________________
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અજાણ્યા પ્રદેશના પ્રવાસમાં કોઈક અજાણ્યાની સાથે દોસ્તી થાય તો કેવી સરસ હૂંફ અનુભવાય છે !
જુદી જુદી હોટેલોમાંથી મહેમાનોને લેતી લેતી બસ છેવટે હંસ પૈગોડા પાસે આવી પહોંચી. હવે પંગોડાના ગાઇડ ચીની યુવકની ફરજ ચાલુ થઈ. તેણે કહ્યું, અમારું શિઆન શહેર ચીનનું એક પ્રાચીન નગર છે. બીજિંગ પાટનગર થયું એ પહેલાં કેટલોક વખત શિઆન ચીનનું પાટનગર હતું. એટલે શિઆનની ફરતે ૬૦૦ વર્ષ જૂની દસ કિલોમીટર જેટલી લાંબી દીવાલ છે. બીજિંગની મોટી દીવાલ – The Great Wall પછી બીજા નંબરે અમારી આ દીવાલ ગણાય છે. પંદરસો વર્ષ પહેલાં અહીં બૌદ્ધ ધર્મનો ઘણો પ્રચાર હતો. ભારતથી બૌદ્ધ ધર્મગુરુઓ જમીનમાર્ગે ઘણું કષ્ટ વેઠીને અહીં આવતા. આ પ્રદેશ ચાંગ-એન તરીકે ઓળખાય છે. અહીં ટૅગ વંશના રાજાઓ રાજ્ય કરતા. રાજા લિ-ઝીએ ઈ. સ. ૧૪૮માં જિન-વ્યંગ-ફંગ નામના આ પ્રકૃતિરમ્ય વિસ્તારમાં પોતાની માતા રાણી વેન-દેની યાદગીરીમાં વિશાળ બૌદ્ધ મંદિર બંધાવ્યું હતું. એટલે મંદિરનું ચીની ભાષામાં નામ પડ્યું હતું, “માતૃઆશિષ મંદિર'. ઉ૦ એકર જેટલા વિસ્તારમાં ત્યારે મંદિર અને જુદા જુદા વિભાગોનાં મકાનોમાં બધું મળીને ૧,૮૯૭ જેટલા નાનામોટા ઓરડાઓ હતા. આ મંદિર એક તીર્થ સમાન બની ગયું હતું. અનેક લોકો અહીં યાત્રાએ આવતા. કેટલાય ધર્મગુરુઓ અહીં રહેતા. ત્યાર પછીના કાળમાં હુઆન સંગની ભલામણથી અહીં “હંસ પેગોડા' બાંધવામાં આવ્યો હતો. ટૅગ વંશના શાસનકાળ દરમિયાન ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે લાગેલી આગમાં અહીંનું બૌદ્ધ મંદિર બળી ગયું હતું, પણ સદ્ભાગ્યે પેગોડા બચી ગયો હતો. પછી મિંગ વંશના રાજવીઓનો શાસનકાળ આવ્યો. એ દરમિયાન ઈ. સ. ૧૪૫૮માં નવું નાનું બૌદ્ધ મંદિર અહીં બાંધવામાં આવ્યું હતું, જે હાલ સામે તમને જોવા મળે છે.'
અમે પરિસરમાં દાખલ થયા. એનાં ત્રણ પ્રવેશદ્વાર છે. દાખલ થતાં જ બે બાજુ બે નાના ટાવર જેવી રચના જોવા મળી. એમાં એકમાં ઘંટ છે. એ પંદર હજાર કિલોગ્રામના વજનવાળો, દસ ફૂટ ઊંચો છે. એનો રણકાર કર્ણપ્રિય છે. જૂના વખતમાં જ્યારે ઘડિયાળ નહોતાં ત્યારે નગરજનોને ઉઠાડવા માટે, પ્રાર્થનાનો સમય જણાવવા માટે, સાંજે આરતી ટાણે એમ વિવિધ સમયે ઘંટ વગાડાતો જે આખા નગરમાં સંભળાતો. બીજી બાજુના ટાવરમાં સાત ફૂટના વ્યાસવાળું મોટું નગારું છે. ઘંટ અને નગારું હજુ પણ નિશ્ચિત સમયે વગાડાય છે.
ઘંટ અને નગારું નિહાળી અમે મંદિરમાં દાખલ થયા. એમાં મુખ્ય મંડપમાં વચ્ચે ભગવાન બુદ્ધની ત્રણ સ્વરૂપની ત્રણ મૂર્તિ છે. આજુબાજુ એમના શિષ્યોની મૂર્તિ છે. એક બાજુ પ્રાર્થનાખંડ છે. આ મંદિરમાં ભક્તો આવીને પ્રાર્થના કરે છે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org