________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩
८८
અહીંના ડચ ખેડૂતો વહાણના ખલાસીઓને રાત્રિમુકામ કરવા સમજાવતા, સારો આદરસત્કાર કરતા અને લેવડદેવડ દ્વારા કમાણી કરતા. પછી તો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ પૉર્ટુગીઝ, સ્પેનિશ, ડચ, ફ્રેન્ચ, બ્રિટિશ વસાહતીઓ વચ્ચે એકબીજા ઉપર સરસાઈ મેળવવા તીવ્ર સ્પર્ધા થવા લાગી, સંઘર્ષો પણ થયા. છેવટે અંગ્રેજોએ આ પ્રદેશનો કબજો મેળવ્યો. એને સુરક્ષિત રાખવા માટે બ્રિટિશ સૈનિકોએ ઈ. સ. ૧૭૯૯માં અહીં એક મોટો કિલ્લો બાંધ્યો અને એનું નામ રાખ્યું ‘ફૉર્ટ ફ્રેડરિક'.
ત્યાર પછી આ પ્રદેશમાં ઇંગ્લૅન્ડના અંગ્રેજોને વસવાટ માટે ઉત્તેજન અપાવા લાગ્યું. બે દાયકામાં તો નાનાં નાનાં વહાણોમાં બેસીને ઇંગ્લૅન્ડથી બધા મળીને આશરે ચાર હજાર માણસો આવીને વસ્યા. તેઓને રહેવા અને ખેતી કરવા માટે જમીન અપાઈ. ઈ. સ. ૧૮૨૦માં આ વસાહતને નામ આપવામાં આવ્યું ‘પૉર્ટ એલિઝાબેથ'. સામાન્ય રીતે બ્રિટિશ સંસ્થાનમાં ‘વિક્ટોરિયા’ કે ‘એલિઝાબેથ’ નામ અપાય તો તે ઇંગ્લૅન્ડની મહારાણીના નામ પરથી જ હોય. પણ અહીં જાણવા મળ્યું કે મહારાણીના નામ પરથી નહિ, પણ કોઈક બ્રિટિશ મહિલાના નામ પરથી આ બંદરનું નામ અપાયું છે. એ મહિલાએ અહીં આવીને એવું તે શું યાદગાર કાર્ય કર્યું હશે કે એનું નામ બંદરને અપાયું ? જ્યારે જાણવા મળ્યું કે એણે તો બંદરની આ ધરતી પર પગ પણ નથી મૂક્યો ત્યારે તો મને જિજ્ઞાસા સહિત આશ્ચર્ય થયું.
તા. ૬ જૂન ૧૮૨૦ના રોજ સવારે દસ વાગે આ બ્રિટિશ સંસ્થાનના ગવર્નર સર રૂફેન ડૉનિકને સમુદ્રકિનારે એક ઊંચી મોકાની વિશાળ જગ્યામાં અમલદારો, લશ્કરી અફસરો, સૈનિકો, નાગરિકો અને સ્થાનિક કાળા લોકોની વિશાળ મેદની સમક્ષ હાથમાં કોદાળી અને પાવડો લઈ, શુકનનો એક ખાડો ખોદીને જાહેર કર્યું કે ‘આજથી આ વસાહત અને બંદર ‘પૉર્ટ એલિઝાબેથ' તરીકે ઓળખાશે અને અહીં એલિઝાબેથનું સ્મારક કરવામાં આવશે.', આટલું બોલતાં બોલતાં તો ગળગળા થયેલા સર ડૉકિનની આંખમાં આંસુ ઊભરાયાં. પ્રસંગ હર્ષનો હતો, પણ આસું હર્ષનાં નહિ, ઘેરી શોકસંવેદનાનાં હતાં.
આ એલિઝાબેથ તે સર ડૉનકિનનાં સ્વર્ગસ્થ પત્ની. તેઓ અવસાન પામ્યાં ભારતમાં અને તેમનું સ્મારક રચાયું દક્ષિણ આફ્રિકામાં, કારણ કે સર ડૉનિકનની ભારતથી બદલી થઈ અહીંના ગવર્નર તરીકે. ત્યારે એમની ઉંમર હતી બત્રીસ વર્ષની. ત્રીસ વર્ષની ઉંમરે તેઓ વિધુર થયા. એમનાં પત્ની એલિઝાબેથની ઉંમર ત્યારે હતી. માત્ર અઠ્ઠાવીસ વર્ષની.
ઈસવી સનના અઢારમા-ઓગણીસમા સૈકામાં હિંદુસ્તાન ખાતેની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારમાં જોડાવા માટે કેટલાય સાહસિક યુવાનો આવતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org