________________
૧૦૮
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ અમે રસ્તા પર ફરતા હતા. અહીંની હવાનો કોઈ અનોખો સ્પર્શ અનુભવાતો હતો. ઘડિયાળનો કાંટો ખસતો જતો હતો, સાંજ પડવા આવી હતી, પણ તે માત્ર ઘડિયાળમાં. દિવસનું અજવાળું તો એવું ને એવું જ હતું. ઉત્તર ધ્રુવનો આ બધો પ્રદેશ મધરાતે સૂર્ય (Midnight Sun)ના પ્રદેશ તરીકે ઓળખાય છે. ૧૭મી મેથી ૨૮મી જુલાઈ સુધી સૂર્ય ચોવીસે કલાક આકાશમાં જ હોય છે. એવી જ રીતે ધ્રુવરાત્રિ (Polar Night) દરમિયાન, અહીં ૨૨મી નવેમ્બરથી ૨૧મી જાન્યુઆરી સુધી આકાશમાં ક્યારેય સૂર્ય હોતો નથી. કુદરતની આ એક ભૌગોલિક અજાયબી છે. આ સિવાયના દિવસોમાં સૂર્યોદય-સૂર્યાસ્તના સમયમાં ક્રમાનુસાર વધઘટ ચાલે છે, પરંતુ સૂર્ય ક્યારેય મધ્યાકાશે આવતો નથી.
હામરફેસ્ટમાં ઘડિયાળ અને કેલેન્ડર જ માણસને ચલાવે છે. ઘડિયાળ જ કહે કે સૂવા માટેનો સમય થઈ ગયો છે. કેલેન્ડર જ કહે કે હવે તારીખ બદલાઈ છે. બહાર તો બધું એકસરખું જ લાગે. એથી જ આ પ્રદેશના લોકોનાં આહાર-વિહાર અને ઊંઘ નિયમિત હોતાં નથી. જાગ્યા ત્યારથી સવાર એ કહેવત અહીં વધારે સાચી લાગે છે. આ ઋતુમાં અહીં દિવસ અને રાત એવું વિભાજન હોતું નથી. એટલે માણસોની પ્રવૃત્તિઓ પણ અનિયમિત રહે છે. અડધી રાતે (ઘડિયાળમાં) આપણને રસ્તા પર માણસો ફરતા દેખાય. આપણે માટે અડધી રાત પણ એમને માટે સવાર. આપણા પૂરા ૭૩ દિવસ (રાત્રિસહિત) બરાબર એમનો એક દિવસ, પુરાણકથાઓમાં આવે છે કે દેવોનો એક દિવસ બરાબર આપણા અમુક દિવસો. અહીં હામરફેસ્ટમાં અમે દેવોના દિવસમાં હોઈએ એવું સાક્ષાત્ અનુભવ્યું.
બે સૈકા પૂર્વે માણસો જ્યારે રહેતા હશે ત્યારે ભૂખ-તરસ અને ઊંઘના આધારે એમની જીવનશૈલી ઘડાઈ હશે. તેઓને કલ્પના પણ નહિ હોય કે પોતાને ત્યાં દિવસરાત્રિનું જે ચક્ર છે તે અસામાન્ય છે અને આ પૃથ્વીમાં અન્યત્ર દિવસ અને રાત્રિનું કાયમને માટે લગભગ સરખાપણું છે; ક્યાંક આખો દિવસ આકાશ નિરભ્ર હોય છે અને સૂર્ય એટલો ઝળહળે છે કે એની સામે નજર માંડતાં આંખ અંજાઈ જાય છે. અહીં સૂર્ય ઘણુંખરું વાદળામાં ઢંકાયેલો રહે છે અને થોડીક વાર જ્યારે ખુલ્લો પ્રકાશે છે ત્યારે એને અનિમિષ નયને સતત નિહાળી શકાય છે.
અમે અહીંની બજારમાં થોડું ફર્યા. મુખ્યત્વે પ્રવાસીઓ માટેની વસ્તુઓ વેચાય છે. પ્રવાસીઓમાં પણ ઘણા તો મસ્યશિકાર માટે આવે છે. અહીં ‘પોલર બેર સોસાયટી”નું મ્યુઝિયમ છે. એમાં ઉત્તર ધ્રુવના પ્રદેશમાં શિકારની પ્રવૃત્તિને લગતી સામગ્રી રાખવામાં આવી છે. હિમશિલા ઉપર ઊભેલું ધ્રુવપ્રદેશનું ધોળું રીંછ એ અહીંનું પ્રતીક છે.
હામરફેસ્ટમાં એક કૅથલિક ખ્રિસ્તી દેવળ છે. પૃથ્વીની ઉત્તરે આવેલું આ છેલ્લું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org