________________
મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક
૧૨૩ એવું હતું. ત્યાંથી સીધા ઊંચે ધોધનાં દર્શન ઝાઝી વાર સુધી કરવામાં ડોક દુ:ખવા આવે એવું હતું.
અમારી સ્ટીમર આગળ ચાલી, મહત્ત્વનાં સ્થળે થોડી વાર રોકાતી અને ગાઇડ તે વિશે માહિતી આપતી રહેતી. એક સ્થળે પર્વતના પથ્થરમાં પડેલા ઘસરકા બતાવીને કહ્યું કે આ ઘસરકા આજ કાલના નથી. હજાર વર્ષ જૂના છે. ભૂસ્તરશાસ્ત્રીઓ કહે છે કે પંદરવીસ હજાર વર્ષ પૂર્વે આ મિલ્ફર્ડ સાઉન્ડ નહોતો. અહીં પર્વતો હતા અને એના ઉપરથી હિમનદી (Glacier) સરકતી હતી. એને કારણે આસપાસના પર્વતોને ઘસારો લાગતો ગયો અને સમયાન્તરે એનું આ સાઉન્ડમાં રૂપાન્તર થયું છે.
મિલ્ફર્ડ સાઉન્ડમાં જોવા મળતું એક લાક્ષણિક સ્થળ તે “માત્ર પર્વત છે. આ એવી જગ્યા છે કે જ્યાં આગળ, સાઉન્ડના સમુદ્રમાં, સૌથી વધુ, લગભગ આઠસો ફૂટ જેટલું ઊંડાણ છે. આ પર્વતની એવી વિશિષ્ટતા છે કે તે પાણીમાંથી નીકળીને જાણે સીધો ઊભો ન થયો હોય ! પગ પાણીમાં અને માણસ ટટ્ટાર ઊભો હોય એવી આકૃતિ આ પર્વતની છે. આવા પ્રકારના પર્વતોમાં આ પર્વત દુનિયામાં સૌથી ઊંચો, આશરે છ હજાર ફૂટ ઊંચો છે. એનું નામ “માઈગ્રે' (Maitre) પાડવામાં આવ્યું છે, કારણ કે એનું શિખર ખ્રિસ્તી ધર્મગુરુ બિશપની ટોપી (એટલે કે “માઈગ્રે') જેવું છે. સાઉન્ડના સમગ્ર દશ્યમાં તે કેન્દ્રસ્થાને છે અને પ્રભાવશાળી છે.
સોળ કિલોમીટરનો આફ્લાદક જલવિહાર કરીને અમે સાઉન્ડના બીજા છેડે આવી પહોંચ્યા. અહીં એક કિનારાની જગ્યાને ડેઇલ પૉઇન્ટ કહે છે. અહીં સામસામાં બંને કિનારે પર્વતો દેખાય છે. એક બાજુ ઈ.સ. ૧૮૦૦માં બાંધેલી દીવાદાંડી છે કે જેથી જૂના વખતમાં મહાસાગરમાં પસાર થતાં જહાજો ભૂલમાં આ સાંકડી જલપટ્ટીમાં દાખલ ન થઈ જાય.
અમારી સ્ટીમર સાઉન્ડમાંથી બહાર નીકળી દક્ષિણ પેસિફિક મહાસાગરમાં દાખલ થઈ. સમુદ્રના પાણીમાં સરહદી રેખાઓ દોરી શકાતી નથી, એટલે ગાઇડે કહ્યું ત્યારે જ ખબર પડી કે અમે હવે મહાસાગરમાં છીએ. સ્ટીમરે એક મોટું ચક્કર લગાવ્યું. સાઉન્ડના કિનારા દેખાતા બંધ થયા. ચારેબાજુ મહાસાગરનાં જળ હિલોળા લેતાં હતાં. વાતાવરણ સ્વચ્છ, સ્વસ્થ અને પ્રસન્ન હતું. ડેક ઉપરથી વર્તુળાકાર ક્ષિતિજનાં, ઉપર આભ અને નીચે જલરાશિનાં દર્શન એક આગવો અનુભવ કરાવતાં હતાં.
મહાસાગરમાંથી અમે હવે સાઉન્ડમાં પાછા ફર્યા. સાસરે આવેલી રૂઢિચુસ્ત નવોઢાની જેમ પાણી હવે શાન્ત અને સંયમિત બન્યાં. સ્ટીમરે ડાબી બાજુનો કિનારો પકડ્યો. એક જગ્યાએ સ્ટીમર ઊભી રહી. ગાઇડે એક ખડક બતાવીને કહ્યું કે એ સીલ ખડક' (Seal Rock) છે. સીલ ઠંડા પ્રદેશનું દરિયાઈ પ્રાણી છે. તે જળચર છે અને સ્થળચર પણ છે. તે રાત્રે દરિયામાં ઊંડે સુધી જઈ શિકાર કરતું રહે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org