોંચી ગયા. સમય થાય એટલે સ્ટીમર ઊપડી જાય છે. કોઈની રાહ જોવામાં એ માનતી નથી. ત્રણના ટકોરે ભૂંગળું વાગ્યું અને સ્ટીમર ઊપડી. અમે બધા ઉપર-નીચેના ડેકમાં પોતપોતાના જૂથમાં વાતોમાં પરોવાઈ ગયા હતા. સમુદ્રની સફર અને વિવિધ જલક્રીડાઓથી બધા એવા ધરાયા હતા કે હવે બહાર જોવાની ઇચ્છા બહુ ઓછાને થતી હતી. અડધો કલાક સ્ટીમર બરાબર ચાલી. પછી વેગીલો પવન નીકળતાં મોજાંઓમાં હિલોળા વધ્યા અને સ્ટીમર વારંવાર હાલકડોલક થવા લાગી. એવે વખતે ઊભા થઈને ચાલીએ તો સમતુલા ગુમાવી દઈએ, પહોળા પગે ઊભા રહેવાને ટેવાયેલા કર્મચારીઓ સમતુલા જાળવીને હરફર કરી શકતા હતા. ઉપર સફેદ અને નીચે આછા વાદળી રંગનાં વસ્ત્રોનો તેઓનો ગણવેશ જાણે પરવાળાંનું પ્રતિનિધિત્વ કરતો હતો. અમારા વિભાગમાં છ કર્મચારી યુવક-યુવતી હતાં. તેમના ગળામાં નાકમોઢું ઢાંકવાનું લૂગડું લટકતું હતું. એકે તે મોઢે પહેરી લીધું. અમને થયું કે ક્યાંક દુર્ગધ હોવી જોઈએ. કેટલીક વાર સ્ટીમરના શૌચાલયમાં ભરાવો થાય તો દુર્ગધ પ્રસરતી હોય છે, પરંતુ એવી કશી દુર્ગધ અમને જણાઈ નહિ. થોડી વારમાં તો બધા કર્મચારીઓએ હાથમોજાં પણ ચડાવી દીધાં. કોઈ ઑપરેશન થિયેટરમાં આપણે બેઠા હોઈએ એવું અમને લાગ્યું. એવામાં એક કર્મચારી કાગળની કોથળીઓની મોટી થપ્પી લઈને આવ્યો અને પોતાના કાઉન્ટરે થોડી મૂકી અને થોડી બીજી બાજુના કાઉન્ટર ઉપર મૂકી. પછી પેપર નૅપ્લિન આવ્યાં અને પીવાના પાણીની બાટલીઓ તથા પ્લાસ્ટિકના ગ્લાસ આવ્યાં. કર્મચારીઓ એકબીજાથી છૂટા છૂટા ગોઠવાઈ ગયા હોય એમ લાગ્યું. સવારે કંઈ કામ હોય તો તેમને બોલાવવા પડતા. અત્યારે વગર બોલાવ્યું તેઓ બધાની વચ્ચે જાણે કશા કામકાજ વગરના હોય તેમ ઊભા રહ્યા. તેઓ અમારા બધાની સામે Page #42 -------------------------------------------------------------------------- ________________ ગ્રેટ બેરિયર રીફ ૨૫ સસ્મિત વદને ટગરટગર જોવા લાગ્યા, જાણે કોઈ પરીક્ષાખંડમાં સુપરવાઇઝર ન હોય ! એવામાં એક કર્મચારી યુવતી અચાનક દોડી અને એક મહિલા પ્રવાસી પાસે જઈને ઊભી રહી. એણે પોતાના હાથમાં રાખેલી કોથળી પહોળી કરીને એ મહિલાને આપી. મહિલાને ઊલટી થઈ તે કોથળીમાં લેવાઈ ગઈ. નૅપ્લિન અને પાણી અપાઈ ગયાં. હવે સમજાયું કે કર્મચારીઓ ઊલટી થાય તે માટે સુસજ્જ થઈને ઊભા હતા. તેઓનો આ રોજનો કાર્યક્રમ હતો. તેઓને હવે એવો મહાવરો થઈ ગયો હતો કે કોને ઊલટી થવાની શક્યતા છે તે એના ચહેરાની બદલાતી રેખાઓ પરથી પારખી શક્તા અને તરત તેની પાસે કોથળી, પાણી વગેરે લઈ પહોંચી જતા. અમારા વિભાગમાં અડધા કલાકમાં વીસેક જણને ઊલટી થઈ હશે. ઊલટી એવી ચેપી વસ્તુ છે કે એકને થાય તો આજુબાજુવાળા કોઈકને પણ કદાચ થાય. અહીં આ સ્ટીમરમાં કર્મચારીઓની કાર્યદક્ષતા એવી હતી કે ફટાફટ કોથળીઓ પહોળી કરીને અપાય અને ઊલટીવાળી કોથળીઓનો તરત નિકાલ થઈ જાય. ઊલટીનો એક છાંટો તેઓએ જમીન પર પડવા દીધો નથી. કેટલાકનું કામ એટલું ઝડપથી પતી જતું કે બીજાને બહુ ખબર પડતી નહિ. કર્મચારીઓએ ક્યાંય દુર્ગધ પ્રસરવા દીધી નહિ, એટલું જ નહિ, જરૂર લાગે ત્યાં તેઓ સુગંધી પ્રવાહીનો છંટકાવ કરી જતા. સૂગવાળું કામ કેવું હસતા મુખે, કર્તવ્યરૂપે, પૂરી સાવધાની સાથે, અગમચેતી અને દક્ષતાપૂર્વક તેઓએ કર્યું એનો ખ્યાલ નજરે જોવાથી વધુ આવે. અમારો સવારનો સમુદ્ર-પ્રવાસ કેટલો બધો પ્રસન્ન અને પ્રફુલ્લિત હતો ! બેરિયર રીફનો સરસ અનુભવ લઈને પાછા ફરતાં કેટલાકને માટે એ પ્રવાસ કેવો બેચેનીભર્યો બની ગયો ! કેટલાકે તો બસમાં પણ આખે રસ્તે ઝોલાં ખાધાં. સમુદ્રનો પ્રવાસ હંમેશાં બધાને માટે “મધુરેણ સમાપયેત્' જ હોય છે એવું નથી. Page #43 -------------------------------------------------------------------------- ________________ સિકોયાની શિખામણ દુનિયાનું વિદ્યમાન મોટામાં મોટું – ભીમકાય વૃક્ષ કયું? જેને “જનરલ શરમન' એવું નામ અપાયું છે તે સિકોયા (Sequoia) વૃક્ષ. (સિકોયા શબ્દ “સિકુયા', “સેકયા', “સેકોઇયા” તરીકે પણ ઉચ્ચારાય છે.) ધરતી પર દીર્ધાયુષ્ય ભોગવનારાં વૃક્ષોમાં પણ સિકોયાની ગણના થાય છે. આપણાં વડ, પીપળો, લીમડો, આંબો વગેરે બસો-ત્રણસો વર્ષ જૂનાં હોઈ શકે. કેટલાંક વૃક્ષો હજારેક વર્ષ સુધી અસ્તિત્વ ટકાવી શકે છે. સિકોયા ત્રણ હજારથી વધુ વર્ષ જીવી શકે છે. અમેરિકાનું ‘બ્રિસલ કોન પાઇન વૃક્ષ ચાર હજાર કરતાં વધુ વર્ષથી અડીખમ ઊભું છે. “જનરલ શરમન (Sherman – શેરમાન ઉચ્ચાર પણ થાય છે) વૃક્ષ હેવી વેઇટ તો છે જ, પણ સિકોયામાં તે “સિનિયર મોસ્ટ' પણ છે. ત્રણ હજાર વર્ષ તો તે ક્યારનુંય વટાવી ચૂક્યું છે. સિકોયા અમેરિકામાં કૅલિફૉર્નિયા અને નેવાડા રાજ્યમાં પાંચથી સાત હજાર ફૂટની ઊંચાઈએ ઊગનારું વૃક્ષ છે. ત્યાંના “યોસેમિટી', “સિકોયા પાર્ક' વગેરેમાં આવાં બૃહદકાય સિકોયા સંખ્યાબંધ જોવા મળે છે. અમેરિકાની મારી એક મુલાકાત દરમિયાન ત્યાં રહેતાં મારા પૌત્ર-પૌત્રી અર્ચિત અને અચિરાએ એક દિવસ મારી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો : “દાદાજી ! આપણે આવતા શનિ-રવિ “સિકોયા પાર્ક' જઈશું ? અમારા ટીચરે કહ્યું છે. સ્કૂલમાં હમણાં અમને સિકોયા વિશે શીખવવામાં આવ્યું છે.' આપણે હજુ સિકોયાનું નામ પણ ન સાંભળ્યું હોય ત્યાં આઠ વર્ષનો અચિત અને છ વર્ષની અચિરા અને એમની શાળાના વિદ્યાર્થીઓ સિકોયા વિશે જાણકારી ધરાવતાં હોય એ કેવી આશ્ચર્ય અને આનંદની વાત કહેવાય ! આપણે ત્યાં જ નહિ, બીજા કેટલાયે દેશોમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહિ, મોટી ઉમરના માણસો સુધ્ધાં પોતાના આંગણામાં ઊગેલાં વૃક્ષોનાં નામ જાણતા નથી હોતા, એ પણ આશ્ચર્યની વાત ગણાવી જોઈએ. વૃક્ષો અને વેલડીઓ, પર્ણો અને પુષ્પો, પશુઓ અને પંખીઓ, આકાશના તારા અને ગ્રહો આ બધા વિશે એમનાં નામ જાણવા જેટલી આપણી દરકાર પણ કેટલી બધી ઓછી છે ! પછી પ્રકૃતિ સાથેનું આપણું તાદાભ્ય ક્યાંથી Page #44 -------------------------------------------------------------------------- ________________ સિકોયાની શિખામણ ૨૭ વધે ? આ વિષયમાં આપણી દરિદ્રતા આપણને સાલવી જોઈએ. આપણા જીવનવિકાસમાં વૃક્ષોનું યોગદાન કેટલું મોટું છે ! આપણા કેટલાયે મહાત્માઓને જ્ઞાનની ઉપલબ્ધિ વૃક્ષ નીચે થઈ છે ! - સિકોયાની વાત સાંભળી મેં તરત સિકોયા પાર્ક જવા માટે સંમતિ દર્શાવી, એટલે ત્યાં જવાનો કાર્યક્રમ તરત ગોઠવાઈ ગયો. સાફ્રાન્સિસ્કો પાસેના કુપરટિનો શહેરથી અમે સપરિવાર ઊપડ્યા. રસ્તામાં એક્સટર નામના નાના નગરની એક મોટેલમાં રાત્રિમુકામ કરીને વહેલી સવારે સિકોયા પાર્ક જવા નીકળ્યા. રસ્તા પર અવરજવર ઓછી હતી. વાતાવરણમાં પ્રેરક શીતલતા હતી. રસ્તાની બંને બાજુ સંતરાંની વાડીઓ આવતી ગઈ. સ્વયમેવ ઊગેલાં નહિ પણ યોજનાબદ્ધ રીતે વ્યાવસાયિક ધોરણે ઉગાડેલાં હારબંધ સેંકડો વૃક્ષો પર કેસરી રંગનાં ભરચક સંતરાં લટકતાં અને કેટલાંયે નીચે પડી સડી જતાં નિહાળવાં એ પણ અનોખો અનુભવ છે. આગળ જતાં ચઢાણ ચાલુ થયું. ખાખી રંગના વૃક્ષવિહીન ડુંગરાઓની વચ્ચેથી રસ્તો ઊંચે ચડતો જતો હતો. ક્યાંક તળાવો દેખાતાં હતાં. ક્યાંક ધુમાડિયા રીંછ (Smoky Bear) જોવા મળતાં હતાં. ક્યાંક મોટાં શિંગડાંવાળાં ઘેટાં નજરે પડતાં હતાં. ક્યાંક વચ્ચે વહેતું ખળખળ પાણી હિમાલયની યાદ અપાવતું હતું. પાકનું પ્રવેશદ્વાર આવ્યું. ફી ભરીને અમે દાખલ થયા. આવા નેશનલ પાર્ક એટલે માઈલોનો વિસ્તાર. રસ્તામાં એક બાજુ સારું મજબૂત મકાન તોડી પડાતું અમે જોયું. પ્રશ્ન થયો કે અહીં જગ્યાની તંગી નથી અને મકાન કશાને નડતું નથી, તો પછી કેમ તોડી પડાતું હશે ? કારણ કે જંગલો વગેરે નૈસર્ગિક સ્થળો વિશે ગઈ સદીની અને વર્તમાન સમયની વિચારણામાં ફરક પડ્યો છે. જૂના વખતમાં પ્રકૃતિરમ્ય સ્થળ પર્યટન માટે પસંદ થતું. ત્યાં જવા-આવવા માટે પાકા રસ્તા, સરસ મકાનો, ઘરો, મોટી મોટી હોટેલો, દુકાનો, રહેવા તથા ખાવાપીવાની સગવડો ઇત્યાદિ ઊભાં કરવાનું યોગ્ય જણાતું. પર્યટન અને મનોરંજનને પ્રાધાન્ય અપાતું. હવે આવા પાર્કમાં પર્યાવરણને પ્રાધાન્ય અપાય છે. વૃક્ષો સચવાવાં જોઈએ. પશુપક્ષીઓ ભાગી જવાં ન જોઈએ. એનો શિકાર ન થવો જોઈએ. રસ્તાઓ જરૂર પૂરતા અને તે પણ કાચા રાખવા જોઈએ. અનિવાર્ય હોય ત્યાં જ પાકા બનાવવા. ખાવાપીવાની અને શૌચાદિની સગવડો પણ અનિવાર્ય હોય એટલી જ ઊભી કરવી જોઈએ. જંગલોમાં પર્યાવરણના ભોગે પર્યટન કેન્દ્રો વિકસાવવાનો ખ્યાલ હવે ભૂલભરેલો ગણાય છે. એટલે જ આ પાર્કમાં ઘણાં સારાં સારાં મકાનો પાડી નાખવામાં આવ્યાં છે. આ સિકોયા નેશનલ પાર્કની સ્થાપના ઈ. સ. ૧૮૯૦માં થઈ હતી. ત્યાર પછી આ પાર્કનો વિસ્તાર વખતોવખત વધારાતો ગયો. કૅલિફૉર્નિયામાં “યોસેમિટીને નેશનલ પાર્કનો દરજ્જો અપાવવામાં મુખ્ય કાર્ય કરનાર પ્રકૃતિપ્રેમી લેખક જોન મૂરે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ સિકોયા પાર્કના વિકાસમાં પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તે વખતે એનું નામ “જનરલ ગ્રાન્ટ પાર્ક' એવું રખાયું હતું, પરંતુ ત્યાર પછી પાર્કનો વિસ્તાર ઘણો વધ્યો. એટલે એને “સિકોયા નૅશનલ પાર્ક” એવું નામ અપાયું. વળી બાજુના ખીણના પ્રદેશને પણ પાર્કનો દરજ્જો અપાયો અને એનું નામ કિંગ્સ કેન્યન પાર્ક' રખાયું. વખત જતાં આ બંને પાર્કને જોડી દેવામાં આવ્યા છે. પાકનું નૈસર્ગિક વાતાવરણ બરાબર જળવાઈ રહે એ માટે સરકાર અને વ્યવસ્થાપકો બહુ સભાન રહ્યાં છે. અમે માહિતી કેન્દ્ર પાસે પહોંચ્યાં. ગાડી પાર્ક કરીને એમાં દાખલ થયા. પૂછપરછ કાર્યાલયની બંને બાજુ વિશાળ હોલમાં સ્થાયી પ્રદર્શન જેવું હતું. અમે પાકનો નકશો લઈ અભ્યાસ કર્યો. અહીં પોતાની ગાડીમાં બેસી દૂર દૂરનાં મહત્ત્વનાં સ્થળો જાતે મરજી મુજબ જોઈ શકાય છે. તદુપરાંત ભોમિયા (Ranger) સાથે નિશ્ચિત સમયે પગે ચાલતાં ચાલતાં કેડીએ કેડીએ ભમી શકાય છે. અમે પહેલાં રેન્જર – ભોમિયાવાળા કાર્યક્રમમાં જોડાવાનું નક્કી કર્યું. જેઓને આ કાર્યક્રમમાં જોડાવું હોય તેઓ બધા ત્યાં એકત્ર થયા હતા. એ માટે કશી ફી. આપવાની નહોતી. લોકો રસ લેતા થાય અને રસિક લોકોને અધિકૃત જાણકારી, નજરે જોવા સાથે મળી રહે એ જ આ દૈનિક કાર્યક્રમ પાછળ આયોજકોનો આશય છે. સમય થતાં બે ભોમિયા ત્યાં આવી પહોંચ્યા, એક યુવક અને એક યુવતી. યુવકનું નામ હતું ‘ટીમ' અને યુવતીનું નામ હતું “કેરોલ હાકુજા.” અટક અને મુખાકૃતિ પરથી યુવતી જાપાની લાગતી હતી, પણ તેના ઉચ્ચારો પરથી તે અમેરિકામાં જ જન્મી અને ભણી હશે એવું અનુમાન થયું. અંગત પ્રશ્ન ન પુછાય છતાં ઉત્સુકતા ખાતર પૂછતાં અમારું અનુમાન સાચું પડ્યું. બંને રેન્જરે માથે ટોપી સહિત ખાખી યુનિફોર્મ પહેર્યો હતો. તેમના શર્ટને ચાર મોટાં ખિસ્સાં હતાં. દરેક ખિસ્સામાં પ્રવાસીઓને સમજાવવા, બતાવવા કંઈક ચીજવસ્તુઓ રાખેલી હતી. વળી તેમની પાસે હેવરસેક બૅગ હતી. એ પણ ભરેલી હતી. બંને રેન્જરના ચહેરા કોમળ, સૌમ્ય, પ્રસન્ન અને શાંત હતા. બંને પ્રકૃતિપ્રેમી જણાયા. આ કામ માટે તેઓએ તાલીમ લીધી હતી. કોઈ પ્રશ્ન પૂછે તો તેઓ રાજી થઈને સસ્મિત જવાબ આપતા. પ્રવાસીઓનાં બે જૂથ કરવામાં આવ્યાં. એક જૂથ ટીમ સાથે જાય અને બીજું જૂથ હાકુજા સાથે જાય. દોઢ-બે કલાકે પાછા આવ્યા પછી બંને જૂથની અદલાબદલી થાય. અમે પહેલાં “ટીમ' સાથે જોડાયા. થોડું ચાલીએ અને થોડી વાર ઊભા રહીએ એવો તેઓનો ક્રમ હતો કે જેથી કોઈને થાક ન લાગે. ટીમે કહ્યું, “કૅલિફોર્નિયા અને નેવાડા રાજ્યમાં સિકોયા વૃક્ષનાં પોણોસોથી અધિક ઝુંડ (Grove) છે. એમાં પાંચ પંદર વર્ષનાં બાલવૃક્ષો છે, બસો પાંચસો વર્ષનાં યુવાન વૃક્ષ છે અને બે-ત્રણ હજાર વર્ષનાં વયોવૃદ્ધ વૃક્ષો પણ છે. કેટલાક માણસોના ચહેરા પરથી એની ઉમરનો અંદાજ જેમ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સિકોયાની શિખામણ નથી આવતો તેમ સિકોયાની ઉંમરમાં પણ આપણે ભૂલથાપ ખાઈ જઈએ.” ટીમે અમને ઊંચું પણ પાતળી સોટી જેવું લીલુંછમ વૃક્ષ બતાવીને પૂછ્યું, “આ સિકોયાની ઉંમર કેટલી હશે ?' અમે કહ્યું કે, “પહેલાં તો એ સિકોયા જેવું લાગતું જ નથી. પણ સિકોયા જ જો છે તો એની ઉમર ત્રણચાર વર્ષની હશે.' ટીમે કહ્યું. “ના, એની ઉમર પોણોસો વર્ષથી વધુ છે.” ‘પણ અમે એમ કેમ માની લઈએ ?' ‘હું મારા ઘરનું નથી હાંકતો કે તમારી મજાક નથી કરતો. સિકોયાની ઉંમર જાણવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એના પડમાં છેદ પાડી, એના કોષોનાં વર્તુળોનો કેટલો વિકાસ થયો છે એની ગણતરી કરીને ઉમરનો અંદાજ કાઢવામાં આવે છે.” પછી વૃક્ષના “સિકોયા' નામની વાત કરતાં ભોમિયાએ કહ્યું, “સામાન્ય રીતે ઇંગ્લિશ ભાષામાં વૃક્ષોનાં નામ લૅટિન અથવા ગ્રીક ભાષા પરથી આવ્યાં છે, પણ સિકોયા' શબ્દ એ રીતે નથી આવ્યો. એ છેલ્લા દોઢબે સૈકા જેટલો જૂનો છે. સિકોયા વૃક્ષ તો ત્રણ હજાર કે તેથી વધુ વર્ષથી પ્રાચીન છે. ભૂતકાળના સૈકાઓ દરમિયાન ભિન્ન ભિન્ન યુગની આદિવાસી પ્રજા એને ભિન્ન ભિન્ન નામથી ઓળખતી આવી હશે. એ વિશે આપણી પાસે કશી જ આધારભૂત માહિતી નથી. અર્વાચીન ‘સિકોયા' નામ કેવી રીતે પડ્યું એની રસિક દંતકથા છે. જૂના વખતમાં આ વિસ્તારમાં જે આદિવાસીઓ (ઇન્ડિયન) રહેતા હતા તે ચિરોકી' જાતિના હતા. આજે પણ તેમના વંશજો આ વિસ્તારમાં છૂટાછવાયા જોવા મળે છે. એ ચિરોકી લોકોના નેતાનું નામ હતું ‘સિ કોણ વાહ'. તે બહુ લોકપ્રિય હતો. એણે પોતાના લોકોને સંસ્કારી બનાવ્યા, ભાઈચારો વધાર્યો અને પોતાની ભાષાનું સાંકેતિક અક્ષરજ્ઞાન આપ્યું. એના અવસાન પછી એ જાતિના લોકોએ એની યાદગીરી તરીકે વૃક્ષોમાં નેતા સમાન આ વૃક્ષને “સિ કોહ યાહ” એવું નામ આપ્યું. ત્યારથી ‘સિકોયા' શબ્દ પ્રચલિત થઈ ગયો છે. આગળ જતાં એક સ્થળે અમને બધાને વર્તુળાકારે ઊભા રાખી ભોમિયાએ પોતાના થેલામાંથી એક જાડો લાંબો ખરબચડો લાકડાનો ટુકડો કાઢ્યો. સિકોયાના ઝાડની છાલનો એ ટુકડો હતો. પછી એણે એક ગૅસબર્નર કાઢ્યું. ગેસ પેટાવીને એના ઉપર છાલનો ટુકડો બળવા માટે એક છેડેથી હાથમાં ધર્યો. લાકડું તો તરત બળે અને ધુમાડા નીકળે, પરંતુ ખાસ્સી વાર રાખવા છતાં એ છાલ બળી નહિ. એણે કહ્યું, “આ ટુકડો બળ્યો નથી, પણ એ કેટલો ગરમ છે તે જોવા તમારામાંથી કોણ હાથમાં લેશે ?' દઝાવાની બીકે કોઈએ તત્પરતા બતાવી નહિ. એટલે એ ગરમ ટુકડો એણે પોતાની જ હથેળીમાં મૂક્યો અને હથેળી દબાવી. જાણે કશું થયું ન હોય એવું લાગ્યું. એથી અમારામાં હિંમત આવી. બધાએ એનો સ્પર્શ કરી જોયો. કોઈને દઝાયું નહિ. ભોમિયાએ કહ્યું, “આ જ સિકોયાની ખૂબી છે. તજના રંગ જેવા રંગવાળી આ છાલ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ એવા ગુણવાળી છે કે તે આગ પકડતી નથી. ઠંડી, ગરમી કે વરસાદની કોઈ માઠી અસર છાલ ઉપર થતી નથી. એટલે જ જંગલમાં આગ લાગે, Bush Fire થાય તો સિકોયાના વૃક્ષને બળી મરવાનો જરા પણ ડર નહિ. ચોમેર ભડભડ બળતા અગ્નિ વચ્ચે પણ સિકોયાનું વૃક્ષ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે.” સિકોયાનું એક ડીંડવું (Cone–જીંડવું) બતાવી ભોમિયાએ વળી એક વિશેષ વાત કહી. સિકોયાનાં આ જંગલોમાં પહેલાંના વખતમાં આગ લાગતી તો તે ઓલવી નાખવામાં આવતી, એમ માનીને કે એથી સિકોયાનાં વૃક્ષોને નુકસાન પહોંચશે, પરંતુ હવે આ ખ્યાલ બદલાઈ ગયો છે. વનસ્પતિશાસ્ત્રીઓએ એવું સંશોધન કર્યું છે કે આગ તો સિકોયા માટે ઉપકારક છે. આગથી સિકોયા બળતું નથી , પણ એનાં ડીંડવાંમાંથી એનાં બી છૂટાં પડી ઊડે છે અને દૂર દૂર સુધી પડેલાં એ બીમાંથી નવાં સિકોયા ઊગે છે. એટલે સિકોયાની પ્રજોત્પત્તિ માટે આગ આવકારદાયક છે. પણ આગ ન લાગે તો ? તો પણ નવાં સિકોયા ઊગે છે, કારણ કે આ વૃક્ષોમાં ખિસકોલીઓ ઘણી હોય છે. તેને ડીંડવાં બહુ ભાવે છે. તે ડીંડવાં ફોડી ખાય છે ત્યારે એનાં બી આસપાસ વેરાય છે. પ્રકૃતિમાં બધી વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. - સિકોયાને તડકો સારો જોઈએ. ઠંડી, વરસાદ, બરફ વગેરે પણ એને બહુ ગમે. એ ત્રણસો – સવા ત્રણસો ફૂટ જેટલું સીધું ઊચું ટટાર વધતું જાય. એનું થડ ઘણે ઊંચે સુધી ડાળ વગરનું હોય. એની ડાળીઓ લચેલી કે નમેલી નહિ, પણ કોઈ લશ્કરી જવાની કવાયત કરતી વખતે હાથ સીધો લંબાવે એવી હોય છે. વૃક્ષ જેમ મોટું થતું જાય તેમ ડાળ મોટી થતી જાય. હજાર વર્ષ જૂના સિકોયાની ડાળ દસેક ફૂટ જાડી અને ત્રીસેક ફૂટ લાંબી હોય છે, જાણે વૃક્ષ ઉપર બીજું આડું વૃક્ષ ઊગ્યું ન હોય ! સિકોયા વડ, આંબા કે લીમડા જેવું છત્રાકાર, ઘટાદાર વૃક્ષ નથી, પણ એની ડાળીઓમાં પાંદડાંઓનાં છૂટાં છૂટાં ઝૂમખાં હોય છે. મોટા સિકોયાની છાલ પંદર-પચીસ ઇંચ જાડી હોય છે. આ છાલના રક્ષણથી અને એમાંથી નીકળતા ટેનિક ઍસિડથી જંતુરહિત રહેવાને લીધે સિકોયાને દીર્ધાયુષ્ય સાંપડે છે. વળી ટેનિક ઍસિડને લીધે સિકોયાની છાલનો રંગ રતાશ પડતો, ગેરુ જેવો થાય છે. આ રંગને કારણે સિકોયાનું વૃક્ષ કોઈ ભગવાધારી ધ્યાનસ્થ સંન્યાસી જેવું લાગે. એટલે જ સિકોયા પાસેના વાતાવરણમાં કોઈ અદ્ભુત શક્તિ અને પ્રેરક પ્રસન્નતા અનુભવાય છે. રેન્જરે અમને કેડીએ કેડીએ ફરતાં ફરતાં વિવિધ વનસ્પતિનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો. અમારાં અર્ચિત અને અચિરાએ પણ એમાં સરખો રસ લીધો. અમે પાછા ફર્યા. બે કલાકના વિરામ પછી રેન્જ૨ હાકુજા સાથે જવાનું હતું. વિરામ દરમિયાન પાર્કમાં પ્રકૃતિકેન્દ્ર(Nature Centre)માં બાર વર્ષ સુધીનાં બાળકો માટે રોજેરોજ એક કલાક માટે વર્ગ ચલાવવામાં આવે છે. એ માટે અગાઉથી નામ નોંધાવવાની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ સિકોયાની શિખામણ જરૂર નથી અને એ માટે કશી ફી પણ નથી. ઊગતી પ્રજા પ્રકૃતિમાં વધુ રસ લેતી થાય, પ્રકૃતિપ્રેમી બને અને પર્યાવરણ માટે તેમનામાં સભાનતા આવે એ જ એનો આશય છે. અમારાં અર્ચિત અને અચિરા એમાં જોડાઈ ગયાં. પચાસેક બાળકો આવ્યાં હતાં. એક રેન્જર ભાઈ અને બહેન એ વર્ગ લેવાનાં હતાં. વડીલોને બેસવાની છૂટ હતી એટલે એક બાજુ રખાયેલી ખુરશીઓમાં અમે પણ બેઠાં. બંને રેન્જરોએ આ જંગલમાં જોવા મળતાં વૃક્ષો, વેલાઓ, પ્રાણીઓ, જીવજંતુઓ ઇત્યાદિની ખાસિયતોના ફોટાઓ, ચિત્રો, ચીજવસ્તુઓ વગેરે દ્વારા સરસ પરિચય કરાવ્યો. તેઓની કેટલીક પદ્ધતિ વિશિષ્ટ હતી. ઉદાહરણ તરીકે હારબંધ જુદાં જુદાં ખાનાંઓમાં પ્રત્યેકમાં કોઈક વસ્તુ મૂકી હતી. બંધ ખાનામાં ઉપર રાખેલા મોટા કાણામાં બાળકે હાથ નાખીને અંદરની વસ્તુનો સ્પર્શ કરીને કહેવાનું કે તે શું હશે. ત્યાર પછી બધાં ખાનાં ખોલી નાખવામાં આવે. કોઈકમાં પથ્થર, કોઈકમાં લાકડાનો ટુકડો, કોઈકમાં રીંછની ચામડી, ઝાડની છાલ, ખિસકોલીની પૂંછડી, સિકોયાનું ડીંડવું, પાંદડાં, ઘાસ વગેરે હતાં. એ જોઈને પોતાના જવાબ કેટલા સાચા પડ્યા છે તેની બાળકોને ખબર પડી જાય. ત્યાર પછી બાળકોને પ્રશ્નપત્રની એક પુસ્તિકા આપવામાં આવી. એમાં ઘણા બધા પ્રશ્નો હતા, પણ ભરતાં વાર લાગે એમ નહોતું, કારણ કે સાચા જવાબ પર નિશાની કરવાની હતી. અર્ચિત અને અચિરા તે ભરીને માહિતી કેન્દ્રમાં આપી આવ્યાં. સમય થયો એટલે અમે જોડાયા રેન્જર કેરોલ હાકુજા સાથે. એક જાપાની યુવતી આવા ક્ષેત્રમાં વ્યાવસાયિક ધોરણે જોડાય એ આશ્ચર્યની વાત હતી. વસ્તુત: એનો વ્યવસાય પ્રકૃતિપ્રેમનો પર્યાય બની ગયો હતો. એની સૌમ્ય, પ્રસન્ન મુખાકૃતિ જ કુદરત સાથેના એના તાદાભ્યની સાક્ષી પૂરતી હતી. એના અમેરિકન અનુનાસિક ઉચ્ચારોમાં માધુર્ય વરતાતું હતું. તે અમને પહેલાં લઈ ગઈ એક સૂતેલા એટલે કે જમીનદોસ્ત થયેલા સિકોયાના થડ પાસે. વૃક્ષનું થડ કેટલું બધું જાડું અને મોટું હોઈ શકે એનો વાસ્તવિક ખ્યાલ આપવા માટે આ એક દૃશ્ય જ પૂરતું ગણાય. થડ જોતાં જ લાગે કે જાણે કુંભકર્ણ ન સૂતો હોય ! સૈકાઓથી પડેલું થડ અંદરથી પોલું થઈ ગયું છે. પછી તો માણસોએ અંદરથી કાપીને એ પોલાણને વ્યવસ્થિત ઘાટ આપ્યો છે. અમે એમાં ધખલ થયા. જાણે લાંબું મોટું ભોંયરું ! અજવાળું આવે એ માટે એમાં ક્યાંક ક્યાંક બાકોરાં કર્યા છે. જૂના વખતમાં અહીંના આદિવાસીઓએ એનો ઉપયોગ ઘર તરીકે કરેલો. ઠંડી, ગરમી, વરસાદ, બરફ, વાવાઝોડું, વીજળી, હિંસક જંગલી પ્રાણીઓ વગેરે સામે એમાં રક્ષણ મળી શકતું. પછી અમેરિકન શિકારીઓ આવ્યા. તેઓ અંદર રહેતા અને રાતને વખતે પોતાના ઘોડાઓને પણ અંદર બાંધતા. ઘોડાના તબેલા તરીકે એનો ઉપયોગ થતો. પંદર-સત્તર ઘોડા ખુશીથી એમાં રહી શકે. પછી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ આવ્યા સાહસિકો, શોધસફરીઓ, વેપારીઓ વગેરે. તેઓએ એમાં ખુરશી ટેબલ ગોઠવ્યાં. ખાણીપીણીની રેસ્ટોરાં એમાં થઈ. દારૂનો બાર પણ થયો. ત્યાર પછી જ્યારે નૅશનલ પાર્કની સ્થાપના થઈ ત્યારે આ ભૂગર્ભ-થડગર્ભ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી. એક ઐતિહાસિક અવશેષ તરીકે એની જાળવણી ચાલુ થઈ. આ સિકોયા વૃક્ષ જીવતું હશે ત્યારે બિચારાને કલ્પના પણ નહિ હોય કે એના અવસાન પછી માનવજાત એના પેટમાં કેવાં કેવાં ઑપરેશન કરશે! ભોમિયણ હાકુજા ત્યાર પછી અમને લઈ ગઈ આ પાર્કમાં બે વયોવૃદ્ધ વડીલ રિકવા પાસે. એકને નામ આપવામાં આવ્યું છે “જનરલ ગ્રાન્ટ સિકોયા' બીજાનું નામ છે “જનરલ શેરમાન સિકોયા'. એ બેમાં શેરમાન સિકોયા સિનિયર યાને કાલયેષ્ઠ છે. ત્રણ હજાર કરતાં વધુ વર્ષથી તે આ પાર્કમાં હસતું ઊભું છે. દુનિયામાં સૌથી વધુ આયુષ્ય ભોગવી રહેલા સિકોયા તરીકે એની ગણના થાય છે. એનું શરીર અદોદળું થઈ ગયું છે, પણ એનો કાર્ડિયોગ્રામ નૉર્મલ છે. તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. જમીન પર એના થડનો ઘેરાવો ૧૩૦ ફૂટ જેટલો છે. એના સમગ્ર લાકડાનો અંદાજ ૧,૪૦૦ ટન જેટલો મૂકવામાં આવે છે. આપણને પ્રશ્ન થાય કે આટલા બધા વનજવાળું ઉસ્તંગ વૃક્ષ ભયંકર વાવાઝોડામાં પણ ઊખડી ન જતાં પોતાની સમતુલા બરાબર જાળવીને કેવી રીતે ઊભું રહી શકતું હશે ? એનું કારણ એ છે કે સિકોયા પોતાનાં મૂળિયાંને બરાબર મજબૂત રીતે ચોમેર પ્રસરાવે છે. સમતુલા જાળવવા માટે ઊંડાણ ઉપરાંત વિસ્તાર પણ મહત્ત્વનો છે. એનાં મૂળ જમીનમાં ચાર-પાંચ ફૂટ જેટલાં નીચે જાય છે, પણ એક એકર જેટલા વિસ્તારમાં તે પ્રસરે છે. એટલે જ આવું રાક્ષસી વૃક્ષ સૈકાઓ સુધી ટટાર ઊભું રહે છે. હાકુજાએ કહ્યું કે “સિકોયા આપણને સમજાવે છે કે જીવનમાં સમતુલા જાળવવી હોય તો દઢમૂલ બનવું જોઈએ.” સિકોયા અને રેડવુડ વૃક્ષ બંને એક જ જાતિનાં ગેરુ રંગનાં દીર્ઘજીવી વૃક્ષો છે, છતાં, હાકુજાએ કહ્યું કે સિકોયા એ રેડવુડ નથી. વનસ્પતિશાસ્ત્રીઓ બંને વચ્ચેનો તફાવત બતાવે છે કે રેડવુડ વધારે ઊંચાં, પાતળાં અને ઉપરથી શંકુ આકારનાં હોય છે. તેનું આયુષ્ય વધુમાં વધુ બે હજાર વર્ષનું હોય છે. સિકોયા જાડાં અને ઉપરથી ગુચ્છાદાર હોય છે અને ત્રણ હજાર વર્ષથી પણ વધુ જીવી શકે છે. રેડવુડનાં બી ટમેટાંનાં બી જેવાં હોય છે. અને સિકોયાનાં બી મગનાં ફોતરાં જેવાં હોય છે. એક પરિપક્વ સિકોયા પર એકસાથે દસ હજારથી વધુ ડીંડવાં (cones) થાય છે અને એક ડીંડવામાં બસોથી વધુ બી હોય છે. કુદરતની કેવી કરામત છે તે તો જુઓ કે મગના ફોતરા જેટલા એક બીજમાંથી દસ લાખ કિલોગ્રામ કરતાં વધુ વજનનું લાકડું ધરાવતું સિકોયાનું વિરાટ વૃક્ષ ઉત્પન્ન થાય છે. સિકોયા પણ લાખો બી કુદરતને પાછાં આપે Page #50 -------------------------------------------------------------------------- ________________ સિકોયાની શિખામણ છે. હાકુજાએ કહ્યું, “સિકોયાનું વૃક્ષ આપણને ઉપદેશ આપે છે કે કુદરતે તમને જે પ્રેમથી આપ્યું છે તે અનેક ગણું કરીને કુદરતને પાછું આપો. ઉદાર બનો, સ્વાર્થી ન બનો. ચપટી ચપટી ન આપો, મૂઠા ને મૂઠા ભરીને અથવા ખોબલે ખોબલે બીજાને આપો.” વળી હાકુજાએ કહ્યું કે “સિકોયાનું વૃક્ષ આપણને શિખામણ આપે છે કે જીવનમાં સમતા જેવું કોઈ તત્ત્વ નથી. ઠંડી, ગરમી, વરસાદ બરફ અને કરા, વીજળી અને વાવાઝોડું, જંગલની આગ અને એવા એવા ભયંકર ઉપસર્ગો સામે જે સ્વસ્થતાથી સમતાપૂર્વક અણનમ રહે છે તે આટલું નિરામય દીર્ધાયુષ્ય ભોગવે છે. ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિનો પ્રતિકારરહિત સ્વીકાર એ જીવન જીવવાની શ્રેષ્ઠ ચાવી છે.' અમને સિકોયાની શિખામણમાં ભારતીય તત્ત્વજ્ઞાનનો ધબકાર સંભળાતો હતો. હાકુજાએ સિકોયાના જીવનમાંથી તારવેલું રહસ્ય હૃદયંગમ હતું. એની સાથેની સફર પૂરી કરી અમે સૌ માહિતી કેન્દ્રમાં આવ્યા. આ કેન્દ્રમાં ફોટાઓ, નકશાઓ, વિવિધ ચીજવસ્તુઓનું નાના સંગ્રહસ્થાન જેવું આયોજન થયેલું છે. અમે એ જોવામાં મગ્ન હતા ત્યાં માઇક ઉપર જાહેરાત થઈ : “સજ્જનો અને સન્નારીઓ ! અમારે અત્યારે પાંચ મિનિટની એક ઔપચારિક વિધિ કરવાની છે, તો આપ બધાને અમારા કાઉન્ટર પાસે પધારવા વિનંતી છે.' શી વિધિ કરવાની હશે એની ખબર નહોતી, પણ બધા પ્રવાસીઓ એકત્ર થવા લાગ્યા અને ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ત્યાં માઇકમાં જાહેરાત થઈ : “અર્ચિત અને અચિરા જ્યાં હોય ત્યાંથી કાઉન્ટર પાસે આવે.” અમે વિચારમાં પડ્યાં. અર્ચિત-અચિરાને અમે ત્યાં મોકલ્યાં એવામાં એક ઓફિસર આવ્યા. તેમણે જાહેરાત કરી : “આજે આપણે બાળકોનો જે વર્ગ લીધો હતો અને પ્રશ્નપત્રિકા આપી હતી, તે બધી અમારી પાસે આવી ગઈ છે અને તપાસાઈ ગઈ છે. અમને જણાવતા આનંદ થાય છે કે અર્ચિત અને અચિરા આ બંને બાળકોને સોમાંથી સો માર્ક્સ મળે છે. એટલે બંનેને “જુનિયર રેન્જર એવૉર્ડ મળે છે. બંનેને તે માટે અમે બિલ્લો પહેરાવીશું. પછી અચિંતન Raven Award પહેરાવવામાં આવ્યો, જેમાં Raven (કાગડો)નું ચિત્ર હતું અને અચિરાને Jay Award પહેરાવવામાં આવ્યો, જેમાં Jay (કોયલ જેવું પક્ષી)નું ચિત્ર હતું. તાળીઓના ગડગડાટથી સૌએ આ વિધિ વધાવી લીધી. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે પાર્કના અધિકારીઓનું આ કેવું દૃષ્ટિપૂર્વકનું સુંદર આયોજન ! સિકોયા પાર્કના પ્રવાસનો આ અનુભવ અમારા માટે સ્મૃતિમાં સંઘરી રાખવા જેવો બની ગયો. Page #51 -------------------------------------------------------------------------- ________________ બાડુંગનો જવાળામુખી – ટાંકુબાન પરાહુ ઇન્ડોનેશિયા એટલે સળંગ એક પ્રદેશનું નહિ પણ દ્વિીપસમૂહ(Archipelago)નું રાષ્ટ્ર. એક છેડે ભારતીય મહાસાગરમાં મલેશિયા પાસેથી શરૂ કરીને બીજે છેડે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ઑસ્ટ્રેલિયા સુધી પથરાયેલા આ રાષ્ટ્રના સાતસોથી અધિક ટાપુઓમાં સુમાત્રા, જાવા, બાલી, કાલિમંતન વગેરે મુખ્ય છે અને તેમાં પણ રાજકીય, આર્થિક અને લોકસંખ્યાની દૃષ્ટિએ જોવાનું પ્રભુત્વ છે. વીસમી સદીના પૂર્વાર્ધને અંતે બ્રિટિશ સત્તાની જેમ ડચ સત્તાને પણ એશિયામાંનાં પોતાનાં સંસ્થાનો છોડી દેવાં પડ્યાં હતાં. ડચ સત્તાની વિદાય પછી એ સંસ્થાનોની પુનરચના એટલે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા એટલે જ્વાળામુખી પર્વતોનો દેશ. ત્યાં ચારસોથી અધિક જવાળામુખી છે. માત્ર જાવામાં જ એકસોથી વધુ છે અને તેમાં પાંત્રીસ તો સક્રિય (Active) છે, એટલે કે ગમે ત્યારે ફાટે. બીજા બધા ઠરી ગયેલા છે. ગૂમડું ફાટે અને રસી નીકળી જાય પછી ત્યાં જેમ ખાડો થઈ જાય તેમ જવાળામુખી ફાટે અને લાવારસ નીકળી જાય પછી તે ઠરી જતાં ત્યાં જે મોટો કંઈક વર્તુળાકાર ખાડો થઈ જાય એને દ્રોણ (Crater) કહે છે. ઇન્ડોનેશિયાના પાટનગર અને જાવાના મુખ્ય શહેર જકાર્તા(જાકાર્તા, વાકાર્તા)થી અમારો કાર્યક્રમ બાડુંગ શહેર અને એની પાસે આવેલા જ્વાળામુખી ટાંકુબાન પરાહુ (પ્રાહુ, બરાહુ) જોવા જવાનો હતો, પણ પ્રવાસમાં કેટલીક વાર નાની સરખી પ્રતિકૂળતા કાર્યક્રમને અનિશ્ચિત બનાવી દે છે. આગલી સાંજે ચાલુ થયેલો જોરદાર વરસાદ તે દિવસે સવારે પણ ચાલુ જ હતો. પરિણામે બાડુંગનો કાર્યક્રમ અમારે માંડી વાળવો પડ્યો. ચા-નાસ્તો કરીને અમે હોટેલમાં જ નિરાંતે લટાર મારતા હતા ત્યાં સાડાનવ વાગે અમારા ગાઇડનો ફોન આવ્યો કે “વરસાદ રહી ગયો છે. હજુ પણ બાલ્ડંગ જઈ શકાય, જો તમે તરત નીકળી શકો એમ હો અને પાછા ફરતાં રાતના બાર-એક વાગી જાય એનો વાંધો ન હોય તો.” અમે મિત્રોએ માંહોમાંહે વિચાર કરીને તરત સંમતિ જણાવી દીધી. જકાર્તાથી બાડુંગનું અંતર આશરે બસો કિલોમીટરનું, પણ વચ્ચે વચ્ચે નાના રસ્તા અને ટ્રાફિક વધારે એટલે એટલું અંતર કાપતાં પણ ઘણી વાર લાગે. અમે તરત Page #52 -------------------------------------------------------------------------- ________________ બાડુંગની જ્વાળામુખી-ટાંગ્યુબાન પરાહુ ૩૫ નીકળ્યા, પણ પાંચેક કિલોમીટર સુધી તો ગાડીઓની લાંબી હાર અને દરેક સિગ્નલને સલામ કરવા થોભવાનું. વચ્ચે અમારા ગાઇડ મિ. એમાં પણ જોડાઈ ગયા. રસ્તામાં “અપૂર્વકર્તા' નામનું ગામ આવ્યું. ત્યાંથી અમે વળાંક લીધો. જાવા, સુમાત્રા, બાલી વગેરેમાં રામાયણના કાળની સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રભાવ ત્યાંનાં કેટલાંક વિશેષ નામોમાં હજુ પણ જોવા મળે છે. આ વિસ્તારમાં રબરનાં વૃક્ષો ઘણાં થાય છે. એક સ્થળે ગાડી ઊભી રાખીને અમે એ વૃક્ષોમાંથી ટપકતા દૂધને લોકો કેવી રીતે એકઠું કરી લે છે તે નજરે નિહાળ્યું. આગળ જતાં સુબાંગ નામના ગામ પાસે અમે લીલા નારિયેળનું પાણી પીધું. બે હાથમાં પકડવું પડે એટલા મોટા જંગબારી નારિયેળમાંથી ચાર-પાંચ ગ્લાસ જેટલું પાણી નીકળે. એક જ નારિયેળમાંથી આટલું બધું પાણી જિંદગીમાં ક્યારેય પીધું નથી. વળી નારિયેળ કાપવાની રીત અનોખી. ઉપર નાનું કાણું કરવામાં આવે એવું નહિ. ઉપરથી ત્રણેક ઇંચ પહોળું અને એટલું જ લાંબું ચોસલું કાપવામાં આવે કે જે ઢાંકણા જેવું કામ કરે. અંદર મૂઠી માય એટલું પહોળું. નારિયેળમાં બરફ નાખીને આપે. જોઈએ તો અંદર શરબત પણ નાખી આપે. અને એક નારિયેળના રૂપિયા કેટલા ? ત્રણ હજાર. પણ ઊભા રહો. એ ઇન્ડોનેશિયાના રૂપિયા. ત્યાંનું ચલણ રૂપિયા છે. પણ અત્યારે ત્યાં સખત ફુગાવો છે. ત્યાંના ત્રણ હજાર રૂપિયા એટલે આપણા પંદરેક રૂપિયા. ઘણું સસ્તું કહેવાય. સુબાંગના ચાર રસ્તા પાસે વડનું મોટું ઘટાદાર વૃક્ષ હતું. ગાઇડે કહ્યું, ઇન્ડોનેશિયામાં ઘણે સ્થળે જ્યાં ચાર રસ્તા ભેગા થાય ત્યાં તમને વડનું ઝાડ જોવા મળશે. ચારેબાજુ વડવાઈઓ પ્રસરાવનાર વડ અહીં એકતાના પ્રતીક તરીકે મનાય છે. એટલે ચાર રસ્તા-ચોકડી જ્યાં હોય ત્યાં વડ ન હોય તો લોકો ઉગાડે છે.” અમારી ગાડી આગળ વધતી હતી. હવે અમારે નિર્ણય લેવાનો હતો કે પહેલાં બાડુંગ જવું કે પહેલાં ગરમ પાણીના કુંડ અને જ્વાળામુખી તરફ જવું. ગાઇડે કહ્યું કે, આપણે મોડા નીકળ્યા છીએ, એટલે સાંજે પાંચ વાગે જ્વાળામુખીનો વિસ્તાર બંધ થાય તે પહેલાં આપણે ત્યાં પહોંચી જવું જોઈએ. અમારી ગાડી એ રસ્તે ચાલી. રસ્તાની બંને બાજુ નાનાં નાનાં બેઠા ઘાટનાં મકાનો હતાં. એનાં બારીબારણાં, છાપરાં, નળિયાં વગેરેમાં ડચ સ્થાપત્યનો અણસાર વરતાતો હતો. રસ્તો ઊંચે ચડતો ગયો અને ઠંડી હવાને નિમંત્રણ દેતો ગયો. અનુક્રમે પાંચેક હજાર ફૂટની ઊંચાઈએ અમે પહોંચી ગયા. આટલી ઊંચાઈ, હવા અને ફળદ્રુપ જમીન ચા ઉગાડવા માટે અનુકૂળ ગણાય. ડચ લોકો અહીં ચા લઈ આવ્યા. રસ્તાની બંને બાજુ ચાના મોટા મોટા બગીચા હતા. જ્યાં જ્વાળામુખી હોય ત્યાં નજીકમાં ક્યાંક ગરમ પાણીનાં ઝરણાં હોય જ. જમીનના પેટાળમાં રહેલા ગંધકના થરમાંથી પસાર થતું પાણી ગરમ હોય અને એમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ગંધકની વત્તીઓછી વાસ આવે જ. ક્યાંક એ પાણીને વાળી લઈને કુંડ બનાવવામાં આવે છે અને એવા કુંડ સાથે હોટેલ, કલબ કે રિઝોર્ટનો વ્યવસાય પણ વિકસે છે. ટાંકુબાન પરાહુ જ્વાળામુખી પાસે ચિઆટર નામના સ્થળે “ચિઆટર સ્પા' (Ciater Spa) નામનો રિઝોર્ટ છે. આવા રિઝોર્ટ મોંઘા હોય અને સભ્ય ન હોય તેણે તો પ્રવેશ-ફી પણ આપવી પડે. એ ભરીને પણ રિઝોર્ટમાં જવું એમ બધાએ ઠરાવ્યું, કારણ કે ફરી પાછા ક્યારે આ બાજુ અમે આવવાના હતા ? અમે ચિઆટરમાં દાખલ થયા. સંકુલનું વાતાવરણ રમણીય હતું. આસપાસ નાનામોટા ડુંગરાઓ વૃક્ષોથી આચ્છાદિત હતા. ચારેબાજુ ફળદ્રુપ, લીલાંછમ ખેતરો હતાં. વાદળિયું આકાશ અને શીતલ હવાની લહેરખીઓ હતી. એક બાજુ ખુલ્લામાં ચાર મોટા મોટા કુંડ બાજુબાજુમાં બનાવેલા હતા. કોઈ છીછરા પાણીના અને કોઈ ઊંડા પાણીના, કોઈ સાધારણ ગરમ પાણીના અને કોઈ વધારે ગરમ પાણીના. પોતાને માફક આવે એમાં સ્વેચ્છાએ નાહી શકાય. એકમાંથી બીજામાં જઈ શકાય. કેટલાક માણસો એમાં નાહી રહ્યા હતા. ગંધકવાળા ગરમ પાણીનું સ્નાન આરોગ્ય માટે સારું, પરંતુ મેં મારા મિત્રોને ચેતવ્યા કે એમાં ઝાઝો વખત ન હવાય, કારણ કે એથી માથું ભમે અને ચક્કર આવે. અમારા ગાઇડે પૂછયું કે, “તમે જો કુંડમાં સ્નાન કરવાના હો તો ડ્રાઇવર અને હું બહાર ભોજન કરી આવીએ અને નમાજ પઢી આવીએ.” અમે સંમતિ આપી. કુંડનો દરવાજો રેસ્ટોરાંમાં થઈને હતો. ત્યાં બાથરૂમ, લોકર વગેરેની સગવડ હતી. ગાઇડ તે બતાવવા આવ્યો. કુંડમાં સ્નાન કરવા માટે ટિકિટ તો અમે લીધી, પરંતુ તે માટે કૉટ્યૂમ જોઈએ તે ફક્ત મારી પાસે જ હતો. ક્લબમાં કૉટ્યૂમ મળે, પણ તે ભાડે ન મળે, ખરીદવો પડે. નવા કોમ્યુમ ખરીદાયા. તે પહેરીને કપડાં તથા પાકીટ, ઘડિયાળ વગેરે જોખમ અમે લોકરમાં મૂકી એની ચાવી કૉસ્ચમની દોરીએ બાંધી. એક મિત્રને વાર લાગે એમ હતી, એટલે એમણે પોતાનાં કપડાં-જોખમની થેલી ગાઇડને લૉકરમાં મૂકવા માટે આપી અને કહ્યું કે, “ચાવી હોજની સામેની પાળી ઉપર મૂકજો કે જેથી હોજમાંથી નીકળીને તરત લઈ શકાય.” અમે હજી તૈયાર થઈ મકાનની બહાર હોજ તરફ જવા દરવાજા પાસે પહોંચીએ ત્યાં તો અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદનું પાણી એવું ઠંડુંગાર કે હોજ સુધી પહોંચતાં જ ધૂજી જઈએ. હોજમાં હતા તે બધા બહાર નીકળી દોડીને મકાનમાં આવી ગયા. દસેક મિનિટ રાહ જોઈ પણ વરસાદ બંધ ન રહ્યો. વ્યવસ્થાપકે કહ્યું કે, “હોજમાં જવું હોય તો છત્રી લાવી આપું.” કૉટ્યૂમ ખરીદ્યા છે તે પલાળવા તો જોઈશેને ? અમે છત્રી સાથે બહાર નીકળ્યા અને છત્રી મૂકીને ઘૂંટણ સુધીના પાણીવાળા હોજમાં દાખલ થયા કે તરત જ અમારે બેસી જવું પડ્યું, કારણ કે Page #54 -------------------------------------------------------------------------- ________________ બાડુંગનો જ્વાળામુખી-ટાંગ્યુબાન પરાહુ ખુલ્લા શરીરે શીતલ વૃષ્ટિ અસહ્ય લાગતી હતી. તો પણ મસ્તકે શીતલતા અને ચરણોમાં ઉષ્ણતા એવા બે અનુભવ એકસાથે થવા લાગ્યા. મને અમારા જૈનોમાં આવતી ગંગાચાર્યની વાતનું સ્મરણ થયું. તેઓ છીછરી નદીમાં ચાલીને સામે કિનારે પોતાના ગુરુને વંદન કરવા જતા હતા ત્યારે ઉનાળાની ભયંકર ગરમીમાં ટાલવાળા મસ્તકે ઉષ્ણતા અને ચરણોમાં પાણીની શીતલતા અનુભવાતી હતી. એકસાથે બે સ્કૂલ પરસ્પર વિરુદ્ધ અનુભવો થાય, પરંતુ જૈનદર્શન કહે છે કે ચિત્તમાં એક જ સમયે બે ઉપયોગ ન હોઈ શકે. મન એટલું સૂક્ષ્મ છે અને શીધ્ર સંચરણશીલ છે, એટલે કે એક સેકંડના અસંખ્યાતમા ભાગમાં ઉપયોગ એટલા ઝડપથી બદલાય છે કે માણસને એમ લાગે કે એકસાથે બે અનુભવ થાય છે. હોજમાં અમારા મસ્તક ઉપર વૃષ્ટિપ્રહાર એટલો જોરદાર હતો કે ત્રણચાર. મિનિટથી વધુ અમે ત્યાં ટકી ન શક્યા. તરત છત્રી લઈને પાછા દોડી આવ્યા. લૉકરમાંથી કપડાં લઈ સજ્જ થઈ અમે રેસ્ટોરાંમાં ચા-નાસ્તો કરવા બેઠા. પણ અમારા એક મિત્ર આવ્યા નહિ. એમની ચાવી મળતી નહોતી. એટલે તરત ઊઠીને છત્રી લઈને અમે ચાવી શોધવા નીકળ્યા. ગાઇડે ચાવી જ્યાં મૂકી હશે ત્યાંથી વરસતા વરસાદમાં ક્યાંક તણાઈ ગઈ હશે. સ્નાનાગારને પાણીમાં અને આસપાસ બહુ તપાસ કરી પણ ચાવી મળી નહિ. રેસ્ટોરાંના કર્મચારીઓ પણ મદદે આવ્યા. ક્લબ પાસે બીજી ચાવી નહોતી. હવે લૉકર તોડવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. નિયમ મુજબ એની જે રકમ થતી હોય તે આપવા અમે તત્પરતા બતાવી. છેવટે આવા કામના અનુભવી બે વેઈટરો છરી, કાંટા અને ચમચા લઈ આવ્યા અને લાકડાના લાંકરના બારણામાં એક પછી એક ભરાવતા જઈને અંતે એવી જોરથી ભીંસ આપી કે બારણું ખૂલી ગયું. અમારી ઉપાધિનો અંત આવ્યો અને વેઇટરો બક્ષિસના અધિકારી બન્યા. હવે સવાલ રહ્યો ગુમ થયેલી ચાવીનો ચાર્જ ભરવાનો. કેટલા રૂપિયા લઈ શકાય એ વિશે કર્મચારીઓ માંહોમાંહે મસલત કરતા હતા ત્યાં અમારી ગાડી આવ્યાનો અવાજ સંભળાયો. અમે વ્યવસ્થાપકને કહ્યું, “બે મિનિટ થોભો. ગાઇડ આવતો લાગે છે. ચાવી મૂકવાની જગ્યામાં કંઈ સમજફેર થઈ હોય તો એ શોધવામાં મદદ કરશે.' ગાઇડને જોતાં જ પૂછ્યું, ‘એમી, પછી તમે લોકરની ચાવી ક્યાં મૂકી હતી ? બહુ શોધી પણ મળી નહિ. લૉકર ખોલાવવું પડ્યું.” લૉકરની ચાવી ? એ વિચારમાં પડ્યો પછી ખિસ્સામાં હાથ નાખતાં જ લૉકરની ચાવી નીકળી. કહ્યું, “ઓહ, ઉતાવળમાં હું ચાવી મૂકવાનું જ ભૂલી ગયો. ભૂલ થઈ ગઈ. માફ કરજો.” Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પાસપૉર્ટની પાંખે આમ ચાવીની સમસ્યાનો સુખદ અંત આવ્યો. અમે ચાપાણી લેતા હતા એટલી વારમાં તો વરસાદ બંધ થઈ ગયો. ઉઘાડ નીકળ્યો. જાણે અમને અટકાવવા માટે જ વરસાદે તોફાન ન મચાવ્યું હોય ! ‘જવું છે બીજી વાર નાહવા ?’ એક મિત્રે પ્રશ્ન કર્યો. ‘પણ ફરીથી ટિકિટ લેવી પડશે એનું શું ?' બીજા મિત્રે કહ્યું. ‘ના, નહિ લેવી પડે. આ ટિકિટમાં જ તમે ફરીથી જઈ શકશો.’ પાસે ઊભેલા વ્યવસ્થાપકે અમારી વાત સાંભળીને જવાબ આપ્યો. ભાગ ૩ ‘હા, એ તો ખરું, પણ કૉસ્ચ્યુમ પહેરીએ ત્યાં સુધીમાં ફરી વરસાદ નહિ પડે એની ખાતરી છે ?’ એક મિત્રે મજાકમાં કહ્યું. પણ ગાઇડ એમીની વાત મહત્ત્વની હતી. એણે કહ્યું, ‘આપણે તરત જ નીકળવું જોઈએ, નહિ તો પછી જ્વાળામુખી જોવાનું ગુમાવશું.' ક્ષણના પણ વિલંબ વિના અમે ગાડીમાં બેસી ગયા. જ્વાળામુખી ત૨ફ પ્રયાણ કર્યું. રસ્તો ચઢાણવાળો હતો. અંતર ઝાઝું નહોતું, પણ પહોંચવા આવ્યા ત્યારે પાંચ ઉપર પાંચ મિનિટ થઈ ગઈ હતી. આ વિસ્તારમાં પાંચ વાગ્યા પછી વાહનોના પ્રવેશની બંધી હતી. વાહનો અટકાવવા માટેનો રસ્તા વચ્ચેનો દાંડો પાડીને ચોકીદારે તાળું મારી દીધું હતું. એટલે અમારી ગાડી ઊભી રહી ગઈ. એવામાં પાસે જ ચોકીદાર ફરતો દેખાયો. ગાઇડે પોતાની ભાષામાં એને વાત કરી. વિદેશથી મહેમાનો આવ્યા છે અને ફરી અહીં આવવાના નથી. ફક્ત બેપાંચ મિનિટનું જ મોડું થયું છે, પરંતુ ચોકીદારની આનાકાની સકારણ હતી. ગરીબ દેશોમાં મહેરબાનીના બદલામાં મહેરબાનીની અપેક્ષા રહે જ. ગાઇડે આપેલી બક્ષિસથી તે રાજી થયો. દાંડો ઊંચો થઈ ગયો અને અમારી ગાડી જ્વાળામુખી સુધી પહોંચી ગઈ. છ હજાર જેટલા ફૂટની ઊંચાઈએ આવેલા આ જ્વાળામુખી પર્વતનું નામ છે ‘ટાંકુબાન પરાહુ’ નામ કંઈક વિચિત્ર લાગે, પણ યથાર્થ છે. ‘ટાંકુબાન' એટલે ઊંધું Upside Down. ‘પરાહુ’ એટલે હોડી અથવા વહાણ. ટાંકુબાન પરાહુ એટલે ઊંધી વળી ગયેલી હોડી. એમીએ જ્વાળામુખીનો પરિચય આપ્યો. આ જ્વાળામુખી હજુ સક્રિય છે. ૧૯૬૯માં એ ફાટ્યો હતો ત્યારે દૂર દૂર સુધી લાલચોળ લાવારસ ઊડ્યો હતો અને ઘણું નુકસાન થયું હતું. અમે એક ઊંચી જગ્યાએથી વિશાળ ઊંડા દ્રોણ-(Crater)નાં દર્શન કર્યાં. કેવી એની કરાલ ભવ્યતા ! એમાં આછા લીલા રંગનું પાણી ભરેલું તળાવ હતું. આખો ખાડો ભરાઈ જાય તો જાણે મોટા સરોવર જેવું લાગે. એમીએ અમને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ બાજુંગનો જ્વાળામુખી-ટાંકુબાન પરાહુ દ્રોણની એક બાજુના પર્વતનાં શિખરનો આકાર નિહાળવા કહ્યું. પૂછ્યું કે, “કંઈ કલ્પના કે અનુમાન કરી શકો છો ?' અમારી કલ્પના બહુ ચાલી નહિ એટલે એણે જ કહ્યું, “એમાં તમને કોઈ ઊંધી વળી ગયેલી મોટી હોડી જેવો આકાર દેખાય છે ?' હા, હવે તમે કહ્યું એટલે બરાબર ઊંધી મોટી હોડી જેવો આકાર દેખાય છે.” નીચે સરોવર અને એની ઉપર ઊંધી હોડી જેવો દેખાવ એટલે જ જવાળામુખીનું નામ પડ્યું, ‘ટાંકુબાન પરાહુ’ કેટલાક લોકો પ્રાહુ, બ્રાહુ, બરાહુ પણ બોલે છે.” આ જ્વાળામુખી વિશે – સરોવર અને હોડી વિશે એક રસિક પુરાણકથા જાવામાં છે. “તો કહોને..' અહીં ઊભાં ઊભાં એ કહેવામાં મજા નહિ આવે. ગાડીમાં હું તમને કહીશ, બાન્ડંગ છોડ્યા પછી.' અમે ચાલ્યા બાડુંગ તરફ. જ્વાળામુખીનો અધિકૃત સરકારી વિસ્તાર પૂરો થતાં જ રસ્તાની એક બાજુએ ગરીબ લોકોનાં હારબંધ ઝૂપડાં જોયાં. સક્રિય જવાળામુખીના દ્રોણની બાજુમાં ઘર કરીને રહેવું એટલે કેટલું મોટું જોખમ ! પણ દુનિયામાં ઘણે સ્થળે ગરીબ લોકો ખસતાં ખસતાં આવા જોખમી સ્થળ સુધી પહોંચી જાય છે. જ્વાળામુખી કંઈ રોજ નથી ફાટતો. પચીસ, પચાસ કે સો વર્ષે ફાટે તો ફાટે. ફાટે ત્યારની વાત છે ને. આવા વિશ્વાસ સાથે તેઓ નિર્ભયપણે રહે છે. હવે રરસ્તો નીચે ઊતરવા લાગ્યો. થોડી વારમાં અમે અઢી હજાર ફૂટની ઊંચાઈએ આવેલા બાડુંગ શહેરમાં પહોંચી ગયા. ડચ લોકોએ પશ્ચિમ જાવાના આ રળિયામણા શહેરને હવાખાવાના એક સ્થળ તરીકે વિકસાવ્યું હતું. એટલે જ “બાડુંગ એટલે જાવાનું પેરિસ', ‘બાડુંગ એટલે પુષ્પનગરી” જેવી લોકોક્તિ પ્રચલિત થયેલી છે. બાડુંગની હવા જ કંઈક જુદી છે. એ બે વાળામુખીની વચ્ચે આવેલું શહેર છે, પણ સલામત અંતરે. આ શહેરની નૈસર્ગિક રમણીયતા અને શીતળતાને કારણે જ ઇન્ડોનેશિયાના પ્રમુખ સુકર્ણોએ ૧૯૫૫માં એશિયા અને આફ્રિકાનાં સ્વતંત્ર થયેલાં રાષ્ટ્રોની પરિષદ બોલાવી હતી જેમાં આપણા જવાહરલાલ નેહરુએ મહત્ત્વની દોરવણી આપી હતી. અમે એ પરિષદના સ્થળે પહોંચ્યા. એ ભવનનું નામ છે “ગેદાંગ મરડેકા”. “મરડકા' એટલે સ્વાતંત્ર્ય અને “ગેદાંગ' એટલે ભવન. પરિષદના મહેમાનોના ઉતારા માટે સામે ત્યારે નવી હોટેલ બાંધવામાં આવી હતી “સેવોય હોમાન'. રસ્તાનું નામ પણ “એશિયા-આફ્રિકા રોડ' રાખવામાં આવ્યું છે. અમે આ બધું જોયું અને બાડુંગની પ્રખ્યાત જીન સ્ટ્રીટ પણ જોઈ. રાતના આઠેક વાગવા આવ્યા હતા. જાણે અમારા નગરદર્શનનો કાર્યક્રમ પૂરી થવાની રાહ જોતો હોય તેમ અમે ગાડીમાં બેઠા Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. વર્ષાસ્નાન કરતાં કરતાં અમારી ગાડીએ બાડુંગ છોડ્યું અને ગાઇડે ટાંકુબાન પરાહુની દંતકથા ચાલુ કરી : અત્યંત પ્રાચીન સમયમાં આ પ્રદેશનો રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો. એ પોતાના ઘોડા ઉપર ઘૂમતો હતો ત્યાં દૂરથી મધુર ધ્વનિ સંભળાયો. કોઈ સ્ત્રીનો કંઠ હતો. રાજા એ દિશામાં ત્યાં પહોંચ્યો તો અપ્સરા જેવી એક યુવતી ગાઈ રહી હતી. રાજા એને મળ્યો અને વાતચીત કરી. યુવતીનું નામ દયાંગ. એને દેવોનું વરદાન હતું કે એનું રૂપ અને એનો કંઠ કાયમ એવાં જ રહે. રાજાને યુવતી ગમી ગઈ. પરણવાની વાત થઈ. યુવતીએ સંમતિ આપી એટલે રાજા એને પોતાના નગરમાં લઈ ગયો. દયાંગ હવે રાણી બની.' પરંતુ દુર્ભાગ્યે થોડા વખતમાં જ એવી ઘટના બની કે રાજ્યમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો અને માણસો મરવા લાગ્યા. લોકોને વહેમ પડ્યો કે દયાંગના આવવાથી જ આમ થયું છે. તે અપશુકનિયાળ છે. કદાચ એણે જ રોગચાળો ફેલાવ્યો છે. લોકોના વિરોધનો વંટોળ મોટો થતાં રાજાને લાગ્યું કે દયાંગને જંગલમાં પાછી મૂકી આવું. દયાંગને વાત કરી. એણે કહ્યું, “ભલે, જેવી તમારી મરજી. પણ જંગલમાં મારો સમય પસાર થાય એ માટે કપડું, દોરી, સોય વગેરે આપો. હું બેઠી બેઠી સીવ્યા કરીશ.