________________
પાસપૉર્ટની પાંખે – ભાગ ૩
‘પહેલેથી ખબર હોત તો પહેરત જ નહિ.' એમ કહી માસીબાએ બુટ્ટીનો પેચ ખોલવા માંડ્યો.
૧૫૦
‘અહીં રસ્તામાં શું કામ કાઢો છો ? જીપમાં બેસીને શાંતિથી કાઢજોને. કોઈ વાર હાથમાંથી સરકી પડે.’
ત્યાં તો હાથ જોઈ આમતેમ ફાંફાં મારતાં માસીબા બોલ્યાં, ‘લો, તમે કહ્યું એવું જ થયું. બુટ્ટી હાથમાંથી સરકી પડી લાગે છે.’
માસીબા ગંભીર બની ગયાં. અમારા પગ અટકી ગયા. સૌ વાંકા વળી બુટ્ટી શોધવા લાગી ગયાં. પણ પરિણામ શૂન્ય. માસીબાનું મોઢું ગમગીન બની ગયું. આજનો દિવસ જ એવો ઊગ્યો છે.' એમ કહી બીજી બહેને આશ્વાસન આપ્યું. ઠીક ઠીક વાર લાગી એટલે રામશરણ આવી પહોંચ્યો. વાત થતાં તે પણ શોધમાં જોડાયો, પણ કશું વળ્યું નહિ. મોડું થતું જતું હતું પણ બીજાથી કેમ બોલાય ? વાત ગંભીર હતી. માસીબા કંઈ કહે એની જ રાહ જોવાવા લાગી. છેવટે એ બોલ્યાં, ‘ચાલો ત્યારે, હવે નહિ મળે. ભગવાનને ગમ્યું તે ખરું.'
સૌ જીપ પાસે પહોંચ્યાં. બધાં ગોઠવાયાં એટલે જીપ ચિત્રકૂટના રસ્તે ચાલી. પશ્ચિમમાં સૂર્યાસ્ત થઈ જતાં સોનેરી અજવાળું પૂરું થયું અને પૂર્વમાં ચંદ્રોદય થતાં રૂપેરી અજવાળું પ્રસરવા લાગ્યું. પ્રાકૃતિક વાતાવરણ કવિતા પ્રેરે એવું હતું પણ બુટ્ટીની ઘટના અને હવે રાતનો ડર – એથી અમારાં મન ઊંચક હતાં.
આખે રસ્તે કોઈ ગાડીની અવરજવર નહોતી. બંને બાજુ થોડે થોડે સમયે નાનાં નાનાં આદિવાસી-ગામોમાં સાંજની રસોઈ માટેનાં સળગતાં લાકડાંના ધુમાડા ઊંચે ઊડી રહ્યા હતા. અજવાળું આછું હતું એટલે જીપની લાઇટ ચાલુ કરવા મેં રામશરણને કહ્યું, પણ એણે જવાબ આપ્યો, ‘સા’બ લાઇટ ચાલતી નથી. મને ચોખ્ખું દેખાય છે. વળી, લાઇટ ચાલતી હોય તો પણ ન કરવી સારી. લાઇટ હોય તો આ લોકોને દૂરથી ખબર પડે કે કોઈક ગાડી આવે છે.’
‘પણ અંધારું આવે ત્યાં શું કરવું ? લાઇટ તો હોવી જોઈએ ને ?’ એટલું હું બોલું ત્યાં તો ખરેખર અંધારું આવ્યું. ચંદ્ર ડુંગરની પાછળ ઢંકાઈ ગયો હતો. રામશરણે પોતાની પાસે રાખેલી ટૉર્ચ જમણા હાથમાં લઈ, હાથ બહાર કાઢી રસ્તા પર લાઇટ મારી. કહે, ‘અમારે આ રોજનો રસ્તો છે. બધા વળાંકની ખબર હોય.' વચ્ચે એણે ટૂંકો રસ્તો લીધો. ઊતરાણવાળો રસ્તો હતો. પેટ્રોલ બચે અને ઝડપ વધતાં સમય પણ બચે.
ચિત્રકૂટના પાદરમાં આવતાં રસ્તા પરની બત્તીઓ જોઈને અમે તનાવમુક્તિ અનુભવી. હેમખેમ પાછાં ફર્યાં. હવે જીપની લાઇટનો નહિ, હૉર્નનો પ્રશ્ન હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org