________________
૧૮
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ચીનના આ પ્રદેશમાં પંચાવન જેટલી જુદી જુદી આનુવંશિક જાતિઓ (Nationalities) છે. એમાં મુખ્યત્વે હાન જાતિના લોકો છે, જે ચીનમાં અન્ય પ્રદેશોમાં પણ છે. હાન ઉપરાંત થાઓ, ઝુવાંગ, મિયાઓ, ટૉગ વગેરે જાતિના લોકો પણ વસે છે. ઉત્તરમાં બીજિંગ બાજુના ચીનાઓ ગોરા છે. આ બાજુના ચીનાઓ આછા કે ઘેરા ઘઉવર્ણા છે.
દુનિયાનાં મોટાં શહેરોની સુખી, સંપન્ન અને સુશિક્ષિત પ્રજાની ખાસિયતોની એક જુદી જ છાપ પડે છે, પરંતુ દૂર દૂરનાં અંતરિયાળ ગામડાંઓના લોકોની મુખાકૃતિ, વર્ણ, શરીરનો બાંધો, ભાષા, પહેરવેશ, ગીત-નૃત્ય, ખાનપાન, સામાજિક રીતરિવાજો ઇત્યાદિની દૃષ્ટિએ કેટલીક આગવી લાક્ષણિકતાઓ હોય છે. દાખલા તરીકે આ પ્રદેશમાં કોઈ યુવતીએ માથાના વાળ લટકતા રાખ્યા હોય, પણ એમાં બેચાર પિન ભરાવી હોય તો સમજવું કે એનાં લગ્ન થઈ ગયાં છે. કોઈ મહિલાએ માથે અંબોડો વાળ્યો હોય તો સમજવું કે એક કે વધારે છોકરાની એ મા છે.
આવી પ્રાદેશિક, સ્થાનિક જાતિના લોકો લઘુમતીમાં રહેવાના. પણ તેઓની પાસે પણ બહારના લોકો આગળ રજૂ કરી શકાય એવી કળા-કારીગીરી હોય છે. તેમનાં ગીત- નૃત્યાદિમાં આગવો લહેકો અનુભવી શકાય છે. વૉને વાતવાતમાં કહ્યું કે અહીં સ્થાનિક જાતિનો ખેલ (Minority Show) જોવા જેવો હોય છે. અહીં આવનાર પ્રવાસીઓ એ ખાસ જુએ છે. આજે સાંજે એ જોવામાં તમને રસ છે ?
હા, જરૂર. ક્યાં હોય છે ? કેટલા વાગે ?' મારા મિત્રે પૂછ્યું. તમારી હોટેલમાં જ. સમય પણ રાતનો સાડાઆઠનો છે.' હોટેલમાં જ છે અને સમય પણ અનુકૂળ છે. અમે જરૂર જોઈશું.”
“એની તમારે ટિકિટ લેવી પડે. એક ટિકિટના છે ૮૦ યુઆન.” (આશરે રૂપિયા પાંચસો.)
આ તો બહુ મોંઘી ટિકિટ કહેવાય.
હા, તો પણ બધી સીટ ભરાઈ જાય છે. પછી ટિકિટ મળતી નથી. એમાં ભોજન અને પીણું આવી જાય છે. તમને ઇચ્છા હોય તો હું તમારા માટે બે ટિકિટ બુક કરાવી દઉં.'
‘ભલે', અમે વિચાર કરીને સંમતિ દર્શાવી.
તો તમારા બંનેના ૧૭૦ યુઆન આપો, એટલે હું અહીંથી જ ફોન કરીને ટિકિટ રખાવી લઉં.'
પૈસા આપવાની વાત આવી એટલે આવી બાબતમાં અનુભવી, વ્યવહારદક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org