________________
પાસપૉર્ટની પાંખે - ભાગ ૩ કાર્યક્રમ પૂરો થતાં પ્રેક્ષકો વીખરાવા લાગ્યા. વધારાની લાઇટો બંધ થવા લાગી. અમે આસપાસ નજર કરી. હોટેલના બીજા કેટલાક પ્રવાસીઓએ પણ અમારી જેમ પોતાની બારીમાંથી ખેલ જોયો હતો.
મેં કહ્યું, “વાહ ! આ તો સરસ કહેવાય. દરેકના સાઠ યુઆન બચ્યા અને રૂમમાં બેઠાં બેઠાં આરામથી આખો ખેલ માણવા મળ્યો.”
સાઠ યુઆન તો આજના. આવતી કાલે ફરીથી આ ખેલ જોઈએ તો બીજા સાઠ યુઆન પણ બચે.” મારા મિત્રે સૂચન કર્યું.
અને બીજે દિવસે આ સૂચનનો અમલ પણ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org