________________
૧૪ પૉર્ટ એલિઝાબેથ
પાર્ટ એલિઝાબેથ આવ્યું દક્ષિણ આફ્રિકાના દક્ષિણ છેડે, પણ એનો સાંસ્કૃતિક સંબંધ ભારત અને બ્રિટન સાથે બે સૈકાથી પણ જૂનો છે. એના નામકરણમાં આડકતરી રીતે ભારત નિમિત્ત બન્યું હતું એવું કોઈને કહીએ તો માન્યામાં પણ ન આવે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં અમારે જવાનું હતું પૉર્ટ એલિઝાબેથથી ન્યાસ્ના, જ્યૉર્જ વગેરે સ્થળે રોકાઈને કેપટાઉન સુધી. આશરે સાતસો કિલોમીટરનો રસ્તો, જાણે મહાસાગરનાં દર્શન કરાવવા માટે જ કિનારે કિનારે બનાવ્યો હોય એમ લાગે. બસમાં બેઠાં બેઠાં સતત મહાસાગર પર નજર રાખતા રહીએ તો પણ ખબર ન પડે કે ક્યારે મહાસાગરે પોતાનું નામ બદલી નાખ્યું છે. જ્યાં એક મહાસાગર પૂરો થાય છે અને ક્યાંથી બીજો ચાલુ થાય છે તે દર્શાવતી કોઈ ભેદરેખા જલરાશિમાં નથી. પોર્ટ એલિઝાબેથ આવ્યું ભારતીય મહાસાગરને કિનારે અને કેપટાઉન શોભાવે છે એટલાન્ટિક મહાસાગરને. કેપટાઉન બંદર તરીકે મોટું, એનો કિનારો રળિયામણો, એની ભૌગોલિક રચના અનોખી અને એનો વિકાસ પણ વહેલો થયેલો. પોર્ટ એલિઝાબેથ લાગે શાંત અને શરમાળ. કેપટાઉન નગરી પ્રગભા જેવી, તો પૉર્ટ એલિઝાબેથ મુગ્ધા જેવી.
પૉર્ટ એલિઝાબેથનું જૂનું નામ તે “બાઇયા દ લાગો'. ઈ. સ. ૧૫૭૬માં પૉર્ટુગીઝ (પોર્ટુગીઝ) શોધતફરી મેન્યુઅલ દ મિસ્કિતાએ એ આપેલું. એણે અહીં મુકામ કર્યો હતો અને પાસે આવેલી બાકેન્સ નદીના મુખ આગળ આવેલા એક તળાવ (લગૂન-લાગો) પરથી એ નામ આપ્યું હતું. આ મંદિર વિશે મળતા જૂનામાં જૂના દસ્તાવેજી ઉલ્લેખ પ્રમાણે પાંચસો વર્ષ પહેલાં એશિયાની શોધસફરે નીકળેલા બાર્થલોમેયુ ડાયસે (દિવસે) આ બંદરમાં પોતાનાં વહાણો લાંગર્યાં હતાં. ઈ. સ. ૧૪૯૭માં સુપ્રસિદ્ધ પોર્ટુગીઝ શોધસફરી વાસ્કો-દ-ગામા આ કિનારેથી પસાર થયો હતો, પરંતુ એણે અહીં મુકામ કર્યો નહોતો. અહીંના ટાપુઓનો એણે પોતાના અહેવાલમાં “પક્ષીઓના ટાપુ' તરીકે ઉલ્લેખ કર્યો છે. એ વખતે આ બંદરનો ઉપયોગ વહાણમાંથી વાસી પાણી ઠલવી દઈ તાજું પાણી ભરવા માટે થતો. તે
ઈસવી સનના અઢારમા સૈકામાં આ બંદરે વહાણોની અવરજવર વધી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org