વળી વસ્તીમાં રહ્યા પછી હવે ત્યાં મને એકલતા લાગશે. કોઈને મોકલો કે જે મારી સાથે રહે અને મારી સંભાળ રાખે.' પણ જંગલમાં રહેવા કોણ જાય ? રાજાએ છેવટે પોતાનો એક પ્રિય કૂતરો એની સાથે મોકલ્યો. દયાંગ જંગલમાં રહેવા લાગી અને કપડાં સીવવા લાગી. કૂતરો એની સંભાળ રાખતો. એક દિવસ કપડું સીવતાં પવનનો ઝપાટો આવ્યો અને દયાંગની સોય હાથમાંથી પડી ગઈ. તે બહુ મૂંઝાઈ ગઈ. ઘણી તપાસ કરી પણ સોય મળી નહિ. થોડા દિવસ થયા અને સોય મળી નહિ એટલે એક દિવસ એણે ઉચ્ચ સ્વરે જાહેર કર્યું કે જે કોઈ મારી સોય શોધી આપશે તેની સાથે હું લગ્ન કરીશ. પણ ત્યાં સોય શોધી આરનાર કોઈ હતું નહિ. એવામાં એક દિવસ કૂતરો સોય શોધીને પોતાના મોઢામાં લેતો આવ્યો અને દયાંગના હાથમાં મૂકી. દયાંગને સોય મળ્યાનો આનંદ હતો, પણ હવે પોતાના વચનનું શું? તે વચનબદ્ધ રહેવા ઇચ્છતી હતી. એટલે એણે કૂતરા સાથે લગ્ન કર્યા અને કૂતરાને પોતાના પતિની જેમ રાખવા લાગી. કેટલાક વખત પછી દયાંગ કૂતરાથી સગર્ભા બની અને એણે એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ રાખ્યું મેંગ. પુત્ર પણ દયાંગ જેવો જ રૂપાળો અને તેજસ્વી હતો. દયાંગ, કૂતરો અને સેંગ સાથે રહેવા લાગ્યાં. એમ કરતાં સેંગ યુવાન થયો. તે રોજ કૂતરાને લઈને શિકાર કરવા જતો. એણે નિયમ લીધો કે રોજ એક શિકાર અવશ્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બાડુંગનો જ્વાળામુખી-ટાંગ્યુબાન પરા કરવો. એક દિવસ કોઈ શિકાર મળ્યો નહિ એટલે એણે પોતાના કૂતરાનો જ શિકાર કર્યો. સાંજે એ પાછો એકલો આવ્યો ત્યારે માએ પ્રશ્ન કર્યો, “કૂતરો ક્યાં ?' મેંગે ખુલાસો કર્યો કે પોતે પોતાનો નિયમ સાચવવા કૂતરાને મારી નાખ્યો છે. દયાંગને બહુ આઘાત લાગ્યો. એણે કહ્યું, “સેંગ, તે આ શું કર્યું ? આ કૂતરો તારો પિતા થાય. તેં તારા પિતાનો વધ કર્યો ?' બોલતાં બોલતાં દયાંગને ગુસ્સો ચડ્યો. એણે પાસે પડેલો, નારિયેળની અણીદાર કાચલીવાળો ચમચો સેંગના માથામાં એવો જોરથી ફટકાર્યો કે માથામાં ઊંડો ઘા પડ્યો અને લોહી નીકળ્યું. એણે સેંગને જંગલ છોડીને ચાલ્યા જવા કહ્યું. સેંગ ત્યાંથી ભાગી ગયો. એમ કરતાં ઘણાં વર્ષો વહી ગયાં, સેંગને પણ એવું દેવી વરદાન મળ્યું કે એનું રૂપ એવું જ રહે અને દેવો એને સહાય કરે. એક દિવસ સેંગ ફરતો ફરતો દયાંગ રહેતી હતી તે બાજુ આવી ચડ્યો. બંને એકબીજાને ઓળખી શક્યા નહિ. અપ્સરા જેવી દયાંગને જોતાં જ તે એના પ્રેમમાં પડ્યો. લગ્ન કરવાની વાત કરી. દયાંગે સંમતિ આપી. એ વખતે સેંગ માથું ખંજવાળતો હતો. દયાંગે કહ્યું, “તારા માથામાં જૂ પડી છે. લાવ, તને માથું ઓળી આપું.” સેંગ માથું ઓળાવવા બેઠો. એ વખતે દયાંગે સેંગના માથામાં ઘાનો ખાડો જોયો, નારિયેળની કાચલી જેવો. તે વિચારે ચડી ગઈ. જુવાન માણસના મસ્તકમાં ઘાનો ખાડો કેમ ? ત્યાં એને યાદ આવ્યું કે આ તો પોતાનો જ દીકરો છે. દયાંગ સેંગને તરત કહ્યું, “સેંગ, આપણે લગ્ન નહિ કરી શકીએ. હું તારી મા છું. તું મારો દીકરો છે.' સેંગે કહ્યું, “તે લગ્ન કરવાનું વચન આપ્યું અને તું ફરી જાય છે અને બહાનાં કાઢે છે. હું તારી સાથે લગ્ન કરીશ જ. આ મારો અફર નિર્ણય છે.” દયાંને જોયું કે સેંગ માનતો નથી, તે મક્કમ છે, એટલે એણે સેંગને કહ્યું, “ભલે સેંગ, હું તારી સાથે લગ્ન કરીશ, પણ એક શરતે. તું અહીં મને એક સરસ મોટું સરોવર કરાવી આપ અને એમાં આપણે સુખેથી રહી શકીએ એવી મોટી હોડી કરાવી આપ. તને દેવોની સહાય છે. પ્રભાતે કૂકડો બોલે તે પહેલાં બધું સંપૂર્ણ થઈ જવું જોઈએ.' સેંગે શરત મંજૂર રાખી. અંધારું થાય પછી દેવો સહાય કરવા આવે અને પ્રભાત થતાં પહેલાં ચાલ્યા જાય. સેંગની સૂચના પ્રમાણે અંધારું થતાં દેવોએ કામ ચાલુ કર્યું. દયાંગને થયું કે કામ તો ઘણું મોટું છે, પણ જો તે પૂરું થાય તો વચન પ્રમાણે પોતાને દીકરા સાથે લગ્ન કરવા પડશે. એણે અડધી રાતે આસપાસના લોકોને ઉઠાડ્યા અને કહ્યું કે તમે ઘંટી દળવાનું ચાલુ કરો અને ઘણાં બધાં લાકડાં સળગાવો. લાકડાંના અગ્નિના ભડકાથી આકાશ લાલ થઈ ગયું. વળી ઘંટીનો અવાજ આવ્યો, એટલે કૂકડા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ બોલવા લાગ્યા. કૂકડાનો અવાજ સાંભળી, હવે અજવાળું થશે એમ માની દેવો અંતર્ધાન થઈ ગયા. સેંગનું હોડીનું કામ જરાક માટે અધૂરું રહી ગયું. એટલે સેંગ નિરાશ થઈ ગયો. આ બાજુ દયાંગને થયું કે એ રખેને સેંગ કંઈ બળજબરી કરે તો ? એના કરતાં મરવું સારું. એમ વિચારી એણે સરોવરમાં પડતું મૂક્યું અને જળસમાધિ લીધી. એ જોઈ સેંગને પસ્તાવો થયો કે ‘અરેરે, મેં મારી માતા પ્રત્યે કેવી કુદૃષ્ટિ કરી. ધિક્કાર છે મને.’ એમ પશ્ચાત્તાપ કરતાં કરતાં સેંગે લાત મારીને હોડીને ઊંધી વાળી દીધી અને પોતે પણ સરોવરમાં ઝંપલાવ્યું અને જીવનનો અંત આણ્યો. ગાઇડે કહ્યું, ‘આમ, જ્વાળામુખીના શિખરનો ઊંધી હોડી જેવો જે આકાર છે તેની પાછળ આવી દંતકથા રહેલી છે. એટલે જ્વાળામુખીનું નામ ટાંગ્ગુબાન પરા — ઊંધી હોડી એવું પડી ગયું છે.' આખા દિવસનો થાક હતો, પણ ગાઇડે રસપૂર્વક કહેલી દંતકથાએ, હોટેલ ૫૨ પહોંચતાં રાતના સાડાબાર વાગ્યા તો પણ આંખનું મટકું મારવા દીધું નહિ. Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્લોનું અવનવું દુનિયાનાં કેટલાંક શાન્ત, સુંદર, સુખી શહેરોમાં નૉર્વેના પાટનગર ઑસ્તોને ગણાવી શકાય. યુરોપના દેશોમાં ઉત્તરે આવેલા નૉર્વેનું ભૌગોલિક સ્થાન વિશિષ્ટ છે. એનો ત્રીજો ભાગ ધ્રુવવર્તુળ(Arctic circle માં આવેલો છે. સખત ઠંડીના આ દેશમાં શિયાળામાં તો બરફમાં સાહસિક પ્રકારની વિવિધ રમતો રમવા ખડતલ શોખીનો નીકળી પડે. દર વર્ષે કેટલાયે ઘવાય, કોઈક મૃત્યુ પામે, પણ સાહસિકતાનો જુસ્સો ઓછો ન થાય. નૉર્વે-સ્વીડનમાં ભૌગોલિક વિસ્તાર મોટો, પણ વસ્તી પાંખી. આશરે અડધા ચોરસ કિલોમીટરે એક માણસની સરેરાશ આવે. એથી શહેરો સિવાય અન્યત્ર ઘરો છૂટાંછવાયાં. પરિણામે લોકો એકાંતપ્રિય. આ એકાંતપ્રિયતા એકલતામાં પરિણમે ત્યારે માનસિક સમસ્યાઓ ઊભી થાય, ગુનાઓ થાય. એકંદરે પ્રજા બુદ્ધિશાળી, શાન્ત, સમજુ અને ડાહી, છતાં દુનિયામાં આપધાતનું સૌથી વધુ સરેરાશ પ્રમાણ આ દેશોમાં છે. કેટલાક પ્રકારની ઘટનાઓ તો જગતમાં રોજેરોજ ક્યાંક ને ક્યાંક બનતી રહે છે, પરંતુ એ જ્યારે અમુક પ્રદેશમાં, અમુક પ્રજામાં બને ત્યારે તે આપણને નવાઈ પમાડે છે. એક વખત ઓસ્લોમાં અમે પૂરા ચોવીસ કલાક પણ નહોતા, પણ ત્યારે જે જોયું – અનુભવ્યું તે યાદ રહી જાય એવું હતું. - અમે લંડનથી સ્લો થઈને ઉત્તર નૉર્વેની સફરે જઈ રહ્યા હતા. ઑસ્તોના નવા એરપોર્ટ પર ઊતરી સ્વયંસંચાલિત ટ્રેન દ્વારા શહેરમાં અમારી હોટેલમાં પહોંચી ગયા. થોડાં વર્ષોમાં આ દેશની સમૃદ્ધિમાં કેટલી વૃદ્ધિ થઈ છે તેની ઝાંખી કરાવવા એરપોર્ટ અને ટ્રેનનો અનુભવ પૂરતો હતો. સાંજ પડવા આવી હતી, પણ ઉનાળાના દિવસો હતા એટલે અહીં જાણે હજુ બપોર હોય એવું લાગતું હતું. ઑસ્લોમાં ઉનાળામાં સૂર્યાસ્ત રાતના દસેક વાગ્યા પછી થાય. નૉર્વ- સ્વીડનની ઉત્તરે તો મધરાતે પણ સૂર્ય સામે નહિ, ઘડિયાળ સામે જોઈને ભોજન કરવા બેસવું પડે. અમારી હોટેલમાં શાકાહારી ભોજન અમને ખપે એવું નહોતું એટલે તપાસ કરીને બહાર એક રેસ્ટોરાંમાં જવાનું અમે વિચાર્યું. ટ્રામમાં બેસીને રેસ્ટોરાંની નજીક અમે ઊતર્યા. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અમે ફૂટપાથ પર ચાલતાં ચાલતાં રેસ્ટોરાંની દિશામાં જઈ રહ્યા હતા, ત્યાં મારા મિત્રે કહ્યું, “ઊભા રહો, ત્યાં કંઈ ધમાલ લાગે છે. બે માણસો રેસ્ટોરાંના દરવાજામાંથી બરાડા પાડતા નીકળ્યા. કંઈક મારામારી થઈ છે એવું અમને લાગ્યું. અમે ત્યાં જ થંભી ગયા. બંને માણસોના પહેરવેશ પરથી લાગ્યું કે તેઓ રેસ્ટોરાંના જ વેઇટ૨ હશે ! થોડીક ક્ષણોમાં ચિત્ર કંઈક સ્પષ્ટ થયું. બે વેઇટરો વચ્ચે આ મારામારી નહોતી, પણ એક વેઇટર બરાડતો હતો અને બીજો એના હાથ પકડી એને અટકાવતો હતો અને સમજાવતો હતો. બરાડિયા વેઇટરને દારૂનો નશો ચડ્યો હશે એવું એના અવાજ પરથી લાગતું હતું. શરાબી નશામાં માણસ ઉગ્ન થાય ત્યારે એનો અવાજ બદલાઈ જાય છે. એવામાં એ વેઇટરે પોતાની ટોપી કાઢીને રેસ્ટોરાંના દરવાજા તરફ એનો ઘા કર્યો. એવામાં બીજા બે વેઇટરો બહાર આવ્યા અને પેલા વેઇટરને શાન્ત પાડવા ધમાચકડીમાં જોડાયા. પણ બરાડિયો વેઇટર ઊંચો, કદાવર અને જબરો હતો. એમાં વળી મદિરાપાનના મદથી ઘેરાયેલો હતો. સાથી વેઇટરોનો વારવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને એણે પોતાનું શર્ટ કાઢીને ફગાવી દીધું. પછી એણે પોતાનું પેન્ટ કાઢવાનું શરૂ કર્યું. એમાં ઝપાઝપી ઠીક ઠીક થઈ. દારૂડિયો વેઇટર એમાં પણ ફાવ્યો અને પેન્ટ કાઢીને એણે રેસ્ટોરાંના દરવાજામાં ફેંક્યું. તે સાવ નગ્ન થઈ ગયો. એના આ કૃત્ય પરથી અને વારંવાર રેસ્ટોરાં તરફ આંગળી કરીને પોતાની ભાષામાં એ જે રીતે બરાડતો હતો એના ઉપરથી એવો અર્થ નીકળતો હતો કે નથી કરવી મારે તમારી નોકરી. લઈ લ્યો આ તમારો ડ્રેસ પાછો.' ત્રણે વેઇટરો ખસિયાણા પડી ગયા. પેન્ટ લાવીને એને ઢાંકવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ તે વ્યર્થ નીવડતો. એવામાં પોલીસની ગાડી આવી પહોંચી. બે પોલીસે નગ્ન વેઇટરને પોતાની ગાડીમાં ધકેલી દીધો અને એનો પહેરવેશ પણ અપાઈ ગયો. પોલીસની ગાડી ગઈ અને જાણે કશું બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. અમને આશ્ચર્ય એ થયું કે રાડારાડની આવી ઘટના બની, પણ જતા આવતા કોઈ પણ રાહદારી ત્યાં એકત્ર થયા નહિ. “તમાશાને તેડું ન હોય' એ કહેવત અહીં ખોટી પડી હતી, જાણે કે કોઈને કશી નિસ્બત જ નહિ. પ્રેક્ષકવર્ગમાં માત્ર અમે બે મિત્રો જ હતા. વસ્તુતઃ અમે ઘટના જોવા ગયા નહોતા, પણ અમારા માર્ગમાં તમાશો થતાં અમે ઊભા રહી ગયા હતા. ચાલતાં ચાલતાં અમે વેઇટરોને પૂછ્યું તો જાણવા મળ્યું કે એ વેઇટ૨ વસ્તુત: રેસ્ટોરાંમાં ડિશ-વૉશિંગનું કામ કરે છે. થોડા વખત પહેલાં એ ડિશ-વૉશરની પત્ની એને છોડીને બીજા કોઈ સાથે પરણી ગઈ છે. ત્યારથી એને એકલતા સાલે છે. રોજ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સ્લોનું અવનવું દારૂ પીને કામ કરવા આવે છે. આજે વધારે પડતો ઢીંચીને આવ્યો હતો. એથી વ્યવસ્થાપકોએ એને ઠપકો આપ્યો. એટલે ભાઈસા'બ નોકરી છોડીને નીકળી ગયા, એનો ટૂંકો વૃત્તાન્ત સાંભળીને મને વિચાર આવ્યો કે આ સુખી દેશમાં પણ કેવી કેવી ઘટનાઓ બને છે! રહેઠાણ, વસ્ત્રો અને ખાવાનું સુખ હોય એથી જીવનની બધી સમસ્યાઓનો અંત આવી જતો નથી. વળી વિચાર એ પણ આવ્યો કે બે માણસ ઝઘડતા હોય તો વચ્ચે પડીને તેમને છોડાવવા-સમજાવવાનું બંધુકૃત્ય કરવાનો વિચાર બધાને માન્ય નથી હોતો. જે દેશમાં પોલીસની કાર્યદક્ષ સેવા ત્વરિત હોય ત્યાં બીજાની સેવાની જરૂર નથી રહેતી. પગથિયાં ચડીને અમે રેસ્ટોરાંમાં દાખલ થયા. અંદરનું વાતાવરણ યથાવત્ હતું. જે રેસ્ટોરાંમાં થોડી મિનિટ પહેલાં ધમાલ મચી ગઈ ત્યાં એ વિશે કોઈ કશી વાત કરતું નહોતું. સૌ પોતપોતાના કામમાં મગ્ન હતા. અનિષ્ટ ઘટનાનાં કોઈ સ્પંદનો નહોતાં. વિશાળ પ્રવેશદ્વારમાં ઊભેલી વેઇટ્રેસે અમારું સમિત સ્વાગત કર્યું અને એક ટેબલ અમને બતાવી ગઈ. અમે ટેબલની આસપાસ ગોઠવાયા. એક વેઇટર આવીને અમારી શાકાહારી વાનગીનો ઑર્ડર લઈ ગયો. ઑસ્લોમાં ઉનાળામાં પણ આપણને ઠંડી લાગે. એમાં અચાનક હવામાન બદલાઈ જાય તો ઠંડી વધી જાય. એટલે અમે સ્વેટર અને ટોપી પહેરી લીધાં હતાં. અમે ટોપી કાઢીને બાજુની ખાલી ખુરશીમાં મૂકી. અમારા બગલથેલા પણ મૂક્યા. એટલામાં વેઇટ્રેસે આવીને કહ્યું, “સર, તમારી ટોપી અહીં મૂકી છે, પણ તમને વાંધો ન હોય તો હું બહાર કાઉન્ટર પર મૂકી આવું?” ના બહેન, પછી લેવાનું ભુલાઈ જાય કે બદલાઈ જાય.' “ના, એવું નહિ થાય, સર ! તમને બિલ્લો (ટોકન) આપશે એટલે બદલાશે નહિ.” ભલે, જેવી તમારી મરજી.' અમારી બંનેની ટોપી લેવાઈ ગઈ અને બિલ્લા આવી ગયા. વેઇટ્રેસે પાછું કહ્યું, સર, આ તમારી બૅગ (થેલો) પણ ત્યાં જ રખાવી દોને. લાવો તમારા બિલ્લા. એ જ બિલ્લામાં રાખશે એટલે કશી ચિંતા નહિ.” અમારા બગલથેલા લેવાઈ ગયા અને કાઉન્ટરમાં અપાઈ ગયા. અમારું ભોજન આવી ગયું. અમે શરૂ કરીએ તે પહેલાં વેઇટ્રેસે આવીને કહ્યું, “આ સ્વેટર પહેરીને Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ તમને જમવાનું ફાવશે ? ગરમી નથી લાગતી ? લાવો હું કાઉન્ટર પર મૂકી આવું. ચોળાઈ નહિ જાય. હંગરમાં ભરાવીને રાખશે.' અમે સ્વેટર ઉતારીને આપી દીધાં. ફરી બિલ્લાની એક જાવન-આવન થઈ. અમને વેઇટ્રેસ બહુ વિનયી લાગી. અમને થયું કે ઘરાકની સગવડ માટે આ લોકો કેટલું બધું ધ્યાન આપે છે ! ખરેખર, આ લોકો પાસેથી ઘણું શીખવા જેવું છે ! ભોજન પૂરું થયું. તે મોંઘું પણ અમારે માટે યોગ્ય અને સંતોષકારક હતું. બિલ આવવાની રાહ જોતા હતા ત્યાં મિત્ર કહે, “ત્યાં સુધીમાં હું બાથરૂમ જઈ આવું.” તેઓ ગયા અને તરત પાછા આવ્યા. મેં પૂછુયું, “કેમ તરત પાછા ? લાઇન લાગી છે ?' “ના, પણ એના પૈસા આપવા પડે (કોઇન નાખવા પડે) એમ છે. એટલે માંડી વાળ્યું. આપણે દસેક મિનિટમાં તો હોટેલ પર પહોંચી જઈશું, પછી વગર કારણે પૈસા શું ખર્ચવા ?' મિત્રની વાત સાચી હતી. યુરોપના કેટલાક દેશોમાં શૌચાલયોમાં પૈસા આપવા પડે છે. જ્યાં જીવનનિર્વાહનું ધોરણ ઊંચું હોય અને નિભાવ ખર્ચ વધુ હોય ત્યાં આવકના આવા રસ્તા શોધવા પડે. - બિલ ચૂકવાઈ ગયું. વેઇટર અને વેઇટ્રેસ બંનેને અમે ટિપ આપી, વિનયશીલ વેઇટ્રેસને વધુ. વેઇટ્રેસે સસ્મિત આભાર માન્યો, દરવાજા સુધી મૂકવા આવી અને અમારી વસ્તુઓ લેવાનું ભૂલીએ નહિ તેની યાદ અપાવી. બહાર નીકળતાં પ્રવેશદ્વાર પાસેના ખાંચામાં ચીજવસ્તુઓ અનામત રાખવાનો કાઉન્ટર હતો. ત્યાં અમે અમારા બિલ્લા આપ્યા. ત્યાં ફરજ પર બેઠેલી યુવતીએ કહ્યું, આના તમારે કોનર (નૉર્વેનું ચલણ) આપવાના છે.' ક્રોનર ? અમે તો સમજ્યા કે આનો કશો ચાર્જ નહિ હોય.' નહિ સર, અમારો નિયમ છે. ત્યાં જુઓ !! યુવતીએ સામે દીવાલ પર ટાંગેલું બૉર્ડ બતાવ્યું. એમાં મોટા અક્ષરે સ્પષ્ટ લખ્યું હતું. વળી ચાર્જ પણ તંગદીઠ હતો. અમારે ક્રોનર આપવા પડ્યા. અમારા મોઢામાંથી શબ્દો સરી પડ્યા, ‘વેઇટ્રેસનો વિનય આપણને બહુ મોંઘો પડ્યો !' દુનિયામાં કેટલુંક અર્થતંત્ર માણસની જાણકારીના અભાવ ઉપર નભે છે. હોટેલ પર આવીને આખા દિવસના અનુભવોની વાતો વાગોળતા અમે નિદ્રાધીન થયા. બીજે દિવસે સવારે એરપોર્ટ જવા અમે નીકળ્યા. ઉત્તર નૉર્વેમાં સરખું ખાવાનું મળે કે ન મળે એટલે થોડીક વાનગીઓ, ફળ, સૂકો મેવો વગેરે ખરીદવા રસ્તામાં એક Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૭. સ્લોનું અવનવું ૪૭ મોટી દુકાન પાસે ગાડી ઊભી રખાવી. દુકાન ખાસ્સી મોટી હતી અને ભાતભાતની ચીજવસ્તુઓ મળતી હતી, પણ તે ચલાવવા માટે એક જ યુવાન હતો. દરવાજામાં પ્રવેશતાં સામે જ એનો કાઉન્ટર હતો – દુકાન એની માલિકીની હોય એમ જણાયું. અમારી સાથે જ ખભે હેવરસેકવાળો એક યુવાન દાખલ થયો. લાંબા ભૂખરા વાળ અને ભરાવદાર દાઢીમૂછ પરથી જાણે તે કોઈ કલાકાર હોય એવું લાગ્યું. અમારી સાથે તે પણ વસ્તુઓ જોવા લાગ્યો. વચ્ચે વચ્ચે તે અમારી સામે નજર કરી લેતો હતો. અમારા ભારતીય ચહેરા, ખભે બગલથેલા, અમારી ગુજરાતી ભાષા વગેરેને કારણે સ્થાનિક લોકોને કૌતુક થાય એ સ્વાભાવિક છે. અમે વસ્તુઓ પસંદ કરી કાઉન્ટર પર પહોંચ્યા. દુકાનદાર એક પછી એક વસ્તુના ભાવ મશીનમાં દાખલ કરતો જાય, પણ વચ્ચે વચ્ચે ઊંચે જોતો જાય, જાણે કે વિચારે ન ચડી જતો હોય ! અમને થયું કે વસ્તુની કિંમતમાં કંઈ ભૂલ હશે ? કે મશીનમાં કંઈ ગરબડ હશે ? વારંવાર વિચારે પડી જતાં અમારે કહેવું પડ્યું, “ભાઈ, જરા ઉતાવળ કરો, અમારે એરપોર્ટ પહોંચવાનું છે.' પણ ઉતાવળ કરવાને બદલે, હિસાબ ગણવાનું પડતું મૂકીને એ તો કાઉન્ટરની બહાર નીકળી અમારી પાસે આવીને ઊભો અને વાતોએ વળગ્યો. એવામાં પેલો કલાકાર ઘરાક બહાર જતો હતો તેને એણે ઊભો રાખ્યો અને પોતાની ભાષામાં કંઈક કહ્યું. એને કાઉન્ટરની અંદર લઈ જઈ પોતાની બાજુમાં બેસાડ્યો. એ યુવાન દુકાનદારની સૂચના પ્રમાણે ચૂપચાપ ત્યાં બેસી ગયો. દુકાનદારે વિલંબ માટે અમારી માફી માગી. એણે પોતાનો ડાબો હાથ લંબાવી ભીંતમાં એક બટન દબાવ્યું. પછી ફટાફટ અમારો હિસાબ કર્યો એટલે અમે નાણાં ચૂકવ્યાં. એવામાં બે માણસ અમારી પાછળ આવીને ઊભા રહ્યા. અમે પાછું વળીને જોયું તો પહેરવેશ પરથી તે પોલીસ લાગ્યા. દુકાનદાર સાથે વાતચીત કરીને પોલીસે પેલા યુવાનને અટકમાં લીધો. એણે દુકાનમાંથી ચોરી કરી હતી. એની હેવરસેકમાંથી ચોરેલી વસ્તુ નીકળી. યુવાને કશી આનાકાની કરી નહિ કે બચાવ કર્યો નહિ. વસ્તુત: તે એક શબ્દ પણ બોલ્યો નહિ. પોલીસે એને પોતાના વાહનમાં બેસાડ્યો. અને તેઓ ચાલ્યા ગયા. આ બધું ચારપાંચ મિનિટમાં બની ગયું. દુકાનદારે અમારી ક્ષમા માગી. હિસાબ કરતી વખતે તે ઊંચે પોતાના કેમેરામાં જોતો હતો. ચોરી કરતાં યુવાન પકડાયો એટલે એણે પોલીસનું બટન દબાવ્યું અને બે મિનિટમાં પોલીસ આવી પહોંચી. ઘટના ચોરીની અને ચોરને પકડી જવાની બની, પણ ન કોઈ બૂમાબૂમ, ન Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કોઈ ભાગાભાગ, ન કોઈ ઇન્કાર-પ્રતિકાર, ન કોઈ ઝપાઝપી. જાણે કશું બન્યું જ નથી એમ કામકાજ ફરી ચાલુ થઈ ગયું. અમે દુકાનદારને પૂછયું, “તમારો દેશ આટલો બધો સુખી છે, તો પણ ચોરી કેમ થાય છે ?' એણે કહ્યું, “આવા કિસ્સા જવલ્લે જ બને, પણ બને છે ખરા. કેટલાક માણસોને કામ કરવું ગમતું નથી. ચોરીથી ગુજરાન ચલાવે. કેટલાકને ચોરીની આદત પડી જાય છે, જેલમાંથી છૂટીને પાછા ચોરી જ કરે. કેટલાક એકલવાયા જીવનને લીધે માનસિક રોગવાળા થઈ જાય છે અને ચોરી કરી બેસે છે. દરેક કિસ્સાની તપાસમાં કંઈ જુદો જ નિષ્કર્ષ આવે.” સમૃદ્ધ દેશોને પણ પોતાની સમસ્યાઓ હોય છે ! અમે સમયસર એરપોર્ટ પહોંચી ગયા. ઓસ્લોની ઘટનાઓએ અમને સારું વિચારભાથું પૂરું પાડ્યું હતું. Page #66 -------------------------------------------------------------------------- ________________ બુજુબુરા - સ્થાનિક ભિન્ન ભિન્ન જાતિઓ વચ્ચેની હિંસક અથડામણો ઠેઠ પ્રાચીન કાળથી થતી આવી છે. એને રોકનાર કોઈ સબળ સત્તા ન હોય તો દીર્ઘકાળ કલેઆમની પરંપરા ચાલે છે અને ભારે નરસંહાર થાય છે. એમાં જય-પરાજય જેવું ઓછું હોય છે. બંને જાતિઓ છેવટે થાકીને જંપી જાય છે. વખતોવખત આવી યાદવાસ્થળીઓ ક્યાંક ને ક્યાંક થતી રહે છે. વર્તમાન કાળમાં આવી એક યાદવાસ્થળી મધ્ય આફ્રિકાનાં રવાન્ડા અને બુરુંડી રાજ્યની બે આનુવંશિક જાતિઓ વચ્ચે ચાલી અને પાંચેક વર્ષમાં પાંચ લાખથી વધુ માણસોની કલેઆમ થઈ. તેમની આશરે પાંચ ટકા જેટલી વસ્તી ઓછી થઈ ગઈ. આ બે જાતિઓ તે વાસુસી (અથવા તુસી/કે તુત્રી) અને વાહુત (અથવા હુ0). ત્યાં બાટવા નામની ઢિંગુજીની જાતિ પણ છે, પરંતુ વૈમનસ્ય તુસી અને હુતુ લોકો વચ્ચે છે. તુસી લોકો કાળા, ઊંચા અને બુદ્ધિશાળી છે. હુતુ લોકો કાળા, ઠિંગણા અને સાધારણ બુદ્ધિશક્તિવાળા છે. તુસી લોકો હોશિયાર, શ્રીમંત અને વેપારધંધામાં આગળ વધેલા છે. રાજકારણમાં તેઓ સક્રિય છે. હુતુ લોકો ગરીબ છે, ખેતી કરે છે અને ગાય-ઘેટાં ઉછેરે છે. આપણને પ્રથમ દૃષ્ટિએ બંને જાતિના લોકો સરખા લાગે, પણ કોઈક એમની શારીરિક લાક્ષણિકતાઓનો પરિચય કરાવે તો મહાવરાથી આપણે ઓળખી શકીએ કે અમુક માણસ તુસી છે કે હુતુ. તેઓમાંના કેટલાક પોતાનો આદિવાસી ધર્મ પાળે છે. કેટલાક ઇસ્લામ ધર્મના અનુયાયી છે અને ખ્રિસ્તી મિશનરીઓના ધર્મપ્રચાર પછી ઘણા ખ્રિસ્તી થઈ ગયા છે. અલબત્ત, તેઓના લોકનૃત્યો, રીતરિવાજ ઇત્યાદિ સરખાં જ રહ્યાં છે. રવાન્ડા અને બુરુંડીમાં આશરે સિત્તેર ટકા લોકો સુત છે, પરંતુ વેપાર-ઉદ્યોગ, રાજ્યવહીવટ વગેરેમાં વર્ચસ્વ તુસી લોકોનું છે. હુતુ લોકો ઠંડા છે, પણ વીફરે ત્યારે અત્યંત નિર્દય બની શકે છે. કેટલાક વખત પહેલાં બુરુંડીમાં ચૂંટણીમાં જીતીને પ્રમુખ થનાર હુત નેતાનું કોઈક તુસીએ ખૂન કર્યું ત્યારે ઝનૂને ભરાયેલા હતુ લોકોએ પાંચ છ દિવસમાં પચાસ હજાર તુસી લોકોને મારી નાખ્યા હતા. બુરુંડી એની કૉફી માટે જગતમાં સુવિખ્યાત છે, પણ નરસંહાર માટે તે એટલું જ કુખ્યાત છે. બંને જાતિની આ સંહારની લીલામાં બીજો એક વિચાર પણ દઢ થયેલો Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ છે કે, “મારી નાખવાની તક ન મળે તો માણસને જીવનભર દુ:ખી કરી નાખો, એના એક અથવા બંને પગ કાપી નાખો.” વળી, પોતાના વિસ્તારમાં દુશ્મનોને આવતા રોકવા માટે તેમણે ઠેર ઠેર જમીનમાં સુરંગો ગોઠવેલી છે. આ સુરંગો(Land mines)ને કારણે હજારો લોકો જખી થયા છે અને પોતાના પગ ગુમાવ્યા છે. બુરુંડીમાં પગે અપંગ હોય એવા એક લાખથી વધુ માણસો છે. તુસી અને હુતુ લોકોની આ સંહારલીલા અટકાવવા માટે દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાએ દરમિયાનગીરી કરીને, બંને જાતિના નેતાઓને સમજાવીને સુલેહ કરાવી છે અને શાંતિ-સંરક્ષણ માટે પોતાના આફ્રિકન સૈનિકો આપ્યા છે. ત્યારથી આ આંતરવિગ્રહ ઠંડો પડ્યો છે, પણ અચાનક ક્યારેક નાનું મોટું છમકલું થતું રહે છે. અમારે બુરુંડી(જૂનું નામ ઉડી)ના પાટનગર બુજુસ્કુરા (જુનું નામ ઉજુબુરા) જવું હતું, પરંતુ જ્યાં સુધી સ્થાનિક પરિચિત વ્યક્તિ તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ત્યાં જવું સલામતીભર્યું ન ગણાય. અમારા મિત્ર, ભારતના નાગરિક, બે દાયકાથી ત્યાં જઈને વસેલા દવાના વેપારી, રોટેરિયન રોનાલ્ડ રસ્કિના તરફથી સંમતિ મળતાં અમે બુજુબુરા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો. મારા મિત્રો રોટેરિયનો મહેન્દ્રભાઈ મહેતા અને મનુભાઈ સંઘરાજકાએ, પોતાના ટ્રસ્ટ હેલ્પ હૅન્ડિકંપ ઇન્ટરનૅશનલ'ના ઉપક્રમે, અમેરિકા, કેનેડા, મુંબઈ અને બુજુબુરાની રોટરી ક્લબના સહયોગથી, બુરુંડીના વિકલાંગ માણસોને મફત “જયપુર ફૂટ' બેસાડી આપવા તથા અન્ય સાધનો આપવા બુજુબુરામાં માનવતાભર્યું કાર્ય ઉપાડ્યું છે અને ત્યાં તે માટે એક તાલીમકેન્દ્ર પણ સ્થાપ્યું છે. એની પ્રવૃત્તિઓ નજરે નિહાળવાની અમારી ભાવના હતી. અમે મુંબઈથી વિમાનમાં નીકળી નાઇરોબી થઈને બુજુબુરા પહોંચ્યા. ભાઈ રોનાલ્ડ એરપોર્ટ પર તેડવા આવ્યા હતા. એમની ઓળખાણ અને સુવાસ એટલી બધી કે એરપોર્ટનો એક ઑફિસર અમને દોરીને ગાડીમાં બેસાડી ગયો અને એક અમારા પાસપૉર્ટમાં સિક્કા મરાવી આવ્યો. - રોનાલ્ડની સાથે એમના બંગલે જવા અમે એરપોર્ટથી રવાના થયા. બુરુંડી પછાત દેશ છે, પણ એની ધરતી રસાળ છે. અહીંના હવામાનમાં આવકારની ઉષ્મા છે. અહીંની ધરતી પર પગ મૂકતાં જાણે આપણી માતૃભૂમિ ગુજરાતમાં હોઈએ એવો અનુભવ થયો. ગુજરાતના કોઈ માણસને કહ્યા વગર અચાનક આ ધરતી પર ફરતો મૂકવામાં આવે અને તે સમયે આફ્રિકાના કાળા લોકો ક્યાંય દેખાતા ન હોય તો એને એમ જ લાગે કે પોતે ગુજરાતની ધરતી પર ફરી રહ્યો છે. અહીં આંબાનાં વૃક્ષો પર મોટી મોટી કેરીઓ લટકી રહી છે. અહીં ઘટાદાર લીમડા છે અને વડની વડવાઈઓનો વિસ્તાર છે. પીપળો અહીં પવિત્ર વૃક્ષ તરીકે પૂજાય છે. કેસરી અને Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૧ - - - બુજુબુરા પીળાં ગુલમહોર તડકામાં હસી રહ્યાં છે. સૂર્યકિરણો ઝીલીને તુલસી પ્રફુલ્લિત બની છે. કરેણ અને ચંપો ફૂલ ખેરવે છે. તાડ અને નારિયેળી ઊંચાઈ માટે સ્પર્ધા કરી રહ્યાં છે. થોર અને પપૈયા શાખા પ્રસરાવી રહ્યાં છે. કેળ પર કેળાંની લૂમો લટકી રહી છે. બારમાસીનાં ફૂલ વાયુ સાથે રમી રહ્યાં છે. અહીં સ્વચ્છ આકાશમાંથી રેલાતો તડકો અને ધરતીની ગરમ ધૂળ પણ જાણે અમને ગુજરાતનો જ અમને અનુભવ કરાવતાં હતાં. રોનાલ્ડના બંગલે પહોંચી, ભોજન અને આરામ પછી અમે બુજુબુરામાં ફરવા નીકળ્યા. આફ્રિકાના અન્ય પ્રદેશોની જેમ અહીં પણ ગરીબી અને બેકારી ઘણી છે. કામ વગરના લાચાર માણસોને આમથી તેમ આંટા મારતા કે ક્યાંક ટોળે વળીને ઊભેલા કે નવરા બેસી રહેલા જોઈને કરુણા ઊપજે છે. બુજુબુરાની વસ્તી હાલ ચાર લાખ જેટલી છે અને સમસ્ત બુરુંડી રાજ્યની વસ્તી સાઠ લાખ જેટલી છે. લોકોની ભાષા કુરુંડી છે, પણ સ્વાહિલી બધા જ જાણે છે. યુરોપિયનોના શાસન અને વસવાટના પ્રભાવે અહીં ફ્રેન્ચ ભાષા બધા બોલે છે અને સમજે છે. અહીં ભારતીય લોકોના સહવાસને લીધે થોડાંક સુશિક્ષિતો અંગ્રેજી ભાષા પણ સમજે છે. બુજુબુરાની ભૌગોલિક સ્થિતિ લાક્ષણિક છે. ટાંગાનિકા નામના સરોવરને કિનારે આવેલું એ રળિયામણું બંદર છે. ફળદ્રુપ જમીનને કારણે કોફી, તમાકુ, કપાસ, વગેરેની ખેતી સારી થાય છે. અહીં જમીન સપાટ છે. બીજે છેડે નાના ડુંગરો છે. વાતાવરણ આંખને ઠારે એવું હરિયાળું છે. વરસાદની મોસમ વરસમાં બે વાર હોય છે. બસો વર્ષ પહેલાં ગોરા ખ્રિસ્તી ધર્મપ્રચારકો અને જર્મન સૈનિકો આ વિસ્તારમાં આવ્યા તે પહેલાં પણ બુજુર્બારા વેપારધંધાથી ધમધમતું બંદર હતું. આફ્રિકાના બીજા નંબરના સરોવર ટાંગાનિકાના કિનારે ટાંઝાનિયા, ઝાંબિયા, કાઁગો, રવાન્ડા અને બુરુંડીનાં રાજ્યો વસેલાં છે. મધ્યકાળમાં જળમાર્ગે વ્યવહાર વધુ ચાલતો અને બંદરો વિકસતાં રહેતાં. બુજુસ્કુરા અને પાસે આવેલ ઉજીજી બંદરનો વિકાસ એ રીતે થયેલો. ત્યારે અહીં વેચવાની એક મહત્ત્વની સામગ્રી કઈ હતી તે જાણો છો ? એ હતી ગુલામો. અહીં ગુલામોનું મોટું બજાર ભરાતું. ત્યારે નાણાંનું ચલણ આવ્યું નહોતું. ચીજ-વસ્તુઓની અદલાબદલી (Barter system) થતી. એક ગુલામ ખરીદવો હોય તો બદલામાં હાથીદાંત, મીઠું, માછલી, ગાયઘેટાં, અનાજ કે તેલ આપવાં પડતાં. ત્યારે આરબ મુસલમાન વેપારીઓનું અહીં બહુ જોર હતું. સરોવરમાં બંદરો વચ્ચે વહાણો દ્વારા અવરજવર ચાલુ રહેતી, એટલે બંદરોની વસતિમાં પચરંગીપણું હતું. અહીં રુંડી, વરા, ગોની, બાવરી, ન્યાસા, હાયા, સુકમા, યાઓ, કોર્ડ ઇત્યાદિ પંદરેક જુદી જુદી જાતિના લોકો આવીને વસ્યા હતા. એકલા Page #69 -------------------------------------------------------------------------- ________________ પર પાસપોર્ટની પાંખે – ભાગ ૩ અપરિણીત યુવાનો વેપારાર્થે આવતા અને વખત જતાં સ્થાનિક કન્યા સાથે લગ્ન કરીને અહીં જ વસવાટ કરતા. બુજુબુરાનું ઐતિહાસિક મહત્વ પણ છે, કારણ કે જે ખ્રિસ્તી ધર્મપ્રચારકો (મિશનરીઓ) આ પ્રદેશમાં આવ્યા તેમાંના એક હતા સુપ્રસિદ્ધ સાહસિક શોધસફરી ડેવિડ લિવિંસ્ટન (૧૮૧૩–૧૮૭૩). તેઓ સ્કૉટલૅન્ડના વતની હતા. વિદ્યાભ્યાસ કરી તેઓ દાક્તર થયા હતા, પરંતુ તબીબી વ્યવસાય છોડીને તેઓ ચર્ચમાં મિશનરી થવા માટે જોડાઈ ગયા હતા. તેમની ઇચ્છા ચીન જવાની હતી, પરંતુ ઉપરીઓએ તેમને ધર્મપ્રચાર માટે મધ્ય આફ્રિકામાં મોકલ્યા હતા. તેમનો જીવ સાહસિક પ્રવાસીનો હતો. તેમણે આ પ્રદેશોમાં ઘણી શોધખોળ કરી પોતાના અહેવાલો લખ્યા હતા. પોતાના માયાળુ સ્વભાવને લીધે તેઓ આફ્રિકનોમાં લોકપ્રિય થઈ ગયા હતા. સ્થાનિક ભાષા તેઓ બોલતા. અનેક લોકોને એમણે ખ્રિસ્તી બનાવ્યા હતા. તેમની ઇચ્છા આફ્રિકા છોડી પાછા સ્કૉટલૅન્ડ જવાની નહોતી. પછીથી ચર્ચ સાથે એમનો પત્રવ્યવહારનો સંપર્ક છૂટી ગયો હતો. એટલે ચર્ચને ચિંતા થઈ કે લિવિંસ્ટન ક્યાં છે અને જીવે છે કે નહિ. હેન્રી સ્ટેન્લી નામના પત્રકાર એમની ભાળ મેળવવા આફ્રિકા આવી પહોંચ્યા. તેમણે લિવિંસ્ટનને બુજુસ્કુરા પાસે ઉજીજીમાં શોધી કાઢ્યા. બંને બુજુસ્કુરા આવીને સાથે રહ્યા હતા અને ટાંગાનિકા સરોવરમાં સાથે સફર કરી હતી. સ્ટેન્લી પાછા ફર્યા અને લિવિંસ્ટને આફ્રિકામાં જ દેહ છોડ્યો હતો. ગોરા પાદરીઓની જેમ જર્મન સૈનિકો આ પ્રદેશમાં આવ્યા અને તેમણે રાજ્યસત્તા જમાવી. તેમણે “જર્મન ઈસ્ટ આફ્રિકા' નામના રાજ્યની સ્થાપના કરી. લગભગ સો વર્ષ તેમણે રવાન્ડા-ઉસ્ડી પર રાજ્ય કર્યું. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજ્ય થતાં લીગ ઑફ નેશન્સ બાજુમાં કૉંગોમાં રાજ્ય કરતા ફ્રાન્સ અને બેલ્જિયમને આ નાનાં રાજ્યોનું રખેવાળું સોંપ્યું. એટલે રુવાડા-ઉર્ડીની સત્તાવાર ભાષા ફ્રેન્ચ થઈ અને ચલણ “ફાક'નું ચાલુ થયું. ૧૯૬૨માં રુવાન્ડા-ઉસ્ડી બે અલગ અલગ સ્વતંત્ર પ્રજાસત્તાક રાષ્ટ્ર-રવાન્ડા અને બુરુંડી થયાં, સ્વતંત્રતા મળી, પણ ગરીબી અને ભૂખમરો એવાં જ રહ્યાં, એમાં વળી જાતિવિગ્રહે બંનેને પાયમાલ કરી નાખ્યાં. બુરુંડી-બુજુબુરામાં લોકો ગરીબ છે એટલું જ નહિ, માનસિક રીતે પછાત પણ છે. એનો દાખલો આપતાં રોનાલ્ટે કહ્યું, “મારી દુકાને લોકો દવા લેવા આવે છે. યુરોપ-અમેરિકાની દવા અમે વેચીએ છીએ. એક વખત અમે એ જ દવાઓ ભારતથી મગાવી, પરંતુ લોકો દવાનાં ખોખાંનાં કદ અને એનો રંગ જોઈને દવા લે. સુશિક્ષિત લોકને દવા વિશે સમજાવીએ અને વંચાવીએ. એને ખાતરી થાય, તો પણ ચાર ગણી મોંઘી યુરોપની દવા જ ખરીદે, પણ ભારતની દવાને અડે નહિ.' વળી રોનાલ્ટે કહ્યું, Page #70 -------------------------------------------------------------------------- ________________ બુજુબુરા ૫૩ પચાસ ટકાથી વધુ છોકરાઓ શાળામાં ભણવા જતા નથી. માબાપને પોસાતું નથી અને દરકાર પણ નથી. એટલે છોકરાઓ સાતઆઠ વર્ષના થતાં પિતાની સાથે ખેતીમાં કે મજૂરીના કામે લાગી જાય છે. જેમની પાસે એવી સગવડ ન હોય તે બેકાર રખડે છે.” બુજુબુરામાં બેત્રણ માળવાળાં મકાનો ઓછાં અને નવાં મકાનો પણ ઓછાં. આકાશ ચારેબાજુ ખુલ્લું દેખાય. ફરતાં ફરતાં અમે ટાંગાનિકા સરોવરના કિનારે પહોંચ્યા, ત્યાં લટાર મારી, ઘરે ભોજન કરી અમે નિદ્રાધીન થયા. બીજે દિવસે અમે “જયપુર ફૂટ'ના કેન્દ્રની મુલાકાત લીધી. સ્થાનિક રોટરી ક્લબના સહકારથી તથા ભારતના ટ્રસ્ટ તરફથી આ કેન્દ્ર ચલાવવામાં આવે છે. ભારતના ટેકનિશિયનોએ અહીં રહીને સ્થાનિક ટેકનિશિયનોને તાલીમ આપી છે. અત્યાર સુધીમાં બે હજાર અપંગ સ્ત્રીપુરુષોને પગ મફત બેસાડી આપવામાં આવ્યો છે. અલબત્ત દૂરના લોકો અસલામતીના ડરને લીધે જવલ્લે જ આવે છે. બપોરે ભોજન વખતે બે ગુજરાતી યુવાનોનો પરિચય થયો. આનંદ અને શાલીન બંને ભાઈઓ છે અને ગુજરાતી સારું બોલે છે. પોતે કચ્છી ભાટિયા છે ને ઘરમાં બધા કચ્છી બોલે છે. એમના દાદા સવાસો વર્ષ પહેલાં બુજુબુરામાં આવીને વસેલા. ત્યારથી તેમનું કુટુંબ બુજુબુરામાં છે. બંને ભાઈઓએ કેનેડામાં રહીને વિદ્યાભ્યાસ કર્યો, પરંતુ ત્યાંના જીવનધોરણથી આકર્ષાયા વિના પાછા બુજુબુરામાં જ આવીને રહ્યા છે અને પોતાના પિતાના વ્યવસાયમાં સારી રીતે જોડાઈ ગયા છે. હું મુંબઈ યુનિવર્સિટીનો નિવૃત્ત પ્રાધ્યાપક છું એવો રોનાલ્ડ પરિચય આપતાં આનંદ તરત જ હિંદુ મંદિરમાં સાંજે મારું વ્યાખ્યાન ગોઠવ્યું. ગામમાં અઢીસો જેટલા ગુજરાતી છે. બધાને અડધા કલાકમાં ફોનથી સમાચાર પહોંચાડી દેવાયા. સાંજે હિંદુ મંદિરમાં ગુજરાતીઓને મળવાનું થયું. બુજુબુરામાં દોઢસો વર્ષથી વસવાટ છે, પણ ભાષા, પહેરવેશ, રહેણીકરણી, ધાર્મિક-સામાજિક ઉત્સવો વગેરેમાં તેમણે પોતાનું અસલી સ્વરૂપ જાળવી રાખ્યું છે. સભામાં મેં તથા મારા મિત્રોએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા. સભા પછી એક ભાઈ મળ્યા. પોતે જૈન છે. પોતાના બંગલામાં ઘરદેરાસર છે. ત્યાં દર્શન માટે આવવા કહ્યું. જવાનું મન થયું. જઈને જોયું તો આનંદવિભોર થઈ ગયા. બંગલાની બાજુમાં સરસ મોટું મંદિર કર્યું છે. ડુંગરની ટોચ પર આલીશાન બંગલો અંદરથી પણ કેટલો વિશાળ અને સુંદર સજાવટવાળો ! એમણે કહ્યું કે એમના પિતાશ્રી ભારતમાં મહિને ત્રીસ રૂપિયાની નોકરી કરતા હતા. તે છોડીને બુજુબુરામાં આવવાનું સાહસ કર્યું. ભાગ્ય પલટાયું અને ઘણું ધન કમાયા, પણ ધર્મકરણી સાચવી રાખી છે. દર્શન, સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર ઇત્યાદિમાં તેઓની ચુસ્તતા જોઈને એમને માટે અમને બહુ માન થયું. બુજુબુરામાં દસેક જૈન Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ . પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કુટુંબો છે. વાર-તહેવારે બધાં જ એમના બંગલે આવે છે અને કાર્યક્રમોમાં સહભાગી બને છે. બુજુબુરામાં ગુજરાતની સાંસ્કૃતિક આબોહવા પણ સ્પર્શી જાય એવી છે. આપણને એમ થાય કે દુનિયાના કેવા અંતરિયાળ પ્રદેશોમાં જઈને ગુજરાતીઓ વસેલા છે ! બીજે દિવસે ગોઠવેલા કાર્યક્રમ પ્રમાણે અમે બધે ફર્યા. દૂરના વિસ્તારોમાં જવામાં સલામતી નથી એમ અમને કહેવામાં આવ્યું. સાંજે રોનાલ્ડના બંગલે બધા રોટેરિયનો માટે મિલન અને ભોજનનો કાર્યક્રમ ગોઠવાયો હતો. આફ્રિકન, યુરોપિયન અને એશિયન એમ ત્રણે ખંડના કાળા-ગોરા અને ઘઉવર્ણા મિત્રો પધાર્યા હતા. જમણ પછી જુદી જુદી મંડળીમાં ભાતભાતના વિષયો પર વાતો ચાલી. આવા મિલનમાં જવાની ઉતાવળ ન હોય. મોડી રાત સુધી પાર્ટી ચાલે, પરંતુ વાતચીતો ચાલતી હતી ત્યાં કોઈક બોલ્યું, “અરે, અગિયાર વાગી ગયા.' “અગિયાર ? તો ઊઠીએ બધા ! બે મિનિટમાં તો બધા વાત પડતી મૂકીને ઊભા થઈ ગયા. દરેકના પગમાં ઉતાવળ હતી. બીજી બે મિનિટમાં તો પોતપોતાની ગાડીમાં બેસી સૌ રવાના થઈ ગયા. અમે આશ્ચર્યથી જોઈ રહ્યા. “કેમ બધા દોડ્યા ?' અમારાથી સહજ પુછાઈ ગયું. રોનાલ્ટે કહ્યું, “રાતનો કરફ્યુ છે માટે.” કરફ્યુ ? પણ કંઈ રમખાણ વગર.' હા, અહીં વર્ષોથી એમ જ ચાલે છે. બુજુબુરા હાલ સલામત છે. તો પણ કરફ્યુ જરૂરી છે. બહારગામ તો અંધારું થતાં સંચારબંધી થઈ જાય છે. ઘણાં વર્ષથી આ પ્રમાણે ચાલે છે. સલામતી માટે એ અનિવાર્ય છે.' અમે વિચારે ચડી ગયા. રવાન્ડા અને બુરુંડી કેટલા બધા નાના નાના દેશ છે. છતાં આનુવંશિક અથડામણોને કારણે સતત સંચારબંધીમાં જીવતી પ્રજાનો વિકાસ કેવી રીતે થાય ? વિકાસની વાત તો દૂર રહી. “જયપુર ફૂટની વાત કરીએ તો આપનારને મફત પગ બેસાડી આપવા છે અને લેનારને મફત જોઈએ છે, પણ વિધિની વિચિત્રતા કેવી છે કે સલામતીના અભાવે આપનારા બુજુબુરાની બહાર જઈ શકતા નથી અને લેનારા આવી શકતા નથી. ગરીબી અને ભૂખમરો, શારીરિક વિકલતા અને સલામતીની ચિંતા, જાણે અભિશાપ હોય તેમ, પ્રજાને કેવી કચડી નાખે છે ! Page #72 -------------------------------------------------------------------------- ________________ બોરોબુદુર અન્નવસ્ત્રાદિની લાલચ દેખાડ્યા વિના કે શસ્ત્રોનો ભય બતાવ્યા વિના, અહિંસા, પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને ધર્મનો પ્રચાર કરવામાં બૌદ્ધ ધર્મ દુનિયામાં મોખરે રહ્યો છે. એક કાળે ચીન, જાપાન અને કોરિયા સહિત સમગ્ર એશિયામાં બૌદ્ધ ધર્મ પ્રસરી ગયો હતો. એમાં રાજ્યાશ્રયે પણ મહત્ત્વનું કાર્ય કર્યું હતું. નાનાંમોટાં બૌદ્ધ મંદિરો તો દુનિયામાં સેંકડો છે, પરંતુ ઉત્તુંગ, વિશાળ, સ્થાપત્યકળામાં અનન્ય ભાત પાડનારાં પ્રાચીન બૌદ્ધ મંદિરોમાં, ચીન-જાપાનનાં મંદિરો ઉપરાંત બ્રહ્મદેશનું સ્વડેગોન પેગોડા, કંબોડિયાનું અંગકોરવાટ અને ઇન્ડોનેશિયાજાવાનું બોરોબુદુર મશહૂર છે. બોરોબુદુરનાં દર્શન કરવાની ઇચ્છા તો ઘણા વખતથી હતી પણ તેવો કોઈ સુયોગ સાંપડતો નહોતો. એક વખત બાલીમાં અમે હતા ત્યારે અચાનક એવો અવસર પ્રાપ્ત થયો. બાલીથી જકાર્તા જતાં વચ્ચે જગ્યાકાર્તા ઊતરવાનું અમે નક્કી કર્યું કે જેથી ત્યાંથી બોરોબુદુર જઈ શકાય. બોરબંદુર ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં જગ્યાકાર્તા શહેરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલું છે. ઇન્ડોનેશિયાની ભાષા ઉપર સંસ્કૃત ભાષાનો પ્રભાવ ઘણો રહ્યો છે. કર્તા એટલે સ્થળ અથવા નગરી. જયકર્તા એટલે વિજયનું સ્થળ – A place of Victory. જયકર્તાનું કાળક્રમે જકાર્તા – જાકાર્તા (ઇન્ડોનેશિયાનું પાટનગર) થઈ ગયું. જગ્યાકાર્તામાં જગ્યા એટલે અયોધ્યા, જ્યાં યુદ્ધ ન થાય તે. કર્તા એટલે નગરી. જગ્યાકાર્તા એટલે શાન્તિની નગરી, અમે જગ્યાકાર્તા પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા અમારા ગાઇડ-મિત્ર હાજર હતા. એમનું નામ ઇગ્નેશિયસ. તેઓ સુશિક્ષિત અને સંસ્કારી હતા. જાતે ખ્રિસ્તી હતા, પણ હિંદુ, બૌદ્ધ અને ઇસ્લામ ધર્મની પણ સારી જાણકારી ધરાવતા હતા. એમની સાથે અમે ગાડીમાં બોરોબુદુર પહોંચ્યા. ચિત્રમાં જોયેલા મંદિરનાં દૂરથી સાક્ષાત્ દર્શન કરતાં એક વિશિષ્ટ અનુભવ થયો. અમે ધન્યતા અનુભવી. મંદિરનાં દર્શન તો થયાં, પણ મારાથી ઉપર ચડાશે કે કેમ તે વિશે દહેશત હતી, કારણ કે આગલે દિવસે જ મને કમરમાં અસહ્ય દુખાવો ઊપડ્યો હતો. જેવા અમે ગાડીમાંથી ઊતર્યા કે ઘણાં બધાં ફેરિયા-ફેરિયણ અમને વીંટળાઈ વળ્યાં, પોતપોતાની વસ્તુઓ વેચવા માટે. ચિત્રો, ફોટાઓ, પુસ્તિકાઓ, બોરોબુદુરના Page #73 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ નામવાળાં ટી-શર્ટ, સ્કાર્ફ, યાદગીરી માટેની ચીજવસ્તુઓ વગેરે ખરીદવા માટે તેઓ આગ્રહ કરવા લાગ્યાં. કોઈકને એમાં ત્રાસ લાગે અને કોઈકને ભાવતાલ કરવાની મઝા આવે. ફેરિયાઓ પહેલાં ચારપાંચ ગણો ભાવ કહે અને પછી પાછળ પાછળ ચાલે અને ભાવ ઘટાડતા જાય. કોઈ પણ વસ્તુમાં રસ બતાવો અથવા એના ભાવ પૂછો એટલે તે ફેરિયો કેડો ન મૂકે. અમારા એક મિત્રે શર્ટના અમસ્તાં ભાવ પૂગ્યા. એટલે એ ફેરિયણ બાઈ ફર્લાગ સુધી, ઠેઠ મંદિરનાં પગથિયાં સુધી પાછળ પાછળ સતત ભાવ બોલતી-ઘટાડતી આવી અને છેવટે નિરાશ થઈ. ઇગ્નેશિયસ સાથે મારા મિત્રો પગથિયાં ચડવા લાગ્યા. મેં કહ્યું, ‘તમે જાઓ; મને કમરમાં દર્દ છે એટલે મારાથી અવાશે તો આવીશ.' પછી મનમાં શાન્ત ચિત્તે પ્રાર્થના કરી અને ધીમે ધીમે એક એક પગથિયું ચડવા લાગ્યો. દસ-બાર પગથિયાં ચડતાં તો કમરનો દુખાવો જાણે કિટ્ટા કરીને મોઢું ફેરવી ગયો હોય એવું લાગ્યું. પછી તો મિત્રોની સાથે હું થઈ ગયો એથી તેઓને પણ આનંદ થયો. અમે મંદિરના પ્રથમ પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા. મંદિર વિશે ઇગ્નેશિયસે સારી માહિતી આપી. બોરોબુદુરનું આ મંદિર ઈસવી સનના સાતમા-આઠમા સૈકામાં બંધાયેલું છે. ઈ. સ. ૭૩રના શિલાલેખમાં શૈલેન્દ્ર વંશના બૌદ્ધ ધર્મી રાજાઓની નામાવલિ છે. આશરે સવાસો ફૂટ ઊંચા, પચાસ હજાર ચોરસ ફૂટમાં પથરાયેલા આ મંદિરની આકૃતિ લંબચોરસ પ્રકારની છે. એના ચારે ખૂણા બરાબર ચારે દિશામાં છે. ચારેબાજુ વચ્ચે પ્રવેશદ્વારમાં દ્વારપાલ તરીકે સિંહનાં મોટાં પૂતળાં છે. ચારે દરવાજે ચડવા-ઊતરવા