________________
૧૩
હંસ પૈગોડા
મૂળ સંસ્કૃત ભાષાનો આપણો ભારતીય શબ્દ “હંસ” ઈસવી સનના સાતમા સૈકામાં ચીનમાં એક મોટા પૈગોડાને નામ આપવા માટે પ્રયોજાયો હતો એવું જ્યારે જાણવા મળે ત્યારે કેટલો બધો આનંદ થાય !
પૈગોડાને હંસ' એવું વિશેષ નામ આપવાની ફુરણા કોને થઈ હશે ? તે કાળે ભારત આવેલા સુપ્રસિદ્ધ ચીની યાત્રી હુઆન સંગને આવું સરસ સાર્થક નામ આપવાનું ગમ્યું હતું (હંસ' શબ્દ ચીનમાં ગયો એટલે વખત જતાં એનો ઉચ્ચાર ત્યાં હંગસ', “હેંગસુઓ' થઈ ગયો. હુઆન સંગ નામ પણ હુએન સંગ', “શુઆન સંગ', “શુઆન લેંગ' એમ જુદી જુદી રીતે ઉચ્ચારાય છે). હુઆન સંગ ભારત આવીને સંસ્કૃત અને પાલી ભાષાના મહાન પંડિત થયા હતા.
હંસ પેગોડા મધ્ય ચીનમાં શિઆન (લિઆન) નામના ઐતિહાસિક શહેરમાં આવ્યો છે. શહેરમાં દાખલ થઈએ તે પહેલાં દૂરથી સાત માળ ઊંચો આ પંગોડા તરત નજરે પડે એવો છે.
અમે શિઆન પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા આવેલી ચીની ગાઇડ યુવતીએ જણાવ્યું કે અમારી સૂચનાનુસાર હંસ પંગોડાની મુલાકાત પણ ગોઠવાઈ છે. ચીની યુવતીનું નામ હતું “જુ-ની', પરંતુ ગાઈડના વ્યવસાયમાં તે નવી નવી હતી. પોતાના વિષયની તે જાણકાર હતી, પણ અંગ્રેજી ભાષાના તેના ઉચ્ચારો ગરબડિયા હતા. એટલે જ બિચારીને દરેક વાક્ય બેત્રણ વાર બોલવું પડતું, છતાં અમે પૂરું સમજી ગયા છીએ એવું ખાતરીપૂર્વક તેને લાગતું નહિ. અલબત્ત, અમને સમજાવવા માટે એની ધીરજ ખૂટતી નહિ. તે સરળ અને વિવેકી હતી.
હોટેલમાં પહોંચી સ્વસ્થ થઈ અમે સમય થતાં તે માટેની પ્રવાસી બસમાં જોડાઈ ગયા. હવે જુ-નીની ફરજ પૂરી થઈ. બીજી ગાઇડના હવાલે અમને કરવામાં આવ્યા. બસમાં દાખલ થતાં જ કોઈક ગુજરાતીમાં બોલ્યું, “અહીં આવો, જગ્યા છે.” ચીનના આવા મધ્ય ભાગમાં કોઈકનો ગુજરાતીમાં અવાજ સાંભળવા મળે તો કેટલું ગમે ! પણ પ્રવાસીઓ ગુજરાતી જેવા લાગતા નહોતા. એમણે જ ખુલાસો કર્યો, ‘અમે કાઠિયાવાડના ખોજા છીએ. આફ્રિકા છોડીને ઘણાં વર્ષોથી લંડનમાં રહીએ છીએ. અમારા વડીલોનો આગ્રહ છે કે બધાએ ઘરમાં ગુજરાતીમાં જ બોલવું. અમે પતિપત્ની લંડનથી ચીન ફરવા આવ્યાં છીએ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org