________________
૯૨
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ પ્રેમાળ પત્ની હશે તેનો ખ્યાલ આવતો હતો. હું આ વિચારધારામાં મગ્ન હતો ત્યાં એક મિત્ર છાપું લઈ આવ્યા અને મારા હાથમાં મૂક્યું. પહેલે પાને જ મોટું શીર્ષક હતું. એમાં સ્થાનિક લોકોનાં કાળાં કામના સમાચાર હતા. આગલી રાતે બળાત્કારની છ ઘટના પોલીસમાં નોંધાઈ હતી. એમાંની બે તો સગીર બાળાઓ પર થયેલા બળાત્કારની હતી. આફ્રિકાનાં ઘણાં શહેરોમાં ગરીબી, બેકારી વગેરેને લીધે ગુનાખોરીનું પ્રમાણ ઘણું છે. વળી સંસ્કારિતાનું ધોરણ પણ નીચું છે. એટલે જ મોટાં શહેરોમાં અંધારું થતાં પહેલાં માણસો વિશેષત: સ્ત્રીઓ ઘરમાં ભરાઈ જાય છે. એકલદોકલ પુરુષ હોય તો પૈસા લૂંટાઈ જાય અને સ્ત્રી હોય તો લાજ લૂંટાઈ જાય. બળાત્કારની ઘટનાઓ વિશે વાંચીને મન ઉદ્વિગ્ન થયું. મનમાં સરખામણી થવા લાગી કે ક્યાં ડોનકિનનો દિવ્ય પ્રેમ અને ક્યાં વર્તમાનમાં અહીં કાળા યુવકોની કામવિડંબના ! કેટલાયની જિંદગી બરબાદ કરી નાખનારી વરવી કામવાસના !
સંસાર કેવો સમ-વિષમ વૃત્તિ-પ્રવૃત્તિથી ભરેલો છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org