________________
પૉર્ટ એલિઝાબેથ
૯૧ ખ્રિસ્તી ધર્મને લઈ જનાર પોર્ટુગીઝ શોધસાફરીઓ હતા. એટલે પ્રેસ્ટર જનની બાજુમાં પોર્ટુગીઝ શોધ ફરીનું પૂતળું છે. આ બંદરમાં પહેલો પગ મૂકનાર પોર્ટુગીઝો હતા. પ્રેસ્ટર જોનનું પૂતળું દુનિયામાં આ એક જ છે.
ચારસો વર્ષ પહેલાં અહીં ઘણાંબધાં પક્ષીઓ હતાં એટલે પક્ષીઓના બંદર તરીકે જાણીતા આ શહેરમાં આજે એટલાં પક્ષીઓ રહ્યાં નથી, તો પણ “પહેલી પક્ષી ગલી', “બીજી પક્ષી ગલી' એમ ગલીઓનાં નામ આજે પણ જોવા મળે છે. વળી એક માર્કેટનું નામ જ પીંછાં માર્કેટ' (Feather Market) છે કે જ્યાં એક જમાનામાં શાહમૃગ અને બીજા પક્ષીઓનાં રંગબેરંગી પીંછાં વેચાતાં મળતાં હતાં. આજે પણ કેટલાંક પીંછાં મળે છે, પણ પીંછાં કરતાં બીજી ચીજવસ્તુઓ ત્યાં વધારે મળે છે.
પોર્ટ એલિઝાબેથમાં જોવા જેવું તો ઘણુંખરું અમે જોયું, પરંતુ એના પ્રવાસનું સ્મરણ પહેલે દિવસે જ બનેલી બીજી એક ઘટનાને કારણે પણ મને રહ્યું છે. અમારા ગ્રૂપનો ઉતારો એક મોટી આલીશાન હોટેલમાં હતો. આવી હોટેલોમાં ભાતભાતની લલચાવનારી સગવડો હોય છે. અમારા એક મિત્રને ટબમાં નાહવાનું મન થયું. પાણી ચાલુ કરીને, હાથ રાખીને જોઈ લીધું કે સાધારણ ગરમ, નવાય એવું પાણી આવતું હતું. વળી એમને થયું કે હોટેલે Bubble Bath – પરપોટા-ફીણ થાય એવા પ્રવાહી સાબુની બાટલી પણ રાખી છે, તો પછી વાપરવાનું મન કેમ ન થાય ? એમણે આખી બાટલી ટબમાં રેડી દીધી. ટબમાં પાણી ભરાઈ ગયું એટલે નહાવા માટે એમણે પગ મૂક્યો અને તરત ચીસ પાડી ઊઠ્યા. પાણી ધગધગતું, દાઝી જવાય એટલું બધું ગરમ હતું. આવી હોટેલોમાં નળમાં રહેલું સાધારણ ગરમ કે ઠંડું પાણી થોડી વાર આવ્યા કરે અને પછી ગીઝરનું ધગધગતું પાણી આવે. પગ બળતાં જ મિત્રે તે બહાર લઈ લેવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો બબલ બાથે એમને આખા અંદર લપસાવ્યા. ફરી નીકળવાનો પ્રયાસ કર્યો તો ફરી લપસ્યા. છેવટે બધું બળ એકઠું કરીને તેઓ નીકળ્યા ત્યારે બહુ દાઝી ગયા હતા. તરત દાક્તરને બોલાવવામાં આવ્યા. દાક્તરે જોઈને કહ્યું કે તેઓ એટલા બધા દાઝી ગયા છે કે તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ કરવા પડશે. ઍબ્યુલન્સમાં લઈ જઈને એમને હૉસ્પિટલમાં દાખલ કર્યા. મહિનો રહ્યા, પણ જીવથી બચી ગયા. દક્ષિણ આફ્રિકાનો એમનો પ્રવાસ હૉસ્પિટલમાં જ પૂરો થયો. સતત ચિંતા અને ખર્ચનો ખાડો એ તો નફામાં જ. હોટેલોની કેટલીક પ્રલોભનકારી સગવડો પણ બોધપાઠ શિખવાડનારી નીવડે છે.
પૉર્ટ એલિઝાબેથનો અમારો પ્રવાસ પૂરો થયો. બીજે દિવસે સવારે સામાન સાથે અમે બસમાં ગોઠવાયા, ન્યાસ્ના જવા માટે. મારા ચિત્તમાં આ બંદરનો ઇતિહાસ તરવરવા લાગ્યો. એમાં પણ સર રૂફેન ડૉનકિનનો પત્ની પ્રેમ હૃદયને સ્પર્શી ગયો. એમની સંવેદના અને એમના ઉદ્ગારો પરથી પણ એલિઝાબેથ કેટલી બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org