________________
૩૬
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ગંધકની વત્તીઓછી વાસ આવે જ. ક્યાંક એ પાણીને વાળી લઈને કુંડ બનાવવામાં આવે છે અને એવા કુંડ સાથે હોટેલ, કલબ કે રિઝોર્ટનો વ્યવસાય પણ વિકસે છે. ટાંકુબાન પરાહુ જ્વાળામુખી પાસે ચિઆટર નામના સ્થળે “ચિઆટર સ્પા' (Ciater Spa) નામનો રિઝોર્ટ છે. આવા રિઝોર્ટ મોંઘા હોય અને સભ્ય ન હોય તેણે તો પ્રવેશ-ફી પણ આપવી પડે. એ ભરીને પણ રિઝોર્ટમાં જવું એમ બધાએ ઠરાવ્યું, કારણ કે ફરી પાછા ક્યારે આ બાજુ અમે આવવાના હતા ?
અમે ચિઆટરમાં દાખલ થયા. સંકુલનું વાતાવરણ રમણીય હતું. આસપાસ નાનામોટા ડુંગરાઓ વૃક્ષોથી આચ્છાદિત હતા. ચારેબાજુ ફળદ્રુપ, લીલાંછમ ખેતરો હતાં. વાદળિયું આકાશ અને શીતલ હવાની લહેરખીઓ હતી. એક બાજુ ખુલ્લામાં ચાર મોટા મોટા કુંડ બાજુબાજુમાં બનાવેલા હતા. કોઈ છીછરા પાણીના અને કોઈ ઊંડા પાણીના, કોઈ સાધારણ ગરમ પાણીના અને કોઈ વધારે ગરમ પાણીના. પોતાને માફક આવે એમાં સ્વેચ્છાએ નાહી શકાય. એકમાંથી બીજામાં જઈ શકાય. કેટલાક માણસો એમાં નાહી રહ્યા હતા. ગંધકવાળા ગરમ પાણીનું સ્નાન આરોગ્ય માટે સારું, પરંતુ મેં મારા મિત્રોને ચેતવ્યા કે એમાં ઝાઝો વખત ન હવાય, કારણ કે એથી માથું ભમે અને ચક્કર આવે.
અમારા ગાઇડે પૂછયું કે, “તમે જો કુંડમાં સ્નાન કરવાના હો તો ડ્રાઇવર અને હું બહાર ભોજન કરી આવીએ અને નમાજ પઢી આવીએ.” અમે સંમતિ આપી. કુંડનો દરવાજો રેસ્ટોરાંમાં થઈને હતો. ત્યાં બાથરૂમ, લોકર વગેરેની સગવડ હતી. ગાઇડ તે બતાવવા આવ્યો. કુંડમાં સ્નાન કરવા માટે ટિકિટ તો અમે લીધી, પરંતુ તે માટે કૉટ્યૂમ જોઈએ તે ફક્ત મારી પાસે જ હતો. ક્લબમાં કૉટ્યૂમ મળે, પણ તે ભાડે ન મળે, ખરીદવો પડે. નવા કોમ્યુમ ખરીદાયા. તે પહેરીને કપડાં તથા પાકીટ, ઘડિયાળ વગેરે જોખમ અમે લોકરમાં મૂકી એની ચાવી કૉસ્ચમની દોરીએ બાંધી. એક મિત્રને વાર લાગે એમ હતી, એટલે એમણે પોતાનાં કપડાં-જોખમની થેલી ગાઇડને લૉકરમાં મૂકવા માટે આપી અને કહ્યું કે, “ચાવી હોજની સામેની પાળી ઉપર મૂકજો કે જેથી હોજમાંથી નીકળીને તરત લઈ શકાય.”
અમે હજી તૈયાર થઈ મકાનની બહાર હોજ તરફ જવા દરવાજા પાસે પહોંચીએ ત્યાં તો અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદનું પાણી એવું ઠંડુંગાર કે હોજ સુધી પહોંચતાં જ ધૂજી જઈએ. હોજમાં હતા તે બધા બહાર નીકળી દોડીને મકાનમાં આવી ગયા. દસેક મિનિટ રાહ જોઈ પણ વરસાદ બંધ ન રહ્યો. વ્યવસ્થાપકે કહ્યું કે, “હોજમાં જવું હોય તો છત્રી લાવી આપું.” કૉટ્યૂમ ખરીદ્યા છે તે પલાળવા તો જોઈશેને ? અમે છત્રી સાથે બહાર નીકળ્યા અને છત્રી મૂકીને ઘૂંટણ સુધીના પાણીવાળા હોજમાં દાખલ થયા કે તરત જ અમારે બેસી જવું પડ્યું, કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org