________________
બાલીમાં બેસતું વર્ષ
આગળ રાખવામાં આવે છે, ક્યાંક તો એકસાથે બેત્રણ ‘ઓગોહ’ ગોઠવવામાં આવ્યા હોય છે. નગરો વચ્ચે ‘ઓગોહ’ની સ્પર્ધા થાય છે. અને સારામાં સારા ‘ઓગોહ’ને નિર્ણાયકો ઇનામ આપે છે. નાના છોકરાઓ પણ પોતાનો જુદો નાનો ‘ઓગોહ’ બનાવે છે.
અમાસની બપો૨થી સમગ્ર બાલીમાં ઠેર ઠેર ‘ઓગોહ ઓગોહ'નું સરઘસ નીકળે છે. જાડા વાંસના પાંચ-છ ઊભા અને આડા દાંડાની ‘ઠાઠડી’ ઉપર ઓગોહને ઊભો ગોઠવવામાં આવે છે. ગામના પચીસેક પુરુષો એને ઊંચકીને ચાલે છે. કેટલાક માણસો આગળ મશાલ લઈને નીકળે છે અને નૃત્ય કરતા જાય છે. લોકો ઢોલનગારાં વગાડે, ઘંટનાદ કરે, મોટા મોટા પોકારો કરે, શક્ય તેટલો વધુ અવાજ અસુરને બિવડાવીને ભગાડવા માટે કરે છે. એમ કરતાં કરતાં તેઓ ઓગોહને ગામ બહાર નદીકિનારે કે સમુદ્રકિનારે લઈ જાય છે. ત્યાં ‘ઓગોહ’ની દહનક્રિયા થાય છે, સૂર્યાસ્ત થતાં પહેલાં દૈત્યને બાળવામાં આવે છે. નવું વર્ષ આવતાં પહેલાં અનિષ્ટ તત્ત્વને વિદાય આપવામાં આવે છે. ત્યાર પછી પુરુષો સ્નાન કરી, શુદ્ધ થઈને નગરમાં વાજતેગાજતે પાછા ફરે છે. આપણે ત્યાં દશેરાના દિવસે જેમ રાવણના પૂતળાને બાળવામાં આવે છે તેમ અહીં નવા વર્ષના આગમન પૂર્વે અનિષ્ટ તત્ત્વને વિદાય આપવાના પ્રતીક તરીકે સેંકડો ‘ઓગોહ’ને બાળવામાં આવે છે.
યુવાંગે કહ્યું કે ‘ન્યુપિના પર્વ પહેલાં ‘મેલાસ્તિ' નામની ધર્મક્રિયા કરવામાં આવે છે. એમાં લોકો સર્વશક્તિમાન ઈશ્વરની પૂજા-અર્ચના, સ્તુતિ વગેરે કરીને, દેવદેવીઓની મૂર્તિઓ લઈને શોભાયાત્રામાં નીકળે છે. દરેક ગામના ચોકમાં પૂજાવિધિ થાય છે, નૈવેદ્ય ધરાય છે. પછી મંદિરનાં દેવદેવીની મૂર્તિઓ તથા ઉપકરણોને મોટી પાલખીમાં લઈ જઈને નદી કે સમુદ્રના પાણીમાં શુદ્ધ કરાય છે, કારણ કે સમુદ્રના (જલના) દેવતા વરુણ છે અને વરુણ તે શિવના અવતાર છે એમ અહીં મનાય છે, વરુણદેવ બધાં અનિષ્ટ તત્ત્વોને નિર્મૂળ કરે છે.'
હોટેલમાં અસુરના વિકરાળ પૂતળાની બાજુમાં બૉર્ડ ઉપર મોટા અક્ષરે છાપીને ન્યુપિ વિશેની માહિતી તથા એ દિવસે હોટેલમાં શું શું બંધ રહેશે એ વિશેની સૂચનાઓ લખવામાં આવી હતી. અમે રૂમમાં સામાન મૂકી સ્વસ્થ થઈ લૉબીમાં આવ્યા. બૉર્ડની વિગતો સમજાવતાં યુવાંગે કહ્યું, ‘બાલીવાસી હિંદુઓ પાંચ પ્રકારના યજ્ઞમાં માને છે: દેવયજ્ઞ, મનુષ્યયજ્ઞ, ઋષિયજ્ઞ, પિતૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. ન્યુપિના દિવસોમાં મુખ્યત્વે ભૂતયજ્ઞ થાય છે.
ન્યુપિના ઉત્સવ માટે જે ચાર મુખ્ય નિયમો પાળવામાં આવે છે તે આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org