________________
ક્યુઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ
se
મારા મિત્રે ગુજરાતીમાં મને કહ્યું, ‘હવે થોડી વારમાં જ હોટેલ આવે છે. આપણે ત્યાં જઈને નક્કી કરીએ તો કેમ ?'
મેં કહ્યું, ‘વૉન ! એમ કરોને, અમે હોટેલના રૂમમાં ગોઠવાઈ જઈએ, પછી ખેલની ટિકિટનું નક્કી કરીને તમને કહીએ.’
‘ભલે, પણ ઉતાવળ રાખજો, પછી ટિકિટ મળશે નહિ.’
ક્યુઇલિન વિશે બીજી કેટલીક વાતો થઈ. ત્યાં ક્યુઇલિન આવી પહોંચ્યું. એરપૉર્ટથી શહેર સુધીનો રસ્તો બહુ પહોળો નહોતો, પણ સરસ હતો. આસપાસનું કુદરતી વાતાવરણ પણ સ્વચ્છ અને સુંદર હતું. શહેરનો રસ્તો ખાડાવાળો, ધૂળિયો હતો. વસ્તી ગીચ હતી. ચીનમાં બધે હોય છે તેમ અહીં પણ સાઈકલો ઘણી હતી. વૃદ્ધાઓ પણ સાઇકલ ચલાવે. અમારી ગાડીની ગતિ મંદ પડી ગઈ. વૉને કહ્યું, અમારા શહેરનો પ્રવાસકેન્દ્ર તરીકે વિકાસ થઈ રહ્યો હોવાથી રસ્તાઓ પહોળા બનાવાય છે. એ માટે વચ્ચે આવતાં મકાનો તોડી પડાય છે.’
અમે બેય બાજુ જોયું તો લાઇનદોરીની કપાતમાં આવતાં મકાનો માપ પ્રમાણે કપાયાં હતાં. બુલડોઝરો ફરી રહ્યાં હતાં. કેટલાંક મકાનોની અડધી દીવાલ જ કપાઈ હતી. અમે જોયું કે એક મકાનની ઓસરીમાં એક વયોવૃદ્ધ દંપતી ખાટલો ઢાળીને બેઠાં હતાં. લાઇનદોરીની કપાતમાં પોતાનું ઘર બચી ગયાનો એમને આનંદ હતો. વૉને કહ્યું કે, ‘જુવાન માણસોને પોતાનું ઘર કપાઈ જાય એનો આનંદ હોય છે, કારણ કે સરકાર તરફથી એમને નવું સારું ઘર મળશે. વૃદ્ધોને નવા વિસ્તારમાં, નવા ઘરમાં, નવા પાડોશીઓ વચ્ચે જઈને રહેવું ગમતું નથી. જેવી જેની દૃષ્ટિ અને જેવું જેનું નસીબ.’
હોટેલ પર પહોંચી અમે અમારી રૂમમાં સામાન ગોઠવીને નીચે આવ્યા. દરમિયાન વિચારી લીધું કે આજે પ્રવાસનો થાક છે, તો આવતી કાલે સ્વસ્થતાપૂર્વક ખેલ જોવાનું સારું રહેશે. નીચે વૉન રાહ જોતો જ ઊભો હતો, અમે અમારો વિચાર જણાવ્યો. એણે કહ્યું, ‘તો આવતી કાલની તમારી બે ટિકિટ હું લઈ લઉં ? કારણ કે પછી ટિકિટ નહિ મળે.'
‘તમને કાલે સવારે કહીએ તો ?'
‘કાલે મારી ડ્યુટી નથી. મને ૧૬૦ યુઆન આપો એટલે તમને રૂમ પર ટિકિટ પહોંચાડી દઈશ.’
વૉનની ઉતાવળ અમને ગમી નહિ. તે સહેતુક લાગી. અમે કહ્યું, ‘તમારો ફોન નંબર આપો. અમે સાડાસાત વાગે જણાવીશું.'
ફોન નંબર આપી વૉન વિદાય થયો. અમે હૉટેલના ઉદ્યાનમાં આવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org