________________
૧૦૯
હામરકેસ્ટ દેવળ છે. બહારથી અમે એ જોયું. એવી જ રીતે બહારથી જોયું સંગીતભવન (Music Pavilion). એનું શિલ્પ-સ્થાપત્ય વખણાય છે. અહીં જોવા જેવું બીજું એક સ્થળ તે પુનર્નિર્માણ સંગ્રહાલય' (Reconstruction Museum) છે. હામરફેસ્ટે મોટી આપત્તિ બે વાર જોઈ છે. એક કુદરતી આપત્તિ અને બીજી માનવસર્જિત આપત્તિ. અહીંની ખમીરવંતી પ્રજાએ બંને વખતે પોતાના નગરનું પુનર્નિર્માણ કર્યું છે. આ હિમપ્રદેશ હોવાથી ઘરો લાકડાનાં હોય કે જેથી એમાં ઉષ્મા રહે. પરંતુ અગ્નિ લાકડાનો મોટો દુશ્મન. ગઈ સદીમાં જ્યારે આગ ઓલવવાનાં બહુ સાધનો નહોતાં અને બહારથી જલદી મદદ પહોંચે એમ નહોતી ત્યારે આ કાષ્ઠરિપુએ કાળો કેર આ નગરમાં વર્તાવ્યો હતો. નાની આગ અંકુશમાં ન આવી અને આખા નગરને ભસ્મીભૂત કરીને રહી. આ તારાજીમાંથી હામરફેસ્ટ ધીમે ધીમે બેઠું થયું અને ફરીથી પ્રવૃત્તિઓથી ધમધમતું થયું. ત્યાર પછી બીજી વારનો એનો વિનાશ બીજા વિશ્વયુદ્ધ વખતે થયો. ત્યારે ઇંગ્લેન્ડ સામે (અને પછીથી રશિયા વગેરે સામે પણ) યુદ્ધે ચડેલા હિટલરના જર્મનીએ યુરોપના ઘણા દેશો ઉપર આધિપત્ય મેળવી લીધું હતું. દરિયાઈ માર્ગે એણે વ્યુહાત્મક દૃષ્ટિએ મહત્ત્વના એવા હામરફેસ્ટ બંદર ઉપર પણ પોતાનો કબજો જમાવી લીધો હતો. જર્મનીનો સામનો કરવાની નૉર્વે પાસે ક્યાં તાકાત હતી ? પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજ્ય થતાં હામરફેસ્ટથી ભાગતા જર્મન સૈનિકોએ હામરફેસ્ટમાંનાં પોતાનાં થાણાં ઉડાવી દેવા સાથે સમગ્ર નગરને ભગ્નાવશેષ બનાવી દીધું. બીજા વિશ્વયુદ્ધ પછી હામરફેસ્ટનું નવનિર્માણ થયું ત્યારે આ ભગ્નાવશેષો સાચવીને એનું સંગ્રહસ્થાન અહીં બનાવવામાં આવ્યું છે.
અમારી આંખોમાં ઊંઘ નહોતી, પણ પગ હવે થાક્યા હતા. એટલે હોટેલ પર આવી, અલ્પાહાર કરી અમે સૂતા, પરંતુ ઊંઘ આવતી નહોતી. મને મનમાં પ્રશ્ન થયો કે આપણે ઊંઘતા હોઈએ તે દરમિયાન પાંચદસ મિનિટ માટે પણ જો સૂર્ય ક્ષિતિજની નીચે જઈને પાછો ઉપર આવી જાય તો ખબર પણ ન પડે. જાગીએ જ છીએ તો સૂર્યના પરિભ્રમણને નજરે નિહાળીએ. એ માટે નિશાની રાખવી પડે, નહિ તો બધું સરખું લાગે. આસપાસનાં મકાનો પર પડતા અને બદલાતા પડછાયા મેં ધ્યાનમાં રાખ્યા. સૂર્ય તો વાદળાંઓ પાછળ ઢંકાયેલો જ હતો. રૂમની બારીમાંથી તો નજર રહેતી હતી, પણ થોડી થોડી વારે રૂમની બહાર કોરિડોરમાં જઈ આકાશદર્શન કરી લેતો. અવલોકન કરતાં જણાયું કે સૂર્ય આપણી જમણી બાજુથી ડાબી બાજુ – આદક્ષિણ (Clockwise) આકાશમાં ઝડપથી પરિભ્રમણ કર્યા કરે છે. અમુક સમયે તે ક્ષિતિજથી ૪૦-૪૫ ડિગ્રી જેટલો ઊંચે આવે છે અને અમુક સમયે તે ૨૫-૩૦ ડિગ્રી જેટલો નીચે ઊતરે છે. ૭૩ દિવસ સુધી સતત એ આ રીતે આકાશમાં ચકરાવા લીધા કરે છે. એ વખતે અહીં પૂર્વ દિશા કઈ અને પશ્ચિમ કઈ તે ખબર ન પડે. કંપાસથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org