________________
ખજુરાહો
૧૫૧ કારણ કે રસ્તા ઉપર લોકોની અવરજવર ઘણી હતી. પરંતુ એ માટે રામશરણ પાસે એનો પોતાનો ઉપાય હતો. પાસે રાખેલો એક દંડો હાથમાં લઈ બહાર જીપના બારણા ઉપર જોરથી તે ઠપકારતો જાય અને જરૂર પડે તો ડોકું બહાર કાઢીને રાડ પાડતો જાય.
અંતે અમે મુકામ પર પહોંચી ગયાં. લાકડાનું ખોખું મૂકી રામશરણે બધાંને ઉતાર્યા. જીપના ભાડાની રકમ બીજે દિવસે કાર્યાલયમાં ચૂકવવાની સૂચના આપી, ભંગાર જીપના વસમા પ્રવાસ માટે ક્ષમા માગી, બુટ્ટી માટે દિલસોજી દર્શાવી, બધાંને લળીલળીને ચરણવંદન કરી રામશરણે વિદાય લીધી.
એક જોખમી પ્રવાસ પૂરો થયો પણ મારા મનમાં અનુચિંતન ચાલ્યું કે અમારું જોખમ તો એક દિવસ પૂરતું હતું, પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ગામડાંના ગરીબ માણસોને રોજ કેવું જોખમી જીવન જીવવું પડે છે !
આખા દિવસના અનુભવો વાગોળતાં અમે નિદ્રાધીન થયાં. બીજે દિવસે સવારે ચા-પાણી, સ્નાનાદિથી પરવારીને નવ લાગે કાર્યાલય ખૂલે એટલે હિસાબ માટે અમે નીકળ્યાં. બધાંને આવવાની જરૂર નહોતી તોપણ બધાના મત પૂછી લીધા. કેટલીક વાર ઘટના બને ત્યારે પ્રત્યાઘાતો જેટલા ઉગ્ર હોય છે તેટલા પછી નથી રહેતા. જીપ માટે ફરિયાદ કરવી કે ન કરવી, ભાડું ઓછું કરાવવું કે ન કરાવવું, ડ્રાઇવરને બક્ષિસ આપવી કે ન આપવી અને આપવી તો કેટલી આપવી વગેરે વિશે અમારા અભિનિવેશો મંદ પડ્યા હતા. મેં તો રામશરણના બહાદુરીભર્યા ડ્રાઇવિંગની પ્રશંસા જ કરી.
અમે કાર્યાલયમાં દાખલ થયાં કે મેનેજરે કહ્યું, “બાવો, બેસો. તમારી રાહ જોઈને રામશરણ હમણાં જ ગયો. અચાનક એક વરદી એને મળી ગઈ. એ તમારા માટે કશુંક આપતો ગયો છે.' એમ કહી એમણે ટેબલના ખાનામાંથી છાપાના કાગળના ટુકડાનું વાળેલું નાનું પડીકું આપ્યું.
“શું છે ? કોઈ પ્રસાદ છે ? “હા, પ્રસાદ જ કહેવાય.'
પડીકું ખોલતાં જ એ જોઈને માસીબા બોલી ઊઠ્યાં, “અરે, આ તો મારી બુટ્ટી. હાશ... ભગવાન. પણ એ રામશરણને કેવી રીતે મળી ?'
સવારે અહીં આવી એ જીપ સાફ કરતો હતો ત્યાં એને મળી.” પણ જીપમાં કેવી રીતે હોય?' માસીબાને આશ્ચર્ય થયું. બીજી બહેને કહ્યું, “મને લાગે છે, માસીબા, કે બુટ્ટી તમારા હાથમાંથી સરકીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org