માટે ઠેઠ સુધી પહોળાં પગથિયાં છે. આ વિસ્તારમાં જ્વાળામુખી પર્વતો હોવાથી મંદિરના બાંધકામમાં જ્વાળામુખીનો જ ભૂખરો પથ્થર વપરાયો છે. મંદિરમાં લંબચોરસ ઘડેલા એવા વીસ લાખ પથ્થરોનો ઉપયોગ થયો છે એ ઉપરથી એની રચનાની વિશાળતા અને નક્કરતાનો ખ્યાલ આવે છે. બારસો વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મનું અતિવિશાળ ભવ્ય મંદિર અહીં થયું એ ઉપરથી એ કાળે બૌદ્ધ ધર્મનો કેટલો બધો પ્રભાવ અને પ્રચાર આ પ્રદેશમાં હશે તેનું અનુમાન થઈ શકે છે. બોરોબુદુર શબ્દ “બિહાર' (વિહાર) અને “બેહુદુર' એ બે શબ્દનો બનેલો મનાય છે. “વિહાર' એટલે મંદિર અથવા મઠ અને “બેહુદુર' એટલે ડુંગર પરની સપાટ જગ્યા. બોરોબુદુર એટલે ડુંગર પરનું ધાર્મિક સ્થળ. અહીં એક શિલાલેખમાં એ માટે “ભૂમિસંભાર' શબ્દ પ્રયોજાયો છે. બોરોબુદુર મંદિર હોવા છતાં તે પ્રણાલિકાગત મંદિર નથી; વસ્તુત: તે સ્તૂપ છે. સૂપના પ્રકારની તે એક ભવ્ય રચના છે. મંદિરોમાં ભક્તિ-પ્રાર્થનાદિ માટે વિશાળ ખંડ કે રંગમંચ હોય છે તેવું બોરોબુદુરમાં નથી. અહીં ક્યાંય માથે છત નથી. આવી Page #74 -------------------------------------------------------------------------- ________________ -- -- -- -- --- - બોરોબુદુર પ૭ વિરાટકાય ઇમારત છે છતાં એકસાથે સો-બસો માણસ પલાંઠી વાળીને બેસી શકે એવી સમચોરસ કે લંબચોરસ કોઈ જગ્યા નથી. બોરોબુદુરના આ સૂપની રચના “મંડલ'ના આધારે કરવામાં આવી છે. બૌદ્ધ દર્શનવિદ્યાને મંડલ દ્વારા આકૃતિના સ્વરૂપે દર્શાવાય છે. આ સ્તૂપના પાયાની આકૃતિમાં પણ તાંત્રિક રહસ્ય રહેલું છે. કેટલાંક પગથિયાં ચડી અમે ઉપર ગયા તો પ્રદક્ષિણાપથ કે ભમતી જેવી રચના આવી. ઇગ્નેશિયસે સમજાવ્યું કે આ પ્રદક્ષિણાપથમાં પણ વ્યવસ્થાક્રમ રહેલો છે. આવી ખુલ્લી પહોળી ચાર ભમતીની દીવાલોમાં અંદરની બાજુ આપણે જોઈ શકીએ એવું ભારોભાર શિલ્પકામ થયેલું છે. એમાં બૌદ્ધ ધર્મગ્રંથો “લલિત વિસ્તરા', “જાતક' વગેરેમાંથી વિવિધ કથાપ્રસંગો કોતરવામાં આવ્યા છે. તદુપરાંત બોધિસત્ત્વના જીવનપ્રસંગો, ભગવાન બુદ્ધની વિવિધ મુદ્રાઓ વગેરે ઘણુંબધું એમાં બતાવવામાં આવ્યું છે. અહીં ચાર માળની ચાર પ્રદક્ષિણાપથની દીવાલોમાં આશરે દોઢ હજાર જેટલી પેનલ છે અને દરેકનો વિષય જુદો છે. પ્રથમ પ્રદક્ષિણાપથમાં “કામધાતુ' અવસ્થાનું, બીજામાં “રૂપધાતુ' અવસ્થાનું અને ત્રીજા-ચોથામાં “અરૂપધાતુ' અવસ્થાનું નિરૂપણ થયેલું છે. રસ હોય, જાણકારી હોય અને સમયની નિરાંત હોય તો અદ્ભુત આનંદાનુભવ કરાવનારી એમાં સામગ્રી છે. અમે પહેલા માળ કે ગઢની “કામધાતુ' નામની ભમતીમાં ફરીને બીજા માળે ગયા, સ્થૂલ ભૌતિક કામભોગના જીવનમાંથી સૂક્ષ્મ આધ્યાત્મિક જીવન એટલે કે, અરૂપધાતુ' સુધી જવાનું લક્ષ્ય હોવું જોઈએ. ચાર મંડલરૂપ ચાર ભમતી પૂરી કરી અમે ઉપર પહોંચ્યા. ત્યાંનું તો દૃશ્ય જ કંઈક અનેરું છે. આટલું ચડતાં થાક નથી લાગતો અને લાગ્યો હોય તો એને હરનારી હવા આવી પહોંચે છે. ચારેબાજુ ખુલ્લા આકાશમાં રહેલું વાયુમંડળ ચિત્તને પ્રસન્નતાથી છલકાવી દે છે. અહીં સ્તૂપોના પ્રદેશમાં આપણે પ્રવેશીએ છીએ. અહીંની રચના હવે લંબચોરસ નહિ પણ લંબવર્તુળના પ્રકારની છે. એક પછી એક એવી ચડતા ક્રમે ત્રણ હારમાં બોતેર મોટા સ્તૂપ છે. આ બોતેર તૂપ સમયની ઘટમાળના પ્રતીકરૂપ છે એમ મનાય છે. અન્યત્ર જોવા મળે તેના કરતાં આ સ્તૂપોની લાક્ષણિકતા અનોખી છે. અહીં બૌદ્ધ ધર્મની શાખા-સમન્વયની ભાવનાની અભિવ્યક્તિ થયેલી છે. બૌદ્ધ ધર્મની મુખ્ય બે શાખા છે : હીનયાન અને મહાયાન. હીનયાન શાખા ભગવાનની મૂર્તિ બનાવવામાં નથી માનતી. તે સૂપમાં માને છે. મહાયાન મૂર્તિમાં માને છે. અહીં સ્તૂપો છે અને પ્રત્યેક સ્તૂપની અંદર મૂર્તિ પણ છે. આ એની સમન્વયની વિશિષ્ટતા છે. સૂપની અંદર મૂર્તિ હોય તો એનાં દર્શન કેવી રીતે થાય ? એ માટે સ્તૂપની દીવાલોને જાળી જેવી કરવામાં આવી છે. એમાં ચૉકટના આકારનાં મોટાં કાણાં છે. નજીક જઈને એમાંથી જોઈએ તો અંદર ધ્યાની બુદ્ધનાં દર્શન થાય. આ ચોંકટ કાણાં (ક્યાંક ચોરસ કાણાં પણ છે) પણ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ કલાત્મક રીતે કરવામાં આવ્યાં છે. ચાર ચાર ચૉકટનાં લહેરિયાં છે. નીચે કમળની પાંદડીઓવાળા આ સ્તૂપોની વર્તુળાકાર ગોઠવણીમાં કોઈ સાંકેતિક રહસ્ય રહેલું છે. આ ત્રણ વર્તુળોની વચ્ચે વિશાળ, ઉત્તેગ કેન્દ્રસ્થ સ્તૂપ આવેલો છે. ઉપર ચડતો ચડતો યાત્રિક છેવટે આ સર્વોચ્ચ મધ્યસ્થ સ્તૂપનાં દર્શન કરીને કૃતાર્થ થઈને નીચે ઊતરે છે. બોરોબુદ્રમાં સ્તૂપોમાં પ્રદક્ષિણાપથમાં અને બહાર ગોખલાઓમાં ભગવાન બુદ્ધની વજસત્ત્વ બુદ્ધ, વૈરોચન બુદ્ધ અને ધ્યાની બુદ્ધની એમ મળીને કુલ ૫૦૫ જેટલી પ્રતિમાઓ હતી, જેમાંથી હાલ ચારસોથી ઓછી પ્રતિમા રહી છે અને એમાં અખંડિત પ્રતિમાઓ તો ત્રણસોથી પણ ઓછી છે. આટલું બધું નષ્ટ થયું હોવા છતાં બોરોબુદુર હજુ સમૃદ્ધ છે. બાર સૈકા જેટલા કાળપ્રવાહમાં એણે ઘણી કડવીમીઠી અનુભવી છે. એણે અજ્ઞાતવાસ પણ સેવ્યો છે. ખેડૂત અને એના ખેતર માટે જેમ કહેવાય છે કે મોર (પક્ષીઓ) ખાય, ઢોર ખાય, ઉંદર ખાય, ચોર ખાય તોય પેટ ભરીને ખેડૂત ખાય એટલું અનાજ ખેતરમાં ઊગે. બોરોબુદુરની કેટલીયે પ્રતિમાઓ વિધર્મીઓએ નષ્ટ કરી છે, કેટલીક ચોરો ઉઠાવી ગયા છે, કેટલીક બીજાને ભેટ આપી દેવાઈ છે, કેટલીક વીજળી કે ધરતીકંપમાં નષ્ટ થઈ છે તો પણ યાત્રિકોનું હૈયું હરખાઈ જાય એટલી બધી પ્રતિમાઓ હજુ ત્યાં રહેલી છે. એમ જાણવા મળે છે કે આ મંદિરની પ્રતિષ્ઠાવિધિ થઈ હતી ત્યારે સર્વોચ્ચ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધની નકરા સોનાની નાની પ્રતિમા પધરાવવામાં આવી હતી, પરંતુ ડચ શાસનકાળ દરમિયાન કોઈક ડચ અધિકારીએ સ્તૂપમાં બાકોરું પાડી એ પ્રતિમા કાઢી લીધી હતી અને મંદિરની કોઈક જગ્યાની પથ્થરની એક મૂર્તિ ખસેડીને ત્યાં મૂકી દીધી હતી. બીજા એક ડચ અમલદારે કેટલીક મૂર્તિઓ અને કલાકૃતિઓ કઢાવીને, નવ ગાડાં ભરીને સિયામના રાજાને ઈ. સ. ૧૮૯૬માં ભેટ આપી દીધી હતી. લાગે છે કે યંત્ર-તંત્રના રહસ્ય અનુસાર બોરોબુદુરના મંદિરનો નકશો તૈયાર કરવામાં બૌદ્ધ ધર્મગુરુઓ અને ઘણાબધા સ્થપતિ-શિલ્પી કલાકારોની કલ્પનાશક્તિએ કામ કર્યું હશે. મંદિરના સર્જનમાં મૌલિકતા, કલાત્મક સામંજસ્ય અને ધાર્મિક ઔચિત્ય ભારોભાર રહેલાં છે, એટલું જ નહિ, એકસાથે અનેક દર્શનાર્થીઓ આવે તો એમની સુખેથી અવરજવર થઈ શકે એવી વ્યવહારુ દૃષ્ટિ પણ એમાં રહેલી છે. પ્રાચીન કાળમાં રાજ્યાશ્રય વિના આવાં ભવ્યાતિભવ્ય ધર્મસ્થાનકોનું બાંધકામ થઈ ન શકે. આટલી બૃહદૂકાય ઇમારત બાંધતાં વર્ષો લાગ્યાં હશે એ સુનિશ્ચિત છે, પરંતુ કયા રાજાને આ મંદિર બાંધવાનો ભાવ થયો હશે અને એમને કોણે પ્રેરણા આપી હશે તે વિષે નિશ્ચિતપણે કશું જાણવા મળતું નથી. એમ મનાય છે કે દોઢ-બે સૈકા સુધી બોરોબુદુરની જાહોજલાલી બરાબર Page #76 -------------------------------------------------------------------------- ________________ બોરોબુદુર જળવાઈ હશે, પરંતુ પછી કંઈક એવું બનતું રહ્યું હશે કે જેથી લોકો સ્થળાન્તર કરી ગયા હશે. કેટલીક અટકળો થાય છે. મંદિર પર મુસલમાનોનાં આક્રમણ ત્યારે હજુ ચાલુ થયાં નહોતાં. સંભવ છે કે પાસે રહેલો જ્વાળામુખી ફાટ્યો હોય કે ભયંકર ધરતીકંપ થયો હોય. મંદિરનાં દર્શન કરવા જતાં એક યુવાન રાજકુમારનું હૃદય બંધ પડતાં અવસાન થવાથી લોકો વહેમાઈ ગયા હોય અથવા શૈલેન્દ્ર વંશનો અંત આવ્યો હોય. ગમે તેમ, પણ બોરોબુદુરની પડતી ચાલુ થઈ ગઈ. થોડા વખતમાં તો તે એક નિર્જન સ્થળ બની ગયું અને આસપાસ ઊગેલાં ઝાડીઝાંખરાંમાં એ અવરજવર વિનાનું બની ગયું. સૈકાઓ સુધી તે અજ્ઞાત રહ્યું. બોરોબદરના અસ્તિત્વની યત્કિંચિત્ જાણકારી આસપાસના ગ્રામીણ લોકોને રહ્યા કરી હશે, પણ એને ૧૮૧૪માં અજવાળામાં લાવનાર હતા અંગ્રેજ ગવર્નર સ્ટેમ્ફર્ડ રાફેલ્સ. એમના પ્રયાસોથી ત્યાં સાફસૂફી અને મરામત થવા લાગી. એના યાત્રા-પ્રવાસ માટે સુવિધાઓ વધવા લાગી અને ફરી પાછું બોરોબુદુર જીવતું જાગતું બની ગયું. ઇન્ડોનેશિયાને સ્વતંત્રતા મળ્યા પછી પહેલા પ્રમુખ ડૉ. સુકર્ણના પ્રયાસથી યુનેસ્કોએ એને આંતરરાષ્ટ્રીય સ્મારક તરીકે સ્વીકૃતિ આપી અને એની જાળવણી માટે મોટી રકમ ફાળવી. ત્યારથી બોરોબુદુરનો પુનરુદ્ધાર થયો. અહીં એક બોધિવૃક્ષ વાવવામાં આવ્યું અને દર વૈશાખી પૂર્ણિમા(ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન અને નિર્વાણનો આ એક જ દિવસ છે)એ અહીં મેળો ભરાય છે, શોભાયાત્રા નીકળે છે અને ઉત્સવ થાય છે. બધા જ એમાં ભાગ લે છે. જાવા એક એવો ટાપુ છે કે જ્યાં હિંદુઓ, બૌદ્ધો, મુસલમાનો અને ખ્રિસ્તીઓ સાથે સંપથી રહે છે અને બધાનાં ધર્મસ્થાનકો ત્યાં આવેલાં છે. આકાશ ભરીને ઊભેલું બોરીબંદુરનું મહાકાય મંદિર જોઈને અમે નીચે ઊતર્યા. ત્યાં તો શર્ટ વેચનારી પેલી બાઈ મારા મિત્રને યાદ રાખીને દોડતી આવી અને ખરીદવા માટે કરગરવા લાગી. એમ કરતાં તે ઠેઠ ગાડી સુધી આવી. ગાડીમાં બેસતાં મેં મિત્રને કહ્યું, “આપણને શર્ટની જરૂર નથી. પણ ભાવ પૂછયા છે તો આપણે બિચારીને ખટાવવી જોઈએ. આ કોઈ મોટી વિસાત નથી.' મિત્ર માની ગયા અને ગાડીમાંથી નીચે ઊતર્યા, પણ એટલી વારમાં તે બાઈ છેવટે નિરાશ થઈને ગિરદીમાં ક્યાં ચાલી ગઈ તે ખબર ન પડી. ગરીબોનાં પ્રારબ્ધ પણ કેવાં હોય છે ! અંતરાયકર્મ કેવું કામ કરે છે ! બોરોબુદુરનું આરોહણ કરતાં મારી કમરનો દુખાવો પોતે એવો ગભરાઈ ગયો કે પાછા ફરવાનું એણે નામ ન લીધું. પવિત્ર ધર્મસ્થાનકોનો પ્રભાવ દેહ અને ચિત્ત પર કેવો પડે છે તે મને જાતે અનુભવવા મળ્યું, તો પછી આત્મિક શક્તિ ખીલવવામાં તે મોટું નિમિત્ત કેમ ન બની શકે ? Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મકાઉ દક્ષિણ ચીનના પશ્ચિમ કિનારે પેસિફિક મહાસાગરમાં પાસે પાસે આવેલાં બે ભૂતપૂર્વ યુરોપીય સંસ્થાન (Colony)તે અંગ્રેજોનું હૉંગકૉંગ અને પૉર્ટુગીઝોનું મકાઉ (મકાઓ), પરંતુ બંનેની ભાત નોખી નોખી. યુરોપમાં ઇંગ્લૅન્ડ અને પૉર્ટુગલ નજીકના દેશો, છતાં બંનેની ભૌગોલિક ખાસિયતો જુદી, હવામાન જુદાં, ભાષા જુદી, રહેણીકરણી અને શોખ જુદાં જુદાં, એનો પ્રભાવ જેમ એના સમાજજીવન પર પડ્યો છે તેમ એનાં સંસ્થાનોના વહીવટ ઉપર પણ પડ્યો છે. એટલે જ બહારની દુનિયામાં હૉંગકૉંગ જેટલું મશહૂર થયું એટલું મકાઉ ન થયું. અંગ્રેજોએ મુંબઈની જેમ હૉંગકૉંગને જેટલું વિકસાવ્યું તેટલું પૉર્ટુગીઝોએ જેમ ગોવાને તેમ મકાઉને પણ ન વિકસાવ્યું. મકાઉ મુખ્યત્વે દ્યૂતનગરી-કેસિનોની નગરી તરીકે પંકાયેલું છે, પણ તે ઉપરાંત પણ ત્યાં ઘણુંબધું જોવાનું છે. જેમને ઇતિહાસ અને ભૌગોલિક રચનામાં રસ હોય, શિલ્પસ્થાપત્ય અને જીવનશૈલી વિશે જાણવાની ઇચ્છા હોય તેમણે પાંચસો વર્ષ પુરાણા, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયરૂપ, પાંચ લાખની વસ્તીવાળા આ દ્વીપનગરની મુલાકાત લેવા જેવી છે. વસ્તુત: મકાઉ દ્વીપ નહિ, પણ દ્વીપકલ્પ (Peninsula) છે, કારણ કે એનો એક છેડો ચીનના તળપ્રદેશને અડેલો છે. મારે હૉંગકૉંગ કેટલીક વાર જવાનું થયું હતું, પરંતુ મકાઉની મુલાકાતનો અવસર સાંપડ્યો ન હતો. એક વખત અમે હૉંગકૉંગમાં હતા ત્યારે મારા મિત્રે સૂચન કર્યું કે વચ્ચે એક દિવસ મળે છે તો મકાઉ જઈ આવીએ તો કેમ ? મકાઉના કેસિનો જોવા હોય, જુગા૨ ૨મવો હોય તો ત્યાં રાત રોકાવું પડે, પરંતુ અમને એમાં રસ નહોતો. એટલે અમે ફક્ત દિવસની ટુર પસંદ કરી. મકાઉ માટે ફક્ત પાસપૉર્ટની જરૂ૨; વીઝાનો સિક્કો તો ત્યાં એરપૉર્ટ કે બંદર ઉપર જ મારી આપવામાં આવે છે. અમે વહેલી સવારે હૉંગકૉંગના બંદર પર પહોંચી ગયા. અમારી ટુરમાં જુદા જુદા દેશના પચાસેક પ્રવાસીઓ હતા. સ્ટીમરમાં બેસી થોડા કલાકમાં અમે મકાઉના બંદરે ઊતર્યા. ત્યાં ઇમિગ્રેશન વિભાગમાં પાસપૉર્ટમાં સિક્કો મરાવી અમે બહાર આવ્યા ત્યારે અમારું સ્વાગત કરવા અમારી મહિલા ગાઇડ ઊભી હતી. એણે પ્રવાસીઓની સંખ્યાની ગણતરી કરી લીધી અને દરેકની છાતીએ પોતાની કંપનીનું Page #78 -------------------------------------------------------------------------- ________________ મકાઉ લાલ સ્ટિકર લગાડીને કહ્યું, “અહીં બંદરમાં અને જોવાનાં સ્થળોએ ભારે ભીડ રહે છે, માટે તમે બધા સ્ટિકર પ્રમાણે એકબીજાના સંપર્કમાં રહેજો, નહિ તો ભૂલા પડી જશો.” તે બધાંને દોરીને બસમાં લઈ ગઈ અને પોતાનો પરિચય આપતાં કહ્યું, “મારું નામ હર્ટ (Herst) છે. હું અહીંની એક શાળામાં શિક્ષિકા છું અને ફાજલ દિવસે ગાઇડ તરીકે કામ કરું છું. આ મારા રસનો વિષય છે અને વધારાની આવકનું સાધન છે. મારો જન્મ ઇન્ડોનેશિયાના સુમાત્રામાં થયો હતો. મારાં માતાપિતા આજીવિકા માટે હોંગકોંગ આવીને રહ્યાં અને ત્યાંનાં નાગરિક બન્યાં. પછી મારા પિતા નોકરી માટે મકાઉ આવ્યા હતા. મને શિક્ષિકા તરીકે કામ કરવાની તક મળી એટલે હું પણ અહીં આવીને રહી છું.' હર્ટે ચીની પ્રવાસીઓ માટે ચીની ભાષામાં અને બીજા યુરોપિયન પ્રવાસીઓ માટે ફ્રેન્ચ અને પોર્ટુગીઝમાં પરિચય આપ્યો. તેના ઇંગ્લિશ ઉચ્ચારો સ્પષ્ટ અને સમજાય એવા હતા. એ પાંચ ભાષા સારી રીતે બોલી શકતી હતી. મકાઉ વિશે તેની જાણકારી સારી હતી. ઈસવી સનના પંદરમા-સોળમા શતકમાં દરિયાઈ સફર માટે દોઢસો-બસોથી વધુ ખલાસીઓ, શોધ ફરીઓ આરામથી રાતદિવસ રહી શકે એવાં ખાસ્સાં મોટાં, સઢવાળાં, મજબૂત અને ઝડપી વહાણોનું નિર્માણ યુરોપમાં જેમ જેમ વધવા લાગ્યું તેમ તેમ સાહસિક શોધસફરીઓની મહત્ત્વાકાંક્ષા પણ વિસ્તરવા લાગી. સ્પેન, પૉર્ટુગલ, ફ્રાન્સ, બ્રિટન, હોલેન્ડ વગેરે દેશોના શોધસાફરીઓ વચ્ચે એકબીજા ઉપર સરસાઈ મેળવવા માટે અને નવા નવા મુલકો કબજે કરવા માટે સ્પર્ધા થવા લાગી. ક્યારેક યુદ્ધો પણ થયાં. યુરોપથી નીકળી આફ્રિકા, ભારત વગેરેના કિનારે કિનારે આગળ વધી ચીન-જાપાનના કિનારા સુધી વહાણમાં પહોંચતાં ક્યારેક દોઢ-બે વર્ષ જેટલો સમય થઈ જતો. મકાઉ ઉપર પહેલવહેલો કબજો ડચ લોકોએ સોળમા શતકના આરંભમાં જમાવ્યો હતો, પરંતુ પોર્ટુગીઝ દરિયાખેડુઓ વધુ જબરા અને લડાયક મિજાજના હતા. તેઓ મકાઉમાં આવ્યા ત્યારે તેમનો ડચ લોકો બરાબર સામનો કરી શક્યા નહિ. પરાજય થતાં તેઓ ભાગ્યા અને પછી ઇન્ડોનેશિયાના ટાપુઓનો આશ્રય લીધો. પોર્ટુગીઝ જીતતાં મકાઉ પોર્ટુગીઝ સંસ્થાન બન્યું. ત્યારે મકાઉના સ્થાનિક ચીના લોકો બૌદ્ધ ધર્મ પાળતા હતા. અમારી બસ એક સ્થળે ઊભી રહી. ત્યાં એક પૂતળું હતું. બધાંને એ બતાવીને ગાઇડે કહ્યું, “આ પૂતળું પોર્ટુગીઝ સાહસિક જ્યોર્જ અલવારેસનું છે. મકાઉના દીપકલ્પ ઉપર પહેલવહેલો પગ મૂકનાર પોર્ટુગીઝ તે આ જ્યોર્જ અલવારેસ છે. ઈ. સ. ૧૫૫૭માં પોર્ટુગીઝો મકાઉમાં આવ્યા.' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અલવારેસનો ઊંચો કદાવર દેહ, ભરાવદાર ચહેરો, લાંબી દાઢીમૂછ, વજનદાર બૂટ, જાડો ઓવરકોટ ઇત્યાદિને લીધે આબેહૂબ લાગતી એની આકૃતિ જૂના વખતના યુરોપીય શોધસાફરીઓ કેવા હતા તેનો આપણને ખ્યાલ આપે છે. હર્ટે કહ્યું, “આ ટાપુનું નામ મકાઉ કેવી રીતે પડ્યું તેનો ઇતિહાસ રસિક છે. જ્યોર્જ અલવારેસ પોતાના સાથીદારો સાથે વહાણમાંથી ઊતરીને સમુદ્રકિનારે આવ્યા ત્યારે ત્યાં સ્થાનિક ચીનાઓ એક મંદિર પાસે બેઠા હતા. સામાન્ય રીતે શોધસફરીઓને સૌથી પહેલી જિજ્ઞાસા નવા સ્થળના નામ વિશે હોય, પરંતુ પોર્ટુગીઝોને ચીની ભાષા નહોતી આવડત અને ચીનાઓ તો આ ઊંચા, ગોરા, કદાવર માણસોને જોઈને હેબતાઈ ગયેલા. બે વિભાષી પ્રજા વચ્ચે આરંભમાં જે વ્યવહાર થાય તે ઇશારાથી અને ભાંગ્યાતૂટ્યા શબ્દોથી. એટલે ક્યારેક ગૂંચવાડો અને ગેરસમજ પણ થાય.' પોર્ટુગીઝ લોકોએ પૂછ્યું, “આ પ્રદેશનું નામ શું છે?' સ્થાનિક લોકો સમજ્યા કે તેઓ આ શાનું મંદિર છે એમ પૂછે છે. એમણે કહ્યું, આ મા કાઉ.” આ મા' એ દેવીનું નામ છે. કાઉ (કાઓ) એટલે સ્થળ. “આ મા કાઉ' એટલે આ મા” દેવીની આ જગ્યા છે. એટલે પોર્ટુગીઝો સમજ્યા કે આ જગ્યાનું નામ “આ મકાઉ છે. એટલે તેઓ આ ટાપુને “મકાઉ' નામથી ઓળખવા લાગ્યા. અમને સમુદ્રકિનારે આવેલા “આ મા' દેવીના મંદિરે લઈ જવામાં આવ્યા. એના પ્રવેશદ્વાર આગળ એક ખડક ઉપર હોડીની આકૃતિ કોતરવામાં આવી છે. બીજા એક ખડક ઉપર ચીની લિપિમાં પ્રાર્થના કોતરવામાં આવી છે. મંદિરમાં “આ મા'ની મૂર્તિ ઉપરાંત ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનાં દેવદેવીઓની મૂર્તિઓ છે. મંદિરમાં અંદર પણ હોડીની આકૃતિ છે. “અહીં હોડી શા માટે છે ?' અમે પ્રશ્ન કર્યો. બસ, એ જ સમજાવું છું. “આ મા' એ માછીમારોની દરિયાઈ દેવી છે. આ સામુદ્રિક માતાના પાંચસો વર્ષ પુરાણા મંદિર વિશે એક રસિક દંતકથા છે ?' આ ટાપુ ઉપર એક ગરીબ છોકરી રહેતી હતી. એનું નામ “આ મા'. એક દિવસ એને વહાણમાં બેસીને પાસેના બંદર કેન્ટન જવું હતું. એની પાસે ભાડાના પૈસા નહોતા. એટલે એણે વહાણના માલિકોને ભાડું લીધા વગર કેન્ટન લઈ જવા કહ્યું, પરંતુ શ્રીમંત વહાણવાળાઓએ કોઈએ એને બેસવા ન દીધી. બધાં વહાણો ઊપડી ગયાં. હવે છેલ્લે ગરીબ માછીમારોની એક હોડી જતી હતી. “આ માએ તેમને આજીજી કરી. માછીમારોને દયા આવી. તેમણે પોતાની હોડીમાં એને બેસવા દીધી. બધા જ્યારે કેન્ટન તરફ જઈ રહ્યા હતા ત્યારે મધદરિયે અચાનક ભયંકર વાવાઝોડું Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૩ મકાઉ થયું. એમાં શ્રીમંતોનાં બધાં વહાણો ડૂબી ગયાં, પણ ગરીબ માછીમારોની હોડી બચી ગઈ. તેઓ ટાપુ પર પાછા આવ્યા. માછીમારોને લાગ્યું કે આ નાની છોકરીના પ્રતાપે જ બધા બચી ગયા છે. તેઓ બધા હેમખેમ કિનારે ઊતર્યા. છોકરી પણ કિનારે ઊતરીને રેતીમાં ચાલતાં ચાલતાં અચાનક ક્યાં અલોપ થઈ ગઈ તે ખબર ન પડી. બહુ તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ. માછીમારોને થયું કે જરૂર દરિયાની દેવીએ ગરીબ છોકરીનું રૂપ ધારણ કરીને તેમને બચાવ્યા છે. એટલે તેમણે આ કિનારે “આ મા’ દેવીનું મંદિર બંધાવ્યું અને દરિયાઈ સફર માટે જતાં-આવતાં ત્યાં દર્શન કરવા લાગ્યા. આ મંદિર જોયા પછી અમે કુમ લોનનું બૌદ્ધ મંદિર જોયું. મકાઉનું આ મોટામાં મોટું અને જૂનામાં જૂનું મંદિર છે. કુમ લાન બૌદ્ધ ધર્મની દયાની દેવી છે. આ મંદિર તેરમા સૈકામાં બાંધવામાં આવ્યું હતું. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૭માં એનો જીર્ણોદ્ધાર થયો હતો. કુમ લોન ઉપરાંત ભગવાન બુદ્ધની વિવિધ લાક્ષણિક મુદ્રાઓવાળી પ્રતિમાઓ એમાં છે. કુમ લાનની મૂર્તિ લગ્નના વેશમાં છે. એનું કારણ એમ અપાય છે કે તે લગ્ન કર્યા પછી એ દિવસે તરત જ બૌદ્ધ સંઘમાં જોડાઈ ગઈ હતી. આ મંદિરમાં છતમાં, ગોખલામાં, પ્રવેશદ્વારમાં લાલ, લીલો અને પીળો એ ત્રણ રંગનું સમુચિત સંયોજન જુદું જ વાતાવરણ સર્જે છે. મકાઉમાં બહુમતી બૌદ્ધધર્મીઓની છે. એટલે અહીં ઘણાં નાનાંમોટાં બૌદ્ધ મંદિરો છે. આ મંદિરોની એક ખાસિયત તે એની ધૂપસળીની છે. આપણે ત્યાં બારેમાસ અખંડ દીવાની પ્રથા છે, પણ અખંડ ધૂપની પ્રથા નથી. દિવસરાત ધૂપસળી અખંડ બળે એમ કરવું હોય તો ધૂપસળી ખાસ્સી લાંબી હોવી જોઈએ. દુનિયાની લાંબામાં લાંબી અને મોટામાં મોટી ધૂપસળી મકાઉમાં જોવા મળે છે. તે ઊંચે છતમાં લટકાવેલી હોય છે. એક છેડેથી નાના વર્તુળમાંથી નીચે ક્રમે ક્રમે ઉત્તરોત્તર મોટા વર્તુળમાં સળંગ વિસ્તરતી જતી, વીસપચીસ વર્તુળવાળી પોલા શંકુની જેમ તે લટકતી રહે છે અને આ બીજે છેડે સળગતી રહે છે. એક અગરબત્તી આ રીતે લગભગ બે મહિના ચાલે છે, એક પૂરી થાય તે પહેલાં બીજી સળગાવવામાં આવે છે. કોઈક મંદિરમાં દર નવા વર્ષે ફક્ત એક જ વાર એક સાથે ત્રણચાર અગરબત્તી છતમાં લટકાવી દેવામાં આવે છે. તે આખું વર્ષ અખંડ ચાલે છે. પછી નવા વર્ષે નવી અગરબત્તીઓ આવે. કોઈક બીદ્ધ મંદિરમાં પાછળ એક વિભાગમાં કબ્રસ્તાન હોય છે. ચીન, જાપાન વગેરે કેટલાક દેશોમાં બૌદ્ધધર્મીઓમાં શબને અગ્નિસંસ્કાર નહિ પણ દફનાવવાની વિધિ હોય છે. મકાઉમાં એવો કાયદો છે કે વિદેશી નાગરિક હોય અને વિદેશમાં Page #81 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ ૩૪ ગુજરી ગયાં હોય એવાં સગાંઓના શબને મકાઉમાં લાવીને દફનાવી ન શકાય, પરંતુ આ કાયદો પતિ કે પત્નીના શબને લાગુ પડતો નથી. ગાઇડ હર્ટે કહ્યું કે એની માતા હૉંગકૉંગમાં રહેતી હતી અને ત્યાંની નાગરિક હતી, પરંતુ એ ત્યાં ગુજરી ગઈ ત્યારે સરકારની પરવાનગી મેળવીને પોતે માતાનું શબ લઈ આવી હતી અને મકાઉમાં પિતાની કબર ખોદાવીને એમાં સાથે તે વિધિસર દફનાવવામાં આવ્યું હતું. મકાઉમાં જેમ બૌદ્ધ મંદિરો છે તેમ ખ્રિસ્તી દેવળો પણ છે. મકાઉમાં એક મોટું જૂનામાં જૂનું દેવળ તે સેંટ પોલનું હતું. ઈ. સ. ૧૬૦૨માં પૉર્ટુગીઝો દ્વારા ગોવાનાંના પોતાના સેંટ પોલના દેવળ જેવું જ બરાબર આ દેવળ બાંધવામાં આવ્યું હતું, પરંતુ એક વખત ભયંકર આગ લાગતાં આખું દેવળ બળી ગયું. માત્ર એના પ્રવેશદ્વારની પથ્થરની કલાત્મક ઊંચી દીવાલ બચી ગઈ. સત્તાવાળાઓએ પ્રાચીન સ્મારક તરીકે સાચવી રાખેલી આ દીવાલ જોતાં અમને તે સમયની પૉર્ટુગીઝોની જાહોજલાલીનો ખ્યાલ આવ્યો. વળી એનો વધુ ખ્યાલ આવ્યો મકાઉના જૂના ગીચ વિસ્તારોમાં ફરતાં ફરતાં. યુરોપિયનોએ પોતાનાં સંસ્થાનોમાં હવા, પ્રકાશ, વરસાદ, રક્ષણ ઇત્યાદિની દૃષ્ટિએ સાથે કલાત્મક દૃષ્ટિથી મકાનોના બાંધકામમાં જે સ્થાપત્યકલા વિકસાવી હતી તે અનોખી હતી. જોતાં જ ખબર પડી જાય કે એ ‘કોલોનિયમ સ્ટાઇલ'નું મકાન છે. મકાઉમાં પૉર્ટુગીઝોનાં એવાં જૂનાં મકાનો, દેવળો વગેરે સાચવી રાખવામાં આવ્યાં છે. ગુલાબી રંગ એ પૉર્ટુગીઝોનો એક પ્રિય રંગ મનાય છે. અહીં ઘણાં જૂનાં મકાનોની દીવાલો ગુલાબી રંગની જોવા મળે છે. આ જૂનાં મકાનોમાં એક અફીણધર (Opium House) પણ છે કે જ્યાં અફીણના વ્યસની ચીનાઓ આવીને અફીણ પીતા. એ જમાનામાં દુનિયામાં અફીણના સૌથી વધુ વ્યસનીઓ ચીનમાં હતા. એમને અફીણના બંધાણી બનાવનાર પૉર્ટુગીઝો હતા. પૉર્ટુગીઝોની આ એક મોટામાં મોટી કુસેવા હતી (ભારતમાં તમાકુ લઈ આવનાર પણ પૉર્ટુગીઝો હતા). તેઓ અફીણ આપીને ચીનાઓ પાસેથી રેશમ, મોતી, ચા વગેરે બદલામાં પડાવી લેતા (તેમની સાથે પછીથી ભારતીય વેપારીઓ પણ જોડાયા હતા). તેમણે અનેક ચીનાઓનાં જીવન એટલાં બધાં પાયમાલ કરી નાખ્યાં કે છેવટે પ્રકોપે ભરાયેલા બીજિંગના રાજાએ પૉર્ટુગીઝો સામે અફીણયુદ્ધ (Opium war) કર્યું. એણે મોકલેલા એક સેનાપતિએ પોતાના સૈનિકો સાથે આવીને મકાઉમાં અફીણનાં બધાં ગોદામોમાં આગ લગાડી. આખું મકાઉ ભડકે બળ્યું હતું. અમને જૂના મકાઉમાં જે એક ઘર બતાવવામાં આવ્યું તે ચીની ક્રાન્તિકા૨ક વિચારક ડૉ. સુન યાત સેનનું હતું. તેઓ મકાઉના વતની હતી. અહીં એક હૉસ્પિટલ અમને બતાવવામાં આવી. તે ડૉ. સુન યાત સેનના નામની છે અને એમાં એમનું Page #82 -------------------------------------------------------------------------- ________________ મકાઉ ૬૫ પૂતળું મૂકવામાં આવ્યું છે. ડૉ. સુન યાત સેને રાજાશાહીના જમાનામાં લોકશાહી, રાષ્ટ્રીય ભાવના અને સમાજ કલ્યાણ ઉપર ભાર મૂક્યો અને પોતાના વિચારોનો ચારેબાજુ પ્રચાર કર્યો (ત્યારે માઓ જો તુંગ હજુ ક્ષિતિજ પર પણ નહોતા આવ્યા). ઈ. સ. ૧૯૧૧માં ચીઆંગ (ચીંગ) વંશની રાજાશાહીનો અંત આવ્યો અને ડૉ. સુન યાત સેન ચીની પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ બન્યા. પછી સામ્યવાદીઓ સાથે મતભેદ થતાં એમણે રાજીનામું આપ્યું અને પોતાના કેન્ટન (મકાઉ પાસે) વિસ્તારમાં આવીને રહ્યા હતા અને ત્યાંની સરકારમાં કામ કર્યું હતું. ૧૯૨૫માં ૭૦ વર્ષની વયે એમનું અવસાન થયું હતું. જૂના મકાઉ નગરમાંથી અમે હવે બહાર આવ્યા. જેને માટે મકાઉ પ્રખ્યાત છે એવા કેસિનોમાંથી એક મોટો કેસિનો જોવા અમને લઈ જવામાં આવ્યા. ગાઇડે કહ્યું કે મકાઉમાં ઘણા બધા કેસિનો (જુગારખાનાં) છે. એમાં અગિયાર કેસિનો તો એક જ કંપનીની માલિકીના છે. એક કેસિનો સમુદ્રમાં તરતા અને બત્તીઓથી શણગારેલા જહાજમાં છે. મોટા ભાગના કેસિનો સાંજથી સવાર સુધી ખુલ્લા હોય છે. કેટલાક તો ચોવીસ કલાક અને બારેમાસ ચાલે છે. પાળી પ્રમાણે કર્મચારીઓ બદલાય. શુક્ર, શનિ અને રવિ ચીનથી હજારો ચીનાઓ રમવા આવે છે. ત્યારે જગ્યા ન મળે. આ વ્યવસાયને પણ વર્તમાન જગતે નવાં નવાં સાધનો દ્વારા કેટલો બધો વિકસાવ્યો છે તે નજરે જોવાથી સમજાય. જ્યારે બહુ વિકાસ થયો નહોતો ત્યારે, હજારો વર્ષ પૂર્વે, શાસ્ત્રકારોએ જુગારની ગણના વ્યસનમાં કરી હતી એ કેટલું બધું આજે પણ સાચું લાગે છે ! જુગાર જેવું જ બીજું વ્યસન તે મદ્યપાન. અહીં મકાઉમાં શરાબનું એક વિશાળ મ્યુઝિમ છે. આસવપ્રિય પોર્ટુગીઝોએ દારૂ બનાવવાનાં સાધનો ઉપરાંત આ સંગ્રહાલયમાં એક હજાર કરતાં વધુ જાતના નમૂના રાખ્યા છે અને એમાંથી રોજ પચાસેક જાતના દારૂ મુલાકાતીઓને ચાખવા માટે આપે છે. અમારામાંના એક યુરોપિયન પ્રવાસીએ કહ્યું, “આ તો બહુ સારું કહેવાય. મ્યુઝિયમની ટિકિટ લઈને દારૂ મફત ચાખી લેવાનું સસ્તું પડે.” “ના, એવું નથી. જે જે દારૂ ચાખવો હોય તેની જુદી ટિકિટ લેવી પડે છે. આ સાંભળી એ પ્રવાસીનો ઉત્સાહ ઓસરી ગયો. મ્યુઝિયમ અને બીજાં કેટલાંક સ્થળો જોઈને અમે મકાઉના બીજા ટાપુ પર ગયા. બે ટાપુ વચ્ચે નવો લાંબો પુલ બાંધવામાં આવ્યો છે. એનું નામ છે “મૈત્રી પુલ'. ત્યાં એક ઉદ્યાનમાં “કુમ લાન'નું કમળ પર નવું મોટું પૂતળું બનાવીને મૂકવામાં આવ્યું છે. એ ટાપુ પર તાઈપ અને કોલોને નામનાં બે નગર છે. વળી, દરિયો પૂરીને કરેલું માનવસર્જિત મોટું સરોવર છે. અમે ઠેઠ ચીનની સરહદ સુધી જઈ આવ્યા. સરહદની Page #83 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ બીજી બાજુ, ચીનના તળ પ્રદેશમાં, ચે હાઈ નામના ગામમાં છેલ્લા બે દાયકામાં અનેક બહુમાળી મકાનો બંધાઈ ગયાં છે, જાણે બાજુ બાજુમાં મોટાં મોટાં ખોખાં ગોઠવ્યાં ન હોય ! એવી જ રીતે મકાઉમાં પણ ઘણાં મકાનો થયાં છે. મકાઉ પોર્ટુગીઝ સંસ્થાન મટી, ચીનની હકૂમત હેઠળ પચાસ વર્ષ માટે સ્વાયત્ત રાજ્ય થશે એટલે વેપાર રોજગારની ઘણી તકો ખુલ્લી થશે એવી ગણતરીએ શ્રીમંત ચીનાઓએ ઘણાંબધાં મકાનો બાંધી નાખ્યાં, પરંતુ ધાર્યું હતું તેવું થયું નહિ. વેપારીઓ નિરાશ થઈ ગયા. આશરે પાંત્રીસ હજાર જેટલા એપાર્ટમેન્ટ ખાલી પડ્યા છે. વેચાતો કે ભાડે લેનાર ખાસ કોઈ નથી. જેમણે જૂનું મકાઉ જોયું હશે તેમને નવું મકાઉ બહુ જુદું લાગશે. એનું એક મુખ્ય કારણ તે સત્તા પરિવર્તન છે. યુગ૫રિવર્તન થતાં સત્તા પરિવર્તન પણ ક્યારેક થાય છે. યુરોપીય સંસ્થાનવાદના સૂર્યનો હવે અસ્ત થયો છે. બ્રિટને વીસ વર્ષના વાયદે ૧૯૯૭માં હૉંગકૉંગ ચીનને સુપ્રત કર્યું, તેવી રીતે પૉર્ટુગલને પણ ૧૯૯૯માં મકાઉ સુપરત કરવું પડ્યું, પરંતુ સાડાચારસો વર્ષમાં મકાઉનો જે વિકાસ નહોતો થયો તે આ વીસ વર્ષમાં થયો. મકાઉની સરકારી તિજોરીમાં જમા રહેલી રકમ ચીનને સોંપવાને બદલે એનો ત્વરિત ઉપયોગ પોર્ટુગલે રસ્તાઓ, પુલો, હૉસ્પિટલો, સ્કૂલો, હૉટેલો, ઉદ્યાનો, બહુમાળી મકાનો, સંગ્રહાલયો, સરોવર વગેરેના બાંધકામમાં કરી નાંખ્યો. - સાંજ પડી ગઈ હતી. આખા દિવસમાં મકાઉમાં અમે ઘણું જોયું અને હજુ ઘણું બાકી રહી ગયું. ઝગમગતી બત્તીઓનો પ્રકાશ વધવા લાગ્યો. નિશાચર મકાઉનો હવે દિવસ શરૂ થયો. હોંગકોંગથી આવતા પ્રવાસીઓનો ધસારો વધવા લાગ્યો. પણ અમારે તો હોંગકોંગ પાછા ફરવાનું હતું. ગાઇડ હર્ટ અમને બંદર પર મૂકી ગઈ. પાસપોર્ટમાં સિક્કો મરાવી અમે સ્ટીમરમાં બેસીને હોંગકૉંગમાં સ્વસ્થાને પાછા ફર્યા. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૧ qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ થાનમાં અદ્વિતીય સૌન્દર્ય ધરાવનારા જે કેટલાક પ્રદેશો છે તેમાં ક્યુઇલિન (Gullinનો ઉચ્ચાર વુઇલિન, ક્વિાલિન પણ થાય છે)નો પ્રદેશ પણ મશહૂર છે. qઇ એ એક પ્રકારના ઘટાદાર વૃક્ષનું નામ છે. લિન એટલે જંગલ. બે હજાર વર્ષથી પણ પહેલાં જ્યારે આ નામ પડ્યું હશે ત્યારે અહીં જ્યુઇનાં વૃક્ષોનું મોટું જંગલ હશે. શાંત વહેતી, વળાંક લેતી લિજિયાંગ (ટૂંકું નામ લિ) નદી, વિચિત્ર આકારના વિવિધ પર્વતો, વિશાળ ખેતરો તથા ભરચક વનરાજિથી સભર એવા આ ઇલાકાનું સૌંદર્ય જ અનોખું છે. સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે જુઓ, એનાં દૃશ્યોની આભા જ નિરાળી. ક્યાંક નદીના સ્વચ્છ શાંત જળમાં પ્રતિબિમ્બિત થતા ડુંગરોની મનોહર છબી જોતાં નયન ધરાતાં નથી. નૈસર્ગિક રમણીયતાને કારણે ક્યુઇલિનને દક્ષિણ ચીનના ચળકતા મોતી તરીકે ઓળખાવવામાં આવે છે. પ્રાકૃતિક સૌંદર્ય, મધ્યમ વરસાદ, સાનુકૂળ સમશીતોષ્ણ હવામાન ઇત્યાદિને કારણે આ ફળદ્રુપ વિસ્તારની વસવાટ માટેની યોગ્યતા સમજાતાં, બે હજાર વર્ષ પૂર્વે કિન વંશના રાજાઓએ રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વુડલિનની પસંદગી કરી હતી. ઉત્તર અને દક્ષિણ ચીન વચ્ચેના વાણિજ્ય-વિનિમય માટે પણ આ એક મહત્ત્વનું મથક બની ગયું. હતું. કવુઇલિન હૉંગકૉંગની નજીક વાયવ્ય દિશામાં આવેલું છે, પરંતુ અમારો પ્રવાસ બીજિંગથી દક્ષિણમાં શિઆન (Xianનો ઉચ્ચાર ક્ષિયાન પણ થાય છે) થઈને qઇલિન જવાનો હતો. શિઆનથી બપોરે વિમાનમાં નીકળી સાંજે અમે વુડલિન પહોંચી ગયા. એરપોર્ટ પર લેવા આવેલા અમારા ગાઈડનું નામ હતું વૉન. તે ઇંગ્લિશ સારું બોલતો હતો. એરપોર્ટથી qઇલિન શહેર આશરે ૩૦ કિલોમીટર દૂર છે. અમારી ગાડી ચાલી એટલે વૉને આ પ્રદેશનો પરિચય આપવો શરૂ કર્યો. બે હજાર વર્ષ પૂર્વે આ પ્રાંતનું નામ શિઆંગ હતું. હજાર વર્ષ પહેલાં સોંગ વંશના રાજાઓના રાજ્યકાળ દરમિયાન આ વિસ્તારનો ઘણો વિકાસ થયો હતો. વેપાર વધ્યો; લોકો સુખી થયા; બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો; મંદિરો બંધાયાં; ગુફાઓ કોતરાઈ. એ કાળે qઇલિન દક્ષિણ ચીનનું સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. બંને કાંઠે વહેતી લિજિયાંગ નદીનો ફાળો આ વિકાસમાં મોટો રહ્યો છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ચીનના આ પ્રદેશમાં પંચાવન જેટલી જુદી જુદી આનુવંશિક જાતિઓ (Nationalities) છે. એમાં મુખ્યત્વે હાન જાતિના લોકો છે, જે ચીનમાં અન્ય પ્રદેશોમાં પણ છે. હાન ઉપરાંત થાઓ, ઝુવાંગ, મિયાઓ, ટૉગ વગેરે જાતિના લોકો પણ વસે છે. ઉત્તરમાં બીજિંગ બાજુના ચીનાઓ ગોરા છે. આ બાજુના ચીનાઓ આછા કે ઘેરા ઘઉવર્ણા છે. દુનિયાનાં મોટાં શહેરોની સુખી, સંપન્ન અને સુશિક્ષિત પ્રજાની ખાસિયતોની એક જુદી જ છાપ પડે છે, પરંતુ દૂર દૂરનાં અંતરિયાળ ગામડાંઓના લોકોની મુખાકૃતિ, વર્ણ, શરીરનો બાંધો, ભાષા, પહેરવેશ, ગીત-નૃત્ય, ખાનપાન, સામાજિક રીતરિવાજો ઇત્યાદિની દૃષ્ટિએ કેટલીક આગવી લાક્ષણિકતાઓ હોય છે. દાખલા તરીકે આ પ્રદેશમાં કોઈ યુવતીએ માથાના વાળ લટકતા રાખ્યા હોય, પણ એમાં બેચાર પિન ભરાવી હોય તો સમજવું કે એનાં લગ્ન થઈ ગયાં છે. કોઈ મહિલાએ માથે અંબોડો વાળ્યો હોય તો સમજવું કે એક કે વધારે છોકરાની એ મા છે. આવી પ્રાદેશિક, સ્થાનિક જાતિના લોકો લઘુમતીમાં રહેવાના. પણ તેઓની પાસે પણ બહારના લોકો આગળ રજૂ કરી શકાય એવી કળા-કારીગીરી હોય છે. તેમનાં ગીત- નૃત્યાદિમાં આગવો લહેકો અનુભવી શકાય છે. વૉને વાતવાતમાં કહ્યું કે અહીં સ્થાનિક જાતિનો ખેલ (Minority Show) જોવા જેવો હોય છે. અહીં આવનાર પ્રવાસીઓ એ ખાસ જુએ છે. આજે સાંજે એ જોવામાં તમને રસ છે ? હા, જરૂર. ક્યાં હોય છે ? કેટલા વાગે ?' મારા મિત્રે પૂછ્યું. તમારી હોટેલમાં જ. સમય પણ રાતનો સાડાઆઠનો છે.' હોટેલમાં જ છે અને સમય પણ અનુકૂળ છે. અમે જરૂર જોઈશું.” “એની તમારે ટિકિટ લેવી પડે. એક ટિકિટના છે ૮૦ યુઆન.” (આશરે રૂપિયા પાંચસો.) આ તો બહુ મોંઘી ટિકિટ કહેવાય. હા, તો પણ બધી સીટ ભરાઈ જાય છે. પછી ટિકિટ મળતી નથી. એમાં ભોજન અને પીણું આવી જાય છે. તમને ઇચ્છા હોય તો હું તમારા માટે બે ટિકિટ બુક કરાવી દઉં.' ‘ભલે', અમે વિચાર કરીને સંમતિ દર્શાવી. તો તમારા બંનેના ૧૭૦ યુઆન આપો, એટલે હું અહીંથી જ ફોન કરીને ટિકિટ રખાવી લઉં.' પૈસા આપવાની વાત આવી એટલે આવી બાબતમાં અનુભવી, વ્યવહારદક્ષ Page #86 -------------------------------------------------------------------------- ________________ ક્યુઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ se મારા મિત્રે ગુજરાતીમાં મને કહ્યું, ‘હવે થોડી વારમાં જ હોટેલ આવે છે. આપણે ત્યાં જઈને નક્કી કરીએ તો કેમ ?' મેં કહ્યું, ‘વૉન ! એમ કરોને, અમે હોટેલના રૂમમાં ગોઠવાઈ જઈએ, પછી ખેલની ટિકિટનું નક્કી કરીને તમને કહીએ.’ ‘ભલે, પણ ઉતાવળ રાખજો, પછી ટિકિટ મળશે નહિ.’ ક્યુઇલિન વિશે બીજી કેટલીક વાતો થઈ. ત્યાં ક્યુઇલિન આવી પહોંચ્યું. એરપૉર્ટથી શહેર સુધીનો રસ્તો બહુ પહોળો નહોતો, પણ સરસ હતો. આસપાસનું કુદરતી વાતાવરણ પણ સ્વચ્છ અને સુંદર હતું. શહેરનો રસ્તો ખાડાવાળો, ધૂળિયો હતો. વસ્તી ગીચ હતી. ચીનમાં બધે હોય છે તેમ અહીં પણ સાઈકલો ઘણી હતી. વૃદ્ધાઓ પણ સાઇકલ ચલાવે. અમારી ગાડીની ગતિ મંદ પડી ગઈ. વૉને કહ્યું, અમારા શહેરનો પ્રવાસકેન્દ્ર તરીકે વિકાસ થઈ રહ્યો હોવાથી રસ્તાઓ પહોળા બનાવાય છે. એ માટે વચ્ચે આવતાં મકાનો તોડી પડાય છે.’ અમે બેય બાજુ જોયું તો લાઇનદોરીની કપાતમાં આવતાં મકાનો માપ પ્રમાણે કપાયાં હતાં. બુલડોઝરો ફરી રહ્યાં હતાં. કેટલાંક મકાનોની અડધી દીવાલ જ કપાઈ હતી. અમે જોયું કે એક મકાનની ઓસરીમાં એક વયોવૃદ્ધ દંપતી ખાટલો ઢાળીને બેઠાં હતાં. લાઇનદોરીની કપાતમાં પોતાનું ઘર બચી ગયાનો એમને આનંદ હતો. વૉને કહ્યું કે, ‘જુવાન માણસોને પોતાનું ઘર કપાઈ જાય એનો આનંદ હોય છે, કારણ કે સરકાર તરફથી એમને નવું સારું ઘર મળશે. વૃદ્ધોને નવા વિસ્તારમાં, નવા ઘરમાં, નવા પાડોશીઓ વચ્ચે જઈને રહેવું ગમતું નથી. જેવી જેની દૃષ્ટિ અને જેવું જેનું નસીબ.’ હોટેલ પર પહોંચી અમે અમારી રૂમમાં સામાન ગોઠવીને નીચે આવ્યા. દરમિયાન વિચારી લીધું કે આજે પ્રવાસનો થાક છે, તો આવતી કાલે સ્વસ્થતાપૂર્વક ખેલ જોવાનું સારું રહેશે. નીચે વૉન રાહ જોતો જ ઊભો હતો, અમે અમારો વિચાર જણાવ્યો. એણે કહ્યું, ‘તો આવતી કાલની તમારી બે ટિકિટ હું લઈ લઉં ? કારણ કે પછી ટિકિટ નહિ મળે.' ‘તમને કાલે સવારે કહીએ તો ?' ‘કાલે મારી ડ્યુટી નથી. મને ૧૬૦ યુઆન આપો એટલે તમને રૂમ પર ટિકિટ પહોંચાડી દઈશ.’ વૉનની ઉતાવળ અમને ગમી નહિ. તે સહેતુક લાગી. અમે કહ્યું, ‘તમારો ફોન નંબર આપો. અમે સાડાસાત વાગે જણાવીશું.' ફોન નંબર આપી વૉન વિદાય થયો. અમે હૉટેલના ઉદ્યાનમાં આવેલા Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ રેસ્ટોરાંમાં કૉફી લીધી. એવામાં અમારી નજર છેટે આવેલા રંગમંચ પર ગઈ. પૂછતાં જણાયું કે ખેલ ત્યાં જ થાય છે. ટિકિટ માટે રિસેપ્શનિસ્ટને મળ્યા અને પૂછ્યું તો કહ્યું કે એક ટિકિટના ૯૦ યુઆન છે. સાત વાગે એનું જુદું કાઉન્ટર ઉદ્યાનના દરવાજા પાસે ચાલ થાય છે. પણ ટિકિટ તરત મળી જાય છે ?' સામાન્ય રીતે મળી જાય છે. સિવાય કે કોઈ બહુ મોટા ગ્રુપે અગાઉથી બુકિંગ કરાવ્યું હોય.' વૉનની ઉતાવળ અમને સમજાઈ. ટિકિટ દીઠ ૨૦ યુઆનનો ગાળો એણે રાખ્યો હતો. પ્રવાસના વ્યવસાયમાં આવું બનવું સ્વાભાવિક છે. સાત વાગે કાઉન્ટર ખૂલ્યું એટલે અમે પહોંચી ગયા. બીજા દિવસ માટે બે ટિકિટનું કહ્યું. વળી કહ્યું, “અમારી એક વિનંતી છે. અમે શરાબ પીતા નથી. અમને બીજું કોઈ ઠંડું પીણું આપશો તો ચાલશે અને અમે શુદ્ધ શાકાહારી છીએ એટલે અમને ભોજન શાકાહારી આપજો.’ ઠંડા પીણાની વ્યવસ્થા થઈ શકશે, પણ ભોજન તો માંસાહારી જ છે. બધાને માટે એકસરખી જ વાનગી છે.” ‘તો તમે એવું કરી શકો કે અમે ભોજન ન લઈએ, ફક્ત ખેલ જ જોઈએ. તમે ખેલના પૈસા લો, ભોજનના નહિ.” ના, એમ નહિ થઈ શકે. ભોજન લો કે ન લો, તમારે વ્યક્તિદીઠ ૬૦ યુઆન આપવા જ પડશે.' ફક્ત ખેલ જોવાની ટિકિટ ન આપી શકો ?' “ના, એમ નહિ થઈ શકે. જે ટિકિટ છે તે તો ઝિંક અને ડિનરની છે. ખેલ તો અમારા માનવંતા મહેમાનોના મનોરંજન માટે મફત છે. અમે ખેલ જોવાની રકમ લેતા નથી. ખુરશીમાં બેસવાની રકમ લઈએ છીએ.” “તો અમે ઊભા ઊભા ખેલ જોઈ શકીએ ?' અમે મજાકમાં પૂછ્યું, પણ એણે ગંભીરતાથી જવાબ આપ્યો, “દોઢ કલાક ઊભા રહીને તમે થાકી જાવ અને ટિકિટ લઈને બેસનારા મહેમાનોની આડે તમે આવો.” - અમે વિચાર કર્યો કે બીજા દિવસની ટિકિટ પછી પણ જો મળવાની હોય તો અત્યારથી લઈને સાચવવાની શી જરૂર ? અમે રૂમમાં આવીને ભોજનાદિથી પરવારીને બેઠા. વૉનને ફોન અમે કર્યો નહિ અને એનો આવ્યો પણ નહિ. અમે વિવિધ પ્રકારના અનુભવોની વાતો કરતા હતા, ત્યાં મારા મિત્રને મેં કહ્યું, “આપણે બારીના પડદા ખોલી નાખીએ, જેથી સવારે Page #88 -------------------------------------------------------------------------- ________________ qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ રૂમમાં અજવાળું આવે કે તરત ખબર પડે.” મિત્રે પડદો ખોલતાંની સાથે જ કહ્યું, અરે, અહીંથી તો આખું સ્ટેજ દેખાય છે. બધી ખુરશીઓ દેખાય છે. અહીં બેઠાં બેઠાં આપણે ખેલ બરાબર જોઈ શકીએ છીએ.” મેં તરત ઊભા થઈને જોયું. મિત્રની વાત સાચી હતી. બારી પાસે ખુરશી ગોઠવીને આખો ખેલ જોઈ શકાય. પણ મારા મનમાં પ્રશ્ન થયો કે આવી રીતે મફત ખેલ જોવો તે શું યોગ્ય છે ? એમાં શિષ્ટાચારનો ભંગ થાય અને નીતિનિયમનો પણ ભંગ થાય. મિત્રે તરત રિસેપ્શનિસ્ટને ફોન જોડ્યો. જવાબ મળ્યો કે રૂમમાંથી ખેલ ખુશીથી જોઈ શકાય, ખેલના પૈસા નથી. ડિનર અને ઝિંકના પૈસા છે. બારીમાંથી જોવામાં કોઈ નીતિનિયમનો ભંગ નથી. નીચે આવીને પાછળ ઊભા રહીને પણ જોઈ શકાય.' અમે ગપાટા મારતા બારી પાસે જ બેઠા. આઠ વાગે ટેબલો ગોઠવાઈ ગયાં. સવાઆઠથી મહેમાનો આવવા લાગ્યા. સાડાઆઠ થતાં પીણાં, વાનગીઓ વગેરે પીરસાવા લાગ્યાં. ઘણીખરી ખુરશીઓ ભરાઈ ગઈ. ટિકિટો ઉઘરાવા લાગી. વધુ સારું દેખાય એ માટે કેટલાક ખુરશી બદલતા હતા. નવના ટકોરે જોરદાર સંગીત સાથે ખેલ શરૂ થયો. એ જોવા માટે બીજાં કેટલાંક પ્રવાસી સ્ત્રીપુરુષો આવીને ખાલી ખુરશીમાં બેસી ગયાં. વેઇટરોએ આવીને તેઓને ઉઠાડીને છેલ્લે ઊભાં રાખી દીધાં. ખેલ ખરેખર સરસ હતો. ખેલ કરનારા સ્થાનિક જાતિના હતા, પણ વ્યાવસાયિક હતા. તેઓનાં નૃત્યમાં, અભિનયમાં, રમત-કરામતમાં દક્ષતા દેખાતી હતી. અલબત્ત, કેટલીક વસ્તુમાં અહીંની જાતિની વિશેષતા નહોતી. ચીના લોકોની હેરત પમાડે એવી આ જાણીતી રમત-કરામત છે. આંગળી ઉપર કે દાંડી ઉપર એકસાથે ઘણી બધી રકાબીઓ ફેરવવી, ફેરવતાં ફેરવતાં બદલવી, ઉછાળવી, એકસાથે છસાત દડા ઉછાળવા, એક પૈડાની સાઇકલના પ્રયોગો કરવા, બેય બાજુથી ખુલ્લા એવા સાંકડા પીપમાંથી આરપાર નીકળવું ઇત્યાદિ પ્રયોગો ચીન ઉપરાંત બીજા દેશોમાં પણ જોવા મળે છે. એમાં એકાગ્રતાની સાધના રહેલી છે. કલાકારોએ પંખા સાથે, રૂમાલ સાથે, સાંબેલા સાથે એમ વિવિધ પ્રકારનું જે નૃત્ય કર્યું અને ગીતો ગાયાં તથા એ માટે જે વેશભૂષા ધારણ કરી હતી એમાં એમની પ્રાદેશિક જાતિની વિશેષતા રહેલી હતી. ત્રણેક નૃત્ય એવાં હતાં કે જેમાં મહેમાનો પણ જોડાઈ શકે અને સહેલાઈથી તાલબદ્ધ નૃત્ય કરી શકે. કલાકારોએ એક કલાકમાં તો ઘણું બધું બતાવ્યું. ખેલનાં દશ્યો ઝડપથી બદલાતાં હતાં. નૃત્યો, ગીતો, સમતુલાના પ્રયોગો ઇત્યાદિ ત્રીસ કરતાં વધુ જોવા મળ્યાં. બધા આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. તાળીઓના ગડગડાટથી સૌએ તેઓને વધાવ્યા. Page #89 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ કાર્યક્રમ પૂરો થતાં પ્રેક્ષકો વીખરાવા લાગ્યા. વધારાની લાઇટો બંધ થવા લાગી. અમે આસપાસ નજર કરી. હોટેલના બીજા કેટલાક પ્રવાસીઓએ પણ અમારી જેમ પોતાની બારીમાંથી ખેલ જોયો હતો. મેં કહ્યું, “વાહ ! આ તો સરસ કહેવાય. દરેકના સાઠ યુઆન બચ્યા અને રૂમમાં બેઠાં બેઠાં આરામથી આખો ખેલ માણવા મળ્યો.” સાઠ યુઆન તો આજના. આવતી કાલે ફરીથી આ ખેલ જોઈએ તો બીજા સાઠ યુઆન પણ બચે.” મારા મિત્રે સૂચન કર્યું. અને બીજે દિવસે આ સૂચનનો અમલ પણ થયો. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિક્ટોરિયા ધોધ ઈસવીસનના ઓગણીસમા શતકમાં થઈ ગયેલાં ઇંગ્લૅન્ડનાં બાહોશ મહારાણી વિક્ટોરિયા કેટલાં બધાં ભાગ્યશાળી હતાં કે એમના જમાનામાં અને ત્યાર પછી પણ બ્રિટન ઉપરાંત બ્રિટિશ સંસ્થાનોમાં અને અન્યત્ર અનેક સ્થળોને, ઇમારતો વગેરેને એમનું નામ અપાયું છે [ભારતમાં સૌપ્રથમ રેલવેલાઇન મુંબઈમાં નખાઈ ત્યારે પ્રથમ સ્ટેશન બોરીબંદરને ‘વિક્ટોરિયા ટર્મિનસ' (વી. ટી.) એવું નામ અપાયું હતું. એક જમાનામાં મુંબઈમાં ઘોડાગાડીને લોકો ‘વિક્ટોરિયા' કહેતા.] આફ્રિકા ખંડમાં મોટામાં મોટું સરોવર તે ‘વિક્ટોરિયા સરોવર' છે અને મોટામાં મોટો ધોધ તે ‘વિક્ટોરિયા ધોધ' છે. તે સમયનાં બ્રિટિશ સંસ્થાનોમાં આ ધોધ અને સરોવર આવેલાં છે. