________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩
૩૪
ગુજરી ગયાં હોય એવાં સગાંઓના શબને મકાઉમાં લાવીને દફનાવી ન શકાય, પરંતુ આ કાયદો પતિ કે પત્નીના શબને લાગુ પડતો નથી. ગાઇડ હર્ટે કહ્યું કે એની માતા હૉંગકૉંગમાં રહેતી હતી અને ત્યાંની નાગરિક હતી, પરંતુ એ ત્યાં ગુજરી ગઈ ત્યારે સરકારની પરવાનગી મેળવીને પોતે માતાનું શબ લઈ આવી હતી અને મકાઉમાં પિતાની કબર ખોદાવીને એમાં સાથે તે વિધિસર દફનાવવામાં આવ્યું હતું.
મકાઉમાં જેમ બૌદ્ધ મંદિરો છે તેમ ખ્રિસ્તી દેવળો પણ છે. મકાઉમાં એક મોટું જૂનામાં જૂનું દેવળ તે સેંટ પોલનું હતું. ઈ. સ. ૧૬૦૨માં પૉર્ટુગીઝો દ્વારા ગોવાનાંના પોતાના સેંટ પોલના દેવળ જેવું જ બરાબર આ દેવળ બાંધવામાં આવ્યું હતું, પરંતુ એક વખત ભયંકર આગ લાગતાં આખું દેવળ બળી ગયું. માત્ર એના પ્રવેશદ્વારની પથ્થરની કલાત્મક ઊંચી દીવાલ બચી ગઈ. સત્તાવાળાઓએ પ્રાચીન સ્મારક તરીકે સાચવી રાખેલી આ દીવાલ જોતાં અમને તે સમયની પૉર્ટુગીઝોની જાહોજલાલીનો ખ્યાલ આવ્યો.
વળી એનો વધુ ખ્યાલ આવ્યો મકાઉના જૂના ગીચ વિસ્તારોમાં ફરતાં ફરતાં. યુરોપિયનોએ પોતાનાં સંસ્થાનોમાં હવા, પ્રકાશ, વરસાદ, રક્ષણ ઇત્યાદિની દૃષ્ટિએ સાથે કલાત્મક દૃષ્ટિથી મકાનોના બાંધકામમાં જે સ્થાપત્યકલા વિકસાવી હતી તે અનોખી હતી. જોતાં જ ખબર પડી જાય કે એ ‘કોલોનિયમ સ્ટાઇલ'નું મકાન છે. મકાઉમાં પૉર્ટુગીઝોનાં એવાં જૂનાં મકાનો, દેવળો વગેરે સાચવી રાખવામાં આવ્યાં છે. ગુલાબી રંગ એ પૉર્ટુગીઝોનો એક પ્રિય રંગ મનાય છે. અહીં ઘણાં જૂનાં મકાનોની દીવાલો ગુલાબી રંગની જોવા મળે છે. આ જૂનાં મકાનોમાં એક અફીણધર (Opium House) પણ છે કે જ્યાં અફીણના વ્યસની ચીનાઓ આવીને અફીણ પીતા. એ જમાનામાં દુનિયામાં અફીણના સૌથી વધુ વ્યસનીઓ ચીનમાં હતા. એમને અફીણના બંધાણી બનાવનાર પૉર્ટુગીઝો હતા. પૉર્ટુગીઝોની આ એક મોટામાં મોટી કુસેવા હતી (ભારતમાં તમાકુ લઈ આવનાર પણ પૉર્ટુગીઝો હતા). તેઓ અફીણ આપીને ચીનાઓ પાસેથી રેશમ, મોતી, ચા વગેરે બદલામાં પડાવી લેતા (તેમની સાથે પછીથી ભારતીય વેપારીઓ પણ જોડાયા હતા). તેમણે અનેક ચીનાઓનાં જીવન એટલાં બધાં પાયમાલ કરી નાખ્યાં કે છેવટે પ્રકોપે ભરાયેલા બીજિંગના રાજાએ પૉર્ટુગીઝો સામે અફીણયુદ્ધ (Opium war) કર્યું. એણે મોકલેલા એક સેનાપતિએ પોતાના સૈનિકો સાથે આવીને મકાઉમાં અફીણનાં બધાં ગોદામોમાં આગ લગાડી. આખું મકાઉ ભડકે બળ્યું હતું.
અમને જૂના મકાઉમાં જે એક ઘર બતાવવામાં આવ્યું તે ચીની ક્રાન્તિકા૨ક વિચારક ડૉ. સુન યાત સેનનું હતું. તેઓ મકાઉના વતની હતી. અહીં એક હૉસ્પિટલ અમને બતાવવામાં આવી. તે ડૉ. સુન યાત સેનના નામની છે અને એમાં એમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org