________________
--
-
--
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ (૧) આમાટી લેલુગાન (લોલુહાન) – એટલે ઘરની બહાર ન જવું. અવરજવર ન કરવી.
(૨) આમાટી કાર્યા – એટલે કોઈ કાર્ય કરવું નહિ. નોકરીધંધો કરવા નહિ. હળવાભળવાનાં વ્યાવહારિક કાર્યો ન કરવાં. ઘરમાં પણ અનિવાર્ય હોય તેટલી જ પ્રવૃત્તિ કરવી. તે દિવસે મંદિરે ન જતાં ઘરમાં જ પ્રાર્થના-ભક્તિ કરી લેવી.
(૩) આમાટી અગેનિ (અગ્નિ) – એટલે અગ્નિ પ્રગટાવવો નહિ. ઘરમાં રસોઈ વગેરે માટે અગ્નિ સળગાવવો નહિ. વસ્તુત: તે દિવસે રસોઈ કરવી નહિ. મીણબત્તી સળગાવવી નહિ. તેલનો દીવો કરવો નહિ. ટૉર્ચ કે લાઇટ વાપરવી નહિ. વીજળીથી ચાલતાં કોઈ સાધનો વાપરવાં નહિ. નાનાં બાળકો કે વૃદ્ધ-અશક્ત માટે ખાવાનું અનિવાર્ય હોય તો આગલે દિવસે બનાવી લેવાનું, શક્ય હોય ત્યાં સુધી ઉપવાસ કરવાનો.
(૪) આમાટી લોલાંગવાન – એટલે આનંદપ્રમોદની કોઈ પ્રવૃત્તિ કરવી નહિ. ટી. વી. ન જવાય, પાનાં ન રમાય, દારૂ ન પિવાય, ગીત-નૃત્યાદિ ન થાય, વાજિંત્ર ન વગાડાય. બ્રહ્મચર્યનું પાલન કરવાનું.’
“આ બધા તો બહુ કડક નિયમો કહેવાય. શું બધા એનું બરાબર પાલન કરે ?' અમે પ્રશ્ન કર્યો.
બિલકુલ; ખાવાની બાબતમાં જેનાથી ન રહેવાય તે છૂટ લે, પણ એવા લોકો ઓછા, અહીં એવા પણ લોકો છે કે જે છત્રીસ કલાક ખાય નહિ એટલું જ નહિ, પાણી સુધ્ધાં પીએ નહિ. અવરજવરની બાબતમાં પહેલાં એરપોર્ટ, બંદરો અને હોટેલોને છૂટ અપાતી હતી, પરંતુ પ્રવાસીઓને લાવવા – લઈ જવામાં આખો દિવસ અવરજવર રહેતી. એ નિમિત્તે સ્ટાફના અને બીજા માણસોને પણ છૂટ આપવી પડતી. કેટલાક છૂટ લઈ લેતા. જોપિ જેવું લાગે નહિ. હવે લગભગ છત્રીસ કલાક એરપોર્ટ અને બંદરો સદંતર બંધ રહે છે. હોટેલોની બહાર કોઈ જઈ શકે નહિ. હોટેલોમાં રૂમ સિવાય બીજી બધી લાઇટ બંધ રાખવી પડે. હવે તો એરપૉર્ટ અને હોટેલોના કર્મચારીઓ પણ જોપિમાં ભાગ લઈ શકે છે.'
આટલો લાંબો વખત લોકો ઘરમાં કરે શું ? કંટાળી ન જાય ?'
ના. એટલો સમય લોકો ઘરમાં પણ સંપૂર્ણ મૌન પાળે. પ્રભુનું ધ્યાન ધરે. મનન-ચિંતન કરે. પોતાના દોષોનું અવલોકન કરે. કારણ વગર ઘરમાં ઊઠબેસ કે અવરજવર ન કરે. અનિવાર્ય હોય તો ઇશારાથી કામ કરે. ઘણું જ કઠિન છે, પણ લોકો પૂરી શ્રદ્ધાપૂર્વક એને માટે મનથી તૈયાર હોય છે. એક કરે એટલે બીજા કરે. એમ પરસ્પર પ્રભાવ પડે છે. છૂટ લેનારની ટીકા – નિંદા થાય છે. કેટલાક ઘરમાં થોડી છૂટ લેતા હશે, પણ ઘરની બહાર તો કોઈ જ ન નીકળે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org