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલા ઝિમ્બાબ્વે (જૂનું નામ રૂહોડેશિયા) રાષ્ટ્રમાં વિક્ટોરિયા ધોધ ઝામ્બેઝી નામની નદી ઉપર આવેલો છે. ત્યાં ગામનું નામ, રેલવેસ્ટેશનનું નામ, એરપૉર્ટનું નામ ‘વિક્ટોરિયા ફૉલ્સ' છે અને સૈકા પહેલાં ત્યાં બંધાયેલી પહેલી અને મોટામાં મોટી હોટેલનું નામ પણ ‘વિક્ટોરિયા ફૉલ્સ' છે. ૧૯૭૬માં આ ધોધનું નવું નામ ‘ચિન્મય શાન્તિ પ્રપાત’ – Chinmay Peace Falls ૨ખાયું છે, પણ તે રૂઢ થતાં હજી વાર લાગશે. આ ધોધને ‘વિક્ટોરિયા' એવું નામ કોણે આપ્યું ? ઇંગ્લૅન્ડના મહાન શોધસફરી ડેવિડ લિવિંગ્સ્ટને. લિવિંગ્સ્ટન (૧૮૧૩-૧૮૭૩) સ્કૉટલૅન્ડના બ્રિટિશ વતની હતા. દાક્તરી વ્યવસાય છોડી, ચર્ચમાં પાદરી તરીકે જોડાઈ, ચર્ચની આજ્ઞાનુસાર મધ્ય આફ્રિકામાં ધર્મના પ્રચારાર્થે તેઓ આવ્યા હતા, પણ એમનો જીવ સાહસિક શોધસફરીનો હતો. અનેક સંકટો વેઠીને દુર્ગમ પ્રદેશોનો એમણે પ્રવાસ ખેડ્યો હતો અને પોતાના અનુભવોના વિગતવાર અહેવાલો લખ્યા હતા. સ્થાનિક કાળા આફ્રિકન લોકો સાથે, પોતાના માયાળુ સ્વભાવને કા૨ણે ભળતાં એમને વાર લાગી નહોતી. તેઓ એમની જ ભાષા બોલતા અને એમની જેમ રહેતા. તેમની ઇચ્છા આફ્રિકા છોડી પાછા સ્કૉટલૅન્ડ જવાની નહોતી. એમણે ચર્ચ સાથે સંપર્ક છોડી દીધો હતો. એટલે જ તેઓ જીવે છે કે નહિ એની ભાળ કાઢવા ‘ન્યૂ યૉર્ક હેરલ્ડ’ નામના અખબારે પોતાના ખબરપત્રી હેન્રી મોર્ટન સ્ટેન્લીને મોકલ્યા હતા. તપાસ કરતાં કરતાં સ્ટેન્લીએ ટાંગાનિકા સરોવરના કિનારે ઊજીજી નામના ગામમાં એક ઝૂંપડામાં લિવિંગ્સ્ટનને Page #91 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ ૭૪ શોધી કાઢ્યા. ત્યારે લિવિંગ્સ્ટન મેલેરિયા તાવમાં પટકાયા હતા. ત્યાર પછી સાજા થતાં લિવિંગ્સ્ટને સ્ટેન્લી સાથે સરોવ૨માં સફર કરી, શોધસફરોના અનુભવોની વાતો થઈ અને સ્ટેન્લી પાછા ફર્યા. લિવિંગ્સ્ટને આફ્રિકામાં જ પોતાનું જીવન પૂરું કર્યું. લિવિંગ્સ્ટને ચાલીસ વર્ષની વયે, ઈ. સ. ૧૮૫૫ના નવેમ્બરમાં આ વિક્ટોરિયા ધોધની શોધ કરી હતી. એ દિવસોમાં જ્યારે રેલવે નહોતી, બળદગાડી કે ઘોડાગાડી નહોતી, ત્યારે સાહસિકો જંગલમાં કેડીએ કે કેડી વગર આગળ વધતા જતા, નકશાઓ બનાવતા તથા નોંધ લખતા જતા. આવું કપરું કાર્ય સ્થાનિક આદિવાસી જંગલી જાતિના લોકોના સહકાર વગર શક્ય નહોતું. લિવિંગ્સ્ટન ઝામ્બેઝી નદીમાં બાન્ટુ જાતિના સાથીદારો સાથે આગળ વધતા હતા. સ્થાનિક લોકોએ એ માટે ઝાડના મોટા જાડા લાંબા થડમાંથી કોતરીને હોડી બનાવી આપી હતી. આવી હાલકડોલક થતી જોખમી ગામઠી હોડીમાં તેઓ આગળ વધતા હતા ત્યાં એમણે નદી ઉ૫૨ દૂર ધુમ્મસ જેવું જોયું. તરત અનુમાન થયું કે ત્યાં પાણી નીચે પડતું હોવું જોઈએ એટલે કે ત્યાં ધોધ હોવો જોઈએ. હવે નદીનો વેગ વધતાં હોડીમાં જવાય એવું નહોતું. એટલે હોડી છોડીને એક બાજુના કિનારે તેઓ આગળ વધ્યા. ધોધ માટે ચાલતા જવામાં જોખમ હતું. એટલે પાસેના એક નાના ટાપુ પર જઈ, સૂતાં સૂતાં, પેટ ઘસડતાં તેઓ આગળ વધ્યા અને ધોધ નિહાળ્યો. આવો વિશાળ ધોધ જોતાં લિવિંગ્સ્ટનના હર્ષરોમાંચનો પાર ન રહ્યો. જિંદગીમાં પહેલી વાર આવું અદ્ભુત દૃશ્ય જોયું. તેઓ મનથી નાચી ઊઠ્યા. એમના મુખમાંથી સહજ ઉદ્ગાર સરી પડ્યા, ‘પોતાની પાંખો વડે ઊડતા દેવદૂતોએ આવાં રમણીય દશ્યો અવશ્ય જોયાં હશે !' (Scenes so lovely must have been gazed upon by Angels in their flight) આવા પ્રચંડકાય બેનમૂન ભવ્ય ધોધનું નામ શું રાખવું ? લિવિંગ્સ્ટનને થયું કે આવા ધોધને તો પોતાની મહારાણી વિક્ટોરિયાનું નામ જ શોભે. એમણે પોતાના અહેવાલમાં આ ધોધને ‘વિક્ટોરિયા ધોધ' (Victoria Falls) તરીકે ઓળખાવ્યો. ત્યારથી એટલે કે ઈ. સ. ૧૮૮૫થી એ વિક્ટોરિયા ધોધ તરીકે જાણીતો રહ્યો છે. લિવિંગ્સ્ટને આ ધોધની શોધ કરીને બહારની દુનિયાને એની જાણ કરી તે પહેલાં સ્થાનિક આફ્રિકન લોકોને તો એની ખબર હતી જ. તેમણે એને આપેલું કાવ્યમય નામ છે ‘ગર્જના કરતો ધુમાડો' (મોસી-ઓઆ-તુન્યા, Smoke that thunders). મોટા ધોધમાં પાણી એટલું બધું જોરથી પડતું હોય છે કે એનાં ઊડતાં સીકરોથી ધુમ્મસ કે ધુમાડા જેવું દૃશ્ય સર્જાય છે. એ દૃશ્ય એટલું મોટું હોય કે દૂરથી ધોધનું પડતું પાણી ન દેખાય, પણ ધડધડ અવાજ સંભળાય. ધુમાડો અવાજ કરે નહિ, પણ અહીં તો એની ગર્જના સંભળાય છે. એટલે સ્થાનિક લોકોએ સરસ નામ આપ્યું, ‘ગર્જના કરતો ધુમાડો’. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૫ વિક્ટોરિયા ધોધ | વિક્ટોરિયા ધોધની શોધ તો થઈ, પરંતુ યુરોપના પ્રવાસપ્રિય એને કલારસિક લોકોમાં અને પ્રસિદ્ધિ મળી ચિત્રકાર થોમસ બેઈન્સ દોરેલાં ધોધનાં મોટાં બહુરંગી ચિત્રોથી. તેઓ આફ્રિકા આવ્યા હતા તો લિવિંસ્ટનના મદદનીશ તરીકે કામ કરવા, પરંતુ લિવિંસ્ટને ૧૯૫૭માં જ્યારે એમને આ ધોધ બતાવ્યો ત્યારે તો તેઓ આભા જ બની ગયા. તરત એમની પીંછી સળવળી અને એમણે જુદી જુદી દિશાએથી દેખાતાં દૃશ્યોને કેન્વાસમાં ઉતાર્યા. પહેલી વારની આ મુલાકાતથી સંતોષ ન થતાં ૧૮૬૨માં તેઓ અહીં બીજી વાર આવ્યા અને બે અઠવાડિયાં રોકાઈ બીજાં ચિત્રો દોર્યા. એમનાં ચિત્રોએ યુરોપની પ્રજાને આ ધોધ જોવા માટે ઘેલી કરી. પ્રવાસીઓનો પ્રવાહ એટલો વધતો ગયો કે વખત જતાં બ્રિટિશ સરકારે કેપટાઉનથી વિક્ટોરિયા ફોલ્સ સુધી રેલવે બાંધવાનું ઠરાવ્યું અને એ થતાં આજ દિવસ સુધી હજારો પ્રવાસીઓ આ ધોધ નિહાળવા આવે છે. આ ધોધ જોવાની એક સુંદર તક અમને પણ સાંપડી હતી. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પચાસેક સભ્યોની અમારી મિત્રમંડળી જોહાનિસબર્ગથી વિક્ટોરિયા ફોલ્સ પહોંચી હતી. ત્યાં ઝામ્બેઝી નદીના કાંઠે વિશાળ પરિસરમાં આવેલી બેઠા ઘાટનાં મકાનોવાળી ઝાખેઝી રિવર લૉજમાં અમારો ઉતારો હતો. પોતપોતાના રૂમમાં ગોઠવાઈ ગયા પછી અમે આસપાસ લટાર મારી. સાંજે આફ્રિકન લોકનૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. દરેક પ્રજાના વાસ્તવિક જીવનનો ધબકાર એના લોકનૃત્યમાં જોવા મળે. આ બાજુના પ્રદેશની ત્રણ જુદી જુદી જાતિનાં નૃત્યોમાં જંગલી હિંસક પ્રાણીઓનો ડર, ભૂતપ્રેતના ચમત્કારો, જાતિઓ વચ્ચેની લડાઈઓ, શિકારની યુક્તિઓ તથા ઘાસ અને ચામડાંમાંથી બનાવેલી વેશભૂષા અને ભયાનક મહોરાં, ધરતી ધ્રુજાવે એવાં પડતાં પગલાં અને ઢોલનગારાં તથા શિંગડાં–પિપૂડીના કકટુ અવાજો ઇત્યાદિ ધ્યાનાકર્ષક હતાં. અહીં અમારા માટે એક દિવસ ધોધનાં દર્શન માટે અને એક દિવસ ઝાખેઝી નદીમાં સહેલગાહ માટે રખાયો હતો. બીજે દિવસે સવારે અમે ધોધ જોવા નીકળ્યા. અમે બસમાં બેઠા પણ હજુ કેટલાંક ભાઈબહેન આવ્યાં નહોતાં. મિત્રવર્તુળ હોય એટલે થોડું મોડું વહેલું થાય. તેઓ આવ્યાં ત્યારે પૂછ્યું, “કેમ મોડું થયું ?' જવાબ મળ્યો, “કેળાં, સફરજન વગેરે લીધાં તે રૂમમાં મૂકવા પાછાં ગયાં એટલે મોડું થયું.” સાથે ખાવા માટે કંઈ લીધું છે ને ?' લીધું છે ને. તમે ન લીધું હોય તો નિશ્ચિત રહેજો. અમે આપીશું.” અમારી બસ ઊપડી અને ધોધના પ્રવેશદ્વાર પાસે પહોંચી. અમારા ભોમિયાએ કહ્યું, “તમારું ગ્રૂપ મોટું છે અને અહીં જોવાની જગ્યા વિશાળ છે. બધાની ગતિ એકસરખી ન હોય અને રસ પણ એકસરખો ન હોય. અહીં એક છેડેથી બીજા છેડા Page #93 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ સુધી, થોભીને જોવા માટે પંદર પોઇન્ટ છે. તમારી અનુકૂળતા પ્રમાણે કરશો. બપોર પછી આપણે હેલિકૉપ્ટરમાં જવાનું ગોઠવીશું.” પ્રવેશદ્વારમાં દાખલ થયા પછી ડાબી બાજુથી જોતાં જોતાં જમણી બાજુ જવાથી, ખીણની સામેની બાજુએ આવેલા ધોધનું ઉત્તરોત્તર વધુ રમણીય દૃશ્ય જોવા મળે છે. પૉઇન્ટના નંબર પણ એ રીતે આપેલા છે. ધોધની સામેનો પ્રવાસીઓનો આ વિસ્તાર ઘટાદાર વૃક્ષો અને ઝાડીવાળો છે. પ્રખર તડકામાં એથી રાહત રહે છે. એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ સુધી અને એમ છેવટ સુધી કેડી પાકી બાંધવામાં આવી છે કે જેથી ન ચલાય તે લોકો વ્હીલચેરમાં જઈ શકે. અમારામાંના કેટલાકે એનો લાભ પણ લીધો. ડાબી બાજુ સૌપ્રથમ ટેવિડ લિવિંસ્ટનનું શોધતફરીના પહેરવેશમાં, બૂટ, એન્કલેટ અને છાજલીવાળી ટોપીવાળું ઊભું પૂતળું છે. સામી બાજુ ધોધ જોતાં જ લાગે કે જાણે પાણીનો લાંબો વિશાળ પડદો ઊભો ન કર્યો હોય ! સવાપાંચ હજાર ફૂટ પહોળો આ ધોધ દુનિયામાં પહોળામાં પહોળો ધોધ છે. તે આશરે ત્રણસો ફૂટ નીચે પડે છે. આ ધોધની લાક્ષણિકતા એ છે કે બીજા ઘણા-ખરા ધોધનું ઉપરથી પડતું પાણી નીચે સુધી જોઈ શકાય છે; નીચે જઈને બોટમાં ધોધ પાસે જઈ શકાય છે. પણ એવું અહીં નથી. પૃથ્વીના પડમાં અચાનક મોટો લાંબો ચીરો પડ્યો હોય અને નદીનું ધસમસતું પાણી ઓચિંતું નીચે પડી જાય એવો આ ધોધ છે. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે પંદરવીસ કરોડ વર્ષ પૂર્વે આ પ્રદેશમાં ફાટેલા જ્વાળામુખીઓના લાવારસના નક્કર થઈ ગયેલા પથ્થરોમાં મોટા ધરતીકંપથી લાંબી ફાટ પડી ગઈ હશે. એથી વહેતી નદીમાં આ ધોધનું કુદરતી નિર્માણ થયું હશે. હેલિકોપ્ટરમાંથી જોઈએ તો આ વાત તરત સ્પષ્ટ સમજાય એવી છે. આ ધોધમાં વધુમાં વધુ પાણી હોય છે ત્યારે એક મિનિટમાં પંચાવન કરોડ લિટર જેટલું પાણી નીચે પડે છે. એના છાંટા, જલબિંદુઓ પંદરસો ફૂટ ઊંચે ઊડે છે. એથી ધુમ્મસ કે ધુમાડા જેવું વાતારણ દૂરથી દેખાય છે. એને લીધે નીચે પડતું પાણી બરાબર દેખાતું નથી, ધૂંધળું દેખાય છે, જાણે કે આપણને આંખે મોતિયો આવ્યો ન હોય ! એટલે જ અહીં બે પૉઇન્ટને “કેટેરેક્ટ (મોતિયો) પૉઇન્ટ' એવું નામ આપવામાં આવ્યું છે. મોટો ધોધ હોય ત્યાં સતત ઊડતાં સીકરોમાં મેઘધનુષ્ય દેખાય. એટલે એક પૉઇન્ટને અહીં “રેઇનબો પૉઇન્ટ' એવું નામ આપ્યું છે. એક બાજુ ધોધનો આકાર ઘોડાની નાળ (Horse shoe) જેવો દેખાય છે, એટલે એને એવું નામ આપવામાં આવ્યું છે. જે જગ્યાએ બારે માસ દિવસરાત જથ્થાબંધ પાણી પડે છે તેને મુખ્ય ધોધ (Main Falls) કહે છે. એક પૉઇન્ટને “ડેન્જ૨ પૉઇન્ટ' નામ અપાયું છે, કારણ કે ત્યાં સાચવીને જવું પડે છે અને ત્યાંથી નીચે નિહાળતાં ખીણની ભયાનકતાનો ખ્યાલ આવે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ વિક્ટોરિયા ધોધ ધોધની એક બાજુ નાનો ટાપુ છે. એનું નામ છે “લિવિંસ્ટન ટાપુ” કે જ્યાંથી લિવિંસ્ટને પહેલવહેલાં આ ધોધનાં દર્શન કર્યા હતાં. બીજી એક બાજુ ખીણને જોડતો રેલવેનો પુલ બાંધવામાં આવ્યો છે કે જેથી મુસાફરો ટ્રેનમાં બેઠાં બેઠાં ગર્જતો ધોધ નિહાળી શકે અને ઊડતાં જલબિંદુઓથી ભીંજાઈને રોમાંચ અનુભવી શકે. ભોમિયાએ અમને કહ્યું કે, “આ ધોધની ખાસિયત એ છે કે ચોમાસામાં પાણી ઓછું પડે છે અને ઉનાળામાં વધારે પડે છે.' સાચી વાત છે ? આવું કેમ ?' સાચી વાત છે. અહીં ચોમાસું નવેમ્બરથી માર્ચ સુધી હોય છે. ત્યારે નજીકમાં પડેલા વરસાદથી ધોધના પાણીની સાધારણ વૃદ્ધિ થાય છે, પરંતુ પછી એપ્રિલ-મે મહિનામાં એનો જલરાશિ એકદમ વધી જાય છે, કારણ કે ઝામ્બેઝી નદીનો ધોધમાર વરસાદથી પાણી ભરાવાનો વિસ્તાર (Catchment Area) અહીંથી આશરે એક હજાર માઈલ દૂર છે. અનેક વળાંકોવાળી નદીમાં આવેલા એ પૂરને અહીં સુધી પહોંચતાં બે-અઢી મહિના લાગી જાય છે.' કુદરતમાં પણ કેવી વિચિત્ર વ્યવસ્થા હોય છે ! અમે ધોધ જોતાં જોતાં એક પૉઇન્ટથી બીજા પૉઇન્ટ પર જતા હતા. કોઈ ઉતાવળ હતી નહિ. રમણીય ધોધ પરથી નજર ખસેડવાનું ગમતું નહિ. એના પતનમાં અને પતનના ઉદ્યોષમાં શ્રવણમધુર લય હતો. એક નંબરથી છેલ્લા નંબર સુધી ખાસ્સે ચાલવાનું છે. કેટલીક કેડીઓ વાંકીચૂકી છે, પણ એમાં ભૂલા પડાય એવું નહોતું, કારણ કે સ્થાનિક ચોપગા ભોમિયાઓ અમને દોરી જતા હતા. એ ભોમિયા હતા વાંદરાઓ. તેઓ આપણી સાવ નજીક આગળ આગળ ચાલે. કેડીમાં બે ફાંટા આવે તો એ આપણને સાચી બાજુ લઈ જાય. તેમની ચાલમાં સાહજિકતા અને નિર્ભયતા હતી. આપણે ઊભા રહીએ તો આપણી રાહ જોતા બેસી રહે. તેઓ આ જે સેવા સ્વેચ્છાએ બજાવતા તે બક્ષિસની આશાએ. અમે સાથે લીધેલાં કેળાં, ચણા, બિસ્કિટ આપીને એમને પ્રસન્ન કર્યા. પ્રકૃતિનાં કેટલાંક તત્ત્વોમાં એવી ખૂબી હોય છે કે પ્રત્યેક વખતે તે નવું સૌન્દર્ય ધારણ કરે. વિક્ટોરિયા ધોધનું પણ એવું જ છે. એ સવારે જુઓ, બપોરે કે સાંજે જુઓ, અંધારી રાતે જુઓ કે પૂનમની રાતે, ઉનાળામાં જુઓ કે શિયાળામાં, દરેક વખતે એણે નવું જ રૂપ ધારણ કરેલું હોય ! બપોર પછી અમે હેલિકૉપ્ટરમાં બેસીને ઝામ્બેઝી નદી અને વિક્ટોરિયા ધોધનું ચારે બાજુથી વિહંગાવલોકન (હેલિકૉપ્ટરાવલોકન) કર્યું. એ કરીએ ત્યારે જ ધરતીમાં પડેલી લાંબી ફાટ સહિત પ્રપાતનો સંપૂર્ણ વાસ્તવિક ખ્યાલ આવે છે. અમને તો થોડે દૂર નદીના પાણીમાં રમત કરતા હાથીઓ પણ જોવા મળ્યા. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ધોધ જોઈ અમે ઉતારે પાછા ફર્યા. બધા પોતપોતાનાં કામમાં વ્યસ્ત બની ગયા. અમે કેટલીક માહિતી માટે રિસેપ્શનિસ્ટ પાસે ઊભા હતા ત્યાં સવારવાળાં પેલાં બહેનોએ આવીને ફરિયાદ કરી, “અમારી રૂમ કોઈએ ખોલી હતી ? અમે સવારે કેળાં અને બીજું ખાવાનું મૂકીને ગયાં હતાં તે કોઈ લઈ ગયું છે.' બહેન, રૂમ તો કોઈએ ખોલી નહિ હોય, પણ તમે બારી કે બાલકનીનું બારણું ખુલ્લું રાખ્યું હતું ?' “ખબર નથી.” જરૂર ખુલ્લું રહી ગયું હશે. વાંદરાઓ તમારું ખાવાનું ઉપાડી ગયા હશે. અહીં વાંદરાઓનો ત્રાસ છે. એ માટે દરેક રૂમમાં અમે સૂચના મૂકી જ છે.' પછીથી ખબર પડી કે પોતાનું ખાવાનું ગયાનો અનુભવ બીજા ત્રણ જણને પણ થયો હતો. વાંદરાઓ આવું બંધુકૃત્ય પક્ષપાતરહિતપણે કરતા હોય છે. | વિક્ટોરિયા ધોધનું ભવ્ય દર્શન એ જિંદગીનો એક લહાવો છે. અમે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ ધોધનાં દર્શન કર્યા. એ દિવસ અમને વધારે યાદ એટલા માટે રહી ગયો છે કે તે દિવસે રાત્રે મુંબઈમાં, નખમાંયે રોગ વગરના, લાકડીના ટેકા વગર ચાલનારા, પોતાનું બધું કાર્ય જાતે કરી લેનારા ૧૦૪ વર્ષની ઉંમરના મારા પિતાશ્રીએ ઊંઘમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો એના સમાચાર આપવા સ્વજનોએ ફોન કર્યો હતો. પિતાશ્રીનું જીવન પણ ધોધ જેવું ભવ્ય હતું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૩ હંસ પૈગોડા મૂળ સંસ્કૃત ભાષાનો આપણો ભારતીય શબ્દ “હંસ” ઈસવી સનના સાતમા સૈકામાં ચીનમાં એક મોટા પૈગોડાને નામ આપવા માટે પ્રયોજાયો હતો એવું જ્યારે જાણવા મળે ત્યારે કેટલો બધો આનંદ થાય ! પૈગોડાને હંસ' એવું વિશેષ નામ આપવાની ફુરણા કોને થઈ હશે ? તે કાળે ભારત આવેલા સુપ્રસિદ્ધ ચીની યાત્રી હુઆન સંગને આવું સરસ સાર્થક નામ આપવાનું ગમ્યું હતું (હંસ' શબ્દ ચીનમાં ગયો એટલે વખત જતાં એનો ઉચ્ચાર ત્યાં હંગસ', “હેંગસુઓ' થઈ ગયો. હુઆન સંગ નામ પણ હુએન સંગ', “શુઆન સંગ', “શુઆન લેંગ' એમ જુદી જુદી રીતે ઉચ્ચારાય છે). હુઆન સંગ ભારત આવીને સંસ્કૃત અને પાલી ભાષાના મહાન પંડિત થયા હતા. હંસ પેગોડા મધ્ય ચીનમાં શિઆન (લિઆન) નામના ઐતિહાસિક શહેરમાં આવ્યો છે. શહેરમાં દાખલ થઈએ તે પહેલાં દૂરથી સાત માળ ઊંચો આ પંગોડા તરત નજરે પડે એવો છે. અમે શિઆન પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા આવેલી ચીની ગાઇડ યુવતીએ જણાવ્યું કે અમારી સૂચનાનુસાર હંસ પંગોડાની મુલાકાત પણ ગોઠવાઈ છે. ચીની યુવતીનું નામ હતું “જુ-ની', પરંતુ ગાઈડના વ્યવસાયમાં તે નવી નવી હતી. પોતાના વિષયની તે જાણકાર હતી, પણ અંગ્રેજી ભાષાના તેના ઉચ્ચારો ગરબડિયા હતા. એટલે જ બિચારીને દરેક વાક્ય બેત્રણ વાર બોલવું પડતું, છતાં અમે પૂરું સમજી ગયા છીએ એવું ખાતરીપૂર્વક તેને લાગતું નહિ. અલબત્ત, અમને સમજાવવા માટે એની ધીરજ ખૂટતી નહિ. તે સરળ અને વિવેકી હતી. હોટેલમાં પહોંચી સ્વસ્થ થઈ અમે સમય થતાં તે માટેની પ્રવાસી બસમાં જોડાઈ ગયા. હવે જુ-નીની ફરજ પૂરી થઈ. બીજી ગાઇડના હવાલે અમને કરવામાં આવ્યા. બસમાં દાખલ થતાં જ કોઈક ગુજરાતીમાં બોલ્યું, “અહીં આવો, જગ્યા છે.” ચીનના આવા મધ્ય ભાગમાં કોઈકનો ગુજરાતીમાં અવાજ સાંભળવા મળે તો કેટલું ગમે ! પણ પ્રવાસીઓ ગુજરાતી જેવા લાગતા નહોતા. એમણે જ ખુલાસો કર્યો, ‘અમે કાઠિયાવાડના ખોજા છીએ. આફ્રિકા છોડીને ઘણાં વર્ષોથી લંડનમાં રહીએ છીએ. અમારા વડીલોનો આગ્રહ છે કે બધાએ ઘરમાં ગુજરાતીમાં જ બોલવું. અમે પતિપત્ની લંડનથી ચીન ફરવા આવ્યાં છીએ.' Page #97 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અજાણ્યા પ્રદેશના પ્રવાસમાં કોઈક અજાણ્યાની સાથે દોસ્તી થાય તો કેવી સરસ હૂંફ અનુભવાય છે ! જુદી જુદી હોટેલોમાંથી મહેમાનોને લેતી લેતી બસ છેવટે હંસ પૈગોડા પાસે આવી પહોંચી. હવે પંગોડાના ગાઇડ ચીની યુવકની ફરજ ચાલુ થઈ. તેણે કહ્યું, અમારું શિઆન શહેર ચીનનું એક પ્રાચીન નગર છે. બીજિંગ પાટનગર થયું એ પહેલાં કેટલોક વખત શિઆન ચીનનું પાટનગર હતું. એટલે શિઆનની ફરતે ૬૦૦ વર્ષ જૂની દસ કિલોમીટર જેટલી લાંબી દીવાલ છે. બીજિંગની મોટી દીવાલ – The Great Wall પછી બીજા નંબરે અમારી આ દીવાલ ગણાય છે. પંદરસો વર્ષ પહેલાં અહીં બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર હતો. ભારતથી બૌદ્ધ ધર્મગુરુઓ જમીનમાર્ગે ઘણું કષ્ટ વેઠીને અહીં આવતા. આ પ્રદેશ ચાંગ-એન તરીકે ઓળખાય છે. અહીં ટૅગ વંશના રાજાઓ રાજ્ય કરતા. રાજા લિ-ઝીએ ઈ. સ. ૧૪૮માં જિન-વ્યંગ-ફંગ નામના આ પ્રકૃતિરમ્ય વિસ્તારમાં પોતાની માતા રાણી વેન-દેની યાદગીરીમાં વિશાળ બૌદ્ધ મંદિર બંધાવ્યું હતું. એટલે મંદિરનું ચીની ભાષામાં નામ પડ્યું હતું, “માતૃઆશિષ મંદિર'. ઉ૦ એકર જેટલા વિસ્તારમાં ત્યારે મંદિર અને જુદા જુદા વિભાગોનાં મકાનોમાં બધું મળીને ૧,૮૯૭ જેટલા નાનામોટા ઓરડાઓ હતા. આ મંદિર એક તીર્થ સમાન બની ગયું હતું. અનેક લોકો અહીં યાત્રાએ આવતા. કેટલાય ધર્મગુરુઓ અહીં રહેતા. ત્યાર પછીના કાળમાં હુઆન સંગની ભલામણથી અહીં “હંસ પેગોડા' બાંધવામાં આવ્યો હતો. ટૅગ વંશના શાસનકાળ દરમિયાન ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે લાગેલી આગમાં અહીંનું બૌદ્ધ મંદિર બળી ગયું હતું, પણ સદ્ભાગ્યે પેગોડા બચી ગયો હતો. પછી મિંગ વંશના રાજવીઓનો શાસનકાળ આવ્યો. એ દરમિયાન ઈ. સ. ૧૪૫૮માં નવું નાનું બૌદ્ધ મંદિર અહીં બાંધવામાં આવ્યું હતું, જે હાલ સામે તમને જોવા મળે છે.' અમે પરિસરમાં દાખલ થયા. એનાં ત્રણ પ્રવેશદ્વાર છે. દાખલ થતાં જ બે બાજુ બે નાના ટાવર જેવી રચના જોવા મળી. એમાં એકમાં ઘંટ છે. એ પંદર હજાર કિલોગ્રામના વજનવાળો, દસ ફૂટ ઊંચો છે. એનો રણકાર કર્ણપ્રિય છે. જૂના વખતમાં જ્યારે ઘડિયાળ નહોતાં ત્યારે નગરજનોને ઉઠાડવા માટે, પ્રાર્થનાનો સમય જણાવવા માટે, સાંજે આરતી ટાણે એમ વિવિધ સમયે ઘંટ વગાડાતો જે આખા નગરમાં સંભળાતો. બીજી બાજુના ટાવરમાં સાત ફૂટના વ્યાસવાળું મોટું નગારું છે. ઘંટ અને નગારું હજુ પણ નિશ્ચિત સમયે વગાડાય છે. ઘંટ અને નગારું નિહાળી અમે મંદિરમાં દાખલ થયા. એમાં મુખ્ય મંડપમાં વચ્ચે ભગવાન બુદ્ધની ત્રણ સ્વરૂપની ત્રણ મૂર્તિ છે. આજુબાજુ એમના શિષ્યોની મૂર્તિ છે. એક બાજુ પ્રાર્થનાખંડ છે. આ મંદિરમાં ભક્તો આવીને પ્રાર્થના કરે છે, પરંતુ Page #98 -------------------------------------------------------------------------- ________________ હંસ પૈગોડા માઓવાદી ક્રાન્તિ પછી ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ અત્યંત ઘટી ગયો છે. એક સાદી વાત પરથી પણ એ સમજી શકાશે કે મંદિરમાં હવે પગરખાં પહેરીને જઈ શકાય છે અને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરી શકાય છે. ગાઇડે ભગવાન બુદ્ધ માટે પ્રયોજેલા ‘મિજામુનિ' શબ્દ માટે કેટલાકને જિજ્ઞાસા થઈ. એણે સમજાવ્યું કે વસ્તુતઃ ચીન અને જાપાનમાં ભગવાન બુદ્ધ માટે “શાક્યમુનિ' શબ્દ વધુ પ્રયોજાય છે અને એના ઉપરથી અપભ્રષ્ટ થયેલો શબ્દ છે “સિજામુનિ' છે. મંદિરમાં દર્શન કરીને અમે એની પાછળના ભાગમાં આવેલા હુઆન સંગના હંસ પેગોડામાં ગયા. રોજના અનુભવી ગાઇડે કહ્યું, “અહીં હું તમને ઇતિહાસની વાતો કરીશ અને ઐતિહાસિક વસ્તુઓ બતાવીશ. એટલે ઇતિહાસમાં જેઓને રસ હોય તેઓ રહે અને બીજા બધા મંદિરના પરિસરમાં લટાર મારી શકે છે, યાદગીરીની વસ્તુઓ ખરીદી શકે છે અથવા બસમાં જઈને બેસી શકે છે.” અમારામાંથી અડધાથી વધુ પ્રવાસીઓ નીકળી ગયા. પછી ગાઇડે અમને જે વાતો કહી તેમાંની કેટલીક તો એવી હતી કે જે જિંદગીમાં પહેલી વાર સાંભળવા મળી હતી. હુઆન સંગનો જન્મ ચીનના હેનાના પ્રાંતના યાજ્જી નામના નગરમાં ઈ. સ. ૯૦૨માં થયો હતો. એમનું જન્મનામ વેઈ હતું અને કુટુંબની અટક હતી ચેન. પેઢીઓથી એમનું કુટુંબ વિદ્યાભ્યાસ માટે પંકાયેલું હતું એટલે તેજસ્વી બાળક વેઈને જુદી જુદી વિદ્યાઓમાં રસ પડે એ સ્વાભાવિક હતું. તેર વર્ષની વયે તેઓ પોતાનું વતન છોડીને લુઓ યાંગ નામના બૌદ્ધ મઠમાં વિદ્યાભ્યાસ માટે જોડાયા હતા. એવામાં રાજદ્વારી લડાઈ ફાટી નીકળી. એ વખતે પોતાનો જાન બચાવવા વેઈ પોતાના મોટા ભાઈ સાથે ત્યાંથી ભાગી નીકળ્યા અને ચાંગ-એનના આ રાજ્યમાં આવી પહોંચ્યા. ત્યાં શુ-ચ-આન પ્રાંતના ચેંગદુ નગરમાં બૌદ્ધમઠમાં જોડાઈ ગયા. જેમ જેમ વિદ્યાભ્યાસ વધતો ગયો તેમ તેમ બાલ બ્રહ્મચારી વેઈનો ત્યાગ-વૈરાગ્યનો ભાવ વધતો ગયો અને એમને દીક્ષા લઈ બૌદ્ધ ભિખ્ખું થવાના કોડ જાગ્યા. ધર્મગુરુઓએ પણ એ માટે પ્રોત્સાહન આપ્યું. એમ કરતાં વેઈએ એકવીસ વર્ષની વયે ધર્મગુરુ પાસે દીક્ષા લીધી અને એમનું નામ રાખવામાં આવ્યું હુઆન સંગ. પાંચ વર્ષમાં એમણે ચીની ભાષામાં લખાયેલા બૌદ્ધ ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી લીધો હતો. ત્યાર પછી તેઓ ચાંગ-ચેનના મઠમાં આવ્યા. ધર્મગ્રંથોનો અભ્યાસ કરતી વખતે તેમના મનમાં કેટલાક સંશયો ઉદ્દભવ્યા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કોઈ ન કરી શક્યું. ચેંગદુમાં કે ચાંગ-એનમાં કોઈ એવા જાણકાર ધર્મગુરુ નહોતા. બધાનો એવો મત પડતો કે એ માટે તો ભારત જઈ ત્યાંના મૂળ ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. Page #99 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ પણ ભારત જવું કંઈ સહેલું નહોતું. ત્યાં પહોંચતાં કોઈને બે વર્ષ લાગે અને કોઈને પાંચ વર્ષ પણ લાગે, જો જીવતા રહે તો. ત્યારે ભારત અને ચીન વચ્ચે જળવ્યવહાર ચાલુ થયો નહોતો. જમીન માર્ગે પગપાળા કે ઘોડા પર જવાનું રહેતું. રસ્તામાં જંગલો આવે, હિમાચ્છાદિત પહાડો આવે, ભયંકર ખીણો આવે, સૂકો રણપ્રદેશ આવે, નદીનાળાં ઓળંગવાનાં, વાવાઝોડાં થાય, ભૂલા પડી જવાય. જીવતા પહોંચાય તો પહોંચાય. પણ હુઆન સંગ યુવાન હતા, ખડતલ હતા, તરવરાટવાળા હતા, મહત્ત્વાકાંક્ષી હતા, સ્વપ્નસેવી હતા. તેઓ ભિખ્ખ હતા. એકલા હતા એટલે આગળપાછળની કોઈ ચિંતા નહોતી. જાણે કોઈ અગમ્ય નાદ એમને બોલાવી રહ્યો હતો. ત્યારે ૨૮ વર્ષની એમની ઉંમર હતી. એમણે ગણતરી કરી જોઈ. પાંચ વર્ષ ભારત પહોંચતાં, પાંચદસ વર્ષ ભારતમાં અભ્યાસ કરવા માટેનાં અને પાંચ વર્ષ પાછા ફરવાનાં. પચાસની ઉંમર પહેલાં પાછા ચીન આવી શકાય. પણ જો જઈ શકાય અને કાર્ય પાર પડે તો અનેક શંકાઓનું નિવારણ થાય; અનેક લોકોને ધર્મલાભ થાય. છેવટે મન મક્કમ કરી, પોતાના બે સાથીદારો સાથે તેઓ નીકળી પડ્યા. તેઓ ચીનના ટકલા મકાન નામના રણની ઉત્તરે થઈને તુરફાન, કારાશર, કુચા, તાશ્કેદ, સમરકંદ, બેક્ટ્રિયા, હિંદુકુશ પર્વત, કપિશા, ગંધાર થઈને કાશ્મીરમાં આવ્યા. ત્યાંથી હરદ્વાર બાજુ આવી, ગંગા નદીમાં હોડીમાં બેસી મથુરા આવ્યા અને ત્યાંથી બુદ્ધ ગયા પહોંચ્યા. ભારતમાં ભગવાન બુદ્ધની જ્ઞાનભૂમિ સુધી પહોંચવાનું એમનું સ્વપ્ન પાર પડ્યું. પૂરાં પાંચ વર્ષ લાગ્યાં. ઘણાં કષ્ટો રોજના પાદવિહારમાં કે ઘોડેસવારીમાં પડ્યાં. પણ તે વસૂલ થયાં. હવે ધ્યેય હતું ધર્મગ્રંથોનો અભ્યાસ કરવાનું. તે માટે તેઓ બિહારમાં નાલંદા ગયા. ભિખુ હુઆન સંગની મુખમુદ્રા સૌને ગમી જાય એવી હતી. એમની બુદ્ધિમત્તા બીજાને પ્રભાવિત કરે તેવી હતી. વિદ્યાભ્યાસ માટે ઈ. સ. ૯૩૩માં તેઓ નાલંદા વિદ્યાપીઠમાં પહોંચ્યા. વિદ્યાર્થી તરીકે તેઓ તરત સ્વીકારાઈ ગયા. તેઓ મોટી ઉમરના વિદ્યાર્થી તરીકે જોડાયા હતા, પણ જોતજોતામાં તો તેઓ ઘણા બધા કરતાં આગળ નીકળી ગયા. તેઓ સંસ્કૃત અને પાલી ભાષામાં બોલતાલખતા પ્રકાંડ પંડિત બની ગયા. ધર્મગ્રંથોના અધ્યયનથી અને પોતાના વિદ્યાગુરુઓ સાથેની ચર્ચાવિચારણાથી એમની બધી શંકાઓ નિર્મળ થઈ. પોતે બૌદ્ધ ભિખ્ખના વેશમાં હતા અને વિપશ્યના વગેરે વિવિધ સાધનાપદ્ધતિઓમાં પારંગત બની ગયા હતા. પછી તો એમના હાથ નીચે અનેક ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા લાગ્યા. એમની કીર્તિ ચોમેર એવી પ્રસરી કે અનેક લોકો એમને મળવા અને એમનાં દર્શન કરવા આવવા લાગ્યા. કેટલાંય રાજ્યોએ પોતાને ત્યાં પધારવા માટે એમને નિમંત્રણો મોકલ્યાં. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૩ હંસ પૈગોડા દસ વર્ષના અભ્યાસને અંતે હુઆન સંગે ચીન પાછા ફરવાનો નિર્ણય કર્યો. તે સમયે ભારતના ઘણા ભાગ ઉપર રાજ્ય ધરાવનાર સમ્રાટ હર્ષવર્ધને હુઆન સંગને પોતાના દરબારમાં પધારવા નિમંત્રણ આપ્યું. હુઆન સંગ ત્યાં ગયા ત્યારે બહુ ઠાઠમાઠથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. સમ્રાટે એમને ચીન પાછા ન જતાં પોતાના રાજ્યમાં જે કોઈ મોટો હોદ્દો જોઈએ તે લઈને ભારતમાં જ રોકાઈ જવા માટે આગ્રહ ભરી વિનંતી કરી, પરંતુ હુઆન સંગે એનો પ્રેમપૂર્વક અસ્વીકાર કર્યો, કારણ કે એમને ચીન પાછા ફરી પોતાને જેટલું જ્ઞાન મળ્યું અને ધ્યાનની પદ્ધતિઓ પ્રાપ્ત થઈ તે પોતાના બાંધવોને આપવાની તાલાવેલી હતી. એમનો નિર્ણય પાકો છે એમ નક્કી થતાં સમ્રાટ હર્ષવર્ધને હર્ષોલ્લાસપૂર્વક ફરમાન કાઢયાં કે હુઆન સંગ જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થાય અને અધિકારીઓ દ્વારા તેમને પૂરી સગવડ આપવામાં આવે. ચીન પાછા જવાનું નક્કી થતાં હુઆન સંગે એ માટે તૈયારી કરી. સાથે શું શું લઈ જવું ? પોતે જે ગ્રંથોનો અભ્યાસ કર્યો તે સંસ્કૃત અને પાલી ભાષાના મૂળ ગ્રંથો ચીનમાં ન હોય. એટલે એ ગ્રંથોની તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતો લઈ જવી હતી. એમણે ૬૫૭ હસ્તપ્રતો તૈયાર કરાવી અને એ લાકડાની પ૨૦ પેટીઓમાં મૂકવામાં આવી કે જેથી તે સાચવીને ચીન લઈ જઈ શકાય. હુઆન સંગની હિંમત, ધગશ અને ધર્મપ્રીતિ ગજબની હતી. પ૨૦ પેટીઓ ઘોડા, ખચ્ચર, ગધેડા કે બળદગાડીમાં એક ગામથી બીજે ગામ લઈ જવામાં કેટલી મહેનત પડે ! રોજેરોજ બપોરનો વિસામો અને રાત્રિમુકામ કરવા પડે. પેટીઓ ઉતારવી, ગણવી, ફરી ચડાવવી, એ માટે મજૂરો જોઈએ, રક્ષકોની જરૂર પડે, વળી મજૂરો અને રક્ષકો અમુક અંતરે, રાજ્યની સીમા આવતાં બદલાતા જતા હોય – આ બધામાં કેટલો બધો પરિશ્રમ પડે ? વળી પ્રવાસ પણ ઓછામાં ઓછો બે વર્ષનો હતો. જાણે મોટો સંઘ ન નીકળ્યો હોય ! એમાં વળી હુઆન સંગને થયું કે જિંદગીમાં બીજી વાર ભારત આવવાનું બનશે નહિ. માટે સમગ્ર ભારત જોઈને જવું. એ માટે નિમંત્રણો પણ મળ્યાં હતાં. એમણે રસ્તો એવી રીતે લીધો કે બધું જોવાઈ જાય. એમણે બંગાળ, બિહાર, ઓરિસા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, પંજાબ, બલૂચિસ્તાન, અફઘાનિસ્તાન થઈને પાછા ફરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. ઈ. સ. ૧૪૩માં એમણે શુભ દિવસે પ્રયાણ કર્યું. એમની વિદાયના અવસરે નાલંદામાં એમના ધર્મગુરુઓ, સાથીદારો, વિદ્યાર્થીઓની આંખમાંથી ચોધાર આંસુ વહ્યાં. ભગવાન બુદ્ધના અવતાર જેવા એક પવિત્ર સંત મહાત્મા જઈ રહ્યા હતા ! હુઆન સંગ ચીનથી નીકળી ચીન પાછા ફર્યા ત્યાં સુધીમાં પચીસ હજાર માઈલનો, ઘણુંખરું પગપાળા પ્રવાસ એમણે કર્યો. કેટલીય વાર ભૂલા પડ્યા, કેટલીય વાર માંદા પડ્યા, પણ થાક્યા નહિ. એ જમાનામાં નાનાંમોટાં રાજ્યો હતાં. તેઓ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૪ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ ૧૧૦ રાજ્યોમાંથી પસાર થયા. પોતે જ્યાં જ્યાં ગયા અને જે જે અનુભવો થયા તેની તારીખવાર, વિગતવાર નોંધો તેઓ લખતા જતા હતા. આથી એમણે લખેલી નોંધો ઐતિહાસિક દસ્તાવેજ જેવી બની ગઈ. એમાં એટલી બધી રસિક વાતો આવે છે કે પછીથી એક ચીની લેખકે એના ઉપરથી એક સરસ નવલકથા લખી હતી કે જે ચીનમાં એક શિષ્ટમાન્ય ગ્રંથ ગણાય છે. હુઆન સંગ ઈ. સ. ૬૪૩માં ભારતમાંથી નીકળી ઈ. સ. ૯૪૫માં ચીનમાં ચાંગ-એનમાં આવી પહોંચ્યા. તેઓ સત્તર વર્ષ પછી ચીન પાછા ફરી રહ્યા હતા. એટલે તે સમયના સમ્રાટ ગાઓ ઝોંગે એમનું ભવ્ય સ્વાગત કરાવ્યું અને ત્યાર પછી એમની રસિક વાતો સાંભળવા એમને રાજમહેલમાં બોલાવ્યા. હુઆન સંગની અવનવી અદ્ભુત રસિક વાતો અને એમની કાબેલિયતથી સમ્રાટ બહુ વિસ્મયચકિત થયા અને રાજ્યમાં કોઈ પણ ઊંચો વહીવટી હોદ્દો સ્વીકારવા કહ્યું, પણ હુઆન સંગ તો સાધુજીવન જીવવા જ ઇચ્છતા હતા એટલે કોઈ હોદ્દો સ્વીકાર્યો નહિ. એ વખતે હુઆન સંગે સમ્રાટને ભલામણ કરી કે પોતે જે તાડપત્રીય હસ્તપ્રતો ભારતથી લાવ્યા છે તે રાખવાની-જાળવવાની સરખી વ્યવસ્થા રાજ્ય તરફથી કરી આપવામાં આવે. એ માટે હુઅન સંગની દો૨વણી હેઠળ પાંચ માળનો રંગોડા, જ્યાં બૌદ્ધ મંદિર છે તેની બાજુમાં જ બાંધવાનો સમ્રાટે હુકમ કર્યો. એથી હુઆન સંગને અતિશય હર્ષ થયો. પોતાનું સ્વપ્ન સાકાર કરવાની તક મળી. તેઓ આ સ્થળને પવિત્ર વિદ્યાધામ બનાવવા ઇચ્છતા હતા. તેઓ એટલા બધા ઉત્સાહમાં આવી ગયા હતા કે મજૂરો સાથે તેઓ પણ પથ્થરો ઘડવામાં, માટી ખોદવામાં, દીવાલો-પગથિયાં ચણવામાં લાગી ગયા હતા. એટલે આ પેંગોડાના બાંધકામમાં હુઆન સંગનો મજૂર તરીકેનો પરિશ્રમ પણ રહેલો છે. પેંગોડાનું વિધિસર ઉદ્ઘાટન થયા પછી એમાં બધી હસ્તપ્રતો ગોઠવવામાં આવી, પરંતુ પછી એ નાનો પડતાં એના ઉપર બીજા બે માળ વધારવામાં આવ્યા, એટલે એ સાત માળનો થયો. વખતોવખત જરૂરિયાત પ્રમાણે એનો જીર્ણોદ્ધાર થયો હતો. ગાઇડે કહ્યું, ‘તમે જ્યાં ઊભા છો એ પેંગોડા તેરસો વર્ષ પ્રાચીન છે. એના પાયામાં હુઆન સંગનો પરસેવો પડેલો છે. અહીં બેસીને એમણે ભારતથી લાવેલા ગ્રંથોનું ચીની ભાષામાં ભાષાન્તર કર્યું. મંદિરના આ વિસ્તારમાં એમને માટે નિવાસસ્થાન બાંધી આપવામાં આવ્યું હતું. આ પેંગોડામાં જીવનના અંત સુધી એમણે કામ કર્યું. કેટલા બધા બૌદ્ધ ધર્મગુરુઓને એમણે માર્ગદર્શન આપ્યું હતું ! છેલ્લાં દસ વર્ષ તો આ મઠના અધિપતિ તરીકે એમની નિમણૂક થઈ હતી.’ આ પેંગોડામાં ઊભા રહીને એની હવામાં શ્વાસ લેતાં અમે વિશિષ્ટ અનુભવ કર્યો. અમે મનોમન હુઆન સંગના તેજસ્વી પુણ્યાત્માને વંદન કર્યાં. Page #102 -------------------------------------------------------------------------- ________________ હંસ પેંગોડા ૮૫ આ પેંગોડાનું ‘હંસ પેંગોડા' એવું નામ કેવી રીતે પડ્યું એવા પ્રશ્નનો ખુલાસો કરતાં ગાઇડે કહ્યું, ‘તમે બહાર જઈને બરાબર ધ્યાનથી જોશો તો એના ભોંયતળિયાનો બાહ્યાકાર હંસ જેવો લાગશે. હુઆન સંગની સૂચના પ્રમાણે એવો આકાર કરવામાં આવ્યો હતો. એમને હંસ અત્યંત પ્રિય હતો. વળી એવી માન્યતા છે કે ટેંગ વંશના રાજાઓ અને પ્રજા ઉપર ભૂતકાળમાં જ્યારે આપત્તિ આવી પડી હતી ત્યારે શાક્યમુનિએ હંસનું રૂપ ધારણ કરીને દૈવી સહાય કરી હતી. અને લોકોને બચાવી લીધા હતા. વળી એવી દંતકથા છે કે એક વખત હુઆન સંગ ભારતના પ્રવાસ દરમિયાન ભૂલા પડ્યા અને ખૂબ તરસ્યા થયા હતા ત્યારે એક હંસ એમને પાણી ત૨ફ લઈ ગયો હતો. વસ્તુત: બોધિસત્ત્વે જ હંસનું રૂપ ધારણ કર્યું હતું. વળી બીજી એક દંતકથા એવી છે કે અહીં મઠમાં બધા ભિખ્ખુઓ શાકાહારી હતા. પરંતુ એક દિવસ બોધિસત્ત્વ બધાને ભિક્ષાત્ર પીરસ્યું. તે વખતે એક ભિક્ષુએ કહ્યું, ‘મને આજે માંસાહારી ઇચ્છા થઈ છે.' બોધિસત્ત્વ એની સામે કરુણાસભર નજરે જોઈ રહ્યા. તે વખતે આકાશમાંથી એક પક્ષી ધડ દઈને ત્યાં પડ્યું અને મૃત્યુ પામ્યું. એ હંસ હતો. એ જોઈ ભિક્ષુ સ્તબ્ધ થઈ ગયો. એણે માંસાહારની ઇચ્છા છોડી દીધી, પરંતુ હંસે આ સ્થળે પોતાના પ્રાણનો ભોગ આપ્યો હતો એટલે એની યાદગીરીમાં આ પેંગોડાને હંસનું નામ આપવામાં આવ્યું. ત્યાર પછી ગાઇડે અમને બે બાજુ ૨ાખવામાં આવેલા બે કલાત્મક સ્તંભ બતાવ્યા. ઈ. સ. ૬૫૩માં, હુઆન સંગની હયાતીમાં, રાજા લિ-ઝીએ એ ચીની ભાષામાં કોતરાવીને રાખ્યા છે. હુઆન સંગે પૅગોડા માટે અને બૌદ્ધ ધર્મગ્રંથોના અનુવાદ માટે જે કાર્ય કર્યું તેની ભારે પ્રશંસા એમાં કરવામાં આવી છે. ૬૨ વર્ષની વયે હુઆન સંગનું આ મઠમાં અવસાન થયું. એક મહાન તેજસ્વી તારલો ખરી પડ્યો. સમ્રાટ લિ-ઝીએ રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો અને નગર બહારના પર્વત પરના ઉદ્યાનમાં દફનવિધિ થઈ ત્યારે પોતે જાતે હાજર રહ્યા હતા. પછી ત્યાં જ ‘ત્રિપિટક’ નામનો પેંગોડા બંધાવી એમાં બે મોટી પેટીમાં હુઆન સંગનાં અસ્થિ રાખવામાં આવ્યાં. સમ્રાટ લિ-ઝીના અવસાન પછી હુઆન સંગના શિષ્ય કુઈ જી આ અવશેષોને ઝોંગ નાન નામના પર્વત ૫૨ લઈ ગયા અને ત્યાં પેંગોડા બાંધવામાં આવ્યો. ત્યાર પછી ત્યાંથી એક મોટા ધર્મગુરુ અગિયારમા સૈકામાં અવશેષોને નાનજિંગ શહેરમાં લઈ ગયા અને ત્યાં પેંગોડા બંધાવ્યો. કેટલાંક વર્ષો પછી નાનજિંગમાં ભયંકર ધરતીકંપ થયો. પંગોડા જમીનદોસ્ત થયો અને અવશેષો જમીનમાં ક્યાંક ગરક થઈ ગયા. એ વાતને સૈકાઓ વીતી ગયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૨માં જાપાને ચીન પર આક્રમણ કર્યું અને કેટલાક ભાગ ઉપર કબજો જમાવ્યો. આ યુદ્ધ દરમિયાન જાપાની સૈનિકો નાનજિંગમાં એક ઠેકાણે ખાઈ ખોદતા Page #103 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ હતા ત્યારે એમાંથી બે મોટી પેટી અકબંધ મળી આવી. લખાણ પરથી ખબર પડી કે એમાં હુઆન સંગનાં અસ્થિઅવશેષ છે. જાપાની સેનાપતિએ એ અવશેષો જાપાન મોકલી આપ્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ચીનમાં સામ્યવાદી ક્રાન્તિ થઈ. ચાંગ કાઈ શેક ભાગ્યા અને પાસેના પોતાના ટાપુ ફોર્મોસા(તાઇવાન)માં પહોંચી ગયા. ચીનનું વિભાજન થયું અને બંને સ્વતંત્ર રાષ્ટ્રો થયાં. દરમિયાન જાપાન પાસેથી હુઆન સંગના અવશેષો પાછા મેળવવા ઘણો ઊહાપોહ થયો. તાઇવાનનો પક્ષ લેનાર અમેરિકાનું જાપાન ઉપર વર્ચસ્વ હતું. અવશેષો માટે ચીન અને તાઇવાન એમ બંનેનો દાવો હતો. અવશેષો સરખે ભાગે વહેંચાય એ શરતે જાપાન તે આપવા માટે તૈયાર થયું. જાપાનની શરત સ્વીકારવા સિવાય છૂટકો નહોતો. હાથપગનાં અને બીજાં અસ્થિ તો સરખે ભાગે વહેંચી શકાયાં. હવે મસ્તકનો ભાગ-ખોપરીનો પ્રશ્ન ઊભો થયો. એ માટે ચીન કે તાઇવાન કોઈએ નમતું આપ્યું નહિ. અંતે ખોપરીના બે સરખા કટકા કરવામાં આવે એ શરત સ્વીકારાઈ. છેવટે ચીન અને તાઇવાનને અડધી અડધી ખોપરી મળી. વિધિની કેવી વક્રતા કે જે ખોપરી-મસ્તકે પ્રેમ, વાત્સલ્ય, કરુણા, બંધુત્વાદિની ભાવના વડે પ્રજાઓને એક કરવાનો પ્રયાસ કર્યો એના પોતાના જ બે કટકા થયા, કરવા પડ્યા. ચીનમાં અસ્થિની વાત આટલેથી ન અટકી. એ અસ્થિ પોતાને ત્યાં રાખવા માટે વિવિધ સ્થળોના દાવા થયા, ઝઘડા થયા. છેવટે ચીનની સરકાર તરફથી, હુઆન સંગે જ્યાં દીક્ષા લીધી હતી તે સ્થળ, જ્યાં એમને દફનાવવામાં આવ્યા તે સ્થળ અને જ્યાં એમના શિષ્ય-પ્રશિષ્યોએ અસ્થિ સાચવ્યાં હતાં એ સ્થળ – એમ ત્રણ સ્થળ વચ્ચે સરખે ભાગે અસ્થિ વહેંચી આપવામાં આવ્યાં. બૌદ્ધ ધર્મગુરુ ચીની પ્રવાસી હુઆન સંગને ક્યારેય એવો વિચાર સુધ્ધાં આવ્યો નહિ હોય કે પોતાના પ્રત્યેના પૂજ્યભાવને કારણે જ પોતાનાં અસ્થિ માટે આવા ઝઘડા થશે અને પોતાની ખોપરીના બે કટકા કરવા પડશે. પચીસ હજાર માઈલનો પગપાળા પ્રવાસ કરનાર હુઆન સંગના દેહમાં પરિભ્રમણનું તત્ત્વ એવું હાડ સુધી પહોંચી ગયું હતું કે એમના સ્વર્ગવાસ પછી પણ એમનાં હાડકાંઓએ પ્રવાસ ચાલુ રાખ્યો હતો. હંસ પૈગોડાની અમારી મુલાકાત પૂરી થઈ. પાછા ફરતાં એક બાજુ હુઆન સંગની ભવ્ય પવિત્ર જીવનયાત્રા અને બીજી બાજુ એમનાં અસ્થિ માટે ક્લેશમય સંઘર્ષ – એના વિચારોએ મગજને ઘેરી લીધું હતું. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૉર્ટ એલિઝાબેથ પાર્ટ એલિઝાબેથ આવ્યું દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે, પણ એનો સાંસ્કૃતિક સંબંધ ભારત અને બ્રિટન સાથે બે સૈકાથી પણ જૂનો છે. એના નામકરણમાં આડકતરી રીતે ભારત નિમિત્ત બન્યું હતું એવું કોઈને કહીએ તો માન્યામાં પણ ન આવે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં અમારે જવાનું હતું પૉર્ટ એલિઝાબેથથી ન્યાસ્ના, જ્યૉર્જ વગેરે સ્થળે રોકાઈને કેપટાઉન સુધી. આશરે સાતસો કિલોમીટરનો રસ્તો, જાણે મહાસાગરનાં દર્શન કરાવવા માટે જ કિનારે કિનારે બનાવ્યો હોય એમ લાગે. બસમાં બેઠાં બેઠાં સતત મહાસાગર પર નજર રાખતા રહીએ તો પણ ખબર ન પડે કે ક્યારે મહાસાગરે પોતાનું નામ બદલી નાખ્યું છે. જ્યાં એક મહાસાગર પૂરો થાય છે અને ક્યાંથી બીજો ચાલુ થાય છે તે દર્શાવતી કોઈ ભેદરેખા જલરાશિમાં નથી. પોર્ટ એલિઝાબેથ આવ્યું ભારતીય મહાસાગરને કિનારે અને કેપટાઉન શોભાવે છે એટલાન્ટિક મહાસાગરને. કેપટાઉન બંદર તરીકે મોટું, એનો કિનારો રળિયામણો, એની ભૌગોલિક રચના અનોખી અને એનો વિકાસ પણ વહેલો થયેલો. પોર્ટ એલિઝાબેથ લાગે શાંત અને શરમાળ. કેપટાઉન નગરી પ્રગભા જેવી, તો પૉર્ટ એલિઝાબેથ મુગ્ધા જેવી. પૉર્ટ એલિઝાબેથનું જૂનું નામ તે “બાઇયા દ લાગો'. ઈ. સ. ૧૫૭૬માં પૉર્ટુગીઝ (પોર્ટુગીઝ) શોધતફરી મેન્યુઅલ દ મિસ્કિતાએ એ આપેલું. એણે અહીં મુકામ કર્યો હતો અને પાસે આવેલી બાકેન્સ નદીના મુખ આગળ આવેલા એક તળાવ (લગૂન-લાગો) પરથી એ નામ આપ્યું હતું. આ મંદિર વિશે મળતા જૂનામાં જૂના દસ્તાવેજી ઉલ્લેખ પ્રમાણે પાંચસો વર્ષ પહેલાં એશિયાની શોધસફરે નીકળેલા બાર્થલોમેયુ ડાયસે (દિવસે) આ બંદરમાં પોતાનાં વહાણો લાંગર્યાં હતાં. ઈ. સ. ૧૪૯૭માં સુપ્રસિદ્ધ પોર્ટુગીઝ શોધસફરી વાસ્કો-દ-ગામા આ કિનારેથી પસાર થયો હતો, પરંતુ એણે અહીં મુકામ કર્યો નહોતો. અહીંના ટાપુઓનો એણે પોતાના અહેવાલમાં “પક્ષીઓના ટાપુ' તરીકે ઉલ્લેખ કર્યો છે. એ વખતે આ બંદરનો ઉપયોગ વહાણમાંથી વાસી પાણી ઠલવી દઈ તાજું પાણી ભરવા માટે થતો. તે ઈસવી સનના અઢારમા સૈકામાં આ બંદરે વહાણોની અવરજવર વધી ગઈ. Page #105 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ ८८ અહીંના ડચ ખેડૂતો વહાણના ખલાસીઓને રાત્રિમુકામ કરવા સમજાવતા, સારો આદરસત્કાર કરતા અને લેવડદેવડ દ્વારા કમાણી કરતા. પછી તો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ પૉર્ટુગીઝ, સ્પેનિશ, ડચ, ફ્રેન્ચ, બ્રિટિશ વસાહતીઓ વચ્ચે એકબીજા ઉપર સરસાઈ મેળવવા તીવ્ર સ્પર્ધા થવા લાગી, સંઘર્ષો પણ થયા. છેવટે અંગ્રેજોએ આ પ્રદેશનો કબજો મેળવ્યો. એને સુરક્ષિત રાખવા માટે બ્રિટિશ સૈનિકોએ ઈ. સ. ૧૭૯૯માં અહીં એક મોટો કિલ્લો બાંધ્યો અને એનું નામ રાખ્યું ‘ફૉર્ટ ફ્રેડરિક'. ત્યાર પછી આ પ્રદેશમાં ઇંગ્લૅન્ડના અંગ્રેજોને વસવાટ માટે ઉત્તેજન અપાવા લાગ્યું. બે દાયકામાં તો નાનાં નાનાં વહાણોમાં બેસીને ઇંગ્લૅન્ડથી બધા મળીને આશરે ચાર હજાર માણસો આવીને વસ્યા. તેઓને રહેવા અને ખેતી કરવા માટે જમીન અપાઈ. ઈ. સ. ૧૮૨૦માં આ વસાહતને નામ આપવામાં આવ્યું ‘પૉર્ટ એલિઝાબેથ'. સામાન્ય રીતે બ્રિટિશ સંસ્થાનમાં ‘વિક્ટોરિયા’ કે ‘એલિઝાબેથ’ નામ અપાય તો તે ઇંગ્લૅન્ડની મહારાણીના નામ પરથી જ હોય. પણ અહીં જાણવા મળ્યું કે મહારાણીના નામ પરથી નહિ, પણ કોઈક બ્રિટિશ મહિલાના નામ પરથી આ બંદરનું નામ અપાયું છે. એ મહિલાએ અહીં આવીને એવું તે શું યાદગાર કાર્ય કર્યું હશે કે એનું નામ બંદરને અપાયું ? જ્યારે જાણવા મળ્યું કે એણે તો બંદરની આ ધરતી પર પગ પણ નથી મૂક્યો ત્યારે તો મને જિજ્ઞાસા સહિત આશ્ચર્ય થયું. તા. ૬ જૂન ૧૮૨૦ના રોજ સવારે દસ વાગે આ બ્રિટિશ સંસ્થાનના ગવર્નર સર રૂફેન ડૉનિકને સમુદ્રકિનારે એક ઊંચી મોકાની વિશાળ જગ્યામાં અમલદારો, લશ્કરી અફસરો, સૈનિકો, નાગરિકો અને સ્થાનિક કાળા લોકોની વિશાળ મેદની સમક્ષ હાથમાં કોદાળી અને પાવડો લઈ, શુકનનો એક ખાડો ખોદીને જાહેર કર્યું કે ‘આજથી આ વસાહત અને બંદર ‘પૉર્ટ એલિઝાબેથ' તરીકે ઓળખાશે અને અહીં એલિઝાબેથનું સ્મારક કરવામાં આવશે.', આટલું બોલતાં બોલતાં તો ગળગળા થયેલા સર ડૉકિનની આંખમાં આંસુ ઊભરાયાં. પ્રસંગ હર્ષનો હતો, પણ આસું હર્ષનાં નહિ, ઘેરી શોકસંવેદનાનાં હતાં. આ એલિઝાબેથ તે સર ડૉનકિનનાં સ્વર્ગસ્થ પત્ની. તેઓ અવસાન પામ્યાં ભારતમાં અને તેમનું સ્મારક રચાયું દક્ષિણ આફ્રિકામાં, કારણ કે સર ડૉનિકનની ભારતથી બદલી થઈ અહીંના ગવર્નર તરીકે. ત્યારે એમની ઉંમર હતી બત્રીસ વર્ષની. ત્રીસ વર્ષની ઉંમરે તેઓ વિધુર થયા. એમનાં પત્ની એલિઝાબેથની ઉંમર ત્યારે હતી. માત્ર અઠ્ઠાવીસ વર્ષની. ઈસવી સનના અઢારમા-ઓગણીસમા સૈકામાં હિંદુસ્તાન ખાતેની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારમાં જોડાવા માટે કેટલાય સાહસિક યુવાનો આવતા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પૉર્ટ એલિઝાબેથ પોતાની કારકિર્દી બનાવવાની અને થોડાં વર્ષમાં ઘણું ધન કમાઈ લેવાની આ એક સારી તક હતી. ત્યારે હિંદુસ્તાન આવવાનું સહેલું નહોતું. ઇંગ્લેન્ડથી નીકળીને સઢવાળાં વહાણો આફ્રિકાના કિનારે કિનારે થઈને દોઢ-બે મહિને હિંદુસ્તાન પહોંચતાં. વળી તેઓને માટે હિંદુસ્તાનનો પ્રદેશ અજાણ્યો, ભાષા અજાણી. આમ છતાં સાહસ કરવા માટે એક મુખ્ય પ્રલોભન તે પાંચ-દસ વર્ષ સારા પગારે નોકરી કરીને પછી આખી જિંદગી પેન્શન ભોગવવા મળે તે હતું. ઊગતી યુવાનીમાં રૂફેન ડૉનકિન આવી નોકરીમાં જોડાઈ ગયા. પોતાની પ્રેમાળ પત્ની એલિઝાબેથ સાથે તેઓ ભારત આવ્યા. ઉત્તર પ્રદેશમાં મેરઠમાં ઉચ્ચ કક્ષાના અમલદાર તરીકે કામ કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી. એક બાહોશ, કાર્યદક્ષ અમલદાર તરીકે એમની પ્રશંસા થઈ. કેટલાક સમય પછી એમની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. પરંતુ તેમનું સુખી દામ્પત્યજીવન અચાનક ખંડિત થયું. ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં તાવનો રોગચાળો ફાટી નીકળ્યો. ત્યારે આજના જેવી અક્સીર દવા કે ઇજેક્શનોની શોધ થઈ નહોતી. ચેપી તાવમાં ઘણા માણસો ટપોટપ મરવા લાગ્યા. એલિઝાબેથને પણ તાવ લાગુ પડ્યો અને થોડા દિવસમાં જ, ૬ જૂન ૧૮૧૮ના રોજ તેમનું અવસાન થયું. રૂફેનના માથે વજઘાત થયો. પછીથી તો રૂફેનને હિંદુસ્તાનમાં રહેવામાં રસ રહ્યો નહિ. પણ દીકરો હજુ ફક્ત સાત મહિનાનો હતો. એટલા નાના બાળકને લઈને દરિયાઈ સફર ખેડવામાં સાહસ હતું. તેઓ થોભી ગયા. દીકરો બે વર્ષનો થયો ત્યારે એમણે બદલી માગી. એમની નિમણૂક દક્ષિણ આફ્રિકામાં કેપ પ્રોવિન્સના ગવર્નર તરીકે થઈ. એમને બઢતી આપવામાં આવી. વળી “સરનો ઇલકાબ પણ તેમને મળ્યો. ઈ. સ. ૧૮૨૦માં સર ડોનકિને બંદરને નામ આપ્યું અને તે સ્થળે પિરામિડના આકારનું સ્મારક બનાવ્યું જે આજે પણ જોઈ શકાય છે. અમે તેમનું લખાણ વાંચ્યું. આ પિરામિડ પર બે બાજુ બે તકતી લગાડવામાં આવી છે. એકમાં લખ્યું છે : “To the memory of one of the most perfect human being who has given her name to the town below.' oleo dsdui qui cg : 'The husband whose heart is still wrung by undiminished grief.' આ વાક્યો પરથી અમને એલિઝાબેથ અને રૂફેન ડૉનકિન બંનેના સ્નેહોજ્વલ વ્યક્તિત્વનો ખ્યાલ આવ્યો. એમના મધુર દામ્પત્યપ્રેમ માટે અમને આદરભાવ થયો. જાણે અમારી ઊંડી સંવેદનાનો જ પડઘો પાડવા હોય તેમ તે જ વખતે આકાશમાંથી ઝરમર વરસાદ પડવા લાગ્યો. અમે ભીંજાઈ ગયા. ઘડીકમાં તડકો અને ઘડીકમાં વરસાદ એવી અહીંની ચંચલ આબોહવાનો પરિચય થયો. એલિઝાબેથનું સ્મારક જોયા પછી અમે આ બંદરના બીજા વિસ્તારોમાં ફરવા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯o પાસપોર્ટની પાંખે - ભાગ ૩ નીકળ્યા. બસો વર્ષના ગાળામાં ચાર હજારની વસ્તીમાંથી દસ લાખની વસ્તી સુધી પહોંચેલા, ક્રિકેટ વગેરે રમતગમતો માટે વિખ્યાત બનેલા આ નગરે પોતાની સંસ્થાન-શાહી (Colonial) મુદ્રા બરાબર સાચવી રાખી છે. રેલવે સ્ટેશન, પોસ્ટ ઑફિસ, લાઇબ્રેરી અને તેના પ્રવેશદ્વાર પાસે રાણી વિક્ટોરિયાનું પૂતળું, આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, કલબ, એડવર્ડ હોટેલ, ઓપેરા હાઉસ, દીવાદાંડી, કિલ્લો અને એમાં આવેલાં મકાનો – અને દેવળો તો કેમ ભુલાય – આ બધાંના સ્થાપત્યમાં એ યુગનું વાતાવરણ અનુભવાય છે. ભલે છેવટે રાજ્ય અંગ્રેજોને અહીં સ્થપાયું, પણ એની પૂર્વે યુરોપની જુદી જુદી પ્રજાઓએ આ નગરીના નિર્માણમાં જે ફાળો આપ્યો તે હજુ જળવાઈ રહ્યો છે. ઓગણીસમી સદીમાં લોકો કેટલા બધા ધાર્મિક હતા અને ધાર્મિક ચુસ્તતા અને સંકુચિતતાવાળા હતા એ તો ત્યારે પાંચ-સાત હજારની વસ્તીવાળા આ બંદરમાં જુદા જુદા ખ્રિસ્તી સંપ્રદાયનાં બંધાયેલાં મોટાં મોટાં દેવળો પરથી જોઈ શકાય છે. પાંચ-છ દાયકામાં અહીં રોમન કેથોલિક, હોલી ટ્રિનિટી, ઍગ્લિકન, પ્રેમ્બિટેરિયન, મેડિસ્ટ, કૉંગ્રેગેશનલ, સેન્ટ ઑગસ્ટાઇન, સેન્ટ મેરી. એમ કેટલાં બધાં દેવળો બંધાયાં, જેમાંના કેટલાંક હવે ઘણુંખરું સ્મારક જેવાં બની ગયાં છે. સ્મારકની વાત આવે એટલે પૉર્ટ એલિઝાબેથમાં અસ્વસ્મારક (Horse Monument) જોયાનું યાદ આવે. ઘોડાનું આ એક અને અદ્વિતીય સ્મારક છે. દક્ષિણ આફ્રિકામાં ઈ. સ. ૧૮૯૦ની આસપાસ થયેલા ભયંકર યુદ્ધમાં સેંકડો ઘોડાઓ માર્યા ગયા હતા. અનેક અશ્વોની લાશ નજરે નિહાળનાર હરિયેટ માયર નામની એક વૃદ્ધ મહિલાનું હૃદય બહુ દ્રવી ગયું. એને થયું કે સૈનિકોને તો સૌ કોઈ યાદ કરશે, પણ ખરો ભોગ આપનાર આ મૂગાં પ્રાણીને કોણ યાદ કરશે ? એટલે નગરની વચ્ચોવચ ઘોડાનું સ્મારક બનાવવા માટે એણે ઝુંબેશ ઉપાડી. એની ભાવના સાચી હતી એટલે પ્રતિસાદ પણ સારો સાંપડ્યો. ઠેરઠેરથી નાણાં આવ્યાં અને સરસ સ્મારક થયું. એણે નીચે લખાવ્યું કે કોઈ પણ દેશની મહાનતા ન્યાય અને કરુણાની એની ભાવના ઉપર નિર્ભર છે.” (કદાચ આ અસ્વસ્મારકના અનુકરણરૂપે જ હશે, કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેપટાઉનમાં બ્રિટિશ નૌકાદળના સૈનિકોને વહાલ અને મદદ કરનાર એક કૂતરાનું પૂતળું છે અને આજે પણ નૌકાદળના સૈનિકો અને લશ્કરી સલામી આપે છે.) પૉર્ટ એલિઝાબેથમાં એવું જ બીજું એક લાક્ષણિક પૂતળું છે પ્રેસ્ટર જોનનું. ફ્લેમિંગ ફુવેરમાં એ અમે જોયું. પ્રેસ્ટર જૉન એ યુરોપની મધ્યકાલીન દંતકથાનું કાલ્પનિક પાત્ર છે. તે રાજર્ષિ (Priest Monarch) છે કે જે આફ્રિકા, અરબસ્તાન અને એશિયાના સામ્રાજ્યના સમ્રાટ છે અને વળી ખ્રિસ્તી ધર્મગુરુ પણ છે. ખ્રિસ્તી ધર્મના પ્રચારની મહત્ત્વાકાંક્ષાનું એ પ્રતીક છે. એશિયામાં ઠેઠ ચીન-જાપાન સુધી Page #108 -------------------------------------------------------------------------- ________________ પૉર્ટ એલિઝાબેથ ૯૧ ખ્રિસ્તી ધર્મને લઈ જનાર પોર્ટુગીઝ શોધસાફરીઓ હતા. એટલે પ્રેસ્ટર જનની બાજુમાં પોર્ટુગીઝ શોધ ફરીનું પૂતળું છે. આ બંદરમાં પહેલો પગ મૂકનાર પોર્ટુગીઝો હતા. પ્રેસ્ટર જોનનું પૂતળું દુનિયામાં આ એક જ છે. ચારસો વર્ષ પહેલાં અહીં ઘણાંબધાં પક્ષીઓ હતાં એટલે પક્ષીઓના બંદર તરીકે જાણીતા આ શહેરમાં આજે એટલાં પક્ષીઓ રહ્યાં નથી, તો પણ “પહેલી પક્ષી ગલી', “બીજી પક્ષી ગલી' એમ ગલીઓનાં નામ આજે પણ જોવા મળે છે. વળી એક માર્કેટનું નામ જ પીંછાં માર્કેટ' (Feather Market) છે કે જ્યાં એક જમાનામાં શાહમૃગ અને બીજા પક્ષીઓનાં રંગબેરંગી પીંછાં વેચાતાં મળતાં હતાં. આજે પણ કેટલાંક પીંછાં મળે છે, પણ પીંછાં કરતાં બીજી ચીજવસ્તુઓ ત્યાં વધારે મળે છે. પોર્ટ એલિઝાબેથમાં જોવા જેવું તો ઘણુંખરું અમે જોયું, પરંતુ એના પ્રવાસનું સ્મરણ પહેલે દિવસે જ બનેલી બીજી એક ઘટનાને કારણે પણ મને રહ્યું છે. અમારા ગ્રૂપનો ઉતારો એક મોટી આલીશાન હોટેલમાં હતો. આવી હોટેલોમાં ભાતભાતની લલચાવનારી સગવડો હોય છે. અમારા એક મિત્રને ટબમાં નાહવાનું મન થયું. પાણી ચાલુ કરીને, હાથ રાખીને જોઈ લીધું કે સાધારણ ગરમ, નવાય એવું પાણી આવતું હતું. વળી એમને થયું કે હોટેલે Bubble Bath – પરપોટા-ફીણ થાય એવા પ્રવાહી સાબુની બાટલી પણ રાખી છે, તો પછી વાપરવાનું મન કેમ ન થાય ? એમણે આખી બાટલી ટબમાં રેડી દીધી. ટબમાં પાણી ભરાઈ ગયું એટલે નહાવા માટે એમણે પગ મૂક્યો અને તરત ચીસ પાડી ઊઠ્યા. પાણી ધગધગતું, દાઝી જવાય એટલું બધું ગરમ હતું. આવી હોટેલોમાં નળમાં રહેલું સાધારણ ગરમ કે ઠંડું પાણી થોડી વાર આવ્યા કરે અને પછી ગીઝરનું ધગધગતું પાણી આવે. પગ બળતાં જ મિત્રે તે બહાર લઈ લેવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો બબલ બાથે એમને આખા અંદર લપસાવ્યા. ફરી નીકળવાનો પ્રયાસ કર્યો તો ફરી લપસ્યા. છેવટે બધું બળ એકઠું કરીને તેઓ નીકળ્યા ત્યારે બહુ દાઝી ગયા હતા. તરત દાક્તરને બોલાવવામાં આવ્યા. દાક્તરે જોઈને કહ્યું કે તેઓ એટલા બધા દાઝી ગયા છે કે તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ કરવા પડશે. ઍબ્યુલન્સમાં લઈ જઈને એમને હૉસ્પિટલમાં દાખલ કર્યા. મહિનો રહ્યા, પણ જીવથી બચી ગયા. દક્ષિણ આફ્રિકાનો એમનો પ્રવાસ હૉસ્પિટલમાં જ પૂરો થયો. સતત ચિંતા અને ખર્ચનો ખાડો એ તો નફામાં જ. હોટેલોની કેટલીક પ્રલોભનકારી સગવડો પણ બોધપાઠ શિખવાડનારી નીવડે છે. પૉર્ટ એલિઝાબેથનો અમારો પ્રવાસ પૂરો થયો. બીજે દિવસે સવારે સામાન સાથે અમે બસમાં ગોઠવાયા, ન્યાસ્ના જવા માટે. મારા ચિત્તમાં આ બંદરનો ઇતિહાસ તરવરવા લાગ્યો. એમાં પણ સર રૂફેન ડૉનકિનનો પત્ની પ્રેમ હૃદયને સ્પર્શી ગયો. એમની સંવેદના અને એમના ઉદ્ગારો પરથી પણ એલિઝાબેથ કેટલી બધી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ પ્રેમાળ પત્ની હશે તેનો ખ્યાલ આવતો હતો. હું આ વિચારધારામાં મગ્ન હતો ત્યાં એક મિત્ર છાપું લઈ આવ્યા અને મારા હાથમાં મૂક્યું. પહેલે પાને જ મોટું શીર્ષક હતું. એમાં સ્થાનિક લોકોનાં કાળાં કામના સમાચાર હતા. આગલી રાતે બળાત્કારની છ ઘટના પોલીસમાં નોંધાઈ હતી. એમાંની બે તો સગીર બાળાઓ પર થયેલા બળાત્કારની હતી. આફ્રિકાનાં ઘણાં શહેરોમાં ગરીબી, બેકારી વગેરેને લીધે ગુનાખોરીનું પ્રમાણ ઘણું છે. વળી સંસ્કારિતાનું ધોરણ પણ નીચું છે. એટલે જ મોટાં શહેરોમાં અંધારું થતાં પહેલાં માણસો વિશેષત: સ્ત્રીઓ ઘરમાં ભરાઈ જાય છે. એકલદોકલ પુરુષ હોય તો પૈસા લૂંટાઈ જાય અને સ્ત્રી હોય તો લાજ લૂંટાઈ જાય. બળાત્કારની ઘટનાઓ વિશે વાંચીને મન ઉદ્વિગ્ન થયું. મનમાં સરખામણી થવા લાગી કે ક્યાં ડોનકિનનો દિવ્ય પ્રેમ અને ક્યાં વર્તમાનમાં અહીં કાળા યુવકોની કામવિડંબના ! કેટલાયની જિંદગી બરબાદ કરી નાખનારી વરવી કામવાસના ! સંસાર કેવો સમ-વિષમ વૃત્તિ-પ્રવૃત્તિથી ભરેલો છે ! Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ખામ આફ્રિકામાં ભૌગોલિક દૃષ્ટિએ મોટામાં મોટા રાષ્ટ્ર સુદાનના પાટનગર ખાર્દ્રમ(Khartoom)નું નામ તો બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૪૪-૪૫માં સાંભળ્યું હતું, પરંતુ તે કાયમને માટે યાદ રહી ગયું છે બીજી એક કરુણ ઘટનાની માહિતીને કારણે. ત્યારે અમારે કૉલેજમાં આંગ્લ લેખક લિટન સ્ટ્રેચીનું એક પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચાલતું હતું. એમાં જનરલ ચાર્લ્સ ગોર્ડનનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં ત્યારે અમારા અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પ્રો. પિન્ટો જનરલ ગોર્ડનનું જીવનચરિત્ર રસપૂર્વક સમજાવતા. એમાં છેલ્લે જનરલ ગોર્ડનના જીવનના કરુણ અંતનો ચિતાર આપવામાં આવ્યો છે. ખાદ્ભૂમના પાદરમાં જનરલ ગોર્ડનનું શબ એક ઝાડની ડાળ પર કેટલાક દિવસ સુધી લટકતું રહ્યું હતું. એ ઘટનાનું તાદેશ ચિત્ર ત્યારથી સ્મૃતિપટ પર અંકિત થઈ ગયું હતું. આઝાદી પહેલાંના એ અમારા દિવસોમાં ગોરા બ્રિટિશ લોકોનું પ્રભુત્વ હતું. ગોરા લોકોએ, ખાસ કરીને અમેરિકામાં કેટલાયે કાળા ગુલામોને લટકાવીને બાળી નાખ્યા (Lynch) છે, પરંતુ કાળા લોકોએ એક ગોરા જનરલને આ રીતે ઝાડ પર લટકાવ્યા હોય એવી બીજી કોઈ ઘટના બની હોય એવું સાંભળ્યું નથી. એટલે જ ખાટ્રૂમનું નામ યાદ રહી ગયું છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં ભારતની જેમ ઇજિપ્ત ઉપર બ્રિટનનું પ્રભુત્વ હતું. ભારતની જેમ ઇજિપ્તમાં લશ્કરી વડા અધિકારીઓ અંગ્રેજો રહેતા. ઓગણીસમી સદીના આરંભમાં જન૨લ ચાર્લ્સ ગોર્ડન ઇજિપ્શિયન સૈન્યમાં સરસેનાધિપતિ હતા. તે વખતે ઇજિપ્તે સુદાન પર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. ત્યાર પછી જનરલ ગોર્ડનની સુદાનના ગવર્નર જનરલ તરીકે નિમણૂક થઈ હતી. સુદાન ઉપર રાજદ્વારી સત્તા જમાવ્યા પછી અંગ્રેજોએ જેમ બીજા પ્રદેશોમાં કર્યું તેમ સુદાનમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો અને અનેક મુસલમાનને વટલાવીને ખ્રિસ્તી બનાવ્યા. આથી જ સુદાનમાં ખ્રિસ્તી-વિરોધી વંટોળ ઊભો થયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં માહદી નામના એક મુસ્લિમ ધર્મનેતાએ ખ્રિસ્તીઓ સામે મોટી જેહાદ ઉપાડી અને તેઓએ જનરલ ગોર્ડનની હત્યા કરી. એમના શબને લોકોને બતાવવા માટે ખાર્ટૂમમાં લટકાવવામાં આવ્યું હતું. ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનો સંઘર્ષ સુદાનમાં આજ દિવસ સુધી ચાલ્યા કર્યો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ છે. માલદીએ સુદાનમાં સત્તા મેળવી ત્યાર પછી ઘણા ખ્રિસ્તીઓને પાછા મુસલમાન બનાવવામાં આવ્યા. એટલે સુદાનના ઉત્તર ભાગમાં હાલ મુસલમાનોની બહુમતી છે અને દક્ષિણ સુદાનમાં ખ્રિસ્તીઓની. ઈ. સ. ૧૮૯૮માં અંગ્રેજોએ ઇજિપ્તની મદદથી ફરી સુદાન ઉપર કબજો મેળવ્યો અને ૧૯૫૩ સુધી રાજ્ય કર્યું. ૧૯૫૬માં સ્વતંત્ર થયેલા સુદાનમાં વારંવાર સત્તાપલટો થયો. દરમિયાન મુસલમાનો તથા ખ્રિસ્તીઓ વચ્ચે આંતરવિગ્રહ થયો અને હજારો માણસો માર્યા ગયા અને હજારો અપંગ થયા. ૧૯૭૦ પછી કંઈક સ્થિર સરકાર કામ કરવા લાગી છે, પરંતુ પ્રજાની આર્થિક અવદશા એવી જ રહી છે. ઉત્તર આફ્રિકામાં કેરો પછી બીજા નંબરનું મોટું શહેર તે ખાટુંમ, પણ ખાટ્મ એટલે જાણે મોટું ગામડું. કેરો જેવી રોનક ત્યાં જોવા ન મળે. ગરીબી અને બેકારીનું પ્રમાણ ત્યાં ઘણું છે. જ્યાં જુઓ ત્યાં માણસો નવરા બેઠેલા હોય. સરકારી કચેરીઓમાં કામકાજ કીડીવેગે ચાલે અને રાહ જોતા બેસી રહેવું પડે. આથી જ કોઈક અમેરિકન પ્રવાસીએ ચિડાઈને કહ્યું હતું કે પાર્ટીમ એટલે “દુનિયાનો મોટામાં મોટો વેઇટિંગ રૂમ'. (જોકે ખાટુંમને શરમાવે એવાં બીજાં શહેરો પણ છે.). સુદાનમાં વિદેશના નાગરિકોના પ્રવેશ ઉપર હાલ બહુ નિયંત્રણ છે. વિઝા જલદી મળે નહિ. મળ્યા પછી પણ તકલીફ ઘણી. અલબત્ત, સ્થાનિક ઓળખાણથી કામ જલદી થાય. ત્યાં દોઢસો વર્ષથી ગુજરાતીઓનો વસવાટ છે અને સરકારી તંત્રમાં બુનિયા' (ઇન્ડિયન માટે “વાણિયા' ઉપરથી)ને માટે ભારે માન છે. સુદાનમાં પગે અપંગ ગરીબ માણસો ઘણા છે. તેઓને મફત “જયપુર ફૂટ બેસાડી આપવાની પ્રવૃત્તિ ખાટુંમની રોટરી ક્લબ દ્વારા, મુંબઈની રોટરી ક્લબ અને હેલ્પ હૅન્ડિકેપ' વગેરે સંસ્થાના સહકારથી ચલાવવામાં આવે છે. એ નજરે નિહાળવા અને વિશેષ પ્રવૃત્તિઓ અંગે વિચારણા કરવા માટે હેલ્પ હેન્ડિકેપ'ના ટ્રસ્ટીઓ શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને શ્રી મનુભાઈ સંઘરાજ કા ખાદ્ગમ જતા હતા ત્યારે એમની સાથે જોડાવાનો અવસર મને પણ સાંપડ્યો હતો. અમારી સાથે “જયપુર ફૂટ'ના એક ટેકનિશિયન શ્રી નાથુસિંગ પણ હતા, જેઓ ત્યાં ચાર-છ મહિના રોકાઈને સ્થાનિક કાર્યકર્તાઓને ટેકનિકલ તાલીમ આપવાના હતા. ખાટુંમમાં એ માટે એક વર્કશોપની સ્થાપના કરવામાં આવેલી છે. નાઇરોબીથી વિમાનમાં અમે ખાદ્ગમ પહોંચ્યા. અમારા વિઝાની વ્યવસ્થા ખાર્ટૂમમાં આવેલી અમેરિકન ઓઇલ કંપનીમાં કામ કરતી એક હોશિયાર અમેરિકન મહિલાએ કરી આપી હતી. અમારા શ્રી મહેન્દ્રભાઈની તે પરિચિત, રોટેરિયન અને જયપુર ફૂટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. અમારો ઉતારો ખાટુંમની હોટેલ હિલ્ટનમાં હતો. હોટેલ સરસ હતી, પણ અન્યત્ર જોવા મળે તેવી આ હિલ્ટન Page #112 -------------------------------------------------------------------------- ________________ ખાટુંમ ૯૫ નહોતી. પોતે થોડી ભૂખે મરતી હોય એવું લાગે. જ્યાં પ્રવાસીઓ જ બહુ આવતા ન હોય, આવવા દેવામાં ન આવતા હોય ત્યાં હોટેલ બિચારી શું કરે ? એની ચાલમાં કરકસર જણાતી હતી. હોટેલમાં પહોંચતાં જ સ્થાનિક રોટેરિયન મિત્રો અને ગુજરાતી સમાજના કેટલાક આગેવાનો મળવા આવી ગયા. તેઓની સાથે જુદા જુદા કાર્યક્રમોની વિચારણા થઈ. બીજે દિવસે સવારે અમે ખાટુંમમાં ફરવા નીકળ્યા. નૈસર્ગિક દૃષ્ટિએ ખાટુંમ એક રમણીય સ્થળ છે. સૈકાઓ પૂર્વે રખડુ જાતિઓએ વસવાટ માટે આ સ્થળની બહુ ઔચિત્યપૂર્વક પસંદગી કરી હતી. અહીં ઇથિયોપિયામાંથી નીકળીને આવતી હ્યુભૂરી નાઈલ અને વિક્ટોરિયા સરોવરમાંથી નીકળીને આવતી વ્હાઇટ-શ્વેત નાઈલનો સંગમ છે. અહીંથી તે બંને એક થઈને ઇજિપ્તમાં વહે છે. દુનિયામાં નાઈલ એક એવી મોટી લાંબી નદી છે કે જે પૂર્વ-પશ્ચિમને બદલે દક્ષિણમાંથી ઉત્તર તરફ વહે છે. નાઈલ નદીના સંગમને કારણે રણ જેવા પ્રદેશમાં હવામાનમાં ફરક પડ્યો છે અને આસપાસની જમીન ખેતીને લાયક ફળદ્રુપ બની છે. નદીના વહેણના આકાર ઉપરથી તે કાળના આદિવાસી લોકોએ એને નામ આપ્યું “ખાટ્મ.” ખામ એટલે હાથીની સૂંઢ. નદીનો વળાંક અહીં હાથીની સૂંઢ જેવો છે. આફ્રિકાના આદિવાસીઓને નામ આપવા માટે હાથી જ યાદ આવે ને ! અહીં નાઈલની બંને બાજુ શહેર વસ્યું છે. બીજી બાજુના શહેરને ઓમદુરમાન કહે છે. વચ્ચે નદી ઉપર પુલ છે. આમ તો એક જ મોટું શહેર ગણાય, પણ ખાટુંમ કરતાં ઓમદુરમાન વધુ સુઘડ અને સમૃદ્ધ દેખાય છે. વસ્તુત: બેઠા ઘાટનાં, માળ વગરનાં અડોઅડ જૂનાં ઘરો અને ધૂળિયા રસ્તા બધે જ છે. આશરે છ લાખની વસ્તીવાળા આ શહેરનો જેટલો થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી. જૂની પેઢીના માણસો કહે છે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે ચળકાટ ખાટુંમમાં હતો તે હાલ નથી રહ્યો. ખાટ્મમાં પચરંગી પ્રજા છે. મુખ્યત્વે સુદાની લોકો છે. સાડાછ ફૂટ ઊંચા, શરીરે ભરાવદાર, ગોળ મોઢું, મોટું કપાળ, જાડા હોઠ, માથે ગૂંચડાવાળા કાળા વાળ, ચામડી હબસી કરતાં સહેજ ઓછી કાળી, લાંબી બાંયનો અને એડી સુધીનો સફેદ ઝભ્ભો, ખભે ખેસ અને માથે સફેદ પાઘડી (અથવા ટોપી) વગેરે સુદાનીને ઓળખવાનાં લક્ષણો છે. ખાટુંમમાં આરબો છે, હબસીઓ છે અને આરબ-હબસીના મિશ્રણવાળી પ્રજા તે નુબિયનો છે. અહીં યુરોપિયનો છે, અમેરિકનો છે, ભારતીય લોકો છે અને ચીનાઓ પણ છે. જૂના વખતમાં ખાટ્મમાં સોનું, હાથીદાંત અને રૂ-કપાસનો મુખ્ય વેપાર હતો. સૈકા પહેલાં ગુલામોનું મોટું બજાર અહીં ભરાતું. હવે આધુનિક વ્યવસાયો વધ્યા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ જમીનમાંથી તેલ નીકળ્યું છે. ખાણમાંથી કાચા હીરા નીકળ્યા છે. સોનાની ખાણોમાં મોટા પાયે ખોદકામ ચાલુ થયું છે. ખાણવિદ્યામાં હોશિયાર એવા ચીનાઓને અહીં વસાવ્યા છે. સાત લાખ જેટલા ચીનાઓ ત્રણ-ચાર દાયકાથી સુદાનમાં આવીને વસ્યા છે. ચીની-સુદાનીની સંમિશ્ર પ્રજા પણ ચાલુ થઈ ગઈ છે. આફ્રિકાનાં બીજાં શહેરોની જેમ ખાટુંમમાં પણ તડકો ઘણો પડે. ઉઘાડા માથે લાંબું ચલાય નહિ, માથું ભમી જાય. લોકો મોટી પાઘડી કેમ પહેરે છે તે સમજાવવું ન પડે. તડકાને લીધે જ ખાટુંમમાં ઠેર ઠેર મોટા ઘટાદાર લીમડા અને બીજાં વૃક્ષો જોવા મળે છે. રાહદારીઓ, નવરા માણસો છાંયડો શોધતા ફરે. બપોરના વખતે કોઈ વૃક્ષ નીચે છાંયડામાં કોઈ ઊભું ન હોય એમ બને નહિ. કેટલાંય વૃક્ષો નીચે ખુરશી, ખાટલો, પાણીનું માટલું કે કોઠી હોય. ક્યાંક સાધારણ સ્થિતિની મહિલાઓ સગડી રાખી ચા બનાવે અને વેચે. સુદાની મહિલાઓ સાડી જેવું એક જ વસ્ત્ર આખા શરીરે વીંટાળે, પણ પગની પાની સુધી નહિ, ઘૂંટણ ઢંકાય એ રીતે પહેરે. માથે ઓઢવાનું ફરજિયાત છે. પોલકું ઘણુંખરું આખી બાંયનું પહેરે. સફેદ અને કાળો એ બે રંગનાં વસ્ત્રો વધુ પ્રચલિત છે. ખાટુંમ અને ઓમદુરમાનમાં જોવા જેવાં સ્થળોમાં નૅશનલ મ્યુઝિયમ, માહિદીની કબર, ખલીફાનું મ્યુઝિયમ, પ્રમુખનો મહેલ, પેલેસ મ્યુઝિયમ વગેરે ગણાવી શકાય. ઇતિહાસ અને સાંસ્કૃતિક અવશેષોમાં જેમને રસ હોય તેમને વધારે ગમે, કારણ કે ફ્રાન્સના સહકારથી થયેલા ખોદકામમાં અઢી હજાર વર્ષ પહેલાંના પ્રાચીન અવશેષો મળ્યા છે. અમે થોડુંક જોયું, થોડુંક જતું કર્યું. હોટેલ હિલ્ટનમાં બપોરના ભોજન વખતે સ્થાનિક રોટરી ક્લબના સભ્યોને અને ગુજરાતી સમાજના કેટલાક આગેવાનોને મળવાનું થયું. ત્યાર પછી સુદાનના આરોગ્યપ્રધાન સાથે અમારી મુલાકાત ગોઠવાઈ હતી. જયપુર ફૂટ અંગે એમને માહિતી અપાઈ. પોતાના દેશને વિનામૂલ્ય જયપુર ફૂટ અને તે બનાવવા માટેની સામગ્રી મળતી હોય તો કેમ ન ગમે ? પોતાના આરોગ્ય ખાતા તરફથી બધો જ સહકાર આપવાની તેમણે ખાતરી આપી. ત્યાર પછી અમે જયપૂર ફૂટના વર્કશોપની મુલાકાત લીધી. ત્યાં એક અથવા બંને પગે અપંગ બનેલાં લાચાર સ્ત્રીપુરુષોના દયામણા ચહેરા જોઈ કરુણા ઊપજે. જયપુર ફૂટથી તેઓની જિંદગી સુધરી જાય, લાચારી ઓછી થાય, હરવાફરવાની શક્યતા વધે. કૃત્રિમ પગ આશીર્વાદરૂપ નીવડે. થોડાં વર્ષોમાં ત્રણેક હજાર કરતાં વધુ સ્ત્રીપુરુષોને કૃત્રિમ પગ બેસાડી આપવામાં આવ્યા છે. શ્રી નાથુસિંગે અગાઉ અહીં એક વર્ષ રહીને સ્થાનિક સુદાની કર્મચારીઓને કૃત્રિમ પગ બનાવવાની તાલીમ આપી હતી. આ વખતે પણ તેઓ બીજા વધુ માણસોને તાલીમ આપવાના છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ખાર્ટમ - સાંજ પડવા આવી હતી. સૂર્યે પોતાની પ્રખરતા ઘટાડી અને વાયુને શીતલતા તથા પ્રસન્નતા સાથે મોકલી આપ્યો. અમે નાઈલના કિનારે લટાર મારવાનો આનંદ માણ્યો અને હોટેલ પર પહોંચ્યા. હવે અમારે ખાટુંમના એક જાણીતા વડીલ શ્રેષ્ઠી શ્રી ચંદુભાઈ પીતાંબરને મળવાનું હતું. ખાટ્મમાં અજાણ્યા માણસો પોતાની મેળે જલ્દી પહોંચી ન શકે. કોઈ સાથે જોઈએ. ભાષાનો પ્રશ્ન, વળી રસ્તાનાં નામ કે મકાનોના નંબર જેવું ખાસ જણાયું નહિ. હશે તો તે સરકારી દફતરમાં. મસ્જિદ, મોટાં મકાન, બૅન્ક, હૉસ્પિટલ, મોટી દુકાન વગેરે “મશહૂર નિશાનીથી રસ્તા ઓળખાય. રસ્તા ખાસ્સા પહોળા અને ટ્રાફિક ઓછો. ક્યાંક રસ્તા પર નાના મંડપ હોય. સ્થાનિક મિત્રે અમને કહ્યું કે ખાટ્મમાં હૉલ ઓછા, અને પોતાનો પ્રસંગ પોતાના આંગણામાં જ મંડપ બાંધીને ગોઠવાય છે. ભારતનાં ગામડાંઓના જેવો રિવાજ અહીં પણ છે. વરસાદની અનિશ્ચિતતા ન હોય ત્યાં મંડપોની મઝા અનોખી છે. મિત્રે સમજાવ્યું કે જે મંડપમાં બધી જ ટ્યૂબલાઇટ સફેદ હોય ત્યાં બેસણું-સાદડી છે એમ સમજવું. જ્યાં લગ્નાદિ ઉત્સવ કે મહેફિલ હોય ત્યાં ટ્યૂબલાઇટ રંગબેરંગી હોય (ટ્યૂબલાઇટની શોધ કરનારને આવા ઉપયોગની કલ્પના નહિ હોય.) | ખાટ્મમાં આશરે દોઢસો ગુજરાતી કુટુંબો વસે છે, પરંતુ ગુજરાતીઓનો જુદો વિસ્તાર હોય એવું નથી. ગુજરાતી-સુદાની સાથે સાથે રહે છે. બધા ગુજરાતીઓને સુદાની-અરબી ભાષા આવડે છે. ગુજરાતીઓનાં ઘરોમાં ગુજરાતનું જ વાતાવરણ જોવા મળે. તેઓમાં વ્યવહારની ભાષા પણ ગુજરાતી જ છે. ચંદુભાઈ પીતાંબરને મળીને અમને અત્યંત આનંદ થયો (દાદા પીતાંબરનું નામ તેમણે અટક તરીકે રાખ્યું છે). તેઓ પોતાના વ્યવસાયમાં તો આગળ વધેલા છે જ, પરંતુ સુદાનમાં રહીને એમણે જુદા જુદા ધર્મોનો સારો અભ્યાસ કર્યો છે. તેઓ જાતે વૈષ્ણવ છે. સંસ્કૃત ભાષાના જાણકાર છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા, વેદો વગેરેનો અભ્યાસ કર્યો છે. ઇંગ્લિશમાં તેમણે બાઇબલ વાંચ્યું છે અને એરેબિકમાં કુરાન વાંચ્યું છે. એરેબિક તે જાણે એમની બીજી માતૃભાષા છે. એમનો જન્મ અહીં સુદાનમાં જ એક નાના ગામમાં થયેલો અને શાળાનો અભ્યાસ પણ અહીં જ કરેલો. એમના પિતા જૂનાગઢ પાસે વંથલીના. પંદર વર્ષની વયે, એક જૈન વેપારી સાથે, એમના રસોઇયા તરીકે કામ કરવા વહાણમાં સુદાન આવેલા. મુદતી નોકરીથી આવેલા, પણ પછી એટલું ગમ્યું કે દેશમાં જઈ, લગ્ન કરીને પાછા સુદાનમાં આવીને વસ્યા અને ઘણાં સગાંઓને તેડાવ્યાં. ચંદુભાઈનાં સંતાનો પણ ખૂબ આગળ વધેલાં છે. ચંદુભાઈએ કહ્યું કે, “સુદાન' શબ્દ “સુદ્દ’ પરથી આવેલો છે. સુદ્ર એટલે કાદવ, Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ કાદવવાળી જમીન. સુદાનમાં રણ અને પડતર પ્રદેશ ઘણો મોટો છે. આવડા મોટા સુદાનમાં મોટાં શહેરો માત્ર પાંચ-સાત છે અને તે બધાં ખાટ્મથી નાનાં, પણ નાઈલ નદી સુદાનની વચ્ચેથી વહે છે. એના બંને કાંઠા પરની જમીન અત્યંત ફળદ્રુપ છે, એટલી ફળદ્રુપ કે સિવિલ વૉર વખતે અમે અમારું ગામ છોડીને ભાગ્યા હતા. પછી બાર મહિને જ્યારે પાછા ફર્યા ત્યારે જે જગ્યાએ અમે કેરીના ગોટલા નાખ્યા હતા ત્યાં આંબાનાં ઝાડ પોતાની મેળે ઊગી ગયાં હતાં.” ૧૯૭૦ની આસપાસ પાંચેક વર્ષ સુદાનમાં બહુ કપરો કાળ હતો. જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓની, ખાદ્ય પદાર્થોની ભારે અછત. બધે જ લાંબી લાંબી લાઇનો લાગે. ક્યારેક તો અઠવાડિયે વાર આવે. સિવિલ વોર વખતે ઘણા પુરુષો માર્યા ગયા. સ્ત્રીઓનું પ્રમાણ પાંચ ગણું વધી ગયું. એટલે જ મજૂરી કરવા આવેલા યુવાન ચીનાઓને સુદાની સ્ત્રી સાથે લગ્ન કરવાની તક મળી ગઈ. સુદાનમાં મુસ્લિમોની બહુમતી છે. ઇસ્લામ દેશ છે. અહીં ધાર્મિક કટ્ટરતા છે. એટલે અહીં શરાબ પીવાની મનાઈ છે. મોટી પંચતારક હોટેલોમાં પણ શરાબ પીરસી શકાય નહિ. દક્ષિણ સુદાનમાં ખ્રિસ્તી લોકો છે. તેઓને અનાજ, દવા, કપડાં આપીને પાછા મુસ્લિમ બનાવવાની મોટી ઝુંબેશ ચાલે છે. પણ પછી શરાબનો કાયમ ત્યાગ કરવો પડે એટલા માટે ઘણા ખ્રિસ્તી લોકો ઇસ્લામ ધર્મ સ્વીકારતા નથી. સુદાનની ભૌગોલિક સ્થિતિ વિલક્ષણ છે. એની એક સરહદે રાતો સમુદ્ર છે. બાકીની સરહદ પર ઇથિયોપિયા, કેન્યા, યુગાન્ડા, કૉંગો, મધ્ય આફ્રિકન રિપબ્લિક, ચાડ, લિબિયા અને ઇજિપ્ત આવેલાં છે. આઠ પડોશી રાષ્ટ્રો સાથે સરહદ સંભાળવાનું કપરું થઈ પડે, પરંતુ સુદાનને કોઈ સરહદી સમસ્યા નથી, કારણ કે ત્યાં વેરાન નિર્જન પ્રદેશમાં વહેંચવાનું ખાસ કશું નથી. સુદાનની મુખ્ય સમસ્યા તે નબળા અર્થતંત્રની છે. ફુગાવો ઘણો છે અને વિદેશી હૂંડિયામણ બહુ ઓછું છે. પહેલાં એક અમેરિકન ડૉલરના બાર સુદાની પાઉન્ડ આપવા પડતા, હવે અઢી હજાર પાઉન્ડ આપવા પડે છે. વિદેશી ચલણ માટે કાયદો માત્ર કડક નહિ, કૂર છે. કોઈ પણ વ્યક્તિ પાસેથી પાંચસો ડૉલરથી વધુ રકમ ગેરકાયદે નીકળે તો એને સીધી ફાંસીની સજા થાય છે. અત્યાર સુધીમાં ત્રીસેક જણને ફાંસીની સજા અપાઈ ગઈ છે. આવા કડક કાયદાઓ હોવા છતાં ત્યાં ચોરી, લૂંટફાટના ગુનાઓનું પ્રમાણ વધુ છે. ગરીબી, બેકારી હોય ત્યાં સ્વાભાવિક રીતે જ ગુનાખોરીનું પ્રમાણ વધુ હોય. ખાટ્મમાં અમે કેટલાંક ગુજરાતી કુટુંબનું આતિથ્ય માણ્યું. અહીં કેટલાક લોકો મધ્યાહ્ન ભોજન બપોરના બાર કે એક વાગે નહિ, પણ સાંજના સાડાચાર-પાંચ વાગે Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ખાષ્ટ્રમ લે છે. કેટલાંક મુસલમાન કુટુંબોમાં સાંજનું વાળુ રાતના દસ-અગિયાર-બાર વાગે લેવાય છે. રમઝાનના દિવસો બહુ આકરા ન લાગે માટે તો આવી ભોજનપ્રથા નહિ પ્રચલિત થઈ હોય ને ? ખાષ્ટ્રમમાં આશરે સવાસો જૈન કુટુંબો છે. અમારા આગમનના સમાચાર મળતાં જ મિલન-વ્યાખ્યાનના કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા. ત્યાંના લોકોએ પહેરવેશ, ભાષા, રહેણીકરણી, રીતરિવાજ, ધર્મસંસ્કાર ઇત્યાદિમાં પોતાનાં મૂળ સાચવી રાખ્યાં છે એ જોઈને આનંદ થયો. | ખાટ્ટમમાં કામકાજ પૂરું થતાં અમારે નાઇરોબી પાછા ફરવાનું હતું. ફલાઇટ રાતના ત્રણ વાગ્યાની હતી, પરંતુ મોડી રાતે નીકળવાનું સલાહભર્યું નહોતું. એટલે અમે એરપોર્ટ પર બહુ વહેલા જઈને બેસી ગયા હતા. નાનું એરપોર્ટ, ગિરદીનો પાર નહિ, કાર્યદક્ષતા ઓછી અને સામાન ચોરાતાં વાર નહિ. વિમાનમાં પોતાની બેઠકમાં બેસતાં સુધીમાં કોઈ ગૂંચ ઊભી ન થઈ એનો રાહતભર્યો આનંદ પણ અમને ઓછો નહોતો ! Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ટ્રસ્સોથી આલ્ટા યુરોપની ઉત્તરે, ઉત્તર ધ્રુવવર્તુળ(આર્કટિક સર્કલ)માં આવેલા દેશોમાં નૉર્વે એક લાક્ષણિક દેશ છે. નકશામાં એના સમુદ્રકિનારાની લીટી અતિશય વાંક-વળાંક અને ખૂણાખાંચરાવાળી જોવા મળે છે. એનો ઉત્તરીય સમુદ્ર સાહસિકોને હંમેશાં પ્રલોભન આપતો રહ્યો છે. નૉર્વે એટલે પર્વતોનો પ્રદેશ અને પર્વતો વચ્ચેની લાંબી લાંબી ખીણોમાં અનાદિ કાળથી ઘૂસી ગયેલાં સમુદ્રનાં ખારાં પાણીનો પ્રદેશ. આવી કુદરતી રચનાને ક્યોર્ડ (Fjord) – ગિરિસમુદ્ર કહેવામાં આવે છે અને નોર્વે ક્યોર્ડના પ્રદેશ તરીકે પંકાયેલો છે. ક્યોર્ડનું સૌંદર્ય અનોખું છે. આવા ક્યોર્ડ નિહાળવા માટે અમે નૉર્વેના ધ્રુવર્તુળમાં આવેલા ટ્રસ્સો(Tromso)થી આલ્ટા(Alta)નો પ્રવાસ બસમાં કરવાનું પસંદ કર્યું હતું. નોર્વેના પાટનગર ઓસ્લોથી અમે ટ્રસ્સો પહોંચ્યા. ત્યાંની “હોટેલ ગ્રાન્ડ નોડિકમાં અમારો ઉતારો હતો. હોટેલમાં પહોંચી, સ્વાગત કક્ષમાં નામ નોંધાવી, રૂમની ઇલેક્ટ્રોનિક ચાવી લઈ અમે અમારો રૂમ ખોલતા હતા ત્યાં રૂમમાંથી જોરથી સંગીતનો અવાજ આવતો હતો. રૂમ બંધ છે અને અંદર ટી. વી. ચાલુ રહી ગયું છે. કોણે આવી ભૂલ કરી હશે ? આગલા પ્રવાસીએ કે સફાઈ કરનાર કામદારે ? જે હોય તે, પણ એની બેદરકારી માટે અમે બબડ્યા. દરવાજો ખોલી અંદર દાખલ થતાં જ સામે ટી. વી. દેખાયું. એ ચાલતું હતું, સંગીત વહી રહ્યું હતું, પણ એ કોઈની બેદરકારી નહોતી. વસ્તુત: હોટેલની અમારા સ્વાગત માટેની અનોખી રીત હતી. ટી. વી ના પડદા પર અંગ્રેજીમાં મોટા રંગબેરંગી અક્ષરોમાં વંચાયું : “પધારો શ્રી રમણલાલ શાહ અને શ્રી અભય મહેતા, અમારા માનવંતા મહેમાન. ગ્રાન્ડ નોર્ડિક હોટેલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. પોતાનું નામ આમ અણધાર્યું ટી. વી ના પડદા પર વાંચીને કોને આનંદ ન થાય ? રૂમમાં સામાન ગોઠવી, હાથ-મોં ધોઈ અમે સ્વસ્થ થયા તે દરમિયાન ટી. વી.નું સંગીત મંદ થતું થતું સ્વયં બંધ થઈ ગયું. અમારાં નામ, કહેવત પ્રમાણે, અદશ્ય થઈ ગયાં. અમે બટન દબાવી ફરી ટી. વી. ચાલુ કર્યું તો વંચાયું : “પ્રત્યેક ચેનલના દર રૂમમાં રાખેલી પત્રિકામાં છાપેલા છે. તે પ્રમાણે સિક્કા ટી. વી. માટે રાખેલા Page #118 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્સોથી આલ્ટા ૧૦૧ બૉક્સમાં નાખવા.' સ્વાગત કરનાર ટી. વી એ અમને પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું. મોંઘા જીવનનિર્વાહવાળા પ્રદેશોમાં આમ બનવું સ્વાભાવિક છે. ટુમ્મોમાં ફરવા માટે અમે રૂમમાંથી નીચે ઊતર્યા. તપાસ કરતાં રિસેપ્શનિસ્ટ યુવતીએ અમને ટુસ્સો વિશે માહિતી પત્રિકા આપી. મેં પૂછ્યું, તમે લખો છો “ટ્રોમ્યો” (Tromso) અને ઉચ્ચાર “ટ્રસ્સો’ કેમ કરો છો ? યુવતીએ કહ્યું, “નૉર્વેની અમારી નોડિક ભાષામાં “O'નો ઉચ્ચાર “U' થાય છે. “O'નો ઉચ્ચાર “ઓ” કરવો હોય તો Oમાં વચ્ચે ત્રાંસી લીટી કરવામાં આવે છે. એટલે Tromsoના છેલ્લા “O'માં તમને અહીં ત્રાંસી લીટી જોવા મળશે. એવી જ રીતે અમે “J'નો ઉચ્ચાર ‘ય’ કરીએ છીએ. એટલે ક્યોર્ડની જોડણી Fjord વાંચવા મળશે.' દરેક મુલકની લેખન-ઉચ્ચારણની ખાસિયત ભિન્ન ભિન્ન હોય છે. બહાર જતાં પહેલાં અમે કૉફી પીવાનું વિચાર્યું. લૉબી પાસે એક ખૂણામાં કોફીનું કાઉન્ટર હતું. હોટેલના મહેમાનોને ત્યાં દિવસ-રાત, ચોવીસે કલાક કોફી મફત મળે. (અલબત્ત, એ ભાર અંતે તો કન્યાની કેડ પર હોય.) એક મોટા જંગમાં કૉફી ગરમ રહ્યા કરે. પાસે કપ, ખાંડ, દૂધના પાઉડરનાં પડીકાં પડ્યાં હોય. જાતે બનાવીને જ્યારે જેટલી પીવી હોય તેટલી કૉફી પી શકાય. કોઈ રોકટોક નહિ. દુનિયાની કેટલીક મોટી હોટેલોમાં આ સુવિધા વધતી જાય છે. અમે કૉફી પીને ફરવા નીકળ્યા. લગભગ પંચોતેર હજારની વસ્તી ધરાવતું ટ્રસ્સો ઉત્તર નોર્વેમાં સમુદ્રકિનારે આવેલું નાના ટાપુઓનું બનેલું એક મોટું રળિયામણું નગર છે. ભૂતકાળમાં ઉત્તર ધ્રુવના શોધસાફરીઓ માટે તે પ્રયાણસ્થાન ગણાતું. સ્વચ્છ અને સુઘડ ટ્રમ્સોના લોકોનો સ્વભાવ મળતાવડો અને આદરસત્કારવાળો હોવાથી શોધસફરીઓ અહીં થોડા દિવસ રહી, લોકોના ઉત્તરના ધ્રુવ-પ્રદેશના અનુભવોની વાતો સાંભળી પોતાની શોધસફર માટે માર્ગદર્શન મેળવતા. નૃત્ય-નાટકાદિ તથા અન્ય મનોરંજનાત્મક પ્રવૃત્તિઓને કારણે ટ્રમ્સોને કૅન્ડિનેવિયન પ્રદેશના “પેરિસ' તરીકે ઓળખાવાતું, લાકડાનાં બાંધકામ અને રાચરચીલા માટે ટ્રસ્સો મશહૂર હતું. ક્રમે ક્રમે ટ્રસ્સો એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું. અહીંના ભૂરી આંખોવાળા લોકોના ચહેરામાં ગોળાકારનું પ્રમાણ વધુ છે અને એમની ચામડીનો રંગ પણ વધુ શ્વેત છે. આઇસલૅન્ડની જેમ અહીંના લોકોને પણ ઘેરા રંગો વધુ ગમે છે એ એમના ઘરોના ભીંત-છતના રંગો તથા વસ્ત્રોના રંગો પરથી જોઈ શકાય છે. ઘેરો ભૂરો રંગ તેઓનો પ્રિય રંગ હોય એમ જણાય છે. ઉનાળો આવે એટલે રસ્તા પર લોકોની અવરજવર વધે અને આકાશમાં વધે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાસપોર્ટની પાંખે – ભાગ ૩ ગલ પક્ષીઓની ઊડાઊડ. અહીં હવામાનની અનિશ્ચિતતા રહ્યા કરે. ઘડીકમાં વાતાવરણ ખુશનુમા થાય, ઘડીકમાં ઠંડો જોરદાર પવન ફૂંકાય, તો ઘડીકમાં ઝરમર વરસાદ ચાલુ થાય. થોડી વાર કોઈ દુકાનના છાપરા નીચે ઊભા રહી જવું પડે. ટુસ્સોમાં અમે જે જોવા જેવાં સ્થળો જોયાં તેમાં એક હતું “પોલેરિયા'. એમાં પોલ (Pole) એટલે ધ્રુવપ્રદેશની ફિલ્મ બતાવવામાં આવી. એમાં જાણે હેલિકોપ્ટરમાં બેસીને સાવ નજીકથી આપણે જોતા હોઈએ એવો સરસ અનુભવ થયો. ધ્રુવપ્રદેશમાં આવેલા સ્પિટ્સબર્ગનના ટાપુઓ, પક્ષીઓ, પશુઓ, માછલીઓ, બરફની બિહામણી રચનાઓ વગેરે જોતાં આપણે સાક્ષાત્ હિમપ્રદેશમાં ફરતા હોઈએ એવું લાગે. કેમેરાની કળાએ દુર્ગમ કે જીવલેણ સ્થળોનાં દૃશ્યો આપણા ચરણે ધરી દીધાં છે. પોલેરિયા” પછી અમે યુનિવર્સિટી વિસ્તારમાં આવેલું પ્લેનેટોરિયમ જોયું. અહીં ટિકિટ આપવા માટે ભારતીય જેવી લાગતી એક શ્યામવર્ણી યુવતી હતી. તે ઇંગ્લિશ અને નોર્ડિક (નૉર્વેજિયન) ભાષા અખ્ખલિત બોલતી હતી. પૂછતાં જાણવા મળ્યું કે તે શ્રીલંકાની છે. શાન્તિપ્રિય નૉર્વેએ શ્રીલંકાના ઘણા માણસોને પોતાના દેશમાં કાયમી વસવાટ આપ્યો છે. ટુસ્સો જેવા ધ્રુવપ્રદેશમાં શ્રીલંકાનાં ઘણાં કુટુંબો વસે છે એ જાણીને અમને આનંદ થયો. માણસનું ભાગ્ય એને ક્યાંથી ક્યાં લઈ જાય છે ? પ્લેનેટોરિયમમાં અમને Northern Lightsનાં દૃશ્યો બતાવવામાં આવ્યાં. ઉત્તર-ધ્રુવના પ્રદેશોમાં એની શિયાળાની દીર્ધરાત્રિ દરમિયાન આકાશમાં વિવિધરંગી પ્રકાશના લિસોટા – Aurora Borealis થાય છે અને બદલાતા રહે છે. કુદરતની આ એક અજાયબી છે. એનાં દશ્યો નિહાળતાં રોમાંચ અનુભવાયો. આ દશ્યો ઉપરાંત નોર્વેની ઉત્તેર આવેલા સ્પિટબર્ગન, નોવાયા ઝેમલ્યા વગેરે ટાપુઓનાં ભવ્ય અને કરાલ દૃશ્યો અમે જોયાં. આપણે જાણે હેલિકોપ્ટરમાં બેસીને જોતાં હોઈએ એવો અનુભવ પહેલાં તો સારો લાગ્યો, પણ પછી હેલિકૉપ્ટરના ઝડપી અને જોખમી વળાંકો જોતાં, આપણે ખુરશીમાં બેઠાં હોઈએ છતાં સમતુલા ગુમાવતા હોઈએ એવું અનુભવાય. કોઈને ચક્કર આવે કે ગભરામણ થાય. એટલા માટે ફિલ્મની શરૂઆતમાં જ એવી સૂચના આપવામાં આવી હતી કે “આવું લાગે તેઓએ તરત આંખ બંધ કરી દેવી. ન સહન થાય તો બહાર ચાલ્યા જવું. તમારી તબિયત બગડે તો એ માટે વ્યવસ્થાપકો જવાબદાર નથી.” ઉત્તર ધ્રુવનાં આવાં ડરાવનારાં દૃશ્યો જાતે ત્યાં જઈને ક્યાં જોઈ શકાય એમ છે? કેમેરાની કલાના એ આશીર્વાદ ! પ્લેનેટોરિયમ જોઈ, પાછા ફરી, ભોજન લઈને અને મફત કૉફી પીને અમે ફરવા નીકળ્યા. સાંજ તો માત્ર ઘડિયાળમાં પડવા આવી હતી, બહાર તો ખાસ્સે અજવાળું હતું. અમે બસમાં બેસી, પુલ ઓળંગી બીજી બાજુના ટાપુ પર ગયા. ખાડી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ટ્રસ્સોથી આલ્ટા ઉપરનો આ પુલ વધારે પડતો ઊંચો અને પ્રથમ દૃષ્ટિએ બેડોળ લાગે એવો છે. એનો ઊંચામાં ઊંચો ભાગ મધ્યમાં નહિ પણ એક બાજુ છે. વળી એટલા ભાગમાં નીચે સ્તંભ નથી. નીચેથી ઊંચી ઊંચી સ્ટીમરો પસાર થઈ શકે એ માટે જ એમ કરવામાં આવ્યું છે. ઉપયોગિતાવાદ આગળ સૌન્દર્યવાદને અહીં નમવું પડ્યું છે. એ બાજુના ટાપુ ઉપર આશરે બે હજાર ફૂટ ઊંચો હિમાચ્છાદિત ડુંગર છે અને ત્યાં કેબલ કારમાં ૧૩૬૦ ફૂટ ઊંચે જઈ શકાય છે. પછી પાંચસો ફૂટનું ચઢાણ છે. કેબલ કારમાં અમે ઉપર પહોંચ્યા. વાતાવરણ પ્રસન્નતાથી સભર હતું. આ ડુંગર ઉપરથી ટ્રમ્સોના બે મુખ્ય ટાપુઓનું અને સમગ્ર વિસ્તારનું બહુરંગી વિહંગમ દૃશ્ય જોતાં અત્યંત આસ્લાદ થયો. ઘણા પ્રવાસીઓ ત્યાં એકત્ર થયા હતા. કેટલાક બરફમાં ઉપર ચડી રહ્યા હતા, કેટલાક ઊતરી રહ્યા હતા. બરફમાં ચાલવું, ડુંગર ચડવો એ પણ એક કળા છે. સમતોલપણાની કસોટી ડગલે ડગલે થાય. અમે વીસ-પચીસ ડગલાં ઉપર ચડ્યા હોઈશું ત્યાં અચાનક હવામાન બદલાઈ ગયું. ઠંડો પવન નીકળ્યો અને હિમવર્ષા ચાલુ થઈ. આવા વાતારણમાં રહેવાનું પ્રવાસીઓ માટે અસહ્ય હતું. બધા ઝટપટ નીચે ઊતરી ગયા અને કાફેટેરિયામાં ભરાઈ ગયા. એવામાં બારેક વર્ષની એક છોકરી નીકળી. હિમવર્ષામાં બરફમાં તે ડુંગર ચઢવા લાગી. તેણે ગરમ કપડાં પણ ખાસ પહેર્યા નહોતાં. તેની ચાલ પરથી તે અનુભવી અને આ પ્રદેશની લાગી. ડુંગરની ટોચ પર જઈ તે હસતી હસતી પાછી આવી, બધાંએ એને શાબાશી આપી. કુદરતની કેવી સરસ વ્યવસ્થા છે કે જે પ્રદેશમાં માણસ જન્મ્યો હોય તે પ્રદેશની આબોહવા, ધરતીની રચના, વનસ્પતિ, પશુપક્ષીઓ, રહેણીકરણી, ખાનપાન સાથે તે એકરૂપ થઈ જાય છે. એનું શરીર પણ એને અનુરૂપ બની જાય છે. એમાં એને ફરિયાદ કરવા જેવું, પ્રકૃતિનો વાંક કાઢવા જેવું કશું લાગતું નથી. કુદરત તો આવી જ હોય એવી સહજ સ્વીકૃતિ એના લોહીમાં વણાઈ જાય છે. બરફમાં ઊછરેલાને બરફ વગરના પ્રદેશમાં ચેન નહિ પડે. એસ્કિમો મધ્ય આફ્રિકાના ગરમ પ્રદેશમાં અને આફ્રિકન રહેવાસી ધ્રુવ પ્રદેશમાં એકબીજાની જેમ રહી ન શકે. એટલે જ અમારે માટે જે અસહ્ય હતું તે પેલી નાની છોકરી માટે સહજ અને આનંદપ્રદ હતું. ડુંગર પરથી કેબલ કારમાં પાછા આવી અમે એક આર્ટ ગેલેરીમાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. ટ્રસ્સો અને એની આસપાસના પ્રદેશનાં કુદરતનાં દૃશ્યો ચિત્રકારે મોટા કેનવાસ પર દોર્યા હતાં. એમાં એક મુખ્ય વિષય હતો – વાદળ પાછળનો સૂર્ય. આ પ્રદેશમાં ખુલ્લો ઝળહળતો સૂર્ય તો વર્ષમાં થોડા દિવસ, થોડા સમય માટે જોવા મળે. એ જોઈને માણસો નાચી ઊઠે. વાદળાં પાછળથી સૂર્ય પ્રકાશતો હોય એવાં દૃશ્યોની વૈવિધ્યભરી લીલા અપરંપાર છે. એક વખત જોયેલું દશ્ય બરાબર એ જ સ્વરૂપે જિંદગીમાં બીજી વાર જોવા ન મળે. આ પ્રદર્શને પણ એ વાતની પ્રતીતિ Page #121 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ ૧૦૪ કરાવી. એવું જ બીજું પ્રદર્શન ફોટોગ્રાફ્સનું અમે જોયું. કલાઓમાં પણ દરેક પ્રજાના પોતાના વિશિષ્ટ પ્રાદેશિક વિષયો પણ હોય છે. ટ્રુમ્સોથી આલ્ટા અને એની આસપાસના પ્રદેશમાં પ્રાગૈતિહાસિક કાળમાં માનવવસવાટ હશે એની સાબિતી દર્શાવતી કેટલીક રેખાકૃતિઓ પથ્થરોમાં કોતરેલી મળી આવી છે. એ ચારથી પાંચ-છ હજાર વર્ષ પૂર્વેની હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ગ્રામ્ય પ્રકારની આ રેખાકૃતિઓમાં માનવઆકૃતિઓ ઉપરાંત હોડી, માછલી, રેઇનડિયર, ભાલો, બાણ વગેરે કોતરેલાં જોવા મળે છે. બે દિવસ રુમ્સોમાં રહીને અમે આલ્ટા જવા નીકળ્યા. આ પ્રદેશમાં મજૂર તો મળે નહિ, એટલે સામાન તો હાથે જ ઊંચકીને જવું પડે. પ્રવાસમાં ઓછા સામાનનું મહત્ત્વ આવે વખતે સમજાય. સદ્ભાગ્યે બસસ્ટૉપ પાસે જ હતું. સામાન ઊંચકીને અમે ત્યાં પહોંચ્યા. બસને વાર હતી એટલે અમે પાસેના રેસ્ટોરાંમાં કૉફી પીવા ગયા. એક કપના પચાસ રૂપિયા જેટલા ક્રોનર (નૉર્વેનું ચલણ) આપવા પડ્યા. અમને થયું કે નીકળતી વખતે હોટેલમાં કૉફી પી લીધી હોત તો સારું થાત. હોટેલ છોડી દીધા પછી માત્ર કોફી પીવા ત્યાં જવું તે અયોગ્ય ગણાય. આલ્ટા માટેની બસ સાંજે બરાબર પોણાપાંચ વાગે આવી પહોંચી. ૩૨૦ કિલોમીટ૨નું અંતર હતું અને સાત કલાકની સફર હતી. ધ્રુવ પ્રદેશમાં આ ઋતુમાં લાંબી સફર કરવામાં અંધારું થઈ જવાની ચિંતા નહિ, કારણ કે મધરાતે સૂર્યના મુલકમાં અમે આવી ચૂક્યા હતા. અમારી બસ ક્યોર્ડના કિનારે કિનારે, ડુંગ૨ની ધાર ૫૨ બનાવેલા આધુનિક સુંદર રસ્તા પર સરકી રહી હતી. બારીમાંથી સતત ક્યોર્ડનાં દર્શન થાય. નિશ્ચંચલ ઉદધિજલનો ઘેરો ભૂરો રંગ ચિત્તને પ્રસન્નતાથી સભર કરી દેતો હતો. ફ્લોર્ડ વિશાળ લાંબા સરોવર જેવા લાગે. સમુદ્રનાં પાણી છતાં સમુદ્ર જેવાં મોટાં ઘૂઘવતાં મોજાં નહિ. વળી બંને બાજુ નક્કર પથ્થરના ડુંગરોને લીધે ક્યાંય રેતીનો તટ નહિ. ધ્રુવપ્રદેશમાં નાના નાના ડુંગરાઓને પણ હિમાચ્છાદિત થવાનું માન મળે અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ નિહાળવાની તક મળે. ક્યોર્ડના કિનારે વિશુદ્ધ પર્યાવરણમાં અદ્ભુત શાન્તિનો અનુભવ થાય છે. જેમ જેમ ઉત્તર તરફ અમે આગળ વધતા જતા હતા તેમ તેમ માર્ગમાં આવતાં વૃક્ષોનાં કદ ઘટતાં જતાં હતાં. આ બાજુ ખેતી ખાસ કશી જ નહિ. વસ્તી પણ બહુ ઓછી. છૂટાંછવાયાં ઘરોમાં માણસો રહેતા હોય. અંધારા શિયાળામાં ઘરની બહાર ન નીકળવાની ટેવ ઉનાળામાં પણ લંબાય. ટોળે વળીને ઘણાંબધાં બાળકો રમતાં હોય એવું બને નહિ કારણ કે બાળકોની સંખ્યા જ ઓછી. એક સ્થળે સામસામી દિશામાંથી સાઇકલ પર આવતાં બે બાળકો એકબીજાને મળ્યાં તો એમના ચહેરા પર આનંદ સમાતો નહોતો. Page #122 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્સોથી આલ્ટા ૧૦૫ ડુંગરની એક ધારે રસ્તો પૂરો થતો હતો એટલે અમારી બસે કિનારો બદલવાનો હતો. એ માટે અમારે બસમાંથી ઊતરવાની જરૂર નહોતી. બસ પોતે જ, પચીસેક બસ સમાય એવી વિશાળ સ્ટીમરમાં બેસી ગઈ. ડ્રાઇવરે કે મુસાફરોએ વાહનમાંથી ઊતરવાની અનિવાર્યતા નહિ, પણ જેઓને પગ છૂટા કરવા હોય, કોફી પીવી હોય, શૌચાદિની આવશ્યકતા હોય, સ્ટીમરની સફરની મોજ માણવી હોય તેઓ બસમાંથી ઊતર્યા. અહીં કૉફી વધુ મોંઘી હતી, એક કપના દોઢસો રૂપિયા જેટલા ક્રોનર અમારે આપવા પડ્યા. અડધા કલાકની સફર પછી સ્ટીમર સામા કિનારાના બંદરે ઊભી રહી અને બસ બહાર નીકળી આગળ ચાલવા લાગી. હવે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. પહેરેલાં ગરમ કપડાં ઉપર બીજી એક જોડ ચડી ગઈ. ફરીથી સ્ટીમરમાં બેસી અમે ઓલ્ડરડાલેમ પહોંચ્યા. વચ્ચે કિફૅનેસ, જે કેલ ક્યોર્ડ વગેરે ગામો આવ્યાં. આ બાજુ વાહનો ખાસ નહિ, એટલે રસ્તામાં માણસ હાથ ઊંચો કરે તો ડ્રાઇવર બસ ઊભી રાખી એને લઈ લે. આગળ જતાં એક ટેકરી ઉપર બસસ્ટેશન આવ્યું. કોઈ ગામ નહિ, પણ માત્ર વિરામ માટેનું એ સ્થળ હતું. ત્યાં જરૂરિયાત અને યાદગીરીની મોંઘી વસ્તુઓની નાની નાની દુકાનો હતી. કૉફી પણ મળતી હતી, એક કપના બસો રૂપિયા. ટાઢ ઉડાડવા કૉફી પીવી પડે અને કૉફીના ભાવ સાંભળીને ટાઢ વાય. એટલે કોફી પીવાનું અમે માંડી વાળ્યું. મિત્રે કહ્યું કે, “જેમ જેમ આગળ જઈએ છીએ તેમ તેમ કૉફીના ભાવ વધતા જાય છે.' કહ્યું, “પણ એથી નિરાશ ન થવું, કારણ કે પાછા ફરતાં ભાવ ઓછા થતા જશે અને છેલ્લે મફત કૉફી મળશે.” ટ્રસ્સો પછી ઉત્તર નૉર્વેનું એક મોટું શહેર આલ્ટા હવે આવી રહ્યું હતું. અમારો ડ્રાઇવર બસ સ્વસ્થતાથી, કુશળતાથી અને નિયમિતતાથી ચલાવી રહ્યો હતો. તે ઘડિયાળ સામે નજર રાખી ગતિમાં વધઘટ કરતો રહેતો. બરાબર ઘડિયાળના ટકોરે રાતના પોણાબાર વાગે આલ્ટા આવી પહોંચ્યું. અજવાળું તો એવું ને એવું જ હતું. બસસ્ટોપથી અમારી હોટેલ દૂર હતી એટલે સામાન ઊંચકીને, વચ્ચે થાક ખાતાં ખાતાં, અમે હોટેલ ‘રિકા આલ્ટા'માં પહોંચ્યા. રૂમમાં સામાન ગોઠવી અમે સૌથી પહેલું કામ ધરાઈને કૉફી પીવાનું કર્યું, કેમ કે હૉટેલમાં તે મફત હતી. કૉફી જેવી ક્ષુદ્ર વસ્તુ પણ મનુષ્યના મનના ભાવોની કેવી કસોટી કરે છે ! Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૭. હામરફેસ્ટ પૃથ્વીના ગોળામાં નકશા ઉપર નજર નાખતાં નિહાળવા મળશે કે ઉત્તર ધ્રુવના પ્રદેશમાં યુરોપની ધરતીનો ઉત્તર છેડો નૉર્વેના નૉર્થ કેપ નામના સ્થળે આવેલો છે. નૉર્થ કેપનો અક્ષાંશ છે ૭૧° ૧૦° ૨૧”. નોર્થ કેપ જવું હોય તો હામરફેસ્ટ થઈને જવાય. હામરફેસ્ટનો અક્ષાંશ છે ૭૦° ૩૯' ૪૮”. નૉર્થ કેપ જવા માટે અમે આલ્ટા(Alta)થી હામરફેસ્ટ (Hammerfest – હેમરફેસ્ટ) બસમાં પહોંચ્યા હતા. બસનો રસ્તો ક્યોર્ડ (Fjord) – ગિરિસમુદ્રના કિનારે કિનારે જતો હતો. બંને બાજુ નાના નાના હિમાચ્છાદિત ડુંગરોની સળંગ હારમાળા અને વચ્ચે ઘેરા ભૂરા રંગના સમુદ્રજલનો સાંકડો સુદીર્ઘ સુશાંત પ્રવાહ. અહીં વૃક્ષો નહિ અને પક્ષીઓનો કલરવ પણ જવલ્લે જ, પ્રકૃતિનું અદ્ભુત સૌન્દર્ય અને વાતાવરણની નીરવતા આપણને ગહન શાન્તિનો અનુભવ કરાવે છે. રમણીયતાનું આકંઠ પાન કરતા હોઈએ ત્યારે વાત કરવાનું મન ન થાય. જૂન મહિનો એટલે હિમાચ્છાદિત ડુંગરોનો કપરો કાળ. સૂર્યનારાયણ એમને રડાવીને જ જંપે. શ્વેત જટાધારી ડુંગરો ચોધાર (બે આંખોના ચાર ખૂણે) નહિ પણ શતધાર આંસુ વહાવે. ઉત્તર ધ્રુવના આ પ્રદેશમાં સૂર્યને પોતાની પ્રખરતાનો લાભ નથી મળતો, તો એનું સાટું વાળવા ઉનાળામાં એણે પોતાની ફરજ કાળ બમણોચોવીસ કલાકનો કરી નાખ્યો છે. આંસુ સારી સારીને નિસ્તેજ અને શુષ્ક બનેલા ડુંગરો ક્યારેક આકાશમાંથી, ગૌતમ ઋષિના શાપ પછી પશ્ચાત્તાપ અનુભવતા સહસાક્ષ ઇન્દ્રને-વૃષ્ટિના દેવતાને હજાર આંખે થીજેલાં આંસુ (Snow) પોતાના ઉપર વહાવતો જોઈને સહાનુભૂતિપૂર્વક સાંત્વન અનુભવે છે. કેટલાક ડુંગરો પર માત્ર મસ્તકે જ બરફ રહેલો છે. એક ડુંગર ઉપર ધોળા બરફનો આકાર એવો હતો કે જાણે એણે માથે ગાંધીટોપી પહેરી ન હોય ! મનમાં થયું કે “અહો ! ગાંધીજીના સંનિષ્ઠ સ્વયંસેવકો ઠેઠ અહીં સુધી આવી પહોંચ્યા છે ને !' અમે બપોરે હામરફેસ્ટ પહોંચી ગયા. અહીં વાહનોની અવરજવર નહિ જેવી. પગે ચાલીને જ બધે જવાનું. સામાન ઊંચકીને અમે અમારી હોટેલ રિકા (Ricca)માં પહોંચી ગયા. રૂમમાં સામાન મૂકી સ્વસ્થ થઈ અમે ગામમાં લટાર મારવા નીકળ્યા. હામરફેસ્ટ દસ હજારની વસ્તીવાળું નાનું ગામ છે. યુરોપની ઉત્તર દિશામાં Page #124 -------------------------------------------------------------------------- ________________ હામરફેસ્ટ ૧૦૭ કાયમી વસવાટવાળું આ છેલ્લું નગર છે. અહીંથી આગળ “ઉત્તર ધ્રુવ' સમુદ્રમાં હિમાચ્છાદિત ટાપુઓ છે, પણ ત્યાં કાયમી વસવાટ નથી. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય તે માછલી મારવાનો અને વહેલના શિકારનો છે. શિયાળામાં તો એ વ્યવસાય પણ બંધ પડે. પરંતુ ઉનાળામાં હજારો પ્રવાસીઓની અવરજવરને કારણે કમાણીનાં સાધનો પણ વધે છે. એટલે જ હામરફેસ્ટ જેવા નાના ગામમાં દસેક જેટલી મોટી હોટેલો છે. શિયાળાની ભયંકર અંધારી દીર્ઘ રાત્રિમાં અહીં જીવન ગુજારવું સરળ નથી. શિયાળો આવતાં કેટલાય લોકો સ્થળાન્તર કરી જાય છે. ત્રણેક સૈકા પહેલાં તો અહીં કોઈ જ રહેતું નહોતું. ધીમે ધીમે થોડો વસવાટ ચાલુ થયો ત્યારે નૉર્વેના રાજાએ ઈ. સ. ૧૭૮૯માં ૭મી જુલાઈએ હામરફેસ્ટને એક નગર તરીકે માન્યતા આપી હતી. રાજ્ય તરફથી નગર-દરજ્જો મળતાં અહીં રાજ્યના કર્મચારીઓ આવીને વસ્યા હતા. હામરફેસ્ટમાં લોકો આવીને વસવા લાગ્યા, કારણ કે આ એક કુદરતી સરસ બંદર છે. કિનારે જ ઊંડો દરિયો એટલે મોટાં જહાજો ઠેઠ કિનારા સુધી આવી શકે. દરિયો પણ વળાંકવાળો અને પાસે ઊંચી ટેકરીવાળો છે, એટલે કુદરતી રક્ષણ મળી શકે અને ટેકરી પરથી દૂર સુધીનું અવલોકન થઈ શકે. ઉત્તર ધ્રુવની સફરે જતાં વહાણો અહીં રોકાતાં. ખલાસીઓ રાતવાસો કરતા અને પીવાનું તાજું પાણી ભરી લેતા. નૉર્વે ઉપરાંત બીજા દેશોનાં જહાજો અહીં આવવા લાગ્યાં એટલે નૉર્વેએ પોતાના આ બંદરને આંતરરાષ્ટ્રીય બંદરનો દરજ્જો આપ્યો. વિદેશી પ્રવાસીઓ, વહાણવટીઓ વગેરેના પ્રવેશની ચકાસણી માટે સરકારી તંત્ર અહીં સ્થાપવામાં આવ્યું. આ બધાએ હામરફેસ્ટના વિકાસમાં ફાળો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય બંદર થવાને કારણે તથા શિયાળાની લાંબી અંધારી રાતને કારણે, ઉત્તર યુરોપમાં જ્યારે વિજળી આવી ત્યારે રસ્તા પર વીજળીના થાંભલા પહેલવહેલાં હામરફેસ્ટમાં ૧૮૯૦-૯૧માં નખાયા. નગરજનો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. મહોત્સવ જેવું વાતાવરણ નિર્માયું. હામરફેસ્ટ બહુ નસીબવંતું ગણાયું. હામરફેસ્ટનું ઐતિહાસિક મહત્ત્વ બીજી રીતે પણ દર્શાવાય છે. વિજળી આવી તે પૂર્વેની એ ઘટના છે. યુરોપમાં, વિશેષત: ઇંગ્લેન્ડમાં વૈજ્ઞાનિકોએ ઈ. સ. ૧૮૧૬માં આખી પૃથ્વીના પરિઘ (Circumference)નું માપ કાઢવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. આખી દુનિયાના રેખાંશ અને અક્ષાંશ નક્કી કરાતા ગયા અને એ રીતે નકશા તૈયાર થતા ગયા. અનુક્રમે પૃથ્વીનું માપ કાઢતાં કાઢતાં તેઓ છેલ્લે હામરફેસ્ટમાં આવ્યા. અહીનાં પરિઘના માપ સાથે માપનું કાર્ય પૂરું થયું અને ઈ. સ. ૧૮૫૨માં અહીંથી પૃથ્વીના પરિઘની જાહેરાત થઈ. અહીં એનું સ્મારક (Meridian Monument) કરવામાં આવ્યું. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અમે રસ્તા પર ફરતા હતા. અહીંની હવાનો કોઈ અનોખો સ્પર્શ અનુભવાતો હતો. ઘડિયાળનો કાંટો ખસતો જતો હતો, સાંજ પડવા આવી હતી, પણ તે માત્ર ઘડિયાળમાં. દિવસનું અજવાળું તો એવું ને એવું જ હતું. ઉત્તર ધ્રુવનો આ બધો પ્રદેશ મધરાતે સૂર્ય (Midnight Sun)ના પ્રદેશ તરીકે ઓળખાય છે. ૧૭મી મેથી ૨૮મી જુલાઈ સુધી સૂર્ય ચોવીસે કલાક આકાશમાં જ હોય છે. એવી જ રીતે ધ્રુવરાત્રિ (Polar Night) દરમિયાન, અહીં ૨૨મી નવેમ્બરથી ૨૧મી જાન્યુઆરી સુધી આકાશમાં ક્યારેય સૂર્ય હોતો નથી. કુદરતની આ એક ભૌગોલિક અજાયબી છે. આ સિવાયના દિવસોમાં સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં ક્રમાનુસાર વધઘટ ચાલે છે, પરંતુ સૂર્ય ક્યારેય મધ્યાકાશે આવતો નથી. હામરફેસ્ટમાં ઘડિયાળ અને કેલેન્ડર જ માણસને ચલાવે છે. ઘડિયાળ જ કહે કે સૂવા માટેનો સમય થઈ ગયો છે. કેલેન્ડર જ કહે કે હવે તારીખ બદલાઈ છે. બહાર તો બધું એકસરખું જ લાગે. એથી જ આ પ્રદેશના લોકોનાં આહાર-વિહાર અને ઊંઘ નિયમિત હોતાં નથી. જાગ્યા ત્યારથી સવાર એ કહેવત અહીં વધારે સાચી લાગે છે. આ ઋતુમાં અહીં દિવસ અને રાત એવું વિભાજન હોતું નથી. એટલે માણસોની પ્રવૃત્તિઓ પણ અનિયમિત રહે છે. અડધી રાતે (ઘડિયાળમાં) આપણને રસ્તા પર માણસો ફરતા દેખાય. આપણે માટે અડધી રાત પણ એમને માટે સવાર. આપણા પૂરા ૭૩ દિવસ (રાત્રિસહિત) બરાબર એમનો એક દિવસ, પુરાણકથાઓમાં આવે છે કે દેવોનો એક દિવસ બરાબર આપણા અમુક દિવસો. અહીં હામરફેસ્ટમાં અમે દેવોના દિવસમાં હોઈએ એવું સાક્ષાત્ અનુભવ્યું. બે સૈકા પૂર્વે માણસો જ્યારે રહેતા હશે ત્યારે ભૂખ-તરસ અને ઊંઘના આધારે એમની જીવનશૈલી ઘડાઈ હશે. તેઓને કલ્પના પણ નહિ હોય કે પોતાને ત્યાં દિવસરાત્રિનું જે ચક્ર છે તે અસામાન્ય છે અને આ પૃથ્વીમાં અન્યત્ર દિવસ અને રાત્રિનું કાયમને માટે લગભગ સરખાપણું છે; ક્યાંક આખો દિવસ આકાશ નિરભ્ર હોય છે અને સૂર્ય એટલો ઝળહળે છે કે એની સામે નજર માંડતાં આંખ અંજાઈ જાય છે. અહીં સૂર્ય ઘણુંખરું વાદળામાં ઢંકાયેલો રહે છે અને થોડીક વાર જ્યારે ખુલ્લો પ્રકાશે છે ત્યારે એને અનિમિષ નયને સતત નિહાળી શકાય છે. અમે અહીંની બજારમાં થોડું ફર્યા. મુખ્યત્વે પ્રવાસીઓ માટેની વસ્તુઓ વેચાય છે. પ્રવાસીઓમાં પણ ઘણા તો મસ્યશિકાર માટે આવે છે. અહીં ‘પોલર બેર સોસાયટી”નું મ્યુઝિયમ છે. એમાં ઉત્તર ધ્રુવના પ્રદેશમાં શિકારની પ્રવૃત્તિને લગતી સામગ્રી રાખવામાં આવી છે. હિમશિલા ઉપર ઊભેલું ધ્રુવપ્રદેશનું ધોળું રીંછ એ અહીંનું પ્રતીક છે. હામરફેસ્ટમાં એક કૅથલિક ખ્રિસ્તી દેવળ છે. પૃથ્વીની ઉત્તરે આવેલું આ છેલ્લું Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ હામરકેસ્ટ દેવળ છે. બહારથી અમે એ જોયું. એવી જ રીતે બહારથી જોયું સંગીતભવન (Music Pavilion). એનું શિલ્પ-સ્થાપત્ય વખણાય છે. અહીં જોવા જેવું બીજું એક સ્થળ તે પુનર્નિર્માણ સંગ્રહાલય' (Reconstruction Museum) છે. હામરફેસ્ટે મોટી આપત્તિ બે વાર જોઈ છે. એક કુદરતી આપત્તિ અને બીજી માનવસર્જિત આપત્તિ. અહીંની ખમીરવંતી પ્રજાએ બંને વખતે પોતાના નગરનું પુનર્નિર્માણ કર્યું છે. આ હિમપ્રદેશ હોવાથી ઘરો લાકડાનાં હોય કે જેથી એમાં ઉષ્મા રહે. પરંતુ અગ્નિ લાકડાનો મોટો દુશ્મન. ગઈ સદીમાં જ્યારે આગ ઓલવવાનાં બહુ સાધનો નહોતાં અને બહારથી જલદી મદદ પહોંચે એમ નહોતી ત્યારે આ કાષ્ઠરિપુએ કાળો કેર આ નગરમાં વર્તાવ્યો હતો. નાની આગ અંકુશમાં ન આવી અને આખા નગરને ભસ્મીભૂત કરીને રહી. આ તારાજીમાંથી હામરફેસ્ટ ધીમે ધીમે બેઠું થયું અને ફરીથી પ્રવૃત્તિઓથી ધમધમતું થયું. ત્યાર પછી બીજી વારનો એનો વિનાશ બીજા વિશ્વયુદ્ધ વખતે થયો. ત્યારે ઇંગ્લેન્ડ સામે (અને પછીથી રશિયા વગેરે સામે પણ) યુદ્ધે ચડેલા હિટલરના જર્મનીએ યુરોપના ઘણા દેશો ઉપર આધિપત્ય મેળવી લીધું હતું. દરિયાઈ માર્ગે એણે વ્યુહાત્મક દૃષ્ટિએ મહત્ત્વના એવા હામરફેસ્ટ બંદર ઉપર પણ પોતાનો કબજો જમાવી લીધો હતો. જર્મનીનો સામનો કરવાની નૉર્વે પાસે ક્યાં તાકાત હતી ? પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજ્ય થતાં હામરફેસ્ટથી ભાગતા જર્મન સૈનિકોએ હામરફેસ્ટમાંનાં પોતાનાં થાણાં ઉડાવી દેવા સાથે સમગ્ર નગરને ભગ્નાવશેષ બનાવી દીધું. બીજા વિશ્વયુદ્ધ પછી હામરફેસ્ટનું નવનિર્માણ થયું ત્યારે આ ભગ્નાવશેષો સાચવીને એનું સંગ્રહસ્થાન અહીં બનાવવામાં આવ્યું છે. અમારી આંખોમાં ઊંઘ નહોતી, પણ પગ હવે થાક્યા હતા. એટલે હોટેલ પર આવી, અલ્પાહાર કરી અમે સૂતા, પરંતુ ઊંઘ આવતી નહોતી. મને મનમાં પ્રશ્ન થયો કે આપણે ઊંઘતા હોઈએ તે દરમિયાન પાંચદસ મિનિટ માટે પણ જો સૂર્ય ક્ષિતિજની નીચે જઈને પાછો ઉપર આવી જાય તો ખબર પણ ન પડે. જાગીએ જ છીએ તો સૂર્યના પરિભ્રમણને નજરે નિહાળીએ. એ માટે નિશાની રાખવી પડે, નહિ તો બધું સરખું લાગે. આસપાસનાં મકાનો પર પડતા અને બદલાતા પડછાયા મેં ધ્યાનમાં રાખ્યા. સૂર્ય તો વાદળાંઓ પાછળ ઢંકાયેલો જ હતો. રૂમની બારીમાંથી તો નજર રહેતી હતી, પણ થોડી થોડી વારે રૂમની બહાર કોરિડોરમાં જઈ આકાશદર્શન કરી લેતો. અવલોકન કરતાં જણાયું કે સૂર્ય આપણી જમણી બાજુથી ડાબી બાજુ – આદક્ષિણ (Clockwise) આકાશમાં ઝડપથી પરિભ્રમણ કર્યા કરે છે. અમુક સમયે તે ક્ષિતિજથી ૪૦-૪૫ ડિગ્રી જેટલો ઊંચે આવે છે અને અમુક સમયે તે ૨૫-૩૦ ડિગ્રી જેટલો નીચે ઊતરે છે. ૭૩ દિવસ સુધી સતત એ આ રીતે આકાશમાં ચકરાવા લીધા કરે છે. એ વખતે અહીં પૂર્વ દિશા કઈ અને પશ્ચિમ કઈ તે ખબર ન પડે. કંપાસથી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧o પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ઉત્તર દિશાની ખબર પડે તો બીજી દિશાઓ પણ જાણી શકાય. ચંદ્ર કે તારાઓ તો આટલા દિવસ અદૃશ્ય. થોડી ઊંઘ લઈ સવારે ઊઠીને સજ્જ થઈ અમે હોટેલની રેસ્ટોરાંમાં ચા-નાસ્તા માટે બેઠા. પાછળથી વેઇટરે હિંદીમાં પૂછુયું, “સર, તમે ચા લેશો કે કૉફી ?' અમને આશ્ચર્ય થયું. અહીં હામરફેસ્ટમાં વળી આપણને હિંદીમાં પૂછનાર કોણ છે ? અમે પાછળ જોયું તો છ ફૂટ ઊંચો, ઘેરા ઘઉંવર્ણો, સફેદ શર્ટમેન્ટ તથા કાળું જાકીટ અને કાળી બો-ટાઈ પહેરેલો યુવાન સસ્મિત ઊભો હતો. અમે આનંદાશ્ચર્ય સાથે પૂછ્યું, તમે અહીં કેવી રીતે ? ભારતમાં ક્યાંથી આવો છો ?' નહિ, હું ભારતીય નથી, શ્રીલંકાનો વતની છું.' એમ ? પણ તમે હિંદી સારી બોલો છો.' હાજી, કારણ કે અહીં રોજ નવા નવા પ્રવાસીઓ સાથે એમની ભાષામાં બોલવાનું મને ગમે છે. હું આઠ ભાષામાં વાતચીત કરી શકું છું. મહાવરો થઈ ગયો એમ? પણ અહીં ઠેઠ ઉત્તર ધ્રુવના પ્રદેશમાં તમે શા માટે આવ્યા ?' અમે અહીં આવીને વસ્યા છીએ. નૉર્વેની સરકારની શ્રીલંકાના લોકો માટેની ઉદાર નીતિને કારણે અમારા દેશના સેંકડો લોકો કાયમી વસવાટ માટે નૉર્વેમાં આવ્યા છે. મને અને મારાં પત્નીને નોકરી મળી એટલે અહીં સ્થાયી થયાં છીએ.' તમને ગમે છે અહીં ?” હાસ્તો, અમે બધી રીતે સુખી છીએ. શ્રીલંકામાં અમે ઝૂંપડીમાં રહેતાં, બેકાર હતા અને ભૂખે મરતાં હતાં. અહીં આવ્યા પછી અમારું જીવન સુધરી ગયું. અહીંના હવામાન અને જીવનશૈલીથી અમે ટેવાઈ ગયાં છીએ. અમારાં બાળકો અહીંની શાળામાં ભણે છે. નૉર્વેના લોકો બહુ ભલા અને માયાળુ છે. અહીં રંગભેદ જેવું નથી. એટલે તો અમે નૉર્વેનાં નાગરિક થઈ ગયાં છીએ.' વેઇટરની વાત સાંભળી અમને નૉર્વે માટે માન થયું. વસતિ-વિનિમયની સમસ્યાઓ ગમે તેટલી હોય તો પણ વ્યક્તિગત ધોરણે દેશાંતર તો થતું જ રહેવાનું. હામરફેસ્ટની જ વાત કરીએ તો કેટલાક દાયકા પહેલાં અહીંની જ એક યુવતી એક અમેરિકન પ્રવાસીના પ્રેમમાં પડી, અમેરિકા જઈને પરણી અને ત્યાં એને થયેલો એક દીકરો એટલો તેજસ્વી હતો અને મોટો થઈ રાજકારણમાં એટલો આગળ વધ્યો હતો કે અમેરિકાએ નૉર્વે ખાતેના એલચી તરીકે એની નિમણૂક કરી હતી. એણે નૉર્વેમાં આવીને પોતાના મોસાળ હામરફેસ્ટને એક ફુવારાની ભેટ આપી હતી, જે અહીં એક વિસ્તારમાં આજે પણ જોઈ શકાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ હામરફેસ્ટ ૧૧૧ ચા-નાસ્તો કરી અમે પાસે આવેલી ‘સાલેન’ નામની ટેકરી પર જઈ આવ્યા. ત્યાંથી નીચે નિહાળતાં હામ૨ફેસ્ટ નગર અને દૂર સુધીના સમુદ્રનું વધુ વ્યાપક દર્શન થાય છે. થોડું ફ૨ી, બપોરે ભોજન લઈ અમે રૂમમાં આરામ કર્યો. એની જરૂર હતી, કારણ કે આગલી રાતનો ઉજાગરો હતો અને હવે નૉર્થ કેપ જવા-આવવામાં આખી રાતનું જાગરણ થવાનું હતું. સાંજે સમય થવા આવ્યો એટલે અમે તૈયાર થયા. હોટેલની રિસેપ્શનિસ્ટ યુવતીએ કહ્યું હતું કે બહાર રસ્તાનો ઢાળ પૂરો થાય છે ત્યાં જ ડાબી બાજુ સમુદ્રકિનારે પૅસેન્જ૨ ટર્મિનલ છે. ત્યાંથી સ્ટીમર ઊપડે છે. હોટેલથી પાંચ મિનિટમાં ચાલતા ત્યાં પહોંચી જવાય છે. આમ છતાં અમારી ટેવ મુજબ અડધા કલાક પહેલાં અમે ત્યાં પહોંચી ગયા. ત્યાં મુસાફરો માટે એક નાનો વેઇટિંગ રૂમ હતો એમાં અમે બેઠા. વીસેક મિનિટ અમે રાહ જોઈ. પણ તે દરમિયાન ન કોઈ બીજા મુસાફરો આવ્યા હતા કે ન સ્ટીમર આવવાની દરિયામાં કોઈ એંધાણી નજરે પડી. અમને થયું કે જરૂર કંઈક ગેરસમજ થઈ હોવી જોઈએ. બહાર જઈને તપાસ કરીએ, પણ દરિયાકિનારે રસ્તા પર કોઈ હોય તો ને ? ઘણે દૂર એક સ્ટીમર ઊભી હતી. ત્યાં જઈને તપાસ ક૨વાનું વિચાર્યું. એવામાં ધોધમાર વરસાદ પડ્યો. તરત વરસાદી ઓવરકોટ અને ટોપી ચડાવી દીધાં. થોડેક ચાલ્યા ત્યાં રસ્તાની જમણી બાજુ એક સજ્જન એમના મકાનમાં ઊભા હતા. એમને પૂછવા એમના કંપાઉન્ડના દરવાજા પાસે પહોંચીએ ત્યાં તો એક મોટો અલ્પેશિયન કૂતરો ભસતો ધસતો અમારા ઉપર આવી પહોંચ્યો. સદ્ભાગ્યે એ સાંકળે બાંધેલો હતો અને માલિકના ઇશારે તરત શાન્ત થઈ બેસી ગયો. પૂછતાં એ સજ્જને કહ્યું કે, ‘આ ટર્મિનલ પરથી બીજી સ્ટીમરો ઊપડે છે. દૂર ઊભી છે એ સ્ટીમર નૉર્થ કેપની છે.' લગભગ અડધા કિલોમીટરના અંતરે તે ઊભી હતી. વરસતા વરસાદમાં અમે ઝડપથી પગ ઉપાડ્યા. પહોંચીને ટિકિટ બતાવી સ્ટીમરમાં દાખલ થયા કે તરત ભૂંગળું વગાડી, લંગર ઉપાડી એ ચાલવા લાગી. અમને હાશ થઈ. બેઠક પર બેઠા પછી અમારા શ્વાસ હેઠા બેઠા. નસીબદાર કે સ્ટીમર પકડી શકાઈ. એક મિનિટનો ફરક પડ્યો હોત તો નૉર્થ કેપ જોવાનું ગુમાવત. હામરફેસ્ટમાં શીખવા મળ્યું કે અજાણ્યા પ્રદેશના પ્રવાસમાં કોઈ એક માણસે આપેલી માહિતી પર સંપૂર્ણ આધાર રાખવો નહિ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નોર્થ કેપ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' એમ કવિ મેઘાણીએ ગાયું છે તે કેટલું યથાર્થ છે ! ખમીરવંતા સાહસિકોને નવી નવી ભોમકા ખૂંદવાનું મન થયા વગર રહે નહિ. ધરતીમાં એવું કોઈ ગૂઢ ચુંબકીય તત્ત્વ છે કે જે માણસના ચરણને ખેંચી જાય છે. બીજું કોઈ પ્રયોજન ન હોય તો પણ માણસ કેવળ કૌતુકથી પોતાને માટે નવા એવા પ્રદેશ તરફ ચાલતો રહે છે. યુરોપની ઉત્તરે અસહ્ય ઠંડા પ્રદેશમાં ધરતીનો છેડો ક્યાં આવ્યો છે એ શોધવાની, પદાક્રાન્ત કરવાની લગની કેટલા બધા શોધસફરીઓને લાગી હતી! જ્યાંથી હવે પગે ચાલીને આગળ વધવાનું શક્ય નથી ત્યાં આવીને માણસ ઊભો રહે છે. આ છેડો નૉર્વેમાં, ઉત્તર ધ્રુવપ્રદેશમાં આવેલો છે. એનું ભૌગોલિક માપ છે ૭૧° ૧૦' ૨૧”. એને નૉર્થ કેપ (North Cape - Nordkapp) કહે છે. કેપ એટલે ભૂશિર, સમુદ્રમાં ધરતીનો ફાંટો. અહીંથી હવે અફાટ ઉત્તર ધ્રુવ સમુદ્ર આવેલો છે. માણસ જ્યારે પોતાનું નગર છોડીને દૂર વિદેશમાં વસે છે ત્યારે વતન અને વિદેશ વચ્ચે એનું હૈયું હીંચકતું રહે છે. પરંતુ પછીથી એની સંતતિ માટે વિદેશ એ જ વતન બની જાય છે. ત્યાં જીવન ગમે તેટલું વિકટ હોય તો પણ ધરતીમાતા સાથે એની આત્મીયતા બંધાઈ જાય છે. એટલે જ આવા અસહ્ય પ્રદેશોમાં માણસો કેમ વસે છે એનું કારણ શોધવા જવું નહિ પડે. વીજળી અને અન્ય સાધનસગવડવાળા આજના યુગમાં શિયાળામાં શૂન્યની નીચે ત્રીસ-ચાલીસ ડિગ્રીવાળા આ પ્રદેશમાં કાયમી વસવાટ કરવાનું બહુ કઠિન નથી, પણ જ્યારે એવાં સાધનસગવડ નહોતાં અને અસ્તિત્વને ટકાવી રાખવાનું પણ જ્યાં કપરું હતું એવા આ પ્રદેશમાં, પુરાતત્ત્વવિદોએ ખોદકામ કરીને મેળવેલા અવશેષોને આધારે જણાયું છે આશરે છ હજાર વર્ષ પૂર્વે અહીંના જુદા જુદા વિસ્તારોમાં માનવ-વસાહત હતી. ધરતીના કોઈ એક છેડાનું અસામાન્ય લક્ષણ ન હોય તો પણ એવો છેડો પોતે જ એક અસામાન્ય લક્ષણ છે કે જેથી ત્યાં સુધી પહોંચવાનું લોકોને આકર્ષણ રહે છે, પરંતુ નોર્થ કેપની તો પોતાની ભૌગોલિક આકૃતિ જ એટલી વિલક્ષણ છે કે એક વખત જોયા પછીનું એનું વિસ્મરણ થાય નહિ. વળી ઉનાળામાં તો આ મધ્યરાત્રિએ સૂર્ય (સૂર્યોદય નહિ, સૂર્ય તો અહીં ચોવીસે કલાક આકાશમાં હોય છે)નો -- Midnight Page #130 -------------------------------------------------------------------------- ________________ નોર્થ કેપ Sunનો પ્રદેશ ગણાય એટલે રોજના સેંકડો પ્રવાસીઓ એ જોવા આવે છે. ભૂતકાળમાં જ્યારે પ્રવાસ કપરો હતો ત્યારે કેટલાય ખડતલ શોધફરીઓને ખરાબ હવામાનને કારણે પોતાનો પ્રવાસ અધવચ્ચેથી પડતો મૂકવા પડ્યો હતો. આજે સગવડો વધતા નેવું વર્ષનાં ડોસા-ડોસી પણ વ્હીલચૅરમાં નૉર્થ કેપ જવા લાગ્યાં છે. ગ્રીષ્મ ઋતુમાં નૉર્વેની ઉત્તરે આવેલા છેવાડાના નગર હામરફેસ્ટથી નોર્થ કેપ જવા માટે રોજ સ્ટીમરો ઊપડે છે. પ્રવાસીઓને નૉર્થ કેપ બતાવી પાછા લઈ આવે છે. આખી રાતનો એ કાર્યક્રમ હોય છે; પરંતુ રાત એટલે સૂર્યપ્રકાશવાળી અજવાળી રાત. હામરફેસ્ટથી અમે કટોકટ સમયે સ્ટીમર પકડી હતી. ત્યારે વરસાદ એટલો જોરથી પડતો હતો અને આકાશ એવું ઘેરાયું હતું કે અમને થયું કે નૉર્થ કેપમાં સૂર્યપ્રકાશ નિહાળવાનું અમારા ભાગ્યમાં નહિ હોય. પણ અહીંનાં વાદળાં અધીરાં બહુ. ઘડીકમાં ક્યાંય ભાગી ગયાં. રહી નાની નાની વાદળીઓ. સ્ટીમર આગળ વધતાં સૂર્યપ્રકાશ રેલાયો. જો આવું જ વાતાવરણ રહે તો મધરાતે સૂર્યનાં જરૂર દર્શન થશે એવી અમને આશા બંધાઈ. આ સ્ટીમરની સફર યાદ રહી જાય એવી હતી. બંને બાજુ કાચની મોટી મોટી બારીઓમાંથી બહારનું દશ્ય બરાબર દેખાતું. બંને બાજુ નાનામોટા ડુંગરો આવતા. કોઈ કોઈને માથે હજુ પણ બરફ રહ્યો હતો. કલાકની સફર પછી અમને એક સ્થળે ઉતારવામાં આવ્યા. ત્યાં અમારા માટે બસો તૈયાર હતી. | નોર્થ કેપ જે ટાપુ પર આવ્યો છે એનું નામ છે માગરોયો. થોડા ચઢાણ પછી ઉપર ઠેઠ નૉર્થ કેપ સુધી સપાટ પ્રદેશ (Plateau – પ્લેટો) છે. ડુંગરની ધારે ધારે રસ્તો ઉપર જાય છે અને ચઢાણ પછી સપાટ પ્રદેશમાં રસ્તો વચ્ચેથી પસાર થાય છે. પર્યાવરણ જાળવી રાખવા માટે બસનો તેત્રીસ કિલોમીટર જેટલો રસ્તો કાચો જ રાખવામાં આવ્યો છે. ઉપર જઈને જોતાં ચારેબાજુ ખુલ્લું આકાશ, ક્ષણે ક્ષણે બદલાતા રંગો સાથે દેખાય છે. આ નિર્જન પ્રદેશમાં એક પણ વૃક્ષ નથી, અરે, લીલા ઘાસનું તણખલું પણ નથી. જાણે ચંદ્રની સપાટી પર હોઈએ એવું લાગે. બસમાં અમારી ગાઇડ યુવતીએ નૉર્થ કેપના ઇતિહાસની થોડીક રસિક વાતો કહી. નૉર્વેનો ઉત્તરનો આ ભાગ ફિનમાર્ક તરીકે ઓળખાય છે. આમ તો આ પ્રદેશ ઘણો દૂર કહેવાય અને ડુંગરો તથા ખીણોને લીધે ઘણો વિકટ પણ ખરો, પણ સમુદ્ર માર્ગે અહીં પહોંચવાનું એટલું દુર્ગમ ત્યારે નહોતું. બહુ પ્રાચીન સમયથી આ બાજુ માનવ-વસવાટ રહ્યા કર્યો છે, કારણ કે અહીં સમુદ્રમાં નીચે ગરમ પાણીનો પ્રવાહ (Wam Gulf Stream) છે. એટલે જીવનનિર્વાહ માટે લોકોને અહીં બારેમાસ સામગ્રી મળી રહે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ નૉર્વે, સ્વીડન, ફિનલૅન્ડ અને રશિયાના ઉત્તર પ્રદેશમાં વિવિધ આદિવાસી જાતિઓ વસેલી છે. એમાં પણ કોઈ એક જ જાતિમાં પશુપાલન કરનાર અને માછીમારી કરનાર લોકોની રહેણીકરણીમાં ફ૨ક છે. આ બધી જાતિઓ – વિશેષત: નૉર્વે-સ્વીડનની જાતિઓ નોર્ડિક (Nordic)તરીકે ઓળખાય છે. હજારેક વર્ષ પહેલાં આ પ્રદેશના વાઇકિંગ તરીકે જાણીતા લોકોનું દરિયાઈ પ્રભુત્વ ઘણું હતું. નૌકાવિદ્યામાં કુશલ એવા આ લોકો જબરા, સાહસિક, મહત્ત્વાકાંક્ષી અને કલાના શોખીન હતા. કેટલાક લુચ્ચા, અનીતિમય, આક્રમક અને ઘાતકી પણ હતા. મારવું અને મ૨વું એમને માટે સહજ હતું. નૉર્વેની પશ્ચિમનો સમુદ્ર એટલે જાણે એમના બાપાનું રાજ્ય. અજાણ્યા કોઈ પણ વહાણને તેઓ લૂંટી લેતા. તેઓ દરિયામાં ચાંચિયાગીરી કરતા અને કિનારા પરનાં ગામોમાં જઈને લૂંટફાટ ચલાવતા. જૂના વખતમાં નૉર્થ કેપ પાસે બે કપ્તાનો પોતપોતાનાં સઢવાળાં વહાણમાં સો સો ખલાસીઓનો કાફલો લઈને નીકળતા. એકનું નામ હતું હુંડ. તે બ્યારકોય જાતિનો હતો. બીજાનું નામ હતું કાર્લે, તે લેંગોય જાતિનો હતો. બંને જિગરજાન દોસ્ત હતા. સાથે વહાણ હંકારતા, સાથે વેપા૨ ક૨વા જતા અને સાથે લૂંટ પણ ચલાવતા. તેઓ લૂંટેલો માલસામાન વેચતા અને પુષ્કળ નાણાં કમાતા. ૧૧૪ એક વખત તેઓ બ્યારમી નામના ગામમાં લૂંટ ચલાવીને ઘણી વસ્તુઓ ઉઠાવી લાવ્યા. એમાં એક દેવળનું ચાંદીનું બહુ મોટું વાસણ પણ હતું. બીજી બધી વસ્તુઓ તો તેમણે અડધી અડધી કરીને વહેંચી લીધી, પણ ચાંદીના કલાત્મક વાસણની સમસ્યા ઊભી થઈ. બંનેને તે ગમતી હતી અને રાખવી હતી. એમાંથી ઝઘડો થયો. છેવટે નક્કી કર્યું કે બંનેએ દરિયાકિનારે રેતીમાં પોતાની જાતિના રિવાજ પ્રમાણે તલવાર વડે દ્વન્દ્વયુદ્ધ કરવું અને જે જીતે તે વાસણ લઈ જાય. તે પ્રમાણે બંને સજ્જ થયા. બંનેમાં હુંડ જબરો હતો. એણે હુંકાર સાથે કહ્યું, ‘કાર્લો દોસ્ત ! આજે તો તને અમારી બ્યા૨કોય જાતિના ખમીરનો પરિચય થશે.’ એમ કરતાં તલવારયુદ્ધ શરૂ થયું. બંનેને ઈજા થઈ. પણ પછી હુંડે કાર્લોને એટલો બધો ઘાયલ કરી નાખ્યો કે તે ત્યાં જ ઢળીને મૃત્યુ પામ્યો. હુંડે ચાંદીનું વાસણ લઈ લીધું. બે દિલોજાન દોસ્તની દોસ્તી ચાંદીના એક વાસણને ખાતર કરુણાંતિકામાં પરિણમી. જૂના વખતમાં આ માર્ગરોયા ટાપુમાં ટ્યુન્સ નામના ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ માછલી પકડવાનો વ્યવસાય કરતા હતા. એક દિવસ દરિયામાં એવું ભયંકર વાવાઝોડું થયું કે તેઓ ભયભીત થઈ ગયા. પોતાનું વહાણ ચોક્કસ ડૂબી જશે અને તેઓ બંને મૃત્યુ પામશે એવો ડર લાગ્યો. હવે બીજો કોઈ ઉપાય નહોતો. એટલે તેઓએ ઈશ્વરને પ્રાર્થના કરી. પ્રાર્થના કરતાં કરતાં તેઓ અત્યંત ભાવમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ નોર્થ કેપ ૧૧૫ આવી ગયા અને ગળગળા સાદે બોલ્યા, “હે ઈશ્વર ! આજે જો તું અમને બચાવી લેશે તો અમે પકડેલી આ માછલીઓના વજન જેટલી ચાંદીની એક મોટી માછલી. બનાવીને દેવળમાં તને અર્પણ કરીશું.' સદ્ભાગ્યે જાણે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી હોય તેમ વાવાઝોડું તરત શાન્ત પડી ગયું અને તેઓ બચી ગયા. ઘરે આવીને તેઓએ માછલીનું વજન કરી, પોતાના સંકલ્પ પ્રમાણે ચાંદીની મોટી માછલી કરાવી અને દેવળમાં વિધિપૂર્વક અર્પણ કરી. એ જમાનામાં એક જાતિના લોકો બીજી જાતિ પર આક્રમણ કરી લૂંટફાટ ચલાવતા. એક વખત રશિયાની ઉત્તરેથી યૂડ જાતિના પચાસેક લૂંટારા ફિનમાર્ક પર ચડી આવ્યા. ટ્યુન્સ ગામના આ બે ભાઈઓએ, પોતાના સાથીદારો સાથે બહાદુરીપૂર્વક લૂંટારાઓને મારી હઠાવ્યા. મારામારીમાં બાવીસ જેટલા ર્ડ માર્યા ગયા. એનું વેર લેવા મોટી સંખ્યામાં ગ્રૂડ લૂંટારાઓ નાતાલના તહેવારોમાં ટ્યુન્સ નગર પર તૂટી પડ્યા. મોટી લડાઈ થઈ. એમાં બંને ભાઈઓ માર્યા ગયા. સ્થૂડ લૂંટારાઓ બીજી ઘણી સામગ્રી સાથે દેવળમાંથી ચાંદીની માછલી પણ ઉપાડીને રશિયા લઈ ગયા. તેઓએ મોસ્કોના એક દેવળમાં એ માછલી લટકાવી (હવે આ માછલી મોસ્કોના સંગ્રહાલયમાં છે). કોઈકે ગાઇડને પ્રશ્ન કર્યો કે “નૉર્થ કેપ' એવું નામ કોણે પહેલવહેલું આપ્યું? એણે કહ્યું કે નવમી સદીમાં ઉત્તર નૉર્વેમાં એક સરદાર થઈ ગયો. એનું નામ “ઓટર.” એણે આ બાજુનો દરિયો ખેડ્યો હતો. એક વખત તે ઇંગ્લેન્ડ ગયો ત્યારે એની રોમાંચક વાતો સાંભળવાની રાજા ઓલ્ફડને ઇચ્છા થઈ. રાજદરબારમાં એને નિમંત્રણ મળ્યું. એણે રાજાને પોતાના અનુભવો કહી સંભળાવ્યા. રાજાએ એ બધા લખાવી લીધા. અને પોતાના સંગ્રહમાં મૂક્યા (હવે એ બ્રિટિશ મ્યુઝિયમમાં છે). એણે એ વખતે “નૉર્થ કેપ' શબ્દ પ્રયોજ્યો હતો અને એનું વર્ણન કર્યું હતું. ઓગણીસમી સદીમાં અમેરિકન કવિ હેન્રી લૉગફેલોએ “The Discoverer of North Capc' નામના પોતાના કાવ્યમાં આ ઓટરનો નિર્દેશ કર્યો છે. ગાઇડે આગળ ચલાવ્યું : ઈ. સ.ના સોળમા સૈકામાં પોર્ટુગલ અને સ્પેને આફ્રિકાના કિનારે થઈ એશિયાના દેશોમાં પોતાનાં સંસ્થાનો સ્થાપ્યાં હતાં, ત્યારે તેઓની સાથે સંઘર્ષમાં ન અવાય એ માટે ઇંગ્લેન્ડે ઉત્તરનો દરિયાઈ માર્ગ શોધવાના પ્રયાસો ચાલુ કર્યા. ત્યારે નોર્થ કેપ પાસેના આ સમુદ્રમાં વહાણોની અવરજવર બહુ વધી ગઈ હતી. એ બધાંનો બહુ રોમાંચક ઇતિહાસ છે. પછી તો ડેન્માર્ક પણ એમાં જોડાયું હતું. સર હ્યુજ વિલોબી, રિચર્ડ ચાન્સેલર, સ્ટીફન બરો, વિલિયમ બર, જન સ્ટેફર્ડ, બેરન્ટસ વગેરે દરિયાખેડુ નાયકોએ જાનના જોખમે સફરો કરી હતી. એ વખતે ખરાબ હવામાનનું જોખમ તો ખરું, પણ એક નામચીન ચાંચિયા મેન્ડોન્સાનું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ જોખમ પણ રહેતું. એનું નામ પડે અને ખલાસીઓ ધ્રુજતા. છેવટે ડેન્માર્ક બીડું ઝડપ્યું. મજબૂત મોટા વહાણમાં કાબેલ નાવિકો સાથે મેન્ડોન્સાનો પીછો પકડ્યો. ઘણી મહેનતે, દરિયાઈ ભાગાભાગીમાં મેન્ડોન્સા પકડાયો. લોખંડની સાંકળોમાં બાંધીને એને કોપનહેગન લાવવામાં આવ્યો અને ત્યાં રાજા ચાર્લ્સ ચોથાની હાજરીમાં એનો શિરચ્છેદ કરવામાં આવ્યો. મેન્ડોન્સાની વિદાય પછી ચાંચિયાગીરીનું જોખમ ઘણું હળવું થયું. પછી તો રાજા ચાર્લ્સ પોતે પણ એક વહાણમાં ખલાસીઓને અને અમલદારોને લઈને નોર્થ કેપ સુધી જઈ આવ્યો હતો. સમુદ્રમાર્ગે નોર્થ કેપ સુધી જવાનો વ્યવહાર તો બહુ જૂનો હતો. પરંતુ એની વાતો સાંભળીને જમીનમાર્ગે જવાના કોડ પણ કેટલાકને જાગ્યા હતા. વિધિની વક્રતા કેવી છે કે કેવળ પ્રવાસ ખાતર પ્રવાસ કરનારા સત્તરમા-અઢારમા સૈકાના આરંભના બે ધુરંધર પ્રવાસીઓ નોર્થ કેપ ગુપ્ત વેશે આવ્યા હતા. વસ્તુત: એમને ગુપ્ત વેશે આવવું પડ્યું હતું. એક હતા ઇટાલીના દેવળના પાદરી ફ્રાન્સિસ્કો નેગ્રી અને બીજા હતા ફ્રાન્સના યુવરાજ લૂઈ ફિલિપ. નેગ્રી રોમન કેથોલિક ધર્મના હતા. નૉર્વેમાં પ્રોટેસ્ટન્ટ ધર્મ પળાતો હતો. ત્યાં એવો કાયદો હતો કે જે કોઈ રોમન કેથોલિક હોય કે તે ધર્મ પાળતો હોય તો એને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવતી. નેગ્રીને નોર્થ કેપ જોવાની તીવ્ર ઝંખના હતી, પણ મૃત્યુદંડનો ભય હતો એટલે તેઓ વેશપલટો કરીને આ બાજુ આવ્યા હતા. અઢારમા સૈકામાં ફ્રાન્સમાં જ્યારે ક્રાન્તિ થઈ અને રાજા લૂઈને ફાંસીએ લટકાવવામાં આવ્યા ત્યારે યુવરાજ ફિલિપ ફ્રાન્સમાંથી ભાગી છૂટ્યા અને ગુપ્તવેશે એક સ્થળેથી બીજે સ્થળે ફરતા હતા. સમય પસાર કરવા અને નવું નવું જોવા તેઓ આ દૂરના અજાણ્યા સ્થળે આવ્યા હતા કે જ્યાં તેમને કોઈ ઓળખી ન જાય. ચાલીસ વર્ષના ફ્રાન્સસ્કો નેગ્રી બહુ ખડતલ હતા. એક લોખંડી પુરુષ જેવા હતા. રખડતા રખડતા તેઓ એકલા આવ્યા હતા. તેમને કોઈ સાથીદાર નહોતો. સાથીદાર જોઈતો નહોતો કે જેથી પોતાની ગુપ્તતા પ્રગટ થઈ જાય. કોઈ પૂછે કે ‘તમારી સાથે કોઈ ભાઈબંધ કેમ નથી ?' તો એનો જવાબ એમની પાસે તૈયાર હતો : “મારો જોડીદાર આ વિકટ પ્રવાસમાં માંદો પડે તો મારે શું કરવું ? હું એની ચાકરી કરવા રોકાઉં તો મારે આગળનો પ્રવાસ, એ સાજો થાય ત્યાં સુધી, અટકાવી દેવો પડે. જો હું ન રોકાઉ અને આગળ જાઉં તો હું નિષ્ફર અને બેવફા ગણાઉં. માટે જોડીદાર ન હોય એ જ મારે માટે સારી વાત છે. મને પોતાને જો કંઈ થાય તો તેની ચિંતા નથી, કારણ કે મારે આગળપાછળ કોઈ છે નહિ.” નેગ્રી પગે ચાલીને, ઘોડા ઉપર કે બોટમાં બેસીને આગળ વધતા. તેઓ પોતાની ડાયરી રાખતા. પોતે ચિત્રકાર હતા એટલે ડાયરીમાં ચિત્રો અને નકશા દોરતા. એમને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૯) નૉર્થ કેપ ભાષાનો અને પૈસાનો પ્રશ્ન નડતો. પણ એનો ઉકેલ તેઓ શોધી કાઢતા. કેટલીય વાર આગળ રસ્તો ન હોય કે ન જડતો હોય તો પાછા ફરવું પડતું. પણ એથી તેઓ નિરાશ થતા નહિ. સમયનું એમને કોઈ બંધન નહોતું. ઘરેથી નીકળ્યા પછી બે વર્ષે નેગ્રી નૉર્થ કેપ પહોંચ્યા હતા. પહોંચતાં જ એમણે પોતાની ડાયરીમાં લખ્યું, “હાશ.... છેવટે હું નૉર્થ કેપ આવી પહોંચ્યો છું. ધરતીનો આ સૌથી દુરનો છેડો છે. આ પ્રદેશ વિશે જોવા-જાણવાની મારી વર્ષોની તૃષા આજે સંતૃપ્ત થઈ છે. મારું સ્વપ્ન સાર્થક થયું છે. અહીંથી હું હવે પાછો ફરીશ. ઈશ્વરની મરજી હશે તો હું જીવતો મારે વતન પહોંચી જઈશ.' અને નેગ્રી સહીસલામત પોતાને વતન પહોંચી ગયા. એમની સચવાયેલી ડાયરીએ એ કાળના એમના અનુભવોની ઘણી સભર માહિતી સંઘરી રાખી છે. બાવીસ વર્ષના રાજ કુમાર ફિલિપે, પોતાના બે અંગત મદદનીશો સાથે, બરછટ કપડાં ધારણ કરી, પોતે સ્વિટ્ઝરલેન્ડના વતની છે અને આ પ્રદેશનો અભ્યાસ કરવા આવ્યા છે એવો દેખાવ કર્યો હતો. એમણે પોતાનું નામ “મ્યુલર' રાખું હતું. તેઓ બહુ દેખાવડા હતા એટલે આ પ્રદેશના મહિલાવર્ગમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. ધીમી ગતિએ ચાલતી અમારી બસ નૉર્થ કેપ પર આવી પહોંચી. અમે ઊતરીએ એટલી વારમાં તો આકાશ ઘેરાં વાદળાંથી ઘેરાઈ ગયું. હવે સૂર્યપ્રકાશ જોવા મળશે કે કેમ તે પ્રશ્ન થયો. પણ ઘડિયાળમાં હજુ રાતના અગિયાર વાગ્યા હતા. સભાગ્ય હોય તો વાદળાંનો ધસારો ઘટી પણ જાય. સામે જ વિશાળ હોલ હતો. એમાં અમે દાખલ થયા. નોર્વેની સરકારે કરોડોના ખર્ચે પ્રવાસીઓ માટે ડુંગરની ટોચ પરની સપાટ જગ્યામાં આ હૉલ બંધાવ્યો છે, જેથી બહારની ઠંડી, વરસાદ વગેરેથી બચી શકાય. જૂના વખતમાં સ્ટીમર નીચે ઊભી રહેતી અને પ્રવાસીઓ હજાર પગથિયાં ચડીને ઉપર આવતાં. વરસાદ કે બરફ પડે તો કોઈ રક્ષણ નહોતું. અશક્ત પ્રવાસીઓ સ્ટીમરમાં જ બેસી રહેતા (ગઈ સદીમાં આપણા જગતપ્રવાસી કાલુભાઈ બશિયા આ રીતે જ અહીં આવેલા એનું સ્મરણ થયું.) આ વિશાળ હૉલમાં ચારસો-પાંચસોથી વધુ માણસો હોય તો પણ ગિરદી જેવું ન લાગે. એમાં રેસ્ટોરાં છે, સુવેનિની દુકાનો છે, ટેલિફોનની સગવડ છે, પોસ્ટઑફિસ છે, થિયેટર છે, શૌચાલય છે, જેઓને રાત રોકાવું હોય તેમને માટે રૂમોની સગવડ છે. આ એક સતત જાગતું કેન્દ્ર છે. સ્ટાફની ફરજ બદલાય, પણ કેન્દ્ર ચોવીસે કલાક ગાજતું રહે, સતત અઢી મહિના સુધી. કેન્દ્રમાં અમે મરજી મુજબ ફર્યા. સ્વજનોને સચિત્ર પોસ્ટકાર્ડ લખ્યાં કે જેના Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ઉપર નૉર્થ કેપનો ટપાલનો સિક્કો મારી આપવામાં આવે છે. પછી અમે એક વિશાળ સુશોભિત ભોંયરા (Tunnel) વાટે નીચે ચોગાનમાં ગયા. આ ભોંયરામાં થાઇલેન્ડના મહારાજાએ ૧૯૦૬માં નૉર્થ કેપની મુલાકાત લીધેલી એની યાદગીરીરૂપે આપેલી કીમતી ભેટવસ્તુઓ એક શો-કેસમાં રાખવામાં આવી છે. અમે ચોગાનમાં પહોંચ્યા. ત્યાં ઘણા બધા પ્રવાસીઓ હતા. આ ચોગાનમાં કઠેડા પાસે ઊભા રહી નીચે સમુદ્રનું દર્શન કરી શકાય છે. હજાર ફૂટ ઊંચા આ ખડકની આકૃતિ અત્યંત વિલક્ષણ છે. એની ઊંચાઈ ઢાળવાળી નથી પણ સીધી લટકતી દોરી જેવી છે. સમુદ્રમાં થોડે દૂરથી જોઈએ તો સીધો, ઊંચો, જાડો અને ભૂખરા રંગનો ખડક, જાણે ઐરાવત હાથીએ પાણીમાં પગ મૂક્યો હોય એવો લાગે. એટલે જ દરિયાખેડુઓ માટે એ મશહૂર નિશાની બનેલો છે, જાણે તે ભોમિયાની ગરજ સારે છે. ચોગાનના એક છેડે ઓળખ-નિશાની તરીકે ધાતુની પાઇપનો વિશાળ ગોળો બનાવીને ગોઠવવામાં આવ્યો છે, જેથી નોર્થ કેપને તરત ઓળખી શકાય. ઘણા સહેલાણીઓ ત્યાં ઊભા રહી ફોટા પડાવે છે. નોર્થ કેપ ગયાની એ સાબિતીરૂપ યાદગીરી છે. આ ખડક પરથી પગથિયાં ઊતરી નીચે સમુદ્રની સપાટી સુધી જઈ શકાય છે. જૂના વખતમાં આ ખડક પાસે સ્ટીમર આવીને ઊભી રહેતી ત્યારે ઉપર જવા માટે પગથિયાં કરવામાં આવ્યાં હતાં. હજાર પગથિયાંનું ચઢાણ બહુ કપરું હતું, પરંતુ ઉપર પહોંચ્યા પછી જે દશ્ય જોવા મળતું એથી પરિશ્રમ વસૂલ લાગતો. અમારી ગાઇડ યુવતીએ કહ્યું કે જૂના વખતમાં એક સ્થાનિક માણસ અહીં નીચે લાકડીઓ લઈને આવતો અને પ્રવાસીઓને લાકડી વેચતો. ઊતર્યા પછી ઘણા પ્રવાસીઓ લાકડી પાછી મૂકીને જતા. આમ લાકડીના વેપારમાં જ એ માણસ ધનવાન બની ગયો. લાકડીએ એના ભાગ્યને પલટાવી નાખ્યું હતું. ભાગ્ય હોય તો કેવાં કામ સૂઝી આવે છે ! મધ્યરાત્રિ ચાલુ થઈ ગઈ હતી. વાતાવરણમાં અજવાળું હતું, પણ સૂર્યપ્રકાશ નિહાળવા મળતો નહોતો. એમ કહેવાયું કે સમગ્ર ઋતુ દરમિયાન નિરભ્ર ખુલ્લો સૂર્ય કદાચ કોઈને જોવા મળે તો મળે. પણ નાની નાની વાદળીઓ પાછળ રહેલો સૂર્ય જોવા મળે તો પણ મોટું ભાગ્ય ગણાય. અહીં વાદળાંઓનો ધસારો નિરંતર રહે છે. અમે રાહ જોતા હતા એટલામાં તો જોરદાર વરસાદ ઝાપટ્યો. બધા દોડીને હોલમાં પહોંચી ગયા. અમારી પાસે સમય હતો એટલે અમારા કાર્યક્રમ મુજબ અમે 'નોર્થ કેપ' વિશેનું ચલચિત્ર જોવા થિયેટરમાં બેઠા. આ એક અદ્ભુત અનુભવ છે. આપણે જાણે હેલિકૉપ્ટરમાં બેઠા હોઈએ એવું લાગે. સાહસી દૃશ્યો આવે તો સાક્ષાત્ અનુભવતા હોઈએ એવું લાગે અને છાતીમાં ગભરાટ પણ થાય. જાતે ન જઈ શકીએ અને ન જોઈ શકીએ એવાં એવાં દૃશ્યો જોઈને આશ્ચર્યમુગ્ધ થઈ જવાય. Page #136 -------------------------------------------------------------------------- ________________ નૉર્થ કેપ ૧૧૯ ચલચિત્ર જોઈને અમે બહારના ભાગમાં આવ્યા. ત્યાં એક બાજુ ધરતીનાં છોરું' (Children of the Earth) નામનું સ્મારક રચવામાં આવ્યું છે. ૧૯૮૯માં એક લેખકને બાળકો માટે કશુંક કરવાનો વિચાર આવ્યો. આખી દુનિયામાં જુદા જુદા દેશોમાંથી સાત તેજસ્વી બાળકોને પસંદ કરવામાં આવ્યાં. તેઓને અહીં બોલાવ્યાં. અહીંની માટીમાંથી તેઓએ પોતાને આવડે એવી આકૃતિ બનાવી. એના ફોટા લઈ, વિસ્તૃત કરી તે પ્રમાણે કાંસામાં ઢાળીને આકૃતિઓ બનાવવામાં આવી અને તે વર્તુળાકાર ફ્રેમમાં અહીં ઊભી કરવામાં આવી છે. સાથે મા અને બાળકની એક આકૃતિ પણ રાખવામાં આવી છે. આ સ્મારક પ્રખ્યાત થઈ ગયું છે. આ સંસ્થા તરફથી બાળકોના કલ્યાણ માટે કાર્ય કરનારાઓને પારિતોષિક અપાય છે. હવે અમારે બસમાં બેસવાનો સમય થવા આવ્યો હતો. અમે બસ તરફ ચાલતા હતા ત્યાં એકાએક દોડાદોડી થઈ, આનંદની ચિચિયારીઓ થઈ. અમે પાછળ જોયું તો વાદળી પાછળ સૂર્ય પ્રકાશવા લાગ્યો હતો. અમે પણ હૉલમાં થઈને ચોગાનમાં પહોંચ્યા. સરસ સૂર્યદર્શન થયું. ત્યારે ઘડિયાળમાં રાતના અઢી વાગ્યા હતા. સૂર્યકિરણોનું અમે આકંઠ પાન કર્યું. અમારે ખસવું નહોતું પણ સૂર્યનારાયણે પડદા પાછળ ઢંકાઈ અમને વિદાય આપી દીધી. અમને થયું કે સૂર્ય તો એનો એ જ, આપણે ત્યાં આખું વર્ષ ધોમધખતો હોય માટે એની કિંમત ઓછી અને અહીં થોડીક ક્ષણો માટે પ્રકાશ રેલાવે એ માટે લોકો ગાંડાની જેમ નાચે ! પ્રકૃતિમાં કેટલું બધું સામ્યવૈષમ્ય છે ! બસમાં બેસી અમે સ્ટીમર પર આવી પહોંચ્યા. બીજી કેટલીક બસો પણ આવી પહોંચી. વિશાળ સ્ટીમરમાં યથેચ્છ બેસવાનું હતું. અમે ઉપરના માળે સ્ટીમરની દિશામાં સામે સમુદ્રદર્શન થાય એ રીતે બેઠા. સ્ટીમર ઊપડ્યા પછી થોડી વારે બધાને કૉફી આપવામાં આવી. એક કર્મચારી યુવતી ખાલી કપરકાબી લઈ જવાનું કામ કરતી હતી. અમારી બેઠક પાસેની જગ્યામાંથી તે પસાર થતી હતી. એક ફેરો કરીને એ ઝડપથી પાછી આવી. એણે ટ્રેમાં એક ઉપર એક એમ દસબાર કપ ગોઠવ્યા. મારાથી સહજ રીતે બોલાઈ ગયું, “બહેન, થોડા ઓછા કપ લઈ એક ફેરો વધુ કરો તો ! કોઈ વખત કપ પડી જાય.” એણે સસ્મિત કહ્યું, “સર, એમ નહિ થાય. આ મારો રોજનો મહાવરો છે.' એના આત્મવિશ્વાસથી આનંદ થયો. પણ પછીના ફેરે એના બધા કપ ધડ દઈને નીચે પડ્યા. કેટલાક ફૂટ્યા. કેટલાક પ્રવાસીઓ ઉપર બચેલી કૉફીના છાંટા ઊડ્યા. અમને પણ એનો લાભ મળ્યો. યુવતી શરમિંદી બની ગઈ. એણે કહ્યું, “સર, તમારી સલાહ સાચી હતી.' બીજા કર્મચારીએ ફટાફટ સાફસૂફી કરી નાખી અને જાણે કશું જ બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. હામરફેસ્ટ આવતાં અમે અમારી હોટેલમાં પહોંચી ગયા. