________________
૬૨
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અલવારેસનો ઊંચો કદાવર દેહ, ભરાવદાર ચહેરો, લાંબી દાઢીમૂછ, વજનદાર બૂટ, જાડો ઓવરકોટ ઇત્યાદિને લીધે આબેહૂબ લાગતી એની આકૃતિ જૂના વખતના યુરોપીય શોધસાફરીઓ કેવા હતા તેનો આપણને ખ્યાલ આપે છે.
હર્ટે કહ્યું, “આ ટાપુનું નામ મકાઉ કેવી રીતે પડ્યું તેનો ઇતિહાસ રસિક છે. જ્યોર્જ અલવારેસ પોતાના સાથીદારો સાથે વહાણમાંથી ઊતરીને સમુદ્રકિનારે આવ્યા ત્યારે ત્યાં સ્થાનિક ચીનાઓ એક મંદિર પાસે બેઠા હતા. સામાન્ય રીતે શોધસફરીઓને સૌથી પહેલી જિજ્ઞાસા નવા સ્થળના નામ વિશે હોય, પરંતુ પોર્ટુગીઝોને ચીની ભાષા નહોતી આવડત અને ચીનાઓ તો આ ઊંચા, ગોરા, કદાવર માણસોને જોઈને હેબતાઈ ગયેલા. બે વિભાષી પ્રજા વચ્ચે આરંભમાં જે વ્યવહાર થાય તે ઇશારાથી અને ભાંગ્યાતૂટ્યા શબ્દોથી. એટલે ક્યારેક ગૂંચવાડો અને ગેરસમજ પણ થાય.'
પોર્ટુગીઝ લોકોએ પૂછ્યું, “આ પ્રદેશનું નામ શું છે?'
સ્થાનિક લોકો સમજ્યા કે તેઓ આ શાનું મંદિર છે એમ પૂછે છે. એમણે કહ્યું, આ મા કાઉ.”
આ મા' એ દેવીનું નામ છે. કાઉ (કાઓ) એટલે સ્થળ. “આ મા કાઉ' એટલે આ મા” દેવીની આ જગ્યા છે. એટલે પોર્ટુગીઝો સમજ્યા કે આ જગ્યાનું નામ “આ મકાઉ છે. એટલે તેઓ આ ટાપુને “મકાઉ' નામથી ઓળખવા લાગ્યા.
અમને સમુદ્રકિનારે આવેલા “આ મા' દેવીના મંદિરે લઈ જવામાં આવ્યા. એના પ્રવેશદ્વાર આગળ એક ખડક ઉપર હોડીની આકૃતિ કોતરવામાં આવી છે. બીજા એક ખડક ઉપર ચીની લિપિમાં પ્રાર્થના કોતરવામાં આવી છે. મંદિરમાં “આ મા'ની મૂર્તિ ઉપરાંત ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મનાં દેવદેવીઓની મૂર્તિઓ છે. મંદિરમાં અંદર પણ હોડીની આકૃતિ છે.
“અહીં હોડી શા માટે છે ?' અમે પ્રશ્ન કર્યો.
બસ, એ જ સમજાવું છું. “આ મા' એ માછીમારોની દરિયાઈ દેવી છે. આ સામુદ્રિક માતાના પાંચસો વર્ષ પુરાણા મંદિર વિશે એક રસિક દંતકથા છે ?'
આ ટાપુ ઉપર એક ગરીબ છોકરી રહેતી હતી. એનું નામ “આ મા'. એક દિવસ એને વહાણમાં બેસીને પાસેના બંદર કેન્ટન જવું હતું. એની પાસે ભાડાના પૈસા નહોતા. એટલે એણે વહાણના માલિકોને ભાડું લીધા વગર કેન્ટન લઈ જવા કહ્યું, પરંતુ શ્રીમંત વહાણવાળાઓએ કોઈએ એને બેસવા ન દીધી. બધાં વહાણો ઊપડી ગયાં. હવે છેલ્લે ગરીબ માછીમારોની એક હોડી જતી હતી. “આ માએ તેમને આજીજી કરી. માછીમારોને દયા આવી. તેમણે પોતાની હોડીમાં એને બેસવા દીધી. બધા જ્યારે કેન્ટન તરફ જઈ રહ્યા હતા ત્યારે મધદરિયે અચાનક ભયંકર વાવાઝોડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org