________________
હંસ પેંગોડા
૮૫
આ પેંગોડાનું ‘હંસ પેંગોડા' એવું નામ કેવી રીતે પડ્યું એવા પ્રશ્નનો ખુલાસો કરતાં ગાઇડે કહ્યું, ‘તમે બહાર જઈને બરાબર ધ્યાનથી જોશો તો એના ભોંયતળિયાનો બાહ્યાકાર હંસ જેવો લાગશે. હુઆન સંગની સૂચના પ્રમાણે એવો આકાર કરવામાં આવ્યો હતો. એમને હંસ અત્યંત પ્રિય હતો. વળી એવી માન્યતા છે કે ટેંગ વંશના રાજાઓ અને પ્રજા ઉપર ભૂતકાળમાં જ્યારે આપત્તિ આવી પડી હતી ત્યારે શાક્યમુનિએ હંસનું રૂપ ધારણ કરીને દૈવી સહાય કરી હતી. અને લોકોને બચાવી લીધા હતા. વળી એવી દંતકથા છે કે એક વખત હુઆન સંગ ભારતના પ્રવાસ દરમિયાન ભૂલા પડ્યા અને ખૂબ તરસ્યા થયા હતા ત્યારે એક હંસ એમને પાણી ત૨ફ લઈ ગયો હતો. વસ્તુત: બોધિસત્ત્વે જ હંસનું રૂપ ધારણ કર્યું હતું. વળી બીજી એક દંતકથા એવી છે કે અહીં મઠમાં બધા ભિખ્ખુઓ શાકાહારી હતા. પરંતુ એક દિવસ બોધિસત્ત્વ બધાને ભિક્ષાત્ર પીરસ્યું. તે વખતે એક ભિક્ષુએ કહ્યું, ‘મને આજે માંસાહારી ઇચ્છા થઈ છે.' બોધિસત્ત્વ એની સામે કરુણાસભર નજરે જોઈ રહ્યા. તે વખતે આકાશમાંથી એક પક્ષી ધડ દઈને ત્યાં પડ્યું અને મૃત્યુ પામ્યું. એ હંસ હતો. એ જોઈ ભિક્ષુ સ્તબ્ધ થઈ ગયો. એણે માંસાહારની ઇચ્છા છોડી દીધી, પરંતુ હંસે આ સ્થળે પોતાના પ્રાણનો ભોગ આપ્યો હતો એટલે એની યાદગીરીમાં આ પેંગોડાને હંસનું નામ આપવામાં આવ્યું.
ત્યાર પછી ગાઇડે અમને બે બાજુ ૨ાખવામાં આવેલા બે કલાત્મક સ્તંભ બતાવ્યા. ઈ. સ. ૬૫૩માં, હુઆન સંગની હયાતીમાં, રાજા લિ-ઝીએ એ ચીની ભાષામાં કોતરાવીને રાખ્યા છે. હુઆન સંગે પૅગોડા માટે અને બૌદ્ધ ધર્મગ્રંથોના અનુવાદ માટે જે કાર્ય કર્યું તેની ભારે પ્રશંસા એમાં કરવામાં આવી છે.
૬૨ વર્ષની વયે હુઆન સંગનું આ મઠમાં અવસાન થયું. એક મહાન તેજસ્વી તારલો ખરી પડ્યો. સમ્રાટ લિ-ઝીએ રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો અને નગર બહારના પર્વત પરના ઉદ્યાનમાં દફનવિધિ થઈ ત્યારે પોતે જાતે હાજર રહ્યા હતા. પછી ત્યાં જ ‘ત્રિપિટક’ નામનો પેંગોડા બંધાવી એમાં બે મોટી પેટીમાં હુઆન સંગનાં અસ્થિ રાખવામાં આવ્યાં. સમ્રાટ લિ-ઝીના અવસાન પછી હુઆન સંગના શિષ્ય કુઈ જી આ અવશેષોને ઝોંગ નાન નામના પર્વત ૫૨ લઈ ગયા અને ત્યાં પેંગોડા બાંધવામાં આવ્યો. ત્યાર પછી ત્યાંથી એક મોટા ધર્મગુરુ અગિયારમા સૈકામાં અવશેષોને નાનજિંગ શહેરમાં લઈ ગયા અને ત્યાં પેંગોડા બંધાવ્યો. કેટલાંક વર્ષો પછી નાનજિંગમાં ભયંકર ધરતીકંપ થયો. પંગોડા જમીનદોસ્ત થયો અને અવશેષો જમીનમાં ક્યાંક ગરક થઈ ગયા. એ વાતને સૈકાઓ વીતી ગયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૨માં જાપાને ચીન પર આક્રમણ કર્યું અને કેટલાક ભાગ ઉપર કબજો જમાવ્યો. આ યુદ્ધ દરમિયાન જાપાની સૈનિકો નાનજિંગમાં એક ઠેકાણે ખાઈ ખોદતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org