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક નૈસર્ગિક સૌન્દર્યસમૃદ્ધિથી સભર એવા દેશોમાં ન્યૂઝીલૅન્ડનું સ્થાન મોખરે છે. નાનામોટા સંખ્યાબંધ ટાપુઓ, સુદીર્ઘ સમુદ્રકિનારો, બારે માસ સમશીતોષ્ણ આબોહવા, હરિયાળાં ખેતરો અને ખુશમિજાજી પ્રજાજનોને કા૨ણે ન્યૂઝીલૅન્ડમાં પ્રવેશતાં જ વાતાવરણ ઉષ્માભર્યું આવકારદાયક લાગે છે. ન્યૂઝીલૅન્ડ ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ જાપાન જેવડો દેશ છે, પરંતુ જાપાનમાં એટલા પ્રદેશમાં આશરે અગિયાર કરોડ માણસો વસે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડમાં ફક્ત પાંત્રીસ લાખ જેટલી વસતિ છે. એના ઉપરથી ન્યૂઝીલૅન્ડમાં જગ્યાની મોકળાશ કેટલી બધી હશે તેનો ખ્યાલ આવશે. એટલે જ બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય જ્યારે ઝળહળતો ત્યારે અનેક બ્રિટિશ નાગરિકો પોતાનું શેષ નિવૃત્ત જીવન શાંતિથી પસાર કરવા ઇંગ્લૅન્ડ છોડીને પોતાના સંસ્થાન ન્યૂઝીલૅન્ડમાં આવીને વસતા હતા. એમના વંશજો અને સ્થાનિક આદિવાસી જાતિના માઓરી લોકો સુમેળથી ત્યાં રહે છે. અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત, અન્ય દેશો સાથે વેરવિરોધ વિનાના સુખી દેશોમાં ન્યૂઝીલૅન્ડની ગણના થાય છે. ગરીબી, બેકારી, ગંદકી, ગુનાખોરી, પ્રદૂષણ વગેરેનું પ્રમાણ ત્યાં નહિવત્ છે. એટલે જ કિવી નામના વિલક્ષણ પક્ષીના દેશ તરીકે ઓળખાતા ન્યૂઝીલૅન્ડ તરફ વિદેશી પ્રવાસીઓનો ધસારો રહે છે. અમારી એક મંડળીનો પ્રવાસ સિંગાપુર, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનો ગોઠવાયો હતો. ન્યૂઝીલૅન્ડમાં વિવિધ સ્થળે ફરીને અમે એના દક્ષિણ ટાપુમાં ક્વીન્સ ટાઉનમાં આવ્યા હતા. અહીંથી હવે અમારે હજુ પણ દક્ષિણે મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ ફૂંક જવાનું હતું. ક્વીન્સ ટાઉન હમણાં હમણાં ‘બન્જી જંપિંગ' જેવી સાહસિક રમતો માટે જાણીતું થયું છે. બન્જી જંપિંગ એટલે બે પગે સ્થિતિસ્થાપક દોરડું બાંધીને સો-બસો ફૂટ ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અધ્ધર રહેવાય અને માથું ભટકાય નહિ. નીચે પડીને ઊંધે માથે લટક્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. બન્ધ જંપિંગ માટે અમારી મંડળીમાંથી એટલાં બધાં યુવક-યુવતીઓએ નામ નોંધાવ્યાં કે અડધા જેટલા બાકી રહેલા સભ્યોએ બીજે દિવસે મિલ્ફર્ડ સાઉન્ડ જોવાનું જતું કરીને એક વધુ દિવસ ક્વીન્સ ટાઉનમાં રોકાવાનું પસંદ કર્યું. Page #138 -------------------------------------------------------------------------- ________________ મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ૧૨૧ અમે બીજા બધાએ ક્વીન્સ ટાઉનથી વહેલી સવારે નીકળી મિલ્ફર્ડ સાઉન્ડ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ટિ આનો (TE ANAU – ટે આનાઉ) નામના સ્થળે ક્યોર્ડલેન્ડ' નામની હોટેલમાં સામાન મૂકી, ચા-નાસ્તો કરી અમે આગળ વધ્યા. અહીં રસ્તાની બન્ને બાજુ લીલાંછમ ઘાસિયાં ખેતરોમાં હૃષ્ટપુષ્ટ ઘેટાંઓ પોતપોતાના બાંધેલા વાડામાં લહેરથી ચરતાં હતાં. અહીં વચ્ચે વચ્ચે કેટલાય માઈલ સુધી કોઈનું ઘર દેખાય નહિ. આ પ્રદેશમાં જમીનની આટલી બધી છૂટ જોઈને આપણને આશ્ચર્ય થાય. આગળ જતાં બંને બાજુ ડુંગરાઓની હાર આવી. મોટાં મોટાં વૃક્ષો દેખાયાં. એમાં ઊંચાં સીધાં સૂકાં પોપ્લર વૃક્ષોની હાર હતી, તો ક્યાંક હારબંધ ઉગાડેલાં પાઈન વૃક્ષો હતાં. કોઈક કોઈક વિશાળ ખેતરમાં છેવાડે માલિકનું નાનું ઘર હતું, પણ કોઈ બહાર હરતું ફરતું દેખાય નહિ, કહ્યાગરાં ઘેટાંઓ માલિકનો એટલો શ્રમ બચાવતાં હતાં. અહીંના રબારીઓ એટલે શ્રીમંત વેપારીઓ. બેઠાં બેઠાં ઘણું કમાય. રસ્તામાં એક સ્થળે અમારી બસ ઊભી રાખવામાં આવી. એ સ્થળનું નામ દર્પણ સરોવર' (Mirror Lake) છે. બસમાંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે બહાર તો સખત ઠંડી હતી અને આછા ધુમ્મસ જેવું વાતાવરણ હતું. એને લીધે બોલતી વખતે દરેકના મોઢામાંથી ધુમાડા નીકળતા હતા. સિગારેટ પીધા વગર સિગારેટના જેવા ધુમાડા કાઢવાનો આનંદ માણી શકાયો. થોડીવાર હવા મોઢામાં રોકી રાખી ગાલ ફુલાવીને પછી ઘટ્ટ ધુમાડાની લાંબી સેર પણ કાઢી શકાય. આ દર્પણ સરોવરની વિશિષ્ટતા એ છે એના સ્વચ્છ, સ્થિર પાણીમાં પાછળનાં ડુંગરાઓ, વૃક્ષો, આકાશ વગેરેનું ઊંધું સુરેખ પ્રતિબિંબ એટલું રમણીય લાગે છે કે ત્યાંથી ખસવાનું મન ન થાય. જલમાં આટલું બધું લાંબું પહોળું પ્રતિબિંબ જવલ્લે જ જોવા મળે. એ જોવા માટે ગીચ ઝાડીમાં ખાસ લાંબી કેડી બનાવેલી છે. મિરર લેક નિહાળી અમે એક ખીણના વિશાળ સપાટ પ્રદેશમાં પ્રવેશ્યા. બંને બાજુ સૂકા ઘાસનાં મેદાનો અને દૂર ડુંગરોની હારમાળા હતી. ત્યાં મિલ્ફર્ડ સાઉન્ડનો રસ્તો ટૂંકો કરવા માટે એક લાંબું બોગદું કરવામાં આવ્યું છે. એ હોમર ટનલમાંથી અમે પસાર થયા કે ત્યાં થોડી વારમાં મિલ્ફર્ડ સાઉન્ડ આવી ગયું. માણસ એકલો જ્યાં સરળતાથી ન જઈ શકે એવાં રમણીય પ્રવાસસ્થળોના પ્રવાસ માટે પ્રવાસ કંપનીઓ વિવિધ પ્રકારની સગવડો ઊભી કરે છે. મિલ્ક સાઉન્ડના બંદરેથી મોટી મોટી સ્ટીમરો સહેલાણીઓને લઈને સાઉન્ડના પાણીમાં ધીરે ધીરે મોટું ચક્કર મરાવે છે. અંગ્રેજી “સાઉન્ડ' (sound) શબ્દ વિશિષ્ટ ભૌગોલિક રચના માટે વપરાય છે (આપણા ભારતમાં આવા સાઉન્ડ નથી). પ્રકૃતિનાં બધાં જ ભૌગોલિક સ્વરૂપો માટે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ આપણી પાસે આગવા વિશિષ્ટ શબ્દો નથી, કારણ કે ભૌગોલિક રચનાઓના પ્રકારો અનેક છે. સાઉન્ડ શબ્દ પણ જુદી જુદી રચનાઓ માટે પ્રયોજાય છે. અહીં સાઉન્ડ એટલે સમુદ્રનો એક નાનો ફાંટો પર્વતોની વચ્ચે અમુક અંતર સુધી ગયો હોય અને છેડે લગભગ અર્ધવર્તુળાકારે અટકી ગયો હોય. એટલે જ સાઉન્ડને સમુદ્રના હાથ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે હાથમાં છેડે આવતો પંજો પહોળો હોય છે. જ્યાં સમુદ્રકિનારે પર્વતોની હારમાળા હોય ત્યાં જ સાઉન્ડ હોઈ શકે. સાઉન્ડ એ ક્યોર્ડ (ગિરિસમુદ્ર)નો જ એક લઘુ પ્રકાર છે. એમાં પાણી મહાસાગર જેવાં ઊંડાં ન હોય અને ઘૂઘવાતાં ન હોય. ન્યૂઝીલૅન્ડમાં એના દક્ષિણ દ્વિપમાં ચાર્લ્સ સાઉન્ડ વગેરે ઘણા સાઉન્ડ છે. એમાં મિલ્ફર્ડ સાઉન્ડ, ડાઉટફુલ (Doubtful) સાઉન્ડ, જ્યૉર્જ સાઉન્ડ, થૉમ્પસન વગેરે વધુ પ્રખ્યાત છે. ડાઉટફુલ સાઉન્ડનું નામ એના અનિશ્ચિત હવામાનને કારણે પડ્યું છે. એટલે જ સૌથી વધુ સહેલાણીઓ મિલ્ફર્ડ સાઉન્ડમાં જવાનું પસંદ કરે છે. વળી, મિલ્ફર્ડના જંગલમાં કેડીએ કેડીએ પગપાળા જનારા પણ હોય છે. મિલ્ફર્ડ બંદરમાં અમે ટિકિટ લઈ ‘મિલ્ફર્ડ હેવન' નામની સ્ટીમરમાં બેઠા. સ્ટીમર જતી વખતે ડાબી બાજુના કિનારે ચાલવાની હતી અને પાછા આવતાં જમણી બાજુ. સ્ટીમર ઊપડી એટલે ગાઇડ યુવતીએ માઇકમાં માહિતી આપવાનું શરૂ કર્યું. એણે કહ્યું કે ઘણા વળાંકવાળો મિલ્ફર્ડ સાઉન્ડ સોળ કિલોમીટર લાંબો છે. એની શોધ ઈ.સ. ૧૮૨૩માં જૉન ગ્રોનો નામના એક બ્રિટિશ શોધસફરીએ કરી હતી. સીલનો શિકાર એની શોખની પ્રવૃત્તિ હતી. તે સીલની પાછળ પાછળ આ પાણીમાં આવી ચડ્યો અને એણે જોયું કે પોતે સમુદ્રમાંથી આ ફ્લોર્ડમાં ભૂલમાં દાખલ થઈ ગયો છે. છેડે આવતાં એને જણાયું કે આ તો સાઉન્ડના પ્રકારનો ક્યોર્ડ છે. એણે આ જગ્યાનું નામ બ્રિટનના પોતાના વતન મિલ્ફર્ડ ઉપરથી આપ્યું હતું. ત્યારથી આ જગ્યા મિલ્ફર્ડ સાઉન્ડ તરીકે જાણીતી છે. દુનિયાનાં કેટલાંક અત્યંત સોહામણાં સ્થળોમાં મિલ્ફર્ડ સાઉન્ડની ગણના થાય છે. હજારો વર્ષથી મનુષ્યના હસ્તક્ષેપ વિના આ સ્થળે પોતાનું સૌન્દર્ય સાચવી રાખ્યું છે. ધીરે ધીરે આગળ વધતી સ્ટીમરમાં અમારે યથેચ્છ બેસવાનું હતું, પરંતુ મનભર અનુભવ તો ઉપરના ખુલ્લા ડેકમાં ઊભા રહીને ચારેબાજુ જોવાનો હતો. ગાઇડે કહ્યું કે ‘આપણી જમણી બાજુ પાણીમાં નજર નાખતા રહેજો. અહીં સમુદ્રમાં ડોલ્ફિન ઘણી છે, તમે નસીબદાર હશો તો પાણી બહાર કૂદતી જોવા મળશે.’ મિલ્ફર્ડ સાઉન્ડમાં નાના નાના ધોધ ઘણા છે. મોટા ધોધમાં બોવેન ધોધ છે. લગભગ પાંચસો ફૂટ ઊંચેથી એનું પાણી દરિયામાં પડે છે. કપ્તાને ધીમે ધીમે સ્ટીમરને ધોધની નજીક એટલી સરકાવી કે એના ઊડતા જલસીકોમાં ભીંજાવું ગમે Page #140 -------------------------------------------------------------------------- ________________ મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ૧૨૩ એવું હતું. ત્યાંથી સીધા ઊંચે ધોધનાં દર્શન ઝાઝી વાર સુધી કરવામાં ડોક દુ:ખવા આવે એવું હતું. અમારી સ્ટીમર આગળ ચાલી, મહત્ત્વનાં સ્થળે થોડી વાર રોકાતી અને ગાઇડ તે વિશે માહિતી આપતી રહેતી. એક સ્થળે પર્વતના પથ્થરમાં પડેલા ઘસરકા બતાવીને કહ્યું કે આ ઘસરકા આજ કાલના નથી. હજાર વર્ષ જૂના છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે પંદરવીસ હજાર વર્ષ પૂર્વે આ મિલ્ફર્ડ સાઉન્ડ નહોતો. અહીં પર્વતો હતા અને એના ઉપરથી હિમનદી (Glacier) સરકતી હતી. એને કારણે આસપાસના પર્વતોને ઘસારો લાગતો ગયો અને સમયાન્તરે એનું આ સાઉન્ડમાં રૂપાન્તર થયું છે. મિલ્ફર્ડ સાઉન્ડમાં જોવા મળતું એક લાક્ષણિક સ્થળ તે “માત્ર પર્વત છે. આ એવી જગ્યા છે કે જ્યાં આગળ, સાઉન્ડના સમુદ્રમાં, સૌથી વધુ, લગભગ આઠસો ફૂટ જેટલું ઊંડાણ છે. આ પર્વતની એવી વિશિષ્ટતા છે કે તે પાણીમાંથી નીકળીને જાણે સીધો ઊભો ન થયો હોય ! પગ પાણીમાં અને માણસ ટટ્ટાર ઊભો હોય એવી આકૃતિ આ પર્વતની છે. આવા પ્રકારના પર્વતોમાં આ પર્વત દુનિયામાં સૌથી ઊંચો, આશરે છ હજાર ફૂટ ઊંચો છે. એનું નામ “માઈગ્રે' (Maitre) પાડવામાં આવ્યું છે, કારણ કે એનું શિખર ખ્રિસ્તી ધર્મગુરુ બિશપની ટોપી (એટલે કે “માઈગ્રે') જેવું છે. સાઉન્ડના સમગ્ર દશ્યમાં તે કેન્દ્રસ્થાને છે અને પ્રભાવશાળી છે. સોળ કિલોમીટરનો આફ્લાદક જલવિહાર કરીને અમે સાઉન્ડના બીજા છેડે આવી પહોંચ્યા. અહીં એક કિનારાની જગ્યાને ડેઇલ પૉઇન્ટ કહે છે. અહીં સામસામાં બંને કિનારે પર્વતો દેખાય છે. એક બાજુ ઈ.સ. ૧૮૦૦માં બાંધેલી દીવાદાંડી છે કે જેથી જૂના વખતમાં મહાસાગરમાં પસાર થતાં જહાજો ભૂલમાં આ સાંકડી જલપટ્ટીમાં દાખલ ન થઈ જાય. અમારી સ્ટીમર સાઉન્ડમાંથી બહાર નીકળી દક્ષિણ પેસિફિક મહાસાગરમાં દાખલ થઈ. સમુદ્રના પાણીમાં સરહદી રેખાઓ દોરી શકાતી નથી, એટલે ગાઇડે કહ્યું ત્યારે જ ખબર પડી કે અમે હવે મહાસાગરમાં છીએ. સ્ટીમરે એક મોટું ચક્કર લગાવ્યું. સાઉન્ડના કિનારા દેખાતા બંધ થયા. ચારેબાજુ મહાસાગરનાં જળ હિલોળા લેતાં હતાં. વાતાવરણ સ્વચ્છ, સ્વસ્થ અને પ્રસન્ન હતું. ડેક ઉપરથી વર્તુળાકાર ક્ષિતિજનાં, ઉપર આભ અને નીચે જલરાશિનાં દર્શન એક આગવો અનુભવ કરાવતાં હતાં. મહાસાગરમાંથી અમે હવે સાઉન્ડમાં પાછા ફર્યા. સાસરે આવેલી રૂઢિચુસ્ત નવોઢાની જેમ પાણી હવે શાન્ત અને સંયમિત બન્યાં. સ્ટીમરે ડાબી બાજુનો કિનારો પકડ્યો. એક જગ્યાએ સ્ટીમર ઊભી રહી. ગાઇડે એક ખડક બતાવીને કહ્યું કે એ સીલ ખડક' (Seal Rock) છે. સીલ ઠંડા પ્રદેશનું દરિયાઈ પ્રાણી છે. તે જળચર છે અને સ્થળચર પણ છે. તે રાત્રે દરિયામાં ઊંડે સુધી જઈ શિકાર કરતું રહે છે અને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે બહાર આવી આવા ખડક પર આરામ કરે છે. સ્ટીમર ઊભી રહી ત્યાં સુધી એક પણ સીલ અમને જોવા ન મળ્યું. અમે નિરાશ થયા. કોઈકે મજાક કરી કે ‘હવે બીજી વાર મિલ્ફર્ડ સાઉન્ડ જોવા આવીશું ત્યારે સીલ અને ડોલ્ફિન બેય જોવા મળશે.’ બીજાએ ગંભીરતાથી કહ્યું, ‘જિંદગીમાં આટલે દૂર આવવાનું તો થાય ત્યારે થાય. સીલ અને ડોલ્ફિન માટે પૈસા ખરચવા એના કરતાં બીજા કોઈ સ્થળનો પ્રવાસ ન કરીએ ?’ પાછા ફરતાં ગાઇડે અમને બીજાં કેટલાંક સ્થળ બતાવ્યાં. એક જગ્યાએ પાણીથી બે હજાર ફૂટ ઉપર એક ખડક લટકી રહેલો છે. સ્ટોપ વૉચ રાખીને એના ઉપરથી જો એક પથ્થર છોડવામાં આવે તો નીચે પાણીમાં પડતાં એને સોળ સેકન્ડ લાગે છે. એક સ્થળે સાઉન્ડનો ‘પેમ્બ્રોક' નામનો ઊંચામાં ઊંચો પર્વત છે. સાડાછ હજાર ફૂટ ઊંચો આ પર્વત કાયમ હિમાચ્છાદિત રહે છે. પર્વત પરનો બરફનો થર સવાસો ફૂટ જેટલો જાડો છે. આ થરની નીચેના બરફને ક્યારેય ઓગળવાનો અવસર સાંપડ્યો નથી. સાંજ પડતાં અમારી સ્ટીમર બંદરે પાછી ફરી. શાન્ત, રમ્ય સાઉન્ડમાં જલવિહારનો અમારો અનુભવ સ્મરણીય બની રહ્યો. બસમાં બેસી, હોમર ટનલ પસાર કરી અમે અમારી હોટેલ પર આવી ગયા. દરમિયાન અમારા બીજા ગ્રૂપના સભ્યો પણ ક્વીન્સ ટાઉનમાં ‘બન્જી જંપિંગ' કરીને આવી ગયા. ભોજનવેળાએ સૌએ પોતપોતાના અનુભવોની વાતો કરી. મિલ્ફર્ડ સાઉન્ડનાં એટલાં બધાં વખાણ થયાં કે તેઓમાંના કેટલાકને થયું કે બન્જી જંપિંગ ન કર્યું હોત તો સારું. બન્જી જંપિંગના બદલામાં તેમણે મિલ્ફર્ડ સાઉન્ડ ગુમાવ્યું. તેમણે પોતાનો નિરાશાજનક કચવાટ આયોજકો આગળ વ્યક્ત કર્યો. બીજે દિવસે સવારે આયોજકોએ પોતાનો નિર્ણય જાહેર કર્યો, ‘આજે આપણે મિલ્ફર્ડ સાઉન્ડ ફરીથી જઈએ છીએ. આપણી પાસે સમય છે. અલબત્ત, હવે માઉન્ટ કૂક માટે આવતી કાલે વહેલી સવારે પ્રયાણ કરવું પડશે.’ મિલ્ફર્ડ સાઉન્ડનો નિર્ણય જાહેર થતાં બધામાં આનંદ પ્રસરી ગયો. હોટેલથી નીકળી હોમ૨ ટનલ પસાર કરી, બંદરે પહોંચી, સ્ટીમરમાં બેસી ગયા. જેઓ જઈ આવ્યા હતા તેઓ બાકીનાને માટે અડધા ગાઇડ બની જવાના ઉત્સાહમાં હતા. બીજી વા૨નો અમારો પ્રવાસ એવો જ હર્ષોલ્લાસયુક્ત રહ્યો. વિશેષમાં અમને પાણીમાં છલાંગો મારતી બે ડોલ્ફિનનો મહાસાગર સુધી સાથ મળ્યો. વળતાં ‘સીલ ખડક’ પર એકબીજા ૫૨ માથું રાખીને ઘસઘસાટ ઊંઘતાં આઠનવ સીલ જોવા મળ્યાં. કોઈકે મજાકમાં ઉચ્ચારેલી ભવિષ્યવાણી આટલી બધી વહેલી સાચી પડશે એવું ધાર્યું નહોતું. બીજે દિવસે સવારે અમે માઉન્ટ કૂક જોવા ઊપડ્યા. ન્યૂઝીલૅન્ડનો આ ઊંચામાં Page #142 -------------------------------------------------------------------------- ________________ મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ૧૨૫ ઊંચો હિમાચ્છાદિત પર્વત છે. એની ઊંચાઈ ૧૨,૩૪૯ ફૂટ છે. ન્યૂઝીલૅન્ડની હિમાચ્છાદિત પર્વતમાળાને જૂના વખતમાં અંગ્રેજોએ ‘દક્ષિણ આલ્પ્સ' એવું નામ આપ્યું હતું. માઉન્ટ કૂકનું નામ ન્યૂઝીલૅન્ડની શોધસફર કરનાર જેમ્સ ફૂંકના નામ પરથી અપાયું છે. અમે માઉન્ટ કૂક પાસે પહોંચ્યા. અહીં કેટલાક આરોહકો સરંજામ સાથે આવી, તંબૂમાં મુકામ કરી ઠેઠ શિખર સુધી બરફમાં પહોંચે છે. કેટલાક અમુક ઊંચાઈ સુધી પગે ચઢીને પાછા ફરે છે. કેટલાક પ્રવાસીઓ મોટરબસમાં આસપાસ ચક્કર લગાવે છે. હેલિકૉપ્ટ૨માં કે નાના વિમાનમાં જેઓને ઉપર જવું હોય તો તે માટે પણ વ્યવસ્થા છે. અમે કેટલાકે હેલિકૉપ્ટરમાં જવાનું પસંદ કર્યું. પ્રવાસન-કેન્દ્ર પાસેથી ઊપડતાં લાલ-ભૂરા રંગનાં, મહાકાય પક્ષી જેવાં હેલિકૉપ્ટરમાં અમે ઊડ્યા. હેલિકૉપ્ટરે ધીરે ધીરે પર્વતની આસપાસ પ્રદક્ષિણા કરી કે જેથી એનું બધી બાજુથી બરાબર દર્શન થાય. ત્યાર પછી લગભગ દસ હજાર ફૂટની ઊંચાઈએ બરફના એક વિશાળ સપાટ વિસ્તારમાં એણે ઉતરાણ કર્યું. હેલિકૉપ્ટરમાં માઉન્ટ કૂકના શિખર પરના બરફમાં પહોંચવું એ પણ એક રોમાંચક ક્વચિત્ પરમતત્ત્વની ઝાંખી કરાવનાર અનુભવ છે. અહીં બરફમાં ચાલવા અને ફોટા પાડવા દસેક મિનિટ અમને આપી હતી. હેલિકૉપ્ટરમાંથી હું ઊતર્યો. મારાં પત્ની ન ઊતર્યાં, કારણ કે બરફમાં ચાલવાનું એમને ફાવે એમ ન હતું. પોચા પોચા બરફમાં મારા પગ ખૂંચી જતા હતા. એટલે સમતોલપણું સાચવીને ફરવાનુંહતું. વળી બરફમાં લપસી પડવાનો ભય પણ રહે. ઠંડા પ્રદેશોમાં કેટલાય લોકોને બરફમાં ચાલવાનો નિયમિત અનુભવ હોય છે. અમારામાંના કેટલાયને જિંદગીમાં પહેલી વાર આવો બરફ જોવાનો અને એમાં ચાલવાનો પ્રસંગ હતો. પર્વતની ઊંચાઈ, ઊંચાઈની પાતળી હવા, બરફમાં ચાલવાનું, સખત ઠંડી – આ બધાંને કા૨ણે કેટલાકને થતું કે ઝટ નીચે સલામત સ્થળે પહોંચી જઈએ તો સારું. માઉન્ટ કૂકનાં દર્શન-આરોહણ પછી અમે સૌ પાછા ફર્યા. હિમાચ્છાદિત શિખરોની હારમાળાનું ભવ્ય દૃશ્ય બસમાંથી સતત નિહાળવા મળતું હતું. રસ્તામાં ટેકાપો (Tekapo)નામનું સરોવર જોવા મળ્યું. આછા મોરપિચ્છ જેવો એના પાણીનો અનોખો રંગ જિંદગીમાં અન્યત્ર ક્યાંય જોવા મળ્યો નથી. સૂકાં મેદાનો વચ્ચે આ લંબવર્તુળ સરોવર જાણે ધરતીમાતાએ ઓપલ મઢેલું ઘરેણું પહેર્યું હોય એવું લાગતું હતું. આ સરોવરના કિનારે એક ઉદ્યાનમાં ભોજન માટે મુકામ કર્યા પછી, બસમાં કેન્ટરબરીનાં મેદાનો પસા૨ કરીને રાત્રે અમે ક્રાઇસ્ટચર્ચની હોટેલમાં આવી પહોંચ્યા. આખા દિવસના પ્રવાસના થાકે અમને ત્વરિત નિદ્રાધીન કરી દીધા. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ફેરબૅક્સનાં નેન્સી હોમબર્ગ અલાસ્કા એટલે અમેરિકાનાં રાજ્યોમાં એક એવું રાજ્ય કે જે નકશામાં જો જોઈએ તો જાણે સાંધો કરીને જોડેલું હોય એવું લાગે. વસ્તુત: એ ઝાર રાજાના વખતમાં રશિયાનો જ નકામો પ્રદેશ હતો, પણ અમેરિકાએ ઈ.સ. ૧૮૯૭માં ડહાપણપૂર્વક બોતેર લાખ ડૉલરમાં રશિયા પાસેથી, આશરે છ લાખ ચોરસ માઈલ જેટલો એ પ્રદેશ ખરીદી લીધો હતો. ઉત્તર ધ્રુવ તરફના આ અસહ્ય ઠંડા પ્રદેશમાં એસ્કિમો ઉપરાંત એલ્યુઇટ, ટિલિંગિટ, હાઇડા, આથાબાસ્કન્સ વગેરે જાતિઓ વસેલી છે. અમેરિકનોનો અલાસ્કામાં વસવાટ તો બીજા વિશ્વયુદ્ધ પછી સવિશેષ રહ્યો. જાપાન જેવા નાનકડા દેશે અમેરિકાના પર્લ હાર્બર પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકા ચોંકી ઊઠ્યું. અલાસ્કામાં લશ્કરની હેરફેર માટે તાબડતોબ રસ્તાઓ બનાવવાની અનિવાર્યતા ઊભી થઈ. ૧૯૪રમાં કાળા સૈનિકોની એક આખી રેજિમેન્ટ રસ્તાઓ બનાવવામાં કામે લાગી ગઈ. તાપમાનનો પારો શૂન્યની નીચે ૪૦ ડિગ્રીથી ૫૦ ડિગ્રી જેટલો હોય એવા શિયાળાના દિવસોમાં તંબુઓમાં રહીને સૈનિકોએ સાડાઆઠ મહિનામાં કુલ પંદરસો માઈલ જેટલા રસ્તાઓ બાંધી દીધા હતા. અમે ૧૯૯૨માં અમેરિકામાં હતા ત્યારે ત્યાં રહેતા અમારા પુત્ર અમિતાભને અમને અલાસ્કા બતાવવાની ઘણી હોંશ હતી. અમે એન્કરેજથી ઠેઠ પોઇન્ટ બેરો સુધી જવાના હતા. પ્રવાસનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે અમિતાભે પૂછયું, “પપ્પા, ફેરબૅક્સમાં આપણે હોટેલમાં રહેવું છે કે કોઈના ઘરે ?' મેં કહ્યું, “કોઈના ઘરે રહેવાનું મળતું હોય તો વધુ સારું. એ સસ્તું પડે એ તો ખરું, પણ ઘરે રહેવાથી ત્યાંના લોકોની રહેણીકરણીનો પણ કંઈક ખ્યાલ આવે.” પાશ્ચાત્ય જગતમાં કેટલાય નિવૃત્ત માણસો પોતાના ઘરે પ્રવાસીઓને ઉતારો આપીને થોડીક કમાણી કરે લે છે. કયૂટરમાં તપાસ કરીને અમિતાભે કહ્યું, ફેરબૅક્સમાં જે કેટલાંક ઘરો ઉતારો આપે છે એમાં એક નેન્સી (નાન્સી) હોમબર્ગ નામની મહિલાનું ઘર છે. એ કદાચ આપણને ફાવે એવું છે. એમણે લખ્યું છે કે પોતે શાકાહારી છે અને સવારનાં ચાપાણી-નાસ્તામાં ફક્ત શાકાહારી વાનગીઓ જ આપે છે.” Page #144 -------------------------------------------------------------------------- ________________ ફેરબૅક્સનાંનેન્સી હોમબર્ગ ૧૨૭ નેન્સીનું ઘર નક્કી થતાં ઈ-મેઇલથી તારીખો જણાવાઈ અને તે મંજૂર થયાનો જવાબ પણ આવી ગયો. અમે અલાસ્કાના મુખ્ય મોટા શહેર એન્કરેજ પહોંચ્યા. ત્યાં ગાડી ભાડે લઈને બધે ફર્યા. ત્યાર પછી ફેરબેક્સ જવા રવાના થયા. ફેરબૅક્સ અલાસ્કાનું એન્કરેજ પછીનું બીજું મોટું શહેર. અલાસ્કાના પર્વતીય પ્રદેશમાં સપાટ ધરતી ઓછી અને વસ્તી પણ ઓછી. ઉત્તર ધ્રુવવર્તુળની નજીક, આશરે ૬૦ ડિગ્રી અક્ષાંશ પર આવેલા ફેરબૅક્સની વસ્તી લગભગ ત્રીસ હજારની, પણ એવી છૂટીછવાઈ કે રસ્તા ક્યાંય ભરચક દેખાય નહિ. અલાસ્કાની ઉત્તરે આવેલું આ છેલ્લું મોટું શહેર. અહીંથી હવે પર્વતો, ઠરેલા જવાળામુખીઓ, કાદવિયા ખીણોનો પ્રદેશ શરૂ થાય, જે શિયાળામાં બરફથી બધો છવાઈ ગયો હોય. અહીં ઉનાળામાં રાતના બે વાગ્યા સુધી અજવાળું હોય અને પછી કલાક અંધારું થાય, પણ તે મોંસૂઝણા જેવું. અમે એન્કરેજથી નીકળ્યા. રસ્તામાં નિનાના અને “તનાનાનામની નદીઓનાં બોર્ડ વંચાયાં, પણ ઝરણાં જેવી નાની નદી જોવી હોય તો ગાડી ઊભી રાખીને, ઝાડીમાં જઈને શોધવી પડે. એન્કરેજથી ફેરબૅક્સનો દ્વિમાર્ગી રસ્તો કેટલો વિશાળ હતો ! પણ બસો-અઢીસો કિલોમીટર જતાં અમને આખે રસ્તે એક પણ મોટરકાર જોવા મળી નહિ. ચોવીસ કલાક ગાડીઓથી ધમધમતા અમેરિકાના રસ્તાઓને ગાડીઓનો વિરહકાળ હોતો નથી. પણ ઉત્તર અલાસ્કામાં એથી ઊંધું છે. જોકે હવે ધીમે ધીમે ત્યાં પણ પ્રવાહ વધવા લાગ્યો છે. ફેરબેન્કસ નજીક આવતું જણાયું એટલે અમિતાભે કાગળ કાઢીને કઈ દિશામાં ક્યાં જવાનું છે તે જોઈ લીધું. ઘણાં પાશ્ચાત્ય શહેરોમાં રસ્તામાં ગાડી ઊભી રાખીને પૂછવાની પ્રથા નથી અને પૂછવું હોય તો પગે ચાલતા માણસો નથી. કોઈના ઘરે જવું હોય તો ડાયરેકશન પૂછી લેવી પડે અને ન સમજાય તો ગેસ સ્ટેશન (પેટ્રોલ પંપ) પર જઈને તપાસ કરવી પડે. નેન્સીનું ઘર એના નદીના કિનારે હતું એટલે અમે ચેના નદીનું બૉર્ડ આવતાં એ દિશામાં ગાડી વાળી. આપેલી નિશાની પ્રમાણે અમે નેન્સીના ઘર પાસે આવી પહોંચ્યા. બહાર બગીચો સરસ હતો, પણ મકાન જૂનું, ગઈ સદીનું હોય એવું લાગ્યું. ફાવશે તો રહીશું, નહિ તો હોટેલમાં ચાલ્યા જઈશું એવો ભાવ મનમાં આવી ગયો. ઘંટડી દબાવતાં એક શ્વેતકોશી પ્રૌઢ મહિલાએ ઘર ઉઘાડ્યું. તેમણે સસ્મિત કહ્યું, “હું નેન્સી હોમબર્ગ. આવો... તમારી જ રાહ જોતી હતી.' અમારો ઉતારો વ્યાવસાયિક ધોરણે હતો, પણ નેન્સીના અવાજમાં સ્વજન જેવો આવકારભર્યો ઉમળકો હતો. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ એમણે કહ્યું, “મને ઇન્ડિયન લોકો બહુ ગમે. એમાં પણ તમારાં પત્નીને સંબોધીને) તમારી રંગબેરંગી ઇન્ડિયન સાડી જોતાં આનંદ થાય છે.” નેન્સીએ અમારે રહેવા માટેનો રૂમ બતાવ્યો. એમાં અમે અમારો સામાન મૂકી દીધો. રૂમ ખાસ્સો મોટો, આઠદસ માણસ સૂઈ શકે એવડો હતો. આ ષટ્રકોણિયા રૂમનું રાચરચીલું જૂના જમાનાની યાદ અપાવે એવું, સીસમ જેવા લાકડાનું હતું. રૂમમાં પલંગ જાડા, મોટા અને મજબૂત હતા. તે એટલા ઊંચા હતા કે નીચા મા અને નીચે રાખેલા બાજોઠ પર પગ મૂકીને ચડવું પડે. નેન્સીએ ખુલાસો કર્યો કે જૂના વખતમાં જ્યારે હીટરો નહોતાં ત્યારે શિયાળાની ઠંડીમાં જમીન એટલી બધી ઠરી જતી કે પલંગ વધુ ઊંચો હોય તો ઠંડી ઓછી લાગે. કોતરકામવાળું એક બારણું બતાવીને એમણે કહ્યું, “એ કબાટ નથી, પણ બાથરૂમનું બારણું છે.” મેં બારણું ખોલ્યું કે તરત પાછો હઠી ગયો. એક પક્ષી ઊડતું મારી સામે આવતું જણાયું. નેન્સીએ કહ્યું, ડરો નહિ, એ સાચું પક્ષી નથી. રમકડું છે. છતમાં દોરીથી લટકાવેલું છે. બારણું ઉઘાડતાં હવાનો જે ધક્કો લાગે છે એથી પક્ષીની પાંખો ફડફડે છે અને તે આપણી સામે આવતું લાગે છે.' આ પક્ષી તે ઘુવડ હતું. હતું રમકડું પણ જીવંત લાગે. મેં કહ્યું, “તમને ઘુવડ ગમતું લાગે છે. બહારના ખંડમાં પણ ઘુવડની કેટલીક શિલ્પાકૃતિઓ જોવા મળી.' હા, ઘુવડ મારું પ્રિય પક્ષી છે. મારા ઘરમાં તમને બે-ચાર નહિ, પણ બસોથી વધારે કલાકૃતિઓ જોવા મળશે.” આપણે ત્યાં નિશાચર ઘુવડ અપશુકનિયાળ ગણાય છે, પણ અહીં તો ઘુવડોનો ઢગલો હતો. નેન્સીનો શોખ કંઈક વિચિત્ર ઘેલછા જેવો લાગ્યો, અલબત્ત પાશ્ચાત્ય દેશોમાં ઘુવડ માટે એવો પૂર્વગ્રહ કે મિથ્થામાન્યતા નથી. અમે સામાન ગોઠવી, સ્વસ્થ થઈ નેન્સી પાસે બેઠાં. પરસ્પર પરિચય થયો. નેન્સી અમેરિકામાં મિક્રિયાપોલિસ નામના શહેરમાં ઇતિહાસ અને સંસ્કૃતિનાં અધ્યાપિકા હતાં. તેઓ દુનિયામાં ઘણું ફર્યાં છે અને ભારત પણ આવી ગયાં છે. આગ્રાનો તાજમહાલ એમણે જોયો છે. વિદેશમાં ઘણા લોકોમાં એવો ખ્યાલ પ્રવર્તે છે કે તાજમહાલ ન જોયો હોય ત્યાં સુધી ભારતનો પ્રવાસ અધૂરો ગણાય. ભારત અને ભારતીય પ્રજા-સંસ્કૃતિ વિશે નેન્સીને બહુ માન છે. હું તથા મારાં પત્ની ભારતમાં અધ્યાપનના ક્ષેત્રમાં હતાં અને હવે નિવૃત્ત થયાં છીએ એ જાણીને નેન્સીને આનંદ થયો. તમે ફેરબૅક્સમાં રહેવાનું કેમ પસંદ કર્યું ?' મેં સહજ પૂછ્યું. એમણે કહ્યું, “હું Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ફેરબંન્કસનાં નેન્સી હોમબર્ગ ભણાવતી હતી ત્યારે અહીંની આદિવાસી જાતિના લોકોના અભ્યાસ માટે કેટલીક વાર આવી હતી. ત્યારથી મનમાં એમ થયું કે મારે નિવૃત્ત જીવન ફેરબૅક્સમાં ગાળવું, કારણ કે અહીંની શાન્તિ અદ્દભુત છે. એ તો તમે શિયાળામાં રહો ત્યારે અનુભવે સમજાય એવી વાત છે. સદ્ભાગ્યે મારા પતિ પણ સંમત થયા. તેઓ એન્જિનિયર હતા. અમે અહીં આ ઘર વેચાતું લીધું. અલાસ્કામાં જ્યારે સોનું નીકળ્યું હતું ત્યારે શ્રીમંતોનો આ બાજુ ધસારો થયો હતો. એ વખતે કોઈક શ્રીમંતે પોતાના માટે આ મોટું મજબૂત ઘર બંધાવ્યું હતું. એમણે પોતાને માટે બહાર કૂવો પણ ખોદાવ્યો હતો. તમે બહાર જશો તો જમણી બાજુ ખૂણામાં એ જોવા મળશે. હજુ પણ એ ચાલુ છે અને એનું પાણી તદ્દન સ્વચ્છ અને પી શકાય એવું છે.' નેન્સીની વાતોમાં અમને રસ પડ્યો. અમે પૂછ્યું કે “તમને ઘુવડમાં આટલો બધો રસ કેમ પડ્યો ?' નેન્સીએ કહ્યું, “મારા પતિ ગુજરી ગયા પછી હું ઘરમાં એકલી છું. દીકરો શિકાગોમાં એક પેટ્રોલ કંપનીમાં કામ કરે છે. વરસમાં એકાદ વખત તે આવી જાય છે. અમારી પાસે સંપત્તિ સારી છે. પણ લોકોની સાથે હળવા-મળવાનું થાય એટલે ઉનાળામાં પ્રવાસીઓને રાખું છું. શિયાળાની ત્રણ મહિનાની અંધારી રાત્રિમાં હું ઘરમાં એકલી હોઉં છું. મને એકલતાનો ડર નથી, પણ રાત્રે જાગનાર પક્ષી ઘુવડની જીવંત આકૃતિઓ ઘરમાં હોય તો વસ્તી જેવું લાગે છે, મને એ ગમે છે.' માણસના મનના ખ્યાલો કેવા ભાતીગળ હોય છે ! નેન્સીએ અમને ઘરના જુદા જુદા કમરા બતાવ્યા. જાણે કે ગ્રંથાલય હોય એટલાં બધાં પુસ્તકો હતાં અને સંગ્રહસ્થાન હોય એટલી બધી કલાકૃતિઓ હતી, આરસની, લાકડાની, માટીની, કાગળની, રંગબેરંગી પથ્થરોની. દીવાલો પર ચિત્રો અને ફોટાઓ પણ એટલાં બધાં અને તે દરેકની પ્રાપ્તિનો ઇતિહાસ જુદો જુદો. ઘુવડની વિવિધ પ્રકારની શિલ્પાકૃતિઓ પારદર્શક કાચના દરેક કબાટમાં અને દરેક રૂમમાં તથા બાથરૂમમાં જોવા મળી, જાણે કે આપણી સામે તાકીને જોતું હોય એવી રીતે ગોઠવેલી. ઘરમાં બસ ઘુવડ, ઘુવડ, ઘુવડ. સમય હતો એટલે અમે ફેરબૅક્સમાં ફરવા નીકળ્યા. પહોળા વિસ્તારોમાં પથરાયેલા ફેરબૅક્સમાં પ્રદૂષણમુક્ત નીરવ શાંતિ અનુભવાતી હતી. અહીં જગ્યાની અછત નથી, ગીચ વસ્તી નથી. કાયમી વસવાટ માટે સૌ કોઈને નિમંત્રણ છે, પણ અહીં અંધારી દીર્ઘ રાત્રિની જીવલેણ ઠંડીમાં રહેવા આવે કોણ ? અમે અલાસ્કન યુનિવર્સિટી જોઈ. યુનિવર્સિટીમાં અમે મ્યુઝિયમ જોયું. ત્યાં જોવા જેવી, ખાસ તો જુદી જુદી જાતિઓને લગતી વસ્તુઓ ઘણી છે, પરંતુ અમારું વિશેષ ધ્યાન ખેંચ્યું પ્રવેશદ્વાર પાસે કાચમાં રાખેલી એક મોટી જંગલી ભેંસે. મસાલો ભરીને રાખેલી એ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ કદાવર ભેંસનું શબ પાસેના ધ્રુવપ્રદેશના બરફમાંથી ખોદકામ કરતાં મળી આવ્યું હતું. જ્યારે શબ મળ્યું ત્યારે એનાં લોહીમાંસ એવાં જ તાજાં હતાં, જાણે કે થોડી વાર પહેલાં જ મૃત્યુ પામી ન હોય ! પરંતુ વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને જણાવ્યું કે ભેંસનું શરીર ઓછામાં ઓછું પાંચ હજાર વર્ષ જૂનું છે. દૂરથી કોઈ એસ્કિમોએ કરેલા ઘાતક પ્રહારની નિશાની એના શરીર પર દેખાતી હતી. ત્યાં લોહી થીજી ગયું હતું. બરફના તોફાનને લીધે એસ્કિમો ભાગી ગયા હશે અને ભેંસ મરીને ત્યાં બરફમાં દટાઈ ગઈ હશે. એમ કરતાં હજારો વર્ષ પસાર થઈ ગયાં હશે. આવી રીતે કુદરતી બરફમાં દટાયેલું શબ એવું ને એવું જ રહે છે, એને Permafrost કહે છે. ફેરબૅક્સમાં ચૂકવા ન જેવો એક અનુભવ તે ઉત્તર ધ્રુવપ્રદેશનાં ચલચિત્રો જોવાનો છે. અમે એક ચલચિત્ર જોયું. એમાં એકસાથે બાજુબાજુમાં રાખેલા ત્રણ પડદા પર એવાં દૃશ્યો બતાવવામાં આવ્યાં કે જાણે આપણે સાક્ષાત્ હેલિકૉપ્ટરમાં બેસીને નજીકથી જોતા હોઈએ. હેલિકોપ્ટર એવા અચાનક વળાંક લે કે પડી જવાની બીકે આપણે ખુરશીનો દાંડો પકડી લઈએ. દિલ ધડક ધડક કરે એવું આ ચલચિત્ર જોવાનું કાચાપોચાનું કામ નહિ, હૃદયરોગના દર્દીઓએ આ ન જોવું એવી ચેતવણી બહાર લખેલી જ હતી. બીજું એક Northern Lights નામનું ચલચિત્ર જોયું. એમાં ધ્રુવરાત્રિમાં આકાશમાં જોવા મળતા ભૂરા-લીલા પ્રકાશના બદલાતા જતા લિસોટાઓ (Aurora Borealis) જાણે સાક્ષાત્ જોતા હોઈએ એવો અનુભવ થયો. સાંજે અમે ઘરે પાછા ફર્યા. નેન્સી સાથે અગાઉથી વાત થઈ ગઈ હતી તે મુજબ હાથે રસોઈ બનાવવા માટે અમે સાથે દાળ, ચોખા, લોટ, મરીમસાલા લીધાં હતાં. મારાં પત્નીએ ગુજરાતી રસોઈ બનાવી તે નેન્સીને બહુ ભાવી. જમતાં પહેલાં અમે પ્રાર્થના કરી એમાં પણ તેઓ જોડાયાં. ફેરબૅક્સથી અમે એક દિવસ દેનાલી પાર્ક અને એક દિવસ પૉઇન્ટ બેરો જઈ આવ્યા. નેન્સી સાથે અમારે સ્વજન જેવી આત્મીયતા થઈ ગઈ. તેઓ ઘરમાં ઉપરના માળે રહેતાં હતાં. એક વખત તેઓ પોતાના ઘરમાં લઈ ગયાં. ઉપરનું ઘર તે વળી બીજું સંગ્રહસ્થાન જોઈ લ્યો ! એક જોઈએ અને એક ભૂલીએ એવી કલાકૃતિઓ હતી. ત્યાં પણ જાતજાતનાં ઘુવડ. ઘુવડના રંગ જેવા રંગના પથ્થરમાંથી કંડારેલું એક સરસ મોટું ઘુવડ બતાવીને નેન્સીએ પૂછ્યું, ‘આ કેવું લાગે છે ?” “સરસ, જાણે જીવતું ઘુવડ જોઈ લ્યો.' “આ માદા ઘુવડ છે.” એમ? અમને એમાં ફરક શો છે તે ખબર ન પડે.” Page #148 -------------------------------------------------------------------------- ________________ ફેરબૅન્કસનાં નેન્સી હોમબર્ગ ૧૩૧ “પક્ષીઓના જે અભ્યાસી હોય એને તરત ખબર પડે, પણ તમને એનાં બચ્ચાં દેખાય છે ?” “ના.” તમારી આંખ ધીમે ધીમે ઘુવડની આંખ સુધી લઈ જાઓ.’ મેં ઘુવડની આંખ પાસે મારી આંખ રાખી. ક્ષણવાર પછી આંખ સ્થિર થઈ ત્યારે ઘુવડની મોટી આંખોના પારદર્શક કાચમાંથી જોતાં અંદર ઘુવડનો માળો અને એમાં બે બચ્ચાં દેખાયાં. તરત મારા મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યા, “વાહ વાહ, અદ્દભુત !” કારીગરે આંખોની બખોલ સાચવીને ઘણી ઊંડી કોતરી છે. પછી માળા જેવી રચના કોતરી છે અને ત્યાર પછી બે નાનાં બચ્ચાં અંદર સરકાવીને, ગોઠવીને આંખોને કાબરચીતરા પણ પારદર્શક કાચથી મઢી લીધી છે. કલાકારો પણ પોતાની કલ્પનાશક્તિ કેવી સરસ ચલાવે છે ! અમે વારંબર એ બચ્ચાં જોયાં કર્યાં. - નેન્સીએ બીજા એક કબાટમાં ગોઠવેલી એક મૂર્તિ બતાવી. બદામી રંગના આરસમાંથી કંડારેલી દશેક ઇંચ જેટલી એ મૂર્તિ બતાવતાં નેન્સીએ કહ્યું : “હનુમેન.” અરે ! આ તો હનુમાનજી. એ મૂર્તિ જોઈને અમને નેન્સી પ્રત્યે આદરભાવ થયો. એમાં વળી એમણે જ્યારે કહ્યું કે આ શક્તિ અને સંરક્ષણના દેવમાં – The God of Power and Protectionમાં – પોતાને શ્રદ્ધા છે અને પોતે રોજ દર્શન કરે છે ત્યારે અમારો આદરભાવ વિશેષ વૃદ્ધિ પામ્યો. એમને રામાયણની કથાની ખબર હતી. એક કબાટમાં નેન્સીએ કેસેટ, ડિસ્ક વગેરે બતાવ્યાં. પોતાને માટે ઉપર જુદું ટી.વી. રાખ્યું છે. ટી.વી. પર આવતા મનગમતા કાર્યક્રમોની કેસેટ પોતે ઉતારી લે છે. શિયાળામાં જ્યારે કોઈની અવરજવર ન હોય ત્યારે પુસ્તકો વાંચવાં અને કેસેટો જોવી એમાં સમય પસાર થઈ જાય છે. ઘરની બહાર ત્યારે નીકળી શકાય નહિ. પારો શૂન્યની નીચે ૬૦ ડિગ્રીથી ૭૦ ડિગ્રી સુધી ઊતરી જાય છે. રોજ દસ પંદર ઇંચ જેટલો બરફ પડે. ઘરની બહાર બરફની ઊંચી દીવાલ થઈ જાય. બહાર જવું હોય તો બરફ જાતે ખોદવો પડે અથવા ફોન કરીને માણસો બોલવવા પડે. ખાદ્ય સામગ્રી ભરી લીધી હોય એટલે ત્રણ મહિના ઘરની બહાર જવાની જરૂર નહિ. પછીના દિવસોમાં રોજ એક વખત ગાડી ચલાવીને બહાર જઈ આવે. પ્રવાસીઓ ન હોય ત્યારે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જઈને વાંચે અથવા એન્કરેજ બાજુ આંટો મારી આવે. તમે એકલાં છો તો ઘરમાં કૂતરો રાખતાં હો તો !” એ શક્ય નથી. અહીં માંસાહાર વગર કૂતરાં જીવી ન શકે. હું જન્મથી શાકાહારી છું. મારાં મારાં માતાપિતા શાકાહારી હતાં. એટલે કૂતરો પાળવાનું ગમે બહુ, પણ પોસાય નહિ. તમને ભારતમાં શાકાહારી કૂતરાં મળે.” Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ નેન્સીના ઘરે ચાર દિવસ તો જોતજોતામાં પૂરા થઈ ગયા. જાણે મહિનાઓથી રહેતા હોઈએ અને વર્ષોનો સંબંધ હોય એવું લાગ્યું. સમયનું બંધન ન હોત તો થોડા દિવસ વધુ રોકાવાનું ગમે એવું હતું. અમે હિસાબ ચૂકવીને સામાન સાથે તૈયાર થયા. નેન્સીએ એક જાડો ચોપડો અમારી સમક્ષ ધર્યો - નામ, સરનામું અને ટૂંકા અભિપ્રાય માટે. દસ વર્ષથી આ ચોપડો ચાલે છે. કેટલા બધા દેશ-વિદેશના પ્રવાસીઓ એમને ઘેર રહી ગયા છે ! આ ચોપડાએ આપણાં તીર્થસ્થળોના પંડાઓની યાદ અપાવી. નેન્સીનું ઘર અમારા માટે તીર્થસ્થળ જેવું બન્યું. અમે અભિપ્રાય લખ્યો : એક વિરલ અભુત અનુભવ. ઘર છોડતી વખતની અમારી પ્રાર્થનામાં નેન્સી પણ જોડાયાં. એમની ભાવભીની વિદાય લઈ અમે વાલ્ટિઝના રસ્તે ચાલ્યા. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઇસ્તંબુલ-કોન્સેન્ટિનોપલ ઇસ્તંબુલ – કોન્સેન્ટિનોપલ' – આ બે શબ્દો સાંભળતાં જ મારું ચિત્ત ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે અને એક અનોખો તાલબદ્ધ લય અનુભવે છે. ઈ.સ. ૧૯૫૦થી વીસેક વર્ષ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હું કામ કરતો હતો ત્યારે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે કોલેજના વાર્ષિક દિન નિમિત્તે મોટા ઉત્સવનું જે આયોજન થતું તેમાં ગીતો, રાસ-ગરબા, નાટક ઇત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવા-જૂના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેતા. એમાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરાંત ઇંગ્લિશ ગીતો પણ સરસ ગવાતાં. એક વખત કોલેજમાં નવી આવેલી ઉષા નામની એક પંજાબી વિદ્યાર્થિનીએ ઇસ્તંબુલ – કોન્સેન્ટિનોપલ'ના ધ્રુવપદવાળું ગીત, મોટાં ડ્રમ તથા અન્ય વાજિંત્રો સાથે બુલંદ સ્વરે ગાઈને એવી સરસ જમાવટ કરી દીધી કે બધા વિદ્યાર્થીઓ પણ હાથપગના સ્વયમેવ તાલ સાથે ધ્રુવપદના આ બે શબ્દો (તેમાં પણ “બુલ'ને બદલે બુલ્લ') ઉચ્ચ સ્વરે ગાવા લાગ્યા હતા. પછી તો ઉષા જ્યાં સુધી કોલેજમાં હતી ત્યાં સુધી દર વર્ષે આ લોકપ્રિય ગીત ગાવાનું એને માટે ફરજિયાત જેવું બની ગયું હતું. ત્યારે ઘણાંએ પહેલી વાર એ જાણ્યું કે આજનું જે ઇસ્તંબુલ છે તે જ પ્રાચીન સમયનું રોમન સામ્રાજ્યના પૂર્વ બાજુના વિભાગનું ઐતિહાસિક પાટનગર કોસ્ટેન્ટિનોપલ છે. મને સ્વપ્ન પણ ત્યારે ખ્યાલ નહોતો કે આ ઇસ્તંબુલની શેરીઓમાં ફરવાનો અવસર એક દિવસ મને પણ સાંપડશે. કેટલાક વખત પહેલાં અમે કેટલાક મિત્રો ટર્કી–તુર્કસ્તાનના પ્રવાસે ગયા હતા. અમારા ગ્રુપમાં બીજા ભારતીય પ્રવાસીઓ પણ હતા. મુંબઈથી વહેલી સવારે વિમાનમાં નીકળીને સાંજ પહેલાં અમે ઇસ્તંબુલ પહોંચી ગયા. ભરચક વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટેલમાં અમારો ઉતારો હતો. રૂમમાં સામાન ગોઠવીને અમે બજારમાં લટાર મારવા નીકળ્યા. આશરે પચાસ લાખની વસ્તીવાળા, તુર્કસ્તાનના આ મોટામાં મોટા શહેર(હવે તે પાટનગર રહ્યું નથી)માં ઊંચા ગોરા તુર્કી લોકો યુરોપિયન જેવા જ લાગે. વસ્તુત: ટર્કીનો કેટલોક ભાગ યુરોપમાં અને મોટો ભાગ એશિયામાં છે. અહીં મુખ્ય વસ્તી મુસલમાનોની હોવા છતાં રસ્તા, દુકાનો વગેરેનાં બૉર્ડ રોમન લિપિમાં છે. વીસમી સદીમાં તુર્કસ્તાનના સરમુખત્યાર કમાલ પાશાએ અહીં તુર્કી ભાષા માટે એરેબિક લિપિને સ્થાને રોમન લિપિ ફરજિયાત બનાવી હતી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ઇસ્તંબુલ દુનિયાનાં કેટલાંક સુંદર શહેરોમાંનું એક છે. એક કાળે એ યુરોપનું સર્વશ્રેષ્ઠ શહેર ગણાતું હતું. વેપારનું તે મોટામાં મોટું મથક હતું. યુરોપ અને એશિયા એમ બંને બાજુ જળમાર્ગે તથા જમીનમાર્ગે એનો ધમધોકાર વેપાર ચાલતો. પ્રાકૃતિક સૌન્દર્ય, અનુકૂળ આબોહવા, ફળદ્રુપ જમીન, બંદર તરીકે મોકાનું સ્થાન વગેરેને કારણે ત્રણ હજાર વર્ષ પહેલાં ત્યાં લોકોનો વસવાટ ચાલુ થયો હતો. ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતો અને એશિયા તથા યુરોપની ધરતીને છૂટો પાડતો જલવિસ્તાર અહીં આવ્યો છે. ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલા માર્મરા સમુદ્ર અને કાળા સમુદ વચ્ચે જે બોસ્પોરસ નામની સામુદ્રધુની આવી છે તેનો એક નાનો ફાંટ જ્યાં પૂરો થાય છે તે “ગોલ્ડન હૉર્ન'ના બેય કિનારાની સામસામી ટેકરી પર વસેલું બંદર તે ઇસ્તંબુલ છે. ઇસ્તંબુલ એટલે એશિયા અને યુરોપનું સંગમસ્થાન. ઇસ્તંબુલમાં સ્તંબુલ, ગલાતા વગેરે વિસ્તારોમાં ફરીને અમે હોટેલ પર પાછા ફર્યા. બીજે દિવસે સવારે અમે નગરદર્શનના કાર્યક્રમમાં જોડાયા. બસમાં અમારી ગાઇડ યુવતીએ ઇસ્તંબુલનો ઇતિહાસ કહ્યો. જેમ સૌન્દર્યના શિકારી ઘણા તેમ ઇસ્તંબુલ પોતાની રમણીયતાને કારણે જ વખતોવખત વિદેશી આક્રમણોનો ભોગ બન્યું હતું. અહીં યુદ્ધો ખેલાયાં છે અને લોહીની નદીઓ વહી છે. એમ છતાં આ નગરે પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે. શાન્તિના સમયમાં ઇસ્તંબુલ શિક્ષણ, કલા, સંસ્કૃતિનું ધામ રહ્યું છે. અહીં રોમન કાયદો, ગ્રીક તત્ત્વજ્ઞાન, મિસર(ઇજિપ્ત)નાં શિલ્પ સ્થાપત્ય, ખ્રિસ્તી અને ઇસ્લામી ધર્મધારા એ બધાંનો સમન્વય થયો છે. ત્રણ હજાર વર્ષ પહેલાં, જ્યારે ખ્રિસ્તી ધર્મનો કે ઇસ્લામ ધર્મનો ઉદય થયો ન હતો ત્યારે ગ્રીસની પાસે આવેલા આ પ્રદેશમાં જુદી જુદી સ્થાનિક જાતિના લોકો વસતા હતા. એમાંની એક જાતિ બાયઝેન્ટી નામથી ઓળખાતી હતી. એના સરદારનું નામ બાયાઝ હતું. તે ગ્રીસ બાજુથી દરિયાઈ માર્ગે વેપારાર્થે આવ્યો હતો. આ બંદર ગમી જતાં એણે અહીં પોતાનું થાણું નાખ્યું હતું. ત્યારથી આ બંદર બાયઝેન્ટિયમ તરીકે ઓળખાવા લાગ્યું હતું. એટલે ઇસ્તંબુલનું સૌથી પહેલું નામ બાયઝેન્ટિયમ હતું. ગ્રીક લોકોએ એના પર આધિપત્ય જમાવ્યું હતું અને સૈકાઓ સુધી તે બાયઝેન્ટિયમ તરીકે પંકાયેલું રહ્યું. બે હજાર વર્ષ પહેલાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો અને ધીમે ધીમે પ્રસરતો તે ગ્રીસ અને ઇટલી સુધી પહોંચ્યો. ઇટલીમાં રોમના રોમન લોકો બળવાન, પરાક્રમી, યુદ્ધકલામાં નિપુણ અને મહત્ત્વાકાંક્ષી હતા. હવે ગ્રીક સંસ્કૃતિ ઝાંખી પડવા લાગી અને રોમન સંસ્કૃતિનો પ્રભાવ વધતો ગયો. રોમન સૈનિકો આસપાસનો પ્રદેશ જીતતા જઈ રોમન સામ્રાજ્યનો વિસ્તાર કરતા જતા હતા. ઈ.સ. ૩૨૪માં રોમન સમ્રાટ કોન્ટેન્ટિન-પહેલાએ બાયઝેન્ટિયમ પર આક્રમણ કરી તે જીતી લીધું. પ્રાચીન Page #152 -------------------------------------------------------------------------- ________________ ઇસ્તંબલ-કોન્સેન્ટિનોપલ ૧૩પ સમયમાં રાજ્યના પાટનગર માટે ટેકરીઓ કે ડુંગરાઓની પસંદગી થતી અને નગરની આસપાસ મોટા કોટ-કિલ્લા બાંધવામાં આવતા કે જેથી દૂર સુધી નજર રાખી શકાય અને શત્રુઓ સામે સુરક્ષિત રહી શકાય. કોસ્ટેન્ટિને સમુદ્રકિનારે સાત ટેકરીઓ પર નવેસરથી આ નગર વસાવ્યું અને કોટ-કિલ્લો બંધાવીને નગરને નવું નામ આપ્યું “કોન્સેન્ટિનોપલ'. વળી, રોમન સામ્રાજ્યના બે વિભાગ કરીને, પૂર્વ વિભાગના સામ્રાજ્યના પાટનગર તરીકે કોન્સેન્ટિનોપલને જાહેર કર્યું. રોમન લોકો શિલ્પસ્થાપત્યમાં આગળ વધ્યા અને જેમ જેમ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર વધતો ગયો તેમ તેમ સ્થળે સ્થળે નાનાંમોટાં દેવળો બંધાતાં ગયાં. બે-એક સૈકામાં તો રોમન સામ્રાજ્યમાં હજારો દેવળો બંધાઈ ગયાં, જેથી લોકોને પોતાના ઘરની નજીક ધર્મસ્થાનક મળી રહે. ફક્ત કોન્સેન્ટિનોપલમાં જ એક હજારથી વધુ દેવળો બંધાઈ ગયાં. વળી, મહિલા સંત (સતી) સોફિયા(સોફાયા)ની યાદગીરીમાં છઠ્ઠા સૈકામાં આખી દુનિયાનું ત્યારે મોટામાં મોટું દેવળ “આયા સોફિયા' અથવા “હગિયા સોફિયા” અહીં કોન્સેન્ટિનોપલમાં બાંધવામાં આવ્યું. અમને દેવળ “હગિયા સોફિયા' જોવા લઈ જવામાં આવ્યા. અંદર જઈને એનાં દર્શન કરતાં જ અમે આભા થઈ ગયા. જ્યાં સુધી જાતે ન જોઈએ ત્યાં સુધી એની વિરાટ ભવ્યતાનો અંદાજ ન આવી શકે. સૈકાઓ સુધી તે દુનિયાનું મોટામાં મોટું દેવળ રહ્યું હતું એ વાતની યથાર્થતા સમજાય છે. એ જમાનામાં રોજેરોજ હજારો ખ્રિસ્તીઓ આ દેવળની યાત્રાએ આવતા. ગ્રીક ભાષામાં Hagia sophiaનો અર્થ થાય છે દિવ્ય પ્રજ્ઞા (Divine Wisdom). દેવળની વિશાળતા, ઊંચા ઊંચા સ્તંભોની પહોળાઈ, છત-ઘુમ્મટની સંરચના ઇત્યાદિનો વિચાર કરીએ તો રોમન સ્થાપત્ય કેટલી ઉચ્ચતાએ પહોંચ્યું હતું એની પ્રતીતિ થાય છે. સમ્રાટ જસ્ટિનિયને દિલ દઈને આ દેવળ બંધાવ્યું હતું. એમાં વપરાયેલી દસ લાખથી વધુ લાદીઓમાં કેટલીકમાં સોનાનું જડતરકામ થયું છે. ભીંતચિત્રોમાં પણ સોનાનો ઉપયોગ થયો હોવાથી એની આભા જ કંઈક ઓર લાગે છે. આ દેવળ તૈયાર કરાવીને જાહેર જનતા માટે જ્યારે ખુલ્લું મુકાયું હશે ત્યારે તો વિશ્વની આ એક અદ્ભુત રચના બન્યું હશે ! એનાં મેડોના એન્ડ ચાઇલ્ડ” જેવાં કેટલાંક બેનમૂન મોઝેઇક તો વિશ્વવિખ્યાત બન્યાં છે. રોમન સમ્રાટોએ એક હજાર કરતાં વધુ વર્ષ કોન્સેન્ટિનોપલમાં રાજ્ય કર્યું. સમગ્ર યુરોપનું તે પ્રથમ નંબરનું સુવિખ્યાત શહેર બન્યું. રોજેરોજ અહીં હજારો વેપારીઓ આવતા અને ધમધોકાર વેપાર કરતા. પૂર્વમાં ભારત અને ચીન સુધી આ કલાસમૃદ્ધ, સંપત્તિવાન નગરની ખ્યાતિ પહોંચી હતી. પરંતુ ઇસ્લામ ધર્મના ઉદય પછી, અને એના વધતા જતા પ્રચારને કારણે તુર્ક વગેરે કેટલીક જાતિના લોકોએ એ ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓ ધીમે ધીમે સંગઠિત અને આક્રમક થતા જતા હતા. તુર્ક Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ લોકોએ એશિયા માઇનોર પર કબજો મેળવ્યો હતો. આ બાજુ રોમન સામ્રાજ્ય નબળું પડતું જતું હતું. એમ કરતાં ઈ.