________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩
સવાબે હજાર ચોરસ માઈલમાં વસેલા બાલીની આશરે પાંત્રીસ લાખની વસ્તીમાં પંચાણું ટકાથી વધુ લોકો હિંદુ છે, બાકીના મુસલમાન, ખ્રિસ્તી કે બૌદ્ધધર્મી લોકો મુખ્યત્વે બેચાર મોટાં શહેરોમાં છે. બાલીમાં શક સંવત, ચૈત્રી પંચાંગ ચાલે છે. એ પ્રમાણે ચૈત્ર સુદ એકમે ત્યાં નવું વર્ષ બેસે છે. ફાગણ વદ અમાસ એ ત્યાં દિવાળીના જેવો દિવસ છે, પણ તે થોડો જુદી રીતે ઊજવાય છે.
અમે જ્યારે બાલીના પ્રવાસનું આયોજન કર્યું ત્યારે તે તારીખ પ્રમાણે કર્યું હતું, પરંતુ અમને ખબર નહિ કે ત્યાં વચ્ચે ચૈત્રી પડવાનો દિવસ, નવા વર્ષની રજાના દિવસ તરીકે ઊજવાશે. અમને એટલી ખબર મળી હતી કે વચ્ચે એક દિવસ silent day – શાન્તિનો દિવસ રહેશે.
અમે બાલીના એરપૉર્ટ ડેનપાસારમાં ઊતર્યા ત્યારે અમારા યજમાન યુવાંગ સુમાત્ર અમને લેવા આવ્યા હતા. અમારો ઉતારો પાસેના ફુતા (FUTA) નગરની એક પંચતારક હોટેલમાં હતો. બાલીની વાત નીકળતાં યુવાંગે કહ્યું, ‘બાલીમાં અમારી સરકાર સાંસ્કૃતિક જાળવણી માટે સભાન છે. મોટા પહોળા રસ્તાઓ, વાહનોની ભારે ભીડ, ઘોંઘાટમય અવરજવર, ઉત્તુંગ મકાનો, મોટા મોટા ઉદ્યોગો, મોટી મોટી હોટેલો ઇત્યાદિ વડે દુનિયામાં કેટલાંક નગરોને આધુનિક બનાવાય છે. એમાં સમૃદ્ધિ છલકાય છે, પણ પ્રજાની વૈયક્તિક સાંસ્કૃતિક વિશેષતા ઓસરી જાય છે. અમારા બાલીમાં એવી રોનકને મર્યાદિત રાખવામાં આવી છે. અહીં રસ્તાઓ બહુ પહોળા નથી થવા દીધા. રહેઠાણોનાં મકાનો બેઠા ઘાટનાં છે. કોઈકમાં જ ઉપર માળ લેવાયો હશે. અહીં પંચતારક હોટેલોને વધુમાં વધુ ચાર માળ બાંધવાની પરવાનગી અપાય છે.’
વળી યુવાંગે કહ્યું, ‘બાલીમાં અત્યારે ‘ન્યુપિ’(Nyepi)ના ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ‘ન્યુપિ’ એટલે નવું વર્ષ, ‘હરિ રાયા' એટલે મોટો ઉત્સવ. તમને ‘હરિ રાયા ન્યુપિ'નાં બૉર્ડ ઠેર ઠેર જોવા મળશે.’
હોટેલમાં દાખલ થતાં જ લૉબીમાં કેન્દ્રસ્થાને એક મોટું વિકરાળ પૂતળું હતું. જાણવા મળ્યું કે ચેપિના ઉત્સવ માટે આ પૂતળું હમણાં મૂકવામાં આવ્યું છે. એ દૈત્ય અથવા અસુરનું પૂતળું છે. અનિષ્ટ તત્ત્વનું એ પ્રતીક છે. એને અહીં લોકો ‘ઓગોહ ઓગોહ' કહે છે. અસુરની ભારતીય હિંદુ વિભાવના અહીં બાલીમાં પણ એ જ પ્રમાણે જોવા મળે છે. મોઢું ખુલ્લું હોય, થોડા મોટા તીક્ષ્ણ દાંત બહાર આવ્યા હોય, મોટી મોટી લાલચોળ આંખો હોય, ચાર હાથ હોય અને હાથમાં શસ્ત્ર હોય, એક પગ ઉપાડ્યો હોય એવી ભયંકર આક્રમક આકૃતિ કાગળ, લાકડાં વગેરેમાંથી બનાવવામાં આવે છે અને એનો રંગ પણ એવો જ ઘેરો રાખવામાં આવે છે. આઠ દસ કે બારેક ફૂટનાં આવાં બિહામણાં પૂતળાં આખા બાલીમાં દરેક ગામ કે શહે૨માં ચોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org