________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ પૂજાવિધિ કેમ ન જોઈએ ?' અમે બધા ગાડીમાંથી ઊતરીને રસ્તાની એક બાજુએ ઊભા રહી ગયા.
- એક છેડે “ઓગોહ ગોહ'નાં લાલ, લીલો અને વાદળી એમ ઘેરા રંગનાં ત્રણ મોટાં પૂતળાં હતાં. બીજે છેડે દેવદેવીઓનું મંદિર હતું. ગામમાંથી મહિલાઓ અને પુરુષો સરસ નવાં વસ્ત્રો પહેરીને આવી રહ્યાં હતાં. પુરુષોએ સફેદ અંગરખું, કેસરી અથવા સફેદ “સરોંગ” (કમરે પહેરવાનું લુંગી જેવું વસ્ત્રો પહેર્યા હતાં. માથે સફેદ પટ્ટો બાંધ્યો હતો. બધા ઉઘાડે પગે હતા. તેઓ રસ્તાની એક બાજુ ત્રણ હારમાં ગોઠવાયા. બીજી બાજુ મહિલાઓએ આછા પીળા રંગનું ઉપરનું વસ્ત્ર, કેસરી રંગનું સરોંગ પહેર્યું હતું અને કમરે રંગીન પટ્ટો બાંધ્યો હતો. મહિલાઓએ પોતાને મસ્તકે રાખેલો નૈવેદ્યનો કરંડિયો મંદિર પાસે હારબંધ ગોઠવ્યો. મહિલાઓ અને પુરુષોની વચ્ચે ધર્મગુરુની ઊંચી બેઠક હતી. ધર્મગુરુએ માથે મુગટ ધારણ કર્યો હતો.
નૈવેદ્યના વાંસના ટોપલામાં સફરજન, સંતરાં વગેરે ફળો વર્તુળાકારે હારની ઉપર હાર એમ ગોઠવ્યાં હતાં. આટલાં બધાં ફળ પડી ન જાય એ માટે અંદરથી અણીદાર સળી ભરાવીને તે જોડી રાખવામાં આવ્યાં હતાં. ફળોની હારની ટોચ ઉપર વાંસની છોલેલી પાતળી પટ્ટીઓની પંખા જેવી કલાત્મક રચના કરવામાં આવી હતી. દરેકના નૈવેદ્ય-કરંડકનું સુશોભન જુદું જુદું હતું. જેથી આટલાં બધાં એકસરખાં કરંડકમાં દરેક પોતાનું નૈવેદ્ય ઓળખી શકે. વૅપિના આ ઉત્સવમાં બધી જ સામગ્રી પોતાનાં ખેતર-વાડીમાંથી આણેલી હોય એટલે ખર્ચાળ કશું જ નહિ.
ભગવાનની મૂર્તિની સન્મુખ ઉચ્ચાસને બેઠેલા ધર્મગુરુએ પૂજાવિધિ ચાલુ કરી. મંત્રોચ્ચાર થયા. નૈવેદ્ય ધરાવાયાં. થોડી વાર પછી એક પાત્રમાં જળ લાવવામાં આવ્યું. ધર્મગુરુએ મંત્રો ભણીને એ જળ (તીર્થ) પોતાના સહાયક પંડિતને આપ્યું. એ જળમાં એક સળી સાથે બાંધેલી વાંસની પાંદડીઓ બોળીબોળીને પંડિતે પ્રથમ પુરુષો ઉપર અને પછી મહિલાઓ ઉપર છંટકાવ કર્યો. ધર્મગુરુના આશીર્વાદ ઝીલવા માટે છંટકાવ થાય ત્યારે સૌએ પોતાની બંને ખુલ્લી હથેળી ખભા પાસે રાખી હતી.
દેવદેવીઓને પ્રસન્ન કરવાની બીજી કેટલીક વિધિ થઈ. વિધિ પૂર્ણ થતાં મહિલાઓએ એક પછી એક ઊભા થઈ પોતાનાં નૈવેદ્ય-કરંડક સાથે લીધાં અને ઘર તરફ પ્રયાણ કર્યું. પુરુષો પણ ઊભા થયા, હવે પુરુષોનું કામ ગોહને બાળવા લઈ જવાનું હતું. આ રીતે ચેપિની ધર્મવિધિ અમને પ્રત્યક્ષ જોવા મળી.
સ્વયંસેવકોએ રસ્તો ખુલ્લો કર્યો એટલે અમારી ગાડી આગળ વધી. રસ્તામાં સાંગેહ નામના સ્થળે અમે રોકાયા. અહીં જંગલની વચ્ચે એક પ્રાચીન મંદિર છે. ત્યાં અનેક વાંદરા હોવાથી એનું નામ જ “વાનર મંદિર' (Monkey Temple) પડી ગયું છે. ત્યાં વાંદરા ઉપરાંત વૃક્ષ ઉપર ઊંધે માથે લટકતી વાગોળ પણ ઘણી છે. ટિકિટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org