________________
૯૪
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ છે. માલદીએ સુદાનમાં સત્તા મેળવી ત્યાર પછી ઘણા ખ્રિસ્તીઓને પાછા મુસલમાન બનાવવામાં આવ્યા. એટલે સુદાનના ઉત્તર ભાગમાં હાલ મુસલમાનોની બહુમતી છે અને દક્ષિણ સુદાનમાં ખ્રિસ્તીઓની. ઈ. સ. ૧૮૯૮માં અંગ્રેજોએ ઇજિપ્તની મદદથી ફરી સુદાન ઉપર કબજો મેળવ્યો અને ૧૯૫૩ સુધી રાજ્ય કર્યું.
૧૯૫૬માં સ્વતંત્ર થયેલા સુદાનમાં વારંવાર સત્તાપલટો થયો. દરમિયાન મુસલમાનો તથા ખ્રિસ્તીઓ વચ્ચે આંતરવિગ્રહ થયો અને હજારો માણસો માર્યા ગયા અને હજારો અપંગ થયા. ૧૯૭૦ પછી કંઈક સ્થિર સરકાર કામ કરવા લાગી છે, પરંતુ પ્રજાની આર્થિક અવદશા એવી જ રહી છે. ઉત્તર આફ્રિકામાં કેરો પછી બીજા નંબરનું મોટું શહેર તે ખાટુંમ, પણ ખાટ્મ એટલે જાણે મોટું ગામડું. કેરો જેવી રોનક ત્યાં જોવા ન મળે. ગરીબી અને બેકારીનું પ્રમાણ ત્યાં ઘણું છે. જ્યાં જુઓ ત્યાં માણસો નવરા બેઠેલા હોય. સરકારી કચેરીઓમાં કામકાજ કીડીવેગે ચાલે અને રાહ જોતા બેસી રહેવું પડે. આથી જ કોઈક અમેરિકન પ્રવાસીએ ચિડાઈને કહ્યું હતું કે પાર્ટીમ એટલે “દુનિયાનો મોટામાં મોટો વેઇટિંગ રૂમ'. (જોકે ખાટુંમને શરમાવે એવાં બીજાં શહેરો પણ છે.).
સુદાનમાં વિદેશના નાગરિકોના પ્રવેશ ઉપર હાલ બહુ નિયંત્રણ છે. વિઝા જલદી મળે નહિ. મળ્યા પછી પણ તકલીફ ઘણી. અલબત્ત, સ્થાનિક ઓળખાણથી કામ જલદી થાય. ત્યાં દોઢસો વર્ષથી ગુજરાતીઓનો વસવાટ છે અને સરકારી તંત્રમાં બુનિયા' (ઇન્ડિયન માટે “વાણિયા' ઉપરથી)ને માટે ભારે માન છે.
સુદાનમાં પગે અપંગ ગરીબ માણસો ઘણા છે. તેઓને મફત “જયપુર ફૂટ બેસાડી આપવાની પ્રવૃત્તિ ખાટુંમની રોટરી ક્લબ દ્વારા, મુંબઈની રોટરી ક્લબ અને હેલ્પ હૅન્ડિકેપ' વગેરે સંસ્થાના સહકારથી ચલાવવામાં આવે છે. એ નજરે નિહાળવા અને વિશેષ પ્રવૃત્તિઓ અંગે વિચારણા કરવા માટે હેલ્પ હેન્ડિકેપ'ના ટ્રસ્ટીઓ શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને શ્રી મનુભાઈ સંઘરાજ કા ખાદ્ગમ જતા હતા ત્યારે એમની સાથે જોડાવાનો અવસર મને પણ સાંપડ્યો હતો. અમારી સાથે “જયપુર ફૂટ'ના એક ટેકનિશિયન શ્રી નાથુસિંગ પણ હતા, જેઓ ત્યાં ચાર-છ મહિના રોકાઈને સ્થાનિક કાર્યકર્તાઓને ટેકનિકલ તાલીમ આપવાના હતા. ખાટુંમમાં એ માટે એક વર્કશોપની સ્થાપના કરવામાં આવેલી છે.
નાઇરોબીથી વિમાનમાં અમે ખાદ્ગમ પહોંચ્યા. અમારા વિઝાની વ્યવસ્થા ખાર્ટૂમમાં આવેલી અમેરિકન ઓઇલ કંપનીમાં કામ કરતી એક હોશિયાર અમેરિકન મહિલાએ કરી આપી હતી. અમારા શ્રી મહેન્દ્રભાઈની તે પરિચિત, રોટેરિયન અને જયપુર ફૂટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે. અમારો ઉતારો ખાટુંમની હોટેલ હિલ્ટનમાં હતો. હોટેલ સરસ હતી, પણ અન્યત્ર જોવા મળે તેવી આ હિલ્ટન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org