________________
૭૮
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ધોધ જોઈ અમે ઉતારે પાછા ફર્યા. બધા પોતપોતાનાં કામમાં વ્યસ્ત બની ગયા. અમે કેટલીક માહિતી માટે રિસેપ્શનિસ્ટ પાસે ઊભા હતા ત્યાં સવારવાળાં પેલાં બહેનોએ આવીને ફરિયાદ કરી, “અમારી રૂમ કોઈએ ખોલી હતી ? અમે સવારે કેળાં અને બીજું ખાવાનું મૂકીને ગયાં હતાં તે કોઈ લઈ ગયું છે.'
બહેન, રૂમ તો કોઈએ ખોલી નહિ હોય, પણ તમે બારી કે બાલકનીનું બારણું ખુલ્લું રાખ્યું હતું ?'
“ખબર નથી.”
જરૂર ખુલ્લું રહી ગયું હશે. વાંદરાઓ તમારું ખાવાનું ઉપાડી ગયા હશે. અહીં વાંદરાઓનો ત્રાસ છે. એ માટે દરેક રૂમમાં અમે સૂચના મૂકી જ છે.'
પછીથી ખબર પડી કે પોતાનું ખાવાનું ગયાનો અનુભવ બીજા ત્રણ જણને પણ થયો હતો. વાંદરાઓ આવું બંધુકૃત્ય પક્ષપાતરહિતપણે કરતા હોય છે.
| વિક્ટોરિયા ધોધનું ભવ્ય દર્શન એ જિંદગીનો એક લહાવો છે. અમે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ ધોધનાં દર્શન કર્યા. એ દિવસ અમને વધારે યાદ એટલા માટે રહી ગયો છે કે તે દિવસે રાત્રે મુંબઈમાં, નખમાંયે રોગ વગરના, લાકડીના ટેકા વગર ચાલનારા, પોતાનું બધું કાર્ય જાતે કરી લેનારા ૧૦૪ વર્ષની ઉંમરના મારા પિતાશ્રીએ ઊંઘમાં સમાધિપૂર્વક દેહ છોડ્યો એના સમાચાર આપવા સ્વજનોએ ફોન કર્યો હતો.
પિતાશ્રીનું જીવન પણ ધોધ જેવું ભવ્ય હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org