________________
બાડુંગનો જ્વાળામુખી-ટાંગ્યુબાન પરાહુ ખુલ્લા શરીરે શીતલ વૃષ્ટિ અસહ્ય લાગતી હતી. તો પણ મસ્તકે શીતલતા અને ચરણોમાં ઉષ્ણતા એવા બે અનુભવ એકસાથે થવા લાગ્યા. મને અમારા જૈનોમાં આવતી ગંગાચાર્યની વાતનું સ્મરણ થયું. તેઓ છીછરી નદીમાં ચાલીને સામે કિનારે પોતાના ગુરુને વંદન કરવા જતા હતા ત્યારે ઉનાળાની ભયંકર ગરમીમાં ટાલવાળા મસ્તકે ઉષ્ણતા અને ચરણોમાં પાણીની શીતલતા અનુભવાતી હતી. એકસાથે બે સ્કૂલ પરસ્પર વિરુદ્ધ અનુભવો થાય, પરંતુ જૈનદર્શન કહે છે કે ચિત્તમાં એક જ સમયે બે ઉપયોગ ન હોઈ શકે. મન એટલું સૂક્ષ્મ છે અને શીધ્ર સંચરણશીલ છે, એટલે કે એક સેકંડના અસંખ્યાતમા ભાગમાં ઉપયોગ એટલા ઝડપથી બદલાય છે કે માણસને એમ લાગે કે એકસાથે બે અનુભવ થાય છે.
હોજમાં અમારા મસ્તક ઉપર વૃષ્ટિપ્રહાર એટલો જોરદાર હતો કે ત્રણચાર. મિનિટથી વધુ અમે ત્યાં ટકી ન શક્યા. તરત છત્રી લઈને પાછા દોડી આવ્યા. લૉકરમાંથી કપડાં લઈ સજ્જ થઈ અમે રેસ્ટોરાંમાં ચા-નાસ્તો કરવા બેઠા. પણ અમારા એક મિત્ર આવ્યા નહિ. એમની ચાવી મળતી નહોતી. એટલે તરત ઊઠીને છત્રી લઈને અમે ચાવી શોધવા નીકળ્યા. ગાઇડે ચાવી જ્યાં મૂકી હશે ત્યાંથી વરસતા વરસાદમાં ક્યાંક તણાઈ ગઈ હશે. સ્નાનાગારને પાણીમાં અને આસપાસ બહુ તપાસ કરી પણ ચાવી મળી નહિ. રેસ્ટોરાંના કર્મચારીઓ પણ મદદે આવ્યા. ક્લબ પાસે બીજી ચાવી નહોતી. હવે લૉકર તોડવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. નિયમ મુજબ એની જે રકમ થતી હોય તે આપવા અમે તત્પરતા બતાવી. છેવટે આવા કામના અનુભવી બે વેઈટરો છરી, કાંટા અને ચમચા લઈ આવ્યા અને લાકડાના લાંકરના બારણામાં એક પછી એક ભરાવતા જઈને અંતે એવી જોરથી ભીંસ આપી કે બારણું ખૂલી ગયું. અમારી ઉપાધિનો અંત આવ્યો અને વેઇટરો બક્ષિસના અધિકારી બન્યા.
હવે સવાલ રહ્યો ગુમ થયેલી ચાવીનો ચાર્જ ભરવાનો. કેટલા રૂપિયા લઈ શકાય એ વિશે કર્મચારીઓ માંહોમાંહે મસલત કરતા હતા ત્યાં અમારી ગાડી આવ્યાનો અવાજ સંભળાયો. અમે વ્યવસ્થાપકને કહ્યું, “બે મિનિટ થોભો. ગાઇડ આવતો લાગે છે. ચાવી મૂકવાની જગ્યામાં કંઈ સમજફેર થઈ હોય તો એ શોધવામાં મદદ કરશે.'
ગાઇડને જોતાં જ પૂછ્યું, ‘એમી, પછી તમે લોકરની ચાવી ક્યાં મૂકી હતી ? બહુ શોધી પણ મળી નહિ. લૉકર ખોલાવવું પડ્યું.”
લૉકરની ચાવી ? એ વિચારમાં પડ્યો પછી ખિસ્સામાં હાથ નાખતાં જ લૉકરની ચાવી નીકળી. કહ્યું, “ઓહ, ઉતાવળમાં હું ચાવી મૂકવાનું જ ભૂલી ગયો. ભૂલ થઈ ગઈ. માફ કરજો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org