________________
૧૦ મકાઉ
દક્ષિણ ચીનના પશ્ચિમ કિનારે પેસિફિક મહાસાગરમાં પાસે પાસે આવેલાં બે ભૂતપૂર્વ યુરોપીય સંસ્થાન (Colony)તે અંગ્રેજોનું હૉંગકૉંગ અને પૉર્ટુગીઝોનું મકાઉ (મકાઓ), પરંતુ બંનેની ભાત નોખી નોખી. યુરોપમાં ઇંગ્લૅન્ડ અને પૉર્ટુગલ નજીકના દેશો, છતાં બંનેની ભૌગોલિક ખાસિયતો જુદી, હવામાન જુદાં, ભાષા જુદી, રહેણીકરણી અને શોખ જુદાં જુદાં, એનો પ્રભાવ જેમ એના સમાજજીવન પર પડ્યો છે તેમ એનાં સંસ્થાનોના વહીવટ ઉપર પણ પડ્યો છે. એટલે જ બહારની દુનિયામાં હૉંગકૉંગ જેટલું મશહૂર થયું એટલું મકાઉ ન થયું. અંગ્રેજોએ મુંબઈની જેમ હૉંગકૉંગને જેટલું વિકસાવ્યું તેટલું પૉર્ટુગીઝોએ જેમ ગોવાને તેમ મકાઉને પણ ન વિકસાવ્યું.
મકાઉ મુખ્યત્વે દ્યૂતનગરી-કેસિનોની નગરી તરીકે પંકાયેલું છે, પણ તે ઉપરાંત પણ ત્યાં ઘણુંબધું જોવાનું છે. જેમને ઇતિહાસ અને ભૌગોલિક રચનામાં રસ હોય, શિલ્પસ્થાપત્ય અને જીવનશૈલી વિશે જાણવાની ઇચ્છા હોય તેમણે પાંચસો વર્ષ પુરાણા, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયરૂપ, પાંચ લાખની વસ્તીવાળા આ દ્વીપનગરની મુલાકાત લેવા જેવી છે. વસ્તુત: મકાઉ દ્વીપ નહિ, પણ દ્વીપકલ્પ (Peninsula) છે, કારણ કે એનો એક છેડો ચીનના તળપ્રદેશને અડેલો છે.
મારે હૉંગકૉંગ કેટલીક વાર જવાનું થયું હતું, પરંતુ મકાઉની મુલાકાતનો અવસર સાંપડ્યો ન હતો. એક વખત અમે હૉંગકૉંગમાં હતા ત્યારે મારા મિત્રે સૂચન કર્યું કે વચ્ચે એક દિવસ મળે છે તો મકાઉ જઈ આવીએ તો કેમ ? મકાઉના કેસિનો જોવા હોય, જુગા૨ ૨મવો હોય તો ત્યાં રાત રોકાવું પડે, પરંતુ અમને એમાં રસ નહોતો. એટલે અમે ફક્ત દિવસની ટુર પસંદ કરી. મકાઉ માટે ફક્ત પાસપૉર્ટની જરૂ૨; વીઝાનો સિક્કો તો ત્યાં એરપૉર્ટ કે બંદર ઉપર જ મારી આપવામાં આવે છે. અમે વહેલી સવારે હૉંગકૉંગના બંદર પર પહોંચી ગયા. અમારી ટુરમાં જુદા જુદા દેશના પચાસેક પ્રવાસીઓ હતા. સ્ટીમરમાં બેસી થોડા કલાકમાં અમે મકાઉના બંદરે ઊતર્યા. ત્યાં ઇમિગ્રેશન વિભાગમાં પાસપૉર્ટમાં સિક્કો મરાવી અમે બહાર આવ્યા ત્યારે અમારું સ્વાગત કરવા અમારી મહિલા ગાઇડ ઊભી હતી. એણે પ્રવાસીઓની સંખ્યાની ગણતરી કરી લીધી અને દરેકની છાતીએ પોતાની કંપનીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org