________________
૮૩
હંસ પૈગોડા
દસ વર્ષના અભ્યાસને અંતે હુઆન સંગે ચીન પાછા ફરવાનો નિર્ણય કર્યો. તે સમયે ભારતના ઘણા ભાગ ઉપર રાજ્ય ધરાવનાર સમ્રાટ હર્ષવર્ધને હુઆન સંગને પોતાના દરબારમાં પધારવા નિમંત્રણ આપ્યું. હુઆન સંગ ત્યાં ગયા ત્યારે બહુ ઠાઠમાઠથી એમનું સ્વાગત કરવામાં આવ્યું. સમ્રાટે એમને ચીન પાછા ન જતાં પોતાના રાજ્યમાં જે કોઈ મોટો હોદ્દો જોઈએ તે લઈને ભારતમાં જ રોકાઈ જવા માટે આગ્રહ ભરી વિનંતી કરી, પરંતુ હુઆન સંગે એનો પ્રેમપૂર્વક અસ્વીકાર કર્યો, કારણ કે એમને ચીન પાછા ફરી પોતાને જેટલું જ્ઞાન મળ્યું અને ધ્યાનની પદ્ધતિઓ પ્રાપ્ત થઈ તે પોતાના બાંધવોને આપવાની તાલાવેલી હતી. એમનો નિર્ણય પાકો છે એમ નક્કી થતાં સમ્રાટ હર્ષવર્ધને હર્ષોલ્લાસપૂર્વક ફરમાન કાઢયાં કે હુઆન સંગ જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થાય અને અધિકારીઓ દ્વારા તેમને પૂરી સગવડ આપવામાં આવે.
ચીન પાછા જવાનું નક્કી થતાં હુઆન સંગે એ માટે તૈયારી કરી. સાથે શું શું લઈ જવું ? પોતે જે ગ્રંથોનો અભ્યાસ કર્યો તે સંસ્કૃત અને પાલી ભાષાના મૂળ ગ્રંથો ચીનમાં ન હોય. એટલે એ ગ્રંથોની તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતો લઈ જવી હતી. એમણે ૬૫૭ હસ્તપ્રતો તૈયાર કરાવી અને એ લાકડાની પ૨૦ પેટીઓમાં મૂકવામાં આવી કે જેથી તે સાચવીને ચીન લઈ જઈ શકાય. હુઆન સંગની હિંમત, ધગશ અને ધર્મપ્રીતિ ગજબની હતી. પ૨૦ પેટીઓ ઘોડા, ખચ્ચર, ગધેડા કે બળદગાડીમાં એક ગામથી બીજે ગામ લઈ જવામાં કેટલી મહેનત પડે ! રોજેરોજ બપોરનો વિસામો અને રાત્રિમુકામ કરવા પડે. પેટીઓ ઉતારવી, ગણવી, ફરી ચડાવવી, એ માટે મજૂરો જોઈએ, રક્ષકોની જરૂર પડે, વળી મજૂરો અને રક્ષકો અમુક અંતરે, રાજ્યની સીમા આવતાં બદલાતા જતા હોય – આ બધામાં કેટલો બધો પરિશ્રમ પડે ? વળી પ્રવાસ પણ ઓછામાં ઓછો બે વર્ષનો હતો. જાણે મોટો સંઘ ન નીકળ્યો હોય !
એમાં વળી હુઆન સંગને થયું કે જિંદગીમાં બીજી વાર ભારત આવવાનું બનશે નહિ. માટે સમગ્ર ભારત જોઈને જવું. એ માટે નિમંત્રણો પણ મળ્યાં હતાં. એમણે રસ્તો એવી રીતે લીધો કે બધું જોવાઈ જાય. એમણે બંગાળ, બિહાર, ઓરિસા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, પંજાબ, બલૂચિસ્તાન, અફઘાનિસ્તાન થઈને પાછા ફરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. ઈ. સ. ૧૪૩માં એમણે શુભ દિવસે પ્રયાણ કર્યું. એમની વિદાયના અવસરે નાલંદામાં એમના ધર્મગુરુઓ, સાથીદારો, વિદ્યાર્થીઓની આંખમાંથી ચોધાર આંસુ વહ્યાં. ભગવાન બુદ્ધના અવતાર જેવા એક પવિત્ર સંત મહાત્મા જઈ રહ્યા હતા !
હુઆન સંગ ચીનથી નીકળી ચીન પાછા ફર્યા ત્યાં સુધીમાં પચીસ હજાર માઈલનો, ઘણુંખરું પગપાળા પ્રવાસ એમણે કર્યો. કેટલીય વાર ભૂલા પડ્યા, કેટલીય વાર માંદા પડ્યા, પણ થાક્યા નહિ. એ જમાનામાં નાનાંમોટાં રાજ્યો હતાં. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org