________________
૫
બાલીમાં બેસતું વર્ષ
ન્યુપિનું આવું વર્ણન સાંભળી અમે એ દિવસની ઉત્સુકતાપૂર્વક રાહ જોવા લાગ્યા. અમારી હોટેલના ઘણા પ્રવાસીઓ વિદાય થવા લાગ્યા. છત્રીસ કલાક હોટેલમાં પુરાઈ રહેવું પડે એવું કેટલાકને ન ગમે કે ન પોસાય, પરંતુ અમારી જેમ કેટલાક પ્રવાસીઓ ન્યુપિ માટે જ રોકાયા હતા.
અમે ન્યુપિનો દિવસ આવે તે પહેલાં બાલીમાં આસપાસના પ્રદેશોમાં ફર્યા, વિવિધ પ્રકારનાં નૃત્યો જોયાં, મંદિરોમાં દર્શન કર્યાં. બાલીએ પોતાના સાંસ્કૃતિક વારસાને સારી રીતે જાળવી રાખ્યો છે. એ બધાંનો વિગતે અભ્યાસ કરવો હોય તો ઘણો સમય જોઈએ.
બાલીનાં જુદાં જુદાં નગરોમાં ફરતાં એની કેટલીક લાક્ષણિકતાઓ નિહાળવા મળી. થોડે થોડે અંતરે મંદિર તો હોય જ : ન્યુપિના દિવસોમાં ઘેર ઘેર પેંજોરે(Penjore)ની રચના કરવામાં આવી હતી. પેંજોરે એટલે વાંસની બનાવેલી આકૃતિ. દરેક ઘરના આંગણામાં જમીનમાં ખાડો ખોદીને એમાં પાંદડીઓ સાથેનો વાંસનો સૂકો દાંડો ઊભો કરવામાં આવે છે. એનો ઉપરનો પાતળો છેડો ઢળેલો હોવો જોઈએ. ઢળવાને કારણે વાંસની આકૃતિ પર્વત જેવી દેખાય. એ મેરુ પર્વત છે. બાલીવાસીઓ મેરુ પર્વતને પવિત્ર માને છે. પર્વના દિવસોમાં ઘેર ઘેર આવી પેંજોરેની રચના જોવા મળે. કેટલેક ઠેકાણે ઊંચા રંગબેરંગી પેંજોરે પણ બનાવવામાં આવે છે. વાંસના દાંડામાં વચ્ચે ગોખલા જેવી એક આકૃતિ વાંસની ચીપમાંથી બનાવવામાં આવે છે. એમાં દેવદેવીને અર્થરૂપે ફૂલ, ફળ વગેરે ધરાવાય છે.
અમાસના દિવસે અમારી ઇચ્છા ઉત્તર દિશામાં દૂર આવેલો કિંતામનીનો જ્વાળામુખી અને તેની પાસે આવેલું સરોવર જોવાની હતી. અમારા ડ્રાઇવરે કહ્યું, ‘બપોરે ચાર વાગતાં સુધીમાં આપણે પાછા આવી જવું જોઈએ. પછી લોકો રસ્તા ઉપર જ પૂજાવિધિ કરવા બેસી જશે. તે વખતે ત્યાંથી ગાડી પસાર થવા નહિ દે.’ ડ્રાઇવરની ભલામણ પ્રમાણે અમે સવારે નીકળી ગયા. ખાસ્સું અંતર હતું. આખે રસ્તે નાનાંમોટાં ગામો આવતાં હતાં. ફળદ્રુપ પ્રદેશ અને ગામડાંઓના નૈસર્ગિક વાતાવરણની મહેક અનુભવાતી હતી. પ્રજા ગરીબ પણ માયાળુ હતી. ચીજવસ્તુઓ વેચવાવાળા ક૨ગરે અને જલદી પીછો છોડે નહિ. એટલે વસ્તુની જરૂર ન હોય તો પણ ખટાવવાનું મન થાય.
અમે તિામનીથી પાછા ફરતા હતા ત્યાં મેંગવી નામનું ગામ આવ્યું. અમારી ગાડી ઊભી રહી ગઈ. આગળ ત્રણ ગાડી હતી. ડ્રાઇવરે ઊતરીને તપાસ કરીને કહ્યું, ‘આ લોકોએ બે મિનિટ પહેલાં જ રસ્તો બંધ કરી દીધો છે. અહીં બહુ વહેલી પૂજાવિધિ ચાલુ કરી છે. હવે એક કલાક થોભવું પડશે. છૂટકો નથી.’
‘જો રાહ જોવાની જ હોય તો પછી ગાડીમાં બેસી રહેવા કરતાં આ લોકોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org