સ. ૧૪૫૩માં ઑટોમાન વંશના સુલતાન અહમદે યુદ્ધ કરીને કોન્સેન્ટિનોપલ ઉપર વિજય મેળવ્યો. ત્યારથી અહીં તર્ક લોકોનું આધિપત્ય વધી ગયું. હવે કોન્સેન્ટિનોપલ “ઇસ્તંબુલ' બની ગયું. અહીં તંબુલ નામના જૂના મુખ્ય વિસ્તાર પરથી ઇસ્તંબુલ નામ પડ્યું. અહીં ઇસ્લામ ધર્મનો પ્રચાર થયો. અહીં એક હજાર જેટલાં દેવળોને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવ્યાં. હગિયા સોફિયા પણ મસ્જિદ બની ગયું. એના બહારના ભાગમાં ઘુમ્મટો અને મિનારાઓની રચના પણ થઈ ગઈ. (હવે આ દેવળ મ્યુઝિયમ તરીકે વપરાય છે.) હેગિયા સોફિયા જોયા પછી અમે ઇસ્તંબુલની સુપ્રસિદ્ધ નીલ મસ્જિદ (Blue Mosque) જોવા ગયા. ઇસ્તંબુલના પ્રવાસે જનારે આ મસ્જિદ અવશ્ય જોવી જોઈએ. આ એક ભવ્ય ઉત્તેગ ઐતિહાસિક ઇમારત છે. આજે પણ તે મસ્જિદ તરીકે – ધર્મસ્થળ તરીકે નિયમિત વપરાય છે. સુલતાન અહમદે એ બંધાવી હતી. એની એક મહત્ત્વાકાંક્ષા હતી કે ગમે તેટલું ખર્ચ થાય તો પણ પોતાની મસ્જિદ હેગિયા સોફિયાના દેવળ કરતાં બધી જ રીતે ચડિયાતી બનવી જોઈએ. ઊંચાઈ, પહોળાઈ, આકૃતિ, ઘુમ્મટોની સંખ્યા, કલાકારીગરી, સુશોભનો, પથ્થરો, રંગો, ધાતુઓની ગુણવત્તા – એમ બધી જ રીતે મસ્જિદનું નિર્માણ હેગિયા સોફિયા કરતાં શ્રેષ્ઠ થયું છે. આટલા ઊંચા વિશાળ ઘુમ્મટના પથ્થરોનું વજન ઝીલવા માટે આધારસ્તંભો પણ એટલા જ મોટા હોવા જોઈએ. આપણી કલ્પના કામ ન કરે એટલા જાડા, ઊંચા, કોતરકામવાળા સ્તંભો આ મસ્જિદમાં છે. એમાં નીલ એટલે કે ઘેરા ભૂરા, ક્યાંક મોરપિચ્છના રંગ જેવા રંગની મોઝેઇક ટાઇલ્સની સંરચના એવી સરસ થઈ છે અને બારીઓ વગેરેમાં રંગબેરંગી પારદર્શક કાચમાંથી આવતા પ્રકાશથી વાતાવરણ એવું પ્રેરક લાગે છે કે જાણે કોઈ દિવ્ય અનુભૂતિ ન થતી હોય ! મસ્જિદનો ઘુમ્મટ એટલો મોટો અને ઊંચો છે કે નીચે ઊભેલો માણસ વામન જેવો લાગે. સામાન્ય રીતે મસ્જિદના એક, બે કે ચાર મિનારા હોય છે. જૂના વખતમાં આસપાસ દૂર સુધી લોકો સાંભળી શકે એ રીતે બાંગ પોકારવા માટે ઊંચા મિનારા બંધાતા. પણ પછી કોઈ બાંગ પોકારવા ઉપર ચડતું ન હોય (હવે તો ક્યાંક તેમાં માઇક મુકાય છે) તો પણ મિનારા મસ્જિદનું એક આવશ્યક, ઓળખરૂપ અંગ બની ગયું છે. સુલતાન અહમદે આ ભૂરી મસ્જિદના ચાર નહિ પણ છ મિનારા કરાવ્યા છે. વળી, પ્રત્યેક મિનારાની ટોચ એવી ઝીણી અણીદાર બનાવી છે કે જાણે કે અણી કાઢેલી મોટી પેન્સિલની આકૃતિ ન હોય ! ભૂરી મસ્જિદે આ પૃથ્વી પરની એક વિરલ ભવ્ય સ્થાપત્યકૃતિ છે. મસ્જિદ નિહાળ્યા પછી અમને એક રેસ્ટોરાંમાં લંચ માટે લઈ જવામાં આવ્યા. અમારા શાકાહારીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રેસ્ટોરાંનું નામ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ઇસ્તંબુલ-કોન્સેન્ટિનોપલ “જિંદાન-હાન' મને ગમી ગયું. “જિંદાન' એટલે જેલ અને “હાન' એટલે રેસ્ટોરાં. જૂના વખતની જેલના ખાલી પડેલા મકાનને મરામત અને રંગરોગાન કરાવીને રેસ્ટોરાં તરીકે એનો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે એનું નામ પણ એવું જ રખાયું છે. હવે અમારો કાર્યક્રમ ‘તોપકાપી' (Topkapi) નામનો રાજમહેલ જોવા જવાનો હતો. આ રાજમહેલ એટલે કોઈ એક મોટી ઊંચી ઇમારત નહિ, પણ સેંકડો કમરાઓમાં પથરાયેલી, ઉદ્યાનો સહિત ચાર કોટ-દરવાજાવાળી વિસ્તૃત રચના. એના પ્રથમ દરવાજે તોપો હતી એટલે લોકોએ જ રાજમહેલનું નામ “તોપકાપી” પાડી દીધું હતું. દુનિયાના પ્રસિદ્ધ ઐતિહાસિક રાજમહેલોમાં તોપકાપીની ગણના થાય છે. ટોમાન સુલતાનોએ લગભગ ચારસો વર્ષ તુર્કસ્તાન પર સુપેરે શાસન ચલાવ્યું, કારણ કે બહુ વ્યવસ્થિત રીતે એ ચાલ્યું હતું. સુલતાનના દીકરાના દીકરાઓ અને એમના દીકરાઓ એમ ચારપાંચ પેઢી સુધી એક વટવૃક્ષની જેમ વિશાળ સંયુક્ત કુટુંબમાં તેઓ સંપથી રહ્યા હતા. દરેકને વહીવટ – દેખરેખ અને સુરક્ષા માટે અમુક જુદા જુદા પ્રદેશો સોંપાયેલા હતા. તેઓ બધા મહેલમાં આવે ને જાય. એમનું વ્યવસ્થાતંત્ર બહુ સઘન અને કાર્યક્ષમ હતું. મહેલના “ઓર્તાકાપી' નામના મધ્ય ભાગમાં કચેરીઓ હતી. ત્યાંથી સમગ્ર સામ્રાજ્યનો વહીવટ થતો. અહીં બીજા એક વિભાગમાં જનાનખાના છે, જેમાં એકસોથી અધિક કમરાઓ છે. દરેક કમરાની સજાવટ અનોખી. જનાનખાનાની સાચવણી માટે, પ્રાચીન ભારતમાં પ્રથા હતી તેમ, કંચુકીઓ(Eunuchs)ની નિમણૂક થતી. રાજમહેલમાં એક વિભાગ બાળકોની સુન્નત માટે રાખવામાં આવ્યો હતો. આ રાજમહેલમાં બધાંનાં શયનગૃહ, સ્નાનાગાર વગેરેમાં ઘણી સગવડો કરવામાં આવી હતી. સુલતાનના પોતાના સ્નાનાગારમાં કપડાં બદલવાની, તેલમાલિસ કરવાની, ઠંડા-ગરમ પાણીના ફુવારા અને હોજની વ્યવસ્થા, એ જમાનાની અપેક્ષાએ આશ્ચર્ય પમાડે એવી હતી. સુલતાનની જેમ પ્રજાજનો માટે પણ જાહેર સ્નાનાગાર તુર્કસ્તાનમાં હતા. સ્નાનકલાને તુર્કોએ બહુ વિકસાવી હતી. એટલે “ટર્કિશ બાથ', ટર્કિશ ટોવેલ' જેવા શબ્દો પ્રચલિત થઈ ગયા હતા. આ રાજમહેલમાં ત્રણસોથી વધુ પરિવારના સભ્યો ઉપરાંત દાસદાસીઓ, ચોકીદારો, સૈનિકો, મહેમાનો, વેપારીઓ એમ બધાં માટે રોજ રસોઈ થતી. એ માટે ભોજનશાળાના ઘણા જુદા જુદા ખંડો હતા જે આજે પણ જોઈ શકાય છે. દરેક વિભાગની રસોઈ જુદી થાય. અમને એક રસોડું બતાવવામાં આવ્યું કે જે સો વર્ષનાં દાદીમા-બેગમ માટે અલાયદું હતું. તોપકાપી મહેલ પોતે જ અભ્યાસનો એક મોટો વિષય છે. એના ઉપર સ્વતંત્ર Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ સચિત્ર પુસ્તકો લખાયાં છે. ચાર-પાંચ પેઢી સુધી એક જ પરિવારના સભ્યો, સંયુક્ત કુટુંબની પ્રથા પ્રમાણે કેવા સંપથી રહ્યાં હશે એનું જ્વલંત ઉદાહરણ ‘તોપકાપી મહેલ” પૂરું પાડે છે. મહેલ જોઈને સાંજે હોટેલ પર આવી, સ્વસ્થ થઈને અમે સંગીતની એક મહેફિલમાં ગયા. ઇસ્તંબુલની એક ક્લબમાં રોજ વિદેશના પ્રવાસીઓ માટે ભોજન અને સંગીતનો કાર્યક્રમ યોજાય છે. અમે બધા પ્રવાસી-મહેમાનો પોતપોતાના જૂથમાં નિશ્ચિત કરેલા ટેબલ આસપાસ ગોઠવાયા. પીણાં અને ભોજનની વાનગીઓ પીરસાતી રહી અને રંગમંચ પરથી એક પછી એક ગીતો, ઘણાં બધાં વાજિંત્રો સાથે મુખ્ય ગાયક કે ગાયિકા અથવા સમગ્ર ગાયકવૃંદ હાથમાં છૂટું માઇક રાખી ફરતાં ફરતાં ગાતાં જતાં હતાં. જે જે દેશનાં નામ બોલાય તે તે દેશના પ્રવાસી મહેમાનો ઊભા થાય, તેઓને જોરદાર તાળીઓથી વધાવવામાં આવે અને તે પછી તે તે દેશનાં ફિલ્મી અને બીજાં મશહૂર ગીતો ગવાતાં જાય. એમાં યુરોપના દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, કોરિયા વગેરે ત્રીસથી અધિક દેશોનાં તે તે ભાષાનાં ગીતો મુખ્ય ગાયકે પહાડી અવાજે, હાથમાં કાગળ રાખ્યા વિના, મોઢે ગાયાં. ભારતનાં ગીતોમાં રાજકપૂરનાં ચલચિત્રોનાં “મેરા જૂતા હૈ જાપાની”, “મેરા નામ રાજુ' વગેરે ગીતો એવી સરસ રીતે ગાયાં, કે મૂળ ગાયકની ખોટ ન વરતાય. આ બધાં ગીતોમાં ઇસ્તંબુલ – કોસ્ટેન્ટિનોપલ' ગીત પણ મને ઘણાં વર્ષે સાંભળવા મળ્યું. ઊંચા, ભરાવદાર મૂછો અને એવા જ શરીરવાળા હસમુખા ગાયકના લહેકા અને ગીતોની સજ્જતા માટે બધાંને બહુ માન થયું અને પ્રત્યેક ગીતે બહુ તાળીઓ પડી. અહીં જાણે વિશ્વબંધુત્વની ભાવનાનું વાતાવરણ સર્જાયું હતું. આ મહેફિલનો અમને એક અનોખો અનુભવ થયો. બીજે દિવસે સવારે બોટમાં અમે બોસ્પોરસની સહેલગાહે નીકળ્યાં. આ સામુદ્રધુનીના બંને કિનારે આવેલી ઐતિહાસિક ઇમારતોનો પરિચય કરાવાતો ગયો. અમે ત્રીસેક કિલોમીટર દૂર તારાબિયા નામના નગર સુધી ગયા. સરમુખત્યાર કમાલ પાશાનો સમૃદ્ધ મહેલ અમે જોયો. સમુદ્રકિનારે એ એક આલીશાન ઇમારત છે. બોટમાં પાછા ફરીને અમે ઇસ્તંબુલ બંદરે ઊતર્યા. અહીં પાસે જ બજારમાં મીઠાઈ-મેવાની હારબંધ દુકાનો છે. તુર્કસ્તાન એટલે પિસ્તાંનો દેશ. તુર્કસ્તાન, ગ્રીસ વગેરે દેશમાં ફળદ્રુપ જમીન, માફકસર વરસાદ અને તડકો તથા અનુકૂળ હવામાનને કારણે પિસ્તાનાં વૃક્ષો બહુ છે અને પ્રતિવર્ષ પિસ્તાંનો મબલખ પાક થાય છે. એટલે પિસ્તાં અહીં સસ્તાં મળે છે. અહીં દુકાનોની બહાર પિસ્તાં ભરેલા ખુલ્લા કોથળા મૂકવામાં આવ્યા હતા. બહાર ઊભેલા દુકાનોના સેલ્સમેનો ઘરાકોને પોતાની દુકાન તરફ ખેંચવા માટે બૂમાબૂમ કરતા હતા. અમારે પિસ્તાં ખરીદવાં હતાં. એક દુકાન Page #156 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૧૩૯ પાસે ગયા તો દુકાનદારે તરત મૂઠો ભરીને પિસ્તાં અમને ચાખવા આપ્યાં. આવા બજારમાં આવીએ ત્યારે જ ખબર પડે કે અહો, પિસ્તામાં પણ કેટલી બધી જાતો છે ! દુકાનદાર ઉદારતાથી ચખાડે, અને બે જાત વચ્ચેનો ફરક સમજાવે. અમે અમુક જાતનાં પિસ્તાં જોખાવ્યાં. દરમિયાન અમારામાંના એક પ્રવાસીભાઈ દુકાનમાં અન્યત્ર રાખેલી પિસ્તાંની મીઠાઈઓ જોતા હતા. દુકાનદારની ઉદારતાથી પ્રભાવિત થયેલા તેમણે ચાખવા માટે મીઠાઈનો એક ટુકડો હાથમાં લીધો ત્યાં તો ચકોર દુકાનદારે તરત જોરથી ઘાંટો પાડ્યો, “મૂકી દો એ પાછી, ચાખવા માટે નથી. એ બહુ મોંઘી છે,” મીઠાઈ તરત પાછી મુકાઈ ગઈ. દુકાનદારે સમજાવ્યું કે અમુક પ્રકારની “ટર્કિશ ડિલાઇટ' બહુ મોંઘી આવે છે. એ ચાખવા ન લેવાય. ટર્કિશ ડિલાઇટની જેમ ટર્કિશ કૉફી પણ સુવિખ્યાત છે. માટી જેવી એ કૉફી બનાવવાની રીત જુદી અને એ માટેનાં વાસણો પણ જુદાં હોય છે. એનો સ્વાદ બરાબર માણવો હોય તો એ રીતે જ કૉફી ઉકાળીને બનાવવી જોઈએ. અમે થોડી કૉફી પણ ખરીદી. અહીં ખાડીના કિનારે ચોગાનમાં ફેરિયાઓ જાતજાતની ચીજવસ્તુઓ વિદેશી પ્રવાસીઓને વેચવા માટે આંટા મારતા હતા. જરાક રસ બતાવીએ તો કેડો ન મૂકે. આસપાસ બધા વીંટળાઈ વળે. ભાવતાલ ઘણો કરવો પડે. અમારે તો કશું ખરીદવું નહોતું, પરંતુ અમારામાંના કેટલાકને ફેરિયા સાથે રકઝક કરવામાં આનંદ આવતો હતો. ફેરિયાઓમાં પણ માંહોમાંહે સ્પર્ધા ચાલતી હતી. અર્ધવિકસિત દેશોની આ લાક્ષણિકતા છે. અમારામાંના એક પ્રવાસીએ ટર્કિશ ભરતકામવાળી ચાદર માટે ભાવતાલ કર્યા પણ પત્યું નહિ. એવામાં અમારી બસ આવી એટલે અમે બધા પ્રવાસીઓ ટપોટપ બસમાં બેસવા લાગ્યા, કારણ કે આ બસ વધુ વખત ઊભી રાખી શકાય એમ નહોતું. કિંમત કસવામાં કુશળ એવા પેલા સજ્જન બારી પાસે બેસી હજુ ફેરિયા સાથે વાટાઘાટ કરતા રહ્યા. છેવટે સોદો પત્યો. ચાદર લીધી પણ ડૉલર કાઢવામાં વાર લાગી. એવામાં બસ ઊપડી. ફેરિયો બસની સાથે દોડ્યો, પરંતુ પૈસા ઝટ ચૂકવાયા નહિ. ફેરિયાએ બૂમાબૂમ કરી, પણ બસ સિગ્નલ ઓળંગીને આગળ પૂરપાટ ચાલી. સાથે દોડતો ફેરિયો અંતે નિરાશ થઈને બૂમો પાડતો ઊભો રહી ગયો. કદાચ પોતાની ભાષામાં ગાળો પણ ભાંડતો હશે ! આ વાતની પ્રવાસીઓમાં માંહોમાંહે ખબર પડતાં બધાંએ ફેરિયા માટે સહાનુભૂતિ દર્શાવી. પોતાની પાસે છૂટા ડૉલર નથી, મોટી નોટ છે એમ કહી ખરીદનાર પ્રવાસીએ સ્વબચાવ કર્યો, પરંતુ એમના ચહેરા પર વસ્તુ મફત મેળવવા માટેની લુચ્ચાઈનો આનંદ છૂપો રહી શકતો નહોતો. ફેરિયો અને ઘરાક એમ ઉભયપક્ષે આવી ઘટનાઓ કેટલીક વાર બને છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ અમારી બસ હવે ‘સંકન સિસ્ટર્ન' (Sunken Cistern – ભૂગર્ભનું ટાંકું) પાસે પહોંચી. ઇસ્તંબુલની આ એક અનોખી રચના છે. જે કાળે હેગિયા સોફિયાનું બાંધકામ થયું તે કાળે, છઠ્ઠા સૈકામાં રોમન સામ્રાજ્યના વખતમાં આ ભૂગર્ભ ટાંકાનું બાંધકામ થયેલું. વરસાદનું પાણી ભરી લેવા માટે ઘરમાં નીચે ટાંકું કરાવવાની પ્રથા જૂના વખતમાં આપણે ત્યાં પણ હતી. (અમદાવાદ, ખંભાત, વડોદરા વગેરે શહેરોનાં જૂના વખતનાં ઘરોમાં હજુ પણ ટાંકાં છે.) ઉનાળામાં ટાંકાંનું પાણી વપરાતું. આખા શહેર માટે ટાંકું કરાવવાનો વિચાર રોમન સમ્રાટ જસ્ટિનિયનને આવેલો. ઇસ્તંબુલનું આ ભૂગર્ભ ટાંકું આખી દુનિયાનું મોટામાં મોટું ટાંકું છે. તે અઢીસો ફૂટ પહોળું અને સાડાચારસો ફૂટ લાંબું છે. એમાં ૩૩૬ જેટલા સ્તંભ છે. વરસાદનું બહાર પડેલું પાણી જમીનમાં ઊતરી નીચે ટાંકામાં આખું વરસ દિવસરાત ટપકતું રહે છે. ટાંકાના પાણીમાં એક છેડેથી બીજે છેડે જવા માટે વચ્ચે ઊંચી પાળીઓ બનાવેલી છે. અમે પગથિયાં ઊતરી ટાંકામાં ફરી આવ્યા અને થોડા ભીંજાયા પણ ખરા. પોતાની પ્રજાની સુખાકારી માટે સમ્રાટોને કેવી રાક્ષસી યોજનાઓ સૂઝતી અને સ્થાપત્યવિદો કેવું નક્કર કામ કરી આપતા ! ટાંકાનું પાણી આજે વપરાતું નથી, પણ પ્રવાસીઓ માટે અંદર પ્રકાશ અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. આખા દિવસનો કાર્યક્રમ પૂરો થયો એટલે સાંજે બસ અમારી હોટેલ પર પાછી ફરી. અમે બધાં ઊતરતાં હતાં ત્યાં પેલો ફેરિયો પોતાના ત્રણ દોસ્તારો સાથે બસના દરવાજા પાસે જ ઊભો હતો. પેલા પ્રવાસીભાઈ ઊતર્યા કે તરત એણે અપમાનજનક રાડારાડ ચાલુ કરી. પ્રવાસીએ ખરીદેલી ચાદર પાછી આપવા માંડી તે ફેરિયાએ લીધી નહિ. અંતે ડૉલર તો આપવા પડ્યા, પણ તે ઉપરાંત ફેરિયાઓએ પ્રવાસીને આંતરી રાખીને ટૅક્ષીના પૈસા પણ પરાણે પડાવ્યા. માણસને પોતાની દુવૃત્તિનું પરિણામ ક્યારેક તરત જ ભોગવવાનું આવે છે. આસપાસનાં બીજાં કેટલાંક સ્થળોએ ફરીને અમે ઇસ્તંબુલની વિદાય લીધી. ૧૪૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ સ્વદેશે પરિભ્રમણ નોંધ વિદેશની જેમ સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાનું થયું છે. ઘણા લાક્ષણિક અનુભવો થયા છે. એ વિશે લખવાની ભાવના છે. કેટલાક પ્રવાસલેખો લખાયા છે તે પ્રકાશિત થતાં અને ગ્રંથસ્વરૂપે પ્રગટ થતાં વાર લાગશે. દરમિયાન ‘ખજુરાહો' વિશેનો પ્રકાશિત થયેલો પ્રવાસલેખ આ ગ્રંથમાં પરિશિષ્ટ તરીકે મૂક્યો છે જેથી વાચકને સુલભ થાય. – લેખક Page #159 -------------------------------------------------------------------------- ________________ ખજુરાહો ખજુરાહોનો પ્રવાસ કરવાની તક તો ઘણી વાર સાંપડી છે પરંતુ પહેલી વાર જે વિલક્ષણ અનુભવ થયો હતો તે અદ્યાપિ અવિસ્મૃત છે. શૃંગારરસિક શિલ્પાકૃતિઓને કારણે વીસમી સદીમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામવાથી ખજુરાહો દેશવિદેશના અનેક પર્યટકોની યાદીમાં ઉમેરાતું રહ્યું છે. વસ્તુતઃ ખજુરાહોનાં મંદિરોનાં સમગ્ર શિલ્પસ્થાપત્યમાં રતિશિલ્પનું પ્રમાણ તો દસ ટકા જેટલું પણ નથી, પણ નિષિદ્ધ વસ્તુ વધુ ધ્યાન ખેંચે એ ન્યાયે ખજુરાહોની આવી ખ્યાતિ ચોમેર વિસ્તરી છે. એટલે માત્ર કૌતુક ખાતર જ નહિ, ગહન અભ્યાસ માટે પણ અનેક વિદગ્ધ વ્યક્તિઓ ત્યાં આવવા લાગી છે અને ભારતના આ ઐતિહાસિક સ્થળ વિશે સમર્થ, સચિત્ર સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે. પહેલી વાર ખજુરાહો જવાનો અમારો કાર્યક્રમ અણધાર્યો ગોઠવાઈ ગયો હતો. દર વરસે કારતક મહિનામાં મધ્ય પ્રદેશના તીર્થધામ ચિત્રકૂટમાં સદ્ગુરુ સેવા ટ્રસ્ટ તરફથી વિશાળ પાયે નેત્રયજ્ઞનું આયોજન થાય છે, જેનો લાભ હજારો ગરીબ દર્દીઓને મળે છે. આ નેત્રયજ્ઞમાં સેવા આપવાનો અવસર અમને કેટલાક મિત્રોને સાંપડ્યો હતો. કાર્તિકી પૂર્ણિમા પછી અમારો સેવાકાળ પૂરો થતો હતો અને મુંબઈ પાછાં ફરીએ તે પહેલાં વચ્ચે એક દિવસ મળતો હતો. આસપાસનાં જોવા જેવાં સ્થળોનો અમે વિચાર કરતાં હતાં ત્યાં કોઈકે કહ્યું કે એક દિવસમાં ખજુરાહો પણ જઈ આવી શકાય. અમારી મંડળીમાંથી કોઈએ ખજુરાહો જોયું નહોતું એટલે એની મુલાકાતની દરખાસ્ત તરત સ્વીકારાઈ ગઈ. આમ તો ખજુરાહો જોવા માટે એક દિવસ ઓછો ગણાય તો પણ આવો અવસર જવા ન દેવો એવો બધાનો મત પડ્યો. એ માટે શી વ્યવસ્થા થઈ શકે તે અંગે ટ્રસ્ટના કાર્યાલયમાં મૅનેજ૨ને મળ્યા તો જાણવા મળ્યું કે નવ જણ માટે તો જીપ જ ભાડે ક૨વી સારી પડે. વહેલી સવારે નીકળીએ તો જોવા-ફરવા માટે વધુ સમય મળે. સાંજે વેળાસર પાછા ફરવાનું સલાહભર્યું છે. જીપ કિલોમીટ૨ના ભાવે આવે છે. અહીં જીપ તમને જૂની મળશે પણ ભાવ બધાના એકસરખા, વાજબી હોવાથી કશી છેતરામણી નથી થતી. ભાડાની ૨કમ ડ્રાઇવરને સીધી આપી શકાય અથવા આવ્યા પછી કાર્યાલયમાં જમા કરાવી શકાય. બધી માહિતી મેળવ્યા પછી અમે મૅનેજ૨ને જ જીપની વ્યવસ્થા કરી આપવા કહ્યું. તપાસ ક૨ાવીને એમણે કહ્યું કે સવારે બરાબર સાડા પાંચ વાગે કાર્યાલય પાસે અમારા માટે જીપ આવીને ઊભી રહેશે. બીજે દિવસે સવારે અમે બધાં સમયસર Page #160 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ખજુરાહો ૧૪૩ અમારા ખાવાપીવાના સામાન સાથે કાર્યાલય પાસે પહોંચી ગયાં. વાતાવરણમાં ઠંડી હતી એટલે ગરમ કપડાં પણ પહેરવા પડ્યાં હતાં. અમે કાર્યાલય પાસે પહોંચ્યાં ત્યારે ત્યાં એક જીપ ઊભી હતી પણ એ અમારે માટે નહિ હોય એમ, એની દયા આવે એવી જર્જરિત હાલત જોઈને લાગ્યું. એમાં કોઈ ડ્રાઇવર પણ નહોતો. અમે રાહ જોતાં થોડે આઘે રાખેલા બાંકડાઓ ઉપર બેઠાં. હજુ પરોઢનું અજવાળું થયું નહોતું. બત્તીઓ હતી પણ એના અજવાળામાં કરકસર હતી. શિયાળાની ઠંડક અદબ વાળવા ફરજ પાડતી હતી. થોડી વારે પંદરસોળ વર્ષનો લાગતો શ્યામ વર્ણનો એક અટકો છોકરો અમારી પાસે આવ્યો. એણે પૂછ્યું. “સા'બ, આપ ખજુરાહો જવાનાં છો ?' હા; તને કોણે કહ્યું ?' આપ બધાં સવારી જેવાં લાગો છો એટલે. આપ જીપમાં જવાનાં છોને ?' “હા, અમે અમારી જીપની રાહ જોઈએ છીએ.” જીપ તો આ આવી ગઈ છે, સા'બ. આ જીપમાં જ જવાનું છે. બેસવા માંડો.” આવી ભંગાર જીપમાં? અને એનો ડ્રાઇવર ક્યાં છે ?” હું જ ડ્રાઇવર છું, સા'બ.” 'તું ડ્રાઇવર છે ?' અમે ત્રણચાર જણ એકસાથે બોલી ઊઠ્યાં. ડ્રાઇવર નહિ પણ એના હેલ્પર કે ક્લીનર જેવા લાગતા છોકરાની વાતમાં અમને ભરોસો ન બેઠો. કોઈ અજાણ્યાની સાથે ફસાઈ ન જઈએ એટલે અમે વધુ વાત કરવાનું ટાળ્યું. અમે ઊભાં ન થયાં એટલે અમારા અવિશ્વાસની ગંધ એ પારખી ગયો. કોઈકના ઘરાક લઈ બીજો જ કોઈ જીપવાળો ચાલ્યો જાય એવી ઘટના ક્યાં નથી બનતી ? એટલે રાહ જોવામાં જ ડહાપણ છે એમ અમને લાગ્યું. છોકરો પોતાની જીપ પાસે જઈને ઊભો રહ્યો. અમે વાતે વળગ્યાં. જીપની રાહ જોતાં જોતાં તો પોણો કલાક થઈ ગયો. બીજી કોઈ જીપ આવી નહિ. અમારી અધીરાઈ વધી. કાર્યાલય બંધ હતું. અમે માંહોમાંહે વિચાર કર્યો કે ધારો કે બીજી કોઈ જીપ હવે ન જ આવે તો શું કરવું? ખજુરાહો જવા માટે તો આજનો જ દિવસ છે. સમય કપાતો જાય છે. કાં તો આ જીપમાં બેસીએ અને કાં તો પાછાં જઈએ. “જીપ ભલે ભંગાર દેખાય, આપણે ક્યાં કોઈને બતાવવું છે ? એકે કહ્યું. પણ એ ખરેખર ડ્રાઇવર છે કે હાંકે છે ?' બીજાએ કહ્યું. Page #161 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ ‘એની સાથે વાત તો કરી જોઈએ,' ત્રીજાએ સૂચવ્યું. મેં બૂમ મારી, ‘એય છોકરા, શું નામ તારું ?’ ‘રામશરણ, સા’બ', કહેતોકને પાસે આવ્યો. ‘કેટલાં વરસ થયાં તને ?’ ‘એકવીસ... પણ હું બટકો છું એટલે કોઈ માનતું નથી.' ‘કેટલા વખતથી ડ્રાઇવિંગ કરે છે ? લાઇસન્સ છે તારી પાસે ?’ ૧૪૪ ‘જી, સા’બ, છ મહિનાથી.’ એણે જીપમાંથી લાવીને પોતાનું લાઇસન્સ બતાવ્યું. તે સાચું હતું. ‘આવી ખરાબ હાલતમાં ગાડી કેમ છે ?’ ‘અહીં ચિત્રકૂટમાં જીપ તો આવી જ મળે. નવી ગાડી અમને ગરીબને ક્યાંથી પોસાય ? સતના કે જબલપુરમાં એવી મળે.' ‘આ જીપ અમારે માટે જ છે એની ખાતરી શી ?' મૅનેજર સાહેબે મને જ વરદી આપી છે. બીજાને આપી હોત તો બીજી જીપ આવત.' ‘જો, અમે તારી જીપમાં બેસીએ પણ પૈસા મૅનેજ૨ને આપીશું. અને તારું ડ્રાઇવિંગ બરાબર નહિ લાગે તો ઊતરી જઈશું. છે કબૂલ તને ?’ ‘જી, સા’બ.’ અમે જવાનો નિર્ણય કર્યો. બધાં મિત્રોએ મને કહ્યું, ‘રમણભાઈ, તમે આગળ ડ્રાઇવરની બાજુની સીટમાં બેસો. તમે ડ્રાઇવિંગ જાણો છો એટલે એના ડ્રાઇવિંગની તમને ખબર પડશે.’ અમારી મંડળીમાં બધાં જુદા જુદા નામે ઓળખાતાં. એમાં લાયન્સ કલબના લાયનભાઈએ કહ્યું, ‘દેખ રામશરણ, તારું ડ્રાઇવિંગ બરાબર નહિ હોય તો અમારા આ સાહેબ તને ઉઠાડીને ખજુરાહો સુધી ગાડી પોતે ચલાવી લેશે.’ રામશરણ હસી પડ્યો. અમે જીપમાં ગોઠવાવા લાગ્યાં. હું આગળ બેઠો. પાછળ સામસામે રાખેલી બે પાટલીમાં ચાર ચાર જણ દબાઈને બેસી શકે એમ હતાં. વચ્ચે વધારાનું ટાયર હતું. રામશરણે લાકડાનું એક ખોખું મૂકી બધાંને ચડવામાં મદદ કરી. ‘તમે સારાં કપડાં પહેરીને કેમ આવ્યાં ?' એવી ફરિયાદ જાણે જીપ કરતી હતી. એના પતરાંના અણીદાર ખૂણા વસ્ત્રમાં ભરાવા માટે ઉત્સાહી હતા. ચઢતાં-ઊતરતાં વસ્ત્રસંકોચનની કલાનો આશ્રય ન લેનારને પસ્તાવું પડે એમ હતું. રામશરણે પોતાની સીટ લીધી. તે ગરીબ હતો પણ દેખાવે સુઘડ હતો. એ Page #162 -------------------------------------------------------------------------- ________________ ખજુરાહો ૧૪૫ વહેલી સવારે પણ સ્નાન કરીને આવ્યો હતો, એ એના માથાના ભીના ચળકતા કાળા વાળ પરથી દેખાતું હતું. એણે કપાળમાં કરેલો કંકુનો મોટો ચાંલ્લો એની ધર્મશ્રદ્ધાને પ્રગટ કરતો હતો. એની વાણીમાં ગરીબીની નરમાશ હતી. એણે પહેરેલું લાલ રંગનું સ્વેટર દૂરથી એને શોધી કાઢવામાં મદદરૂપ થાય એવું હતું. એણે ધૂપસળી સળગાવી અને સામે રાખેલી, રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબી આગળ ફેરવીને એક કાણામાં ભરાવી. જીપમાં સુગંધ પ્રસરી રહી. બે હાથ જોડી એણે પ્રાર્થના કરી. અમે પણ અમારો નવકારમંત્ર બોલી પ્રાર્થના કરી લીધી. આજે તો એની ખાસ જરૂર હતી. રામશરણ બોલ્યો, “ચાલીશું સા'બ ?” હા, પણ પહેલાં કેટલા કિલોમીટર છે તે નોંધી લઈએ', એમ કહીને મેં મારા ખિસ્સામાંથી ડાયરી અને પેન કાઢઢ્યાં. કિલોમીટર નોંધવાની કંઈ જરૂર નથી, સાહેબ. ખજુરાહોનું અંતર જાણીતું છે.' હા, તો પણ નોંધી લેવું સારું. અમને અંદાજ તો આવે.” ‘પણ મીટ૨ બગડી ગયું છે.' “બગડી ગયું છે ? એવું તે કેમ ચાલે ? તારે અને અમારે કંઈ વાંધો પડ્યો તો ?' નહિ પડે, સા'બ. ગામની બહાર નીકળતાં જ હું તમને માઈલસ્ટોન બતાવી દઈશ. આપ ઑફિસમાં પૂછીને પૈસા આપજો. એ લોકોનું આ રોજનું કામ છે.' રામશરણે સ્ટીયરિંગ નીચે લટકતા બે વાયર બે હાથમાં લઈને અડાડ્યા અને ગાડીએ ‘ડ્રાઉં ડ્રાઉ' કર્યું. અરે, આવી રીતે ગાડી સ્ટાર્ટ કરે છે ? ચાવી નથી ?' ચાવી બગડી ગઈ છે, સા'બ.' તો તો કોઈ પણ માણસ આવી રીતે ચલાવીને તારી ગાડી ઉપાડી જઈ શકે.” “હા, પણ એને ચલાવતાં ફાવે નહિ. થોડે જઈને છોડી દેવી પડે એવી આ ગાડી છે.” ગાડી ગામબહાર નીકળતાં રામશરણે સતનાનો માઈલસ્ટોન બતાવ્યો. અમારે સતના થઈને ખજુરાહો જવાનું હતું. વળી, મારું ધ્યાન જતાં મેં કહ્યું, “ભાઈ રામશરણ, તારું સ્પીડોમીટર પણ ચાલતું નથી. ક્યારનું ઝીરો ઉપર જ છે.” એ પણ બગડેલું છે. પણ આપણને એની જરૂર નથી. હું ગાડી વધારે ભગાવતો નથી. અહીં અમારા એમ. પી. (મધ્યપ્રદેશ)માં રસ્તા એટલા ખરાબ અને ખાડાવાળા છે કે કોઈ ઇચ્છે તો પણ ચાલીસ-પિસ્તાલીસની ઉપર ભગાવી ન શકે.” ચિત્રકૂટથી સતનાને રસ્તે કશો ટ્રાફિક નહોતો. આપ પોતાની ગતિએ ચાલવા Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ લાગી. રામશરણનું ડ્રાઇવિંગ વ્યવસ્થિત હતું. એક બહેને ભજનની કેસેટ વગાડવા મને પહેલેથી આપી રાખી હતી તે પાછી આપતાં મેં કહ્યું, “લો તમારી કેસેટ પાછી. ભજન સાંભળવાં હોય તો હવે જાતે જ ગાવાં પડશે.” ગાડી બરાબર લયમાં ચાલતાં વહેલાં ઊઠેલાં કેટલાંક મિત્રોનાં મસ્તક સવારની શીતળતામાં સમતુલા ગુમાવવા લાગ્યાં હતાં. ડ્રાઇવરના હાથપગ ઉપરાંત એનું મોટું પણ ચાલતું (ખાતું કે વાતો કરતું) રહે તો એનાં નયનોને આળસ ન આવે એ માટે મેં એને ચોકલેટ આપી અને વાતે વળગાડ્યો. વાતચીતમાં જાણવા મળ્યું કે એ ચિત્રકૂટમાં જ રહે છે. પિતા ગુજરી ગયા છે. મા લોકોનું ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. ત્રણ ભાઈબહેનમાં પોતે સૌથી મોટો છે. ખાસ કંઈ ભણ્યો નથી. એના એક વડીલ પડોશી મોટર મિકેનિક છે. એને ત્યાં પાંચેક વર્ષ કામ કરીને પોતે ગાડી રિપેર કરવાનો સારો અનુભવ લીધો છે. ડ્રાઇવિંગ તો બગડેલી અને રિપેર કરેલી ગાડીઓની ટ્રાયલ લેતાં લેતાં જ શીખી જવાયું છે. પછી લાઇસન્સ મળતાં ભાડે જીપ ફેરવવાનું મન થયું. એ પડોશી મિકેનિક જ વ્યાજે પૈસા અપાવ્યા અને પોતાને ત્યાં રિપેર થવા આવેલી આ ખખડી ગયેલી જૂની જીપ વેચાતી લઈ આપી. છ મહિનાથી ભાડે ફેરવવાનું ચાલુ કર્યું છે. લાંબી વરદી ન હોય તો પોતે આજુબાજુનાં ગામડાંની હેરાફેરા કરે છે. જે મળે તેમાંથી લોનના હપ્તા ભરે છે. પોતાની શાદી થઈ ગઈ છે પણ વહુ હજુ નાની છે એટલે ઘરે રહેવા આવી નથી. રામશરણે પોતાની ગામઠી હિંદી બોલીમાં કરેલી નિખાલસ વાતોમાં ભારતનાં અસંખ્ય ગરીબ કુટુંબોની કરમકહાણીનો પડઘો સંભળાતો હતો. હવે સતના નજીક આવી રહ્યું હતું. સામેથી હજુ એક પણ મોટરગાડી આવી નહોતી. કોઈ કોઈ ગ્રામીણ માણસો રસ્તામાં બરાબર વચ્ચે ચાલતા હતા. હોર્ન વગાડવા માટે મેં રામશરણને કહ્યું તો એ બોલ્યો, “હોર્નની જરૂર નથી. જીપના ખખડાટ અવાજથી જ માણસો આઘા ખસી જાય છે.' એ સાંભળીને અમારામાંના એકે કટાક્ષમાં કહ્યું, “અલ્યા, પરદેશમાં તો અનિવાર્ય હોય તો જ હોર્ન વગાડાય છે, પણ તું તો એમના કરતાંય આગળ વધી ગયો. જરૂર હોય તો પણ તું હોર્ન નથી વગાડતો.” રામશરણે માત્ર સ્મિત કર્યું, પણ આગળ જતાં એક વળાંક પાસે ગાડી એકદમ પોતાની નજીક આવી જતાં માણસોને ભાગવું પડ્યું ત્યારે અમે ચિડાયાં : “હૉર્ન વગાડતાં તને તકલીફ શી પડે છે ?' છેવટે એણે મૌન તોડ્યું, “હોર્ન ચાલતું નથી.' “તું ? હૉર્ન નથી ચાલતું ? તો પછી ગાડી કેવી રીતે ચલાવાય ? કોઈ વાર અકસ્માત થઈ જાય.” અમે ચિન્તા અને ખેદ અનુભવ્યાં. રામશરણ લાચારીથી શાંત રહ્યો. અમે સતના વટાવી ખજુરાહોના રસ્તે આગળ વધ્યાં. ડુંગરાળ પ્રદેશમાં રસ્તો Page #164 -------------------------------------------------------------------------- ________________ ખજુરાહો ૧૪૭ ઊંચે ચડતો જતો હતો. ચિત્રકૂટથી નીકળ્યાંને અમને વાર થઈ હતી. એટલે સાથે લીધેલાં ચાપાણીનો વખત થયો હતો. એક સારી જગ્યા જણાતાં એક બાજુ ગાડી ઊભી રાખવા રામશરણને મેં કહ્યું. એણે એક ઝટકા સાથે ગાડી ઊભી રાખી. અચાનક આંચકો આવતાં બધાં બરાડી ઊઠ્યાં. હું કારણ સમજી ગયો હતો. રામશરણે મને કહ્યું, ‘તમે અચાનક ઊભી રાખવાનું કહ્યું એટલે ગિયર બદલીને ગાડી ઊભી રાખી. બ્રેક જરા ઢીલી છે, પમ્પિંગ કરવું (બે-ત્રણ વખત બ્રેક દબાવવી) પડે છે.’ ‘હેં ?’ બધાં ચોંકી ઊઠ્યાં, ‘આવી ગાડી તારાથી ચલાવાય જ કેમ ? તું તો અમારા જાન જોખમમાં મૂકી દેશે.’ માસીબાએ કહ્યું, ‘પહેલેથી ખબર હોત તો તારી ગાડીમાં બેસત નહિ. પૈસા પૂરા લેવા અને ગાડીમાં કંઈ ઠેકાણું નહિ.' રામશરણે કહ્યું, ‘માતાજી ! ગભરાવ નહિ. અમને મિકેનિક લોકોને ગમે તેવી ખરાબ ગાડી ચલાવતાં ફાવે.’ મારા અભિપ્રાય પ્રમાણે તો રામશરણ હિંમતથી, પૂરા વિશ્વાસથી, સાવચેતીપૂર્વક ગાડી ચલાવતો હતો, પણ અમારાં મિત્રોના શ્વાસ અધ્ધર થઈ જતા હતા. અમે ચા-પાણી લીધાં અને રામશરણને પણ આપ્યાં. અમારામાં ગુસપુસ વાત ચાલી. એકે કહ્યું, ‘આપણે ભાડું પૂરેપૂરું ન આપવું. મૅનેજરે આપણને વાત કહેવી જોઈએ.’ બીજાએ કહ્યું, ‘ભાડું ભલે પૂરું આપીએ, પણ બક્ષિસને લાયક તો એ નથી જ.’ મોટાભાઈએ કહ્યું, ‘ખજુરાહોથી મળતી હોય તો બીજી જીપ કરી લઈએ. ભલે આનો પૂરો ચાર્જ આપવો પડે.’ ‘ખજુરાહોથી બીજી જીપ ન મળી તો ? આપણે અત્યારે આની સાથે ઝઘડો કરવો નહિ.' ભાભી બોલ્યાં. અમે જીપમાં બેઠાં અને ખજુરાહોના રસ્તે આગળ ચાલ્યાં. કોઈકે કહ્યું, ‘ભાઈ રામશરણ, અત્યારે તો અમે તારે શરણે છીએ.’ માસીબાએ કહ્યું, ‘સાચવીને ચલાવજે બેટા, અમારે ઉપર જવાની ઉતાવળ નથી.’ અમે ખજુરાહો પહોંચ્યાં. ઊંચાઈએ આવેલા આ વિશાળ મેદાની વિસ્તારની હવા જ જુદી હતી. આઠસો-હજાર વર્ષ પહેલાંનું સંસ્કારસમૃદ્ધ ઐતિહાસિક વાતાવરણ અહીં ધબકતું હતું. જીપ ક્યાં ઊભી હશે, અમારે ક્યાં મળવું વગેરે વીગતો રામશરણ સાથે નક્કી કરી, અમે એક ભોમિયો લઈને મંદિરો જોવા ચાલ્યાં. ખજુરાહોમાં પ્રવેશદ્વાર આગળના મુખ્ય માર્ગની ડાબી બાજુના, પશ્ચિમ દિશાના વિશાળ સંકુલમાં Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ જોવાલાયક મુખ્ય મુખ્ય મંદિરો છે. જમણી બાજુ પૂર્વ દિશામાં જરાક આઘે થોડાંક મંદિરો છે, જેમાં જૈન મંદિરો મુખ્ય છે. અમારો ભોમિયો હોશિયાર અને જાણકાર હતો. અમારી સમયમર્યાદા એણે સમજી લીધી હતી. એણે કહ્યું કે, ‘ઈ. સ. ૯૦૦થી ઈ. સ. ૧૧૫૦ સુધીના, આશરે અઢીસો વર્ષના ગાળામાં ખજુરાહો ચંદેલા વંશના ચંદ્રવર્મન, હર્ષવર્તન, યશોવર્મન, ધન્યદેવવર્તન, વિદ્યાધ૨વર્મન, કીર્તિવર્મન વગેરે રાજાઓનું પાટનગર હતું. સમૃદ્ધિનો એ કાળ હતો. ત્યારે અહીં ૮૫ જેટલાં મંદિરો બંધાયાં હતાં. તેમાંથી હાલ બાવીસ જેટલાં મંદિરો રહ્યાં છે. ધાર્મિક સહિષ્ણુતાનો એ યુગ હશે કારણ કે અહીં વિષ્ણુમંદિરો, શિવમંદિરો, સૂર્યમંદિર, ચોસઠ યોગિનીઓનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે. અહીં જૈન મંદિરો છે અને એક ખખરા મઠમાં ભગવાન બુદ્ધની પ્રતિમા પણ હતી, જે હવે પુરાતત્ત્વ સંગ્રહાલયમાં છે.’ ખજુરાહો શબ્દ ‘ખજુરવાહક' પરથી આવ્યો છે. આ મંદિરોના શિલાલેખોમાં ‘ખજુરાવાહક' શબ્દનો નિર્દેશ છે. કવિ ચંદ બરદાઈકૃત ‘પૃથ્વીરાજ રાસો'માં ‘ખજુરપુરા’ અથવા ‘ખજનિપુર’ નામનો ઉલ્લેખ છે. એ જમાનામાં અહીં ખજૂરીનાં વૃક્ષ બહુ થતાં હતાં. ત્યારે સમૃદ્ધિ એટલી બધી હતી કે પાટનગરના મુખ્ય પ્રવેશદ્વારના બંને સ્તંભોની આકૃતિ સોને મઢેલાં ખજૂરીનાં વૃક્ષોની હતી. પહેલાં અમે પશ્ચિમ બાજુમાં, મતંગેશ્વર, લક્ષ્મણ, પાર્વતી, વિશ્વનાથ, કંદારિયા મહાદેવ વગેરે મંદિરો જોયાં. કેટલાંક ઝડપથી જોયાં તો કેટલાંક વીગતે. આ મંદિરોની સ્થાપત્યકલા, કલાવિદોના મતાનુસાર ઉત્તર ભારતની નાગરશૈલીના ઉત્કૃષ્ટ નમૂનારૂપ ગણાય છે. કેટલાંકમાં અંદર અર્ધમંડપ, મહામંડપ, અંતરાલ, ગર્ભગૃહ અને પ્રદક્ષિણાપથ એવા પાંચ વિભાગ છે. કેટલાંક મંદિરોનાં શિખરો ખાસ્સાં ઊંચાં છે. આ મંદિરોમાં ‘લક્ષ્મણ મંદિર’ વસ્તુત: ભગવાન વિષ્ણુનું મંદિર છે. રાજા યશોવર્મને એ બંધાવેલું છે. રાજાનું બીજું નામ લક્ષ્મણવર્મન હતું એટલે ‘લક્ષ્મણ મંદિર' નામ પડી ગયું. ખજુરાહોનાં મંદિરોમાં આ મંદિર ઉત્તુંગ, વિશાળ, સુવ્યવસ્થિત અને પૌરાણિક પ્રસંગોની શિલ્પાકૃતિઓથી સભર છે. ખજુરાહો જનારે આ મંદિર અવશ્ય જોવા જેવું છે. એમ મનાય છે કે આ મંદિર બંધાવવા માટે રાજાએ મથુરાથી સોળ હજાર શિલ્પીઓને બોલાવ્યા હતા અને મંદિર બાંધતાં સાત વર્ષ લાગ્યાં હતાં. લક્ષ્મણ મંદિર, વિશ્વનાથ મંદિર વગેરેના બહારના ભાગમાં જોવા મળતી મિથુન-શિલ્પાકૃતિઓ પર્યટકોનું ધ્યાન ખેંચી એવી છે. મધ્યયુગમાં સમગ્ર ભારતમાં મંદિરોમાં કામશિલ્પની જાણે કે એક પ્રણાલિકા થઈ ગઈ હતી. ગુજરાત-રાજસ્થાનથી ઓરિસ્સામાં કોણાર્ક સુધી અને નેપાલથી દક્ષિણમાં મદુરા સુધી આવી કામભોગની શિલ્પાકૃતિઓ જોવા મળે છે. ધર્મસ્થાનકોમાં આવી શૃંગારચેષ્ટાઓ લૌકિક દૃષ્ટિથી, Page #166 -------------------------------------------------------------------------- ________________ ખજુરાહો ૧૪૯ તટસ્થ કલાદૃષ્ટિથી, રહસ્યસભર યોગદૃષ્ટિથી એમ વિભિન્ન રીતે નિહાળાય છે. એમાં પ્રજાજીવનનું નૈતિક અધઃપતન પ્રતિબિંબિત થયું છે કે એ આધ્યાત્મિક ઉન્નતિની નિશાની છે એ વિશે મીમાંસકોમાં મતભેદ રહેવાના. વીજળી ન પડે, કોઈની નજર ન લાગે, અસુરોથી સુરક્ષિત રહે, વિધર્મીઓ ખંડિત ન કરે, પરંપરા તોડતાં શિલ્પીઓ ડરે ઇત્યાદિ કારણો ઉપરાંત તંત્રવિદ્યાની રેખાકૃતિઓને અને રહસ્યોને શૃંગારચેષ્ટાઓમાં ગુપ્ત રીતે ગૂંથી લેવામાં આવી છે કે જે ફક્ત એના અધિકારી જ સમજી શકે, એવાં કારણ પણ અપાય છે. ખજુરાહો તંત્રવિદ્યાનું અને સાધનાનું મોટું કેન્દ્ર હશે એમ અહીં આવેલા ચોસઠ યોગિનીના મંદિર ઉપરથી મનાય છે. પશ્ચિમ બાજુનાં મંદિરો જોઈ અમે પૂર્વ બાજુનાં કેટલાંક મંદિરો જોયાં. એમાં આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથ એ ત્રણ જૈન મંદિરો મુખ્ય છે. જૈન મંદિરોમાં નગ્ન શિલ્પાકૃતિઓ એકંદરે નથી. પાર્શ્વનાથ મંદિરમાં તરત નજરે ન પડે એવી એક અપવાદરૂપ નાની કૃતિ છે. શાંતિનાથ ભગવાનના મંદિરમાં પૂજાપાઠની પરંપરા ચાલુ છે એટલે અમે ત્યાં દર્શન-ચૈત્યવંદનાદિ કર્યાં. મંદિરો જોવાનો અમારો કાર્યક્રમ પૂરો થયો. એક દિવસ ઓછો પડે તો પણ મુખ્ય મંદિરોનો સામાન્ય પરિચય મળી ગયો. હવે પગ થાક્યા હતા અને ભૂખ પણ લાગી હતી. નિયત કરેલા રેસ્ટોરાંમાં અમે પહોંચ્યાં. સાથે લીધેલા અલ્પાહારનો પણ ઉપયોગ કર્યો. બીજી જીપ ક૨વાની શક્યતા જણાઈ નહિ. અમારાં ગપાટાં ચાલતાં હતાં ત્યાં રામશરણ આવ્યો. એણે ભોજનઆરામ કરી લીધાં હતાં. એણે કહ્યું, ‘સાહેબ, જરા ઉતાવળ રાખજો, કારણ કે હવે રસ્તામાં જ રાત પડી જશે. ચાંદની રાત છે એટલે વાંધો નથી પણ જંગલ અને પહાડીઓના આદિવાસી પ્રદેશમાંથી આપણે પસાર થવાનું છે. રાત્રે કોઈ વાર લૂંટના બનાવ પણ બને છે.' રામશરણ ગયો. અમારી વિનોદભરી વાતો ચાલતી હતી ત્યાં લૂંટાવાની વાત આવતાં અમે સાવધ થઈ ગયાં. થેલા, પાકીટ ખભે ભરાવવા લાગ્યાં. મોટા ભાઈએ કહ્યું, ‘કોઈ લૂંટવા આવે તો સૌથી પહેલી નજ૨ મારા આ મોંઘામૂલા ઘડિયાળ ઉપર જ પડે. વળી, એનો પટ્ટો સાવ સોનાનો છે. હું તો અત્યારથી જ કાઢીને ખિસ્સામાં મૂકી દઉં છું.’ એકની આવી વાતનો ચેપ બીજાને લાગે જ. એટલે બધાંએ પોતાનાં ઘરેણાં સલામત સ્થાને સંતાડી દીધાં, એ જોઈને માસીબા બોલ્યાં, ‘તમે તમારાં ઘરેણાં સંતાડી દીધાં એટલે લૂંટનારની નજર તો મારા પર જ પડે ને ? મારી એક એક કેરેટના સિંગલ હીરાની કાનની બુટ્ટી તરત નજરે પડે એવી નથી, પણ લૂંટનારનો ભરોંસો શો ?' ‘હા, હવે તો મુઆ કાનની બૂટ જ કાપી લે છે.’ બીજી બહેને કહ્યું. Page #167 -------------------------------------------------------------------------- ________________ પાસપૉર્ટની પાંખે – ભાગ ૩ ‘પહેલેથી ખબર હોત તો પહેરત જ નહિ.' એમ કહી માસીબાએ બુટ્ટીનો પેચ ખોલવા માંડ્યો. ૧૫૦ ‘અહીં રસ્તામાં શું કામ કાઢો છો ? જીપમાં બેસીને શાંતિથી કાઢજોને. કોઈ વાર હાથમાંથી સરકી પડે.’ ત્યાં તો હાથ જોઈ આમતેમ ફાંફાં મારતાં માસીબા બોલ્યાં, ‘લો, તમે કહ્યું એવું જ થયું. બુટ્ટી હાથમાંથી સરકી પડી લાગે છે.’ માસીબા ગંભીર બની ગયાં. અમારા પગ અટકી ગયા. સૌ વાંકા વળી બુટ્ટી શોધવા લાગી ગયાં. પણ પરિણામ શૂન્ય. માસીબાનું મોઢું ગમગીન બની ગયું. આજનો દિવસ જ એવો ઊગ્યો છે.' એમ કહી બીજી બહેને આશ્વાસન આપ્યું. ઠીક ઠીક વાર લાગી એટલે રામશરણ આવી પહોંચ્યો. વાત થતાં તે પણ શોધમાં જોડાયો, પણ કશું વળ્યું નહિ. મોડું થતું જતું હતું પણ બીજાથી કેમ બોલાય ? વાત ગંભીર હતી. માસીબા કંઈ કહે એની જ રાહ જોવાવા લાગી. છેવટે એ બોલ્યાં, ‘ચાલો ત્યારે, હવે નહિ મળે. ભગવાનને ગમ્યું તે ખરું.' સૌ જીપ પાસે પહોંચ્યાં. બધાં ગોઠવાયાં એટલે જીપ ચિત્રકૂટના રસ્તે ચાલી. પશ્ચિમમાં સૂર્યાસ્ત થઈ જતાં સોનેરી અજવાળું પૂરું થયું અને પૂર્વમાં ચંદ્રોદય થતાં રૂપેરી અજવાળું પ્રસરવા લાગ્યું. પ્રાકૃતિક વાતાવરણ કવિતા પ્રેરે એવું હતું પણ બુટ્ટીની ઘટના અને હવે રાતનો ડર – એથી અમારાં મન ઊંચક હતાં. આખે રસ્તે કોઈ ગાડીની અવરજવર નહોતી. બંને બાજુ થોડે થોડે સમયે નાનાં નાનાં આદિવાસી-ગામોમાં સાંજની રસોઈ માટેનાં સળગતાં લાકડાંના ધુમાડા ઊંચે ઊડી રહ્યા હતા. અજવાળું આછું હતું એટલે જીપની લાઇટ ચાલુ કરવા મેં રામશરણને કહ્યું, પણ એણે જવાબ આપ્યો, ‘સા’બ લાઇટ ચાલતી નથી. મને ચોખ્ખું દેખાય છે. વળી, લાઇટ ચાલતી હોય તો પણ ન કરવી સારી. લાઇટ હોય તો આ લોકોને દૂરથી ખબર પડે કે કોઈક ગાડી આવે છે.’ ‘પણ અંધારું આવે ત્યાં શું કરવું ? લાઇટ તો હોવી જોઈએ ને ?’ એટલું હું બોલું ત્યાં તો ખરેખર અંધારું આવ્યું. ચંદ્ર ડુંગરની પાછળ ઢંકાઈ ગયો હતો. રામશરણે પોતાની પાસે રાખેલી ટૉર્ચ જમણા હાથમાં લઈ, હાથ બહાર કાઢી રસ્તા પર લાઇટ મારી. કહે, ‘અમારે આ રોજનો રસ્તો છે. બધા વળાંકની ખબર હોય.' વચ્ચે એણે ટૂંકો રસ્તો લીધો. ઊતરાણવાળો રસ્તો હતો. પેટ્રોલ બચે અને ઝડપ વધતાં સમય પણ બચે. ચિત્રકૂટના પાદરમાં આવતાં રસ્તા પરની બત્તીઓ જોઈને અમે તનાવમુક્તિ અનુભવી. હેમખેમ પાછાં ફર્યાં. હવે જીપની લાઇટનો નહિ, હૉર્નનો પ્રશ્ન હતો, Page #168 -------------------------------------------------------------------------- ________________ ખજુરાહો ૧૫૧ કારણ કે રસ્તા ઉપર લોકોની અવરજવર ઘણી હતી. પરંતુ એ માટે રામશરણ પાસે એનો પોતાનો ઉપાય હતો. પાસે રાખેલો એક દંડો હાથમાં લઈ બહાર જીપના બારણા ઉપર જોરથી તે ઠપકારતો જાય અને જરૂર પડે તો ડોકું બહાર કાઢીને રાડ પાડતો જાય. અંતે અમે મુકામ પર પહોંચી ગયાં. લાકડાનું ખોખું મૂકી રામશરણે બધાંને ઉતાર્યા. જીપના ભાડાની રકમ બીજે દિવસે કાર્યાલયમાં ચૂકવવાની સૂચના આપી, ભંગાર જીપના વસમા પ્રવાસ માટે ક્ષમા માગી, બુટ્ટી માટે દિલસોજી દર્શાવી, બધાંને લળીલળીને ચરણવંદન કરી રામશરણે વિદાય લીધી. એક જોખમી પ્રવાસ પૂરો થયો પણ મારા મનમાં અનુચિંતન ચાલ્યું કે અમારું જોખમ તો એક દિવસ પૂરતું હતું, પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ગામડાંના ગરીબ માણસોને રોજ કેવું જોખમી જીવન જીવવું પડે છે ! આખા દિવસના અનુભવો વાગોળતાં અમે નિદ્રાધીન થયાં. બીજે દિવસે સવારે ચા-પાણી, સ્નાનાદિથી પરવારીને નવ લાગે કાર્યાલય ખૂલે એટલે હિસાબ માટે અમે નીકળ્યાં. બધાંને આવવાની જરૂર નહોતી તોપણ બધાના મત પૂછી લીધા. કેટલીક વાર ઘટના બને ત્યારે પ્રત્યાઘાતો જેટલા ઉગ્ર હોય છે તેટલા પછી નથી રહેતા. જીપ માટે ફરિયાદ કરવી કે ન કરવી, ભાડું ઓછું કરાવવું કે ન કરાવવું, ડ્રાઇવરને બક્ષિસ આપવી કે ન આપવી અને આપવી તો કેટલી આપવી વગેરે વિશે અમારા અભિનિવેશો મંદ પડ્યા હતા. મેં તો રામશરણના બહાદુરીભર્યા ડ્રાઇવિંગની પ્રશંસા જ કરી. અમે કાર્યાલયમાં દાખલ થયાં કે મેનેજરે કહ્યું, “બાવો, બેસો. તમારી રાહ જોઈને રામશરણ હમણાં જ ગયો. અચાનક એક વરદી એને મળી ગઈ. એ તમારા માટે કશુંક આપતો ગયો છે.' એમ કહી એમણે ટેબલના ખાનામાંથી છાપાના કાગળના ટુકડાનું વાળેલું નાનું પડીકું આપ્યું. “શું છે ? કોઈ પ્રસાદ છે ? “હા, પ્રસાદ જ કહેવાય.' પડીકું ખોલતાં જ એ જોઈને માસીબા બોલી ઊઠ્યાં, “અરે, આ તો મારી બુટ્ટી. હાશ... ભગવાન. પણ એ રામશરણને કેવી રીતે મળી ?' સવારે અહીં આવી એ જીપ સાફ કરતો હતો ત્યાં એને મળી.” પણ જીપમાં કેવી રીતે હોય?' માસીબાને આશ્ચર્ય થયું. બીજી બહેને કહ્યું, “મને લાગે છે, માસીબા, કે બુટ્ટી તમારા હાથમાંથી સરકીને Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પાસપોર્ટની પાંખે - ભાગ ૩ સાડીમાં ફસાઈ ગઈ હશે અને પછી જીપમાં બેસતાં-ઊઠતાં નીચે પડી ગઈ હશે. એ જ એક શક્યતા લાગે છે.” માસીબા ભાવવિભોર થઈ ગયાં. આ આનંદના સમાચાર બીજા મિત્રોને પહોંચાડવા બધાં ઉત્સુક થઈ ગયાં. જીપનો હિસાબ ચૂકતે થયો. કરવા ધારેલી ફરિયાદો ઓગળી ગઈ. આપવા ધારેલી બક્ષિસ પ્રેમપૂર્વક અકથ્ય વૃદ્ધિ પામી અને એમાં માસીબાએ માતબર રકમ ઉમેરીને મેનેજરને કહ્યું, “આ મારા તરફથી રામશરણને આપજો અને કહેજો કે ગાડી સરખાં કરાવવા માટે જ આ આપી છે.' અમે ઉતારે પાછા ફર્યા. વાતાવરણ ઉત્સવ જેવું બની ગયું. ગરીબ માણસો પણ કેવા ઈમાનદાર હોય છે એની પ્રશંસા થઈ. અમે બપોરે ચિત્રકૂટથી નીકળી સતનાથી મુંબઈ જતી ટ્રેન પકડવાનાં હતાં એટલે રામશરણને મળવાની કોઈ શક્યતા નહોતી. ફરીથી મળવાનું ક્યારેય થયું નથી, પણ ખજુરાહોની વાત નીકળતાં રામશરણની જીપ અને એનું ડ્રાઇવિંગ યાદ આવ્યા વગર રહેતાં નથી. Page #170 -------------------------------------------------------------------------- ________________ EPUBLIC OF INDI W eiCountry Code IND /Surname mam S ALL RAMANLAY Nationality INTAN se zimem Place of BPACE 7 ની મ000 900 a r das Pue mandler alt elu lonte of Expo 900 /7< 75 22009 h PASSENGER TICKET AND BAGGAGE CHECK CATHAY PACIFIC AIRWAYS LIMIT SHARYRAMANCAL MR X HONG KONG BEIJING CX NONENDO TG-3573867E0નાF11 - 3 TUTB0+ [y SHE IR PE15575.717/GH (1517.c&ER PUE+E,581 NR 321 35 SOOFT 2006 h8HE 16090199 185 પાટલીપાપો ભાગ ભાગ - રમણલાલ વી. શાહ Mari Education International