________________
મકાઉ
લાલ સ્ટિકર લગાડીને કહ્યું, “અહીં બંદરમાં અને જોવાનાં સ્થળોએ ભારે ભીડ રહે છે, માટે તમે બધા સ્ટિકર પ્રમાણે એકબીજાના સંપર્કમાં રહેજો, નહિ તો ભૂલા પડી જશો.”
તે બધાંને દોરીને બસમાં લઈ ગઈ અને પોતાનો પરિચય આપતાં કહ્યું, “મારું નામ હર્ટ (Herst) છે. હું અહીંની એક શાળામાં શિક્ષિકા છું અને ફાજલ દિવસે ગાઇડ તરીકે કામ કરું છું. આ મારા રસનો વિષય છે અને વધારાની આવકનું સાધન છે. મારો જન્મ ઇન્ડોનેશિયાના સુમાત્રામાં થયો હતો. મારાં માતાપિતા આજીવિકા માટે હોંગકોંગ આવીને રહ્યાં અને ત્યાંનાં નાગરિક બન્યાં. પછી મારા પિતા નોકરી માટે મકાઉ આવ્યા હતા. મને શિક્ષિકા તરીકે કામ કરવાની તક મળી એટલે હું પણ અહીં આવીને રહી છું.'
હર્ટે ચીની પ્રવાસીઓ માટે ચીની ભાષામાં અને બીજા યુરોપિયન પ્રવાસીઓ માટે ફ્રેન્ચ અને પોર્ટુગીઝમાં પરિચય આપ્યો. તેના ઇંગ્લિશ ઉચ્ચારો સ્પષ્ટ અને સમજાય એવા હતા. એ પાંચ ભાષા સારી રીતે બોલી શકતી હતી. મકાઉ વિશે તેની જાણકારી સારી હતી.
ઈસવી સનના પંદરમા-સોળમા શતકમાં દરિયાઈ સફર માટે દોઢસો-બસોથી વધુ ખલાસીઓ, શોધ ફરીઓ આરામથી રાતદિવસ રહી શકે એવાં ખાસ્સાં મોટાં, સઢવાળાં, મજબૂત અને ઝડપી વહાણોનું નિર્માણ યુરોપમાં જેમ જેમ વધવા લાગ્યું તેમ તેમ સાહસિક શોધસફરીઓની મહત્ત્વાકાંક્ષા પણ વિસ્તરવા લાગી. સ્પેન, પૉર્ટુગલ, ફ્રાન્સ, બ્રિટન, હોલેન્ડ વગેરે દેશોના શોધસાફરીઓ વચ્ચે એકબીજા ઉપર સરસાઈ મેળવવા માટે અને નવા નવા મુલકો કબજે કરવા માટે સ્પર્ધા થવા લાગી. ક્યારેક યુદ્ધો પણ થયાં. યુરોપથી નીકળી આફ્રિકા, ભારત વગેરેના કિનારે કિનારે આગળ વધી ચીન-જાપાનના કિનારા સુધી વહાણમાં પહોંચતાં ક્યારેક દોઢ-બે વર્ષ જેટલો સમય થઈ જતો.
મકાઉ ઉપર પહેલવહેલો કબજો ડચ લોકોએ સોળમા શતકના આરંભમાં જમાવ્યો હતો, પરંતુ પોર્ટુગીઝ દરિયાખેડુઓ વધુ જબરા અને લડાયક મિજાજના હતા. તેઓ મકાઉમાં આવ્યા ત્યારે તેમનો ડચ લોકો બરાબર સામનો કરી શક્યા નહિ. પરાજય થતાં તેઓ ભાગ્યા અને પછી ઇન્ડોનેશિયાના ટાપુઓનો આશ્રય લીધો. પોર્ટુગીઝ જીતતાં મકાઉ પોર્ટુગીઝ સંસ્થાન બન્યું. ત્યારે મકાઉના સ્થાનિક ચીના લોકો બૌદ્ધ ધર્મ પાળતા હતા.
અમારી બસ એક સ્થળે ઊભી રહી. ત્યાં એક પૂતળું હતું. બધાંને એ બતાવીને ગાઇડે કહ્યું, “આ પૂતળું પોર્ટુગીઝ સાહસિક જ્યોર્જ અલવારેસનું છે. મકાઉના દીપકલ્પ ઉપર પહેલવહેલો પગ મૂકનાર પોર્ટુગીઝ તે આ જ્યોર્જ અલવારેસ છે. ઈ. સ. ૧૫૫૭માં પોર્ટુગીઝો મકાઉમાં આવ્યા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org