________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ હોટેલના ઝાંપે જઈ બંને બાજુની શેરીઓમાં નજર નાખી તો બધું જ બંધ હતું. ચેપિને ઉત્સવમાં કોઈ બારીબારણાં ઉઘાડાં ન રાખે. એવામાં એક સાઇકલ ઉપર કોઈ સ્વયંસેવક પસાર થયો. એણે અમને અંદર ચાલ્યા જવા માટે હાથથી વિનયપૂર્વક ઇશારો કર્યો. એને માન આપવા અમે તરત અંદર આવી ગયા.
- હવે અંધારું વધતું જતું હતું. હોટેલમાં લૉબી, પેસેજ વગેરેમાં ક્યાંય લાઇટ નહોતી. રૂમમાં લાઇટની છૂટ હતી, પણ પડદા રાખવા પડે કે જેથી જરા પણ પ્રકાશ બહાર ન જાય. અમે રૂમમાં બેસી આરામ કર્યો. અમાસની અંધારી રાત હતી. આવા નિબિડ અંધકારમાં બાલીનો વિશાળ દ્વીપ વિલીન થઈ ગયો. આખા દિવસના પ્રવાસનો થાક હતો એટલે અમે પણ વહેલા નિદ્રાધીન થયા.
- સવારે બાલીમાં બેસતા વરસનું પ્રભાત ઊગ્યું. પણ બાલીએ અશબ્દ સ્વાગત સિવાય કશું જ કરવાનું નહોતું. ચારેબાજુ માત્ર સઘન નીરવતા હતી. એવી નીરવતા તો જિંદગીમાં ક્યારેય અનુભવી નથી. સંચારબંધી (કરફ્યુ) વખતે પણ નહિ. બાલી ટાપુના સવાબે હજાર ચોરસ માઈલના વિસ્તારમાં નાનાંમોટાં એકસોથી વધુ ગામનગરમાં આશરે ત્રીસ લાખ જેટલા લોકો સ્વેચ્છાએ મૌન, શાન્તિ અને અવરજવર વગરના દિવસનું અને ચૈત્રી પ્રતિપદાની અંધકારમય નિ:શબ્દ રાત્રિનું પર્વ સંયમ, શિસ્ત, નિષ્ઠા અને શ્રદ્ધાથી ઊજવે એ આપણી ધરતી પરની અદ્વિતીય ઘટના ગણાય, અમે પણ હોટેલની રૂમમાં એ દિવસ સામાયિક, જાપ, ધ્યાનમાં પસાર કર્યો. રાત્રે બાલ્કનીમાંથી બહાર જોયું તો નિબિડ તમિસ્ત્રના આવરણ હેઠળ બાલીનું ચૈતન્ય ઉલ્લાસથી ધબકી રહ્યું હતું. માત્ર પ્રકાશિત થતાં આકાશના તારા નક્ષત્રો–મધા, ફાલ્ગની, ચિત્રા, વિશાખા, વગેરે.
બાલીમાં ચેપિ પછીનો બીજો દિવસ “લબુહ વ્રત' તરીકે ઊજવાય છે. લોકો નવા વર્ષ માટે પરસ્પર અભિવાદન કરે છે અને આગલા વર્ષના પોતાના દોષો માટે ક્ષમાયાચના કરી વિશુદ્ધ થઈ નવા વર્ષમાં પ્રવેશ કરે છે. ભારતીય સંસ્કૃતિનું એ લક્ષણ
વિશ્વશાંતિ માટે બાલીનો ન્યપિ એટલે કે નવા વર્ષનો ઉત્સવ સૌને માટે પ્રેરક, બોધક અને અનુકરણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org