________________
૧૩
મકાઉ થયું. એમાં શ્રીમંતોનાં બધાં વહાણો ડૂબી ગયાં, પણ ગરીબ માછીમારોની હોડી બચી ગઈ. તેઓ ટાપુ પર પાછા આવ્યા. માછીમારોને લાગ્યું કે આ નાની છોકરીના પ્રતાપે જ બધા બચી ગયા છે.
તેઓ બધા હેમખેમ કિનારે ઊતર્યા. છોકરી પણ કિનારે ઊતરીને રેતીમાં ચાલતાં ચાલતાં અચાનક ક્યાં અલોપ થઈ ગઈ તે ખબર ન પડી. બહુ તપાસ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ. માછીમારોને થયું કે જરૂર દરિયાની દેવીએ ગરીબ છોકરીનું રૂપ ધારણ કરીને તેમને બચાવ્યા છે. એટલે તેમણે આ કિનારે “આ મા’ દેવીનું મંદિર બંધાવ્યું અને દરિયાઈ સફર માટે જતાં-આવતાં ત્યાં દર્શન કરવા લાગ્યા.
આ મંદિર જોયા પછી અમે કુમ લોનનું બૌદ્ધ મંદિર જોયું. મકાઉનું આ મોટામાં મોટું અને જૂનામાં જૂનું મંદિર છે. કુમ લાન બૌદ્ધ ધર્મની દયાની દેવી છે. આ મંદિર તેરમા સૈકામાં બાંધવામાં આવ્યું હતું. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૭માં એનો જીર્ણોદ્ધાર થયો હતો. કુમ લોન ઉપરાંત ભગવાન બુદ્ધની વિવિધ લાક્ષણિક મુદ્રાઓવાળી પ્રતિમાઓ એમાં છે. કુમ લાનની મૂર્તિ લગ્નના વેશમાં છે. એનું કારણ એમ અપાય છે કે તે લગ્ન કર્યા પછી એ દિવસે તરત જ બૌદ્ધ સંઘમાં જોડાઈ ગઈ હતી.
આ મંદિરમાં છતમાં, ગોખલામાં, પ્રવેશદ્વારમાં લાલ, લીલો અને પીળો એ ત્રણ રંગનું સમુચિત સંયોજન જુદું જ વાતાવરણ સર્જે છે.
મકાઉમાં બહુમતી બૌદ્ધધર્મીઓની છે. એટલે અહીં ઘણાં નાનાંમોટાં બૌદ્ધ મંદિરો છે. આ મંદિરોની એક ખાસિયત તે એની ધૂપસળીની છે. આપણે ત્યાં બારેમાસ અખંડ દીવાની પ્રથા છે, પણ અખંડ ધૂપની પ્રથા નથી. દિવસરાત ધૂપસળી અખંડ બળે એમ કરવું હોય તો ધૂપસળી ખાસ્સી લાંબી હોવી જોઈએ. દુનિયાની લાંબામાં લાંબી અને મોટામાં મોટી ધૂપસળી મકાઉમાં જોવા મળે છે. તે ઊંચે છતમાં લટકાવેલી હોય છે. એક છેડેથી નાના વર્તુળમાંથી નીચે ક્રમે ક્રમે ઉત્તરોત્તર મોટા વર્તુળમાં સળંગ વિસ્તરતી જતી, વીસપચીસ વર્તુળવાળી પોલા શંકુની જેમ તે લટકતી રહે છે અને આ બીજે છેડે સળગતી રહે છે. એક અગરબત્તી આ રીતે લગભગ બે મહિના ચાલે છે, એક પૂરી થાય તે પહેલાં બીજી સળગાવવામાં આવે છે. કોઈક મંદિરમાં દર નવા વર્ષે ફક્ત એક જ વાર એક સાથે ત્રણચાર અગરબત્તી છતમાં લટકાવી દેવામાં આવે છે. તે આખું વર્ષ અખંડ ચાલે છે. પછી નવા વર્ષે નવી અગરબત્તીઓ આવે.
કોઈક બીદ્ધ મંદિરમાં પાછળ એક વિભાગમાં કબ્રસ્તાન હોય છે. ચીન, જાપાન વગેરે કેટલાક દેશોમાં બૌદ્ધધર્મીઓમાં શબને અગ્નિસંસ્કાર નહિ પણ દફનાવવાની વિધિ હોય છે. મકાઉમાં એવો કાયદો છે કે વિદેશી નાગરિક હોય અને વિદેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org