________________
૧૫ર
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ સાડીમાં ફસાઈ ગઈ હશે અને પછી જીપમાં બેસતાં-ઊઠતાં નીચે પડી ગઈ હશે. એ જ એક શક્યતા લાગે છે.”
માસીબા ભાવવિભોર થઈ ગયાં. આ આનંદના સમાચાર બીજા મિત્રોને પહોંચાડવા બધાં ઉત્સુક થઈ ગયાં.
જીપનો હિસાબ ચૂકતે થયો. કરવા ધારેલી ફરિયાદો ઓગળી ગઈ. આપવા ધારેલી બક્ષિસ પ્રેમપૂર્વક અકથ્ય વૃદ્ધિ પામી અને એમાં માસીબાએ માતબર રકમ ઉમેરીને મેનેજરને કહ્યું, “આ મારા તરફથી રામશરણને આપજો અને કહેજો કે ગાડી સરખાં કરાવવા માટે જ આ આપી છે.'
અમે ઉતારે પાછા ફર્યા. વાતાવરણ ઉત્સવ જેવું બની ગયું. ગરીબ માણસો પણ કેવા ઈમાનદાર હોય છે એની પ્રશંસા થઈ.
અમે બપોરે ચિત્રકૂટથી નીકળી સતનાથી મુંબઈ જતી ટ્રેન પકડવાનાં હતાં એટલે રામશરણને મળવાની કોઈ શક્યતા નહોતી. ફરીથી મળવાનું ક્યારેય થયું નથી, પણ ખજુરાહોની વાત નીકળતાં રામશરણની જીપ અને એનું ડ્રાઇવિંગ યાદ આવ્યા વગર રહેતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org