________________
૭૦
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ રેસ્ટોરાંમાં કૉફી લીધી. એવામાં અમારી નજર છેટે આવેલા રંગમંચ પર ગઈ. પૂછતાં જણાયું કે ખેલ ત્યાં જ થાય છે. ટિકિટ માટે રિસેપ્શનિસ્ટને મળ્યા અને પૂછ્યું તો કહ્યું કે એક ટિકિટના ૯૦ યુઆન છે. સાત વાગે એનું જુદું કાઉન્ટર ઉદ્યાનના દરવાજા પાસે ચાલ થાય છે.
પણ ટિકિટ તરત મળી જાય છે ?'
સામાન્ય રીતે મળી જાય છે. સિવાય કે કોઈ બહુ મોટા ગ્રુપે અગાઉથી બુકિંગ કરાવ્યું હોય.'
વૉનની ઉતાવળ અમને સમજાઈ. ટિકિટ દીઠ ૨૦ યુઆનનો ગાળો એણે રાખ્યો હતો. પ્રવાસના વ્યવસાયમાં આવું બનવું સ્વાભાવિક છે.
સાત વાગે કાઉન્ટર ખૂલ્યું એટલે અમે પહોંચી ગયા. બીજા દિવસ માટે બે ટિકિટનું કહ્યું. વળી કહ્યું, “અમારી એક વિનંતી છે. અમે શરાબ પીતા નથી. અમને બીજું કોઈ ઠંડું પીણું આપશો તો ચાલશે અને અમે શુદ્ધ શાકાહારી છીએ એટલે અમને ભોજન શાકાહારી આપજો.’
ઠંડા પીણાની વ્યવસ્થા થઈ શકશે, પણ ભોજન તો માંસાહારી જ છે. બધાને માટે એકસરખી જ વાનગી છે.”
‘તો તમે એવું કરી શકો કે અમે ભોજન ન લઈએ, ફક્ત ખેલ જ જોઈએ. તમે ખેલના પૈસા લો, ભોજનના નહિ.”
ના, એમ નહિ થઈ શકે. ભોજન લો કે ન લો, તમારે વ્યક્તિદીઠ ૬૦ યુઆન આપવા જ પડશે.'
ફક્ત ખેલ જોવાની ટિકિટ ન આપી શકો ?'
“ના, એમ નહિ થઈ શકે. જે ટિકિટ છે તે તો ઝિંક અને ડિનરની છે. ખેલ તો અમારા માનવંતા મહેમાનોના મનોરંજન માટે મફત છે. અમે ખેલ જોવાની રકમ લેતા નથી. ખુરશીમાં બેસવાની રકમ લઈએ છીએ.”
“તો અમે ઊભા ઊભા ખેલ જોઈ શકીએ ?' અમે મજાકમાં પૂછ્યું, પણ એણે ગંભીરતાથી જવાબ આપ્યો, “દોઢ કલાક ઊભા રહીને તમે થાકી જાવ અને ટિકિટ લઈને બેસનારા મહેમાનોની આડે તમે આવો.” - અમે વિચાર કર્યો કે બીજા દિવસની ટિકિટ પછી પણ જો મળવાની હોય તો અત્યારથી લઈને સાચવવાની શી જરૂર ?
અમે રૂમમાં આવીને ભોજનાદિથી પરવારીને બેઠા. વૉનને ફોન અમે કર્યો નહિ અને એનો આવ્યો પણ નહિ. અમે વિવિધ પ્રકારના અનુભવોની વાતો કરતા હતા, ત્યાં મારા મિત્રને મેં કહ્યું, “આપણે બારીના પડદા ખોલી નાખીએ, જેથી સવારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org