________________
હંસ પૈગોડા માઓવાદી ક્રાન્તિ પછી ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ અત્યંત ઘટી ગયો છે. એક સાદી વાત પરથી પણ એ સમજી શકાશે કે મંદિરમાં હવે પગરખાં પહેરીને જઈ શકાય છે અને ભગવાનની મૂર્તિને સ્પર્શ કરી શકાય છે. ગાઇડે ભગવાન બુદ્ધ માટે પ્રયોજેલા ‘મિજામુનિ' શબ્દ માટે કેટલાકને જિજ્ઞાસા થઈ. એણે સમજાવ્યું કે વસ્તુતઃ ચીન અને જાપાનમાં ભગવાન બુદ્ધ માટે “શાક્યમુનિ' શબ્દ વધુ પ્રયોજાય છે અને એના ઉપરથી અપભ્રષ્ટ થયેલો શબ્દ છે “સિજામુનિ' છે.
મંદિરમાં દર્શન કરીને અમે એની પાછળના ભાગમાં આવેલા હુઆન સંગના હંસ પેગોડામાં ગયા. રોજના અનુભવી ગાઇડે કહ્યું, “અહીં હું તમને ઇતિહાસની વાતો કરીશ અને ઐતિહાસિક વસ્તુઓ બતાવીશ. એટલે ઇતિહાસમાં જેઓને રસ હોય તેઓ રહે અને બીજા બધા મંદિરના પરિસરમાં લટાર મારી શકે છે, યાદગીરીની વસ્તુઓ ખરીદી શકે છે અથવા બસમાં જઈને બેસી શકે છે.” અમારામાંથી અડધાથી વધુ પ્રવાસીઓ નીકળી ગયા. પછી ગાઇડે અમને જે વાતો કહી તેમાંની કેટલીક તો એવી હતી કે જે જિંદગીમાં પહેલી વાર સાંભળવા મળી
હતી.
હુઆન સંગનો જન્મ ચીનના હેનાના પ્રાંતના યાજ્જી નામના નગરમાં ઈ. સ. ૯૦૨માં થયો હતો. એમનું જન્મનામ વેઈ હતું અને કુટુંબની અટક હતી ચેન. પેઢીઓથી એમનું કુટુંબ વિદ્યાભ્યાસ માટે પંકાયેલું હતું એટલે તેજસ્વી બાળક વેઈને જુદી જુદી વિદ્યાઓમાં રસ પડે એ સ્વાભાવિક હતું. તેર વર્ષની વયે તેઓ પોતાનું વતન છોડીને લુઓ યાંગ નામના બૌદ્ધ મઠમાં વિદ્યાભ્યાસ માટે જોડાયા હતા. એવામાં રાજદ્વારી લડાઈ ફાટી નીકળી. એ વખતે પોતાનો જાન બચાવવા વેઈ પોતાના મોટા ભાઈ સાથે ત્યાંથી ભાગી નીકળ્યા અને ચાંગ-એનના આ રાજ્યમાં આવી પહોંચ્યા. ત્યાં શુ-ચ-આન પ્રાંતના ચેંગદુ નગરમાં બૌદ્ધમઠમાં જોડાઈ ગયા. જેમ જેમ વિદ્યાભ્યાસ વધતો ગયો તેમ તેમ બાલ બ્રહ્મચારી વેઈનો ત્યાગ-વૈરાગ્યનો ભાવ વધતો ગયો અને એમને દીક્ષા લઈ બૌદ્ધ ભિખ્ખું થવાના કોડ જાગ્યા. ધર્મગુરુઓએ પણ એ માટે પ્રોત્સાહન આપ્યું. એમ કરતાં વેઈએ એકવીસ વર્ષની વયે ધર્મગુરુ પાસે દીક્ષા લીધી અને એમનું નામ રાખવામાં આવ્યું હુઆન સંગ. પાંચ વર્ષમાં એમણે ચીની ભાષામાં લખાયેલા બૌદ્ધ ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી લીધો હતો. ત્યાર પછી તેઓ ચાંગ-ચેનના મઠમાં આવ્યા. ધર્મગ્રંથોનો અભ્યાસ કરતી વખતે તેમના મનમાં કેટલાક સંશયો ઉદ્દભવ્યા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કોઈ ન કરી શક્યું. ચેંગદુમાં કે ચાંગ-એનમાં કોઈ એવા જાણકાર ધર્મગુરુ નહોતા. બધાનો એવો મત પડતો કે એ માટે તો ભારત જઈ ત્યાંના મૂળ ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org