________________
૧૧ qઇલિનમાં સ્થાનિક જાતિનો ખેલ
થાનમાં અદ્વિતીય સૌન્દર્ય ધરાવનારા જે કેટલાક પ્રદેશો છે તેમાં ક્યુઇલિન (Gullinનો ઉચ્ચાર વુઇલિન, ક્વિાલિન પણ થાય છે)નો પ્રદેશ પણ મશહૂર છે. qઇ એ એક પ્રકારના ઘટાદાર વૃક્ષનું નામ છે. લિન એટલે જંગલ. બે હજાર વર્ષથી પણ પહેલાં જ્યારે આ નામ પડ્યું હશે ત્યારે અહીં જ્યુઇનાં વૃક્ષોનું મોટું જંગલ હશે. શાંત વહેતી, વળાંક લેતી લિજિયાંગ (ટૂંકું નામ લિ) નદી, વિચિત્ર આકારના વિવિધ પર્વતો, વિશાળ ખેતરો તથા ભરચક વનરાજિથી સભર એવા આ ઇલાકાનું સૌંદર્ય જ અનોખું છે. સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે જુઓ, એનાં દૃશ્યોની આભા જ નિરાળી. ક્યાંક નદીના સ્વચ્છ શાંત જળમાં પ્રતિબિમ્બિત થતા ડુંગરોની મનોહર છબી જોતાં નયન ધરાતાં નથી.
નૈસર્ગિક રમણીયતાને કારણે ક્યુઇલિનને દક્ષિણ ચીનના ચળકતા મોતી તરીકે ઓળખાવવામાં આવે છે. પ્રાકૃતિક સૌંદર્ય, મધ્યમ વરસાદ, સાનુકૂળ સમશીતોષ્ણ હવામાન ઇત્યાદિને કારણે આ ફળદ્રુપ વિસ્તારની વસવાટ માટેની યોગ્યતા સમજાતાં, બે હજાર વર્ષ પૂર્વે કિન વંશના રાજાઓએ રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વુડલિનની પસંદગી કરી હતી. ઉત્તર અને દક્ષિણ ચીન વચ્ચેના વાણિજ્ય-વિનિમય માટે પણ આ એક મહત્ત્વનું મથક બની ગયું. હતું.
કવુઇલિન હૉંગકૉંગની નજીક વાયવ્ય દિશામાં આવેલું છે, પરંતુ અમારો પ્રવાસ બીજિંગથી દક્ષિણમાં શિઆન (Xianનો ઉચ્ચાર ક્ષિયાન પણ થાય છે) થઈને qઇલિન જવાનો હતો. શિઆનથી બપોરે વિમાનમાં નીકળી સાંજે અમે વુડલિન પહોંચી ગયા. એરપોર્ટ પર લેવા આવેલા અમારા ગાઈડનું નામ હતું વૉન. તે ઇંગ્લિશ સારું બોલતો હતો. એરપોર્ટથી qઇલિન શહેર આશરે ૩૦ કિલોમીટર દૂર છે. અમારી ગાડી ચાલી એટલે વૉને આ પ્રદેશનો પરિચય આપવો શરૂ કર્યો. બે હજાર વર્ષ પૂર્વે આ પ્રાંતનું નામ શિઆંગ હતું. હજાર વર્ષ પહેલાં સોંગ વંશના રાજાઓના રાજ્યકાળ દરમિયાન આ વિસ્તારનો ઘણો વિકાસ થયો હતો. વેપાર વધ્યો; લોકો સુખી થયા; બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો; મંદિરો બંધાયાં; ગુફાઓ કોતરાઈ. એ કાળે qઇલિન દક્ષિણ ચીનનું સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. બંને કાંઠે વહેતી લિજિયાંગ નદીનો ફાળો આ વિકાસમાં મોટો રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org