________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ પણ ભારત જવું કંઈ સહેલું નહોતું. ત્યાં પહોંચતાં કોઈને બે વર્ષ લાગે અને કોઈને પાંચ વર્ષ પણ લાગે, જો જીવતા રહે તો. ત્યારે ભારત અને ચીન વચ્ચે જળવ્યવહાર ચાલુ થયો નહોતો. જમીન માર્ગે પગપાળા કે ઘોડા પર જવાનું રહેતું. રસ્તામાં જંગલો આવે, હિમાચ્છાદિત પહાડો આવે, ભયંકર ખીણો આવે, સૂકો રણપ્રદેશ આવે, નદીનાળાં ઓળંગવાનાં, વાવાઝોડાં થાય, ભૂલા પડી જવાય. જીવતા પહોંચાય તો પહોંચાય.
પણ હુઆન સંગ યુવાન હતા, ખડતલ હતા, તરવરાટવાળા હતા, મહત્ત્વાકાંક્ષી હતા, સ્વપ્નસેવી હતા. તેઓ ભિખ્ખ હતા. એકલા હતા એટલે આગળપાછળની કોઈ ચિંતા નહોતી. જાણે કોઈ અગમ્ય નાદ એમને બોલાવી રહ્યો હતો. ત્યારે ૨૮ વર્ષની એમની ઉંમર હતી. એમણે ગણતરી કરી જોઈ. પાંચ વર્ષ ભારત પહોંચતાં, પાંચદસ વર્ષ ભારતમાં અભ્યાસ કરવા માટેનાં અને પાંચ વર્ષ પાછા ફરવાનાં. પચાસની ઉંમર પહેલાં પાછા ચીન આવી શકાય. પણ જો જઈ શકાય અને કાર્ય પાર પડે તો અનેક શંકાઓનું નિવારણ થાય; અનેક લોકોને ધર્મલાભ થાય.
છેવટે મન મક્કમ કરી, પોતાના બે સાથીદારો સાથે તેઓ નીકળી પડ્યા. તેઓ ચીનના ટકલા મકાન નામના રણની ઉત્તરે થઈને તુરફાન, કારાશર, કુચા, તાશ્કેદ, સમરકંદ, બેક્ટ્રિયા, હિંદુકુશ પર્વત, કપિશા, ગંધાર થઈને કાશ્મીરમાં આવ્યા. ત્યાંથી હરદ્વાર બાજુ આવી, ગંગા નદીમાં હોડીમાં બેસી મથુરા આવ્યા અને ત્યાંથી બુદ્ધ ગયા પહોંચ્યા. ભારતમાં ભગવાન બુદ્ધની જ્ઞાનભૂમિ સુધી પહોંચવાનું એમનું સ્વપ્ન પાર પડ્યું. પૂરાં પાંચ વર્ષ લાગ્યાં. ઘણાં કષ્ટો રોજના પાદવિહારમાં કે ઘોડેસવારીમાં પડ્યાં. પણ તે વસૂલ થયાં. હવે ધ્યેય હતું ધર્મગ્રંથોનો અભ્યાસ કરવાનું. તે માટે તેઓ બિહારમાં નાલંદા ગયા. ભિખુ હુઆન સંગની મુખમુદ્રા સૌને ગમી જાય એવી હતી. એમની બુદ્ધિમત્તા બીજાને પ્રભાવિત કરે તેવી હતી. વિદ્યાભ્યાસ માટે ઈ. સ. ૯૩૩માં તેઓ નાલંદા વિદ્યાપીઠમાં પહોંચ્યા. વિદ્યાર્થી તરીકે તેઓ તરત સ્વીકારાઈ ગયા. તેઓ મોટી ઉમરના વિદ્યાર્થી તરીકે જોડાયા હતા, પણ જોતજોતામાં તો તેઓ ઘણા બધા કરતાં આગળ નીકળી ગયા. તેઓ સંસ્કૃત અને પાલી ભાષામાં બોલતાલખતા પ્રકાંડ પંડિત બની ગયા. ધર્મગ્રંથોના અધ્યયનથી અને પોતાના વિદ્યાગુરુઓ સાથેની ચર્ચાવિચારણાથી એમની બધી શંકાઓ નિર્મળ થઈ. પોતે બૌદ્ધ ભિખ્ખના વેશમાં હતા અને વિપશ્યના વગેરે વિવિધ સાધનાપદ્ધતિઓમાં પારંગત બની ગયા હતા. પછી તો એમના હાથ નીચે અનેક ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા લાગ્યા. એમની કીર્તિ ચોમેર એવી પ્રસરી કે અનેક લોકો એમને મળવા અને એમનાં દર્શન કરવા આવવા લાગ્યા. કેટલાંય રાજ્યોએ પોતાને ત્યાં પધારવા માટે એમને નિમંત્રણો મોકલ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org