________________
qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ રૂમમાં અજવાળું આવે કે તરત ખબર પડે.” મિત્રે પડદો ખોલતાંની સાથે જ કહ્યું,
અરે, અહીંથી તો આખું સ્ટેજ દેખાય છે. બધી ખુરશીઓ દેખાય છે. અહીં બેઠાં બેઠાં આપણે ખેલ બરાબર જોઈ શકીએ છીએ.”
મેં તરત ઊભા થઈને જોયું. મિત્રની વાત સાચી હતી. બારી પાસે ખુરશી ગોઠવીને આખો ખેલ જોઈ શકાય. પણ મારા મનમાં પ્રશ્ન થયો કે આવી રીતે મફત ખેલ જોવો તે શું યોગ્ય છે ? એમાં શિષ્ટાચારનો ભંગ થાય અને નીતિનિયમનો પણ ભંગ થાય. મિત્રે તરત રિસેપ્શનિસ્ટને ફોન જોડ્યો. જવાબ મળ્યો કે રૂમમાંથી ખેલ ખુશીથી જોઈ શકાય, ખેલના પૈસા નથી. ડિનર અને ઝિંકના પૈસા છે. બારીમાંથી જોવામાં કોઈ નીતિનિયમનો ભંગ નથી. નીચે આવીને પાછળ ઊભા રહીને પણ જોઈ શકાય.'
અમે ગપાટા મારતા બારી પાસે જ બેઠા. આઠ વાગે ટેબલો ગોઠવાઈ ગયાં. સવાઆઠથી મહેમાનો આવવા લાગ્યા. સાડાઆઠ થતાં પીણાં, વાનગીઓ વગેરે પીરસાવા લાગ્યાં. ઘણીખરી ખુરશીઓ ભરાઈ ગઈ. ટિકિટો ઉઘરાવા લાગી. વધુ સારું દેખાય એ માટે કેટલાક ખુરશી બદલતા હતા.
નવના ટકોરે જોરદાર સંગીત સાથે ખેલ શરૂ થયો. એ જોવા માટે બીજાં કેટલાંક પ્રવાસી સ્ત્રીપુરુષો આવીને ખાલી ખુરશીમાં બેસી ગયાં. વેઇટરોએ આવીને તેઓને ઉઠાડીને છેલ્લે ઊભાં રાખી દીધાં.
ખેલ ખરેખર સરસ હતો. ખેલ કરનારા સ્થાનિક જાતિના હતા, પણ વ્યાવસાયિક હતા. તેઓનાં નૃત્યમાં, અભિનયમાં, રમત-કરામતમાં દક્ષતા દેખાતી હતી. અલબત્ત, કેટલીક વસ્તુમાં અહીંની જાતિની વિશેષતા નહોતી. ચીના લોકોની હેરત પમાડે એવી આ જાણીતી રમત-કરામત છે. આંગળી ઉપર કે દાંડી ઉપર એકસાથે ઘણી બધી રકાબીઓ ફેરવવી, ફેરવતાં ફેરવતાં બદલવી, ઉછાળવી, એકસાથે છસાત દડા ઉછાળવા, એક પૈડાની સાઇકલના પ્રયોગો કરવા, બેય બાજુથી ખુલ્લા એવા સાંકડા પીપમાંથી આરપાર નીકળવું ઇત્યાદિ પ્રયોગો ચીન ઉપરાંત બીજા દેશોમાં પણ જોવા મળે છે. એમાં એકાગ્રતાની સાધના રહેલી છે. કલાકારોએ પંખા સાથે, રૂમાલ સાથે, સાંબેલા સાથે એમ વિવિધ પ્રકારનું જે નૃત્ય કર્યું અને ગીતો ગાયાં તથા એ માટે જે વેશભૂષા ધારણ કરી હતી એમાં એમની પ્રાદેશિક જાતિની વિશેષતા રહેલી હતી. ત્રણેક નૃત્ય એવાં હતાં કે જેમાં મહેમાનો પણ જોડાઈ શકે અને સહેલાઈથી તાલબદ્ધ નૃત્ય કરી શકે.
કલાકારોએ એક કલાકમાં તો ઘણું બધું બતાવ્યું. ખેલનાં દશ્યો ઝડપથી બદલાતાં હતાં. નૃત્યો, ગીતો, સમતુલાના પ્રયોગો ઇત્યાદિ ત્રીસ કરતાં વધુ જોવા મળ્યાં. બધા આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. તાળીઓના ગડગડાટથી સૌએ તેઓને વધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org