________________
બાલીમાં બેસતું વર્ષ
પૃથ્વીના પ્રત્યેક પ્રદેશમાં ઋતુચક્રનો નવો આંટો એટલે નવું બેસતું વર્ષ. એની વધામણીની પરંપરામાં પ્રજાભેદે વૈવિધ્ય રહેવાનું. એમાં સામાજિક, ધાર્મિક ઇત્યાદિ માન્યતાઓ પણ સંલગ્ન હોવાની.
ઇન્ડોનેશિયાના બાલી ટાપુમાં નૂતન વર્ષની એવી અનોખી રીતે ઉજવણી થાય છે કે તેની વાત સાંભળીને આશ્ચર્યચકિત થવાય. કોઈ અજાણ્યો માણસ કહે તો તરત તે માન્યામાં ન આવે. વસ્તુત: સમગ્ર વિશ્વમાં આવી ગૌરવશાળી પરંપરા અન્યત્ર ક્યાંય નથી. ભારતીય હિંદુ સંસ્કૃતિના અવશેષરૂપે ત્યાં જળવાઈ રહેલી આ પ્રાચીન પરંપરા ખરેખર અભિમાન લેવા જેવી છે.
પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિ હિંદી મહાસાગરમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, સિયામ (થાઇલેન્ડ), મલાયા, જાવા, સુમાત્રા, બાલી વગેરે દેશો સુધી ફેલાયેલી હતી. એ દેશોનો ભારત સાથેનો વ્યવહાર રામાયણની કથા જેટલો પ્રાચીન છે એમ કહી શકાય. “બાલી' શબ્દ રામાયણમાં આવતા સુગ્રીવના ભાઈ “વાલી' ઉપરથી આવ્યો હોવાનું મનાય છે. (બલિ અર્થાતુ નૈવેદ્ય ઉપરથી પણ “બાલી' શબ્દ વ્યુત્પન્ન કરાય છે.)
“બાલી એટલે હજાર હિંદુ મંદિરોનો દેશ', બાલી એટલે “તેજોમય સ્વર્ગીય દ્વિીપ', બાલી એટલે “વિશ્વનું પ્રભાત” – એમ જુદી જુદી રીતે બાલીને ઓળખાવવામાં આવે છે. ચોતરફ સમુદ્રતટ, વચ્ચે ડુંગરો, જ્વાળામુખીઓ, ડાંગરનાં ખેતરો, નદીઓ, સંતોષકારક વરસાદ, બારે માસ હરિયાળી ઇત્યાદિને કારણે બાલીનું નૈસર્ગિક સૌન્દર્ય નયનરમ્ય છે. બીજી બાજુ બાલીનાં નૃત્ય, સંગીત, શિલ્પકળા ઇત્યાદિ સુવિદિત છે. બાલીમાં આજે પણ રામાયણની કથાનો ગ્રંથ “સેરિરામ' વંચાય છે અને એના આધારે નાટક, નૃત્ય વગેરે ભજવાય છે. એમાં વાનરોનું નૃત્ય “કન્જક' (કેચક) સુપ્રસિદ્ધ છે.
મધ્યયુગમાં મુસલમાનો મલાયામાંથી સુમાત્રા, જાવા તરફ આગળ વધતા ગયા તેમ તેમ હિંદુઓ ખસતા ગયા અને છેવટે વિશાળ બાલી ટાપુમાં સ્થિર થયા. હજારેક વર્ષ પહેલાં આ બધા પ્રદેશોમાં બૌદ્ધ ધર્મનો પણ સારો પ્રચાર થયો હતો, પણ પછી તે બહુ ટક્યો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org