________________
મકાઉ
૬૫ પૂતળું મૂકવામાં આવ્યું છે. ડૉ. સુન યાત સેને રાજાશાહીના જમાનામાં લોકશાહી, રાષ્ટ્રીય ભાવના અને સમાજ કલ્યાણ ઉપર ભાર મૂક્યો અને પોતાના વિચારોનો ચારેબાજુ પ્રચાર કર્યો (ત્યારે માઓ જો તુંગ હજુ ક્ષિતિજ પર પણ નહોતા આવ્યા). ઈ. સ. ૧૯૧૧માં ચીઆંગ (ચીંગ) વંશની રાજાશાહીનો અંત આવ્યો અને ડૉ. સુન યાત સેન ચીની પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ બન્યા. પછી સામ્યવાદીઓ સાથે મતભેદ થતાં એમણે રાજીનામું આપ્યું અને પોતાના કેન્ટન (મકાઉ પાસે) વિસ્તારમાં આવીને રહ્યા હતા અને ત્યાંની સરકારમાં કામ કર્યું હતું. ૧૯૨૫માં ૭૦ વર્ષની વયે એમનું અવસાન થયું હતું.
જૂના મકાઉ નગરમાંથી અમે હવે બહાર આવ્યા. જેને માટે મકાઉ પ્રખ્યાત છે એવા કેસિનોમાંથી એક મોટો કેસિનો જોવા અમને લઈ જવામાં આવ્યા. ગાઇડે કહ્યું કે મકાઉમાં ઘણા બધા કેસિનો (જુગારખાનાં) છે. એમાં અગિયાર કેસિનો તો એક જ કંપનીની માલિકીના છે. એક કેસિનો સમુદ્રમાં તરતા અને બત્તીઓથી શણગારેલા જહાજમાં છે. મોટા ભાગના કેસિનો સાંજથી સવાર સુધી ખુલ્લા હોય છે. કેટલાક તો ચોવીસ કલાક અને બારેમાસ ચાલે છે. પાળી પ્રમાણે કર્મચારીઓ બદલાય. શુક્ર, શનિ અને રવિ ચીનથી હજારો ચીનાઓ રમવા આવે છે. ત્યારે જગ્યા ન મળે. આ વ્યવસાયને પણ વર્તમાન જગતે નવાં નવાં સાધનો દ્વારા કેટલો બધો વિકસાવ્યો છે તે નજરે જોવાથી સમજાય. જ્યારે બહુ વિકાસ થયો નહોતો ત્યારે, હજારો વર્ષ પૂર્વે, શાસ્ત્રકારોએ જુગારની ગણના વ્યસનમાં કરી હતી એ કેટલું બધું આજે પણ સાચું લાગે છે !
જુગાર જેવું જ બીજું વ્યસન તે મદ્યપાન. અહીં મકાઉમાં શરાબનું એક વિશાળ મ્યુઝિમ છે. આસવપ્રિય પોર્ટુગીઝોએ દારૂ બનાવવાનાં સાધનો ઉપરાંત આ સંગ્રહાલયમાં એક હજાર કરતાં વધુ જાતના નમૂના રાખ્યા છે અને એમાંથી રોજ પચાસેક જાતના દારૂ મુલાકાતીઓને ચાખવા માટે આપે છે.
અમારામાંના એક યુરોપિયન પ્રવાસીએ કહ્યું, “આ તો બહુ સારું કહેવાય. મ્યુઝિયમની ટિકિટ લઈને દારૂ મફત ચાખી લેવાનું સસ્તું પડે.”
“ના, એવું નથી. જે જે દારૂ ચાખવો હોય તેની જુદી ટિકિટ લેવી પડે છે. આ સાંભળી એ પ્રવાસીનો ઉત્સાહ ઓસરી ગયો.
મ્યુઝિયમ અને બીજાં કેટલાંક સ્થળો જોઈને અમે મકાઉના બીજા ટાપુ પર ગયા. બે ટાપુ વચ્ચે નવો લાંબો પુલ બાંધવામાં આવ્યો છે. એનું નામ છે “મૈત્રી પુલ'. ત્યાં એક ઉદ્યાનમાં “કુમ લાન'નું કમળ પર નવું મોટું પૂતળું બનાવીને મૂકવામાં આવ્યું છે. એ ટાપુ પર તાઈપ અને કોલોને નામનાં બે નગર છે. વળી, દરિયો પૂરીને કરેલું માનવસર્જિત મોટું સરોવર છે. અમે ઠેઠ ચીનની સરહદ સુધી જઈ આવ્યા. સરહદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org