________________
૯o
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ નીકળ્યા. બસો વર્ષના ગાળામાં ચાર હજારની વસ્તીમાંથી દસ લાખની વસ્તી સુધી પહોંચેલા, ક્રિકેટ વગેરે રમતગમતો માટે વિખ્યાત બનેલા આ નગરે પોતાની સંસ્થાન-શાહી (Colonial) મુદ્રા બરાબર સાચવી રાખી છે. રેલવે સ્ટેશન, પોસ્ટ ઑફિસ, લાઇબ્રેરી અને તેના પ્રવેશદ્વાર પાસે રાણી વિક્ટોરિયાનું પૂતળું, આર્ટ ગેલેરી, મ્યુઝિયમ, કલબ, એડવર્ડ હોટેલ, ઓપેરા હાઉસ, દીવાદાંડી, કિલ્લો અને એમાં આવેલાં મકાનો – અને દેવળો તો કેમ ભુલાય – આ બધાંના સ્થાપત્યમાં એ યુગનું વાતાવરણ અનુભવાય છે. ભલે છેવટે રાજ્ય અંગ્રેજોને અહીં સ્થપાયું, પણ એની પૂર્વે યુરોપની જુદી જુદી પ્રજાઓએ આ નગરીના નિર્માણમાં જે ફાળો આપ્યો તે હજુ જળવાઈ રહ્યો છે. ઓગણીસમી સદીમાં લોકો કેટલા બધા ધાર્મિક હતા અને ધાર્મિક ચુસ્તતા અને સંકુચિતતાવાળા હતા એ તો ત્યારે પાંચ-સાત હજારની વસ્તીવાળા આ બંદરમાં જુદા જુદા ખ્રિસ્તી સંપ્રદાયનાં બંધાયેલાં મોટાં મોટાં દેવળો પરથી જોઈ શકાય છે. પાંચ-છ દાયકામાં અહીં રોમન કેથોલિક, હોલી ટ્રિનિટી, ઍગ્લિકન, પ્રેમ્બિટેરિયન, મેડિસ્ટ, કૉંગ્રેગેશનલ, સેન્ટ ઑગસ્ટાઇન, સેન્ટ મેરી. એમ કેટલાં બધાં દેવળો બંધાયાં, જેમાંના કેટલાંક હવે ઘણુંખરું સ્મારક જેવાં બની ગયાં છે.
સ્મારકની વાત આવે એટલે પૉર્ટ એલિઝાબેથમાં અસ્વસ્મારક (Horse Monument) જોયાનું યાદ આવે. ઘોડાનું આ એક અને અદ્વિતીય સ્મારક છે. દક્ષિણ આફ્રિકામાં ઈ. સ. ૧૮૯૦ની આસપાસ થયેલા ભયંકર યુદ્ધમાં સેંકડો ઘોડાઓ માર્યા ગયા હતા. અનેક અશ્વોની લાશ નજરે નિહાળનાર હરિયેટ માયર નામની એક વૃદ્ધ મહિલાનું હૃદય બહુ દ્રવી ગયું. એને થયું કે સૈનિકોને તો સૌ કોઈ યાદ કરશે, પણ ખરો ભોગ આપનાર આ મૂગાં પ્રાણીને કોણ યાદ કરશે ? એટલે નગરની વચ્ચોવચ ઘોડાનું સ્મારક બનાવવા માટે એણે ઝુંબેશ ઉપાડી. એની ભાવના સાચી હતી એટલે પ્રતિસાદ પણ સારો સાંપડ્યો. ઠેરઠેરથી નાણાં આવ્યાં અને સરસ સ્મારક થયું. એણે નીચે લખાવ્યું કે કોઈ પણ દેશની મહાનતા ન્યાય અને કરુણાની એની ભાવના ઉપર નિર્ભર છે.” (કદાચ આ અસ્વસ્મારકના અનુકરણરૂપે જ હશે, કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેપટાઉનમાં બ્રિટિશ નૌકાદળના સૈનિકોને વહાલ અને મદદ કરનાર એક કૂતરાનું પૂતળું છે અને આજે પણ નૌકાદળના સૈનિકો અને લશ્કરી સલામી આપે છે.)
પૉર્ટ એલિઝાબેથમાં એવું જ બીજું એક લાક્ષણિક પૂતળું છે પ્રેસ્ટર જોનનું. ફ્લેમિંગ ફુવેરમાં એ અમે જોયું. પ્રેસ્ટર જૉન એ યુરોપની મધ્યકાલીન દંતકથાનું કાલ્પનિક પાત્ર છે. તે રાજર્ષિ (Priest Monarch) છે કે જે આફ્રિકા, અરબસ્તાન અને એશિયાના સામ્રાજ્યના સમ્રાટ છે અને વળી ખ્રિસ્તી ધર્મગુરુ પણ છે. ખ્રિસ્તી ધર્મના પ્રચારની મહત્ત્વાકાંક્ષાનું એ પ્રતીક છે. એશિયામાં ઠેઠ ચીન-જાપાન સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org