________________
૧૫
ખામ
આફ્રિકામાં ભૌગોલિક દૃષ્ટિએ મોટામાં મોટા રાષ્ટ્ર સુદાનના પાટનગર ખાર્દ્રમ(Khartoom)નું નામ તો બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૪૪-૪૫માં સાંભળ્યું હતું, પરંતુ તે કાયમને માટે યાદ રહી ગયું છે બીજી એક કરુણ ઘટનાની માહિતીને કારણે. ત્યારે અમારે કૉલેજમાં આંગ્લ લેખક લિટન સ્ટ્રેચીનું એક પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચાલતું હતું. એમાં જનરલ ચાર્લ્સ ગોર્ડનનું ચરિત્ર આપવામાં આવ્યું છે. મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં ત્યારે અમારા અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક પ્રો. પિન્ટો જનરલ ગોર્ડનનું જીવનચરિત્ર રસપૂર્વક સમજાવતા. એમાં છેલ્લે જનરલ ગોર્ડનના જીવનના કરુણ અંતનો ચિતાર આપવામાં આવ્યો છે. ખાદ્ભૂમના પાદરમાં જનરલ ગોર્ડનનું શબ એક ઝાડની ડાળ પર કેટલાક દિવસ સુધી લટકતું રહ્યું હતું. એ ઘટનાનું તાદેશ ચિત્ર ત્યારથી સ્મૃતિપટ પર અંકિત થઈ ગયું હતું. આઝાદી પહેલાંના એ અમારા દિવસોમાં ગોરા બ્રિટિશ લોકોનું પ્રભુત્વ હતું. ગોરા લોકોએ, ખાસ કરીને અમેરિકામાં કેટલાયે કાળા ગુલામોને લટકાવીને બાળી નાખ્યા (Lynch) છે, પરંતુ કાળા લોકોએ એક ગોરા જનરલને આ રીતે ઝાડ પર લટકાવ્યા હોય એવી બીજી કોઈ ઘટના બની હોય એવું સાંભળ્યું નથી. એટલે જ ખાટ્રૂમનું નામ યાદ રહી ગયું છે.
બીજા વિશ્વયુદ્ધ પહેલાં ભારતની જેમ ઇજિપ્ત ઉપર બ્રિટનનું પ્રભુત્વ હતું. ભારતની જેમ ઇજિપ્તમાં લશ્કરી વડા અધિકારીઓ અંગ્રેજો રહેતા. ઓગણીસમી સદીના આરંભમાં જન૨લ ચાર્લ્સ ગોર્ડન ઇજિપ્શિયન સૈન્યમાં સરસેનાધિપતિ હતા. તે વખતે ઇજિપ્તે સુદાન પર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. ત્યાર પછી જનરલ ગોર્ડનની સુદાનના ગવર્નર જનરલ તરીકે નિમણૂક થઈ હતી. સુદાન ઉપર રાજદ્વારી સત્તા જમાવ્યા પછી અંગ્રેજોએ જેમ બીજા પ્રદેશોમાં કર્યું તેમ સુદાનમાં પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો અને અનેક મુસલમાનને વટલાવીને ખ્રિસ્તી બનાવ્યા. આથી જ સુદાનમાં ખ્રિસ્તી-વિરોધી વંટોળ ઊભો થયો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં માહદી નામના એક મુસ્લિમ ધર્મનેતાએ ખ્રિસ્તીઓ સામે મોટી જેહાદ ઉપાડી અને તેઓએ જનરલ ગોર્ડનની હત્યા કરી. એમના શબને લોકોને બતાવવા માટે ખાર્ટૂમમાં લટકાવવામાં આવ્યું હતું.
ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનો સંઘર્ષ સુદાનમાં આજ દિવસ સુધી ચાલ્યા કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org