________________
૮૯
પૉર્ટ એલિઝાબેથ પોતાની કારકિર્દી બનાવવાની અને થોડાં વર્ષમાં ઘણું ધન કમાઈ લેવાની આ એક સારી તક હતી. ત્યારે હિંદુસ્તાન આવવાનું સહેલું નહોતું. ઇંગ્લેન્ડથી નીકળીને સઢવાળાં વહાણો આફ્રિકાના કિનારે કિનારે થઈને દોઢ-બે મહિને હિંદુસ્તાન પહોંચતાં. વળી તેઓને માટે હિંદુસ્તાનનો પ્રદેશ અજાણ્યો, ભાષા અજાણી. આમ છતાં સાહસ કરવા માટે એક મુખ્ય પ્રલોભન તે પાંચ-દસ વર્ષ સારા પગારે નોકરી કરીને પછી આખી જિંદગી પેન્શન ભોગવવા મળે તે હતું.
ઊગતી યુવાનીમાં રૂફેન ડૉનકિન આવી નોકરીમાં જોડાઈ ગયા. પોતાની પ્રેમાળ પત્ની એલિઝાબેથ સાથે તેઓ ભારત આવ્યા. ઉત્તર પ્રદેશમાં મેરઠમાં ઉચ્ચ કક્ષાના અમલદાર તરીકે કામ કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી. એક બાહોશ, કાર્યદક્ષ અમલદાર તરીકે એમની પ્રશંસા થઈ. કેટલાક સમય પછી એમની પત્નીએ દીકરાને જન્મ આપ્યો. પરંતુ તેમનું સુખી દામ્પત્યજીવન અચાનક ખંડિત થયું. ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારમાં તાવનો રોગચાળો ફાટી નીકળ્યો. ત્યારે આજના જેવી અક્સીર દવા કે ઇજેક્શનોની શોધ થઈ નહોતી. ચેપી તાવમાં ઘણા માણસો ટપોટપ મરવા લાગ્યા. એલિઝાબેથને પણ તાવ લાગુ પડ્યો અને થોડા દિવસમાં જ, ૬ જૂન ૧૮૧૮ના રોજ તેમનું અવસાન થયું. રૂફેનના માથે વજઘાત થયો.
પછીથી તો રૂફેનને હિંદુસ્તાનમાં રહેવામાં રસ રહ્યો નહિ. પણ દીકરો હજુ ફક્ત સાત મહિનાનો હતો. એટલા નાના બાળકને લઈને દરિયાઈ સફર ખેડવામાં સાહસ હતું. તેઓ થોભી ગયા. દીકરો બે વર્ષનો થયો ત્યારે એમણે બદલી માગી. એમની નિમણૂક દક્ષિણ આફ્રિકામાં કેપ પ્રોવિન્સના ગવર્નર તરીકે થઈ. એમને બઢતી આપવામાં આવી. વળી “સરનો ઇલકાબ પણ તેમને મળ્યો.
ઈ. સ. ૧૮૨૦માં સર ડોનકિને બંદરને નામ આપ્યું અને તે સ્થળે પિરામિડના આકારનું સ્મારક બનાવ્યું જે આજે પણ જોઈ શકાય છે. અમે તેમનું લખાણ વાંચ્યું. આ પિરામિડ પર બે બાજુ બે તકતી લગાડવામાં આવી છે. એકમાં લખ્યું છે : “To the memory of one of the most perfect human being who has given her name to the town below.' oleo dsdui qui cg : 'The husband whose heart is still wrung by undiminished grief.'
આ વાક્યો પરથી અમને એલિઝાબેથ અને રૂફેન ડૉનકિન બંનેના સ્નેહોજ્વલ વ્યક્તિત્વનો ખ્યાલ આવ્યો. એમના મધુર દામ્પત્યપ્રેમ માટે અમને આદરભાવ થયો. જાણે અમારી ઊંડી સંવેદનાનો જ પડઘો પાડવા હોય તેમ તે જ વખતે આકાશમાંથી ઝરમર વરસાદ પડવા લાગ્યો. અમે ભીંજાઈ ગયા. ઘડીકમાં તડકો અને ઘડીકમાં વરસાદ એવી અહીંની ચંચલ આબોહવાનો પરિચય થયો.
એલિઝાબેથનું સ્મારક જોયા પછી અમે આ બંદરના બીજા વિસ્તારોમાં ફરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org