________________
બાલીમાં બેસતું વર્ષ લઈ અમે ચોગાનના પ્રવેશદ્વારમાં દાખલ થયા. અમારી સાથે એક કર્મચારી છોકરી આવી, ખાસ તો એટલા માટે કે વાંદરાઓ અમને સતાવે નહિ. વાંદરાને ખવડાવવા અમે બિસ્કિટ લીધાં. મારા મિત્રોને વાંદરા પાસે જતાં ડર લાગતો હતો. મેં એક પછી એક બિસ્કિટ ખવડાવવા ચાલુ કર્યા. આપણે જમણા હાથમાં બિસ્કિટ ધરીએ એટલે વાંદરો પાસે આવીને સૌ પહેલાં આપણો ડાબો હાથ પકડી રાખે, રખેને આપણે છટકી જઈએ કે બીજું કશું એને કરીએ એવી શંકાથી. પછી જમણા હાથમાંથી બિસ્કિટ લઈને ખાય. વાંદરા બહુ ચતુર અને જબરા હોય છે. વિશ્વાસ બેસે તો પ્રેમાળ હોય છે. એની આંગળીઓનો સ્પર્શ મુલાયમ છે કે તીક્ષ્ણ નહોરનો છે એના પરથી એના સંવેદનની ખાતરી થાય છે.
અમે ચાલતા હતા તેવામાં અમારાથી થોડે આગળ ચાલતી એક યુરોપિયન યુવતીના ખભા ઉપર વાંદરો પાછળથી અચાનક કૂદીને ચડી બેઠો. યુવતી ગભરાઈને ચીસાચીસ કરતી દોડવા લાગી, પણ વાંદરો થોડો નીચે ઊતરે ? એની સાથે ચાલતી કર્મચારી છોકરીએ ખાવાનું આપીને વાંદરાને નીચે ઉતાર્યો.
મેં મારી પાસેનાં બધાં બિસ્કિટ વાંદરાઓને ખવડાવી દીધાં. અમે મંદિર તરફ આગળ ચાલતા હતા ત્યાં અચાનક પાછળથી મારા ખભા ઉપર પણ એક મોટો વાંદરો ચડી બેઠો. હું ગભરાયો નહિ, પણ આવી ઘટના ઓચિંતી બને એટલે સ્તબ્ધ થઈ જવાય. હવે વાંદરાને નીચે કેવી રીતે ઉતારવો ? પકડીને ઉતારવા જતાં રખેને બટકું ભરે કે નહોર મારે ત્યાં તો મારી સાથે ચાલતી છોકરીએ કહ્યું, “સર, સર, બેય હથેળી પહોળી ખુલ્લી કરી નાખો.' મેં બેય હથેળી ખુલ્લી કરી નાખી કે તરત વાંદરો આપોઆપ નીચે ઊતરી ગયો. છોકરીએ સમજાવ્યું કે જ્યાં સુધી વાંદરાને એમ લાગે કે આપણી પાસે ખાવાનું છે ત્યાં સુધી પીછો ન છોડે. ન આપો તો ખભા પર ચડી જાય. પણ બેય હથેળી ખુલ્લી બતાવો તો સમજી જાય કે ખાવાનું ખલાસ થઈ ગયું છે, એટલે ચાલ્યો જાય,
મંદિરનાં દર્શન કરી સાંજે ચારેક વાગ્યે અમે અમારી હોટેલ પર પાછા આવી ગયા. ત્યાં લૉબીમાં ઘેરા ગુલાબી રંગનાં એકસરખાં વસ્ત્ર પહેરીને ઘણા માણસો એકત્ર થયા હતા. કેટલાક પરિચિત ચહેરા જોતાં જ ખબર પડી કે આ તો બધા હોટેલના જ કર્મચારીઓ છે. લૉબીમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવેલા “ઓગોહને ઉતારીને, વાંસડા પર ગોઠવીને, ગાતાં-નાચતાં તેઓ બહાર લઈ ગયા. એમના ગયા પછી હોટેલમાં એકદમ શાન્તિ પ્રસરી ગઈ, જાણે બોલકણા માણસને મૂંગા બેસવાનો વખત આવ્યો.
અમે રૂમમાં બેસી ભોજન કરીને પાછા નીચે ઊતર્યા. અંધારું થવા આવ્યું હતું. રસ્તા પરની બધી અવરજવર બંધ થઈ ગઈ. બધું સૂમસામ લાગવા માંડ્યું. અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org