________________
કરેણ અને ચંપો ફૂલ ખેરવે છે. તાડ અને નારિયેળી ઊંચાઈ માટે સ્પર્ધા કરી રહ્યાં છે. થોર અને પપૈયા શાખા પ્રસરાવી રહ્યાં છે. કેળ પર કેળાંની લૂમો લટકી રહી છે. બારમાસીનાં ફૂલ વાયુ સાથે રમી રહ્યાં છે. અહીં સ્વચ્છ આકાશમાંથી રેલાતો તડકો અને ધરતીની ગરમ ધૂળ પણ જાણે ગુજરાતનો જ અનુભવ કરાવતાં હતાં.” (બુજુમ્બુરા)
કેટલાંક ચિત્રાત્મક વર્ણનો, તેમાં યોજાયેલ વિલક્ષણ અલંકાર થકી, વર્ણિત વસ્તુ અનુષંગે, વાસ્તવિકતાનો અને કલ્પનાનો, લાગણી અને વિચારનો આહ્લાદક અનુભવ કરાવે છે. તેમની નવીનતા, તાજગી, માર્મિકતા ભાવકના ચિત્તને સ્પર્શી જાય છે; જેમ કે,
“ટેકાપો (Tekapo) નામનું સરોવર જોવા મળ્યું. આછા મોરપિચ્છ જેવો એના પાણીનો અનોખો રંગ જિંદગીમાં અન્યત્ર ક્યાંય જોવા મળ્યો નથી. સૂકાં મેદાનો વચ્ચે આ લંબવર્તુળ સરોવર જાણે ધરતી માતાએ ઓપલમઢેલું ઘરેણું પહેર્યું હોય એવું લાગતું હતું.” (મિલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ ફૂંક)
“સમુદ્રમાં થોડે દૂરથી જોઈએ તો સીધો, ઊંચો, જાડો અને ભૂખરા રંગનો ખડક, જાણે ઐરાવત હાથીએ પાણીમાં પગ મૂક્યો હોય એવો લાગે.” (નૉર્થકેપ)
“જૂન મહિનો એટલે હિમાચ્છાદિત ડુંગરાઓનો કપરો કાળ. સૂર્યનારાયણ એમને રડાવીને જ જંપે. શ્વેત જટાધારી ડુંગરો ચોધાર (બે આંખોના ચાર ખૂણે) નહિ પણ શતધાર આંસુ વહાવે... આંસુ સારી સારીને નિસ્તેજ અને શુષ્ક બનેલા ડુંગરો ક્યારેક આકાશમાંથી, ગૌતમ ઋષિના શાપ પછી પશ્ચાત્તાપ અનુભવતા સહસ્રાક્ષ ઇન્દ્રને –વૃષ્ટિના દેવતાને, હજાર આંખે થીજેલાં આંસુ (snow) પોતાના ઉપર વહાવતો જોઈને સહાનુભૂતિપૂર્વક સાંત્વન અનુભવે છે.” (હામરફેસ્ટ)
પ્રવાસી લેખક ગંભીર પ્રકૃતિના પણ પ્રસન્નમના મનુષ્ય છે. બિનજરૂરી અને કૃતક ગાંભીર્યથી તેઓ દૂર જ રહે છે. પ્રસંગોપાત્ત, કઠોરતા-કટુતાથી સર્વથા મુક્ત, નિર્દોષ વિનોદ પણ કરી લે છે. પોતાને ભોગે પણ તેઓ હસી શકે છે. અનેક પ્રવાસચિત્રોમાં આવા વિનોદની આછી લકીરો જોઈ શકાય છે. કેટલાંક ઉદાહરણ જુઓ :
.અચાનક પાછળથી મારા ખભા ઉપર પણ એક મોટો વાંદરો ચડી બેઠો. હું ગભરાયો નહિ, પણ આવી ઘટના ઓચિંતી બને એટલે સ્તબ્ધ થઈ જવાય. હવે વાંદરાને નીચે કેવી રીતે ઉતારવો ? ત્યાં તો મારી સાથે ચાલતી છોકરીએ કહ્યું, ‘સર, સર, બેય હથેળી પહોળી ખુલ્લી કરી નાખો.’મેં બેય હથેળી ખુલ્લી કરી નાખી કે તરત વાંદરો આપોઆપ નીચે ઊતરી ગયો... બેય હથેળી ખુલ્લી બતાવો તો સમજી જાય કે ખાવાનું ખલાસ થઈ ગયું છે, એટલે ચાલ્યો જાય.” (બાલીમાં બેસતું વર્ષ)
r¢
“કૉફી પણ મળતી હતી. એક કપના બસો રૂપિયા. ટાઢ ઉડાડવા કૉફી પીવી પડે અને કૉફીના ભાવ સાંભળી ટાઢ વાય. એટલે કૉફી પીવાનું અમે માંડી વાળ્યું.” (ટુસ્સોથી આલ્ટા) “કેટલાક ડુંગરો પર માત્ર મસ્તકે જ બરફ રહેલો છે. એક ડુંગર ઉપર ધોળા બરફનો આકાર એવો હતો કે જાણે એણે માથે ગાંધી ટોપી પહેરી ન હોય ! મનમાં થયું કે ‘અહો ! ગાંધીજીના સંનિષ્ઠ સ્વયંસેવકો ઠેઠ અહીં સુધી આવી પહોંચ્યા છેને !'... આપણા પૂરા 73 દિવસ (રાત્રિ સહિત) બરાબર એમનો એક દિવસ. પુરાણકથાઓમાં આવે છે કે દેવોના એક દિવસ બરાબર આપણા અમુક દિવસો. અહીં હામરફેસ્ટમાં અમે દેવોના દિવસમાં હોઈએ એવું સાક્ષાત્ અનુભવ્યું.”(હામરફેસ્ટ)
“બહાર તો સખત ઠંડી હતી અને આછા ધુમ્મસ જેવું વાતાવરણ હતું. એને લીધે બોલતી
XII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org