________________
વખતે દરેકના મોઢામાંથી ધુમાડા નીકળતા હતા. સિગારેટ પીધા વગર સિગારેટના ધુમાડા કાઢવાનો આનંદ માણી શકાયો. થોડી વાર હવા મોઢામાં રોકી રાખી ગાલ ફુલાવીને પછી ઘટ્ટ ધુમાડાની લાંબી સેર પણ કાઢી શકાય.” (મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક)
પરંતુ પ્રસંગોપાત્ત વિનોદ કરતા લેખક હરહંમેશ કરુણામય, સમભાવશીલ, નીતિનિષ્ઠ અને પ્રામાણિક રહે છે. પોતાને અગવડ યા તકલીફમાં મૂકનાર યા છેતરનાર વ્યક્તિ પ્રતિ પણ તેઓ સહિષ્ણુતા અને કરુણા દાખવે છે. અનેક પ્રસંગોમાં આ વસ્તુ જોવા મળે છે. દાખલા તરીકે દક્ષિણ ચીનના “qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ' યોજાયો હતો. તેમાં જોવા જવા માટેની દાખલ ફી ઘણી મોંઘી હતી. પરંતુ પોતાનો જ્યાં ઉતારો હતો તે હોટલના ઓરડાની બારીમાંથી ખુરશી પર બેસી એ ખેલ જોઈ શકાય તેમ હતું. લેખક લખે છે,
“પણ મારા મનમાં પ્રશન થયો કે આવી રીતે મફત ખેલ જોવો તે શું યોગ્ય છે ? એમાં શિષ્ટાચારનો ભંગ થાય અને નીતિનિયમનો પણ ભંગ થાય. મિત્રે તરત રિસેપ્શનિસ્ટને ફોન જોડ્યો. જવાબ મળ્યો કે રૂમમાંથી ખેલ ખુશીથી જોઈ શકાય. ખેલ જોવાના પૈસા નથી, ડિનર અને ડ્રિકના પૈસા છે. બારીમાંથી જોવામાં કોઈ નીતિનિયમનો ભંગ નથી.” (qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ)
દક્ષિણ આફ્રિકાના “શાહમૃગના વાડા' જોઈ લેખકને જિજ્ઞાસા અને આશ્ચર્યની સાથે અરેરાટી પણ થાય છે, કારણ કે
“શાહમૃગનું સરેરાશ આયુષ્ય 70–75 વર્ષનું, પણ ત્રણચાર વર્ષે ભરાવદાર શરીરનું થયા પછી ભાગ્યે જ કોઈને વધુ જીવવા મળે. બાળવયમાં જ તે કતલખાને પહોંચી ગયું હોય અને તે પહેલાં પીંછાં ખેંચાતાં હોય ત્યારે લોહીની ટસ સાથે એણે કેટલી વેદના અનુભવી હોય ! એને ડોક મરડીને, અથવા મોઢે કોથળી ભરાવીને ગૂંગળાવીને, ગોળીથી વીંધીને કે શસ્ત્ર વડે ડોક ઉડાવી દઈને મારી નાખવામાં આવે ત્યારે સમજદાર શાહમૃગ પોતાનું મોત સમજી જઈને બધી તાકાતથી કેવું ઝૂઝતું, આકંદ કરતું હોય છે મનુષ્યને એની નિષ્ફરતાની વાત કોણ સમજાવે ?” (શાહમૃગના વાડા)
અર્થાત્ “પાસપોર્ટની પાંખે'નો આ ત્રીજો ભાગ, તેના પહેલા-બીજા ભાગની જેમ, જગતના વિવિધ દેશોની પ્રકૃતિ અને સંસ્કૃતિની સારી-નરસી વિવિધ બાજુઓનો, અલપઝલપ પણ સુરેખ અને સંવેદ્ય ખ્યાલ આપે છે. જગતમાં ક્ષોભ અને દુ:ખપ્રેરક ઘણું છે, તો આનંદ અને સુખપ્રદ એવું પણ ઓછું નથી – એ તે દર્શાવે છે. માનવી અને જગતની વાસ્તવિકતા તેમાં ચારુ કલ્પના અને સુકોમળ સંવેદનાથી ભીંજાઈને ગ્રાહ્ય રૂપમાં રજૂ થઈ છે. સરળ, મધુર, કોમળ, ઇન્દ્રિયસંવેદ્ય, પ્રવાહી, વિશદ શૈલીમાં, સહજ સ્વાભાવિક લાગે તે રીતે પ્રસ્તુત, વિવિધ પ્રદેશો-સ્થળો-ઘટનાઓ-મનુષ્યો-કાર્યોનું, તાદશ નિરૂપણ ભાવકના મન અને હૃદયને સ્પર્શી જાય છે. તે આનંદ અને અવબોધ-ઉભય યુગપદ આપે છે. લેખક સાથે પોતે જગતપ્રવાસ કરી રહ્યો હોય – એવો ભાવકને તે અહેસાસ કરાવે છે. લેખકનો “હું” તેમાં સર્વત્ર દેખાય છે, પણ અહં' ક્યાંય કળાતું નથી. કોઈ પ્રેમાળ, લાગણીશીલ મિત્રની સાથે, અંતરંગ વાતો કરતાં, આપણો આનંદ-ઉલ્લાસપૂર્વક જગતનો પ્રવાસ માણી રહ્યા હોઈએ તેવી આપણને અનુભૂતિ થાય છે.
મને તેથી આ પ્રવાસકથા ઘણી ગમી છે. તમને વાચકોને પણ તે અવશ્ય ગમશે, એવી મને ખાતરી છે. શેખડી, તા.પો. પેટલાદ-388450,
તા. 18-2-2004 જિ. આણંદ
મહાશિવરાત્રી : વિ.સં. 2060 XIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org