________________
ખાટુંમ
૯૫ નહોતી. પોતે થોડી ભૂખે મરતી હોય એવું લાગે. જ્યાં પ્રવાસીઓ જ બહુ આવતા ન હોય, આવવા દેવામાં ન આવતા હોય ત્યાં હોટેલ બિચારી શું કરે ? એની ચાલમાં કરકસર જણાતી હતી.
હોટેલમાં પહોંચતાં જ સ્થાનિક રોટેરિયન મિત્રો અને ગુજરાતી સમાજના કેટલાક આગેવાનો મળવા આવી ગયા. તેઓની સાથે જુદા જુદા કાર્યક્રમોની વિચારણા થઈ.
બીજે દિવસે સવારે અમે ખાટુંમમાં ફરવા નીકળ્યા. નૈસર્ગિક દૃષ્ટિએ ખાટુંમ એક રમણીય સ્થળ છે. સૈકાઓ પૂર્વે રખડુ જાતિઓએ વસવાટ માટે આ સ્થળની બહુ ઔચિત્યપૂર્વક પસંદગી કરી હતી. અહીં ઇથિયોપિયામાંથી નીકળીને આવતી હ્યુભૂરી નાઈલ અને વિક્ટોરિયા સરોવરમાંથી નીકળીને આવતી વ્હાઇટ-શ્વેત નાઈલનો સંગમ છે. અહીંથી તે બંને એક થઈને ઇજિપ્તમાં વહે છે. દુનિયામાં નાઈલ એક એવી મોટી લાંબી નદી છે કે જે પૂર્વ-પશ્ચિમને બદલે દક્ષિણમાંથી ઉત્તર તરફ વહે છે.
નાઈલ નદીના સંગમને કારણે રણ જેવા પ્રદેશમાં હવામાનમાં ફરક પડ્યો છે અને આસપાસની જમીન ખેતીને લાયક ફળદ્રુપ બની છે. નદીના વહેણના આકાર ઉપરથી તે કાળના આદિવાસી લોકોએ એને નામ આપ્યું “ખાટ્મ.” ખામ એટલે હાથીની સૂંઢ. નદીનો વળાંક અહીં હાથીની સૂંઢ જેવો છે. આફ્રિકાના આદિવાસીઓને નામ આપવા માટે હાથી જ યાદ આવે ને !
અહીં નાઈલની બંને બાજુ શહેર વસ્યું છે. બીજી બાજુના શહેરને ઓમદુરમાન કહે છે. વચ્ચે નદી ઉપર પુલ છે. આમ તો એક જ મોટું શહેર ગણાય, પણ ખાટુંમ કરતાં ઓમદુરમાન વધુ સુઘડ અને સમૃદ્ધ દેખાય છે. વસ્તુત: બેઠા ઘાટનાં, માળ વગરનાં અડોઅડ જૂનાં ઘરો અને ધૂળિયા રસ્તા બધે જ છે. આશરે છ લાખની વસ્તીવાળા આ શહેરનો જેટલો થવો જોઈએ તેટલો વિકાસ થયો નથી. જૂની પેઢીના માણસો કહે છે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જે ચળકાટ ખાટુંમમાં હતો તે હાલ નથી રહ્યો.
ખાટ્મમાં પચરંગી પ્રજા છે. મુખ્યત્વે સુદાની લોકો છે. સાડાછ ફૂટ ઊંચા, શરીરે ભરાવદાર, ગોળ મોઢું, મોટું કપાળ, જાડા હોઠ, માથે ગૂંચડાવાળા કાળા વાળ, ચામડી હબસી કરતાં સહેજ ઓછી કાળી, લાંબી બાંયનો અને એડી સુધીનો સફેદ ઝભ્ભો, ખભે ખેસ અને માથે સફેદ પાઘડી (અથવા ટોપી) વગેરે સુદાનીને
ઓળખવાનાં લક્ષણો છે. ખાટુંમમાં આરબો છે, હબસીઓ છે અને આરબ-હબસીના મિશ્રણવાળી પ્રજા તે નુબિયનો છે. અહીં યુરોપિયનો છે, અમેરિકનો છે, ભારતીય લોકો છે અને ચીનાઓ પણ છે.
જૂના વખતમાં ખાટ્મમાં સોનું, હાથીદાંત અને રૂ-કપાસનો મુખ્ય વેપાર હતો. સૈકા પહેલાં ગુલામોનું મોટું બજાર અહીં ભરાતું. હવે આધુનિક વ્યવસાયો વધ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org