________________
૧૧o
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ઉત્તર દિશાની ખબર પડે તો બીજી દિશાઓ પણ જાણી શકાય. ચંદ્ર કે તારાઓ તો આટલા દિવસ અદૃશ્ય.
થોડી ઊંઘ લઈ સવારે ઊઠીને સજ્જ થઈ અમે હોટેલની રેસ્ટોરાંમાં ચા-નાસ્તા માટે બેઠા. પાછળથી વેઇટરે હિંદીમાં પૂછુયું, “સર, તમે ચા લેશો કે કૉફી ?' અમને આશ્ચર્ય થયું. અહીં હામરફેસ્ટમાં વળી આપણને હિંદીમાં પૂછનાર કોણ છે ? અમે પાછળ જોયું તો છ ફૂટ ઊંચો, ઘેરા ઘઉંવર્ણો, સફેદ શર્ટમેન્ટ તથા કાળું જાકીટ અને કાળી બો-ટાઈ પહેરેલો યુવાન સસ્મિત ઊભો હતો. અમે આનંદાશ્ચર્ય સાથે પૂછ્યું, તમે અહીં કેવી રીતે ? ભારતમાં ક્યાંથી આવો છો ?'
નહિ, હું ભારતીય નથી, શ્રીલંકાનો વતની છું.' એમ ? પણ તમે હિંદી સારી બોલો છો.'
હાજી, કારણ કે અહીં રોજ નવા નવા પ્રવાસીઓ સાથે એમની ભાષામાં બોલવાનું મને ગમે છે. હું આઠ ભાષામાં વાતચીત કરી શકું છું. મહાવરો થઈ ગયો
એમ? પણ અહીં ઠેઠ ઉત્તર ધ્રુવના પ્રદેશમાં તમે શા માટે આવ્યા ?'
અમે અહીં આવીને વસ્યા છીએ. નૉર્વેની સરકારની શ્રીલંકાના લોકો માટેની ઉદાર નીતિને કારણે અમારા દેશના સેંકડો લોકો કાયમી વસવાટ માટે નૉર્વેમાં આવ્યા છે. મને અને મારાં પત્નીને નોકરી મળી એટલે અહીં સ્થાયી થયાં છીએ.'
તમને ગમે છે અહીં ?”
હાસ્તો, અમે બધી રીતે સુખી છીએ. શ્રીલંકામાં અમે ઝૂંપડીમાં રહેતાં, બેકાર હતા અને ભૂખે મરતાં હતાં. અહીં આવ્યા પછી અમારું જીવન સુધરી ગયું. અહીંના હવામાન અને જીવનશૈલીથી અમે ટેવાઈ ગયાં છીએ. અમારાં બાળકો અહીંની શાળામાં ભણે છે. નૉર્વેના લોકો બહુ ભલા અને માયાળુ છે. અહીં રંગભેદ જેવું નથી. એટલે તો અમે નૉર્વેનાં નાગરિક થઈ ગયાં છીએ.'
વેઇટરની વાત સાંભળી અમને નૉર્વે માટે માન થયું. વસતિ-વિનિમયની સમસ્યાઓ ગમે તેટલી હોય તો પણ વ્યક્તિગત ધોરણે દેશાંતર તો થતું જ રહેવાનું. હામરફેસ્ટની જ વાત કરીએ તો કેટલાક દાયકા પહેલાં અહીંની જ એક યુવતી એક અમેરિકન પ્રવાસીના પ્રેમમાં પડી, અમેરિકા જઈને પરણી અને ત્યાં એને થયેલો એક દીકરો એટલો તેજસ્વી હતો અને મોટો થઈ રાજકારણમાં એટલો આગળ વધ્યો હતો કે અમેરિકાએ નૉર્વે ખાતેના એલચી તરીકે એની નિમણૂક કરી હતી. એણે નૉર્વેમાં આવીને પોતાના મોસાળ હામરફેસ્ટને એક ફુવારાની ભેટ આપી હતી, જે અહીં એક વિસ્તારમાં આજે પણ જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org